ગાંધીનગરમાં કોંગ્રેસનું પતન

ગાંધીનગરના લોકો કોંગ્રેસને ચાહે છે. પણ કોંગ્રેસને લોકોની લાગણીની સહેજ પણ પડી નથી. લોકોએ બે વખત કોંગ્રેસને સંપૂર્ણ બહુમતીથી પ્રજાએ જીતાડી પણ કોંગ્રેસના નેતાઓએ આંતરિક વિખવાદોના કારણે સત્તા ગુમાવી અને શરમજનક હદે પક્ષાંતર પણ કર્યું અને મેયર બન્યા. ફરી એક વખત કોંગ્રેસે ગાંધીનગરના પૂર્વ મેયરની ખાલી પડેલી બેઠક કે જે કોંગ્રેસની હતી તે ગુમાવી દીધી છે. જેની પાછળ કોંગ્રેસનું આંતરિક રાજકારણ જવાબદાર છે.

કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા નિશિત વ્યાસ કહે છે કે, ભાજપે ઝૂંપડપટ્ટીમાં જઈને ધમકી આપી હતી કે જો ભાજપને મત નહીં આપો તો ઝુંપડા ખાલી કરાવી દેશે. વળી, નમો વાઈફાઈ પકડાતું હતું. ફરિયાદ કરી ને અધિકારીઓ આવ્યા પણ કંઈ ન થયું. સીસીટીવી કેમેરા પણ ન હતા. ભાજપે ઈવીએમ મેનેજ કરેલું છે. તેથી કોંગ્રેસ હારી ગઈ છે. કોંગ્રેસે તો મહેનત કરી છે. પહેલી વખત એવું થયું છે કે પાટીદાર સમાજે ભાજપને મત આપ્યા નથી પણ કોંગ્રેસ તરફી પણ ગયા નથી. નિશિત કહે છે કે, સી કે ચાવડાએ ઉમેદવાર પસંદ કરેલા હતા. ટિકિટ આપવામાં કોઈ વિવાદ નહીં. આ વોર્ડ ભાજપનો છે. કોંગ્રેસના પ્રવિણ પટેલ અહીં જીત્યા હતા.

નિશિત વ્યાસ અહેમદ પટેલના જૂથના રહ્યાં છે. પણ હવે તેમને અહેમદ પટેલ સાથે બહું બનતું નથી. તેમ છતાં ગાંધીનગરમાં રાજકીય દાવપેચ રમીને નિશિત વ્યાસે અનેક લોકોની રાજકીય કાર્કિર્દી ખરાબ કરી છે. તેની સાથે કોંગ્રેસને પણ તેમણે ખતમ કરીને હવે પોતે ખતમ થઈ ગયા છે.

કોંગ્રેસના આ નેતા રાત સુધી કહેતા હતા કે, 200 મતોથી બેઠક જીતે છે. બ્રાહ્મણના બધા મત મળશે તેથી જય મહાદેવ સૂત્ર તેમણે વહેતું કર્યું હતું. કોંગ્રેસની આખી ટોળકી જયમહાદેવનું સૂત્ર ચલાવવામાં આવતું હતું. છેલ્લા બે દિવસ આ ચાલેલું. બ્રહ્મક્ષત્રિય સૂત્ર ન ચાલ્યું. કોંગ્રેસના નેતા રવિવારી સભામાં અક્ષર ધામમાં જઈને મતની ભીખ માંગી હતી. પછી ભાજપના નેતાઓ અક્ષરધામ મંદિરમાં પગે પડી આવ્યા.

કોંગ્રેસ એવું માનતી હતી કે અશોક ભાવસાર ભાજપને હરાવશે પણ એવું ન હતું. અશોક અને કેતન સાથે ભાજપે સારૂ નેટવર્ક ગોઠવી દીધું હતું. કોંગ્રેસના કમીટેડ મત હતા તે તરફ નેતાઓએ કોઈ ધ્યાન આપ્યું નથી. નિતિશ દ્વારા સોસાયટીઓના મતો માટે ધ્યાન રખાયું પણ તે મત મળ્યા નહીં. હવે નિશિત વ્યાસ ચૂંટણી જીતાડી શકે તેમ નથી.

હાર માટે સી જે ચાવડા નહીં પણ નિશિત વ્યાસ જવાબદાર છે, એવું કોંગ્રેસના નેતાઓ માને છે. પણ તેઓ અંદરથી તો સી જે ચાવડાને જવાબદાર માને છે. લોકસભામાં સી જે ચાવડાને હરાવવા માટે અહેમદ પટેલના ગાંધીનગરના નેતાઓ કામ કરતાં હતા.

અગાઉનું રાજકાણ હાર માટે જવાબદાર રાજ્યની 8 મહાનગરપાલિકાઓ પૈકી એક માત્ર ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ પાસે આવે તેમ હતી તે પણ લોકોના ચૂકાદા વિરુદ્ધ ભાજપે મેળવીને લોકશાહનું વસ્ત્રાહરણ કર્યું હતું. 7 મે 2016માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં ટાઈ પડ્યા બાદ કોંગ્રેસના સભ્ય પ્રવિણ પટેલનું પક્ષાંતર કરાવીને ભાજપે તેમને મેયર બનાવી દઈને સત્તા મેળવવાના ગંદા ખેલ કર્યા હતા. સામાન્ય સભામાં મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પ્રવિણ પટેલને ધક્કે ચડાવ્યા હતા. રાજકીય નીતિમત્તા અહીં સાબરમતીમાં ફેંકી દેવામાં આવી હતી.  પ્રવિણ પટેલે કોંગ્રેસ સાથે ગદ્દારી  કરી હતી. પછી તેમણે ભાજપમાંથી રાજીનામું આપવું પડ્યું અને તે ખાલી પડેલી બેઠક પર ચૂંટણી થઈ તેમાં કોંગ્રેસના ભૂંડી હાર થઈ છે. ગાંધીનગર શહેર કોંગ્રેસના પ્રમુખ કૌશિક શાહ કે જે અહેમદ પટેલ જૂથના માનવામાં આવે છે તેમણે જાહેરાત કરી પણ થોડા દિવસમાં જ મેયરનો વિરોધ બંધ કરી દેવામાં આવ્યો હતો. મતદાર કોંગ્રેસને મત આપે છે અને કોંગ્રેસ ભાજપના હાથે વેચાઈ જાય છે અને ભાજપ સત્તા ભોગવી રહ્યું છે.

ભાજપ દ્વારા કોંગ્રેસના બે મેયરને ખરીદી લેવાયા, જિલ્લા પંચાયત ઊથલાવી નંખાઈ, ગાંધીનગર તાલુકા પંચાયતને હાઈજેક કરી લેવામાં આવી હતી. ગુજરાતના રાજકીય પાટનગરમાં જ્યાં આવા અનીતિનું રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પ્રવીણ પટેલને મેયર બનાવવા તૈયાર ન હતી.

પહેલા મેયરનું પક્ષાંતર અને ખરીદી તે અગાઉ મહેન્દ્રસિંહ રાણા કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા અને પાછળથી તેઓ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા. પછીની ચૂંટણીમાં મહેન્દ્રસિંહ રાણાને ચૂંટણી લોકોએ હરાવ્યા હતા. કોંગ્રેસના મેન્ડેટે ચૂંટાયેલા મહેન્દ્ર રાણા, હંસાબેન મોદી અને સુભાષ પાંડવ કોંગ્રેસમાંથી પક્ષાંતર કરી ભાજપમાં જોડાયા હતા. મેયર મહેન્દ્ર રાણાની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ભાજપમાં આવેલા કોંગ્રેસના કોર્પોરેટર હિનાબેન મોદીને ભાજપે મેયર તરીકે બેસાડ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ત્રણ બળવાખોર કોંગ્રેસના નેતાઓ મેયર હંસાબેન મોદી, પૂર્વ મેયર મહેન્દ્ર રાણા, પૂર્વ ડે.મેયર સુભાષ પાંડવને છ વર્ષ માટે પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.