ગુજરાતની ચૂંટણી હિંસક બની, સરપંચના સસરા સહિત 6ની હત્યા

કચ્છના મુંદ્રા તાલુકાના છસરા ગામે ચૂંટણીના કારણે છ લોકોની 24 ઓક્ટોબર 2018ની મોડી રાતે હત્યા કરી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલાં છસરા ગ્રામ પંચાયતની ચૂંટણી હતી. યુવકો પોતાના ખેતરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે સરપંચ જૂથના લોકોએ તેમને ગામ નજીક આંતર્યા હતા. છાસરાના મહિલા સરપંચના સસરા અને તેના પુત્રનું મોત થયું હતું.

સામા પક્ષે ચારેય યુવકોને ગામના મહિલા સરપંચના સસરા અને તેના પુત્રએ ગામ નજીક અટકાવીને તેમની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા પછી પોતાના સમર્થકોને બોલાવી લીધા હતા.

બે જૂથ વચ્ચે ભાલા, તલવારો સહિતના હથિયારો વપરાયા હતા. ચાર યુવકો અને દાદા અને પૌત્રનાં મોત થયા છે.  સરપંચના પુત્ર, 2 સગાભાઈ, બે પિતરાઈ ભાઈ સહિત 6 લોકોના ખૂન થયા છે. ત્રણ પરિવારે તેમના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. 3 લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી.

મુન્દ્રા તાલુકાના છસરા ગામે મંગળવારે રાત્રે બે જૂથ સામસામે આવી જતાં છ લોકોએ જીવ ગુમાવ્યો છે. નાનકડા ગામમાં છ-છ લોકોની લોથ ઢળી જતાં સન્નાટો વ્યાપી ગયો છે. હત્યાકાંડને પગલે એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને નમૂના લીધા હતા. એટલું જ નહીં સીસીટીવીની મદદથી પોલીસ વધારે તપાસ હાથ ધરી રહી છે. 60થી વધારે પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ગામમાં બંદોબસ્તમાં ગોઠવાઈ ગયા છે. એટલું જ નહીં ગામમાં એસઆરપીની ટુકડી પણ ખડકી દેવામાં આવી છે. આ હત્યાકાંડે ફક્ત કચ્છ જ નહીં પરંતુ આખા રાજ્યમાં ચકચાર જગાવી છે.

હત્યાકાંડના પગલે આઈજી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગામમાં દોડી ગયા હતા.

મગન મ્યાજર આહિર (ઉ.વ.27)

ભરત મ્યાજર આહિર (ઉ.વ.28)

ભાર્ગવ પચાણ આહિર (ઉ.વ.26)

ચેતન નારણ આહિર (ઉ.વ.38)

આમદ અબ્દુલ બુલિયા (ઉ.વ.70)

આબિદ અબ્બર બુલિયા (ઉ.વ.25)