અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના વૈયા ગામેથી રાષ્ટ્રીય પક્ષી મોર ૫ અને ૨ ઢેલના મૃતદેહ મળી આવતા અને ૨ ઢેલ બીમાર હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે મેઘરજ વનવિભાગ તંત્રને જાણ કરાતા તાબડતોડ આરએફઓ રાઠોડ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી મોર તેમજ અન્ય પક્ષીઓના મૃતદેહોને પીએમ માટે મોકલી દેવાયા છે. ત્યારે મોત કયા કારણોસર થઈ રહ્યા છે તે અંગે રિપોર્ટ આવ્યા બાદ બહાર આવી શકે છે બીજીબાજુ ખેતરમાં ઝેરી ચણ ચણાવાથી ઝેરી અસરના પગલે મોર ટપોટપ મોતને ભેટ્યા હોવાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની હતી.
મેઘરજના જંગલો અને ખેતરોની ખુલ્લી જમીન તેમજ આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં મોર અને પક્ષીઓ વસવાટ કરે છે.રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોરના એક પછી એક સાથે અન્ય પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મોરના મોતની માહિતી મળતા જ વન વિભાગ પણ વૈયા ગામે આવી પહોચ્યું હતું સ્થળ પરથી ૫ મોર, ૨ ઢેલના મૃતદેહ મળી આવ્યા હતા. ૨ ઢેલ બીમાર હાલતમાં મળી આવી હતી વન વિભાગની ટિમએ સ્થળ તપાસ આદરી હતી.હાલમાં તો વન વિભાગે મૃતદેહના નમૂના લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી યોગ્ય કારણ જાણવા તજવીજ શરૂ કરાઇ છે. મોર ના મૃતદેહ ના પી એમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ બહાર આવી શકે છે . રાષ્ટ્રીય પક્ષી ના મોત ની ઘટના બહાર આવતા હવે વન વિભાગ પણ ગંભીરતા દાખવી વાઈલ્ડ લાઈફ એક્ટ ૧૯૭૨ મુજબ વધુ તપાસ આદરી હતી.
મેઘરજ વન વિભાગ આર.એફ.ઓ. અજયસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર વૈયા ગામની સીમમાં ખેતર નજીક થી પાંચ મોર, ૨ ઢેલના મૃતદેહ મળી આવ્યા હતા મૃતદેહને પી.એમ માટે મેઘરજ પશુ દવાખાનામાં ખસેડાયા છે ૨ ઢેલ બીમાર જણાતા સઘન સારવાર આપવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું મોર ના મોત અંગે પ્રાથમિક કારણ તરીકે ફૂડ પોઇઝનિંગ જવાબદાર હોવાનું જણાવ્યું હતું અને કોઈ કસુવાર જણાશે તો વાઈલ્ડ લાઈફ અકેટ ૧૯૭૨ ની રૂએ આગળની કાર્યવાહી કરવામાં આવશેનું જણાવ્યું હતું.
2019 અમરેલી નજીકના ચાંદગઢ અને કણકોટ વચ્ચેના જંગલમાં છેલ્લા બે દિવસમાં મોરના ૧૬ મૃતદેહો મળી આવતા વન વિભાગની નીતિ અને કાર્યપદ્ધતિ અંગે પ્રશ્નો ઉઠ્યા છે. જંગલમાં બે દિવસ પહેલા ૯ મોર અને આજે વધુ ૭ મોરનાં મૃતદેહો મળી આવ્યા હતા.
7 જૂલાઈ 2019 સંજેલી તાલુકાના જંગલોમાં છેલ્લા 20 દિવસમાં 50થી વધુ મોરના મોત થતા વન વિભાગ દોડતુ થયું છે. જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા જંગલોમાં વસતા રાષ્ટ્રીય પક્ષી મોકના મોતને કારણે વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગત વીસ દિવસમાં આશરે 50 જેટલા મોરના મોત થયા છે. આ મોરના મોત પાછળ કોઇ બિમારી પણ હોઇ શકે છે. તેવો વન વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
રાપર તાલુકાના ગાગોદર ગામે ૩૦ મોરના મોત વાગડમાં કાયદા ની કોઈ ધાક નથી રહી, રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે , તટસ્થ તપાસ થાય તો મોરની મોતનું સત્ય બહાર આવી શકે તેમ છે.
પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છેલ્લા થોડા સમયમાં 30થી વધુ મોરના મોત થયા છે. જેને લઇને વન વિભાગ દોડતુ થઇ ગયું છે. મોરોના મોતનું પ્રાથમિક કારણ ખેતરમાં જંતુનાશક દવાના કોટિંગવાળા બિયારણના દાણા ખાવાથી થયુ હોવાનું સામે આવ્યું છે.