[:gj]ગેસના ભાવમાં 19 રૂપિયાનો વધારો કરી દેવાયો [:]

[:gj]નવા વર્ષના પહેલા જ દિવસે રસોઇને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ગેસ કંપનીઓએ સબસિડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ 19 રૂપિયા વધારી દીધો છે. દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડર હવે 714 રૂપિયાનો થઇ ગયો છે. ગેસ સિલિન્ડરનો વધેલો ભાવ બુધવાર એટલે કે નવા વર્ષેની સવારથી જ લાગુ થઇ જશે. દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં સબસિડીવાળો ગેસ સિલિન્ડર(14.2 કિલો) 695 રૂપિયાનો હતો. સતત પાંચમાં મહિનામાં રસોઇ ગેસ સિલિન્ડરના બજાર ભાવમાં વધારો થયો છે.

પાંચ વર્ષમાં આ સરકારે ૧૩ કરોડ ગેસ સીલીન્ડર આપ્યા જેમાં આઠ કરોડ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં અપાયા છે. જેઓ ગેસ વાપરી શકે તેમ નથી.

કંપનીઓ દર મહિને રેટ રિવીઝન કરે છે. જાન્યુઆરીમાં રેટ રિવીઝન બાદ પેટ્રોલિયમ કંપનીઓએ સબસિડી વગરના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો વધારો કર્યો છે. આ જ રીતે કમર્શિયલ સિલિન્ડરના (19 કિલો) ભાવમાં 29.50 રૂપિયાનો વધારો થયો છે. તો ધંધાદારીઓએ હવે સિલિન્ડર માટે દિલ્હીમાં 1241 રૂપિયા ચૂકવવા પડશે. કોલકત્તામાં હવે સબસિડી વગરનો ઘરેલુ ગેસ સિલિન્ડર 747 રૂપિયાનો, મુંબઇમાં 684 રૂપિયાનો અને ચેન્નઇમાં 734 રૂપિયાનો થઇ ગયો છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1308 રૂપિયા અને ચેન્નાઇમાં 1363 રૂપિયા થઇ ગયા છે.

આ પહેલા ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં 14.2 કિલો સબસિડી વગરના ઘરેલુ ગેસ સિલિન્ડર માટે 695 રૂપિયા ચૂકવવા પડતા હતા. કોલકાતામાં તેનો ભાવ 725.50 રૂપિયા હતો. તો મુંબઇ અને ચેન્નાઇમાં 14.2 કિલોના સબસિડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ ક્રમશ: 665 અને 714 રૂપિયા હતો. ગયા વર્ષે મોદી સરકારે નવા વર્ષના અવસર પર મોદી સરકારે LPG સિલિન્ડરના ભાવમાં ખૂબ ઘટાડો કરીને દેશવાસીઓને ભેટ આપી હતી. ત્યારે ગેસ સિલિન્ડરનો ભાવમાં રૂપિયા 120.50 ઓછા કરવામાં આવ્યા હતા.[:]