The Dholak Journey of Mir Haji Kasam ‘Haji Ramkadu’ and the History of the Dhol
અમદાવાદ, 19 જૂન 2026
સંગાતીના અને લોકરંજનના કાર્યક્રમોમાં ઢોલ વાદક તરીકે હાજીરમકું ન હોય તો લોકોને મનોરંજ અધુરું લાગતું રહ્યું છે. અનેક લોકોએ તેમની સાથે કામ કર્યું છે અને તેમણે અનેક નામની કલાકારો સાથે કામ કરી અને જૂનાગઢનું નામ વિશ્વ ફલક પર પહોંચાડ્યું છે. ઢોલક યાત્રા આશરે આઠ દાયકાથી ચાલુ છે. તેમણે ભજન, સંતવાણી, લોકડાયરા, ગઝલ અને કવ્વાલીના હજારો કાર્યક્રમોમાં સાથ આપ્યો છે. તેઓએ ગુજરાતના લગભગ તમામ મોટા લોકગાયકો સાથે કામ કર્યું છે.
જન્મ
17 મેં 1951માં સોમનાથ પાટણના આદરી ગામમાં હાજીભાઈ નો જન્મ થયો હતો. આખા પરિવારની પરંપરા હાજીભાઈએ જાળવી રાખી છે આ સંગીતનો શોખ તેમને વારસામાં મળ્યો છે.
હાજીભાઈ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે પરિવાર સાથે જૂનાગઢ સ્થાયી થઈ ગયા હતા. સૌથી પહેલી શરૂઆત તેમણે વણઝારી ચોક ખાતે થતી ગરબીથી કરી હતી ત્યારે તેમને સૌથી પહેલું રૂ.15 ની કમાણી થઈ હતી.
બેન્ડવાજા, નવરાત્રી, લગ્નો, ડાયરા તમામ પ્રકારના કાર્યક્રમોમાં ઢોલક અને તબલા વગાડ્યાં છે.
જૂનાગઢમાં કિંગ બેન્ડમાં તેઓ નવ વર્ષના હતા ત્યારથી ઢોલક વગાડતા હતા. તેમના પિતા પણ તેમાં વગાડતા હતા. કિંગ બૅન્ડવાજામાં રમકડાએ 20 વર્ષ વગાડ્યું હતું. સંગીતમાં હાજી રમકડુંની આ ત્રીજી પેઢી છે. જૂનાગઢના નવાબનું શાસન હતું ત્યારે તેમના દાદા પરદાદા સંગીત રજૂ કરતા હતા. જૂનાગઢના દરબારગઢમાં નોબત વગાડતા હતા. મોટા દાદા શરણાઈ વગાડતા હતા. તેમના ઘરની વાતાવરણમાં જ સંગીત હતું.
હાજી રમકટું નામ
ઢોલક નવાઝ મીર હાજી કાસમનું નામ ‘હાજી રમકડું’ પડ્યું તેમાં રસ ધારા નામની સંસ્થા હતી. જેમાં મીર હાજી કાસમ, લાખાભાઈ ગઢવી, દિવાળીબહેન ભીલ, પ્રાણલાલ વ્યાસ, બાલકૃષ્ણ દવે, ટપુભાઈ દેહગામા વગેરે હતા. તે વખતે તેમની ઢોલક વગાડવાની શૈલી અને ઊડતા વાળને લીધે લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું હતું.
તેમના મિત્ર શંકરભાઈ રાવલે તેમના નામની સાથે ‘રમકડું’ જોડી દીધું હતું. તેમણે હાજીને કહ્યું હતું કે હાજી, તારી ઢોલક – તબલા વગાડવાની જે પ્રકારની સ્ટાઇલ છે અને વગાડતી વખતે જે રીતે તારા વાળ ઊડે છે એ જોતાં કંઈક નામ તો પાડવું પડશે. એક રમકડાની જેમ પળને માણતા હોય છે. તેથી રમકડું નામ પડી ગયું. રાજકોટ ટાઉનહોલમાં કાર્યક્રમ હતો તેમાં તેનું નામ હાજી રમકડું લખેલું હતું.
તે પછી તો છાપાની જાહેરાત હોય કે લગ્નની કંકોતરી બધે જ હાજી રમકડું નામ પ્રચલિત થઈ ગયું. તેમના ઘરનું નામ પણ રમકડું રાખ્યું છે.
ઢોલકમાંથી વિવિધ રમકડાં અને સંગીત વાદ્યો જેવા અવાજો કાઢી શકતા હતા. આ અનોખી કળાને કારણે લોકો તેમને પ્રેમથી “રમકડું” કહેવા લાગ્યા અને પછી તેઓ “હાજી રમકડું” તરીકે જાણીતા બન્યા.
પ્રાણલાલ વ્યાસ
ગુજરાતના લોકગાયકોમાં પ્રાણલાલ વ્યાસ જૂનાગઢના છે. હાજીના પિતા પ્રાણલાલ પાસે લઈ ગયા અને તેમને તેમના કાર્યક્રમોમાં સાથે રાખવા ભલામણ કરી હતી. હાજી રમકડુંના પિતાજી તેમની સાથે ઢોલક વગાડતા હતા. પંદર વર્ષના હતા ત્યારથી હાજી રમકડુંએ પ્રાણલાલ વ્યાસ સાથે ડાયરામાં ઢોલક વગડવાની શરૂઆત કરી. તેમની જુગલબંદી ડાયરામાં 45 વર્ષ સુધી ચાલી હતી.
એક ઘરઘરાઉ કાર્યક્રમમાં હાજી રમકડું ઢોલક વગાડવાના હતા. તે કાર્યક્રમમાં પ્રાણલાલ વ્યાસ પણ હતા. પ્રાણલાલભાઈ તેમની કલાકારી પામી ગયા હતા. ત્યારથી પ્રાણલાલની સાથે ઢોલક વગાડવા લાગ્યા.
તેઓ તેમના પિતા કાસમભાઈ બંને પ્રાણલાલભાઈ સાથે વગડતા હતા. રાતે દસથી ડાયરો શરૂ થાય અને સવારના સાડા પાંચ – છ વાગ્યે પ્રાણભાઈ પ્રભાતિયા ગાય ત્યાં સુધી તબલા વાગતા રહેતા હતા.
હાજી રમકડું જ્યારે પ્રાણલાલ વ્યાસ સાથે કચ્છની ધરતી ઉપર જતા ત્યારે તેમની ગઝલ અને કવાલી ખૂબ જ લોકોમાં પ્રખ્યાત બનતી હતી.
પ્રાણલાલ વ્યાસ તેમના માટે પરિવાર જેવા હતા. હાજીની પાંચ દીકરીઓ પાછળ તેમણે ખૂબ ભોગ આપ્યો છે. તેઓ હાજીને જે રીતે મદદરૂપ થયા છે તે પુરસ્કાર કરતાં અનેકગણું છે.
તે વખતે હાજીને પુરસ્કારમાં 25 રૂપિયા મળતા હતા. જોકે, હાજીને ઉપરના પૈસા સારા એવા મળી રહેતા હતા.
નામી કલાકારો સાથે ઢોલક
દિવાળીબહેન ભીલનું જૂનાગઢમાં વણઝારી ચોકમાં નવરાત્રીમાં ગાવા જતા હતા. હાજી રમકડું તેમની સાથે તબલાંની સંગત કરતા હતા. ત્યારે દોઢ રૂપિયો તબલા વગાડવાનો મોકો મળતો હતો. તે રીતે દસ વર્ષ સુધી નોરતામાં દિવાળીબહેન ભીલ સાથે ઢોલક સંગત કરી હતી. લાખાભાઈ, કાનદાસ બાપુ, પ્રફુલ દવે,હેમુભાઈ ગઢવી સાથે કામ કર્યું છે. નારાયણ સ્વામી જેવા સુર સમ્રાટ સાથે ઢોલક વગાડી આગવી ઓળખ ઉભી કરી ખૂબ જ નામના મેળવી છે.
દિવાળીબહેન જ્યારે રેડિયો પર ગીત રેકોર્ડિંગ કરવા જતા ત્યારે હાજી રમકડુંના પિતા કાસમભાઈ પાસે રિહર્સલ કરીને જતા.
વિદેશ
પહેલો પ્રવાસ દિવાળીબેન ભીલ સાથે લંડનમાં કર્યો હતો. ત્યાં તેમને બે મહિના રોકાવવાનું પણ થયું હતું. ત્યારબાદ તેમણે લેસ્ટર, વેમલી, અમેરિકા ,પેરીસ ,બેસીન, મસ્તક ,કેનેડા, દુબઈ, અમેરિકા, બ્રિટન, કેનેડા, દક્ષિણ આફ્રિકા, યુએઈ અને ઓમાન દરેક જગ્યાએ પ્રવાસ કર્યા છે.
પુરસ્કારો
ચિત્તાખાના ચોકથી ઢાળવાળા રોડ પર ઘરની ઉપર રમકડું લખેલું છે. 82 વર્ષના મીર હાજી કાસમને રમકડું તરીકે જ ઓળખે છે. ઘરની અંદર ચારે તરફ ઍવૉર્ડ્સ, ઇલકાબો, ખિતાબો, પદ્મશ્રી 2026નું સન્માન પુરસ્કારો રાખેલા છે.
ભજન અને ડાયરામાં હાજી રમકડું ન હોઈ તો મજા ન આવે, એ મોટો પુરસ્કાર છે.
6 વર્ષ અરજી
છ વર્ષો પદ્મશ્રી એવોર્ડ માટે પોતે પણ હક ધરાવે છે અને પોતાને આ એક સન્માન મળે તે માટે હાજીભાઈ પોતાનું નામ નોંધાવી રહ્યા હતા. રાષ્ટ્રપતિ વડાપ્રધાન સાંસદો અને ધારાસભ્ય સહિત અનેક લોકોને રજૂઆત પણ કરી હતી.
ફિલ્મો
ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મમો પણ હાજી રમકડુંએ કામ કરી લોકચાહના મેળવી છે. ગુજરાતી ફિલ્મો અને ખાનગી આલ્બમોમાં પણ ઢોલક વગાડી છે.
ગુજરાતી લોકકળાને જીવંત રાખી છે.
શરૂઆત
હાજીભાઈની સંગીતની સફર બાળવયે શરૂ થઈ ગઈ હતી. બાળકો જ્યારે રમકડાનું ઢોલક વગાડતા તે વખતે હાજી રમકડું ખરું ઢોલક વગાડતા હતા. ઔપચારિક શિક્ષણ વગર તેમણે પોતાના કૌશલ્યથી ગુજરાતના સૌથી જાણીતા લોકવાદકોમાં સ્થાન મેળવ્યું. નવ વર્ષના હતા ત્યારથી ઢોલક વગાડે છે.
ગૌ ભક્ત
એક સમયે તેમણે મંદિરમાં નોકરી કરી હતી. અંદાજિત 20 થી 25000 પ્રોગ્રામ મેં એક પણ રૂપિયો ફી લીધા વગર ગાય માતા માટે કર્યા છે. ગૌશાળાઓ માટે હજારો ચેરિટી કાર્યક્રમો કર્યા, ગરીબ પરિવારોના લગ્ન માટે સહાયરૂપ કાર્યક્રમો યોજ્યા, બાળકોને મફતમાં લોકસંગીત શીખવવાનું કાર્ય ચાલુ રાખ્યું છે.
કિશોર અવસ્થાએ હાજી કાસમે ચાની કીટલી પર કામ કરીને પરિવારને મદદ પણ કરી હતી.
યુવાનીમાં જીવનનિર્વાહ માટે નાના-મોટા ધંધા અને મજૂરી પ્રકારના કામ પણ કર્યા હતા, પરંતુ કઈ સંસ્થા, વિભાગ કે કંપનીમાં નિયમિત નોકરી કરી ન હતી.
મતદાર યાદીનો વિવાદ
દેશ-વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરનાર હાજી કાસમ રાઠોડ ઉર્ફે ‘હાજી રમકડું’ને કેન્દ્ર સરકાર દ્વારા હજુ બે દિવસ પહેલા જ પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી પુરસ્કાર’ માટે પસંદ કરવામાં આવ્યા છે. જોકે, આ ખુશીના માહોલ વચ્ચે જૂનાગઢમાં એક નવો વિવાદ ઉભો થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ભાજપના જ એક કોર્પોરેટરે હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે અરજી કરી હતી.
સંજય મણવરે ચૂંટણી પંચનું ‘ફોર્મ નંબર 7’ ભરીને હાજી કાસમ રાઠોડનું નામ મતદાર યાદી માંથી રદ કરવા માટે વાંધા અરજી કરી હતી. હાજીભાઈના આધારકાર્ડમાં તેમની અટક ‘મીર’ છે અને તેઓ મીર તરીકે જ ઓળખાય છે. જ્યારે મતદાર યાદીમાં આ જ વિસ્તારમાં ‘હાજીભાઈ રાઠોડ’ નામ શંકાસ્પદ જણાતા અરજી કરી હતી.
ઢોલકનો ગુજરાતનો ઇતિહાસ
ઢોલક ભારતના સૌથી પ્રાચીન લોકવાદ્યોમાંનું એક છે. તેનો ઉદ્ભવ ઉત્તર ભારતીય લોક સંગીત પરંપરામાં થયો હોવાનું માનવામાં આવે છે. ગુજરાતમાં તે છેલ્લા અનેક સદીઓથી લોકજીવન, ભક્તિ સંગીત, લોકડાયરા, ગરબા, ભવાઈ અને લગ્નગીતોનો અભિન્ન ભાગ બની ગઈ છે.
ઢોલકના પ્રારંભિક સ્વરૂપોના ચિત્રો પ્રાચીન ભારતીય મંદિરોના શિલ્પોમાં પણ જોવા મળે છે.
ગુજરાતમાં ઢોલક મધ્યકાલીન સમયમાં (આશરે 15મી–17મી સદી) ભક્તિ આંદોલન, સૂફી સંગીત અને લોકગાયક પરંપરાઓ સાથે ઢોલકનો વ્યાપ ગુજરાતમાં વધ્યો હતો. નરસિંહ મહેતા પછીની ભજન-કીર્તન પરંપરામાં મંજીરા અને ઢોલક મુખ્ય તાલવાદ્યો બન્યા.
ગુજરાતના લગભગ તમામ લોકસંગીત સ્વરૂપોમાં ઢોલકનો ઉપયોગ થાય છે. આદિવાસી નૃત્યો, ગરબા, રાસ, ભજન, સંતવાણી, લોકડાયરા, ભવાઈ, લગ્નગીત, કવાલી, મરસીયા, કથા, સનેડોમાં ઢોલક વગાડાય છે.
ગુજરાતમાં ઢોલક માત્ર સંગીતનું સાધન નથી; તે, સામાજિક મેળાવડા, ધાર્મિક પ્રસંગો, લગ્નવિધિ, લોકસાહિત્ય, સંતવાણી અને કથાવાચનનો અભિન્ન ભાગ છે. ગ્રામીણ ગુજરાતમાં હાર્મોનિયમ અને ઢોલકની જોડી આજે પણ લોકસંગીતની સૌથી લોકપ્રિય જોડી માનવામાં આવે છે.
કચ્છમાં ઢોલક સૂફી અને લોકસંગીત બંનેમાં વપરાય છે. કચ્છના લાંગા, ફકીર અને લોકગાયક સમુદાયો ઢોલકનો વ્યાપક ઉપયોગ કરે છે. કચ્છ જિલ્લા ગેઝેટીયર મુજબ ઢોલક કચ્છના પરંપરાગત લોકવાદ્યોમાંનું એક મહત્વનું વાદ્ય છે.
ઢોલક બનાવવાની પરંપરા
અમદાવાદમાં ઢોલક નિર્માણ અંગે NID દ્વારા પણ દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં ઢોલક બનાવવાનો કારીગરી ઉદ્યોગ છે, સીસમ, કેરી, બાવળના લાકડાનો ઉપયોગ થાય છે. બંને બાજુ ચામડું ચડાવવામાં આવે છે.
સાઉન્ડ સિસ્ટમ પહેલા માત્ર એક ઢોલક, એક હાર્મોનિયમ અને મંજિરા વડે હજારો લોકો સમક્ષ કાર્યક્રમો યોજાતા હતા. તેથી ઢોલકને “ગુજરાતી લોકસંગીતનું હૃદય” પણ કહેવામાં આવે છે.
સોલંકી યુગમાં ઈ.સ. 942–1244માં મંદિરો અને રાજદરબારોનો યુગમાં મૃદંગ, પખાવજના પ્રારંભિક સ્વરૂપો, ડમરુ, નગારાં અને ઝાંઝ જેવા વાદ્યો પ્રચલિત હતા.
મુખ્ય તાલવાદ્યોમાં મૃદંગ, પખાવજ, ડમરુ, નગારું, ઝાંઝ, ભુંગળ, મંજીરા, ડફ, ડાકલું છે. મંદિરોમાં પૂજા અને નૃત્ય માટે તથા રાજદરબારમાં વિજયોત્સવ માટે આ વાદ્યો વપરાતા.
સુલતાન અને મુઘલ યુગમાં 13મી–18મી સદીમાં ગુજરાત સલ્તનત અને પછી મુઘલ શાસન દરમિયાન પર્શિયન તથા મધ્ય એશિયાઈ સંગીત પ્રભાવ આવ્યા. આ સમયગાળામાં નગારું, નોબત, તાશા અને ઢોલનો ઉપયોગ વધ્યો. શહેરોના દરવાજા, કિલ્લાઓ અને દરબારોમાં નોબત વગાડવાની પરંપરા વિકસી.
આદિવાસી વિસ્તારોમાં પણ ઢોલ લોકજીવનનો ભાગ બન્યો.
ભવાઈ, સંતવાણી અને લોકપરંપરાનો યુગ એટલે કે 15મી–19મી સદીમાં વપરાતા હતા.
ગુજરાતની લોક નાટ્ય પરંપરા ભવાઈમાં પખાવજ, ઝાંઝ, ભુંગળ અને અન્ય તાલવાદ્યોનો વ્યાપક ઉપયોગ થતો. ભવાઈમાં સંગીત, નાટક અને વ્યંગ્યનું અનોખું સંયોજન હતું.
નરસિંહ મહેતા પછીની ભજન અને સંતવાણી પરંપરામાં મંજીરા અને ઢોલક અગત્યના બન્યા હતા.
બ્રિટિશ યુગમાં 19મી–20મી સદીમાં લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત વચ્ચે વધુ સ્પષ્ટ ભેદ ઉભો થયો.
વિકાસ
પખાવજમાંથી તબલા અને ઢોલક લોકગીતો અને લગ્નવિધિમાં મુખ્ય બની. ગરબા અને રાસમાં ઢોલનું મહત્વ વધ્યું.
સ્વતંત્રતા પછી લોકડાયરા, ગરબા અને ફિલ્મ સંગીતના પ્રભાવથી તાલવાદ્યોમાં મોટા ફેરફારો આવ્યા.
1980 પછી મોટા ઢોલ, ડ્રમ સેટ, ઇલેક્ટ્રોનિક પેડ આવી ગયા છે.
સોલંકી યુગ મૃદંગ, પખાવજ, નગારું, ડમરુ.
સલ્તનત-મુઘલ યુગ નોબત, નગારું, ઢોલ.
ભવાઈ યુગ પખાવજ, ભુંગળ, ઝાંઝ, ડાકલું.
બ્રિટિશ યુગમાં ઢોલક, તબલા, ડફ.
આધુનિક યુગમાં ઢોલ, ઢોલક, તબલા, ડ્રમ સેટ, ઇલેક્ટ્રોનિક પેડ
ગુજરાતની ઓળખ બનેલા પાંચ તાલવાદ્ય
ઢોલ – ગરબા, રાસ અને આદિવાસી નૃત્યનું પ્રતીક.
ઢોલક – ભજન, સંતવાણી, લોકડાયરા અને લગ્ન ગીતનું હૃદય.
નગારું – રાજાશાહી અને ધાર્મિક પરંપરાનું પ્રતીક.
ડાકલું – ખાસ કરીને ઉત્તર ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં લોકપ્રિય.
પખાવજ – ભવાઈ અને પ્રાચીન સંગીત પરંપરાનો વારસદાર.
રસપ્રદ નોંધ
ગુજરાતમાં ગામોમાં નવરાત્રિ દરમિયાન ઢોલ, નગારું અને ડાકલા સાથે ગરબા રમાય છે.

English
You must be logged in to post a comment.