[:gj]ગોપાલ ઈટાલીયાએ 8 પ્રતિજ્ઞાા લીધી [:]

[:gj]ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા પર જુતાનો પ્રહાર કરનાર ગોપાલ ઈટાલીયાએ 1 સપ્ટેમ્બર 2018ના દિવસે પ્રતિજ્ઞાા લીધી હતી..ગોપાલ ઈટાલીયા આજરોજ ઉપવાસના આઠમા દિવસે ભાઈ હાર્દિકના આંસુની અંજલિ ભરી આક્રોશ સાથે હાર્દિકના આંસુનું ઋણ ચૂકવવા આઠ પ્રતિજ્ઞા લઉં છું કે,

૧) મત માંગવા આવે પણ હાર્દિકના આંસુ લુછવા પણ ન આવે એવી કોઈપણ ધાર્મિક સંસ્થા, મંદિર, આશ્રમ કે દેરી વગેરેમાં એક પણ રૂપિયો આપીને મારો પૈસો વેડફીશ નહીં અને બીજાને પણ ધાર્મિક સંસ્થાઓમાં પૈસા ન બગાડવા સમજાવીશ…હુ જે મંદીરમાં પૈસા બગાડુ છું એ મંદીર સમય આવ્યે સાથ નથી આપતું માટે આજથી *કોઈપણ મંદીરમાં* ફંડફાળા કે દાનપેટીમાં મારા પૈસા નહીં વેડફુ.

૨) ગામને કરુણાના ભાષણો આપે અને સાત દિવસથી એક દિકરો ખેડુતો અને યુવાનોના હક્ક માટે લડતા – લડતા રડતો હોય છતાંય જેનું દિલ ન પીગળે એવા જડ હૃદયના તમામ કથાકારોની કથામાં જાઈશ નહીં અને બીજા યુવાનોને પણ આવા બની બેઠેલા કથાકારોની કથામાં નહીં જવાનું સમજાવીશ..આ લોકો ફક્ત ઉપદેશો જ આપે છે સાથ નથી આપતાં.

૩) ફક્ત 50 રૂપિયામાં શનિની સાડા સાતની પનોતી રોકી દેવાની વાતો કરતા જ્યોતિષો અને કર્મકાંડીઓ હાર્દિકના આંસુ રોકી શક્યા નથી માટે એમને મારા ઘરમાં કે પરિવારમાં ઘુસવા નહીં દઉં અને બીજાને સમજાવીશ…આ લોકો રૂપિયા માટે જ કર્મકાંડના ખેલ કરે છે બાકી ખરાં સમયે એવો કોઈ કર્મકાંડ કામે નથી આવતો જે હાર્દિકના આંસુ રોકી શકે.

૪) હાર્દિકને હિંમત આપવા અને પાટીદાર સમાજની પીડામાં ભાગ લેવા પધારેલ પૂજ્ય એસ.પી સ્વામી, વડીલ  કનુભાઈ કલસરિયા, ભાઈ જીજ્ઞેશ મેવાણી જેવા મજબૂત વ્યક્તિઓનો ઉપકાર આજીવન નહીં ભૂલું અને જરૂર પડ્યે એમની સાથે ઉભો રહીશ અને બીજાને પણ સાથ અપાવડાવીશ…

૫) હાર્દિકના આંસુ જોઈને આદિવાસી સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ, અન્ય વગેરેના અસંખ્ય યુવાનો દ્રવી ઉઠ્યા છે અને હાર્દિકને ટેકો આપતી હજારો પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મુકી અને હાર્દિકનું મનોબળ વધાર્યું છે એ દલિત, આદિવાસી (SC/ST), મુસ્લિમ તેમજ અન્ય સમાજનો ક્યારેય વિરોધ નહીં કરું અને કપરા ટાઈમમાં મતભેદ ભૂલીને સાથ આપનારને હુ કાયમ માન-સન્માન આપીશ..

૬) હાર્દિક પટેલના આંસુને તમાશાની જેમ જોઈ રહ્યાં છે એ તમામનો બદલો લેવામાં આવશે..અમને રડાવનાર અને રડતા જોઈ રહેનાર તમામનો સમય આવ્યે હિસાબ કરીશ….

૭) હુ મારા ઘરમાં ભારતનું બંધારણ વસાવીશ અને સંવિધાનનું વાંચન કરીશ તેમજ મારા ઘરમાં મંત્ર-તંત્ર કે ખાલી ખોટા ઉપદેશોની ચોપડીઓ રાખવાના બદલે દેશના કાયદાના ઓછામાં ઓછાં પાંચ પુસ્તક રાખીશ. હાર્દિકના આંસુ ન રોકી શકે એવાં કાલ્પનિક અને ઉપજાવી કાઢેલા વિવિધ મંત્રો-જાપ યાદ કરવાનાં બદલે કાયદાની કલમ યાદ કરીશ….અને કાયદાના ઉપયોગથી યુવાનોને મદદરુપ બનીશ તેમજ યુવાનોને પણ કાયદો શીખવાડીશ.

૮) જેમ હાર્દિક પટેલે યુવાનોને જાગૃત કર્યા એમ હુ પણ સમાજને અંધશ્રધ્ધાથી, ધર્મના વેપારથી, કુરીવાજોથી, સમાજના શોષણખોરોથી, બની બેઠેલા ધર્મના ઠેકેદારો અને પરમપુજ્યોથી, ભોગવિલાસી બ્રહ્મસ્વરૂપોથી, કથાકારોથી, સત્તાલાલચુ નેતાઓથી, ખેડૂત વિરોધી સરકારથી, સમાજના નામે સત્તાની દલાલી કરતા દલાલોથી જાગૃત કરીશ અને જાગૃત રહીશ.

આજ હાર્દિકના આંસુની અંજલિ સાથે ઉપરોક્ત તમામ પ્રતિજ્ઞા લઉં છું કે હાર્દિકના આંસુની કિંમત હુ મારા પોતાનામાં વૈચારિક પરિવર્તન લાવીને ચુકવીશ અને તેનુ પાલન કરીશ તેમજ અન્ય યુવાનોને પણ જાગૃત કરીશ…[:]