2026ના જૂલાઈ મહિનાની ગુજરાત સરકારની પ્રેસનોટ અને જાહેરાતો

૦૮-૦૭-૨૦૨૬
• મોદી સરકાર ખેડૂતોની આંખમાં ધૂળ નાખી રહી છે, સ્વામીનાથન પંચની ભલામણો માત્ર કાગળ પર :
 મુકુલ વાસનિક
• ગુજરાતનો ખેડૂત આજે યોગ્ય ભાવના અભાવે, વધતા ખેતી ખર્ચ, ખાતર-બિયારણ અને જંતુનાશક દવાઓના ભાવવધારા, પાક નુકસાની, અપૂરતા વળતર, પાક વીમા યોજનાની ખામીઓ તેમજ સિંચાઈ અને વીજળીની સમસ્યાઓના કારણે ભારે સંકટનો સામનો કરી રહ્યો છે. :  મુકુલ વાસનિક
• પહેલા જ વરસાદમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને વિકાસના ખોખલા દાવાની પોલ ખુલી; સુરતમાં ૯ લોકોના મોત માટે સરકારની ગુનાહિત બેદરકારી જવાબદાર :  અમિત ચાવડા
• રસ્તાઓ ધોવાયા, ભુવા પડ્યા અને શહેરો પાણીમાં ગરકાવ થયા, પ્રી-મોન્સૂન કામગીરીના નામે થયેલો ભ્રષ્ટાચાર પ્રથમ વરસાદમાં જ ખુલ્લો પડ્યો :  અમિત ચાવડા
• સુરતમાં ગેરકાયદેસર બાંધકામો, આયોજની તથા વહીવટની નિષ્ફળતાએ સામાન્ય જનતાને જાનમાલનું ભારે નુકસાન પહોંચાડ્યું :  અમિત ચાવડા
• અસરગ્રસ્તોને તાત્કાલિક વળતર, પ્રી-મોન્સૂન કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરો :  અમિત ચાવડા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી  મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે મોદી સરકાર સતત ખેડૂતોની આંખોમાં ધૂળ નાખવાનું કામ કરી રહી છે. ચૂંટણી સમયે ખેડૂતોને MSPના મોટા મોટા વચનો આપવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તે ભૂલી જવાય છે. એક તરફ સરકાર ડૉ. એમ.એસ. સ્વામીનાથનને ‘ભારત રત્ન’થી સન્માનિત કરે છે, જ્યારે બીજી તરફ સ્વામીનાથન પંચની ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પર નફા સાથે ભાવ આપવાની ભલામણોને અમલમાં મૂકવામાં આવતી નથી.
 વાસનિકે જણાવ્યું હતું કે ગુજરાતનો ખેડૂત આજે યોગ્ય ભાવના અભાવે, વધતા ખેતી ખર્ચ, ખાતર-બિયારણ અને જંતુનાશક દવાઓના ભાવવધારા, પાક નુકસાની, અપૂરતા વળતર, પાક વીમા યોજનાની ખામીઓ તેમજ સિંચાઈ અને વીજળીની સમસ્યાઓના કારણે ભારે સંકટનો સામનો કરી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરે છે કે સ્વામીનાથન પંચની ભલામણોનો કાનૂની ગેરંટી સાથે અમલ કરવામાં આવે, ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવની ખાતરી આપવામાં આવે અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક નક્કર પગલાં લેવામાં આવે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  અમિતભાઈ ચાવડાએ   રાજ્યમાં ચોમાસાના પ્રથમ ભારે વરસાદ બાદ સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં રાજકોટ ખાતે જણાવ્યું હતું કે, માત્ર પ્રથમ વરસાદમાં જ ભાજપ સરકારના વિકાસના દાવા, પ્રી-મોન્સૂન કામગીરીના દાવા અને ભ્રષ્ટાચારમુક્ત શાસનના તમામ દાવાઓ પાણીમાં વહી ગયા છે. આજે સમગ્ર ગુજરાતમાં રસ્તાઓ ધોવાઈ રહ્યા છે, મોટા ભુવા પડી રહ્યા છે, બ્રિજોને નુકસાન પહોંચી રહ્યું છે, શહેરો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે અને સામાન્ય નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકાર દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોવાના દાવા કરે છે. ડ્રેનેજ સફાઈ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, રસ્તાઓનું સમારકામ અને જોખમી વિસ્તારોમાં પૂર્વ તૈયારી અંગે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ પ્રથમ જ વરસાદે સાબિત કરી દીધું છે કે આ તમામ કામગીરી માત્ર કાગળો અને સરકારી જાહેરાતો પૂરતી જ મર્યાદિત રહી છે.
સમગ્ર ગુજરાતમાં અનેક શહેરો અને તાલુકાઓમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે, અનેક સ્થળોએ મોટા ભુવા પડ્યા છે, અનેક પુલોને નુકસાન થયું છે અને પાણી ભરાવાના કારણે લાખો લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ જેવી કુદરતી ઘટના સામે પણ સરકારની તૈયારીનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. વિકાસના નામે કરોડો રૂપિયાના પ્રોજેક્ટોની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓ જ સુચારૂ રીતે ઉપલબ્ધ નથી. આ સ્થિતિ ભાજપ સરકારના બોદા વહીવટની સાબિતી છે.
ખાસ કરીને સુરત શહેરની પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં  અમિત ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે સમગ્ર સુરત શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, વેપારીઓને ભારે આર્થિક નુકસાન થયું છે, હજારો વાહનોને નુકસાન પહોંચ્યું છે અને સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સૌથી દુઃખદ બાબત એ છે કે છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત વિવિધ દુર્ઘટનાઓમાં ૯ નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ માત્ર કુદરતી આપત્તિનું પરિણામ નથી, પરંતુ સરકારની નિષ્ફળતા, ગેરઆયોજન અને ગુનાહિત બેદરકારીનું પરિણામ છે. આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી રાજ્યની ભાજપ સરકારે અને સ્થાનિક વહીવટીતંત્રે સ્વીકારવી જોઈએ.
સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો અને રાજ્ય સરકારની નિષ્ફળતા, બેદરકારી તથા ગેરઆયોજિત શહેરી વિકાસના કારણે આજે સુરતની જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી રાજકીય આશ્રય હેઠળ ગેરકાયદેસર બાંધકામો, કુદરતી વરસાદી પાણીના માર્ગો પર દબાણ, મંજૂરી વગરના વિકાસકાર્યો અને નિયમોની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી છે. સત્તાધીશોએ પોતાના માનીતાઓને લાભ પહોંચાડવા માટે નિયમોને નેવે મૂક્યા છે, જેના પરિણામે આજે સામાન્ય નાગરિકો પોતાના જાનમાલનું નુકસાન સહન કરવા મજબૂર બન્યા છે.
રાજ્ય સરકાર જાહેરાતો અને પ્રચાર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ નાગરિકોની સુરક્ષા, શહેરોનું વૈજ્ઞાનિક આયોજન અને વરસાદી આપત્તિ સામેની પૂર્વ તૈયારીમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. કોંગ્રેસ પક્ષ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરે છે કે સુરત સહિત રાજ્યના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવે, મૃત્યુ પામેલા તમામ નાગરિકોના પરિવારોને યોગ્ય વળતર અને વિશેષ સહાય આપવામાં આવે, અસરગ્રસ્ત પરિવારો, વેપારીઓ અને નાના ઉદ્યોગોને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને સહાય ચૂકવવામાં આવે તેમજ પ્રી-મોન્સૂન કામગીરીમાં થયેલા ખર્ચ, ટેન્ડરો અને કામોની ઉચ્ચસ્તરીય, સમયબદ્ધ અને નિષ્પક્ષ તપાસ કરીને ભ્રષ્ટાચાર તથા બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને સંબંધિત એજન્સીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
ગુજરાત કોંગ્રેસ આ મુશ્કેલ સમયમાં દરેક અસરગ્રસ્ત પરિવારની પડખે મજબૂતીથી ઊભી છે. કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો, કાર્યકરો અને સ્થાનિક સંગઠનોને રાહત કામગીરીમાં સક્રિયપણે જોડાવા માટે સૂચના આપવામાં આવી છે. કોંગ્રેસ પરિવાર સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક નાગરિકો સાથે મળીને જરૂરિયાતમંદ લોકોને શક્ય તમામ મદદ પહોંચાડવા માટે કાર્યરત છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સર્જાયેલી આ સ્થિતિ માત્ર વરસાદનું પરિણામ નથી, પરંતુ વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, આયોજનના અભાવ અને ભાજપ સરકારની ગુનાહિત બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. હવે સરકાર પ્રચાર નહીં પરંતુ પોતાની જવાબદારી સ્વીકારે, દોષિતો સામે કડક કાર્યવાહી કરે અને અસરગ્રસ્ત જનતાને તાત્કાલિક ન્યાય તથા સહાય પૂરી પાડે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક
——–
 દક્ષિણ ગુજરાતમાં બચાવ કામગીરી પૂર્ણતાના આરે: હવે રાહત અને પુનઃસ્થાપન પર ફોકસ વધાર્યું છે.
 વલસાડ જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષના મોસમના સરેરાશ કરતા આ વર્ષે અત્યાર સુધીમાં ૯૦.૯૮ ટકા સરેરાશ વરસાદ વરસ્યો
– નવસારીમાં ૯૫.૧૩ ટકા સરેરાશ વરસાદ થયો.
 હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં મધ્ય ગુજરાત -ઉત્તર ગુજરાત – અમદાવાદ – સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં
સાર્વત્રિક-વ્યાપક વરસાદની આગાહીને પગલે સંબંધિત જિલ્લા તંત્રને સંપૂર્ણ એલર્ટ મોડ પર રહેવા સૂચના.
 અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં ૪૦,૫૦૦ લોકોનું સ્થળાંતર અને ૬૩૬૭ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
 ૩૬૫ માર્ગો પુર્વવત કરાયા – સુરત-વલસાડ અને નવસારીમાં માર્ગોના કામોના મોનિટરીંગ અને માર્ગદર્શન માટે ચિફ
એન્જિનીયર અને ઓ.એસ.ડી.ને ખાસ ફરજ સોંપવામાં આવી.
 ૨૨૫ જે.સી.બી., ૧૫૦૦થી વધુ મશીનરી સાથે ૧૫૦૦ જેટલા કર્મચારીઓ માર્ગો પુર્વવત કરવામાં
સેવારત.
 અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો શુક્રવારે રાત્રી સુધીમાં યુદ્ધના ધોરણે પુર્વવત કરવા ૩૫૦ ટીમો અને ૧૦૦૦ વીજ
કર્મીઓ ફરજરત થયા.
 અમદાવાદ-વલસાડ અને નવસારીમાં આર્મીની 2-2 ટુકડીઓ પ્રશાસનની મદદમાં.
 સમગ્ર રાજ્યમાં એન.ડી.આર.એફ.ની ૧૭ અને એસ.ડી.આર.એફ.ની ૩૨ ટીમો બચાવ-રાહત કાર્યોમાં જોડાઈ.
 અસરગ્રસ્તો માટે કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે કુલ રૂ. 40 કરોડની ફાળવણી.
————
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે
વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સંબંધિત વિભાગોના ઉચ્ચ
અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં તેમણે રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ, બચાવ-રાહત કામગીરી તેમજ વીજળી, રસ્તાઓ અને પુરવઠા
જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના પુનઃસ્થાપન અંગે જે-તે વિભાગના સચિવો પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી અને
જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં હાલ ૫ વરસાદી સિસ્ટમ સક્રિય છે. તેના કારણે
આગામી ૩-૪ દિવસ સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક
વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાં વિવિધ સ્થળોએ રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ આપવામાં
આવ્યા છે.
મુખ્યમંત્રીએ આ વિસ્તારોના જિલ્લા કલેક્ટરો અને વહિવટી તંત્રને હાઈ એલર્ટ મોડ પર રહેવા સૂચનાઓ આપી હતી.
સમગ્ર રાજ્યમાં વરસેલા વરસાદની જાણકારી આપતા રાહત કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય
સરેરાશ વરસાદ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ અને નવસારી જિલ્લામાં તો છેલ્લા ૩૦ વર્ષના મોસમના સરેરાશ
વરસાદ કરતા આ વર્ષે અત્યાર સુધીમાં ૯૦.૯૮ ટકા અને ૯૫.૧૩ ટકા સરેરાશ વરસાદ થઈ ગયો છે. છેલ્લા
૨૪ કલાકમાં રાજ્યમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ આશરે ૨૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રાજ્ય સરકારે નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપ્યું છે અને અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ ૪૦,૫૦૦ નાગરિકોનું
સ્થળાંતર કરવામાં આવ્યું છે તથા ૬૩૬૭ લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતા બચાવ કામગીરી પૂર્ણતાના આરે છે. વલસાડ ખાતે રેસ્ક્યુ પૂર્ણ થતાં NDRFની ટીમ ૧૫
બોટ સાથે અમદાવાદ રવાના કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં એન.ડી.આર.એફ.ની કુલ ૧૭ અને
એસ.ડી.આર.એફ.ની ૩૨ ટીમો સ્થાનિક પ્રશાસનની મદદમાં છે. ઉત્તર ગુજરાતમાં સંભવિત સ્થિતિ માટે NDRF અને SDRFની
ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
એટલું જ નહિ, બચાવ કામગીરી માટે આર્મીની ૨ ટુકડી અમદાવાદ, ૨ વલસાડ અને ૨ નવસારીમાં તૈનાત કરવામાં આવી છે
તથા ૪ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી સમક્ષ વધુ વિગતો આપતાં આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, બચાવ કામગીરી પૂર્ણ થવાની સાથે જ હવે રાહત
અને પુનઃસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો સહિતના વિસ્તારોમાં અસરગ્રસ્તોને
કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે કુલ રૂ. ૪૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, વલસાડમાં સહાય ચૂકવવાની કામગીરી શરૂ
કરી દેવામાં આવી છે અને નવસારીમાં પાણી ઓસરતાં જ આ કામગીરી હાથ ધરવામાં આવશે.
વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ પૈકી ૩૬૫ રસ્તાઓ પુર્વવત કરી દેવામાં આવ્યા છે. રસ્તાઓની મરામત માટે ૨૨૫
જેસીબી, ૧૫૦૦થી વધુ મશીનરી અને ૧૫૦૦ કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. સુરત, વલસાડ અને નવસારી
જિલ્લામાં રસ્તાના મરામતની કામગીરીના મોનિટરિંગ અને માર્ગદર્શન માટે ૧ ચીફ એન્જિનિયર અને ૧ ઓ.એસ.ડી.ને
ખાસ ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત ડિઝાઇન એક્સપર્ટ્સની ૬ ટીમ પણ કાર્યરત છે.
ભારે વરસાદને કારણે સબસ્ટેશનોમાં કે જે-તે વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અથવા ક્ષતિના કારણે ખોરવાયેલો વીજ પુરવઠો
પુનઃસ્થાપિત કરવા ઊર્જા વિભાગની ૩૫૦ ટીમો અને ૧૦૦૦ વધુ વીજ કર્મીઓ સેવારત છે. મોટા ભાગના ગામોમાં શુક્રવારે
મોડી રાત સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે તેમ ઉર્જા અગ્ર સચિવએ બેઠકમાં જણાવ્યું હતું.
પૂરના પાણી ઓસરી ગયા બાદ સંભવિત રોગચાળો અટકાવવા માટે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક સફાઈ અભિયાન
કેમ્પેઈન મોડમાં હાથ ધરવા માટે પણ મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી હતી.
મુખ્ય સચિવ  એમ.કે. દાસે જે વિસ્તારોમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે તે
જિલ્લાઓને સંપૂર્ણ સજ્જતા સાથે કાર્યરત રહેવા અને લોકોમાં વરસાદને લઈને કોઈ ડર ન ફેલાય તે માટે સોશિયલ મિડિયા
સહિતના માધ્યમોથી વખતો-વખત માહિતગાર કરતા રહેવા સૂચન કર્યુ હતું.
આ સમીક્ષા બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. મતી જયંતી રવિ, સરદાર સરોવર નર્મદા નિગમના
ચેરમેન  મુકેશ પુરી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ  સંજીવ કુમાર સહિત સંબંધિત વિભાગોના અગ્ર
સચિવઓ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ  ડૉ. અજય કુમાર તથા
એન.ડી.આર.એફ. અને આર્મીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉમરગામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી,
તાત્કાલિક સહાય ચૂકવવા અધિકારીઓને સૂચના આપી*
—-
*ભીલાડ, સાતનાળા અને ધોડીપાડામાં વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરી
વહીવટી તંત્રને ઝડપથી સર્વે પૂર્ણ કરવા તાકીદ કરી*
વલસાડ, તા. ૨૪ જુલાઈ
વલસાડ જિલ્લાના ઈતિહાસમાં ચોમાસા દરમિયાન માત્ર એક દિવસમાં સૌથી વધુ ૪૨.૫૬ ઈંચ ધોધમાર વરસાદ પડતા ઉમરગામ તાલુકામાં અનેક ગામોમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી, જેને પગલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજરોજ શુક્રવારે ઉમરગામ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવી પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ ઉમરગામના વિવિધ વિસ્તારોની મુલાકાત દરમિયાન વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરી વહીવટી તંત્રને ઝડપથી સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્તોને સમયસર સહાય પહોંચાડવા સૂચનાઓ આપી હતી.
નાયબ મુખ્યમંત્રીએ ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલ પાસેથી તાલુકાની સમગ્ર સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ સાથે ભીલાડ, સાતનાળા અને ધોડીપાડા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે લાગણીસભર વાતચીત કરી પૂરની ભયાનકતાનો તાગ મેળવ્યો હતો. તેમણે અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે સરકાર તરફથી સહાય મળી રહે તે માટે ઉપસ્થિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ સાથે જ ખેડૂતો, પશુપાલકો તથા વરસાદથી અસર પામેલા તમામ પરિવારોને સરકારની યોજનાઓ હેઠળ યોગ્ય અને સમયસર સહાય મળે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત આગેવાનો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતિમાં વહીવટી તંત્ર જનતાની સલામતી માટે ખડેપગે
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી  અમિતભાઈ શાહ રાજ્યની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સતત સંપર્કમાં: પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણી
*****
નાગરિકોને સાવચેતી રાખીને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું
પાલન કરવા પ્રવક્તા મંત્રીનો અનુરોધ
*****
*રાહત કમિશનર:*
– કેન્દ્ર સરકાર તરફથી મળેલી NDRFની વધારાની ૨ ટીમ વલસાડ, ૧ નવસારી અને ૧ સુરત ખાતે મોકલાઈ
– વલસાડમાં ૧૨,૦૦૦ અને નવસારીમાં ૧૦,૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર
– વલસાડમાં ૨૦૦ અને નવસારીમાં ૫૦થી વધુ નાગરિકોને રેસ્ક્યુ કરાયા
– GSDMA હસ્તકની ૨૫ બોટ્સ વલસાડ મોકલાઈ
*****
છેલ્લા ૨૪ કલાકથી રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી અતિ ભારે વરસાદની સ્થિતિ અંગે પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ આફતની સ્થિતિમાં જનતાની સાથે છે અને સમગ્ર વહીવટી તંત્ર નાગરિકોની સલામતી માટે ખડેપગે છે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી આજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી પરિસ્થિતિની ઝીણવટભરી વિગતો મેળવી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઈ શાહ પણ સતત મુખ્યમંત્રી અને રાજ્યના તંત્ર સાથે સંપર્કમાં રહીને મોનિટરિંગ કરી રહ્યા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી, રાહત કમિશનર  ગૌરાંગભાઈ મકવાણા, GSDMAના CEO  ધવલભાઈ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિનું રિયલ ટાઇમ નિરીક્ષણ કરી રહ્યા છે.
તાપી જિલ્લામાં પાણીમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જે અંગે રાજ્ય સરકાર વતી મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે રાજ્યની જનતાને અપીલ કરી છે કે, નદી, નાળા કે કોઝવે પર પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે તેને ઓળંગવાનું જોખમ ન લેવું. તેમણે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સમયસરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા તથા કોઈપણ મુશ્કેલીના સમયે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નંબરો પર સંપર્ક કરી મદદ માંગવા માટે અનુરોધ કર્યો હતો.
રાહત કમિશનર  ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કુલ ૧૧ જિલ્લાઓમાં આજે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે, જ્યાં આજે રાત્રે પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને આણંદ જિલ્લાઓને ‘ઓરેન્જ ઝોન’માં રાખવામાં આવ્યા છે.
આંકડાકીય વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે,
– સવારે ૬ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધીના આંકડા મુજબ, નવસારીના ખેરગામમાં ૧૬ ઇંચ, સુરતના ઉમરપાડામાં ૧૫ ઇંચ અને વલસાડના ઉમરગામમાં ૧૪ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે.
– વહીવટીતંત્ર દ્વારા તમામ તકેદારી લેવામાં આવી છે તથા બચાવ અને રાહત કામગીરી માટે સંપૂર્ણ તંત્ર સજ્જ છે.
– વલસાડમાં ૩ NDRF અને ૫ SDRFની ટીમો કાર્યરત છે.
– કેન્દ્ર સરકારની મદદથી વધુ ૪ NDRFની ટીમો એરલિફ્ટ કરીને સુરત લાવવામાં આવી રહી છે, જેમાંથી ૨ ટીમ વલસાડ, ૧ નવસારી અને ૧ સુરત ખાતે તૈનાત રહેશે.
– આ ઉપરાંત, આર્મીની બે કોલમ પણ વલસાડ અને નવસારી માટે રવાના કરી દેવામાં આવી છે.
– અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં ૧૨,૦૦૦ થી વધુ અને નવસારી જિલ્લામાં ૧૦,૦૦૦ થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
– વલસાડમાં ૨૦૦થી વધુ અને નવસારીમાં ૫૦થી વધુ પાણીમાં ફસાયેલા લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે.
– રેસ્ક્યુ અને બચાવ કામગીરી માટે GSDMA હસ્તકની ૨૫ બોટ્સ વલસાડ મોકલવામાં આવી છે, જેમાંથી જરૂર જણાયે કેટલીક બોટ્સ નવસારી ખાતે ડિપ્લોય કરવામાં આવશે.
– રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જે મોસમના કુલ સરેરાશ વરસાદના ૩૬% જેટલો થાય છે.
– વોટર ઓવરટોપિંગ સહિતના કારણોસર રાજ્યમાં હાલ ૧,૨૦૦ જેટલા રસ્તાઓ બંધ છે. જેમાંથી, મોટાભાગના રસ્તા પંચાયત અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના છે.
– જેમ જેમ પાણી ઓસરશે તેમ રસ્તાઓ ફરીથી કાર્યરત કરવામાં આવશે.
– સાવચેતીના ભાગરૂપે અને જાન-માલની હાનિ રોકવા માટે, જે જિલ્લાઓ ‘રેડ ઝોન’ અને ‘ઓરેન્જ ઝોન’ માં છે ત્યાં તમામ સ્કૂલો, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
– નાગરિકોને બિનજરૂરી અવરજવર ટાળવા વિનંતી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની
સર્વગ્રાહીક સમીક્ષા કરતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ
———-
Ø  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી.
Ø  સંબંધિત જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો.
Ø  વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ વરસાદની આફતમાં સંપૂર્ણ મદદની ખાતરી આપી.
Ø  સુરત-વલસાડ-નવસારીમાં એન.ડી.આર.એફ.- એસ.ડી.આર.એફ.ની વધુ ટીમો ડિપ્લોય કરવા દિશાનિર્દેશો.
Ø  પાણીમાં ફસાયેલા અને નિચાણવાળા વિસ્તારોના લોકોના સ્થળાંતર તથા રેસક્યુને પ્રાયોરિટી આપવા સૂચના.
Ø  નાયબ મુખ્યમંત્રી – આદિજાતિ વિકાસ મંત્રી અને વરિષ્ઠ સચિવો અસરગ્રસ્ત જિલ્લામાં વહીવટી તંત્રનું માર્ગદર્શન કરવા મોકલ્યા.
Ø  હવામાન વિભાગો જે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે તે જિલ્લાઓના પ્રભારી સચિવોને તત્કાલ જે-તે જિલ્લામાં પહોંચવાના આદેશો.
Ø  ઓવર ટોપીંગ – એપ્રોચ ધોવાણ અને ડાયવર્ઝન ધોવાણથી બંધ થયેલા માર્ગો વરસાદના પાણી ઓસરે કે તુરંત જ યુદ્ધના ધોરણે પૂર્વવત કરવા સૂચના.
Ø  આરોગ્ય સુરક્ષાકર્મીઓ સાફ-સફાઈ અને સલામત સ્થળે ખસેડાયેલા લોકો માટે પાણી-ફૂડ પેકેટ વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું.
———
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરથી કરી હતી.
તેમણે આ જિલ્લાના કલેકટરો સાથે બેઠકમાંથી જ ટેલીફોન પર વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ રેસ્ક્યુ, સ્થળાંતર સહિતની કામગીરી અને નદીઓમાં પૂરની સ્થિતિની વિગતો મેળવી હતી.
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિથી ઊભી થયેલી સ્થિતિ અંગે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઈ શાહે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેમણે બચાવ-રાહત, સ્થળાંતર અને સલામતીના પગલાંઓમાં કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી મુખ્યમંત્રીને આપી છે.
મુખ્યમંત્રીએ ભારે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્રને કામગીરીમાં માર્ગદર્શન આપવા નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી  નરેશભાઈ પટેલ અને બે સચિવઓ  રેમ્યા મોહન અને  આલોક પાંડેને સુરત, વલસાડ, નવસારી મોકલ્યા છે.
એટલું જ નહીં, હવામાન વિભાગ દ્વારા જે જિલ્લાઓમાં આગામી સમય માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જિલ્લાઓના પ્રભારી સચિવને પણ સંબંધિત જિલ્લાઓમાં તત્કાલ પહોંચવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં સ્થાનિક તંત્રને બચાવ-રાહત, સ્થળાંતર કામગીરીમાં મદદરૂપ થવા એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ.ની વધુ ટીમો ડિપ્લોય કરવા પણ આ સમીક્ષા બેઠકમાં આદેશો આપ્યા હતા.
મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં નદીઓના પૂરના પાણીને કારણે ફસાયેલા લોકો તેમજ નીચાણવાળા વિસ્તારોના લોકોના રેસ્ક્યુ અને સ્થળાંતરની કામગીરીને અગ્રતા આપવાની સૂચનાઓ આપી હતી.
તેમણે વરસાદને કારણે વીજળી પુરવઠો તથા પીવાના પાણીના વિતરણની સ્થિતિની સમીક્ષા કરી હતી અને તે રાબેતા મુજબ સતત જળવાઈ રહે તે માટેના સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ દક્ષિણ ગુજરાતના ભારે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં એસ.ટી. વ્યવહાર તથા માર્ગોની સ્થિતિની સમીક્ષા કરી હતી.
માર્ગ-મકાન વિભાગે પાણીથી ઓવરટોપીંગ, એપ્રોચના ધોવાણ તથા ડાયવર્ઝન ધોવાણના કારણે જે માર્ગો બંધ થયા છે તેને પાણી ઓસરતા જ યુદ્ધના ધોરણે પૂર્વરત કરવા 3400 ઉપરાંત ડમ્પર અને 1100થી વધુ જે.સી.બી. અને જરૂરી મટીરીયલ્સ તૈનાત રાખ્યા છે તેની વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી.
વરસાદની સ્થિતિમાં પાણી ઓસર્યા પછી રોગચાળો ન ફેલાય તે માટે પૂરતી સાફ-સફાઈ અને રોગ નિયંત્રણના પગલાંઓ જરૂરી દવાઓના જથ્થા વગેરે અંગે તેમણે આરોગ્ય વિભાગને સજ્જ રહેવા સૂચનાઓ આપી હતી.
રાહત કમિશનર  ગૌરવ મકવાણાએ રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિમાં તંત્રની સજ્જતા અંગે વિગતો આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના દક્ષિણ ભાગમાં અને ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લાઓમાં ગઈકાલથી રેડ એલર્ટ હતું અને ગઈકાલ રાતથી ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે.
તેમણે ઉમેર્યું કે, વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે રહ્યું છે અને એમાં પણ ઉમરગામ તાલુકામાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ થયો છે. છેલ્લા 28 કલાકમાં ઉમરગામ તાલુકામાં 43 ઇંચ જેટલો વરસાદ થયો છે અને વલસાડ જિલ્લાના વિવિધ ભાગોમાં કપરાડા, વાપી વિસ્તારોમાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ છે.
 મકવાણાએ અગમચેતીના ભાગરૂપે સરકારે લીધેલા પગલાંઓની વિગતો આપતા કહ્યું હતું કે, વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ અને અગમચેતીના પગલારૂપે ગઈકાલથી જ NDRF અને SDRFની ટીમ ત્યાં ડિપ્લોય કરી દેવામાં આવી હતી. સુરત, નવસારી અને વલસાડમાં મોટા પ્રમાણમાં NDRF અને SDRFની ટીમો તૈનાત છે.
આ ઉપરાંત, રાત્રે જેમ જેમ વરસાદની તીવ્રતા વધતી ગઈ તેમ તેમ ટીમોનું મોબિલાઈઝેશન થતું રહ્યું. વહીવટી તંત્ર, પોલીસ અને સ્થાનિક આપદા મિત્રોના સંકલનથી રેસ્ક્યુની કામગીરી ગઈકાલ રાતથી જ આરંભી દેવામાં આવી હતી અને અંદાજે 1200 જેટલા લોકોને રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, સુરત સિટીમાં અત્યાર સુધીમાં 1500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારીમાં કાવેરી નદીના કારણે 11 ગામોમાં ફસાયેલા 200 જેટલા લોકોને પણ રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. હાલમાં આ જિલ્લાઓમાં કોઈ ક્રિટિકલી ફસાયેલું હોય તેવા સંજોગો નથી.
તેમણે સરકારી તંત્રને ખડેપગે રહેવા અંગે મુખ્યમંત્રીએ જે દિશાનિર્દેશો આપ્યા છે તેની વિગતો આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સ્તરેથી પ્રભારી સચિવોને તાત્કાલિક જિલ્લાઓમાં પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવવા આદેશ અપાયા છે. જે અધિકારીઓએ ભૂતકાળમાં આ વિસ્તારોમાં કામ કર્યું છે તેમને પણ રાહત કામગીરી માટે તાત્કાલિક મૂવ થવા જણાવાયું છે.
વલસાડ જિલ્લામાં અગાઉ ફરજ બજાવેલ હોય તેવા 10 જેટલા અધિક કલેકટર અને નાયબ કલેકટર મામલતદાર કક્ષાના અધિકારીઓ સેવામાં મુકાયા છે.
માર્ગ અને પરિવહનની પરિસ્થિતિનો ચિતાર આપતા રાહત કમિશનરએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતિએ ઓવરટોપિંગના કારણે પંચાયતના 300થી વધારે રસ્તાઓ ટેમ્પરરી બંધ છે અને STની 200થી વધારે ટ્રિપ્સ બંધ છે. અમુક સ્થળે પાવર ફેલ્યર છે તે ટૂંક સમયમાં રિસ્ટોર થશે. જરૂર પડે તો એરફોર્સ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જોકે હાલ વેધર કન્ડિશનના કારણે ટેકઓફ શક્ય નથી, પરંતુ હમાન અનુકૂળ થતા ફસાયેલાં લોકોને એરલિફ્ટ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી (UHM) સાથે પણ વાત કરી છે અને તેમણે તમામ મદદની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ SEOCમાંથી વલસાડ, નવસારી અને સુરત એમ ત્રણેય કલેક્ટરોને માર્ગદર્શન આપ્યું છે અને પાણી ઓસર્યા પછી હેલ્થ, સફાઈ અને પાણી પુરવઠાની કામગીરી માટે સૂચનાઓ આપી છે તેની વિગતો પણ તેમણે આપી હતી.
હાલમાં કોઈ માનવ મૃત્યુ નોંધાયેલું નથી, માત્ર તાપીમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનો અહેવાલ છે એમ પણ રાહત કમિશનરએ જણાવ્યું હતું.
 ગૌરાંગ મકવાણાએ રાજ્યના દક્ષિણ ભાગમાં ડિપ્લોય કરાયેલી ટીમોની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યું કે, સુરતમાં 3 NDRF અને 5 SDRF ટીમો કાર્યરત છે. વલસાડમાં 2 NDRF અને 4 SDRF ટીમો કાર્યરત છે. વધારાની એક NDRF અને એક SDRF ટીમ મોકલવામાં આવી રહી છે તેમજ નવસારીમાં 2 SDRF ટીમો છે અને 1 NDRF ટીમ સુરતથી ત્યાં પહોંચશે.
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રને બચાવ રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં મદદરૂપ થવા માટે 3 NDRF તથા 5 SDRFની ટીમ કાર્યરત છે. નવી દિલ્હીથી NDRFની 2 ટીમ આજે પહોંચશે. એટલું જ નહિ, આર્મીના 70 જવાનોની ટીમ અને 5 બોટ તથા 25 વ્યક્તિઓની ફાયરની ટીમ મોકલવામાં આવી રહી છે તે પણ વલસાડ પહોંચીને ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રની મદદમાં રહેશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં પણ NDRF અને SDRFની ટીમો સ્ટેન્ડબાય છે તેમજ રાજ્યમાં કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા તમામ વિસ્તારોમાં પણ ટીમો સ્ટેન્ડબાય રાખી હોવાની વિગતો તેમણે આપી હતી
વીજળીની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે, હાલમાં બે સબસ્ટેશનમાં ઇશ્યુ છે, જે પાણી ઓસરતા જ રેક્ટીફાય કરવામાં આવશે.
આ બેઠકમાં મુખ્ય સચિવ  એમ. કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ  જયંતિ રવિ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ  રાજીવ ટોપનો, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ  ડૉ. વિક્રાત પાંડે,  કમિશનર  ડો. ધવલ પટેલ તથા વિવિધ વિભાગોના સચિવો-ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અતિભારે વરસાદ અનુસંધાને રાજ્ય પોલીસ વડા  જ્ઞાનેન્દ્રસિંહ મલિકે
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વરસાદની સ્થિતિ અને બચાવ કામગીરીની સમીક્ષા કરી
*************
નાગરિકોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા, રાજ્યમાં પોલીસ અને વહીવટી તંત્ર એક ટીમ બનીને
રાહત-બચાવ માટે શ્રેષ્ઠ કાર્ય કરી થઈ છે: રાજ્ય પોલીસ વડા  જ્ઞાનેન્દ્રસિંહ મલિક
*************
*સવારે ૯ કલાકે પણ રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈ.જી તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે
વીડિયો કોન્ફરન્સ યોજીને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરાઈ હતી*
************
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર -SEOC ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસ વડા  જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ સહિતના જિલ્લામાં અતિ ભારે વરસાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.
રાજ્યમાં પૂર અને વરસાદી માહોલ વચ્ચે પોલીસ વિભાગની કામગીરી અંગે માહિતી આપતા રાજ્ય પોલીસ વડા  જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ અને વહીવટીતંત્ર એક ટીમ બનીને કામ કરી રહ્યા છે તથા નાગરિકોની સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
તેમણે ઉમેર્યું હતું કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને નવસારી સહિતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ બાદ હવે સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. આમ છતાં, પોલીસ અને વહીવટીતંત્ર સતત ‘એલર્ટ મોડ’ પર રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
ગુજરાત પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ગ્રાઉન્ડ લેવલ પર સંકલન સાથે કાર્ય કરી રહી છે. આ કામગીરીમાં સિનિયર સિટીઝન્સ, મહિલાઓ અને બાળકોને સલામત સ્થળે ખસેડવાની બાબતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકો સુધી ફૂડ પેકેટ્સ અને અન્ય જરૂરી સામગ્રી પહોંચાડવાની કામગીરી પણ પોલીસ ટીમ દ્વારા નિષ્ઠાપૂર્વક કરવામાં આવી રહી છે.
રાજ્યભરમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા NDRF અને SDRFની મળીને ૪૯ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, વરસાદના કારણે ધરાશાયી થયેલાં વૃક્ષો અને ડાળીઓ હટાવવા તેમજ રસ્તા પર બંધ પડેલા અને ફસાયેલા વાહનોને ક્રેનની મદદથી સલામત રીતે બહાર કાઢવા માટે પોલીસ કર્મચારીઓ પોતે ગ્રાઉન્ડ પર ઉતરીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી રહ્યા છે.
રાજ્ય પોલીસ વડા  જી. એસ. મલિકે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, અતિશય જરૂરી કામ વગર ઘરની બહાર નીકળવાનું નાગરિકોએ ટાળવું જોઈએ. હવામાન વિભાગની આગાહી અને પરિસ્થિતિની ચકાસણી કર્યા બાદ જ મુસાફરી યોજવી. તેમણે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને બિનજરૂરી બહાર ન જવાની વિનંતી કરી હતી. આ ઉપરાંત, સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા જારી કરવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા નાગરિકોને વિનંતી કરી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, લૉ એન્ડ ઓર્ડર ડીજીપી  રાજકુમાર પાંડિયન, આઇજીપી  મકરંદ ચૌહાણ, રાહત કમિશનર  ગૌરાંગ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 મલિકે વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે ૯:૦૦ કલાકે રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈ.જી તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને વરસાદી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ તમામ અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલ પર જઈને સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે
મોડી રાત્રે SEOC ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી
************
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિની વિગતો હવામાન વિભાગ અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો પાસેથી મેળવી હતી.
હવામાન વિભાગના અધિકારીઓએ આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના અંગેની વિગતવાર જાણકારી આપી હતી.
 ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સાંજે ૬ થી ૮ વાગ્યા સુધીમાં થયેલા વરસાદ તેમજ અમદાવાદના ધોળકા તથા ખેડાના મહેમદાવાદ અને મહેસાણા જિલ્લામાં થયેલા વરસાદની ઝીણવટપૂર્વક વિગતો મેળવી હતી.
તેમણે રાત્રિ દરમિયાન વરસાદ પડે તો તંત્રને હાઈ એલર્ટ પર રહીને સ્થિતિ પર સતર્કતાપૂર્વક નજર રાખવાની સૂચનાઓ આપી હતી.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા બધા જ જિલ્લાઓ સાથે હોટલાઈનથી સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે.
આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે એન.ડી.આર.એફ.ની ૪ ટુકડીઓ દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે, તેમાંથી ૨ વલસાડ અને ૧ નવસારી મોકલવામાં આવી છે તથા ૧ ટુકડી સુરતમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ટીમો બચાવ-રાહત માટેના સાધનો અને બોટ સાથે જિલ્લા તંત્રની મદદમાં રહેશે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ સાવચેતીના ભાગરૂપે એન.ડી.આર.એફ. તેમજ એસ.ડી.આર.એફ.ની ટીમો રાખવામાં આવી છે.
આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ૩૫૨ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે અને નવસારી તથા વલસાડમાં ૨૨ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠાની સ્થિતિ અંગે પણ મુખ્યમંત્રીએ વિગતો મેળવી હતી.
મુખ્ય સચિવ  એમ. કે. દાસે આ બેઠકમાં કહ્યું હતું કે રાજ્યનું સમગ્ર તંત્ર પૂરતા મશીનરી/મેનપાવર અને સાધન-સામગ્રી સાથે સજ્જ છે.
મુખ્યમંત્રીએ વરસાદ બંધ થાય અને પાણી ઓસરે તે પછી સાફ-સફાઈ, માર્ગ મરામત અને આરોગ્ય વિષયક પગલાં ત્વરિત લેવાય તે માટે પણ સૂચનાઓ આપી હતી.
હાલોલ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનું મોટું ‘એક્સપોર્ટ હબ’ બનશે:
*વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી  પ્રવિણ માળી
………………..
હાલોલ GIDC ખાતે માત્ર 180 દિવસમાં ઓગળી જાય તેવી ‘કમ્પોસ્ટેબલ કેરી બેગ’ પ્લાન્ટનો પ્રારંભ
………………..
હાલોલ ખાતે વધુ 50 કમ્પોસ્ટેબલ બેગ ઉત્પાદન એકમો શરૂ કરાશે*
**પ્લાસ્ટિક મુક્ત ભારત’તરફ વધુ એક મજબૂત કદમ
………………..
*કમ્પોસ્ટેબલ કેરી બેગના મુખ્ય ફાયદાઓ:*
*પર્યાવરણમિત્ર: આ થેલીઓ જમીનમાં માત્ર 180 દિવસમાં જ કુદરતી રીતે ભળી જઈને ખાતર બને છે*
*કમ્પોસ્ટેબલ કેરી બેગનું ઉત્પાદન પરંપરાગત પ્લાસ્ટિક બેગ કરતાં ઓછા ખર્ચમાં તૈયાર*
*નિકાસની મોટી તક: હાલોલ બનશે બાયોડિગ્રેડેબલ બેગનું મુખ્ય ‘એક્સપોર્ટ હબ’*
………………..
કેન્દ્ર અને રાજ્ય સરકારના ‘ પ્લાસ્ટિક  મુક્ત ભારત’ અભિયાનને વધુ વેગ આપવા માટે પંચમહાલ જિલ્લાના હાલોલ જી.આઈ.ડી.સી. ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી  પ્રવિણ માળી દ્વારા પર્યાવરણ અનુફળ કમ્પોસ્ટેબલ કેરી બેગ બનાવવાના નવતર પ્લાન્ટનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ આગામી સમયમાં હાલોલ GIDCમાં 50 જેટલા કમ્પોસ્ટેબલ કેરી બેગ બનાવવાના પ્લાન્ટ શરૂ કરવાની મહત્વની જાહેરાત પણ  કરી હતી.
મંત્રી  માળીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે 120 માઇક્રોનથી નીચેના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર નિયંત્રણ મુક્યા છે, તેના પર્યાવરણમાં વિકલ્પોની શોધ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તે જ દિશામાં હાલોલ ખાતે બાયોડિગ્નેડેબલ પ્લાસ્ટિક અને બેગના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.”આવનારા સમયમાં સમગ્ર રાજ્યમાં વપરાતું પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ હશે, જેનાથી પર્યાવરણની જાળવણી અને ગૌમાતાના સ્વાસ્થ્ય રક્ષણમાં મોટો લાભ થશે.હાલોલ આવનારા સમયમાં માત્ર સ્થાનિક ગાહકો સુધી જ નહીં, પરંતુ વિદેશોમાં પણ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકની નિકાસ કરતું એક મુખ્ય ‘એક્સપોર્ટ હબ’ બનીને ઉભરશે તેમ મંત્રી  ઉમેર્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ તમામ ઉઘોગકારોને અપીલ કરી હતી કે, તેઓ પોતાના પ્લાસ્ટિક એકમોને કમ્પોસ્ટેબલ/બાયોડિગ્રેડેબલ કેરી બેગના ઉત્પાદનમાં રૂપાંતરિત કરે અને પર્યાવરણ રક્ષણના આ મહાયજ્ઞમાં સક્રિય ભાગીદાર બને.
રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ સુરક્ષા માટે કમ્પોસ્ટેબલ બેગના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મકવામાં આવી છે. જેમાં 120 માઈફોનથી ઓછા જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓના ઉત્પાદન પર પ્રતિબંધ છે.
હાલોલ GIDC એ પ્લાસ્ટિક થેલી ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર હોવાથી, સ્થાનિક ઉઘોગકારો તેમની હયાત મશીનરીનો જ ઉપયોગ કરીને નવી ટેકનોલોજી દ્વારા કમ્પોસ્ટેબલ બેગ બનાવી શકે તે માટે આ કાર્યકમમાં વિશેષ માર્ગદર્શન અને લાઈવ ડેમોસ્ટ્રેશન પણ યોજાયું હતું.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા
ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક: આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ કરી સમીક્ષા
***********
રોગચાળો રોકવા માઇક્રો પ્લાનિંગ જરૂરી: તબીબોની રિઝર્વ ટીમો
 અને દવાઓનો જથ્થો તૈયાર રાખવા આરોગ્ય મંત્રીની અધિકારીઓને સૂચના
************
ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિની સમીક્ષા કરવા
આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયા સડક માર્ગે સુરત-નવસારી  જવા રવાના
***************
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદ વિરામ લે અને પૂરના પાણી ઓસરે તે પછી પાણીજન્ય તેમજ મોસમી રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ આરોગ્ય વિભાગની તમામ પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ સમીક્ષા બેઠક અંગે માહિતી આપતાં આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, પૂરના પાણી ઓસરતાં જ રોગચાળો અટકાવવા માટે ક્લોરીન ટેબલેટ્સ, જરૂરી દવાઓ અને જંતુનાશકોનો પૂરતો જથ્થો તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ કરાવી દેવાયો છે. આ ઉપરાંત, પૂરના કારણે આશ્રય શિબિરોમાં સ્થળાંતરિત કરાયેલા નાગરિકોનું તબીબી ટીમ દ્વારા નિયમિત ચેકઅપ કરવા અને તેમના આરોગ્યની પૂરતી કાળજી લેવા અંગે મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપી હતી. આ ઉપરાંત, ભારે વરસાદને કારણે અંતરિયાળ અને સંપર્કવિહોણા બની શકે તેવા ગામોમાંથી સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવા માટે કરાયેલા વિશેષ આયોજન અને યાદી -લિસ્ટિંગ અંગે મંત્રીએ બેઠકમાં વિગતવાર માહિતી મેળવી હતી.
આ ઉપરાંત, જે જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાંથી તબીબો અને મેડિકલ સ્ટાફની વધારાની ટીમોને ‘રિઝર્વ’ રાખવા મંત્રીએ સૂચના આપી હતી, જેથી જરૂર પડે ત્યારે તેમને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં ડેપ્યુટ કરી શકાય. પૂર પછી કોઈ પણ પ્રકારનો રોગચાળો ન ફેલાય તે માટે અગાઉની સ્થિતિના અનુભવોને ધ્યાનમાં રાખીને તમામ પાસાઓની ઝીણવટભરી ચકાસણી આરોગ્ય મંત્રી  પાનશેરીયા દ્વારા કરવામાં આવી હતી.
આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર ખાતેથી તમામ નીતિવિષયક અને વહીવટી પ્લાનિંગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિની સીધી સમીક્ષા કરવા અને સ્થાનિક જરૂરિયાતોને તુરંત પૂરી કરવા માટે હું પોતે જ સડક માર્ગે સુરત અને નવસારી જવા રવાના થઈ રહ્યો છું. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે તેમ આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
આ બેઠકમાં શહેરી આરોગ્ય કમિશનર  ડૉ. સંધ્યા ભુલ્લર, ગ્રામ્ય આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ, જાહેર આરોગ્ય અધિક નિયામક ડૉ. નિલમ પટેલ, અધિક નિયામક તબીબી શિક્ષણ ડૉ. જયેશ સચદે, અધિક નિયામક તબીબી સેવાઓ ડૉ. બ્રહ્મભટ્ટ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાળકો માત્ર આવતીકાલના નાગરિક નથી,પરંતુ ભારતની મૂલ્યવાન સંપત્તિ :
મતી ધર્મિષ્ઠાબેન ગજ્જર, અધ્યક્ષ,બાળ અધિકાર સંરક્ષણ આયોગ
***
*બાલ રક્ષા ભારત, લોટ્ટે ઇન્ડિયા અને શિક્ષણ વિભાગે ‘લોટ્ટે સ્માર્ટ લર્ન સ્કૂલ’ પ્રોજેક્ટ શરૂ કર્યો*
***
બાલ રક્ષા ભારત, લોટ્ટે ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે ‘લોટ્ટે સ્માર્ટ લર્ન સ્કૂલ પ્રોજેક્ટ’ ના શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ મતી ધર્મિષ્ઠાબેન વી. ગજ્જરે વિવિધ શાળાઓમાંથી આવેલા આચાર્યો, શિક્ષકો, ટ્રસ્ટીઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓને સંબોધિત કરતા  જણાવ્યું હતું કે ” બાળકો માત્ર આવતીકાલના નાગરિક નથી, પરંતુ ભારતની મૂલ્યવાન સંપત્તિ છે.”
અધ્યક્ષએ  બાળ અધિકાર સંરક્ષણ આયોગની ભૂમિકા સ્પષ્ટ કરતાં જણાવ્યું કે,” બાળ અધિકાર સંરક્ષણ આયોગનો ઉદ્દેશ માત્ર બાળકોના અધિકારોનું રક્ષણ કરવાનો જ નથી, પરંતુ એવું વાતાવરણ સુનિશ્ચિત કરવાનો પણ છે જ્યાં દરેક બાળક નિર્ભય બનીને શીખી શકે.”
બાલ રક્ષા ભારત, લોટ્ટે ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ અને શિક્ષણ વિભાગની આ પહેલની પ્રશંસા કરતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘લોટ્ટે સ્માર્ટ લર્ન સ્કૂલ પ્રોજેક્ટ’ હજારો બાળકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની સાથે તેમને આધુનિક શિક્ષણ અને ઉત્તમ તકો પ્રદાન કરશે.
 કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે બાળકો દેશનું ભવિષ્ય છે અને વિકસિત ભારત-૨૦૪૭નું સપનું પૂરું કરવા માટે બાળકોને સારું શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા મળે તે જરુરી છે.
લોટ્ટે ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર દેબબ્રત મુખર્જીએ જણાવ્યું હતું કે કંપનીની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વ્યૂહરચનાનો ઉદ્દેશ માત્ર સામાજિક વિકાસ કાર્યક્રમો ચલાવવા પૂરતો નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંકો અનુરૂપ શિક્ષણ, બાળ વિકાસ, મહિલા સશક્તિકરણ, આજીવિકા સંવર્ધન અને સામુદાયિક વિકાસના ક્ષેત્રોમાં કાયમી અને અસરકારક પરિવર્તન લાવવાનો છે.  તેમણે ઉમેર્યું કે, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આ પ્રોજેક્ટ સરકારી શાળાઓમાં ડિજિટલ શિક્ષણના ક્ષેત્રમાં એક અસરકારક અને અનુકરણીય મોડેલ તરીકે સ્થાપિત થયો છે.
આ પ્રસંગે બોશ ઇન્ડિયા ફાઉન્ડેશન, ચેતના, સેવા અને અન્ય એનજીઓના પ્રતિનિધિઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ત્રણ જિલ્લાઓની ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ
———-
દર મહિનાના ચોથા બુધવારે યોજાતા જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પહેલીવાર કોઈપણ આગોતરી જાણ કર્યા વિના ઓચિંતા જોડાયા અને જિલ્લા સ્વાગતની રજૂઆતો સાંભળી
———-
* મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સામાન્ય માનવીના પ્રશ્નોના નિવારણ માટે આગવી સંવેદનશીલતા દર્શાવીને મહેસાણા, કચ્છ અને ભાવનગરના જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગાંધીનગરથી વિડિયો વોલ મારફતે જોડાયા હતા.
* જિલ્લા-તાલુકા સ્વાગતમાં આવતી રજૂઆતોનો પેપર પર નિકાલ નહિ પરંતુ અરજદારને સંતોષ થાય તે રીતે નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરોને તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી.
* મહેસાણામાં અરજદાર ફ્લેટ ધારકને બિલ્ડર પૈસા પરત ન આપતો હોવાની રજૂઆત અંગે જિલ્લા કલેક્ટરને બિલ્ડર પાસેથી વસૂલાત કરીને પૈસા અપાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી.
* ભાવનગરના પાલિતાણામાં ગૌચર જમીન પર પાકા મકાનોના બાંધકામના કિસ્સામાં જમીન માપણીની કાર્યવાહી સત્વરે કરીને અરજદારને યોગ્ય ન્યાય અપાવવા જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીની તાકીદ કરી હતી.
* કોઈપણ અરજદારને રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે આવવું જ ન પડે તે રીતે જિલ્લા અને તાલુકા સ્વાગતમાં જ રજૂઆતોના 100 ટકા નિકાલ માટે કલેક્ટરો ઈનિશ્યેટિવ લે તે માટે સૂચન કર્યું હતું.
* પડતર રજૂઆતોનું 15 દિવસથી 1 મહિનામાં નિવારણ લાવીને અરજદારના ફોન નંબર સાથેની સંપૂર્ણ વિગતો મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવા મુખ્યમંત્રીએ આદેશો આપ્યા હતા.
* જે પ્રશ્નો નિવારી શકાય તેમ ન હોય તો તેની સાચી અને સ્પષ્ટ સમજ અરજદારને આપવા અને વિભાગો વચ્ચેના પત્ર વ્યવહારથી સમસ્યા વધુ જટીલ ન બનાવવા જિલ્લા અધિકારીઓને સૂચનાઓ આપી.
* ગૌચર જમીનો પરના દબાણોના કિસ્સામાં માપણી ફી સરકાર ભરે તે માટેના સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા.
* જિલ્લા કલેકટરો સમક્ષ છેલ્લા 6 માસમાં જિલ્લા સ્વાગતમાં રજૂઆત થઈ હોય પરંતુ જે-તે વિભાગ દ્વારા ગંભિરતા પૂર્વક ધ્યાન ન અપાયું હોય તેવા પ્રશ્નોનો રજૂઆત કર્તાના પરામર્શમાં ઉકેલ લાવીને તા. 31 જુલાઈ સુધીમાં અહેવાલ આપવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી.
* દર મહિનાના ચોથા મંગળવારે યોજાતા તાલુકા સ્વાગતમાં જિલ્લાના અધિકારીઓને હાજર રહીને રજૂઆત કર્તાના પ્રશ્નોના નિવારણમાં સક્રિયતા દાખવવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
* મુખ્યમંત્રીની આ ડિઝિટલ સરપ્રાઈઝ વિઝિટના પરિણામે જિલ્લા સ્વાગતમાં આવેલા રજૂઆત કર્તાઓએ મુખ્યમંત્રી સાથે સીધો સંવાદ કર્યો અને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટેનો તેમનો વિશ્વાસ વધ્યો છે.
* મુખ્યમંત્રીના અગ્ર સચિવ  સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ  ડૉ. વિક્રાંત પાંડે, સચિવ  ડૉ. અજય કુમાર અને ખાસ ફરજ પરના અધિકારી  ધિરજ પારેખ અને રાકેશ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતાં.
કોવિડ-૧૯ દરમિયાન ચાલુ ફરજે સંક્રમિત થઈને અવસાન પામેલા
GSRTCના ૧૧૫ કર્મચારીઓના પરિવારોને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના હસ્તે
રૂ. ૨૫ લાખની નાણાકીય સહાયનું વિતરણ
**************************
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે
સહાય વિતરણનો નિર્ણય ‘દિલથી’ લીધો: નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી
**************************
GSRTCના કર્મયોગીઓએ પરિવારની ચિંતા કર્યા વગર નાગરિકોની સુવિધા માટે ફરજ બજાવી
*************************
કોરોના મહામારીમાં પોતાની ચિંતા કર્યા વગર ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના કર્મયોગીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. આ સમયગાળામાં ફરજ પર સંક્રમિત થયેલા અને અવસાન પામેલા ડ્રાઇવર, કંડક્ટર સહિત ૧૧૫ કર્મચારીઓના પરિવારોને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના હસ્તે રૂ. ૨૫ લાખની આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકારમાં વહિવટી અને કાયદાકીય નિર્ણયો કાયદાની ચોપડીઓ અને નિયમો જોઈને લેવાતા હોય છે. નિગમના કર્મચારીઓને કાયદાકીય અને વહિવટી નિયમો પ્રમાણે આવી સહાય આપવી તે એક અલગ અને જટિલ વિષય હતો. પરંતુ, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે ચોપડીઓ કે નિયમો જોવાને બદલે ‘દિલ’થી સંવેદનશીલ નિર્ણય લીધો હતો. નિગમના કર્મયોગીઓએ પોતાના જીવના જોખમે આપેલી અમૂલ્ય સેવાઓને માનવતાની દ્રષ્ટિએ બિરદાવીને સરકારે તેમને ખાસ કિસ્સામાં ‘કોરોના વોરિયર્સ’ ગણી આર્થિક સહાય મંજૂર
કરી છે.
તેમણે કહ્યું કે કોરોનાના કપરા કાળમાં જ્યારે લોકો ઘરમાં હતા ત્યારે ST ના ડ્રાઇવર, કંડક્ટર, ક્લાર્ક અને મેનેજર સહિતના કર્મચારીઓએ પોતાના પરિવારની પરવા કર્યા વગર નાગરિકોની સુવિધા માટે ફરજ બજાવી હતી. તેમનું આ અમૂલ્ય બલિદાન સરકાર કાયમ યાદ રાખશે.
વધુમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી. પરંતુ ST પરિવાર ગઈકાલે પણ અમારો પરિવાર હતો, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. આ ૧૧૫ થી વધુ પરિવારોની નાની-મોટી તકલીફમાં અમારી સરકાર પરિવારના સભ્ય તરીકે હરહંમેશ પડખે ઊભી રહેશે.
આ ક્ષણે નાયબ મુખ્યમંત્રીએ એસોસિએશનના હોદ્દેદારોની ભૂમિકાને પણ બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્ય મંત્રી  પ્રવીણ માળી, અગ્ર સચિવ  હરિત શુક્લા અને વાહન વ્યવહાર કમિશનર  રાજેન્દ્ર કુમાર, GSRTCના ઉચ્ચ અધિકારીઓ, વાહનવ્યવહાર વિભાગના પ્રતિનિધિઓ તેમજ મૃતક કર્મચારીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના મહામારી દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં કોવિડ સંક્રમણના કારણે જીવ ગુમાવનારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના 115 કર્મચારીઓના પરિવારોને રૂ. 25 લાખની એક્સ-ગ્રેશિયા સહાયના ચેકનું વિતરણ 27 જુલાઈ  (બુધવાર)ના રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 સ્થિત નર્મદા હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં કરવામાં આવશે.
આ પહેલ હેઠળ કુલ રૂ. 28.75 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે, જે ગુજરાત સરકારની કર્મચારીઓના પરિવારો પ્રત્યેની સંવેદનશીલતા અને કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં જાહેર સેવા આપનારા કર્મચારીઓના યોગદાનને સન્માનિત કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
રાજ્યના જાહેર પરિવહનની કરોડરજ્જુ સમાન GSRTC દરરોજ 8,000થી વધુ બસોનું સંચાલન કરે છે. દરરોજ 34 લાખ કિલોમીટરથી વધુનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડે છે. કોર્પોરેશનના ડ્રાઇવરો, કંડક્ટરો અને મિકેનિકો રાજ્યમાં જાહેર પરિવહન વ્યવસ્થાને સતત કાર્યરત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “કોવિડ-19 મહામારી દરમિયાન વર્ષ 2020–21માં GSRTCએ ગુજરાતમાં રહેતા પ્રવાસી શ્રમિકો અને મજૂરોને તેમના વતન સુધી સુરક્ષિત પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોર્પોરેશને ત્રણ રાજ્યોમાં 22,953 ટ્રિપ્સનું સંચાલન કરીને કુલ 6,99,357 મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડ્યા હતા.”
 હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, આ વિશાળ રાહત કામગીરી દરમિયાન અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવતાં કોવિડ-19થી સંક્રમિત થયા હતા અને કુલ 115 કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ પામનારાઓમાં 39 ડ્રાઇવર, 31 કંડક્ટર, 29 વહીવટી કર્મચારીઓ અને 16 મિકેનિકનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે કોર્પોરેશનના વિવિધ વર્ગના કોરોના વોરિયરોએ આ મહામારી સામે લડતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
 હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, “ફરજ દરમિયાન કોવિડ સંક્રમિત થયેલા કર્મચારીઓની ઓળખ માટે કોર્પોરેશન દ્વારા રચાયેલી સમિતિએ વિગતવાર ચકાસણી કર્યા બાદ પાત્ર દરેક કર્મચારીના કાયદેસરના વારસદારોને રૂ. 25 લાખની આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મૃત્યુ પામેલા GSRTC કર્મચારીઓના પરિવારોને આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ સહાય કોર્પોરેશનના કોરોના વોરિયર્સની નિષ્ઠા, સેવા અને બલિદાનને અર્પિત શ્રદ્ધાંજલિ સમાન છે.”
ઉલ્લેખનીય છે કે, કોવિડ ૧૯ ફરજ દરમિયાન રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓના મૃત્યુના કિસ્સામાં તેમને કોરોના વોરિયર ગણીને તેમના પરિવારજનોને આ સહાય ચૂકવવા પરિપત્ર થયેલો હતો. પરંતુ GSRTC નિગમ હોવાથી તેમના પરિવારજનોને આ સહાયનો લાભ મળવા અંગે આંટીઘૂંટી હતી. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ ખૂબ જ સંવેદના સાથે આ મુદ્દાને  ધ્યાનમાં લઈને તેનો રસ્તો નીકળ્યો અને ડ્રાઈવર કંડકટર સહિત ૧૧૫ કર્મચારીઓને કોરોના વોરિયર ગણવા અને તેમના પરિવારને પણ રૂ.૨૫ લાખની સહાય ચૂકવવા મહત્વનો નિર્ણય લીધો.
વલસાડમાં ભારે વરસાદ વચ્ચે STP પ્લાન્ટમાં
પાણી ભરાતાં ત્યાં ફસાયેલા ૩ મજૂરોનું NDRFની ટીમે કર્યું સફળ રેસ્ક્યુ
**********
વલસાડ શહેરમાં ભારે વરસાદના પરિણામે પાલીહિલ વિસ્તારની પાછળ આવેલા STP પ્લાન્ટ ખાતે પાણી ભરાવાના કારણે ત્રણ મજૂરો ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં જ NDRFની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ ત્રણેય મજૂરોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
પાણી ભરાવાને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં NDRFની ટીમે સજાગતા અને સમયસૂચકતા વાપરીને ત્રણેય વ્યક્તિઓને કોઈ પણ ઈજા વગર સહી-સલામત બહાર કાઢી લીધા હતા. NDRFની આ ઝડપી અને સરાહનીય બચાવ કામગીરીના કારણે એક મોટી હોનારત ટળી છે અને સ્થાનિકોએ ટીમની કામગીરીને બિરદાવી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગર-સાબરકાંઠા જિલ્લાના રૂ. 815 કરોડના વિવિધ વિકાસકામોના ઈ-લોકાર્ણ અને ઇ-ખાતમુહૂર્ત સંપન્ન
***
સાદરા ખાતે ₹89 કરોડના ખર્ચે સાબરમતી નદી પર બનેલા નવા બ્રિજ અને ચરાડા ખાતે
સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રનું લોકાર્પણ
****
-:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ:-
• ‘વિકસિત ગુજરાત’ના માધ્યમથી જ સાકાર થશે ૨૦૪૭નું ‘વિકસિત ભારત’
• માણસા અને પ્રાંતિજ ક્ષેત્રમાં વિકાસની ગંગા અવિરત વહેતી રહેશે. ₹817 કરોડના પ્રકલ્પો જનતાને અર્પિત
• સાબરમતી નદી પરના બેરેજ નિર્માણથી જળસ્તર ઊંચા આવશે, ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે
• સાહિત્યકાર રઘુવીર ચૌધરીજીના નામે નિર્માણ પામેલું સંસ્કાર ભવન આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે
*****
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છેઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ
*: મુખ્યમંત્રી :*
• વડાપ્રધાનની પ્રેરણાથી વિકાસ હવે માત્ર શહેરો સુધી સીમિત ન રહેતા ગામડાંના ગરીબ, વંચિત અને છેવાડાના લોકોના ઘર સુધી પહોંચ્યો છે
• જ્યાં રસ્તો બને છે ત્યાં રોજગારી આવે છે, જ્યાં આરોગ્ય કેન્દ્ર બને છે ત્યાં જીવનની સુરક્ષા વધે છે અને જ્યાં શિક્ષણની સુવિધા વધે છે ત્યાં ભવિષ્ય ઉજ્જવળ અને વિકાસમય બને છે.
•  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને  અમિતભાઈ શાહની પ્રેરણાથી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વ્યાપક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું છે.
• ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’એ ગ્રામીણ ભારતની તસવીર સંપૂર્ણપણે બદલી નાખી છે.
*****************
ગાંધીનગર તા.૨૧ જુલાઈ – કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ  અમિતભાઈ શાહે રૂ. 815 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું.
      આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વિકાસની ગંગા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પૂરજોશમાં આગળ વધી રહી છે. આજે માણસા અને પ્રાંતિજ મતક્ષેત્રના વિકાસ માટે લગભગ ₹817 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
    કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહે જણાવ્યું કે,  ₹89 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અલુવા- સાદરા બ્રિજથી જક્ષિણી માતાજીના મંદિર આસપાસના વિસ્તારમાં પર્યટનને વેગ મળશે અને સ્થાનિકો, વિદ્યાર્થીઓ તથા શ્રદ્ધાળુઓ માટે યાતાયાત સુગમ બનશે. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રથી આસપાસના લગભગ 1 લાખથી વધુ ગરીબ અને સામાન્ય નાગરિકોને 24 કલાક ડાયાલિસિસ, ઓપરેશન થિયેટર, NICU અને અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
     તેમણે ઉમેર્યું હતું કે, માણસાના રાણીયાપુર ખાતે સામુદાયિક ભવન, અલકાપુરી ખાતે ESR વોટર ટાંકી અને બાપુપુરા ગામ ખાતે સંસ્કાર ભવન ટ્રસ્ટના સુસજ્જ બિલ્ડિંગનું લોકાર્પણ કરતા નાગરિક સુખાકારીમાં ઉમેરો થશે.
    માણસા અને ચરાડાનું નામ દેશભરમાં રોશન કરનારા પદ્મ તથા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા પ્રખ્યાત સાહિત્યકાર  રઘુવીર ચૌધરીના યોગદાનને બિરદાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, એક સામાન્ય પશુપાલક અને ખેડૂત પરિવારમાંથી આવીને સાહિત્ય જગતમાં સિદ્ધિ મેળવ્યા પછી પણ તેમની વિનમ્રતા અકબંધ રહી છે. તેમના નામે નિર્માણ પામેલું સંસ્કાર ભવન આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.
     સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સાબરમતી નદી પર બે મોટા બેરેજ નિર્માણ પામશે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, આ બેરેજના નિર્માણથી ચરાડા, માણસા, રિદ્રોલ સહિતના વિસ્તારોમાં સાબરમતી નદીનું પાણી 8 મહિના સુધી સંગ્રહિત રહેશે. પરિણામે, વિસ્તારમાં ઝડપથી નીચે જઈ રહેલા ભૂગર્ભ જળસ્તરમાં 5 થી 10 ફૂટ સુધીનો મોટો સુધારો થશે. ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે તેમજ પર્યટન અને વન્યજીવ સંરક્ષણને પણ બળ મળશે.
       માણસા પંથકના લોકોને સ્વાસ્થ્ય સેવાઓ માટે ગાંધીનગર જવું ન પડે તે માટે અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, જેની સાથે આસપાસના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો સંકલિત થઈને શ્રેષ્ઠ મેડિકલ સારવાર આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘વિકસિત ગુજરાત’ના માધ્યમથી જ વડાપ્રધાનનું 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાનું સ્વપ્ન સાકાર થશે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત સતત અગ્રેસર રહ્યું છે અને છેલ્લા 12 વર્ષોમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરણાથી વિકાસ હવે માત્ર શહેરો સુધી સીમિત ન રહેતા ગામડાંના ગરીબ, વંચિત અને છેવાડાના લોકોના ઘર સુધી પહોંચ્યો છે. વિકાસ માત્ર ઈંટ-સિમેન્ટના માળખાં પૂરતો મર્યાદિત નથી, પરંતુ લોકોના જીવનમાં સુવિધા, સુરક્ષા અને સમૃદ્ધિ લાવવાનું સશક્ત માધ્યમ છે. અલુવા અને સાદરાને જોડતા બ્રિજનું ઇ-લોકાર્પણ થયું છે તે લોકોના વિશ્વાસનો સેતુ બનશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,  અલુવા, સાદરા સહિત આસપાસના ગામોના હજારો પરિવારોને સરળ, ઝડપી અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે. ખેડૂતોને કૃષિ પેદાશો બજારમાં પહોંચાડવામાં સરળતા થશે, વિદ્યાર્થીઓને શિક્ષણ માટે અને દર્દીઓને આરોગ્ય સેવાઓ માટે ઝડપી અવરજવરનો લાભ મળશે.
આ ઉપરાંત, આરોગ્ય, જળસંચય, શિક્ષણ અને સામાજિક સુવિધાઓને લગતા અનેક વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જ્યાં રસ્તો બને છે ત્યાં રોજગારી આવે છે, જ્યાં આરોગ્ય કેન્દ્ર બને છે ત્યાં જીવનની સુરક્ષા વધે છે અને જ્યાં શિક્ષણની સુવિધા વધે છે ત્યાં ભવિષ્ય ઉજ્જવળ અને વિકાસમય બને છે.
પર્યાવરણ પ્રત્યેની વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને  અમિતભાઈ શાહની પ્રેરણાથી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વ્યાપક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું છે. તાજેતરમાં સવા કરોડ જેટલા વૃક્ષોનું વાવેતર તેમજ મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં લાખો વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળા વિકાસની પ્રતિબદ્ધતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
દેશમાં છેલ્લા પાછલા 12 વર્ષોમાં રોડ, રેલ અને એર કનેક્ટિવિટીમાં થયેલી અભૂતપૂર્વ પ્રગતિની વિગતો આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાએ ગ્રામીણ ભારતની તસવીર સંપૂર્ણપણે બદલી નાખી છે. આ રસ્તાઓએ ગરીબ ભાઈ-બહેનોના જીવનમાં વિકાસની નવી ગતિ લાવી દીધી છે.
 અમિતભાઈ શાહનો ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત માર્ગદર્શન અને પ્રતિબદ્ધતા બદલ પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
આ વિકાસકાર્યો આવનારી પેઢીઓ માટે પ્રગતિનો મજબૂત પાયો બનવાની સાથે હજારો પરિવારોના જીવનમાં સુવિધા, સુરક્ષા અને સમૃદ્ધિનો નવો અધ્યાય લખશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી  પ્રફુલભાઈ પાનસેરીયાએ આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી સુધારાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ₹1.50 કરોડના ખર્ચે નવનિર્મિત PHC-CHC કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલ ખાતે મૂક-બધિર બાળકો માટે ₹8 થી ₹10 લાખના ખર્ચે થતી નિઃશુલ્ક કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. આ ઉપરાંત, રાજ્યની 12,000 થી વધુ હોસ્પિટલોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવીને બિનઉપયોગી સામાન હટાવી 1,800 રૂમ દર્દીઓની સુવિધા માટે પુનઃ કાર્યરત કરાયા છે. ‘આરોગ્ય મંદિર, જળ મંદિર અને વૃક્ષ મંદિર’ના ખ્યાલ સાથે સરકાર ભાવી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ જતન માટે પૂર્ણ પ્રતિબદ્ધ છે.
    ખેડૂતો અને જળસંચયની યોજનાઓ વિશે જણાવતા મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનના વિઝનથી શરૂ થયેલી ‘સૌની યોજના’ અને વિશ્વના સૌથી મોટા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો અને પશુપાલકો સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે. ભૂતકાળમાં 18% વ્યાજે ધિરાણ લેતા ખેડૂતોને આજે ₹3 લાખ સુધીનું ધિરાણ 0% વ્યાજે મળી રહ્યું છે, તેમજ ₹1.77 લાખના ખર્ચે તૈયાર થતું વીજ કનેક્શન માત્ર ₹100 માં અને આદિવાસી વિસ્તારોમાં ₹1,350 માં પૂરું પાડવામાં આવે છે. મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને રાષ્ટ્રવાદની ભાવના સાથે સૌ નાગરિકોને સ્વચ્છતા તથા પર્યાવરણ જતનના સંકલ્પ સાથે વિકાસયાત્રામાં સહભાગી થવા આહવાન કર્યું હતું.
આ અવસરે જળસંપતિ મંત્રી  ઈશ્વરસિંહ પટેલે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,વર્ષો પહેલાં ઉત્તર
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી પર નિર્ભર હતો, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી  અનેવર્તમાનવડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે નર્મદાના નીર સુકી ધરતી સુધી પહોંચતા જમીન બારેમાસ હરિયાળી અને ખેતીલાયક બની છે. અમદાવાદ અને ઉત્તર ગુજરાત માટે જીવાદોરી સમાન સાબરમતી નદી પર બનેલા ધરોઈ ડેમના  કારણે આશરે  ૯૮,૦૦૦ હેક્ટર વિસ્તારને સિંચાઈઅને પીવાના પાણીનો લાભ મળ્યો છે. જો કે, ધરોઈથી ખંભાતના અખાતસુધીના ૧૯૦ કિલોમીટરના વિસ્તારમાં પૂરતા આડબંધ ન હોવાથી ચોમાસામાં વહી જતું પાણી સંગ્રહી શકાતું નહોતુ.આ નદીને પુન:ર્જીવિત કરવા અને સતત પાણી પૂરું પાડવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારનો પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સતત કાર્યરત છે. જેના ભાગરૂપે આજરોજ સાબરમતી નદી પર હીરાક ગામે રૂપિયા ૪૧૩.૬૩ કરોડના બેરેજ અને રખિયાલ બેરેજના રૂપિયા ૩૦૨.૫૧ કરોડ મળીને કુલ ૭૧૬.૧૪ કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ  રાજેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ  નિતિનભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ  રીનાબેન પટેલ, ધારાસભ્ય  જે. એસ. પટેલ,  ગજેન્દ્રસિંહ પરમાર, માણસા નગરપાલિકાના પ્રમુખ મતી જ્યોત્સનાબેન વાઘેલા, માણસા તાલુકા પંચાયતના પ્રમુખ  ભરતસિંહ રાઠોડ, ગાંધીનગર જિલ્લા પ્રભારી  રમેશભાઈ સોલંકી, ગાંધીનગર જિલ્લા પક્ષ પ્રમુખ  અનિલભાઈ પટેલ, માણસા શહેર પ્રમુખ  શશિકાંતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય  અમિતભાઈ ચૌધરી, માર્ગ અને મકાન વિભાગના સચિવ  પી. આર. પટેલિયા, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવ  પી. સી. વ્યાસ, કલેક્ટર  રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જાસ્મીન ઉપસ્થિત રહ્યા હતા.
તમામ બસો GPS પદ્ધતિથી સુસજ્જ – વેબ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓનું દૈનિક મોનિટરીંગ
——–
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ રાજ્યના આદિજાતિ જિલ્લાઓના દુર્ગમ, અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા આવવા માટે સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થાની સુવિધાની ભેટ આપી છે.
આ હેતુસર ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન બસ સેવામાં નવી 139 બસોને તેમણે ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના સંયુક્ત ઉપક્રમે કુલ 33.84 કરોડના ખર્ચે આ નવી 139 બસો આદિજાતિ વિસ્તારોમાં સેવામાં મૂકવામાં આવી છે.
રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારના અંતરિયાળ, દુર્ગમ અને પહાડી પ્રદેશોમાં વસતા આદિજાતિ પરિવારોના બાળકો અને યુવાઓને તેમના વસવાટના સ્થળેથી દૂર આવેલા શાળા-કોલેજોમાં અભ્યાસ માટે અવર-જવરની સરળ સુવિધા, ટ્રાન્સપોર્ટેશન સહુલિયત માટે ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજનામાં રૂ.72 કરોડના ખર્ચે 250 બસો ફાળવવાની જાહેરાત કરેલી છે.
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતી ઉજવણી અવસરે ગયા વર્ષે તારીખ 15 નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતેથી આ યોજના અંતર્ગત 111 બસોને લીલી ઝંડી આપીને આદિજાતિ વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સેવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન બસ સેવા અન્વયે વધુ 139 બસોને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ મંગળવાર 21 જુલાઈએ રાજ્યના જુદા જુદા વિસ્તારો માટે રવાના કરાવી હતી.
આ બસ સેવાઓનો લાભ અંદાજે 4100થી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓને શાળા કોલેજે અવરજવર માટે મળતો થશે. એટલું જ નહીં, પરિવહન સુવિધા થકી કન્યા કેળવણી અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળશે. શાળા કોલેજોમાં નિયમિત હાજરીમાં વધારો અને શાળા છોડવાના દરમાં પણ ઘટાડો થશે.
આ ઉપરાંત, વિદ્યાર્થીના ઘરેથી શાળા અને શાળાએથી ઘર સુધીની સમયસર અને સુરક્ષિત પરિવહન વ્યવસ્થા મળતી થશે. બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન હેઠળ આ તમામ બસોને GPS પદ્ધતિથી મોનિટરિંગ અને રોજેરોજ બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓનું નામ, બસ પાસ નંબર, રૂટ, શાળા તથા ગામની વિગતોનું વેબ પોર્ટલના માધ્યમથી અપડેટ પણ મળતું રહેશે. શાળા કોલેજ સમય બાદ આ બસોની સુવિધા રેવન્યુ મોડલથી આદિજાતિ વિસ્તારોના લોકોને પણ મળી શકશે.
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાના પ્રથમ તબક્કામાં ફ્લેગ ઓફ કરાવેલી 111 બસોનો રાજ્યના આદિજાતિ જિલ્લાઓના વિદ્યાર્થીઓએ ખૂબ મોટા પ્રમાણમાં લાભ મેળવ્યો છે તેમજ 2026-27ના શૈક્ષણિક વર્ષમાં 5700 જેટલા વિદ્યાર્થીઓ લાભ મેળવી રહ્યા છે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓની અભ્યાસ સુવિધા માટે આ વધુ 139 બસોને પ્રસ્થાન કરાવ્યું તે અવસરે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી  પ્રવીણભાઈ માળી, રાજ્યમંત્રી  પી.સી. બરંડા,  જયરામ ગામીત અને  રમેશ કટારા તથા આદિજાતિ વિસ્તારોના ધારાસભ્યઓ, મુખ્ય સચિવ  એમ.કે. દાસ, સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
…………………..
ગુજરાત સરકારની મેગા ઝુંબેશ ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’
હેઠળ રાજ્યભરમાં ૫ હજારથી વધુ જન જાગૃતિના કાર્યક્રમો યોજાયા
…………………..
સેક્સટોર્શનથી ડીપફેક સુધીના ઓનલાઇન જોખમો સામે ગુજરાત પોલીસની સજ્જતા
…………………..
પ્રથમ બે સપ્તાહમાં ૫,૨૮૯ જાગૃતિ કાર્યક્રમો, સેક્સટોર્શન,
ડીપફેક અને સાયબર સ્ટોકિંગ જેવા જોખમો સામે ૩,૪૧૫ વિશેષ સત્રો યોજાયા
************************
વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકો સલામતિ અનુભવે તે માટે ગુજરાત રાજ્ય પોલીસે નવી પહેલ કરી સતત ૨૮ દિવસ વિશેષ અભિયાન ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશના પ્રથમ બે સપ્તાહમાં જ ગુજરાત પોલીસની શી-ટીમ અને સાયબર સેલે રાજ્યભરમાં ૫,૨૮૯ જેટલા જાગૃતિનાં કાર્યક્રમોનુંસફળતાપૂર્વક આયોજન કર્યું હતું.
રાજ્યનાં પોલીસ વડા  જી. એસ. મલિકના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ચલાવેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સામુદાયિક જોડાણ, ટેક્નોલોજી આધારિત દેખરેખ, પીડિતો સુધી પહોંચ, સાયબર જાગૃતિ અને ઝડપી કાનૂની કાર્યવાહી દ્વારા સાયબર ગુનાઓ અટકાવવાનો છે.
સીઆઈડી ક્રાઈમ મહિલા સેલ એડીજીપી  અજય ચૌધરીએ જણાવ્યું છે કે, ડિજિટલ યુગમાં મહિલાઓ અને બાળકોની ઓનલાઇન સુરક્ષા એ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’ દ્વારા અમે ડીપફેક અને સેક્સટોર્શન જેવા ગંભીર સાયબર ગુનાઓ સામે નાગરિકોને જાગૃત કરી એક સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરી રહ્યા છીએ. ગુજરાત પોલીસ દરેક નાગરિકની સુરક્ષા માટે કટિબદ્ધ છે.
ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ હેઠળ રાજ્યમાં નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ માટેનાં કાર્યક્રમોને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. પ્રથમ સપ્તાહ દરમિયાન સાયબર જાગૃતિ અને દ્રશ્યતા અંતર્ગત ૧,૮૭૪ કાર્યક્રમો તેમજ બીજા સપ્તાહ દરમિયાન સેક્સટોર્શન, ડીપફેક અને સાયબર સ્ટોકિંગ જેવા ગંભીર ઓનલાઇન જોખમોના નિવારણ માટે ૩,૪૧૫ વિશેષ સત્રો યોજાયા હતા. આ જન જાગૃતિ કેમ્પનું આયોજન કરીને પોલીસે લાખો નાગરિકો સુધી સીધો સંપર્ક સાધ્યો હતો.
અભિયાનના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં વ્યાપક સ્તરે જાગૃતિ અને દ્રશ્યતા વધારવા માટે સઘન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં વિવિધ પ્રવૃત્તિઓ હેઠળ ૧,૮૭૪ જાગૃતિ કાર્યક્રમો અને રેલીનું સફળ આયોજન કરાયું હતું. જેમાં ડિજિટલ અને શારીરિક સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે રાજ્યવ્યાપી લોન્ચિંગના ૧૮૫ કાર્યક્રમો, શાળાઓમાં સાયબર સુરક્ષા દિવસ અન્વયે ૪૩૮ કાર્યક્રમો, અને કિશોરી સુરક્ષા દિવસ અંતર્ગત ૩૩૬ વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.
આ ઉપરાંત વાલીઓને જાગૃત કરવા માટે ૩૧૮ અને શિક્ષકોની તાલીમ માટે ૨૮૧ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ સ્તરે યુવાનોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત રાખવા માટે કોલેજોમાં સાયબર કેમ્પેઈનના ૨૦૭ કાર્યક્રમો યોજાયા હતા. તેમજ જનભાગીદારી વધારવા વિવિધ જિલ્લાઓમાં કુલ ૧૦૯ સાયબર રેલીઓ યોજીને નાગરિકોને ડિજિટલ સુરક્ષાના પાઠ ભણાવવામાં આવ્યા હતા.
અભિયાનના દ્વિતીય સપ્તાહમાં જાગૃતિથી એક ડગલું આગળ વધીને સાયબર ગુનાઓના નિવારણ અને સુરક્ષાત્મક પગલાંઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન ડિજિટલ માધ્યમોના સુરક્ષિત ઉપયોગ માટે વિવિધ વિષયો આધારિત કુલ ૪,૧૭૨ જેટલા કાર્યક્રમો અને જનજાગૃતિ કેમ્પનું વિસ્તૃત આયોજન કરાયું હતું. જેમાં સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ માટે ‘સોશિયલ મીડિયા સુરક્ષા’ અન્વયે સૌથી વધુ ૭૪૩ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
ડિજિટલ છેતરપિંડી અટકાવવા માટે ‘ડીપફેક જાગૃતિ’ ના પ૭૮ કાર્યક્રમો, ‘સાયબર સ્ટોકિંગ નિવારણ’ માટે પ૧૪ કાર્યક્રમો, તેમજ વધતા જતા સેક્સટોર્શનના ગુનાઓ સામે લોકોને સચેત કરવા ‘સેક્સટોર્શન વિરોધી દિવસ’ અંતર્ગત પ૨૦ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ઓનલાઇન સુરક્ષાના ભાગરૂપે ‘ગેમીંગ સુરક્ષા’ માટે પ૧૨ અને ‘ઓનલાઇન ગ્રૂમિંગનિવારણ’ માટે ૪૬૬ કાર્યક્રમો યોજીને બાળકો અને યુવાનોને રક્ષણ પૂરું પાડવાનો પ્રયાસ કરાયો હતો. આ તમામ પ્રવૃત્તિઓ ઉપરાંત છેવાડાના નાગરિકો સુધી પહોંચવા માટે સમગ્ર રાજ્યમાં કુલ ૪૬૧ જનજાગૃતિ કેમ્પો પણ યોજવામાં આવ્યા હતા.
આ ઓપરેશનની સૌથી મોટી વિશેષતા એ છે તેમાં પોલીસ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના તમામ ફિલ્ડ ઓફિસરો માટે એક્શન પોઈન્ટ્સ નક્કી કરાયા છે. તમામ અધિકારીઓનું મૂલ્યાંકન જાગૃતિ, નિવારણ, અમલીકરણ, તપાસની ગુણવત્તા અને જનવિશ્વાસ જેવા પાંચ મુખ્ય માપદંડો પર કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત પોલીસે રાજ્યના તમામ નાગરિકોને કોઈપણ પ્રકારના સાયબર ગુના કે ઓનલાઇન સતામણીનો ભોગ બનનારને કોઇ પણ જાતનો ડર રાખ્યા વગર તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવા અપીલ પણ કરી છે.
નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજ ખાતે રૂ.૨૧૫૩ કરોડના ડ્રગ્સનો નાશ કરાયો
ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓ અને કાર્ટેલ સામે મજબૂત કાર્યવાહી કરીને
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે:  હર્ષ સંઘવી
…………………….
ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા પોલીસની સાથે
સામાજિક સંસ્થાઓ અને નાગરિકો પણ ભાગીદાર બને: નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી
…………………….
ડ્રગ્સ કેસમાં ગુજરાત પોલીસનો કન્વિક્શન રેશિયો ૬૫%ની આસપાસ, ૧૦૦% સુધી પહોંચવાની દિશામાં કામગીરી ચાલુ: ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા ગુનેગારો સામે કાયદાકીય શિકંજો વધુ મજબૂત કરાશે
…………………….
Ø  તપાસ અધિકારીઓના માર્ગદર્શન માટે તૈયાર કરાયેલી ‘NDPS હેન્ડબુક’નું વિમોચન
Ø  રાજ્ય સરકારની ‘રિવૉર્ડ પૉલિસી’ હેઠળ ડ્રગ્સ સામે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૨૭૮ પોલીસ જવાનોનું ₹૫૯.૪૨ લાખના ઇનામ સાથે સન્માન
….
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના ‘નશા-મુક્ત ગુજરાત’ના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી ભરૂચના દહેજ ખાતે ‘એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ’ દ્વારા આયોજિત ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી તથા ડ્રગ્સ નિકાલ કમિટીના સભ્યોએ ડ્રગ્સના જથ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વિગતો મેળવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહના ‘ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા’ના આહ્વાન અને ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અંતર્ગત વૈજ્ઞાનિક પદ્ધતિથી આ તમામ નાર્કોટિક્સ જથ્થાનો બિનહાનિકારક નાશ કરવામાં આવ્યો હતો. આ જ સ્થળેથી નાયબ મુખ્યમંત્રીએ લાકડીયા (ભચાઉ) ખાતે યોજાયેલા નાર્કોટિક્સ જથ્થાના નાશ કાર્યક્રમનો પણ ઓનલાઇન પ્રારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યના ૨૪ એકમો દ્વારા કુલ ૮૬૭ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ રૂ.૨૧૫૩ કરોડની કિંમતનો નાર્કોટિક્સ જથ્થો (૧૩,૨૪૯.૧૨૭ કિલોગ્રામ ડ્રગ્સ અને ૫,૭૧,૦૨૮ બોટલો) નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીમાં ભરૂચ, નર્મદા, સુરત ગ્રામ્ય, સુરત શહેર, નવસારી, તાપી-વ્યારા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ડાંગ-આહવા, વલસાડ, વડોદરા ગ્રામ્ય, વડોદરા શહેર, આણંદ, ખેડા-નડિયાદ, પશ્ચિમ રેલવે (વડોદરા અને અમદાવાદ), અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા સહિત સી.આઈ.ડી. ક્રાઇમ (CID Crime) અને એ.ટી.એસ. (ATS) ની ટીમની કામગીરી આવરી લેવાઈ હતી.
ત્યારબાદ GACL કંપની (દહેજ) ખાતે એન.ડી.પી.એસ. (NDPS) હેન્ડબુકના વિમોચનનો આયોજિત કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા તૈયાર કરાયેલી આ હેન્ડબુકનો મુખ્ય હેતુ તપાસ અધિકારીઓને સુદ્રઢ માર્ગદર્શન પૂરું પાડવાનો અને કાયદાનું કડક અમલીકરણ કરવાનો છે.
આ ઉપરાંત, પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ‘ડ્રગ મુક્ત ગુજરાત’ જાગૃતિ વીડિયો અને વ્યસનમુક્ત થયેલા પીડિતોના પ્રતિભાવો દર્શાવતી લઘુફિલ્મ તથા વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસ વિભાગને અભિનંદન આપતાં નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં સમાજનું સૌથી મોટું દૂષણ ડ્રગ્સ છે. આ દૂષણ સામે ગુજરાત પોલીસ જે પ્રકારે જંગ લડી રહી છે તે ખરેખર વંદનીય છે. દરિયાના તેજ મોજાંઓ વચ્ચે, ભારત-પાકિસ્તાનની સરહદો પર અને અન્ય રાજ્યોમાં ફેલાયેલી ગુનેગારોની ‘મોડસ ઓપરેન્ડી’ તોડવામાં ગુજરાત પોલીસે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓ અને કાર્ટેલ સામે મજબૂત કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે. છેલ્લા દોઢ વર્ષથી આ અભિયાનને એક જંગની જેમ લડીને હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત કેસોમાં કન્વિક્શન રેશિયો ૬૫% ની આસપાસ છે, જે કાયદાકીય મજબૂતાઈ દર્શાવે છે. આગામી દિવસોમાં ડ્રગ્સના નેટવર્ક સાથે જોડાયેલા લોકો સામે કોઈ પણ કાયદાકીય છટકબારી ન રહે તે રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
પોલીસના માનવીય અભિગમની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, ડ્રગ્સ વેચનારાઓ પકડાય ત્યારે તેમની પાસેથી મળતી માહિતીના આધારે આ દૂષણમાં ફસાયેલા યુવાનો અને તેમના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી તેમને સાચી દિશા આપવાનું સરાહનીય કાર્ય પણ પોલીસ કરી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો અને સામાજિક સંસ્થાઓને અપીલ કરતા કહ્યું કે, પોલીસની કડક કાર્યવાહીની સાથે સાથે જ્યારે સમગ્ર સમાજ અને નાગરિકો આ લડતમાં જોડાશે, ત્યારે જ ‘ડ્રગ્સ મુક્ત ગુજરાત’નો સંકલ્પ સંપૂર્ણપણે સાકાર થશે.
રાજ્ય સરકારની ‘ ડ્રગ્સ રિવૉર્ડ પૉલિસી’ હેઠળ, જુદા જુદા ૨૧ મોટા કેસોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૨૭૮ પોલીસ જવાનોને ₹૫૯.૪૨ લાખની ઇનામી રકમ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મતી ડિમ્પલબેન રાજ, ધારાસભ્યો સર્વ અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, ડી. કે. સ્વામી, રાજ્યના પોલીસ વડા  જી. એસ. મલિક, CID ક્રાઇમના ડો. કે. એલ. રાવ, વડોદરા રેન્જ IG સંદીપ સિંહ, CID ક્રાઇમના IGP ગૌતમ પરમાર, જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે, DDO  યોગેશ કાપસે સહિત પોલીસ વિભાગ, વહીવટી તંત્ર અને GACL કંપનીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
વાહન માલિકીની તબદીલી અને NOC મેળવવાની પ્રક્રિયામાં કરાયો સુધારો
************************************
પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું હવે ફરજિયાત
************************************
વાહન માલિકીની તબદીલીની પ્રક્રિયાને પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય
************************************
દેશભરમાં વાહન માલિકીની તબદીલી અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ-NOC મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને સરળ બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા પરિવહન પોર્ટલ પર એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે વાહનની માલિકી ફેરફાર અને અન્ય રાજ્યોમાં વાહન તબદીલ કરવાના કિસ્સામાં પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં આ નિર્ણયનો અમલ તા. ૧૫ જુલાઈ ૨૦૨૬થી કરી દેવામાં આવ્યો છે.
વાહન ધરાવતા તમામ નાગરિકોને વાહન રેકોર્ડ અને આધાર કાર્ડના રેકોર્ડમાં કોઈપણ પ્રકારની વિસંગતતા કે સમસ્યા સર્જાય નહીં તેવા હેતુથી આ બે મહત્વપૂર્ણ સેવાઓમાં સુધારો કરાયો છે. આ પ્રક્રિયા અંતર્ગત દરેક અરજદારે પોતાના આધાર કાર્ડની વિગતો પરિવહન પોર્ટલ પર દાખલ કરવાની રહેશે. જો આધાર કાર્ડની વિગતો સંપૂર્ણ મેચ હશે તો જ વાહન માલિકી બદલવાની પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂર્ણ થઈ શકશે.
આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલની વિગતોમાં કોઈ તફાવત જણાશે તો અરજદારે પોતાના ડ્રાઈવિંગ લાયસન્સની વિગતો દાખલ કર્યા બાદ જ આ પ્રક્રિયા આગળ વધશે. આ ઉપરાંત જો આરસી બુક અને ડ્રાઈવિંગ લાયસન્સની વિગતોમાં પણ કોઈ વિસંગતતા હોય તો તેવા કિસ્સામાં અરજદારે જરૂરી આધાર-પુરાવા સાથે સંબંધિત આર.ટી.ઓ. કચેરીએ રૂબરૂ જઈને જ પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે.
આ નવી ઓનલાઈન આધાર વેરિફિકેશન પ્રક્રિયાથી વાહનોની તબદીલીમાં ઝડપ અને સરળતા આવશે. આ સાથે જ વાહન માલિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે અને ભવિષ્યમાં થતી છેતરપિંડી કે અનધિકૃત વાહન ટ્રાન્સફર જેવા ગુનાઓ અટકાવી શકાશે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અને નિયંત્રણ અંગે
આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ
**********************
રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ ૬૩ શંકાસ્પદ કેસો નોંધાયા: ૧૨ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ
**********************
વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની
ઝીણવટભરી તપાસ કરવા અધિકારીઓને સૂચના
**********************
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી.
રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ ૬૩ શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાંથી ૧૨ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી ૯ કેસ ગુજરાતના અને ૩ કેસ રાજસ્થાનના દર્દીઓના છે.
આ ઉપરાંત કુલ ૬૩ શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી ૫૫ ના પરીક્ષણ પરિણામો પ્રાપ્ત થઈ ચૂક્યા છે અને બાકીના ૮ નમૂનાઓનું પરીક્ષણ પરિણામ આવવાનું હજુ બાકી છે.
આરોગ્ય મંત્રીએ વિગતો આપતા જણાવ્યું કે હાલમાં નોંધાયેલા પોઝિટિવ કેસો ગુજરાતના પંચમહાલ અને ખેડા જિલ્લામાં ૨, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં એક કેસ નોંધાયેલા છે.
આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરિયાએ બેઠકમાં જણાવ્યું હતું કે, કોઈ ચોક્કસ વિસ્તારમાંથી કેસ નોંધાયા બાદ તે પોકેટમાં સઘન દેખરેખ રાખવી અનિવાર્ય છે. મંત્રીએ વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા માટે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં કાચા અને પાકા મકાનો સહિત હજારો ઘરોને આવરી લઈને વ્યાપક હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.આ વાયરસના વાહક ગણાતા સેન્ડફ્લાય મચ્છર અને જીવાતોના નિયંત્રણ માટે કાચા મકાનો અને પશુઓની ગમાણની આસપાસના વિસ્તારોમાં ડસ્ટીગ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યો છે. તમામ જિલ્લા મથકોની સિવિલ હોસ્પિટલો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં બાળકો માટે આઈ.સી.યુ. બેડ, જરૂરી દવાઓ અને વેન્ટિલેટરની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અને સપ્ટેમ્બર માસ સુધી આ વાયરસની સક્રિયતા વધુ જોવા મળતી હોય છે. આ વાયરસ મુખ્યત્વે નાના બાળકોને અસર કરતો હોવાથી, જો કોઈ બાળકમાં અચાનક તીવ્ર તાવ આવવો, ખેંચ આવવી, ઉલટી-ઝાડા થવા કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો સહેજ પણ સમય બગાડ્યા વિના તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલ કે બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો. તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે અને નાગરિકોને ભયભીત ન થતાં માત્ર સાવચેતી રાખવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.
સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું
——
સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં
નવી ઊંચાઈઓ સર કરશે : નાયબ મુખ્યમંત્રી
——-
પર્યાવરણ પૂરક અને હાઈ-ક્વોલિટી ‘વેલ્યુ એડિશન’ ઉત્પાદન પર ભાર મૂકવા નાયબ મુખ્યમંત્રીનો અનુરોધ
——
સુરતમાં આગામી સમયમાં વધુ ૧૦થી ૧૫ હજાર નવા એર જેટ લૂમ્સ મશીનો ધમધમશે
——-
*માહિતી બ્યુરો, સુરત, શનિવાર:* ટેક્સટાઇલ નગરી તરીકે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતા સુરત શહેરમાં કાપડ ઉદ્યોગના ટકાઉ વિકાસ અને આધુનિકીકરણને વેગ આપવા સુરતના સણિયા હેમાદ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશન’ દ્વારા ‘વિવર્સ પરામર્શ સંમેલન’ યોજાયું હતું.
     આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ જે માર્કેટમાં પગ મૂકે તે માર્કેટ આપણું થઈ જાય, વ્યાવસાયિક સફળતા એ ગુજરાતીઓના લોહીમાં છે. એરજેટના ક્ષેત્રમાં પણ આવું જ છે. આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એર જેટ મશીનો આપણા સુરતમાં ચાલતા હશે એમ જણાવી તેમણે સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
     પર્યાવરણ પૂરક અને હાઈ-ક્વોલિટી ‘વેલ્યુ એડિશન’ ઉત્પાદન પર ભાર મૂકતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઉદ્યોગકારોએ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે પર્યાવરણને અનુકૂળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ‘વેલ્યુ એડિશન’ સાથેના ઉત્પાદનો પર વિશેષ ભાર મૂકવો જોઈએ.
       તેમણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોની સાહસિકતાને બિરદાવતા કહ્યું કે, સુરત હંમેશાં નવી ટેકનોલોજીને અપનાવવામાં અગ્રેસર રહ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ હાલમાં કાર્યરત અંદાજિત ૩૦ હજાર જેટલા અત્યાધુનિક ‘એર જેટ લૂમ્સ’ મશીનો છે. ઉદ્યોગકારોના હકારાત્મક અભિગમ અને સાનુકૂળ વાતાવરણને કારણે આગામી વર્ષમાં જ સુરતમાં વધુ ૧૦ થી ૧૫ હજાર નવા એર જેટ મશીનો કાર્યરત થશે, જે રોજગારી અને ઉત્પાદન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરશે.
       સરકાર ઉદ્યોગકારોની પડખે હોવાની ખાતરી આપતા  હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટેની સરકારી યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના વિવર્સ સુધી પહોંચાડવામાં આવશે. સુરતના કાપડને વૈશ્વિક સ્તરે મોટું બજાર મળી રહે તે માટે આગામી સમયમાં ‘એક્સપોર્ટ ફેસિલિટેશન’ અને ‘ક્લસ્ટર ડેવલપમેન્ટ’ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સાથે જ તેમણે દેશના વિવિધ પ્રાંતોમાંથી રોજગારી અર્થે સુરત આવીને સ્થાયી થયેલા નાગરિકોના સપના સાકાર કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
       રાજ્ય સરકારના પ્રોત્સાહનોની વિગતો આપતા  સંઘવીએ જણાવ્યું કે, ટેક્સટાઇલ પોલિસી હેઠળ એક જ વર્ષમાં આઠ હજાર કરોડ રૂપિયા ગુજરાતના વેપારીઓને ચૂકવવામાં આવ્યા છે. વહીવટી પ્રક્રિયાને વેગવંતી બનાવતા MSME હેઠળ પહેલા દરરોજ ૧૭૦ ફાઇલો ક્લિયર થતી હતી, જે અત્યારે વધીને ૩૯૭ થઈ છે અને આગામી સમયમાં દરરોજ ૫૦૦ વેપારીઓને ઇન્સેન્ટિવ ડાયરેક્ટ બેંક ખાતામાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
        તેમણે કહ્યું કે, હાલમાં ‘પીએમ મિત્રા પાર્ક’નું ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે, જેનાથી દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલની સૌથી મોટી ઇકો-સિસ્ટમ બનાવવાની તકો ઉભરી રહી છે. મંત્રીએ ઉદ્યોગકારોને વેલ્યુ-એડિશન સાથે ગાર્મેટિંગ તરફ વળવા અનુરોધ કરી, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત દેશનું સૌથી મોટું ગાર્મેટિંગ હબ બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
     પરામર્શ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતમાં વધતા જતા ‘એર જેટ લૂમ્સ ઈન્ડસ્ટ્રીઝ’ના વ્યાપ, નવી ટેકનોલોજીના સ્વીકાર અને કાપડ ઉદ્યોગમાં વેલ્યુ એડિશન વધારીને વૈશ્વિક સ્તરે સુરતની પકડ મજબૂત કરવાનો રહ્યો હતો.
     આ સંમેલનમાં સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ ધોળિયા, ગ્રીનલેબ ડાયમંડના મુકેશભાઈ પટેલ, ગોલ્ડી સોલરના ઈશ્વરભાઈ ધોળકિયા, ફોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમ, અગ્રણી મનહરભાઈ સાચપરા, સંદિપભાઈ કેડિયા, ઔદ્યોગિક ઝોન કમિશનર જે. પી. દવે સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ, વિવર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ, વેપારી મિત્રો તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
*સુરત ખાતે પૂર અસરગ્રસ્ત વિસ્તારોના વાહન તથા મિલકત વીમા ધારકોને
ક્લેઈમ સેટલમેન્ટ ચેકનું વિતરણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી*
——–
*ઐતિહાસિક ઝડપે વીમા ક્લેમનો નિકાલ કરી રૂ.૨૯ કરોડના ચેકનું વિતરણ*
——–
*સુરત પૂર પ્રભાવિતો માટે રાજ્ય સરકાર દ્વારા આજ સુધીમાં રૂ.૨૦ કરોડની કેશડોલ્સ અને ઘરવખરી સહાયનું વિતરણ*
——–
*નાયબ મુખ્યમંત્રી:-*
* ઈન્સ્યોરન્સ ક્લેમ કામગીરીમાં વિલંબ કરનાર વીમા કંપનીઓને નોટિસ આપવામાં આવશે
* સુરત જિલ્લા વહીવટીતંત્ર અને ‘ટીમ ગુજરાત’ દ્વારા પ્રો એક્ટિવ અભિગમ સાથે રેકોર્ડ બ્રેક કામગીરી: અસરગ્રસ્તોને ત્વરિત રાહત પહોંચાડવા સરકાર સતત કાર્યરત
* વીમા ક્લેમના નિકાલમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નિયમિત ફોલો-અપ સિસ્ટમ
* માત્ર કાગળ પર નહીં, પરંતુ પરિણામલક્ષી કામગીરી થાય અને લાભાર્થીઓને તેમનો હક્ક કોઈપણ પ્રકારના વિલંબ વગર મળે તે રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યું છે
——–
*પૂર નુકસાનીની પારદર્શક સહાય માટે ’સુરત જિલ્લા રાહત પેકેજ’ ઓનલાઈન પોર્ટલનો પ્રારંભ*
——–
*સુરતના પૂર અસરગ્રસ્ત ૬૧,૩૬૦ નાગરિકોને રૂ.૫.૫૦ કરોડ જેટલી કેશડોલ્સ (રોકડ સહાય) અને ૨૯,૬૪૨ પરિવારોને રૂ.૧૪.૮૨ કરોડની ઘરવખરીની સહાયની ચૂકવણી*
——–
માહિતી બ્યુરો,સુરત:શનિવાર: સુરતમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયેલા આમનાગરિકો, નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને કેબિન માલિકો માટે ગુજરાત સરકારે પુનર્વસન સહાય પેકેજ જાહેર કર્યા બાદ અસરગ્રસ્તોને ઝડપભેર કેશડોલ્સ ઘરવખરી સહાય ચૂકવણીની પ્રક્રિયા પ્રગતિમાં છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સહાય વિતરણ અને પુન:વસનની કામગીરીની સમીક્ષા માટે આજે સુરત સર્કિટ હાઉસ ખાતે સંકલન બેઠક યોજી હતી. તેમણે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોના વાહન તથા મિલકત વીમા ધારકોને ક્લેઈમ સેટલમેન્ટ ચેકનું વિતરણ કર્યું હતું.
          બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છઠ્ઠી અને સાતમી જુલાઈએ સુરત શહેરમાં અતિભારે વરસાદના પરિણામે સર્જાયેલી પૂરની સ્થિતિમાં નાગરિકોને થયેલી મુશ્કેલીઓ અને નુકસાની સામે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કાર્યરત છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘ટીમ ગુજરાત’ તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર અસરગ્રસ્તોના પડખે ઉભા રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરીને અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૬૧,૩૬૦ નાગરિકોને રૂ.૫.૫૦ કરોડ જેટલી કેશડોલ્સ (રોકડ સહાય) અને ૨૯,૬૪૨ પરિવારોને રૂ.૧૪.૮૨ કરોડની ઘરવખરીની સહાય મળી કુલ રૂ.૨૦ કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પૂર બાદ સ્વચ્છતા અને સ્વાસ્થ્યલક્ષી તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા છે.
           તેમણે જણાવ્યું હતું કે, દેશના ઈતિહાસમાં પ્રથમવાર પૂરની મોટી કુદરતી આપત્તિ બાદ આટલા ટૂંકા ગાળામાં વીમા કંપનીઓ સાથે સંકલન સાધી ક્લેમ પ્રોસેસ પૂર્ણ કરવામાં આવી છે. મળેલા ૫,૨૮૭ ક્લેમ પૈકી ૮૫ ટકા ક્લેમની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી છે. આ દિશામાં મહત્વનું પગલું ભરતા રૂ.૨૯ કરોડના ક્લેમ મંજૂર કરીને વીમાધારકોને ચેક અર્પણ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
વીમા ક્લેમના નિકાલમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નિયમિત ફોલો-અપ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આવનારા ૧૫ દિવસમાં ફરીથી રિવ્યુ બેઠક યોજવામાં આવશે. જે વીમા કંપનીઓની કામગીરી ધીમી જણાઈ છે તેમને એક સપ્તાહમાં કામગીરી ઝડપી બનાવવા તાકીદ કરવામાં આવી છે. સંતોષકારક કામગીરી ન કરનાર ૭ વીમા કંપનીઓને કલેક્ટર દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને જો કામગીરીમાં ગતિ નહીં આવે તો કડક પગલાં લેવાની ચીમકી પણ આપવામાં આવી છે.
ધારાસભ્યો, સાંસદ, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ જનપ્રતિનિધિઓ ઘરે-ઘરે જઈને બાકી રહી ગયેલા લોકોને સહાય પહોંચાડવા માટે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સરકારના આ સંકલિત પ્રયાસોના પરિણામે જ સુરતના અસરગ્રસ્ત નાગરિકોને બેઠા કરવામાં, પગભર કરવામાં ગતિ આવી છે અને તેઓ ફરીથી સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યા છે એમ સ્પષ્ટપણે કહ્યું હતું. રાજ્ય સરકારનું સ્પષ્ટ વલણ છે કે, માત્ર કાગળ પર નહીં, પરંતુ પરિણામલક્ષી કામગીરી થાય અને લાભાર્થીઓને તેમનો હક્ક કોઈપણ પ્રકારના વિલંબ વગર મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે એમ  સંઘવીએ ઉમેર્યું હતું.
બેઠકમાં સાંસદ  મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વ મુકેશભાઈ પટેલ, મનુભાઈ પટેલ, સંદિપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, વિનોદભાઈ મોરડિયા, સંગીતાબેન પાટીલ, સંદિપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, પ્રવિણભાઈ ઘોઘારી, કાંતિભાઈ બલર, મેયર મતી માયાબેન માવાણી, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, જિલ્લા કલેકટર તેજસ પરમાર, પો.કમિશનર વાબાંગ જમીર, જિ.વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, પદાધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જાહેર વિતરણ પ્રણાલી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વપૂર્ણ પગલું
***
અંત્યોદય અન્ન યોજના અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ કુટુંબોને વિતરણ કરાતા
ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોને ચૂકવાતા કમિશનમાં વૃદ્ધિ
***
વાજબી ભાવની દુકાનના સંચાલકોને કમિશનમાં રૂ. 150 થી વધારીને રૂ. 185 કરવાની મંજૂરી અપાઈ
***
રાજ્યના 17,000થી વધુ વાજબી ભાવની દુકાનના સંચાલકોને મળશે સીધો લાભ
***
ગુજરાત સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો- 2013 હેઠળ તમામ અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ (PHH) કુટુંબોને વિતરણ કરવામાં આવતા ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવના દુકાન સંચાલકોને ચૂકવવામાં આવતા કમિશનમાં વૃદ્ધિ કરી છે. અન્ન, નાગરિક પુરવઠા અને  ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા કરાયેલ ઠરાવ અનુસાર વાજબી ભાવના દુકાન સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ રૂ. 150 કમિશન ચૂકવવામાં આવતું હતું તેમાં રૂ. 35નો વધારો કરવામાં આવ્યો છે. આમ, હવે પ્રતિ ક્વિન્ટલ રૂ. 185 કમિશન ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં અને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના મંત્રી  રમણભાઈ સોલંકી અને રાજ્ય મંત્રી  પૂનમચંદ બરંડાના માર્ગદર્શન હેઠળ લેવામાં આવેલા આ નિર્ણયથી રાજ્યના 17,000થી વધુ રેશનિંગની દુકાનના સંચાલકોને સીધો લાભ મળશે.
આ નિર્ણય અનુસાર વાજબી ભાવની દુકાનના સંચાલકોને 1 એપ્રિલ, 2026થી આ કમિશનની ચૂકવણી કરવામાં આવશે.
અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગના ઠરાવ મુજબ વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં આ કમિશન વધારા માટે રાજ્ય સરકારે રૂ. 67.20 કરોડની જોગવાઈ કરી છે.
વાજબી ભાવની દુકાનના સંચાલકોએ વાહન-વ્યવહાર, મજૂરી ખર્ચ, જાળવણી તેમજ અન્ય સંચાલન ખર્ચમાં વધારાને અનુલક્ષીને આર્થિક સહયોગની માગ કરી હતી. નોંધપાત્ર બાબત એ છ કે આ મંજૂરીથી જાહેર વિતરણ પ્રણાલીના સંચાલન વધુ સુદ્રઢ બનશે. અને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ કરોડો પાત્રતા ધરાવતાપરિવારો સુધી અનાજ વિતરણ વધુ સરળતાથી થશે.
ઠરાવ મુજબ વધારેલા કમિશન માટે ફાળવાયેલા રૂ. 67.20 કરોડમાંથી રૂ. 52.61 કરોડ સામાન્ય શ્રેણી હેઠળ, રૂ. 4.11 કરોડ અનુસૂચિત જાતિ પેટાયોજના (SCSP) હેઠળ તેમજ રૂ. 10.48 કરોડ જનજાતિ પેટાયોજના (TASP) હેઠળ ખર્ચવામાં આવશે.
*સુરત જિલ્લાના માંડવી તાલુકાના ‘ચુડેલ’ ગામનું નામ બદલીને ‘ચંદનપુર’ કરવામાં આવ્યું*
—–
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ‘ચુડેલ’ ગામનું નામ બદલીને હવે ‘ચંદનપુર’ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ, ગુજરાત સરકાર દ્વારા આ ફેરફાર અંગેના તા. ૦૭ જુલાઇ, ૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરેલ જાહેરનામાંથી તમામ સંબંધિત સરકારી વિભાગોને સરકારી રેકોર્ડમાં જરૂરી સુધારા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
આ ગામના નવા નામની વિવિધ ભાષાઓની લિપિ મુજબ રોમન લિપિમાં: “CHANDANPUR” , દેવનાગરી લિપિમાં: “चंदनपुर” અને ગુજરાતી લિપિમાં: “ચંદનપુર” તરીકે ઉલ્લેખ કરવાનો રહેશે, તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયુ છે.
દરિયાકાંઠાનાં સિંહોનો મુખ્ય શિકાર નિલગાય અને ભૂંડ:
 સિંહો પાલતુ પશુઓનો જ શિકાર કરી નભે છે તે માન્યતાને નવા અભ્યાસે ખોટી પાડી
…………………..
સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે 100 જેટલા સિંહોનો વસવાટ. ગીર જંગલ બહાર દરિયાકાંઠે વસતા સિંહો ખેતીનાં પાકને નુકશાન કરતાં નીલગાયો અને જંગલી ભૂંડોનો શિકાર કરી ખેડૂતોનાં ખરા મિત્રો બન્યાં.
…………………..
આંતરરાષ્ટ્રીય પીઅર-રિવ્યુડ જર્નલ ‘કન્ઝર્વેશન’ (Conservation)માં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરિયાકાંઠાના સિંહો દ્વારા થતા કૂલ શિકારમાંથી લગભગ ૭૦ ટકા હિસ્સો વન્ય જીવોના શિકારનો છે. એટલે કે આ સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને જંગલી ભૂંડ છે.
…………………..
પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં,  સરકારે વિશ્વમાં એશિયાટિક સિંહોના એકમાત્ર આખરી આશ્રયસ્થાન એવા ગીરમાં સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટે ‘પ્રોજેક્ટ લાયન’ (Project Lion) શરૂ કર્યો છે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ માટે સતત સમર્પિત પ્રયાસો કર્યા છે અને તેના હકારાત્મક પરિણામો મળી રહ્યાં છે.
“આ સંશોધન અભ્યાસ દર્શાવે છે કે ગીર જંગલની બહાર રહેતા સિંહો નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરીને અહીંનાં ખેડૂતોને ફાયદો કરાવે છે. નિલગાય અને ભૂંડોની વસ્તી પર કુદરતી રીતે નિયંત્રણ રાખીને સિંહો ખેતીનાં પાકનું નુકશાન ઘટાડે છે અને ખેડૂતોને મદદરૂપ થાય છે,’’  અર્જુન મોઢવાડિયા, વન અને પર્યાવરણ મંત્રી, ગુજરાત.
જો તમે કોઈને પણ પૂછો કે સિંહો ગીર વન્યજીવ અભયારણ્યની બહાર નીકળીને દરિયાકાંઠાના વિસ્તારોમાં કેમ મુક્તપણે ફરી રહ્યા છે, તો સૌથી સામાન્ય જવાબ એ જ મળશે કે, જંગલની બહાર પાલતુ પશુઓ પુષ્કળ હોય છે એટલા માટે સિંહો ત્યાં જાય છે અને આ પાલતુ પશુઓનો શિકાર કરી જીવે છે. જો કે, તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં આ માન્યતા ખોટી ઠરી છે.
આ અભ્યાસમાં ખુલાસો થયો છે કે, ગુજરાતનાં દરિયાકાંઠે રહેતા એશિયાટિક સિંહો પાલતુ પશુઓ કરતાં વન્ય જીવોના શિકાર પર વધુ નિર્ભર છે. આ તારણો એ વ્યાપક માન્યતાને ખોટી સાબિત કરે છે કે, ગીર જંગલોની બહાર રહેતા સિંહો તેમના અસ્તિત્વ માટે મુખ્યત્વે પાલતુ પશુઓ પર આધાર રાખે છે.
વર્ષ 2025માં યોજાયેલી ૧૬મી સિંહ વસ્તી ગણતરી  મુજબ, ગુજરાતમાં અત્યારે 891 એશિયાટિક સિંહો છે. આ સંખ્યા ગુજરાતની વન્યજીવ સંરક્ષણની નીતિને સફળ સાબિત કરે છે.
આંતરરાષ્ટ્રીય પીઅર-રિવ્યુડ જર્નલ કન્ઝર્વેશન માં પ્રકાશિત થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરિયાકાંઠાના સિંહો દ્વારા કરવામાં આવતા કુલ શિકાર (બાયોમાસ)માંથી લગભગ 70 ટકા હિસ્સો વન્યજીવોમાંથી આવે છે, જે ગીર સંરક્ષિત વિસ્તારની બહાર પણ સિંહોના વિસ્તરી રહેલા વસવાટની શ્રેષ્ઠ ઇકોલોજીકલ તંદુરસ્તી દર્શાવે છે.
જૂનાગઢ વન વર્તુળનાં વન સંરક્ષક અને આ અભ્યાસના સહ-લેખક મોહન રામે જણાવ્યું કે, “અમારા અભ્યાસમાં માર્ચ અને એપ્રિલ 2024 દરમિયાન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી એકત્રિત કરાયેલા સિંહોના મળનાં 160 નમૂનાઓ (scat samples) નું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, સિંહોના ખોરાકમાં 64 ટકા હિસ્સો વન્યજીવો જેવા કે નીલગાય, જંગલી ભૂંડોનો હતો, જ્યારે 31 ટકા હિસ્સો પાલતુ  પશુઓનો હતો,”
મોહન રામે વધુમાં ઉમેર્યું કે, “તમામ શિકારી પ્રજાતિઓમાં, નીલગાય સિંહોના ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે, જે કુલ વપરાશમાં લેવાયેલા બાયોમાસનાં અડધાથી વધુ (૫૧%) હિસ્સો ધરાવે છે. જંગલી ભૂંડ બીજા ક્રમનો સૌથી મહત્વનો વન્ય શિકાર હતો, જ્યારે પાલતુ પશુઓમાં ગાય અને ભેંસ હતા.”
“ડાયેટરી પેટર્ન ઓફ એશિયાટિક લાયન્સ ઇન ધ કોસ્ટલ ઇકોસિસ્ટમ ઓફ સૌરાષ્ટ્ર, ગુજરાત, ઇન્ડિયા” શીર્ષક ધરાવતો આ અભ્યાસ મોહન રામ, આરાધના સાહુ, નિત્યાનંદ વાસ્તવ, કૃતજ્ઞા વદર, રોહિત ચૌધરી અને લહર ઝાલા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તે કન્ઝર્વેશન જર્નલમાં પ્રકાશિત થયો છે.
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “૭૪મા સ્વતંત્રતા દિવસે, પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ એશિયાટિક સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ અને સુરક્ષા પર કેન્દ્રિત એક મહત્વકાંક્ષી પહેલ ‘પ્રોજેક્ટ લાયન’ શરૂ કર્યો હતો. મુખ્યમંત્રી  ભુપ્રેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યમાં વન્યજીવોના સંરક્ષણ માટે સતત સમર્પિત પ્રયાસો કર્યા છે.”
 અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું કે, “આ સંશોધન અભ્યાસ સ્પષ્ટ કરે છે કે, ગીરના જંગલોની બહાર સિંહોની વસ્તી નીલગાય અને જંગલી ભૂંડ જેવા પાકને નુકસાન કરતા પ્રાણીઓનો શિકાર કરીને ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે. આ પ્રાણીઓની વસ્તી પર કુદરતી નિયંત્રણ રાખીને સિંહો પાકના નુકસાનને ઘટાડે છે.”
“મહત્વની વાત એ છે કે, માનવ વસ્તીની વચ્ચે રહેતા હોવા છતાં સિંહો મુખ્યત્વે કુદરતી શિકાર પર નિર્ભર રહ્યાં છે. ગુજરાતમાં સિંહોનાં સંરક્ષણનું આ સફળ મોડેલ વિશ્વભરનાં વન્યજીવોનાં સંરક્ષણ માટે દાખલારૂપ ગણાય છે,’’ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું.
ધારણા કરતા તારણો બીજા આવ્યાં
આ સંશોધનનાં તારણો ખૂબ મહત્વના છે. કારણ કે, તે સંશોધકોની મૂળ ધારણા (Hypothesis) કરતાં તદ્દન વિપરીત છે. સંશોધકો પહેલા એવું માનતા હતા કે, માનવ વસવાટ ધરાવતા દરિયાકાંઠાના વિસ્તારોમાં વન્ય જીવોની અછતને કારણે સિંહો પાલતુ પશુઓ પર વધુ નિર્ભર રહેશે.
પરંતુ અભ્યાસના તારણો દર્શાવે છે કે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં નીલગાય અને જંગલી ભૂંડની પુષ્કળ વસ્તી સિંહોને મોટે ભાગે કુદરતી શિકાર પર જ નભવામાં મદદ કરી રહી છે. પરિણામે, પાલતુ પશુઓ પરનું દબાણ ઘટી શકે છે અને માનવ-સિંહ વચ્ચેનું સંઘર્ષ ઘટાડી શકાય છે.
સંશોધકોએ નોંધ્યું છે કે, દરિયાકાંઠાની ઇકોસિસ્ટમ હવે એશિયાટિક સિંહોની ત્રણ મહત્વની સેટેલાઇટ વસ્તી (સેટેલાઇટ પોપ્યુલેશન) ને આશરો આપે છે — દક્ષિણ-પશ્ચિમ દરિયાઇ પટ્ટી, દક્ષિણ-પૂર્વ દરિયાઇ પટ્ટી અને ભાવનગરની દરિયાઇ પટ્ટી. આ ત્રણેય વિસ્તારો સિંહોના વિસ્તરી રહેલા સામ્રાજ્યનો એક મહત્વનો ભાગ બન્યો છે.
આ અભ્યાસ મુજબ, સૌરાષ્ટ્રનાં દરિયાકંઠે ૧૦૦થી વધુ સિંહો વસે છે અને પોષે છે. આ સ્થિતિ ગુજરાતના લાંબા ગાળાના સંરક્ષણ પ્રયાસોની સફળતાનો પુરાવો છે.
રખડતા અને ત્યજી દેવાયેલા પશુઓ સિંહોનો સરળ શિકાર
આ અભ્યાસ મુજબ, દરિયાકાંઠાના સિંહોનો ખોરાક મોટે ભાગે નીલગાય અને જંગલી ભૂંડ પર કેન્દ્રિત છે. આ બાબત દર્શાવે છે કે શિકારની વિપુલતા અને વસવાટની ગુણવત્તા સિંહોની ખોરાક લેવાની આદતો પર મજબૂત અસર કરે છે. સંશોધકોએ અવલોકન કર્યું કે, ગાય અને ભેંસ સિંહોના ખોરાકનો ભાગ જરૂર છે, પરંતુ તેમાંથી મોટાભાગના પશુઓ રખડતા, ત્યજી દેવાયેલા (પાંકડા ઢોર) કે જંગલી બનેલા (feral) હોય છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દૂધ ન આપતા (પાંકડા) પશુઓને છોડી દેવાની પ્રથાને કારણે આવા પશુઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. સિંહો માટે આ પશુઓ સહેલા શિકાર બને છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ. ૧૦૯ કરોડના ખર્ચે ગુજરાતના ચાર પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું   વર્ચ્યુઅલ લોકાર્પણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડોદરાના પ્રતાપનગર ખાતે પ્રેરક ઉપસ્થિતિ
*****
 પુનઃ નિર્મિત થયેલા પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગર સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત: ગુજરાતમાં અમૃત  ભારત સ્ટેશનોની ફૂલ સંખ્યા ૨૨ થઈ
*****
મુખ્યમંત્રીએ પ્રતાપનગર ખાતે જૂના અને નવા સ્ટેશનની
વિકાસયાત્રા દર્શાવતા વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી
*****
ભારતીય રેલવેના આધુનિકીકરણની દિશામાં વધુ એક ઐતિહાસિક કદમ માંડતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી આજે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ દેશના ૭૫ પુનઃવિકસિત રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે.
આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતમાં કુલ રૂ. ૧૦૯ કરોડના માતબર ખર્ચે ચાર નવા પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના પ્રતાપનગર, ગોધરા, પોરબંદર અને ભક્તિનગર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.
વડોદરા મંડળના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
મુખ્ય કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રીએ પ્રતાપનગરના જૂના સ્ટેશન અને અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ નવા સ્ટેશનના કાયાકલ્પને દર્શાવતા વિશેષ પ્રદર્શનને બારીકાઈથી નિહાળ્યું હતું.
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આજે પ્રતાપનગર, ભક્તિનગર, પોરબંદર અને ગોધરા  એમ ચાર નવા સ્ટેશનો લોકસમર્પિત થવાની સાથે જ ગુજરાતમાં હવે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા અમૃત ભારત સ્ટેશનોની કુલ સંખ્યા ૨૨ થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મે-૨૦૨૫માં પણ વડાપ્રધાન દ્વારા રાજ્યના ૧૮ પુનઃવિકસિત સ્ટેશનોનું લોકાર્પણ કરીને ગુજરાતમાં રેલવે માળખાના સતત વિકાસ અને આધુનિકીકરણને નવી ગતિ પ્રદાન કરવામાં આવી હતી.
ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ કરવા માટે હાલમાં અન્ય ૮૭ રેલવે સ્ટેશનોનું પુનઃવિકાસ કાર્ય પ્રગતિ હેઠળ છે, જે ભારતની રેલવેને આધુનિક બનાવવાના અભિયાનમાં રાજ્યની અગ્રેસર ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.
પ્રતાપનગર ખાતે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે રાજ્યમંત્રી ડો. મનીષાબેન વકીલ, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, સાંસદ ડો. હેમાંગભાઈ જોષી, મેયર મતી ગીતાબેન મકવાણા સહિત સ્થાનિક પદાધિકારીઓ અને અગ્રણીઓ, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ, શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, વડોદરા રેલવે ડિવિઝનના મેનેજર સહિત રેલવેના અધિકારી-કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ગિફ્ટ સિટી ખાતે HCL ટેકના ગ્લોબલ ટેકનોલોજી સેન્ટરનું નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
************************
Ø  સ્થાનિક સ્તરે રોજગાર નિર્માણ અને સ્થાનિક ભાગીદારોને પ્રોત્સાહિત કરવાની HCL ટેકની વિશેષ નીતિ પ્રશંસનીય: નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી
Ø  કંપનીની ‘કમ બેક હોમ’ ઝુંબેશથી ગુજરાતના પ્રતિભાશાળી યુવાનો પરિવાર સાથે રહીને વતનમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરની કારકિર્દી ઘડી શકશે
************************
ભારતીય આઈટી ઉદ્યોગની અગ્રણી અને સૌથી ઝડપથી વિકસતી કંપની HCL ટેકના ગિફ્ટ સિટી ખાતે કાર્યરત થયેલા ગ્લોબલ ટેકનોલોજી સેન્ટરનું નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી એ આ નવી શરૂઆતને ગિફ્ટ સિટી અને ગુજરાતના આઈટી સેક્ટરના વિકાસ માટે એક અત્યંત મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મોટી આઈટી કંપનીઓ અન્ય રાજ્યોથી મેનપાવર આયાત કરતી હોય છે, પરંતુ તેનાથી વિપરીત HCL ટેક સ્થાનિક સ્તરે જ રોજગારીની તકો ઊભી કરવા અને સ્થાનિક ભાગીદારોને સાથે રાખીને આગળ વધવાની દિશામાં કામ કરી રહી છે. કંપનીની આ નીતિ ખરા અર્થમાં પ્રશંસનીય છે અને તે રાજ્યના યુવાધનને સ્વનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
મંત્રીએ HCL કંપની દ્વારા ચલાવવામાં આવતી ‘કમ બેક હોમ’ પહેલની સરાહના કરતા કહ્યું હતું કે, ગુજરાતના જે પ્રતિભાશાળી યુવાનો રોજગારી અર્થે પોતાના પરિવાર અને માતા-પિતાથી દૂર બેંગલુરુ, પુણે, હૈદરાબાદ કે યુ.એસ. જેવા સ્થળોએ કામ કરે છે, તેમને પોતાના વતનમાં પરત લાવી રોજગારી આપવાની  HCL ની પહેલ અન્ય કંપનીઓ માટે ઉદાહરણ બની છે. આ સેન્ટરના માધ્યમથી હવે ગુજરાતી યુવાનો પરિવાર સાથે રહીને, પોતાના ઘર આંગણે જ વૈશ્વિક સ્તરની આઈટી કારકિર્દી ઘડી શકશે અને પોતાના સપના સાકાર કરી શકશે. પ્રારંભિક તબક્કે આ સેન્ટરમાં ૧૦૦ લોકોની ટીમ સાથે શરૂઆત કરવામાં આવી છે, જેમાં મહત્તમ સ્થાનિક ગુજરાતી યુવાનોનો સમાવેશ થાય છે.
HCL ટેક દ્વારા આ સેન્ટરમાં ફાઇનાન્સ આઈટી સેક્ટર ઉપરાંત અત્યંત આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના કરવામાં આવી છે, જેને નાયબ મુખ્યમંત્રીએ ભવિષ્યની ટેકનોલોજી માટે ગેમ-ચેન્જર ગણાવી હતી.
તેમણે ગિફ્ટ સિટીની સ્થાપનાના ગૌરવવંતા ઇતિહાસને યાદ કરતા જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં આ એક ઉજ્જડ ભૂમિ હતી, પરંતુ યોગ્ય નેતૃત્વ, દ્રઢ સંકલ્પ અને સખત મહેનતથી કોઈપણ સપનાને જમીન પર સાકાર કરી શકાય છે તેનું ગિફ્ટ સિટી ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આ સ્થળને વૈશ્વિક કક્ષાનું ફાઇનાન્સિયલ ટેક સિટી બનાવવાનું દીર્ઘદ્રષ્ટિપૂર્ણ સપનું જોયું અને આજે તેણે પૂર્ણ કર્યું છે.
તેમણે અંતમાં HCL કંપનીને શુભેચ્છાઓ પાઠવતા અનુરોધ કર્યો હતો કે, હાલ બે ફ્લોર પર શરૂ થયેલું આ સેન્ટર આગામી દિવસોમાં વધુ વિસ્તરે અને ગુજરાતમાં HCL મોટું યુનિટ સ્થાપે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સર્વ વિજયકુમાર, રાહુલ સિંહ, સંજય કૌલ અને આઈટી ક્ષેત્રના અગ્રણીઓ તથા યુવા પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટોપિયા ગ્લોબલ અમદાવાદનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો
૦૦૦
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ
Ø  ભારત અને UAE વચ્ચે થયેલા CEP એગ્રીમેન્ટના પરિણામે UAE ભારતનો ત્રીજો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર બન્યો છે
Ø  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને UAE વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે
Ø  ગુજરાતમાં ઉદ્યોગની અપાર ક્ષમતાઓ સાથે પ્રવાસનની પણ વિપુલ તકો છે
૦૦૦૦૦
UAE અને ભારત માત્ર વેપાર જ નથી કરી રહ્યા, પરંતુ એક સક્ષમ આર્થિક કોરિડોરનું નિર્માણ કરી રહ્યા છે :
UAEના આર્થિક અને પ્રવાસન મંત્રી  અબ્દુલ્લા બિન તૌક અલ મારી
૦૦૦
ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય સચિવ  એમ. કે. દાસ તથા સીઆઈઆઈના
પ્રેસિડેન્ટ  આર. મુકુંદન સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ
૦૦૦૦૦૦૦ ૦૦૦૦ ૦૦૦
ઇન્વેસ્ટોપિયા ગ્લોબલ અમદાવાદના ઉદ્ઘાટન સમારંભને સંબોધતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને UAE વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની ‘વિશ્વમિત્ર’ તરીકેની ઈમેજને વધુ ઉજાગર કરતો આજનો આ અવસર છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ વર્ષ 2015માં UAEની મુલાકાતે ગયા હતા અને 34 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનને UAEની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનએ અત્યાર સુધીમાં સાત વખત UAEની મુલાકાત લીધી છે. UAEના રાષ્ટ્રપતિ મહામહીમ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાને પણ ભારતની પાંચ વખત મુલાકાત લઈને સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. વર્ષ 2024ની વાઇબ્રન્ટ સમિટમાં UAEના રાષ્ટ્રપતિને ગુજરાતમાં આવકારવાની તક મળી હતી, એ પ્રસંગને મુખ્યમંત્રીએ ખાસ યાદ કર્યો હતો.
ભારત અને UAE હવે વેપાર ઉપરાંત સાંસ્કૃતિક રીતે પણ જોડાયા છે અને અબુ ધાબી ખાતે પહેલું હિન્દુ સ્વામિનારાયણ મંદિર સ્થપાયું છે, એનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજનો આ પ્રસંગ ગુજરાત-ભારત અને UAE માટે બે સભ્યતાઓ, બે અર્થવ્યવસ્થાઓનું મિલન જેવો છે. ગુજરાત અને UAE તો સદીઓથી અરબી સમુદ્રથી જોડાયેલા છે અને સામુદ્રિક વેપારની ઐતિહાસિક મૈત્રી રહી છે. આજના આ કાર્યક્રમથી બે ગ્લોબલ લીડર્સના નેતૃત્વમાં વિસ્તરેલા દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનશે, એવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને UAE વચ્ચે વર્ષ 2022માં થયેલા કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA)થી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. આ એગ્રીમેન્ટના પરિણામે UAE ભારતનો ત્રીજો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર બન્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત અને UAE વચ્ચેના વ્યાપારી સંબંધો અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ઉત્પાદનો, સિરામિક્સ, ટેક્સટાઇલ્સ, એગ્રી પ્રોડક્ટ્સ અને પ્રોસેસ્ડ ફૂડની UAEમાં નિકાસ થાય છે. UAE સાથેની સમજૂતીથી ગુજરાત માટે ઇકોનોમિક પાર્ટનરશિપથી વધીને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં સ્થાન મજબૂત કરવાની તક છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપના કારણે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન અને ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે, એવું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે એક મેજર પોર્ટ અને 48 નોન-મેજર પોર્ટ્સ સાથે ગુજરાત ભારતનું સામુદ્રિક પ્રવેશદ્વાર છે. 51 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી કેપેસિટી સાથે ગુજરાત ભારતની ક્લીન એનર્જીનું હબ પણ બન્યું છે. ગિફ્ટ સિટી ભારતનું પહેલું ફિનટેક સિટી છે. ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે અને ભારતમાં સૌથી વધુ છ સેમિકન્ડક્ટર પ્લાન્ટ મંજૂર થયા છે. ગુજરાત પરંપરાગત ઉદ્યોગોની સાથે સાથે રાઇઝિંગ સેક્ટરમાં લીડ લેવા સજ્જ છે.
ગુજરાતમાં ઉદ્યોગની અપાર ક્ષમતાઓની સાથે સાથે પ્રવાસનની પણ વિપુલ તકો છે, એવું જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સ્પિરિચ્યુઅલ ટૂરિઝમ, કચ્છના સફેદ રણ સહિત ડેઝર્ટ ટૂરિઝમ, શિવરાજપુર બીચ જેવા એડવેન્ચર ટૂરિઝમ અને નડાબેટ જેવા પેટ્રિયોટિક ટૂરિઝમનાં અનેક સ્થળો ગુજરાતમાં છે.
વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પ તથા UAEના ‘We the UAE 2031’ના વિઝનની વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત અને UAE સહભાગીતાથી આ બંને લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં ઉત્તમ યોગદાન આપી શકે છે. આજે અહીં જે વિવિધ MoU થવાના છે તેનાથી ભારત અને UAE વચ્ચે આર્થિક સહયોગો વધુ મજબૂત થશે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે UAEના ઉદ્યોગ જગતના લીડર્સને ભારતના બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ગુજરાતમાં તેમના નવા સાહસો અને સહભાગીતા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું.
આ પ્રસંગે UAEના આર્થિક અને પ્રવાસન મંત્રી  અબ્દુલ્લા બિન તૌક અલ મારીએ જણાવ્યું હતું કે UAE અને ભારત માત્ર વેપાર જ નથી કરી રહ્યા, પરંતુ એક સક્ષમ આર્થિક કોરિડોરનું નિર્માણ કરી રહ્યા છે. UAE તથા ભારત વચ્ચેના આર્થિક સંબંધો સતત આગળ વધી રહ્યા છે, એ બાબતે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
UAEની આર્થિક સ્થિતિનો ચિતાર આપતા  મારીએ જણાવ્યું હતું કે UAEના જીડીપીમાં વર્ષ 2025માં 5.6 ટકાનો વૃદ્ધિ દર નોંધાયો છે. હાલમાં UAEના જીડીપીમાં નોન-ઓઇલ (બિન-તેલ) ક્ષેત્રનો ફાળો 77.3 ટકાથી વધુ છે. આર્થિક વિવિધતા અને મજબૂતી બાબતે UAE અગ્રેસર છે, એવું તેમણે ઉમેર્યું હતું.
 મારીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને UAE વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વર્ષ 2025માં 100 બિલિયન ડૉલરને પાર કરી ગયો છે. બંને દેશોએ વર્ષ 2032 સુધીમાં દ્વિપક્ષીય વેપાર વધારીને 200 બિલિયન ડૉલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
ગિફ્ટ સિટીમાં UAEના રોકાણ અંગે વાત કરતા  મારીએ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી ભારત-UAEના નાણાકીય સંબંધોનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) એ ગિફ્ટ સિટીમાં પોતાની પેટા કચેરી શરૂ કરી છે. બંને દેશો વચ્ચે સેમિકન્ડક્ટર, ફાઇનાન્સિયલ કોરિડોર, ફૂડ સિક્યોરિટી, ટૂરિઝમ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ જેવા ભવિષ્યના મહત્ત્વનાં ક્ષેત્રોમાં ભાગીદારી મજબૂત બની રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતના વિકાસની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ભારતનું સૌથી ઔદ્યોગિક રાજ્ય છે, જે દેશના કુલ ઔદ્યોગિક નિકાસમાં 20 ટકા હિસ્સો ધરાવે છે. ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાત અગ્રણી છે. વિદેશી મૂડીરોકાણ બાબતે પણ ગુજરાત આકર્ષક રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
 મારીએ સંવાદ(Dialogue)થી આગળ વધીને પ્રત્યક્ષ સોદાઓ (Deals) અને પ્રોજેક્ટ્સ પર અમલીકરણ કરવાની હાકલ કરી હતી.
ઇન્વેસ્ટોપિયાના સીઈઓ  જીન ફેર્સ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ  એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અગ્રસચિવ સુ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ  સંજીવ કુમાર, CIIના પ્રેસિડેન્ટ  આર. મુકુંદન, CII વેસ્ટર્ન રિજિયનના ચેરમેન  વીર અડવાણી, CII ગુજરાત કાઉન્સિલના ચેરમેન  અચલ બકેરી, લુલુ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર  યુસુફ અલી એમ.એ. સહિતના યુએઈના ઉદ્યોગ સાહસિકો, રોકાણકારોની સાથે સાથે ગુજરાત – ભારતના ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં ITIનું મેગા અપગ્રેડેશન : ૧૭૭ બાંધકામ અને રિનોવેશન પ્રોજેક્ટ્સને વેગ
—–
આગામી વર્ષે ITIના વધુ ૧૧૪ નવા પ્રોજેક્ટ્સ શરૂ થશે;
ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ‘ન્યુ એઈજ’ સ્કિલ્સ માટેનો રોડમેપ તૈયાર
—–
રાજ્યમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI)ના આધુનિકીકરણ અને કૌશલ્ય વિકાસના માળખાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરી છે. હાલમાં રાજ્યભરમાં નવી ITI બિલ્ડિંગો, વર્કશોપના બાંધકામ તથા રિપેરિંગ-રિનોવેશન સહિતના કુલ ૧૭૭ માળખાકીય પ્રોજેક્ટ્સ પ્રગતિ હેઠળ છે, જ્યારે આગામી વર્ષ ૨૦૨૬-૨૭માં વધુ ૧૧૪ નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવાની યોજના ઘડવામાં આવી છે. આ સાથે બદલાતી ઔદ્યોગિક જરૂરિયાતોને અનુરૂપ યુવાનોને ‘ન્યુ એઈજ’ કૌશલ્ય તાલીમ આપવા સર્વગ્રાહી રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બાદ આ અંગેની વિગતો આપતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલા ૧૭૭ પ્રોજેક્ટ્સમાંથી ૧૨૮ પ્રોજેક્ટ્સ સક્રિય અમલીકરણના તબક્કામાં છે, જ્યારે ૪૮ પ્રોજેક્ટ્સ પ્રિ-એક્ઝિક્યુશન પ્રક્રિયામાં છે. અમરેલી ITIમાં મલ્ટીસ્ટોરીડ બિલ્ડિંગ, તરસાલીમાં નવા વર્કશોપ અને ખેડબ્રહ્મા ITIમાં હોસ્ટેલ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ આગામી વર્ષના આયોજનમાં સામેલ કરવામાં આવ્યા છે.
સાથે જ મંત્રીએ અધિકારીઓને તમામ માળખાકીય પ્રોજેક્ટ્સ ગુણવત્તા જાળવીને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા શ્રમિકો સુધી પણ સરળતાથી અને સમયસર પહોંચવો જોઈએ. બાંધકામ સાઇટ, કારખાના સહિતની વિવિધ જગ્યાએ કામ કરતા શ્રમિકોની સલામતી અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખવા અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં ઉપસ્થિત રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે રાજ્યની ITIમાં દિવ્યાંગ તાલીમાર્થીઓ માટે રેમ્પ, ટેક્ટાઈલ ફ્લોરિંગ, બ્રેઈલ માર્કિંગ અને દિવ્યાંગમૈત્રી શૌચાલય જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ઉપરાંત મુસાફરી ભથ્થું, આધુનિક ફાયર સેફ્ટી, ડિજિટાઇઝેશન અને રોજગારવાંચ્છુઓ માટે અનુબંધમ પોર્ટલ જેવી સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓને વધુ સક્ષમ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
સમીક્ષા બેઠકમાં રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન, કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી, શ્રમ આયુક્ત કચેરી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓની ભૌતિક અને નાણાકીય પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
વિભાગના સચિવ લોચન સહેરાએ વહીવટી પ્રક્રિયાઓને વધુ ઝડપી, ટેકનોલોજી આધારિત અને પરિણામલક્ષી બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
સંયુક્ત સચિવ તેજસ સોનીએ નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન, નમો કૌશલ્ય લક્ષ્મી યોજના, તાલીમ સહાય, રોજગાર ભરતીમેળા અને વિભાગના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
‘નશામુક્ત ગુજરાત’ માટે ગુજરાત સરકારનું મોટું પગલુ
—–
તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં શરૂ થશે 15 બેડના ડી-એડિક્શન સેન્ટર
—–
રૂ. 14.90 કરોડના ખર્ચને મંજૂરી; હવે પોતાના જિલ્લામાં જ મળશે સારવાર, કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધા
—–
રાજ્યમાં નશા-મુક્તિની લડતને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકારે તમામ 34 જિલ્લા હૉસ્પિટલોમાં 15 બેડ ક્ષમતાવાળા ડી-એડિક્શન સેન્ટરો (નશામુક્તિ કેન્દ્રો) શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ માટે નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 14.90 કરોડના ખર્ચને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
આ નિર્ણયથી અત્યાર સુધી વિશેષ સારવાર માટે મોટા શહેરોનો સહારો લેતા નશાના વ્યસનથી અસરગ્રસ્ત લોકોને હવે પોતાના જિલ્લામાં જ સારવાર, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવાઓ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ થશે.
દરેક કેન્દ્રમાં નશાની લતમાંથી મુક્તિ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ડિટૉક્સ સારવાર, ડી-એડિક્શન થેરાપી, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવા, પરિવાર પરામર્શ અને પુનર્વસન જેવી સર્વગ્રાહી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. ઉપરાંત, ઇન-પેશન્ટ (IPD) અને આઉટ-પેશન્ટ (OPD) બંને પ્રકારની સેવાઓ પણ શરૂ કરવામાં આવશે.
દરેક કેન્દ્રમાં તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર, મનોવિજ્ઞાનીઓ અને અન્ય પ્રશિક્ષિત કર્મચારીઓની ટીમ કાર્યરત રહેશે, જેથી દર્દીને એક જ સ્થળે સર્વાંગી સારવાર મળી શકે.
નશો માત્ર વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને અસર કરે છે. તેથી નવી વ્યવસ્થા હેઠળ દર્દીને વ્યસન-મુક્ત કરવાની સાથે તેને ફરી સામાન્ય અને સ્વાભિમાની જીવન જીવવા સક્ષમ બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
યોજનાના અમલીકરણમાં પારદર્શિતા જળવાય તે માટે જરૂરી સાધનોની ખરીદી GeM પોર્ટલ મારફતે કરવામાં આવશે. ઉપરાંત કામગીરીનું નિયમિત મોનીટરિંગ, સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ હાથ ધરાશે.
ગુજરાત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં નશાના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી સાથે વ્યસનથી અસરગ્રસ્તોના પુનર્વસન પર પણ ભાર મૂક્યો છે. તમામ જિલ્લા હૉસ્પિટલોમાં ડી-એડિક્શન સેન્ટરો શરૂ કરવાનો નિર્ણય આ અભિગમને વધુ મજબૂત બનાવશે. સમયસર સારવાર અને યોગ્ય માર્ગદર્શનથી નશાગ્રસ્ત વ્યક્તિઓને નવું જીવન મળશે, પરિવારોનો આર્થિક અને માનસિક બોજ ઘટશે અને વ્યસનમુક્ત સમાજના નિર્માણને વેગ મળશે.
‘નેટ ઝીરો’ વિઝનની દિશામાં
 ગુજરાતે હાંસલ કરી સિદ્ધિ, 1 વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં 49.79 મિલિયન ટનનો વિક્રમી ઘટાડો
***
Ø  વર્ષ 2025-26માં રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી રેકોર્ડ 67,655 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન
Ø  છેલ્લા 5 વર્ષોમાં કુલ 179 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું અટકાવવામાં સફળતા મળી
Ø  ઇન્ટિગ્રેટેડ RE પોલિસી 2026, ગ્રીન હાઇડ્રોજન પોલિસી અને પંપ સ્ટોરેજ પોલિસી જેવી પોલિસીઓ થકી ગ્રીન ટ્રાન્ઝિશનને મળ્યો વેગ
Ø  2030 સુધી 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી સ્થાપિત ક્ષમતા મેળવવાનું લક્ષ્યાંક, ‘ગ્રીન ગુજરાત’ના નિર્માણની દિશામાં મોટું પગલું
***
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ભારતના વિકાસ માટે હંમેશાં ‘ક્લીન એન્ડ ગ્રીન ઇન્ડિયા’ના વિઝન પર ભાર મૂક્યો છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે આર્થિક પ્રગતિ અને પર્યાવરણ સંરક્ષણ બંને સમાંતરે ચાલવા જોઇએ, જેથી આગામી પેઢીઓને સુરક્ષિત અને ટકાઉ ભવિષ્ય મળી શકે. વડાપ્રધાનના આ જ વિઝનને વેગ આપતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન એનર્જી એટલે કે હરિત ઊર્જા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
1 વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં સૌથી મોટો ઘટાડો, સાથે જ રેકોર્ડ 67,655 મિલિયન યુનિટ ગ્રીન વીજળીનું પણ ઉત્પાદન
નાણાકીય વર્ષ 2025-26માં ગુજરાતે ફક્ત એક વર્ષની અંદર 49.79 મિલિયન ટન (mtCO₂e) કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું અટકાવવામાં સફળતા હાંસલ કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજ્યના ઇતિહાસમાં કોઇપણ એક વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં નોંધવામાં આવેલો આ સૌથી મોટો ઘટાડો છે. આ ઐતિહાસિક સિદ્ધિનું મુખ્ય કારણ એ છે કે રાજ્યના ઊર્જા ક્ષેત્રમાં સૌર, પવન અને અન્ય નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોનું ઝડપી ગતિએ વિસ્તરણ થયું છે. તેના પરિણામે ગુજરાતે માત્ર એક જ વર્ષમાં 67,655 મિલિયન યુનિટ ગ્રીન વીજળીનું રેકોર્ડ ઉત્પાદન પણ નોંધાવ્યું છે.
5 વર્ષોમાં કાર્બન ઉત્સર્જનમાં 179 મિલિયન ટનનો ઘટાડો, આબોહવા સંરક્ષણમાં ગુજરાતની મોટી સિદ્ધિ
રાજ્ય સરકારની ગ્રીન એનર્જી સંબંધિત પહેલો, પર્યાવરણને અનુકૂળ નીતિઓ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના ઝડપી વિસ્તરણના પરિણામે ગુજરાતને છેલ્લા 5 વર્ષોમાં કુલ 179 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું રોકવામાં સફળતા મળી છે. આંકડાઓ પર નજર નાખીએ તો, રાજ્યમાં દર વર્ષે લગભગ 442 મિલિયન ટન ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે. પરિણામે, છેલ્લા પાંચ વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં થયેલો ઘટાડો, જે કુલ વાર્ષિક ઉત્સર્જનના આશરે 40 ટકા જેટલો છે, તે એ વાતનો પુરાવો છે કે ગુજરાતે ટકાઉ અને હરિયાળા વિકાસનું મજબૂત મોડેલ રજૂ કર્યું છે, જે વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણને અસરકારક રીતે સંતુલિત કરે છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ગ્રીન એનર્જીનો વ્યાપક ઉપયોગ કોલસા અને અન્ય અશ્મિભૂત ઇંધણનો વપરાશ ઘટાડે છે, જેનાથી કાર્બન ઉત્સર્જનમાં સીધો ઘટાડો થાય છે. આ જ કારણ છે કે, આજે વિશ્વભરમાં રિન્યુએબલ એનર્જીને ક્લાઇમેટ ચેન્જ માટેની લડાઇનું સૌથી અસરકારક માધ્યમ માનવામાં આવે છે.
સામાન્ય માનવીના જીવન સાથે કાર્બન ઉત્સર્જનનો મુદ્દો કેવી રીતે સંકળાયેલો છે?
કાર્બન ઉત્સર્જન એ ફક્ત પર્યાવરણીય મુદ્દો જ નથી, પરંતુ તે લોકોના આરોગ્ય, હવામાન અને જીવનશૈલી સાથે સંકળાયેલો મુદ્દો છે. વાતાવરણમાં વધતું કાર્બન ઉત્સર્જન ગ્લોબલ વોર્મિંગ, અતિશય ગરમી, અનિયમિત વરસાદ, પૂર અને દુષ્કાળ જેવી સમસ્યાઓ ઊભી કરે છે. તેનાથી વિપરીત, ગ્રીન એનર્જીનો ઉપયોગ પ્રદૂષણ ઘટાડે છે, હવાની ગુણવત્તામાં સુધારો કરે છે અને આરોગ્યના જોખમો ઘટાડે છે. પર્યાવરણીય નિષ્ણાતો માને છે કે સૌર અને પવન ઊર્જા જેવા સ્વચ્છ ઊર્જા સ્ત્રોતો ભવિષ્યમાં પર્યાવરણીય સંરક્ષણનો આધાર તો બનશે જ, પરંતુ ઊર્જા સંરક્ષણ અને આર્થિક વિકાસ માટેના પણ મહત્વપૂર્ણ આધારસ્તંભો સાબિત થશે.
સંસ્થાકીય પ્રયાસોથી પર્યાવરણ સંરક્ષણને મળ્યો વેગ, વીજ ઉત્પાદનમાં ગ્રીન એનર્જીનો હિસ્સો વધ્યો
આ નોંધપાત્ર સિદ્ધિ દ્વારા, રાજ્ય સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાત ફક્ત નિર્ધારિત લક્ષ્યાંકોને પૂર્ણ કરવા સુધી જ સીમિત નથી રહેતું, પરંતુ આબોહવા પરિવર્તન સામે નવા માપદંડો પણ સ્થાપિત કરી રહ્યું છે. રાજ્યમાં અમલમાં મૂકવામાં આવેલી નીતિઓ, જેમ કે ‘ઇન્ટિગ્રેટેડ RE પોલિસી 2026’, ‘ગ્રીન હાઇડ્રોજન પોલિસી’ અને ‘ગુજરાત પંપ સ્ટોરેજ પોલિસી’એ પર્યાવરણીય સંરક્ષણ માટેના અભિયાનને નવી ગતિ આપી છે.
ઊર્જા વિભાગની સખ્ત દેખરેખ હેઠળ GUVNL (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ), GEDA અને GPCL જેવી સંસ્થાઓના સતત પ્રયાસોને કારણે, આજે રાજ્યના વીજ ઉત્પાદન મિક્સમાં ગ્રીન એનર્જીનો હિસ્સો ઝડપથી વધ્યો છે, જેના કારણે હવાની ગુણવત્તામાં મોટો અને સકારાત્મક સુધારો થયો છે.
2030 સુધીમાં 100 GW ક્ષમતાનું લક્ષ્ય, ‘નેટ ઝીરો’ મિશનમાં ગુજરાતની મુખ્ય ભૂમિકા
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો બનાવવાના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. આ દિશામાં, રાજ્ય સરકારે 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવા માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ તૈયાર કર્યો છે. ગુજરાતની આ સિદ્ધિ ફક્ત રાજ્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારતના વૈશ્વિક આબોહવા સંબંધિત લક્ષ્યાંકો અને પેરિસ કરાર હેઠળ કરવામાં આવેલા સંકલ્પોને મજબૂત આધાર પ્રદાન કરે છે. ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસની દિશામાં ગુજરાત આજે દેશ માટે એક પ્રભાવશાળી મોડેલ તરીકે ઉભરી રહ્યું છે.
ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જનવિશ્વાસને વધુ સુદૃઢ બનાવવા
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો  પરિસંવાદ યોજાશે
………………………………………..
‘Electoral Transparency: Political Parties as Concurrent Auditors’ વિષય પર
દેશ-વિદેશના ચૂંટણી અધિકારીઓ, નિષ્ણાતો અને કાયદા ક્ષેત્રના અગ્રણીઓ કરશે વિચારમંથન
………………………………………..
લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદેહીને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની કચેરી દ્વારા આગામી 21 જુલાઈ, 2026ના રોજ નિરમા યુનિવર્સિટી, અમદાવાદ ખાતે “Electoral Transparency: Political Parties as Concurrent Auditors” વિષય પર આંતરરાષ્ટ્રીય વિષયક પરિસંવાદ (Thematic Symposium) યોજવામાં આવશે. આ પરિસંવાદનું આયોજન ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેમોક્રસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ (IIIDEM),નવી દિલ્હી સહિતની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
          આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી  સંદીપ સાગળે  IAS, રાજસ્થાનના મુખ્ય નિર્વાચન અધિકારી  નવીન મહાજન IAS, છત્તીસગઢના ચૂંટણી તંત્રના પ્રતિનિધિઓ તેમજ ફિલિપાઇન્સના ચૂંટણી વ્યવસ્થાપન ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, દેશની વિવિધ પ્રતિષ્ઠિત કાયદા યુનિવર્સિટીઓના કુલપતિઓ (Vice-Chancellors), રજિસ્ટ્રાર, શિક્ષણવિદો, સંશોધકો, કાયદા ક્ષેત્રના નિષ્ણાતો તથા ચૂંટણી વ્યવસ્થાપન સાથે સંકળાયેલા અધિકારીઓ પણ પરિસંવાદમાં સહભાગી થશે.
        આ પરિસંવાદનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે રાજકીય પક્ષો ચૂંટણીમાં માત્ર સ્પર્ધક તરીકે જ નહીં, પરંતુ ચૂંટણી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓમાં મહત્વપૂર્ણ હિતધારક અને નિરીક્ષક તરીકે પણ ભૂમિકા ભજવે છે. મતદાર યાદીની તૈયારીથી લઈને મતદાન, મતગણતરી અને પરિણામોની પ્રક્રિયા સુધી રાજકીય પક્ષોના અધિકૃત પ્રતિનિધિઓ અને એજન્ટોની ઉપસ્થિતિ ચૂંટણી પ્રક્રિયાની સતત દેખરેખ અને ચકાસણીમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ પરિપ્રેક્ષ્યમાં રાજકીય પક્ષોની ભૂમિકાને “Concurrent Auditors” એટલે કે ચૂંટણી પ્રક્રિયાની સમાંતર અને સતત ચકાસણી કરનારા હિતધારકો તરીકે વધુ અસરકારક રીતે સમજવા અને વિકસાવવા અંગે પરિસંવાદમાં વિશેષ વિચારમંથન કરવામાં આવશે.
      પરિસંવાદ દરમિયાન પાંચ મહત્વપૂર્ણ વિષય પર અલગ-અલગ સત્રોમાં ગહન ચર્ચા કરવામાં આવશે. તેમાં સંસ્થાકીય માળખું, તટસ્થતા અને રાજકીય પક્ષ આધારિત દેખરેખ- સમગ્ર ચૂંટણીચક્ર દરમિયાન ચકાસણીની સાતત્યતા અને તેમાં રહેલી ખામીઓ- પારદર્શિતા, વિશ્વાસ અને રાજકીયકરણનું જોખમ- ટેક્નોલોજી આધારિત ચૂંટણી વ્યવસ્થામાં Auditability તેમજ નિરીક્ષણથી જવાબદેહી સુધીની પ્રક્રિયા જેવા સમકાલીન અને મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.
      આધુનિક ચૂંટણી વ્યવસ્થામાં ટેક્નોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ઇલેક્ટ્રોનિક મતદાન પ્રણાલી, ડિજિટલ મતદાર યાદીઓ, પરિણામ વ્યવસ્થાપન અને ડેટા આધારિત ચૂંટણી પ્રક્રિયાઓએ ચૂંટણી સંચાલનમાં નવી તકો ઊભી કરી છે, તો સાથે સાથે ચકાસણીક્ષમતા, સાયબર સુરક્ષા અને જાહેર વિશ્વાસ જેવા નવા પડકારો પણ સામે આવ્યા છે. આવા સંજોગોમાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ, રાજકીય પક્ષો, કાયદા નિષ્ણાતો, શિક્ષણવિદો અને અન્ય હિતધારકો વચ્ચે સંવાદ અને અનુભવોનું આદાન-પ્રદાન વધુ મહત્વપૂર્ણ બની રહ્યું છે.
      દેશના વિવિધ રાજ્યો તથા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની ભાગીદારીને કારણે આ પરિસંવાદ ચૂંટણી પારદર્શિતાના વિવિધ મોડલ અને વ્યવહારુ અનુભવોને એક મંચ પર લાવશે. ખાસ કરીને ફિલિપાઇન્સના પ્રતિનિધિઓના આંતરરાષ્ટ્રીય અનુભવો, વિવિધ રાજ્યોના ચૂંટણી અધિકારીઓના વ્યવહારુ અનુભવો અને દેશની કાયદા યુનિવર્સિટીઓના શૈક્ષણિક તથા કાનૂની દૃષ્ટિકોણના સમન્વયથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદેહી વધુ મજબૂત બનાવવા અંગે વ્યાપક ચર્ચા થશે.
      પરિસંવાદનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે વિષય નિષ્ણાતો અને સહભાગીઓ વચ્ચે વિસ્તૃત અને અર્થપૂર્ણ સંવાદ થઈ શકે. ઉદ્ઘાટન સત્ર બાદ પાંચ અલગ અલગ વિષય ટ્રેકમાં સમાંતર સત્રો યોજાશે અને દિવસના અંતે સમાપન સત્ર યોજાશે. પરિસંવાદનું સ્થળ ILNU Building, Nirma University, Ahmedabad રહેશે.
       આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાંથી પ્રાપ્ત થનારા વિચારો, અનુભવો અને નિષ્ણાતોના સૂચનો દ્વારા ચૂંટણી પારદર્શિતાની હાલની વ્યવસ્થાઓની વધુ સારી સમજ વિકસાવવા, ઉભરતા પડકારો અને તકોની ઓળખ કરવા, વિવિધ ચૂંટણી વ્યવસ્થાઓની શ્રેષ્ઠ પ્રથાઓનું દસ્તાવેજીકરણ કરવા તથા પુરાવા આધારિત નીતિ વિષયક ભલામણો વિકસાવવામાં મદદ મળશે. આ વિચારમંથન ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા, જવાબદેહી અને જનવિશ્વાસને વધુ સુદૃઢ કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
દેશમાં રોકાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું ગુજરાત,
 નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં નંબર-1
***
Ø  56.6ના સર્વોચ્ચ સ્કોર સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે, મહારાષ્ટ્ર (53.7) અને તમિલનાડુ (53.3) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા
Ø  ઉદ્યોગને અનુકૂળ નીતિઓ, iNDEXTbની સિંગલ-વિન્ડો વ્યવસ્થા અને પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક ઇકોસિસ્ટમના કારણે ગુજરાત રોકાણકારોની પ્રથમ પસંદગી
Ø  ઔદ્યોગિક ગ્રાહકો માટે વીજળી રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ 29% સસ્તી, સરેરાશ દરરોજ 23.8 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ
Ø  ભારતની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસમાં 31% યોગદાન, પ્રતિ વ્યક્તિ GSDP ₹2.64 લાખ; રાજકોષીય ખાધ માત્ર 2.81% અને કુલ દેવાદારી મોટા રાજ્યોની સરેરાશ કરતાં આશરે 40% ઓછી
***
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતે રોકાણ અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા દેશના પ્રથમ ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં ગુજરાતે 56.6ના સર્વોચ્ચ સ્કોર સાથે મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 17 અગ્રણી રાજ્યોના મૂલ્યાંકનમાં ગુજરાતે મહારાષ્ટ્ર (53.7) અને તમિલનાડુ (53.3)ને પાછળ રાખીને દેશના સૌથી ‘ઇન્વેસ્ટમેન્ટ-ફ્રેન્ડલી’ રાજ્ય તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.
આ રેન્કિંગના માધ્યમથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ, કાર્યક્ષમ વહીવટી વ્યવસ્થા અને રોકાણને પ્રોત્સાહન આપતા સુધારાઓને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. નીતિ આયોગનો આ સૂચકાંક 84 સૂચકાંકો અને 8 મુખ્ય સ્તંભોના આધારે રાજ્યોનું મૂલ્યાંકન કરે છે.
iNDEXTbની સિંગલ-વિન્ડો વ્યવસ્થા, સરળ NOC અને શ્રમ અનુકૂળ વાતાવરણથી ગુજરાત રોકાણકારો માટે બન્યું સૌથી વિશ્વસનીય સ્થળ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની નીતિગત સ્થિરતા અને રોકાણકારો માટે વ્યવસાયને અનુકૂળ વાતાવરણ એ રાજ્યની મુખ્ય વિશેષતાઓ છે. રાજ્યનું iNDEXTb (ઇન્ડસ્ટ્રિઅલ એક્સટેન્શન બ્યૂરો) રોકાણકારોને સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સાથે એન્ડ-ટુ-એન્ડ સહાય પૂરી પાડે છે, જેના પરિણામે રોકાણની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બની છે. ઉપરાંત, ઉદ્યોગો માટે NOC (નો ઓબ્જેક્શન પ્રમાણપત્ર) સમયસર અને વાજબી ખર્ચે મળી રહે તે માટે સુવ્યવસ્થિત અને પારદર્શક પ્રક્રિયા અમલમાં છે, જે ‘ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપે છે.
એટલું જ નહીં, સરકાર દ્વારા આવશ્યક સેવાઓમાં હડતાલ પરના પ્રતિબંધને કારણે રાજ્યમાં ‘લેબર ડિસરપ્શન’ (શ્રમ વિક્ષેપ)ની સ્થિતિ નહિવત્ છે. પરિણામે રાજ્યમાં ઉદ્યોગો માટે સુરક્ષિત અને સ્થિર શ્રમ વાતાવરણ ઉપલબ્ધ બન્યું છે.
વિશ્વસ્તરીય ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લગ-એન્ડ-પ્લે ઇકોસિસ્ટમ અને ‘વાઇબ્રન્ટ ગુજરાત’થી રોકાણકારોનો વધ્યો વિશ્વાસ
રિપોર્ટ અનુસાર, ગુજરાતનું મજબૂત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણકારોને આકર્ષવામાં મહત્વનો ભાગ ભજવે છે. ધોલેરા SIR, GIFT City, સાણંદ, દહેજ, ઝઘડિયા અને સાયખા જેવા આધુનિક ઔદ્યોગિક ક્લસ્ટર્સ રોકાણકારોને વિશ્વસ્તરીય પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે, જેના પરિણામે ઉદ્યોગોની સ્થાપના અને સંચાલન વધુ ઝડપી તથા સરળ બન્યાં છે. આ જ મજબૂત ઇકોસિસ્ટમના બળે રાજ્યની દ્વિવાર્ષિક ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવામાં અત્યંત સફળ રહી છે.
લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીના ક્ષેત્રમાં પણ ગુજરાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. રાજ્યમાં દેશના કુલ સ્ટેટ હાઇવે નેટવર્કનો આશરે 10% હિસ્સો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ ચાર ગણો વધુ છે. રાષ્ટ્રીય એક્સપ્રેસવેની સૌથી વધુ લંબાઈ (અંદાજિત 635 કિમી) ગુજરાતમાં છે, જ્યારે દેશના કુલ રેલ્વે નેટવર્કનો 7% ભાગ પણ રાજ્યમાં સ્થિત છે. રિપોર્ટ અનુસાર, ઓછા ટર્નઅરાઉન્ડ ટાઇમ અને કાર્યક્ષમ લોજિસ્ટિક્સ વ્યવસ્થાને કારણે રાજ્યની સપ્લાય ચેઇન વધુ સ્પર્ધાત્મક બની છે.
29% સસ્તી વીજળી અને અવિરત વીજ પુરવઠાથી ઉદ્યોગોને ખર્ચમાં રાહત
રિપોર્ટમાં ગુજરાતના પાવર સેક્ટરને પણ રોકાણ આકર્ષવામાં મહત્વપૂર્ણ પરિબળ તરીકે દર્શાવવામાં આવ્યો છે. રાજ્યમાં ઔદ્યોગિક ગ્રાહકો માટે વીજળીની કિંમત રાષ્ટ્રીય સરેરાશ કરતાં આશરે 29% ઓછી છે. ઉપરાંત, રાજ્યમાં સરેરાશ દરરોજ 23.8 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે છે, જે મોટા રાજ્યોની સરેરાશ કરતાં વધુ છે. સ્પર્ધાત્મક વીજ દરો અને વિશ્વસનીય વીજ પુરવઠાના કારણે ગુજરાત ઉદ્યોગો માટે વધુ અનુકૂળ બન્યું છે.
નિકાસમાં 31% યોગદાન, મજબૂત MSME ઇકોસિસ્ટમ અને નાણાકીય શિસ્ત ગુજરાતની વિશેષતા
રિપોર્ટ અનુસાર, ગુજરાતનો મજબૂત આર્થિક પાયો પણ રોકાણકારોના વિશ્વાસ માટે મહત્વપૂર્ણ પાસું છે. ભારતની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસમાં રાજ્યનો 31% હિસ્સો છે, જ્યારે નાણાકીય વર્ષ 2019-24 દરમિયાન ગુજરાતનો GSDP વૃદ્ધિ દર દેશમાં ત્રીજા ક્રમે રહ્યો હતો. રાજ્યનો પ્રતિ વ્યક્તિ GSDP ₹2,64,232 છે, જે મોટા રાજ્યોની સરેરાશ કરતાં 67% વધુ છે. આ ઉપરાંત, ગુજરાતના MSME ક્ષેત્રમાં માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝિસ (MSEs)ની મજબૂત હાજરી (દેશભરમાં ચોથા ક્રમે) છે, જે રાજ્યમાં ગતિશીલ અને સ્થિતિસ્થાપક ઔદ્યોગિક ઇકોસિસ્ટમના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
નાણાકીય વ્યવસ્થાપનના ક્ષેત્રમાં પણ ગુજરાતે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. નાણાકીય વર્ષ 2024માં રાજ્યની રાજકોષીય ખાધ GSDPના માત્ર 2.81% રહી, જે તમામ રાજ્યોમાં સૌથી ઓછી છે. જ્યારે રાજ્યની કુલ દેવાદારી GSDPના આશરે 18% છે, જે મોટા રાજ્યોની સરેરાશ કરતાં લગભગ 40% ઓછી છે. રાજ્યની આ મજબૂત નાણાકીય શિસ્ત રોકાણકારોને લાંબા ગાળાની સ્થિરતાનો વિશ્વાસ આપે છે.
614 અટલ ટિંકરિંગ લેબ્સથી નવીનતા આધારિત ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મળ્યો વેગ
ગુજરાતની ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પણ રોકાણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પરિબળ છે. નાણાકીય વર્ષ 2025 સુધીમાં રાજ્યમાં 614 અટલ ટિંકરિંગ લેબ્સ (ATLs)ની સ્થાપના કરવામાં આવી છે. પ્રતિ એક લાખની વસ્તીએ 1.24 ATLs સાથે ગુજરાત મોટા રાજ્યોની સરેરાશ કરતાં આશરે 19% આગળ છે. પરિણામે, નવીનતા આધારિત ઉદ્યોગો અને ભાવિ ટેક્નોલૉજીના વિકાસ માટે મજબૂત પાયો તૈયાર થયો છે.
કુપોષણ સામે ગુજરાતનો વધુ એક ‘પોષણ પ્રહાર’ :
હવે રાજ્યના તમામ આદિજાતિ વિસ્તારોના ICDS બ્લૉકમાં પહોંચી ‘દૂધ સંજીવની યોજના’
***
Ø  દૂધ સંજીવની યોજનાનું બાકી રહેલા 53 ICDS બ્લૉક સુધી વિસ્તરણ કરવાનો નિર્ણય
Ø  લાભાર્થીઓને વધુ ફૅટ ધરાવતું દૂધ આપવાના પાયલૉટ પ્રોજેક્ટની 5 જિલ્લાઓમાં શરુઆત
Ø  રૂ. 38 કરોડથી વધુની જોગવાઈ સાથે બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને મળશે નવી તાકાત
***
વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા 2009માં શરૂ કરાયેલી
 દૂધ સંજીવની યોજનાને વધુ વેગ આપતાં મુખ્યમંત્રી  ભુપેંદ્રભાઈ પટેલ
***
ગુજરાતના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ‘દૂધ સંજીવની યોજના’ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના આદિજાતિ વિસ્તારોના લોકો અને ખાસકરીને નબળા વર્ગના લોકોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે સતત પ્રયત્નશીલ મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે કરેલા આ નિર્ણયની સાથે જ કુપોષણ વિરોધી લડતમાં મહત્વની ભૂમિકા ભજવતી દૂધ સંજીવની યોજના હવે રાજ્યના તમામ આદિજાતિ ICDS બ્લૉકમાં લાગુ થઈ ગઈ છે.
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે આ અંગે એક ઠરાવ પણ કરી દીધો છે કે જેના અંતર્ગત આદિજાતિ જિલ્લાઓમાં બાકી રહેલા તમામ 53 ICDS બ્લૉકમાં દૂધ સંજીવની યોજનાનુ વિસ્તરણ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ; પહેલી વાર યોજનાના લાભાર્થીઓ માટે હાઈ-ફેટ ફોર્ટિફાઇડ દૂધના પાયલોટ પ્રોજેક્ટને પણ લીલી ઝંડી અપાઈ છે. પરિણામે હવે આદિવાસી વિસ્તારોના વધુ બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુધી વધુ પૌષ્ટિક અને પોષણયુક્ત દૂધ પહોંચશે.
નોંધનીય છે કે દૂધ સંજીવની યોજનાની શરૂઆત 24 ડિસેમ્બર, 2009ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા માત્ર 6 આદિજાતિ જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે કરવામાં આવી હતી. તેના હેઠળ લાભાર્થીઓને 200 મિલીલીટર ફોર્ટીફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.
5 વર્ષમાં 6થી 20 જિલ્લા સુધી પહોંચી યોજના
આંગણવાડીમાં આવતા બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને નિયમિત ફોર્ટિફાઇડ દૂધ આપીને કુપોષણનો દર ઘટાડવાના મુખ્ય હેતુ સાથે શરૂ કરાયેલી યોજનાના સકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને યોજનાનું સતત વિસ્તરણ થતું રહ્યું અને 5 વર્ષમાં યોજના 6થી 20 જિલ્લા સુધી પહોંચી ગઈ. યોજના હેઠળ વર્ષ 2014માં વધુ 14 આદિજાતિ જિલ્લાઓના 106 ICDS ઘટકો તથા 20 વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ કરાયો 2016થી આ યોજનામાં સહકારી ડૅરી ક્ષેત્રને પણ જોડવામાં આવ્યું અને બનાસ, અમૂલ, સુમુલ, માહી સહિત રાજ્યની વિવિધ સહકારી ડૅરીઓ દ્વારા ફોર્ટિફાઇડ દૂધનું ઉત્પાદન અને પુરવઠો શરૂ થયો. આ સહકારના કારણે યોજના વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બની.
હાલમાં દૂધ સંજીવની યોજના મુખ્યત્વે રાજ્યના 20 જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જેવા મુખ્ય આદિજાતિ જિલ્લાઓ ઉપરાંત કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ, ખેડા, જામનગર અને બોટાદના પસંદગીના વિકાસશીલ વિસ્તારોમાં લાગુ હતી, પરંતુ હજી પણ 53 ICDS બ્લૉકમાં યોજના લાગુ નહોતી.
બાકી 53 ICDS બ્લૉકના સમાવેશ અને ફૅટ વધારાને મંજૂરી
દરમિયાન ICDS કમિશ્નરની કચેરી દ્વારા યોજના હેઠળ બાકી રહેલા 53 ICDS બ્લૉકનો સમાવેશ કરવા તથા લાભાર્થીઓને અપાતાં દૂધના ફૅટનું પ્રમાણ 4.5 (9 ગ્રામ) કરવાની દરખાસ્ત કરવામાં આવી. આ દરખાસ્ત પર કાર્યવાહી કરતાં મહિલા અને બાળ વિકાસ વિભાગે ઠરાવ પસાર કરી બાકી રહેલા 53 ICDS બ્લૉકમાં દૂધ સંજીવની યોજના લાગુ કરવાની મંજૂરી આપી છે. આ સાથે જ; આ યોજના હવે રાજ્યના તમામ ICDS બ્લૉકમાં લાગુ થઈ ગઈ છે. રાજ્ય સરકારના 100 ટકા ખર્ચે 53 ICDS બ્લૉકમાં દૂધ સંજીવની યોજના શરૂ કરવાના નિર્ણયથી હજારો નવા લાભાર્થી બાળકો અને માતાઓ યોજનાના દાયરામાં આવશે અને આદિજાતિ વિસ્તારોમાં પોષણની સમાન ઉપલબ્ધિ સુનિશ્ચિત થશે.
એટલું જ નહીં; ઠરાવ મુજબ હવે યોજનામાં દુધની ગુણવત્તાનો પણ નવો માપદંડ ઉમેરાયો છે. અત્યાર સુધી આપાતા ફોર્ટિફાઇડ દૂધમાં 1.5 ટકા ફેટ હતું. હવે પસંદગીના જિલ્લાઓમાં વધુ ચરબીયુક્ત દૂધ આપવાનો પાયલૉટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. તેમાં નર્મદા, દાહોદ અને ડાંગ જિલ્લામાં 3 ટકા ફેટવાળું દૂધ આપવામાં આવશે; જ્યારે વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં 4.5 ટકા ફેટવાળું દૂધ આપવામાં આવશે. આ વધારાનું ફૅટ બાળકોના શારીરિક વિકાસ, ઊર્જા અને પોષણની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવામાં મદદરૂપ બનશે.
રૂ. 38.0125 કરોડની જોગવાઈ સાથે પારદર્શકતા પર ભાર
રાજ્ય સરકારે આ વિસ્તરણ માટે અંદાજે રૂ. 37.709 કરોડની જોગવાઈ કરી છે, જ્યારે હાઈ-ફેટ પાયલૉટ પ્રોજેક્ટ માટે અલગથી રૂ. 0.3035 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ખર્ચ સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવશે.
યોજનાના અમલીકરણમાં પારદર્શિતા જળવાઈ રહે; તે માટે પણ મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. તમામ પ્રક્રિયાઓને ઑનલાઈન બનાવવામાં આવશે, જરૂરી ખરીદી GeM પોર્ટલ મારફતે કરવામાં આવશે, નાણાકીય સહાય DBT પદ્ધતિથી આપવામાં આવશે અને સમયાંતરે સોશિયલ ઓડિટ તથા થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ ફરજિયાત રહેશે. આથી યોજનાનો લાભ વાસ્તવિક લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચે; તે સુનિશ્ચિત થશે.
દૂધ સંજીવની યોજના માત્ર દૂધ વિતરણની યોજના નથી, પરંતુ ગુજરાતના આગામી પેઢીના આરોગ્યમાં કરવામાં આવતું એક લાંબા ગાળાનું રોકાણ છે. કુપોષણ સામેની લડત, માતા અને બાળકના આરોગ્યમાં સુધારો, આદિજાતિ વિસ્તારોમાં પોષણની સમાન તક અને સહકારી ડૅરી વ્યવસ્થાનો સફળ ઉપયોગ; આ તમામ બાબતોને એક સાથે જોડતી આ યોજના હવે નવા તબક્કામાં પ્રવેશી છે. બાકી રહેલા તમામ ICDS બ્લૉક સુધી વિસ્તરણ અને હાઈ-ફેટ દૂધના પ્રયોગ સાથે ગુજરાત સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યના કોઈપણ બાળકનું ભવિષ્ય પોષણના અભાવે નબળું ન પડે; તે માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે.
તા. ૧૮ જુલાઈ ૨૦૨૬
મુખ્યમંત્રી પહોંચ્યા ગાંધીનગરના મહુન્દ્રાના પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ખેતી ફાર્મમાં
————
ભવિષ્યની પેઢી અને જમીન બેયના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી સિવાય કોઈ વિકલ્પ નથી: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ
———–
જમીનમાં કાર્બનનું પ્રમાણ સુધારવા અને રોગમુક્ત સમાજ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા મુખ્યમંત્રીનું આહ્વાન
———–
અદના ગ્રામજન જેમ ખાટલે બેસીને ગ્રામજનો-ખેડૂતો સાથે સહજ સંવાદ સાધ્યો
———–
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ બેક ટુ બેઝિકના આપેલા વિચારને ગ્રામીણ ખેડૂતો સુધી પહોંચાડવાનો મુખ્યમંત્રીનો નવતર
પ્રયોગ: પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની જાત મૂલાકાત
———
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આપેલા બેક ટુ બેઝિકના વિચારને ગ્રામીણ ખેડૂતો સુધી વ્યાપક પણે પહોંચાડવાનો નવતર
અભિગમ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક કૃષિ ફાર્મની પ્રત્યક્ષ મૂલાકાતથી અપનાવ્યો છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ગાંધીનગર તાલુકાના મહુન્દ્રા ગામના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ યુવા ખેડૂત અલ્પેશ પટેલના
મોડેલ ફાર્મની જાત મૂલાકાત લીધી હતી. તેમણે ગૌશાળામાં ગાયોના રખરખાવ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની માહિતી
મેળવવામાં પણ ઊંડો રસ દાખવ્યો હતો.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ પ્રાકૃતિક ફાર્મની મૂલાકાત લઈને મહુન્દ્રાના ગ્રામજનો સાથે ખાટલે બેસીને અદના ગ્રામજન જેમ
પ્રેરણાદાયી સહજ સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણી ભવિષ્યની પેઢીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ સાચો વિકલ્પ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે,
રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગથી થતા ગંભીર રોગો સામે માનવ સ્વાસ્થ્યને બચાવવાનો અને માનવજાત તથા જમીનનું
સ્વાસ્થ્ય સુધારવાનો આ સેવા યજ્ઞ છે.
જમીનના ઘટતા જતા સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આજે જમીનમાં કાર્બનનું પ્રમાણ ચિંતાજનક
રીતે ઘટી ગયું છે. જમીન અને માનવ શરીર બંનેનું સ્વાસ્થ્ય સુધરે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર મજબૂત વિકલ્પ છે. તેમણે
દરેક નાગરિકને કુદરતી સંસાધનોના સંરક્ષણની જવાબદારી ઉપાડવા અનુરોધ કર્યો હતો.
પાણીની અછત અને અનિયમિત વરસાદની સમસ્યાના કાયમી ઉકેલ માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં
ચાલી રહેલા 'અમૃત સરોવર' અને 'ખેત તલાવડી'ના અભિયાનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, સુજલામ સુફલામ જેવી
યોજનાઓ અંતર્ગત અગાઉ તળાવો ભરવાની જે મર્યાદા ૩ કિલોમીટરની હતી, તે સરકારે વધારીને હવે ૭ કિલોમીટર કરી દીધી
છે.
વડાપ્રધાનએ શુક્રવારે જ શરૂ કરાવેલી હાઇડ્રોજન ટ્રેનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ ગ્રીન એનર્જી
તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારત આ ક્ષેત્રમાં ક્યાંય પાછું પડે તેમ નથી.
મુખ્યમંત્રીએ રોજબરોજની જીવનશૈલીમાં પણ પર્યાવરણ પૂરક બદલાવ લાવવા અપીલ કરી હતી. શાકભાજી કે અન્ય
ચીજવસ્તુઓના વેચાણમાં પ્લાસ્ટિકની કોથળીઓના સ્થાને કાગળની થેલીઓનો ઉપયોગ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે
ઉમેર્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગ અને પર્યાવરણ બંનેનો સમાન ખ્યાલ રાખીને સંતુલિત વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
આ સંવાદ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના જાત-અનુભવો રજૂ કરીને અન્ય ખેડૂતોને પણ
રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપી હતી, તેમજ કૃષિ વૈજ્ઞાનિકો અને સરકારી અધિકારીઓ તરફથી મળતા સતત
માર્ગદર્શનને બિરદાવ્યું હતું.
મુખ્યમંત્રીએ શિવપુરા કંપા ખાતે પ્રગતિશીલ ખેડૂત  શાંતિલાલભાઈ પટેલના મોડલ ફાર્મની મુલાકાત પણ લીધી હતી.
આ પ્રસંગે કૃષિ વિભાગના અગ્ર સચિવ  આર સી મીણા, ઇન્ચાર્જ કલેક્ટર  જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી
હસરત જાસ્મિન, જિલ્લા ખેતીવાડી અધિકારી શશિકાંત પટેલ, જિલ્લા બાગાયત અધિકારી હેતલબેન અને આત્માના
પ્રોજેક્ટ ડાયરેક્ટર  વરમોરા તથા સ્થાનિક અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં ખેડૂતો-ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
તા. ૧૭ જુલાઈ ૨૦૨૬
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દેશના શહેરી વિકાસમાં આમૂલ પરિવર્તન માટે શરૂ કરાવેલા અર્બન ચેલેન્જ ફંડમાંથી
અમદાવાદના 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે 2719 કરોડ રૂપિયા મંજૂર થયા
——–
::આ પ્રોજેક્ટ્સ માટે મળશે કેન્દ્રીય સહાય::
 અમદાવાદ શહેરના જૂના-જર્જરિત ગટર નેટવર્કનું પૂર્નવસન
 ઈન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ
 પશ્ચિમ ઝોન માટે ઈન્ટીગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસેલિટી
 ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સિસ્ટમ ITMS અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમ
———-
:અમદાવાદ શહેરને થનારા લાભ:
 અમદાવાદ શહેરના ગટર નેટવર્કના રીહેબીલીટેશનથી ગટર ઓવરફ્લો તથા લીકેજ જેવી સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.
 સમગ્ર ગટર અને સ્ટોર્મ વોટર સિસ્ટમનું રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ અને સ્માર્ટ સંચાલન શક્ય બનશે.
 ગટરનાં સ્લજમાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીના ઉત્પાદનથી પર્યાવરણને અનુકૂળ અને સર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન
મળશે.
——–
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સિટિઝન સેન્ટ્રિક, ટેક્નોલોજી બેઈઝ્ડ અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ વધુ મજબૂત
બનશે
———-
અર્બન ચેલેન્જ ફંડમાંથી ગુજરાતને 6475 કરોડ સહાય ઉપલબદ્ધ કરાવાઈ
———–
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દેશના શહેરી વિકાસમાં આમૂલ પરિવર્તન માટે શરૂ કરાવેલા અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદ
મહાનગરમાં 6 જેટલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કુલ 2719.80
કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજુર કરેલા આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર
નેટવર્કના પુર્નવસન માટે 852.93 કરોડ, પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુર્નવસન માટે 551.35 કરોડ, અમદાવાદ
શહેરના વિવિધ વિસ્તારોમાં જૂના ગટર નેટવર્કના પુર્નવસન માટે 290.24 કરોડ તથા ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે
215 કરોડ અને 125 TPDની ઇન્ટીગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસીલીટી માટે 479.25 તેમજ ITMS અને AFCS માટે 331.03
કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ્સ કાર્યરત થતાં અમદાવાદ શહેરના ગટર નેટવર્કનું રીહેબીલીટેશન કરીને ગટર ઓવરફ્લો તથા લીકેજ જેવી સમસ્યામાં
નોંધપાત્ર ઘટાડો થશે.
એટલું જ નહિ, સમગ્ર ગટર અને સ્ટોર્મ વોટર સિસ્ટમનું રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ અને સ્માર્ટ સંચાલન શક્ય બનશે.
ઉપરાંત, ગટરનાં સ્લજમાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીના ઉત્પાદનથી પર્યાવરણને અનુકૂળ અને સર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન
મળશે.
ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સિસ્ટમ ITMS અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમના કારણે AMTS, BRTS અને મેટ્રો માટે
કોમન મોબિલિટી કાર્ડ અને કોમન જર્ની એપ્લિકેશન મારફતે નાગરિકોને સરળ મુસાફરીની સેવા, જાહેર પરિવહન સંબંધિત સચોટ
અને રિયલ-ટાઈમ માહિતી, આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજેન્સ નો ઉપયોગ કરીને રૂટનું કાર્યક્ષમ આયોજન તેમજ આધુનિક ઈન બસ
સર્વેલન્સ દ્વારા એન્હાન્સડ ઇન્સીડેંટ મેનેજમેન્ટ સાથે સુરક્ષિત અને સલામત સવારીની સુવિધા મળતી થશે.
આ પ્રોજેક્ટ્સ દ્વારા અમદાવાદને વધુ સ્માર્ટ, સ્વચ્છ, રિઝિલિયન્ટ અને વૈશ્વિક ધોરણોનું શહેર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ
પ્રગતિ થશે. કાર્યક્ષમ, ટકાઉ અને ભવિષ્યલક્ષી શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસશે તથા નાગરિકોને વધુ ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સિટિઝન સેન્ટ્રિક, ટેક્નોલોજી બેઈઝ્ડ અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટેનું વિઝન
અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત મળેલી આ મંજૂરીથી વધુ મજબૂત બનશે.
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા દેશના શહેરોને
માર્કેટ આધારિત ધિરાણ અને સંતુલિત પ્રાદેશિક વિકાસ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવા માટે અર્બન ચેલેન્જ ફંડ શરૂ કરવામાં
આવેલું છે અને 5 વર્ષ દરમિયાન કુલ 1 લાખ કરોડની કેન્દ્રીય સહાય માર્કેટ લેડ અર્બન ટ્રાન્સફર્મેશન માટે આ ફંડ પૂરી પાડે છે.
આ યોજના અન્વયે ક્રિએટિવ રિડેવલપમેન્ટ ઓફ સીટીઝ, સીટીઝ એઝ ગ્રોથ હબ અને વોટર એન્ડ સેનિટેશન એમ ત્રણ
વર્ટિકલ્સમાં પ્રોજેક્ટના કામો કરી શકાય છે.
ગુજરાતને અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત 6,475 કરોડની કેન્દ્રીય સહાય ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. જેનાથી રાજ્યના શહેરો
દ્વારા કુલ 25 હજાર 900 કરોડની રકમના કામો અર્બન ચેલેન્જ ફંડ અંતર્ગત હાથ ધરી શકાશે.
આ ફંડ અંતર્ગત પ્રોજેક્ટ્સની રકમના 25 ટકા કેન્દ્ર સરકારની સહાય, 25 ટકા રાજ્ય સરકારની સહાય અને બાકીના 50 ટકા
મ્યુનિસિપલ બોન્ડ, લોન અથવા PPP દ્વારા ઉપલબ્ધ કરવાની રહે છે.
તદઅનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાને આ 6 પ્રોજેક્ટ્સ માટે 679.95 કરોડની કેન્દ્રીય સહાય તથા 679.95 કરોડની
રાજ્ય સરકારની સહાય મળશે બાકીની રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોનથી મેળવશે.
વિશ્વ વારસાઓને વધુ ભવ્ય-દિવ્ય બનાવી રહી છે ગુજરાત સરકાર
***
પાવાગઢ પર ‘વિકાસ પતાકા’ : રૂ. 359 કરોડના મેગા માસ્ટર પ્લાન
થકી મહાકાળી ધામમાં આધુનિક સુવિધાઓના નિર્માણનો ધમધમાટ
***
Ø  બે તબક્કામાં રૂ. 121 કરોડના ખર્ચે મંદિર તથા પરિસરમાં નવીનીકરણ-વિસ્તૃતીકરણ સહિત વિકાસ કાર્યોની વણઝાર
Ø  545 ચોરસ મીટરથી લગભગ 6 ગણું વધીને 2980 ચોરસ મીટર જેટલું વિશાળ બન્યું મંદિર પરિસર
Ø  માંચીથી મંદિર સુધી 2374 સીડીઓનું નિર્માણ તથા પાથ-વે બન્યો વધુ સુવિધાજનક
Ø  રૂ.148 કરોડના ત્રીજા તબક્કામાં માંચી ખાતે મલ્ટીલેવલ પાર્કિંગની કામગીરી પૂર્ણ, ચાંપાનેર તથા વડા તળાવના વિકાસ કાર્યોનું આયોજન
***
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના
 માર્ગદર્શનમાં વડાપ્રધાનનો ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્ર થઈ રહ્યો છે સાકાર
***
ગુજરાત સહિત દેશ-દુનિયાના પ્રવાસીઓ તેમજ માઈભક્ત શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ ‘મહાકાળી મંદિર-પાવાગઢ’ એક મહત્વનું હૉટ ફેવરેટ હેરિટેજ-રિલીજિયન ટુરિઝમ સ્પૉટ છે. પાવાગઢ યાત્રાધામ પ્રાચીન-પુરાતન કાળથી માઈભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. એટલું જ નહીં; પાવાગઢ-મહાકાળી મંદિર સહિત સમગ્ર ચાંપાનેર આર્કિયોલૉજી પાર્કનો યુનેસ્કોની વિશ્વ વારસા યાદીમાં પણ સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી તેમજ યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો હવાલો ધરાવતા  હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર જ્યારે રાજ્યની તમામ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના સંરક્ષણ તેમજ વિકાસ માટે પ્રતિબદ્ધ છે, ત્યારે પાવાગઢ-ચાંપાનેરમાં પણ વિકાસ તેમજ સુવિધાઓના સતત વિસ્તરણનો ધમધમાટ ચાલી રહ્યો.
ગુજરાત સરકાર ફરકાવી રહી છે પાવાગઢ પર ‘વિકાસ પતાકા’
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર કરોડો હિંદુઓ અને માઈભક્તોની આસ્થાના આ વિશ્વ પ્રસિદ્ધ કેન્દ્ર પર વિકાસની પતાકા ફરકાવી રહી છે. રાજ્ય સરકારે પાવાગઢના સર્વાંગી વિકાસ માટે રૂ. 359 કરોડ કરોડથી વધુના ખર્ચે મેગા માસ્ટર પ્લાન સાથે અહીં વિકાસ કાર્યો અને માળખાકીય સુવિધાઓની વણઝાર શરૂ કરી છે. ચાર તબક્કાઓ ધરાવતા મેગા માસ્ટર પ્લાન હેઠળ પાવાગઢમાં મોટાપાયે યાત્રાળુ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કાર્યો હાથ ધરાયા છે, જેમાં પ્રથમ અને બીજો તબક્કાના કાર્યો પૂર્ણ થઈ ગયા છે.
બે તબક્કાઓમાં શ્રદ્ધાળુઓને મળી રૂ. 121 કરોડની સુવિધાઓ
ગુજરાત સરકાર તેમજ તેના સાહસ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ મેગા માસ્ટર પ્લાન અંતર્ગત પાવાગઢ ખાતે પ્રથમ બે તબક્કાઓમાં રૂ. 121 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને સુવિધાઓની મોટી ભેટ આપવામાં આવી છે. તેમાં સૌથી મહત્વનું છે મંદિર તથા મંદિર પરિસરનું નવીનીકરણ-વિસ્તૃતીકરણ. અગાઉ મંદિર પરિસર 545 ચોરસ મીટરનું હતું, જે હવે ત્રણ લેવલમાં 2980 ચોરસ મીટર જેટલું વિશાળ થઈ ગયું છે. સાથે જ; પરિસરમાં પાથ-વે પર વીજળીકરણ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત; માંચી ચોકથી મંદિર પરિસર સુધી સીડીઓના નવીનીકરણ-વિસ્તૃતીકરણ અંતર્ગત 3.01 કિલો મીટર પહોળા પાથ-વે સાથે કુલ 2374 સીડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ત્રીજા-ચોથા તબક્કાઓમાં વધુ વૈભવી બનશે મહાકાળી ધામ
પાવાગઢના મહાકાળી ધામને ત્રીજો અને ચોથો તબક્કો વધુ વૈભવી બનાવશે, જેમાં રૂ. 238 કરોડ ખર્ચવામાં આવશે. તેમાં રૂ. 148 કરોડના ખર્ચ સાથે ત્રીજા તબક્કાને ‘ફેઝ-3એ’ અને ‘ફેજ-3બી’માં વહેંચવામાં આવ્યો છે. રૂ. 13.68 કરોડની જોગવાઈ ધરાવતા ‘ફેઝ3-એ’માં માંચી ચોકમાં મલ્ટી-લેવલ પાર્કિંગનું કામ પૂર્ણ થયું છે. તે જ રીતે; ‘ફેઝ-3બી’માં રૂ. 135.19 કરોડના ખર્ચે ચાંપાનેરમાં આંતરિક-બાહ્ય રસ્તાઓ, પાથ-વે, ઇલેક્ટ્રિફિકેશન, પ્લાન્ટેશન, 600થી વધુ સ્કૂટર-કાર માટે વિશાળ પાર્કિંગ, બસ સુવિધાના કાર્યો અને આ ઉપરાંત; વડા તળાવ પરિક્ષેત્રમાં ઉદ્યાન, ઘાટ, વોટર જેટ્ટી, ફૂટઓવર બ્રિજ, થીમ પાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા, એક્ટિવિટી એરિયા, બર્ડ વોચ ટાવર, ક્રાફ્ટ સ્ટોલ અને 500 કાર પાર્કિંગની સુવિધાઓ સામેલ હશે.
‘વિકાસ ભી, વિરાસત ભી’ માટે સતત પ્રયત્નશીલ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ
આમ; એક બાજુ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ, વિરાસત અને ઓળખના પુનર્જાગરણ માટે ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે કામ કરી રહ્યા છે, તો બીજી બાજુ ગુજરાતમાં મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો હવાલો ધરાવતાં  હર્ષ સંઘવી પણ દરેક નાના-મોટા યાત્રાધામ-તીર્થધામ તથા આસ્થાસ્થળને તેના પ્રાચીન-પુરાતનકાલીન ઇતિહાસ સાથે જોડવા તેમજ શ્રદ્ધાળુઓની સુવિધાની સાથે-સાથે યાત્રાધામોને આધુનિક સુવિધાઓથી સુસજ્જ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
‘પાવાગઢ પુનરુદ્ધાર’ના ચાર વર્ષ, શ્રદ્ધાળુઓની સંખ્યા બમણી થઈને 3.84 કરોડને પાર
………………………..
દરમિયાન ગત 18 જૂન, 2026ના રોજ ‘પાવાગઢ પુનરુદ્ધાર’ના ચાર વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ 18 જૂન, 2022ના રોજ પાવાગઢના નવ નિર્મિત શિખર પર 500 વર્ષ બાદ કલશ તથા ધ્વજારોહણ કર્યું હતું. પાવાગઢ પુનરુત્થાન બાદ અહીં આવનારા માઈભક્તો, શ્રદ્ધાળુઓ અને ધાર્મિક પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. પાવાગઢ પુનરુત્થાન બાદ એટલે કે વર્ષ 2022-23થી 2025-26 (18 જૂન, 2026 સુધી) એટલે કે ચાર વર્ષમાં 3 કરોડ 84 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પાવાગઢની યાત્રાએ પહોંચ્યા. આ પહેલાં 2016-17થી 2021-22 સુધીના પાંચ વર્ષમાં 2.32 કરોડ શ્રદ્ધાળુઓએ પાવાગઢની યાત્રા કરી હતી. કુલ મળીને 2016-17થી 2025-26 સુધી 6.17 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા. 2016-17માં જ્યાં માત્ર 38.67 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, ત્યાં 2025-26માં આ આંકડો છ ગણો વધીને 6.17 કરોડથી વધુ પર પહોંચી ગયો. એવામાં પાવાગઢ ખાતે સરકાર દ્વારા મેગા માસ્ટર પ્લાન હેઠળ કરાઈ રહેલા વિકાસ-સુવિધા કામોના પગલે શ્રદ્ધાળુઓની સુવિધા તેમજ સંખ્યામાં વધુ વધારો થશે.
ગાંધીનગરના મહુન્દ્રાના પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ખેતી ફાર્મમાં
————
ભવિષ્યની પેઢી અને જમીન બેયના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી
 સિવાય કોઈ વિકલ્પ નથી: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ
———–
જમીનમાં કાર્બનનું પ્રમાણ સુધારવા અને રોગમુક્ત સમાજ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા મુખ્યમંત્રીનું આહ્વાન
———–
અદના ગ્રામજન જેમ ખાટલે બેસીને ગ્રામજનો-ખેડૂતો સાથે સહજ સંવાદ સાધ્યો
———–
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ બેક ટુ બેઝિકના આપેલા વિચારને ગ્રામીણ ખેડૂતો સુધી પહોંચાડવાનો મુખ્યમંત્રીનો નવતર પ્રયોગ: પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની જાત મૂલાકાત
———
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આપેલા બેક ટુ બેઝિકના વિચારને ગ્રામીણ ખેડૂતો સુધી વ્યાપક પણે પહોંચાડવાનો નવતર અભિગમ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક કૃષિ ફાર્મની પ્રત્યક્ષ મૂલાકાતથી અપનાવ્યો છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ગાંધીનગર તાલુકાના મહુન્દ્રા ગામના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ યુવા ખેડૂત અલ્પેશ પટેલના મોડેલ ફાર્મની જાત મૂલાકાત લીધી હતી. તેમણે ગૌશાળામાં ગાયોના રખરખાવ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવવામાં પણ ઊંડો રસ દાખવ્યો હતો.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ પ્રાકૃતિક ફાર્મની મૂલાકાત લઈને મહુન્દ્રાના ગ્રામજનો સાથે ખાટલે બેસીને અદના ગ્રામજન જેમ પ્રેરણાદાયી સહજ સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણી ભવિષ્યની પેઢીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ સાચો વિકલ્પ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગથી થતા ગંભીર રોગો સામે માનવ સ્વાસ્થ્યને બચાવવાનો અને માનવજાત તથા જમીનનું સ્વાસ્થ્ય સુધારવાનો આ સેવા યજ્ઞ છે.
જમીનના ઘટતા જતા સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આજે જમીનમાં કાર્બનનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી ગયું છે. જમીન અને માનવ શરીર બંનેનું સ્વાસ્થ્ય સુધરે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર મજબૂત વિકલ્પ છે. તેમણે દરેક નાગરિકને કુદરતી સંસાધનોના સંરક્ષણની જવાબદારી ઉપાડવા અનુરોધ કર્યો હતો.
પાણીની અછત અને અનિયમિત વરસાદની સમસ્યાના કાયમી ઉકેલ માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલા ‘અમૃત સરોવર’ અને ‘ખેત તલાવડી’ના અભિયાનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, સુજલામ સુફલામ જેવી યોજનાઓ અંતર્ગત અગાઉ તળાવો ભરવાની જે મર્યાદા ૩ કિલોમીટરની હતી, તે સરકારે વધારીને હવે ૭ કિલોમીટર કરી દીધી છે.
વડાપ્રધાનએ શુક્રવારે જ શરૂ કરાવેલી હાઇડ્રોજન ટ્રેનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારત આ ક્ષેત્રમાં ક્યાંય પાછું પડે તેમ નથી.
મુખ્યમંત્રીએ રોજબરોજની  જીવનશૈલીમાં પણ પર્યાવરણ પૂરક બદલાવ લાવવા અપીલ કરી હતી. શાકભાજી કે અન્ય ચીજવસ્તુઓના વેચાણમાં પ્લાસ્ટિકની કોથળીઓના સ્થાને કાગળની થેલીઓનો ઉપયોગ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગ અને પર્યાવરણ બંનેનો સમાન ખ્યાલ રાખીને સંતુલિત વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
આ સંવાદ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના જાત-અનુભવો રજૂ કરીને અન્ય ખેડૂતોને પણ રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપી હતી, તેમજ કૃષિ વૈજ્ઞાનિકો અને સરકારી અધિકારીઓ તરફથી મળતા સતત માર્ગદર્શનને બિરદાવ્યું હતું.
મુખ્યમંત્રીએ શિવપુરા કંપા ખાતે પ્રગતિશીલ ખેડૂત  શાંતિલાલભાઈ પટેલના મોડલ ફાર્મની મુલાકાત પણ લીધી હતી.
આ પ્રસંગે કૃષિ વિભાગના અગ્ર સચિવ  આર સી મીણા, ઇન્ચાર્જ કલેક્ટર  જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી  હસરત જાસ્મિન, જિલ્લા ખેતીવાડી અધિકારી શશિકાંત પટેલ, જિલ્લા બાગાયત અધિકારી હેતલબેન અને આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર  વરમોરા તથા સ્થાનિક અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં ખેડૂતો-ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ચોમાસામાં મચ્છરજન્ય રોગો સામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં:
 મેલેરિયાના રેકોર્ડબ્રેક ૯૪ લાખથી વધુ ટેસ્ટ, ૪૮૬ દર્દીઓને મળી ફ્રી સારવાર
****************
રાજ્યમાં ૧૯,૫૦૦ ટીમોથી વધુ આરોગ્યની ટીમો દ્વારા
૬.૫૧ કરોડની વસ્તીનું સર્વેલન્સ, ૨૯ લાખ બ્રીડિંગ સાઇટ્સનો નાશ
***************
ગુજરાતમાં ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક્શન મોડમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં ‘રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ અંતર્ગત યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અભિયાન હેઠળ વર્ષ-૨૦૨૬માં મેલેરિયાના વહેલા નિદાન માટે અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક ૯૪ લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં પોઝિટિવ જણાતા તમામ ૪૮૬ દર્દીઓને તંત્ર દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાના સચોટ નિદાન માટે રાજ્યની મેડિકલ કોલેજો સંલગ્ન ૪૨ હોસ્પિટલોમાં ખાસ નિદાન કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુ માટે ૬૫,૨૯૩ અને ચિકુનગુનિયા માટે ૯,૯૬૩ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
મચ્છરોનો નાશ કરવા માટે આરોગ્ય વિભાગની ટીમો સીધી નાગરિકોના ઘર સુધી પહોંચી રહી છે. આ વર્ષે હાઉસ-ટુ-હાઉસ ઝુંબેશના બીજા રાઉન્ડ અંતર્ગત ૧૯,૫૦૦થી વધુ આરોગ્ય ટીમોએ ૬.૫૧ કરોડથી વધુની વસ્તીને સર્વેલન્સ હેઠળ આવરી લીધી હતી. આ હાઉસ-ટુ-હાઉસ સર્વે દરમિયાન તાવના લક્ષણો ધરાવતા દર્દીઓની તપાસ કરી મેલેરિયાના ૨૮ નવા કેસ શોધી કાઢવામાં આવ્યા હતા અને તુરંત જ તેમની સારવાર શરૂ કરી દેવાઈ હતી.
મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ૨૯ લાખથી વધુ મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો -બ્રીડિંગ સાઇટ્સ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, મચ્છરોના સફાયા માટે ૩ લાખથી વધુ ઘરોમાં ફોગિંગ -ધુમાડો કરવામાં આવ્યું છે. મચ્છરોનો ફેલાવો અટકાવવા કાયમી ધોરણે પાણી ભરાઈ રહેતું હોય તેવા ૪,૯૯૮ સ્થળો પર મચ્છરોના પોરા ખાઈ જતી ખાસ ‘પોરાભક્ષક’ -લાર્વીવોરસ માછલીઓ મૂકવામાં આવી છે. તદુપરાંત, રાજ્યના સંવેદનશીલ ૨૪ જિલ્લાના ૧૧૬ ગામોની ૧.૦૬ લાખની વસ્તીને જંતુનાશક દવાના પ્રથમ રાઉન્ડ હેઠળ આવરી લેવાઈ છે, જ્યારે આ દવાનો બીજો રાઉન્ડ આગામી ૧ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં વાહકજન્ય રોગો સામેની આ લડતને જન-આંદોલન બનાવવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ ગુજરાતના તમામ સરપંચોને વહીવટી અને સામાજિક સહકાર આપવા અપીલ કરી છે. આ રોગચાળાને નાથવા માટે રાજ્યના તમામ સ્તરે મેલેરિયા વિરોધી ઔષધો, જંતુનાશકો અને લાર્વીસાઈડ્સનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવાયો છે. સોશિયલ મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જનજાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે. બીજી તરફ, ગુજરાતને વાહકજન્ય રોગોથી સંપૂર્ણ સુરક્ષિત રાખવા માટે આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર પરિસ્થિતિનું દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે કડક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ‘રોબોફેસ્ટ ગુજરાત ૬.૦’નું સાયન્સ એન્ડ ટેક્નોલોજી
મંત્રી  અર્જુન મોઢવાડિયાના હસ્તે કરાયું લોન્ચિંગ
—-
વિજેતાઓ અને પ્રોટોટાઇપ બનાવનાર પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ રૂ. પાંચ કરોડની ઇનામી રકમ
—–
વિવિધ MOU:
Ø  GUJCOST અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે રાજ્યવ્યાપી ડ્રોન લેબોરેટરી નેટવર્કની સ્થાપના માટે સમજૂતી કરાર
Ø  GUJCOST અને નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NRDC) વચ્ચે ટેક્નોલોજી ટ્રાન્સફર, બૌદ્ધિક સંપદા સંરક્ષણ, સ્ટાર્ટઅપ્સ અને MSMEs માટે ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ વગેરેને પ્રોત્સાહન આપવામાં સમજૂતી કરાર
—-
ગુજરાત આજે પરંપરાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા રાજ્યમાંથી હાઈ-ટેક “સનરાઈઝ સેક્ટર્સ” જેવા કે સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને હાઈપર-સ્કેલ ડેટા સેન્ટર્સના વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યું છે, તેમ ‘રોબોફેસ્ટ ગુજરાત ૬.૦’ના લોન્ચિંગ કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. ગુજરાતમાં વર્ષ ૨૦૦૬માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સ્થાપિત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આજે સ્પેસ ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને આગામી ક્વોન્ટમ મિશન સહિતના ૧૧ મુખ્ય વર્ટિકલ્સ પર કાર્ય કરી રહ્યું છે. ભૂતકાળમાં જ્યાં પ્રાથમિક શાળાઓના વિજ્ઞાન મેળાઓ સામાન્ય મોડલ્સ પૂરતા સીમિત હતા, ત્યાં આજે ગુજકોસ્ટ આયોજિત ‘રોબોફેસ્ટ’ જેવા મંચો થકી હજારો યુવા વિદ્યાર્થીઓ મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ અને આઈટીના સમન્વયથી અત્યંત જટિલ વાસ્તવિક રોબોટ્સનું નિર્માણ કરી શિક્ષણ ક્ષેત્રે આવેલા ક્રાંતિકારી બદલાવને પ્રદર્શિત કરી રહ્યા છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા દેશની સૌથી પ્રતિષ્ઠિત અને પ્રતિભાશાળી રોબોટિક સ્પર્ધા ‘રોબોફેસ્ટ ગુજરાત ૬.૦’નું ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
મંત્રી  મોઢવાડિયાએ કહ્યું હતું કે, રોબોટિક્સ ટેકનોલોજી માત્ર વૈજ્ઞાનિક સંશોધન પૂરતી મર્યાદિત ન રહેતા માનવજીવન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય બની ચૂકી છે. તબીબી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિના ઉદાહરણરૂપે, એશિયાની ખ્યાતનામ કિડની ઇન્સ્ટિટ્યૂટ (IKDRC) ખાતે તાજેતરમાં જ રોબોટિક સર્જરીના માધ્યમથી સાત જટિલ લિવર ટ્રાન્સપ્લાન્ટ ૧૦૦ ટકા સફળતાના દર સાથે પીડારહિત રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે. બીજી તરફ, બદલાતા વૈશ્વિક પ્રવાહો વચ્ચે ભવિષ્યના યુદ્ધો સૈનિકો દ્વારા સીધા સરહદ પર લડાવાને બદલે અદ્યતન રોબોટ્સ, ડ્રોન્સ અને બંકરમાં બેસીને સંચાલિત થતી આધુનિક શસ્ત્ર પ્રણાલી દ્વારા લડવામાં આવી રહ્યા છે. આમ, દેશના સાર્વભૌમત્વ અને સરહદી સુરક્ષાને અખંડ રાખવા માટે રોબોટિક એન્જિનિયરિંગમાં આત્મનિર્ભરતા અત્યંત આવશ્યક છે.
વર્ષ ૨૦૨૨ સુધી સેમિકન્ડક્ટર ક્ષેત્રે નહિવત હાજરી ધરાવતું ભારત આજે ગુજરાતના સક્રિય યોગદાનથી વૈશ્વિક પટલ પર અગ્રેસર બનવા જઈ રહ્યું છે. દેશના ૧૨ મોટા નિર્માણધીન પ્રોજેક્ટ્સમાંથી ૬ પ્રોજેક્ટ્સ માત્ર ગુજરાતમાં જ પ્રગતિ હેઠળ છે. તે જ રીતે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં અત્યંત મહત્વપૂર્ણ એવા હાઈપર-સ્કેલ ડેટા સેન્ટર્સના ક્ષેત્રમાં પણ ભારત આગામી ૫ વર્ષમાં અભૂતપૂર્વ રોકાણ સાથે વૈશ્વિક સ્તરે મોખરાનું સ્થાન હાંસલ કરવા સજ્જ બન્યું છે. આ વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને યુવાધનના નવતર વિચારો જો સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિક સાહસોમાં રૂપાંતરિત થશે, તો જ વડાપ્રધાનનું ‘વિકસિત ભારત@૨૦૪૭’ નું રાષ્ટ્રીય સ્વપ્ન સાકાર થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રો વોસ્ટ ડૉ. કલ્પેશ વાડરાએ કહ્યું હતું કે, આજે જુનિયર અને સિનિયર કેટેગરીના વિજેતાઓની સર્જનાત્મકતા જોતાં સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ઈનોવેટિવ ઉદ્યોગસાહસિકોની ક્યારેય અછત નહીં રહે. આ સાથે જ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને ગુજકોસ્ટ વચ્ચે રાજ્યવ્યાપી ‘ડ્રોન લેબોરેટરી નેટવર્ક’ ની સ્થાપના માટેના એક ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે રાજ્યમાં શિક્ષણ, સુરક્ષા, કૌશલ્ય વિકાસ અને ઈનોવેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.
આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને ડ્રોન જેવી ઉભરતી ટેક્નોલોજીઓ દ્વારા સંચાલિત તકનીકી ક્રાંતિના સાક્ષી બની રહ્યા છીએ, જેમાં ડ્રોન સુશાસન, આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષાનું એક અનિવાર્ય હિસ્સો બની ગયું છે. ભારત સરકારે પ્રગતિશીલ સુધારાઓ દ્વારા દેશમાં એક મજબૂત ડ્રોન ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે, જે વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતું બજાર છે. આ સંદર્ભમાં, ગુજકોસ્ટ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચેની આ ભાગીદારી સમગ્ર ગુજરાતમાં ‘હબ એન્ડ સ્પોક’ મોડલ હેઠળ ડ્રોન ટ્રેનિંગ ઇકોસિસ્ટમ અને લેબોરેટરીઝનું નેટવર્ક ઊભું કરશે. આ પહેલ માત્ર પાઇલટ્સને તાલીમ આપવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભવિષ્ય માટે એક કુશળ કાર્યબળ, સંશોધકો અને ટેક્નોલોજી લીડર્સ તૈયાર કરીને ગુજરાતને ભારતના ટેક્નોલોજીકલ પરિવર્તનમાં અગ્રેસર રાખશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન-NRDCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર  બિજયકુમાર સાહુએ જણાવ્યું હતું કે, આજે NRDC અને GUJCOST વચ્ચે કરવામાં આવેલ સમજૂતી કરાર એ માત્ર એક જોડાણ નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટેના ઇનોવેશનને સહ-નિર્માણ અને સેલિબ્રેટ કરવાનો અવસર છે. NRDCનું લક્ષ્ય ‘માઇન્ડ ટુ માર્કેટ’ અને ‘લેબ ટુ લેન્ડ’ કનેક્ટિવિટી સ્થાપિત કરવાનું છે.
તેમણે વધુમાં કહ્યું કે, દેશની આયાતી ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવા અને વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા માટે દેશમાં જ ટેક્નોલોજીનું સર્જન કરવું ખૂબ અનિવાર્ય છે. કોઈ પણ સંસ્થા એકલા હાથે આ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી શકતી નથી. જ્યારે આપણે એકબીજાની શક્તિઓને પૂરક બનાવીને સાથે મળીને કામ કરીશું, ત્યારે જ મોટો બદલાવ લાવી શકાશે. વર્તમાન સમય જ્ઞાન આધારિત અર્થતંત્રનો છે. આપણે જ્ઞાનને માત્ર સ્વીકારવાનું જ નથી, પરંતુ તેનું યોગ્ય સંચાલન કરીને તેનું આર્થિક મૂલ્ય પણ ઊભું કરવાનું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજકોસ્ટના ડિરેક્ટર જનરલ  દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ કહ્યું હતું કે, ‘રોબોફેસ્ટ ગુજરાત’ એ ગુજરાત સરકારનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે. આ પહેલ દ્વારા રાજ્યમાં સંશોધન આધારિત નવીનતા, ટેક્નોલોજી ટ્રાન્સલેશન, કુશળ માનવબળના વિકાસ તથા ટેક્નોલોજી આધારિત ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળશે. આજે કરવામાં આવનાર વિવિધ MOU થકી હજારો વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ, એન્જિનિયરિંગ કૌશલ્યો, સંશોધન, ડિઝાઇન તથા ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે આગળ વધવાની વધુ તક મળશે, તેમ જણાવી  જાડેજાએ સર્વે સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં GUJCOST અને નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NRDC) વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારના માધ્યમથી ટેક્નોલોજી ટ્રાન્સફર, સંશોધનના વ્યાવસાયિક ઉપયોગ, બૌદ્ધિક સંપદા સંરક્ષણ, લાઇસન્સિંગ સહાય તથા યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને MSMEs માટે ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત GUJCOST અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગાંધીનગર વચ્ચે રાજ્યવ્યાપી ડ્રોન લેબોરેટરી નેટવર્કની સ્થાપના માટે પણ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો.
આ વર્ષે યોજાનારી સ્પર્ધાની મુખ્ય થીમ “AI-Powered Robotics Innovation Challenge” રાખવામાં આવી છે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સના કૌશલ્યને પ્રોત્સાહન આપીને વૈશ્વિક સ્તરના સંશોધકો તૈયાર કરવાનો છે.
આ સ્પર્ધાના જુદા-જુદા તબક્કાઓમાં વિજેતા થનાર અને પ્રોટોટાઇપ બનાવનાર પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ રૂ. ૦૫ કરોડની માતબર ઇનામી રકમ રાખવામાં આવી છે. આ સ્પર્ધા બે સ્તરોમાં યોજાશે, જેમાં જુનિયર લેવલમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ, ITI અને ડિપ્લોમા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ તેમજ સિનિયર લેવલમાં STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) ક્ષેત્રમાં અભ્યાસ કરતા પ્રથમથી ત્રીજા વર્ષના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાના બંને સ્તરે વિદ્યાર્થીઓએ ત્રણ ક્રમિક તબક્કાઓમાંથી પસાર થવાનું રહેશે. આગામી વર્ષ ૨૦૨૭ના સંભવિત ફેબ્રુઆરી માસમાં આ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે યોજાશે અને સ્પર્ધકોને ઇનામ આપવામાં આવશે.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘રોબોફેસ્ટ ગુજરાત ૫.૦’ના વિજેતા વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલા એવોર્ડ વિજેતા રોબોટ્સનું જીવંત પ્રદર્શન રહ્યું હતું. મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો તથા વિદ્યાર્થીઓએ વિવિધ રોબોટિક સોલ્યુશન્સનું નિરીક્ષણ કરી વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલમાં રોબોટિક્સના ઉપયોગનો અનુભવ કર્યો હતો. પ્રદર્શનમાં ભાગ લેનાર ટીમોની સર્જનાત્મકતા, ટેકનિકલ નિપુણતા અને નવીન વિચારસરણીને મહાનુભાવોએ બિરદાવી હતી.
GUJCOST ના સાયન્ટિફિક ઑફિસર  પાયલ પંડિતે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે IACEના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  ઇ. રાજીવ સહિત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અધિકારી–કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
હાઈ-ટેક “સનરાઈઝ સેક્ટર્સ” જેવા કે સેમિકન્ડક્ટર, રોબોટિક્સ,
AI અને હાઈપર-સ્કેલ ડેટા સેન્ટર્સના વૈશ્વિક હબ તરીકે ગુજરાત પ્રસ્થાપિત: મંત્રી  અર્જુન મોઢવાડિયા
—–
સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી  અર્જુન મોઢવાડિયાના હસ્તે
રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ‘રોબોફેસ્ટ ગુજરાત ૬.૦’નું કરાયું લોન્ચિંગ
—–
આગામી વર્ષે વિજેતાઓ અને પ્રોટોટાઇપ બનાવનાર પ્રતિભાઓને
પ્રોત્સાહિત કરવા માટે કુલ રૂ. પાંચ કરોડની ઇનામી રકમ
—–
*વિવિધ MOU:*
-GUJCOST અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે રાજ્યવ્યાપી
ડ્રોન લેબોરેટરી નેટવર્કની સ્થાપના માટે સમજૂતી કરાર
GUJCOST અને નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NRDC) વચ્ચે ટેક્નોલોજી ટ્રાન્સફર, બૌદ્ધિક સંપદા સંરક્ષણ, સ્ટાર્ટઅપ્સ અને MSMEs માટે ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ વગેરેને પ્રોત્સાહન આપવામાં સમજૂતી કરાર
—-
ગુજરાત આજે પરંપરાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા રાજ્યમાંથી હાઈ-ટેક “સનરાઈઝ સેક્ટર્સ” જેવા કે સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને હાઈપર-સ્કેલ ડેટા સેન્ટર્સના વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યું છે, તેમ આજે ‘રોબોફેસ્ટ ગુજરાત ૬.૦’ના લોન્ચિંગ કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. ગુજરાતમાં વર્ષ ૨૦૦૬માં તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સ્થાપિત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આજે સ્પેસ ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને આગામી ક્વોન્ટમ મિશન સહિતના ૧૧ મુખ્ય વર્ટિકલ્સ પર કાર્ય કરી રહ્યું છે. ભૂતકાળમાં જ્યાં પ્રાથમિક શાળાઓના વિજ્ઞાન મેળાઓ સામાન્ય મોડલ્સ પૂરતા સીમિત હતા, ત્યાં આજે ગુજકોસ્ટ આયોજિત ‘રોબોફેસ્ટ’ જેવા મંચો થકી હજારો યુવા વિદ્યાર્થીઓ મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ અને આઈટીના સમન્વયથી અત્યંત જટિલ વાસ્તવિક રોબોટ્સનું નિર્માણ કરી શિક્ષણ ક્ષેત્રે આવેલા ક્રાંતિકારી બદલાવને પ્રદર્શિત કરી રહ્યા છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા દેશની સૌથી પ્રતિષ્ઠિત અને પ્રતિભાશાળી રોબોટિક સ્પર્ધા ‘રોબોફેસ્ટ ગુજરાત ૬.૦’નું આજે ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
મંત્રી  મોઢવાડિયાએ કહ્યું હતું કે, રોબોટિક્સ ટેકનોલોજી માત્ર વૈજ્ઞાનિક સંશોધન પૂરતી મર્યાદિત ન રહેતા માનવજીવન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય બની ચૂકી છે. તબીબી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિના ઉદાહરણરૂપે, એશિયાની ખ્યાતનામ કિડની ઇન્સ્ટિટ્યૂટ (IKDRC) ખાતે તાજેતરમાં જ રોબોટિક સર્જરીના માધ્યમથી સાત જટિલ લિવર ટ્રાન્સપ્લાન્ટ ૧૦૦ ટકા સફળતાના દર સાથે પીડારહિત રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે. બીજી તરફ, બદલાતા વૈશ્વિક પ્રવાહો વચ્ચે ભવિષ્યના યુદ્ધો સૈનિકો દ્વારા સીધા સરહદ પર લડાવાને બદલે અદ્યતન રોબોટ્સ, ડ્રોન્સ અને બંકરમાં બેસીને સંચાલિત થતી આધુનિક શસ્ત્ર પ્રણાલી દ્વારા લડવામાં આવી રહ્યા છે. આમ, દેશના સાર્વભૌમત્વ અને સરહદી સુરક્ષાને અખંડ રાખવા માટે રોબોટિક એન્જિનિયરિંગમાં આત્મનિર્ભરતા અત્યંત આવશ્યક છે.
વર્ષ ૨૦૨૨ સુધી સેમિકન્ડક્ટર ક્ષેત્રે નહિવત હાજરી ધરાવતું ભારત આજે ગુજરાતના સક્રિય યોગદાનથી વૈશ્વિક પટલ પર અગ્રેસર બનવા જઈ રહ્યું છે. દેશના ૧૨ મોટા નિર્માણધીન પ્રોજેક્ટ્સમાંથી ૬ પ્રોજેક્ટ્સ માત્ર ગુજરાતમાં જ પ્રગતિ હેઠળ છે. તે જ રીતે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં અત્યંત મહત્વપૂર્ણ એવા હાઈપર-સ્કેલ ડેટા સેન્ટર્સના ક્ષેત્રમાં પણ ભારત આગામી ૫ વર્ષમાં અભૂતપૂર્વ રોકાણ સાથે વૈશ્વિક સ્તરે મોખરાનું સ્થાન હાંસલ કરવા સજ્જ બન્યું છે. આ વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને યુવાધનના નવતર વિચારો જો સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિક સાહસોમાં રૂપાંતરિત થશે, તો જ વડાપ્રધાનનું ‘વિકસિત ભારત@૨૦૪૭’ નું રાષ્ટ્રીય સ્વપ્ન સાકાર થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રો વોસ્ટ ડૉ. કલ્પેશ વાડરાએ કહ્યું હતું કે, આજે જુનિયર અને સિનિયર કેટેગરીના વિજેતાઓની સર્જનાત્મકતા જોતાં સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ઈનોવેટિવ ઉદ્યોગસાહસિકોની ક્યારેય અછત નહીં રહે. આ સાથે જ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને ગુજકોસ્ટ વચ્ચે રાજ્યવ્યાપી ‘ડ્રોન લેબોરેટરી નેટવર્ક’ ની સ્થાપના માટેના એક ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે રાજ્યમાં શિક્ષણ, સુરક્ષા, કૌશલ્ય વિકાસ અને ઈનોવેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.
આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને ડ્રોન જેવી ઉભરતી ટેક્નોલોજીઓ દ્વારા સંચાલિત તકનીકી ક્રાંતિના સાક્ષી બની રહ્યા છીએ, જેમાં ડ્રોન સુશાસન, આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષાનું એક અનિવાર્ય હિસ્સો બની ગયું છે. ભારત સરકારે પ્રગતિશીલ સુધારાઓ દ્વારા દેશમાં એક મજબૂત ડ્રોન ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે, જે વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતું બજાર છે. આ સંદર્ભમાં, ગુજકોસ્ટ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચેની આ ભાગીદારી સમગ્ર ગુજરાતમાં ‘હબ એન્ડ સ્પોક’ મોડલ હેઠળ ડ્રોન ટ્રેનિંગ ઇકોસિસ્ટમ અને લેબોરેટરીઝનું નેટવર્ક ઊભું કરશે. આ પહેલ માત્ર પાઇલટ્સને તાલીમ આપવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભવિષ્ય માટે એક કુશળ કાર્યબળ, સંશોધકો અને ટેક્નોલોજી લીડર્સ તૈયાર કરીને ગુજરાતને ભારતના ટેક્નોલોજીકલ પરિવર્તનમાં અગ્રેસર રાખશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન-NRDCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર  બિજયકુમાર સાહુએ જણાવ્યું હતું કે, આજે NRDC અને GUJCOST વચ્ચે કરવામાં આવેલ સમજૂતી કરાર એ માત્ર એક જોડાણ નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટેના ઇનોવેશનને સહ-નિર્માણ અને સેલિબ્રેટ કરવાનો અવસર છે. NRDCનું લક્ષ્ય ‘માઇન્ડ ટુ માર્કેટ’ અને ‘લેબ ટુ લેન્ડ’ કનેક્ટિવિટી સ્થાપિત કરવાનું છે.
તેમણે વધુમાં કહ્યું કે, દેશની આયાતી ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવા અને વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા માટે દેશમાં જ ટેક્નોલોજીનું સર્જન કરવું ખૂબ અનિવાર્ય છે. કોઈ પણ સંસ્થા એકલા હાથે આ મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી શકતી નથી. જ્યારે આપણે એકબીજાની શક્તિઓને પૂરક બનાવીને સાથે મળીને કામ કરીશું, ત્યારે જ મોટો બદલાવ લાવી શકાશે. વર્તમાન સમય જ્ઞાન આધારિત અર્થતંત્રનો છે. આપણે જ્ઞાનને માત્ર સ્વીકારવાનું જ નથી, પરંતુ તેનું યોગ્ય સંચાલન કરીને તેનું આર્થિક મૂલ્ય પણ ઊભું કરવાનું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજકોસ્ટના ડિરેક્ટર જનરલ  દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ કહ્યું હતું કે, ‘રોબોફેસ્ટ ગુજરાત’ એ ગુજરાત સરકારનો ફ્લેગશિપ પ્રોગ્રામ છે. આ પહેલ દ્વારા રાજ્યમાં સંશોધન આધારિત નવીનતા, ટેક્નોલોજી ટ્રાન્સલેશન, કુશળ માનવબળના વિકાસ તથા ટેક્નોલોજી આધારિત ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળશે. આજે કરવામાં આવનાર વિવિધ MOU થકી હજારો વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ, એન્જિનિયરિંગ કૌશલ્યો, સંશોધન, ડિઝાઇન તથા ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે આગળ વધવાની વધુ તક મળશે, તેમ જણાવી  જાડેજાએ સર્વે સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં GUJCOST અને નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NRDC) વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારના માધ્યમથી ટેક્નોલોજી ટ્રાન્સફર, સંશોધનના વ્યાવસાયિક ઉપયોગ, બૌદ્ધિક સંપદા સંરક્ષણ, લાઇસન્સિંગ સહાય તથા યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને MSMEs માટે ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત GUJCOST અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગાંધીનગર વચ્ચે રાજ્યવ્યાપી ડ્રોન લેબોરેટરી નેટવર્કની સ્થાપના માટે પણ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો.
આ વર્ષે યોજાનારી સ્પર્ધાની મુખ્ય થીમ “AI-Powered Robotics Innovation Challenge” રાખવામાં આવી છે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સના કૌશલ્યને પ્રોત્સાહન આપીને વૈશ્વિક સ્તરના સંશોધકો તૈયાર કરવાનો છે.
આ સ્પર્ધાના જુદા-જુદા તબક્કાઓમાં વિજેતા થનાર અને પ્રોટોટાઇપ બનાવનાર પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે કુલ રૂ. ૦૫ કરોડની માતબર ઇનામી રકમ રાખવામાં આવી છે. આ સ્પર્ધા બે સ્તરોમાં યોજાશે, જેમાં જુનિયર લેવલમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ, ITI અને ડિપ્લોમા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ તેમજ સિનિયર લેવલમાં STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) ક્ષેત્રમાં અભ્યાસ કરતા પ્રથમથી ત્રીજા વર્ષના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાના બંને સ્તરે વિદ્યાર્થીઓએ ત્રણ ક્રમિક તબક્કાઓમાંથી પસાર થવાનું રહેશે. આગામી વર્ષ ૨૦૨૭ના સંભવિત ફેબ્રુઆરી માસમાં આ સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે યોજાશે અને સ્પર્ધકોને ઇનામ આપવામાં આવશે.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘રોબોફેસ્ટ ગુજરાત ૫.૦’ના વિજેતા વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલા એવોર્ડ વિજેતા રોબોટ્સનું જીવંત પ્રદર્શન રહ્યું હતું. મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો તથા વિદ્યાર્થીઓએ વિવિધ રોબોટિક સોલ્યુશન્સનું નિરીક્ષણ કરી વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલમાં રોબોટિક્સના ઉપયોગનો અનુભવ કર્યો હતો. પ્રદર્શનમાં ભાગ લેનાર ટીમોની સર્જનાત્મકતા, ટેકનિકલ નિપુણતા અને નવીન વિચારસરણીને મહાનુભાવોએ બિરદાવી હતી.
GUJCOST ના સાયન્ટિફિક ઑફિસર  પાયલ પંડિતે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે IACEના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર  ઇ. રાજીવ સહિત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અધિકારી–કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિથી અસરગ્રસ્ત વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને પૂર્વવત કરવા ઉદારતમ પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યું
————–
:: પુનઃવસન સહાય પેકેજની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી ::
————–
લારી/રેકડી, નાની કેબિન, મોટી કેબિનધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે.
છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને ઉચ્ચક રૂ. 1 લાખની રોકડ સહાય ચૂકવાશે.
તા. ૩૦/૦૯/૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે.
જેમણે છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા અસરગ્રસ્તોએ વ્યાજ સહાય મેળવવા માટેની અરજી પેકેજનો ઠરાવ થયાની તારીખથી છ માસ સુધીમાં અરજી કરવાની રહેશે.
સુરત શહેરના અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજ્ય વિસ્તારો માટે એક વર્ષ માટે વેરા માફ કરવાનો નિર્ણય.
અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 19256 પરિવારોને ઘરવખરી સહાય અને 39237 વ્યક્તિઓને કેશ ડોલ પેટે કુલ 13.15 કરોડ રૂપિયાની રોકડ સહાય ચૂકવાઈ.
————–
સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જુલાઈ ૨૦૨૬ દરમિયાન થયેલા ભારેથી અતિભારે વરસાદથી આવેલ પૂરના કારણે સુરત શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિથી સ્થાનિક વાણિજય, વેપાર અને સેવાકીય એકમોને મોટા પાયે આર્થિક નુકશાન થયું છે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ વિકટ સ્થિતિમાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર-ધંધા ઝડપથી પુનઃકાર્યાન્વિત થાય તેમજ સ્થાનિક અર્થતંત્રને વેગ મળે તે હેતુથી અસરગ્રસ્ત વાણિજય, વેપાર અને સેવાકીય એકમો માટે ઉદારતમ પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યું છે.
નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિસ્તૃત વિગતો આપી હતી.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આ પુનઃવસન સહાય પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના માણસોના વેપાર-ધંધા પૂર્વવત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન, મોટી કેબિન ધરાવતા દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જેમણે છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને રૂ. 1 લાખની ઉચ્ચક રોકડ સહાય આપવાનો સંવેદનાસ્પર્શી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
એટલું જ નહિ, જેમણે છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા વેપારી/મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલા આ પુનઃવસન સહાય પેકેજની જોગવાઇઓ આ મુજબ છે –
ક્રમ
પાત્રતા
સહાયની વિગત
લારી/રેકડી ધારકો
ઉચ્ચક રૂ.૭,૫૦૦/- ની રોકડ સહાય
નાની સ્થાયી કેબિન (કેબિનનો વિસ્તાર ૪૦ ચોરસ ફુટ સુધી હોય તે)
ઉચ્ચક રૂ.૨૫,૦૦૦/- ની રોકડ સહાય
મોટી કેબિન (કેબિનનો વિસ્તાર ૪૦ ચોરસ ફુટથી વધારે હોય તે)
ઉચ્ચક રૂ. ૫૦,૦૦૦/- ની રોકડ સહાય
પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભરેલ હોય)
ઉચ્ચક રૂ. ૧,૦૦,૦૦૦/- ની રોકડ સહાય
પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિક GST રિટર્ન મુજબ માસિક ટર્ન ઓવર રૂ. ૭.૫ લાખ સુધી હોય)
રૂ. ૨૦ લાખ સુધીની ટર્મ લોન લેનારને ૩ વર્ષ સુધી ૭% ના દરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ રૂ. ૫ લાખની મર્યાદામાં)
પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિક GST રિટર્ન મુજબ માસિક ટર્નઓવર રૂ.૭.૫ લાખથી ૧૫ લાખ સુધી હોય)
રૂ. ૨૫ લાખ સુધીની ટર્મ લોન લેનારને ૩ વર્ષ સુધી ૭% ના દરે વ્યાજસહાય (વધુમાં વધુ કુલ રૂ. ૮ લાખની મર્યાદામાં)
પાકી દુકાન (દુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિક GST રિટર્ન મુજબ માસિક ટર્નઓવર રૂ. ૧૫ લાખથી વધુ હોય)
રૂ. ૩૦ લાખ સુધીની ટર્મ લોન લેનારને ૩ વર્ષ સુધી ૭% ના દરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ રૂ. ૧૦ લાખની મર્યાદામાં)
ઉચ્ચક રોકડ સહાય અથવા વ્યાજ સહાય પૈકી માત્ર કોઈ એક જ વિકલ્પ મળવાપાત્ર થશે.
ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોને નુકસાન સહાય માટે સરવે કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇને સહાય ચૂકવવામાં આવશે.
આવા ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ તા. ૩૦/૦૯/૨૦૨૬ સુધીમાં સંબંધિત સુરત મ્યુનિસિપલ કમિશનર/મામલતદાર/નગરપાલિકાના ચીફ ઓફીસરને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
આવી ઉચ્ચક રોકડ સહાય મંજૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાના જે-તે ઝોનના ડેપ્યુટી કમિશનર અથવા ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધિત પ્રાંત અધિકારી અધ્યક્ષ હોય તેવી સમિતિની રચના જિલ્લા કલેકટર સુરત દ્વારા કરવામાં આવશે.
જેમણે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલુ હોય તેવા અસરગ્રસ્તોએ વ્યાજ સહાય મેળવવા માટેની અરજી પેકેજનો ઠરાવ થયાની તારીખથી છ માસ સુધીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને નિયત નમૂનામાં બેંકમાંથી લોન મેળવ્યાના પુરાવા સાથે કરવાની રહેશે.
એટલું  જ નહિ, જે અસરગ્રસ્ત એકમોએ એપીએમસી માટેની સહાય યોજના હેઠળ સહાય મેળવી હશે તેવા એકમો આ પેકેજ અંતર્ગત સહાયપાત્ર થશે નહી.
આવી સહાય મંજૂર કરવા અંગે ઉભા થતા કોઈ પણ તકરાર, વિવાદ કે પુનઃ સર્વે અંગે જે-તે અસરગ્રસ્ત એકમ સુરત કલેકટરને અપીલ કરી શકશે. કલેકટરની અધ્યક્ષતામાં કાર્યરત આ અપીલ સમિતિમાં અન્ય સભ્યો તરીકે જીલ્લા વિકાસ અધિકારી (DDO) તેમજ જનરલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), સુરત રહેશે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણયની વિગત આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોને એક વર્ષ માટે વેરા માફી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
તેમણે સુરત શહેરમાં હાથ ધરાઈ રહેલી સ્વચ્છતા-સફાઈની કામગીરીની વિગતો આપતા કહ્યું કે, પૂરની પરિસ્થિતિ બાદ સુરત શહેરમાં ગંદકી કે અન્ય રોગચાળા સંબંધિત સમસ્યા ન સર્જાય તે માટે સુરત મહાનગરપાલિકા ઉપરાંત અન્ય મહાનગરોમાંથી 9 હજારથી વધુ સ્વચ્છતાદૂતોને સુરત ખાતે સફાઈ કામગીરી સાથે જોડવામાં આવ્યાં છે તેમનો પણ સુરત નગરવાસીઓ તરફથી નાયબ મુખ્યમંત્રીએ આભાર માન્યો હતો.
નાયબ મુખ્યમંત્રીએ સુરતના અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશ ડોલ અને ઘરવખરી સહાયની ચૂકવણીની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યું કે, સુરતમાં 14 જુલાઈ 2026 સુધીમાં કુલ 19256 પરિવારોને રૂ. 9.62 કરોડની ઘરવખરીની સહાય અને 39237 વ્યક્તિઓને રૂ. 3.53 કરોડની કેશડોલ મળીને કુલ 13.15 કરોડ રૂપિયાનું ચૂકવણું રોકડ સહાય સ્વરૂપે કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, સુરત શહેરના ખાડી વિસ્તારમાં ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન ઉદભવે તે માટે એક મજબૂત અને કોંક્રિટ એક્શન પ્લાન તૈયાર કરવા અંગે ખાસ કમિટિની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પણ આ કમિટિના ઉચ્ચ અધિકારીઓની ટીમને સુરત મોકલી હતી. શહેરી વિકાસ અગ્ર સચિવના નેતૃત્વમાં રચાયેલી આ કમિટિમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા કલેક્ટર, સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટિ દ્વારા સુરતના ખાડી વિસ્તારમાં પૂરની સ્થિતિના લાંબાગાળાના નિવારણ માટેનો એક્શન પ્લાન આગામી દિવસોમાં બનતી ત્વરાએ તૈયાર કરવામાં આવશે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી તથા કેન્દ્રીય મંત્રી  સી. આર. પાટીલે સુરતના ભારે પૂર અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા તથા નુકસાનીનો ક્યાસ કાઢવા પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.
તેમણે અસરગ્રસ્ત વેપારીઓ/વાણિજ્યિક એકમો પાસેથી આ પૂરથી થયેલા વ્યાપક નુકસાનની તલસ્પર્શી વિગતો મેળવીને તેમના પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના દર્શાવીને અસરગ્રસ્તો ઝડપભેર પૂર્વવત થાય તેવા અભિગમથી આ ઉદારતમ પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યુ છે.
ગાંધીનગરની ઇ-બસમાં રોજ સરેરાશ દસ હજારથી વધુ નાગરિકો મુસાફરી કરે છે
………………………
ગાંધીનગરની નવી ઇ-બસ સેવા : એસી અને સીસીટીવીથી સજ્જ. સલામત અને આરામયદાયક મુસાફરી :  ગ્રીન, ક્લીન અને સ્માર્ટ ગાંધીનગરના નિર્માણ તરફ મહાનગરપાલિકાની આગેકૂચ
………………………
ખાનગી વાહનો ઘરે મૂકીને શહેરનાં નાગરિકો અપનાવી રહ્યા છે સ્માર્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ
………………………
દુનિયાનાં કોઇપણ શહેરનાં વિકાસનો માપદંડ તેના સરળ અને મજબૂત પબ્લિક ટ્રાન્સપોર્ટમાં રહેલો હોય છે.
હાલમાં જ ગાંધીનગરમાં નવી શરૂ થયેલી એ.સી. ઈ-બસ સેવા આ દિશામાં જ એક મહત્વનું પગલું સાબિત થઇ છે. આ ઇ-બસ સેવાને મુસાફરોનો અદભુત પ્રતિસાદ મળ્યો છે. *૧૪ દિવસ દરમિયાન કુલ ૧,૫૩,૫૦૯ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો હતો*. એટલે કે રોજ *સરેરાશ ૧૦,૯૬૫ મુસાફરોએ આ બસોમાં મુસાફરી કરી* છે.
આ આંકડાઓ કહી રહ્યા છે કે ગાંધીનગર મહાનગરપાલિકાએ શરૂ કરેલી નવી વાતાનુકુલિત ઇલેકટ્રીક બસ સેવા નાગરિકો માટે વરદાન સાબિત થઇ છે.
રાજ્યનાં હરિયાળી રાજધાનીનાં સ્થાનિક નાગરિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે આ સરળ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇઝ ઓફ લીવીંગમાં સુધારો કરી રહ્યું છે.
રોજબરોજ મુસાફરી કરતા લોકો માટે આ સેવા તેમની દૈનિક જિંદગીને વધુ સરળ, સુરક્ષિત અને તણાવમુક્ત બનાવતું એક સક્ષમ માધ્યમ બની છે. મહાનગરપાલિકાની આ પહેલ ગ્રીન, ક્લીન અને સ્માર્ટ ગાંધીનગરના નિર્માણ તરફની આગેકુચ છે.
શરૂઆતમાં આ સુવિધા શરૂ કરવામાં આવી હતી ત્યારે તેને મોળો પ્રતિસાદ મળ્યો હતો. પહેલા દિવસે એટલે ૨૯ જૂન ૨૦૨૬ ના દિવસે સૌથી ઓછા ૬,૧૨૦ મુસાફરો નોંધાયા હતા. પરંતુ આ બસ સેવાની સુવિધા અને આરામદાયક મુસાફરીનો અનુભવ થતાં જ નાગરીકોનો ધસારો સતત વધતો રહ્યો. અને ૧૧ જુલાઈ ૨૦૨૬ ના રોજ રેકોર્ડબ્રેક ૧૩,૬૧૫ મુસાફરોએ એક જ દિવસમાં સવારી કરીને કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી નવી બસ સેવા સ્થાનિક મુસાફરો અને અપ-ડાઉન કરતા નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ધમાસણાથી સરગાણ સુધી નિયમિત અપ-ડાઉન કરતા મુસાફર ત્રિવેદી નિયતીએ આ બસ સેવા અંગે પોતાનો સુખદ અનુભવ જણાવતા કહ્યું કે, *GMC દ્વારા શરૂ કરાયેલી આ બસ મુસાફરો માટે ખૂબ જ સગવડભરી છે. ખાસ કરીને આ બસનું ભાડું ખૂબ જ રાહત દરે રાખવામાં આવ્યું હોવાથી સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ પડતો નથી. બસ સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ હોવાથી ઉનાળાની ગરમીમાં પણ મુસાફરી એકદમ આરામદાયક રહે છે. બસમાં CCTV કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે, જેના કારણે બસમાં મુસાફરી કરતી યુવતીઓ અને મહિલાઓ પોતાની જાતને સંપૂર્ણ સુરક્ષિત અનુભવે છે.*
ગરમી અને પ્રદૂષણથી મુક્તિ, ઠંડક આપતી આરામદાયક મુસાફરી
કાળઝાળ ગરમીમાં રોજીંદી મુસાફરી એક મોટો પડકાર હતો. પરંતુ હવે સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ ઈ-બસ સેવાને કારણે મુસાફરો અત્યંત આરામદાયક અને ઠંડકભરી સફરનો આનંદ માણી રહ્યા છે. હવે નાગરિકો ધૂળ, ધુમાડા અને ઘોંઘાટથી દૂર મુસાફરો શાંતિથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે છે.
મહિલાઓની સલામતિની ખાતરી સીસીટીવીથી સજ્જ બસ
મહિલાઓ માટે સુરક્ષા એ મુસાફરી દરમિયાન સૌથી મોટી મુંઝવણ હોય છે.  આ ઈ-બસોમાં આધુનિક CCTV કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. જેને કારણે નોકરી કરતી મહિલાઓ, શાળાઓ અને કોલેજોમાં જતી યુવતીઓ કોઈપણ ભય વિના, સંપૂર્ણપણે સુરક્ષિત વાતાવરણમાં પ્રવાસ કરી શકે છે. પરિવારજનો પણ હવે તેમની દીકરીઓને એકલી મોકલવામાં ચિંતામુક્ત બન્યા છે.
આર્થિક બોજમાંથી મોટી રાહત
ખાનગી વાહનો કે ઓટોરિક્ષામાં રોજિંદી મુસાફરી કરવી મધ્યમ વર્ગ અને વિદ્યાર્થીઓ માટે ખૂબ ખર્ચાળ સાબિત થતી હતી. તેની સામે આ ઈ-બસોનું ભાડું ખૂબ જ રાહત દરે રાખવામાં આવ્યું છે. આ આર્થિક રાહતને કારણે સામાન્ય નાગરિકોના ખિસ્સા પરનો ભાર ઓછો થયો છે અને તેઓ સરળતાથી બચત કરી શક્યા છે.
કનેક્ટિવિટીનું ઉત્તમ નેટવર્ક અને સમયની બચત
શહેરના સરગાસણ સર્કલ, પથિકાશ્રમ ટર્મિનલ અને સચિવાલય જેવા મહત્વના કેન્દ્રોથી લઈને આસપાસના ગ્રામ્ય, શૈક્ષણિક અને ઔદ્યોગિક વિસ્તારો જેવા કે કલોલ, કડી, દહેગામ, ચિલોડા અને ચાંદખેડા સુધી સીધી કનેક્ટિવિટી આ બસોથી આપવામાં આવી છે. આ ઉપરાંત IIT ગાંધીનગર અને PDEU જેવા અગ્રણી એજ્યુકેશન હબ સીધા જોડાતા વિદ્યાર્થીઓનો કિંમતી સમય બચે છે અને વારંવાર વાહનો બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે.
નાગરિકોને પોતાની ખાનગી ગાડીઓ છોડીને જાહેર પરિવહનની આ અદભુત સુવિધાથી પરિચિત કરાવવા માટે 15 દિવસ નિ:શુલ્ક પ્રવાસ સેવા શરૂ કરાઈ હતી. હજારો લોકોએ પોતાના ખાનગી બાઇક કે કાર ઘરે મૂકીને આ આરામદાયક ઈ-બસનો પ્રવાસ પસંદ કર્યો છે. આ બદલાવથી નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે અને સાથે જ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પોતાનો મહત્વનો ફાળો આપ્યાનો ગર્વ અને સંતોષ પણ મળ્યો છે.
છ દાયકા પહેલા ગીરમાંથી વિલુપ્ત થયેલા ‘ચિલોત્રા’
 પક્ષી ફરી કલરવ કરતા થયાં. રાજ્ય સરકારનાં રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને સફળતા મળી
…………………..
વર્ષ 2021માં ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (ચિલોત્રો)ને અરવલ્લીનાં જંગલોમાંથી લાવી ગીરનાં જંગલોમાં પાછા વસાવવામાં આવ્યા હતા. તબક્કાવાર કુલ 40 ચિલોત્રા પક્ષીઓને ગીરનાં જગંલમાં છોડવામાં આવ્યા હતા.
…………………..
તાજેતરનાં અભ્યાસમાં જાણવા મળ્યું કે, ઇન્ડિયન ગ્રે હોર્નબિલ પક્ષીઓ
હવે ગીરનાં જગંલમાં સ્થાયી થઇ ગયાં છે, માળાં બનાવે છે અને પ્રજનન પણ કરે છે.
…………………..
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનાં દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારતમાં વન્યજીવ સરંક્ષણનો એક નવો અધ્યાય શરૂ થયો છે. લુપ્ત થયેલા ચિત્તા, ઘોરાડ જેવા અનેક પ્રાણી-પક્ષીઓને ફરી વખત જંગલોમાં છોડવામાં આવે છે અને તેનું વૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ અને સંરક્ષણ કરવામાં આવે છે.
…………………..
ગુજરાત વન વિભાગને ઘોરાડ પક્ષીનાં (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) સંરક્ષણ બાબતે થોડા દિવસો પહેલા જ એક મોટી સિદ્ધિ મળી છે. જેમાં ‘જમ્પ-સ્ટાર્ટ’ ટેકનિક દ્વારા જન્મેલું ઘોરાડ પક્ષીનું બીજું બચ્ચું જન્મ પછીના કટોકટી જેવા ગણાતા 40 દિવસ સુધી જીવી ગયુ છે. આ એક મહત્વની સિદ્ધી ગણાય છે. આ જ સમયે ગુજરાત વન્યજીવ સરંક્ષણની સફળતાનાં એક બીજા મોટા સમાચાર આવ્યા છે.
ગુજરાતનાં ગીર જંગલમાંથી છ દાયકા પહેલા વિલુપ્ત થઇ ગયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (ચિલોત્રો) પક્ષીને ફરી પાછા ગીરમાં વસાવવાનાં પ્રયત્નોને સફળતા મળી છે.
છ દાયકા પહેલા ગીરનાં જંગલમાંથી વિલુપ્ત થયેલા ચિલોત્રા પક્ષીને ફરી વખત વર્ષ 2021માં અરવલ્લીનાં જંગલોમાંથી લાવી ગીરમાં છોડવામાં આવ્યા હતા. રાજ્ય સરકારનાં આ ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ રિ-ઇન્ટ્રોડક્શન’ પ્રોજેકટને સફળતા મળી છે. કેમ કે, આ પક્ષી હવે અહીં સ્થાયી થઇ ગયુ છે, એટલુ જ નહીં પણ તે અહીં માળા પણ બનાવે છે અને પ્રજનન પણ કરે છે.
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારતમાં વન્યજીવ સરંક્ષણનો એક નવો અધ્યાય શરૂ થયો છે. લુપ્ત થયેલા ચિત્તા, ઘોરાડ જેવા અનેક પ્રાણી-પક્ષીઓને ફરી વખત જંગલોમાં છોડવામાં આવે છે અને તેનું વૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ અને સંરક્ષણ કરવામાં આવે છે.
“મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે મહત્વના આયામો હાથ ધરવામાં આવ્યા છે. વિલુપ્ત થવાના આરે આવેલા ઘોરાડ પક્ષીથી લઇ ઇન્ડિયન ગ્રે હોર્નબિલનાં રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને મળેલી સફળતા આના ઉત્તમ ઉદાહરણો છે. વર્ષ 2021માં ગીર જગંલમાં ચિલોત્રા પક્ષીને ફરીથી વસાવવામાં આવ્યા. આ ઘટનાને પાંચ વર્ષ થયા. હવે આ પક્ષી તેના નવા વસવાટમાં ગોઠવાઇ ગયા છે. અને પ્રજનન પણ છે. જે આ પ્રોજેક્ટની સફળતા દર્શાવે છે. 1950 અને 1960ના દાયકામાં ગીરનાં જગંલમાંથી અદૃશ્ય થઈ ગયેલા ચિલોત્રા પક્ષીને ફરી વખત ત્યાં પાછા લાવવાનાં પ્રોજેક્ટને સફળતા મળવી એ એક સીમાચિહ્નરૂપ ઘટના છે,’’ *ગુજરાતનાં વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ* જણાવ્યું.
“ગુજરાતનાં વન્યજીવ સરંક્ષણનાં મોડેલે વિશ્વને બતાવ્યું છે કે, તેની પ્રાકૃતિક વિરાસતનું સંરક્ષણ અને રક્ષણ કેવી રીતે કરવું. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વન્યજીવ સરંક્ષણનાં વિશેષ પ્રયત્નોને મળેલી સિદ્ધિ પર સમગ્ર દેશ ગર્વ અનુભવે છે.” ગુજરાતનાં *વન અને પર્યાવરણનાં રાજ્ય મંત્રી  પ્રવિણ માળીએ* જણાવ્યું.
આંતરરાષ્ટ્રીય પીઅર-રીવ્યુડ જર્નલ ‘બર્ડ્સ’માં”Reintroduction of Indian Grey Hornbills in Gir, India: Insights into Ranging, Habitat Use, Nesting and Behavioural Patterns” શિર્ષક હેઠળ એક સંશોધન પત્ર તાજેતરમાં પ્રકાશિત થયુ છે. આ સંશોધન પત્રમાં ગુજરાત વન વિભાગ અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા ગીરમાં ચિલોત્રા પક્ષીને પાછા લાવવાનાં પ્રયાસનું પ્રથમ વખત વ્યાપક મૂલ્યાંકન રજૂ કરવામાં આવ્યું છે.
ચિલોત્રાનું ઇકોલોજીમાં મહત્વનું યોગદાન
     “ચિલોત્રો પક્ષીને ગીરનાં જગંલમાં મુક્ત કર્યા પછીના પ્રથમ વર્ષ દરમિયાન એક જોડીએ સફળતાપૂર્વક પ્રજનન કર્યું હતુ જ્યારે બીજા વર્ષમાં વધારાની ત્રણ સંવર્ધન જોડીઓએ માળો બનાવ્યો હતો. આ દર્શાવે છે કે, ચિલોત્રાએ ગીરને ફરીથી પોતાનું ઘર બનાવી લીધુ છે. આ પક્ષી લાંબા અંતર સુધી વૃક્ષોનાં બીજનો ફેલાવો કરે છે. તેનું આ વર્તન ઇકોલોજીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે. આ પક્ષી ફળ આપતા વૃક્ષોના બીજનું વહન કરીને જંગલોના કુદરતી પુનર્જીવનમાં મદદ કરે છે,”  ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું.
ગીરના જંગલોમાં ૪૦ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ છોડાયા હતા
      “આ પ્રોજેક્ટ હેઠળ બે તબક્કામાં ૪૦ ઇન્ડિયન ગ્રે હોર્નબિલને ગીરનાં જંગલોમાં મુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2021 અને 2022 દરમિયાન 28 પક્ષીઓ મુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ વર્ષ 2023માં અન્ય 12 પક્ષીઓ મુક્ત કરાયા હતા. મુક્ત કરવામાં આવેલા પક્ષીઓમાંથી 11 નર પક્ષીઓમાં સેટેલાઇટ ટ્રાન્સમીટર ફીટ કરવામાં આવ્યા હતા, જેનાથી વૈજ્ઞાનિકો ઘણા વર્ષો સુધી તેમની હિલચાલ, વસવાટનો ઉપયોગ અને પ્રજનન વર્તણૂકને જાણી શક્યા,” જુનાગઢ વન વર્તુળનાં વન સરંક્ષક અને આ અભ્યાસના સહ-લેખક મોહન રામે જણાવ્યું.
      “ગુજરાતના અરવલ્લીના જંગલોમાં વસતા ઇન્ડિયન ગ્રે હોર્નબિલને લાવીને ગીરમાં પુન:વસાવવામાં આવ્યા હતા. ગીરનાં જંગલોનાં અભ્યાસ પરથી તજજ્ઞોનાં લાગ્યુ કે, હવે ગીરમાં ચિલોત્રા પક્ષીને અનુરૂપ પરિસ્થિતિ છે,’’ મોહન રામે વધુમાં ઉમેર્યુ.
       “ગ્રે હોર્નબિલ દાયકાઓ પહેલા ગીરમાંથી અદૃશ્ય થઈ ગયા હતા, પરંતુ 1965માં ગીર વન્યજીવ અભયારણ્ય અને 1975માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની જાહેરાત પછી વસવાટના રક્ષણમાં થયેલા સુધારાએ આ પ્રજાતિને પાછી લાવવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી કરી હતી, ” અગ્ર મુખ્ય વન સરંક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ડો. જયપાલ સિંહે જણાવ્યું.
ચિલોત્રા પક્ષી હવે ગીરમાં સ્થાયી થઇ ગયા
         સેટેલાઇટ ટ્રેકિંગ દર્શાવે છે કે નવા મુક્ત કરાયેલા ઇન્ડિયન ગ્રે હોર્નબિલે શરૂઆતમાં અજાણ્યા વાતાવરણની શોધખોળ કરતી વખતે વ્યાપક પ્રવાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ પ્રમાણમાં નાના વિસ્તારોમાં સ્થાયી થયા હતા.
         મુક્ત થયા પછીના પ્રથમ થોડા મહિના દરમિયાન, ચિલોત્રાએ સરેરાશ લગભગ 61 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં અવરજવર રાખી હતી. આ પછીથી આ વિસ્તારથી પરિચિત થઇ ગયા ત્યારે ઘટીને લગભગ 5.7 ચોરસ કિલોમીટર થઈ ગઈ.
         તે જ રીતે, તેમની સરેરાશ દૈનિક હિલચાલ શોધખોળના તબક્કા દરમિયાન 4.3 કિલોમીટર હતી જે સ્થાયી થયા પછી ઘટીને 1.4 કિલોમીટર થઈ ગઈ હતી, જે ગીરની ઇકોસિસ્ટમ સાથે સફળ અનુકૂલન સૂચવે છે.
રાણી કી વાવનાં 3D પ્રોજેક્શન મેપિંગ શોએ ‘WOW એવોર્ડ્સ એશિયા 2026’માં ગોલ્ડ મેડલ જીત્યો
………………………….
આ યુનેસ્કો (UNESCO) હેરિટેજ સાઇટના ઇમર્સિવ ઓડિયો-વિઝ્યુઅલ શોની અત્યાર સુધીમાં
44,000થી વધુ મુલાકાતીઓ મુલાકાત લઈ ચૂક્યા છે
………………………….
પાટણ સ્થિત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ‘રાણી કી વાવ’ ખાતેના 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ પ્રોજેક્ટને 17મા WOW એવોર્ડ્સ એશિયા 2026માં પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ “એક્સપિરિયન્શિયલ ટેક એવોર્ડ્સ – અચીવમેન્ટ ઇન ઓડિયો-વિઝ્યુઅલ ફોર એન ઇવેન્ટ” કેટેગરીમાં આપવામાં
આવ્યો છે.
ભારતના સૌથી પ્રતિષ્ઠિત હેરિટેજ સ્મારકોમાં સ્થાન ધરાવતી રાણી કી વાવ દર વર્ષે મોટી સંખ્યામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષિત કરે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, પ્રવાસીઓના અનુભવને વધુ બહેતર બનાવવા માટે ગુજરાત સરકારે આ સ્મારક ખાતે અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ સિસ્ટમનું કાયમી ઇન્સ્ટોલેશન પૂર્ણ કર્યું હતું.
આ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા 31 માર્ચ, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ શો શરૂ થયો ત્યારથી નિયુક્ત એજન્સી આ શોના સંચાલન અને જાળવણી માટે જવાબદાર છે. 12 જુલાઈ, 2026 સુધીમાં, 44,209થી વધુ મુલાકાતીઓ આ અદભુત પ્રોજેક્શન મેપિંગ શો નિહાળી ચૂક્યા છે.
અમલીકરણ એજન્સી દ્વારા આ પ્રોજેક્ટને WOW એવોર્ડ્સ એશિયા 2026માં નોમિનેશન માટે મોકલ્યા બાદ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન ગુજરાતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને દર્શાવવા માટે ઓડિયો-વિઝ્યુઅલ ટેક્નોલોજીના નવીનતમ ઉપયોગને રેખાંકિત કરે છે, જે મુલાકાતીઓને એક આકર્ષક અને ઇમર્સિવ હેરિટેજ અનુભવ પ્રદાન કરે છે.
ગિરનાર પર વન્યપ્રાણીઓથી યાત્રાળુઓની સુરક્ષા માટે
કાયમી ચેકપોસ્ટ બનાવાશે: વનમંત્રી  અર્જુન મોઢવાડિયા
——
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા
ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નિયમો જાહેર કર્યા
——–
જૂનાગઢ કલેક્ટરના અધ્યક્ષસ્થાને તમામ સંબંધિત વહીવટી વિભાગો સાથે
સંકલન કરી એક સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરાશે
——-
*ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગના 25 ટ્રેકર કાયમી વોચ રાખશે*
——
ગિરનાર અને દાતાર સીડી માર્ગને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવામાં આવશે. વન્યજીવોને ખલેલ ન પહોંચે અને માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા ઘટે તેવા પ્રયત્નો હાથ ધરાશે
——
ગાંધીનગર: જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના 11 વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું છે. આ ઘટનાની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારનાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે  એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.
વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં  ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે સંદર્ભે ગહન ચર્ચા કરી કેટલા મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા .
વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે, તાજેતરમાં ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં  દુ:ખદ ઘટના બની હતી. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં માર્ગદર્શનમાં વન વિભાગ દ્વારા કેટલાક પગલાઓ લેવાનું નક્કી કર્યું છે.
 અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં વન્યજીવોની અવરજવર વધુ રહેતા સંવેદનશીલ સ્થળોએ કાયમી ચેક પોસ્ટનું નિર્માણ કરી સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તમામ સંબંધિત વહીવટી વિભાગો સાથે સંકલન કરી ગિરનાર વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા, વન્યજીવ વ્યવસ્થાપન, ઇમરજન્સી પ્રતિસાદ અને આંતરવિભાગીય સંકલન માટે એક સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરી તેનો અમલ કરવામાં આવશે,’’.
 અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે,  ગિરનાર અને દાતાર સીડી માર્ગને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવામાં આવશે, જેથી વન્યજીવોને અનાવશ્યક ખલેલ ન પહોંચે અને માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા ઘટે. વળી, સમગ્ર વિસ્તારમાં વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખવા માટે થર્મલ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ગિરનાર પર્વત પર યાત્રાઓની સુરક્ષા માટે વન વિભાગનાં 25 ટ્રેકર કાયમી વોચ રાખશે
ગિરનાર પર્વત પર આવતા યાત્રાળુઓની સુરક્ષા સંદર્ભે  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે વન્યજીવ વિસ્તારમાં કેવી રીતે વર્તવું તે અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં માર્ગદર્શન, સૂચનાઓ અને સુરક્ષા અંગે સતત જાગૃતિ ફેલાવવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવા પ્રતિબદ્ધ છે.
લતીપુરમાં
 માતૃકૃપા પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો
…………………
રાજ્યપાલએ ગાયનું દુગ્ધ દોહન કર્યું અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ગાયના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું
…………………
જામનગર તા., રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાત દરમિયાન પોતાના પ્રકૃતિપ્રેમ અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેના લગાવનો પરિચય આપ્યો હતો. ગામની શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ કર્યા બાદ, વહેલી સવારે તેઓ સ્થાનિક ખેડૂત  કલ્પેશભાઈ માલાણીની વાડીમાં ગૌ દુગ્ધ દોહન કર્યું હતું. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા બળદેવભાઇ ખત્રાણીના માતૃકૃપા ફાર્મની મુલાકાતે પધાર્યા હતા.
રાજ્યપાલએ ફાર્મની મુલાકાત દરમિયાન વિવિધ ખેતીની પ્રક્રિયાઓમાં રસ લઈને પોતાનું અનુભવસભર અને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ગુલાબથી ગુલકંદ બનાવવાની પ્રક્રિયા જોઈ હતી અને અન્ય મૂલ્યવર્ધિત પેદાશોને જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે આ રીતે મૂલ્યવર્ધન કરીને પ્રાકૃતિક કૃષિથી રાસાયણિક ખેતી કરતાં પણ મોટી આવક મેળવી શકાય છે તેમ જણાવી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કર્યાં હતાં.
રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ માટે મહત્વના એવા ‘ઘન જીવામૃત’, નિમાસ્ત્ર, વગેરેની બનાવટનું નિરીક્ષણ કરવાની સાથે તેમણે ખેતરમાં ગુલાબ તેમજ મગફળીના પાકનું નિરીક્ષણ કર્યું હતું.
સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ સાધતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, જમીનનો ઓર્ગેનિક કાર્બન જેટલો વધુ એટલી ખેતી વધુ  સમૃદ્ધ. જંગલમાં કોઈ ખાતર કે પાણી આપવા જતું નથી, પરંતુ એ લીલુંપલ્લવ રહે છે. એ બધા વૃક્ષો પ્રાકૃતિક રીતે પોષણ પામે છે.
સ્થાનિક ખેડૂતો પાસેથી તેમને પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવતી મુશ્કેલીઓ વિશે માહિતી મેળવી તેના ઉપાયો સૂચિત કર્યા હતા. તેમણે દરેક ખેડૂતને પ્રાયોગિક ધોરણે ઓછામાં ઓછી એક એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરવા માટે ભાવભર્યું આહ્વાન કર્યું હતું.
ખેડૂત  બળદેવભાઇ ખત્રાણીએ પોતાના ખેતરની મુલાકાત પર આવવા બદલ રાજ્યપાલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ મુલાકાતને ઉત્સાહ વધારનારી જણાવી હતી.  વધુમાં તેમણે રાજ્યપાલના અનુભવસભર માર્ગદર્શનથી જરૂર ફાયદો થશે તેમ જણાવ્યું હતું
ગુજરાતમાં આપત્તિ સામે નાગરિકોને મદદરૂપ થવા ‘યુવા આપદા મિત્ર સ્કીમ’ હેઠળ ૪,૫૨૬ યુવાનો તાલીમબદ્ધ:
——–
રાજ્યના ૧૭ જિલ્લાઓમાં ‘આપદા મિત્રો’ને અદ્યતન ઇમરજન્સી કીટથી કરાયા સજ્જ
——
જનભાગીદારીથી આપત્તિ વ્યવસ્થાપન: ગુજરાતમાં ૫૦ ટકા
 મહિલા ભાગીદારી સાથે તૈયાર થઈ રહી છે ‘આપદા મિત્ર’ની નવી પેઢી
———–
આપદા મિત્રની સામાજિક સુરક્ષા માટે ત્રણ વર્ષ સુધી રૂ.૦૫ લાખનું વિમા કવચ
———
ગુજરાત સરકાર દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે નાગરિકોની સુરક્ષા વધુ સુનિશ્ચિત કરવા માટે ‘આપદા મિત્ર’ પ્રોજેક્ટને વધુ વેગ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના National Disaster Management Authority- NDMA દ્વારા વર્ષ ૨૦૧૬માં ભરૂચ જિલ્લાથી માત્ર ૨૦૦ આપદા મિત્રો સાથે શરૂ થયેલી આ યોજના હાલમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં  વટવૃક્ષ બનીને ગામ- શહેરોમાં આપત્તિ સમયે સેવા આપી રહી છે. હાલમાં કાર્યરત “યુવા આપદા મિત્ર સ્કીમ” અંતર્ગત રાજ્યના ૧૭ જિલ્લાઓ માટે NCC, NSS, MYB, BS&G ના કુલ ૧૧,૮૫૦ સ્વયંસેવકોના લક્ષ્યાંક સામે પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં ૪,૫૨૬ જેટલા યુવાનોને સફળતાપૂર્વક તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ આપત્તિ જોખમ વ્યવસ્થાપનમાં મહિલાઓની ભૂમિકા વધારવા માટે તેમની ૫૦ ટકા ભાગીદારીનું વિશેષ લક્ષ્ય રાખવામાં આવ્યું છે તેમ,ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
આપદા મિત્ર એ સામાજિક કક્ષાએ શારીરિક અને માનસિક રીતે સક્ષમ એવા ૧૮ થી ૪૦ વર્ષના સ્થાનિક યુવા સ્વયંસેવકોનું જૂથ છે, જેઓ આપત્તિના સમયે ત્વરિત બચાવ કામગીરી કરે છે. અગાઉ “અપ સ્કેલિંગ ઓફ આપદા મિત્ર સ્કીમ” અંતર્ગત ૧૭ જિલ્લાના ૫,૫૦૦ આપદા મિત્રોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ- SDRF મારફત ૧૨ દિવસની તાલીમ અપાઈ હતી. જ્યારે વર્તમાન યોજનામાં પ્રથમ ચરણમાં SDRF અને માસ્ટર ટ્રેનર્સ દ્વારા ૦૭ દિવસની તાલીમ અપાય છે અને બીજા ચરણમાં SPIPA મારફત એડવાન્સ તાલીમનું આયોજન છે. આ ૧૭ જિલ્લાઓમાં અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મોરબી,નર્મદા, નવસારી, પોરબંદર,રાજકોટ, સુરત, તાપી, વડોદરા  અને વલસાડ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બચાવ કામગીરીને વધુ સક્ષમ બનાવવા માટે તાલીમ પામેલા આપદા મિત્રોને રૂ. ૧૦ હજારની કિંમતની Emergency Responder Kit (ERK) આપવામાં આવે છે. જેમાં લાઇફ જેકેટ, સોલાર ટોર્ચ, ફર્સ્ટ એઇડ કીટ, હેલ્મેટ અને ૫૦ મીટર લાંબુ ડિફેન્સ ક્વોલિટી દોરડું જેવી ૧૫ અનિવાર્ય વસ્તુઓ સામેલ છે. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ આપત્તિ સમયે મોટા પાયે ઓપરેશન ચલાવવા માટે રૂ. ૧૯ લાખની કિંમતની ‘EERR’ કીટ પણ રિઝર્વ રાખવામાં આવે છે.જેમાં અદ્યતન ઈન્ફ્લેટેબલ રેસ્ક્યૂ બોટ, ચેન સો મશીન, સેટેલાઇટ GPS અને વોકી-ટોકી જેવા સાધનો હોય છે.
આપદા મિત્રની તાલીમના નિશ્ચિત માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં તેની ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ. આમાં ભૂતપૂર્વ સૈનિક, નિવૃત્ત તબીબી વ્યાવસાયિકો અને સિવિલ એન્જિનિયરો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. ઉમેદવાર સંબંધિત જિલ્લાનો રહેવાસી હોવો જોઈએ તેમજ તેને ઓછામાં ઓછું ધોરણ-૭ પાસ કરેલું હોવુ જોઇએ.
પ્રોત્સાહનના ભાગરૂપે આ તાલીમ બાદ આપદા મિત્રને પ્રમાણપત્ર,ઓળખપત્ર તેમજ સામાજિક સુરક્ષા માટે ત્રણ વર્ષ સુધી રૂ. ૦૫ લાખનું વિમા કવચ પણ આપવામાં આવે છે.
ભૂતકાળમાં કોવિડ-૧૯ મહામારી અને વર્ષ ૨૦૨૦ના ભારે પૂરમાં ભરૂચ જિલ્લાના આપદા મિત્રોએ વહીવટી તંત્ર સાથે મળીને પ્રશંસનીય જનસેવા કરી હતી. કોઈપણ આપત્તિ સમયે સામાન્ય નાગરિકો કે તંત્ર જિલ્લા કક્ષાના ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC)નો સંપર્ક કરી આ આપદા મિત્રોની તાત્કાલિક મદદ મેળવી શકે છે.
જિલ્લા કક્ષાએ ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) દ્વારા આપદા મિત્રોની સંપૂર્ણ સંપર્ક સૂચિ   નિભાવવામાં આવે છે. કોઈ પણ આપત્તિના સમયે આ કેન્દ્ર દ્વારા આપદા મિત્રોનો સંપર્ક કરીને તાત્કાલિક મદદ લેવામાં આવે છે તેમ,યાદીમાં જણાવાયું છે.
અમદાવાદે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ
ભાડજ ખાતે મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી AMCએ સ્થાપ્યો વિશ્વવિક્રમ
…………………….
કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત ભાઇ શાહે ગાંધીનગર સંસદીય મત વિસ્તાર ને હરિયાળી લોકસભા  મત વિસ્તાર બનાવવા કરેલા સંકલ્પ ને સાકાર કરવાની દિશામાં  અમદાવાદ મહાનગર પાલિકા ની આગવી સિદ્ધિ
…………………….
આ અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભામાં 1.25 કરોડ વૃક્ષો, તથા  અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશનના 50 લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર
…………………….
25,000થી વધુ વોલેન્ટિયર્સની ભાગીદારીથી 76,000 ચોરસ મીટર વિસ્તારમાં સર્જાયો હરિયાળીનો નવો ઇતિહાસ
…………………….
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિત ભાઇ શાહે પોતાના સંસદીય મત વિસ્તાર ગાંધીનગર ને હરિયાળી લોકસભા વિસ્તાર બનવાવા કરેલા સંકલ્પ ને સાકાર કરવાની દિશામાં અમદાવાદ મહાનગર પાલિકાએ એક મહત્વ પૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને Guinness World Record સ્થાપવામાં આવ્યો છે.
આશરે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા આ અભિયાનમાં 25,000થી વધુ વોલેન્ટિયર્સ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના પરિણામે વિશ્વવિક્રમ સર્જાયો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહની  પ્રેરણા થી આજે  સમગ્ર સંસદીય મત વિસ્તાર માં ઘનિષ્ઠ વૃક્ષા રોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
તેમના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી   તેમજ મેયર, મુખ્ય સચિવ, મ્યુનિસિપલ કમિશનર, અન્ય પદાધિકારીઓ, અ.મ્યુ.કો.નાં જુદા જુદા વિભાગોનાં અધિકારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં ટી.પી. 30, એફ.પી. નં. 255 અને 246, સત્વમ હાઇટ્સ પાસે, ગોતા-ગોધવી કેનાલની બાજુમાં, ભાડજ, અમદાવાદ ખાતે અંદાજે 91,006 ચો.મીટર વિસ્તાર પૈકી 76,000 ચો.મીટરમાં વિસ્તારમાં એક ઐતિહાસિક હરિયાળી અભિયાનનાં આયોજનમાં  સહભાગી થયા હતા.
અહી મિયાવાકી પદ્ધતિથી જુદી જુદી 35 જેટલી સ્થાનિક (Indigenous) જાતોનાં રોપાનું એક જ સ્થળે એક જ કલાકમાં 3.61 લાખ રોપાઓનું વૃક્ષારોપણ દ્વારા વિશ્વવિક્રમ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે.
આ સિદ્ધિ અમદાવાદ શહેરના પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વિકાસના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સમાન છે.
આ વિશ્વવિક્રમી કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, સ્કૂલ બોર્ડ, BAPS સંસ્થા, CRADAI, પોલીસ સ્ટાફ, NCC ના વિદ્યાર્થીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO), શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો તેમજ શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કુલ 25 હજારથી વધુ નાગરિકોની સક્રિય લોક ભાગીદારીથી આ મહાઅભિયાન સફળ બન્યું હતું.
આ વૃક્ષારોપણ અભિયાનમાં સ્થાનિક (Indigenous) પ્રજાતિના પર્યાવરણને અનુકૂળ રોપાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રોપાઓ ભવિષ્યમાં જૈવ વૈવિધ્યના સંવર્ધન, વાયુ પ્રદૂષણમાં ઘટાડો, કાર્બન શોષણ, તાપમાન નિયંત્રણ તેમજ શહેરના હરિયાળા આવરણમાં નોંધપાત્ર વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ, પર્યાવરણમૈત્રી અને ટકાઉ વિકાસના માર્ગે આગળ ધપાવવા માટે વિવિધ પર્યાવરણલક્ષી કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. આ વિશ્વવિક્રમ માત્ર એક વૃક્ષારોપણ કાર્યક્રમ નથી, પરંતુ આવનારી પેઢીઓને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું પર્યાવરણ આપવાના સંકલ્પનું પ્રતીક છે.
નાગરિકોની સક્રિય ભાગીદારી અને સામૂહિક સહયોગથી અમદાવાદ શહેરમાં હરિયાળી વધારવાના આવા જનહિતલક્ષી અભિયાનોને આગામી સમયમાં પણ વધુ વેગ આપવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ વિશ્વવિક્રમી અભિયાન માત્ર એક રેકોર્ડ પૂરતું મર્યાદિત નથી, પરંતુ જનભાગીદારી, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ટકાઉ શહેરી વિકાસનું જીવંત ઉદાહરણ છે. આ અભિયાનમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO), શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, પર્યાવરણપ્રેમીઓ તથા શહેરના હજારો નાગરિકોએ સક્રિય ભાગ લઈને હરિયાળા અમદાવાદના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે. આ વિશ્વવિક્રમ સાથે અમદાવાદે વૈશ્વિક સ્તરે પર્યાવરણ સંરક્ષણમાં એક નવી ઓળખ ઉભી કરી છે અને હરિયાળું, સ્વચ્છ તથા ટકાઉ શહેર નિર્માણ તરફ વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે.
તા.૧૨મી જૂલાઈના રોજ શહેરના છ તાલુકામાં ૩૬૯૦ લાભાર્થીઓને કુલ રૂ. ૮૩.૯૩  લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ-ઘરવખરી સહાયનું વિતરણ
……………………….
અત્યાર સુધીમાં શહેરના છ તાલુકામાં ૨૦૭૪૫ અસરગ્રસ્તોને કુલ રૂ. ૪.૬૮ કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરાઈ
……………………….
સુરત શહેરમાં અને તેના આજુબાજુના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને, રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક રાહત આપવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ તા.૧૨મી જુલાઈના રોજ શહેરના છ અસરગ્રસ્ત તાલુકાઓમાં કુલ ૩૬૯૦ અસરગ્રસ્ત લાભાર્થીઓને કુલ રૂ. ૮૩.૯૩ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના છ તાલુકામાં કુલ ૨૦૭૪૫ અસરગ્રસ્તોને કુલ રૂ. ૪.૬૮ કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે.
આજરોજ હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત સાંજના ૫.૦૦ વાગ્યા સુધીમા શહેરના ૬ અસરગ્રસ્ત તાલુકા વિસ્તારોમાં કુલ ૨૪૫૯ લાભાર્થી કુટુંબોને ત્વરિત આર્થિક રાહત પૂરી પાડવા માટે રૂ. ૨૨.૧૩ લાખથી વધુની કેશડોલ્સ સહાય ચૂકવવામાં આવી છે. તાલુકાવાર વિગતો જોઈએ તો, કતારગામ તાલુકામાં ૨૮ અસરગ્રસ્તોને રૂ. ૨૫૨૦૦, પુણા તાલુકામાં ૮૪૯ લાભાર્થીઓને રૂ. ૭.૬૪ લાખથી વધુની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. મજુરા તાલુકામાં ૧૮૪ લાભાર્થીઓને રૂ. ૧,૬૫,૬૦૦ તેમજ અબ્રામા તાલુકામાં ૧૦૮ લાભાર્થીઓને રૂ. ૯૭૨૦૦ સહાય પેટે  ચૂકવાયા છે. સૌથી વધુ સહાય ઉધના તાલુકામાં ૧૨૯૦ અસરગ્રસ્તોને રૂ.૧૧.૬૧ લાખથી વધુની રોકડ કેશડોલ્સ સહાય ચૂકવીને પૂરપીડિતોને આફતના સમયે મોટી રાહત આપવામાં આવી છે. વિશેષ રૂપે, આજે દિવસ દરમિયાન સર્વેની કામગીરીની સાથે-સાથે વહીવટી તંત્ર દ્વારા ઘરવખરી સહાય પણ ચૂકવવામાં આવી છે.
 તા.૧૨મી જુલાઈના રોજ સાંજેના ૫.૦૦ વાગ્યા સુધીમા ૧૨૩૧  અસરગ્રસ્ત લાભાર્થીઓને તેમના ઘરના સામાન અને ઘરવખરીના નુકસાનના વળતર પેટે કુલ રૂ. ૬૧૮૦૦૦૦ ની રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં કતારગામ તાલુકામાં ૧૪ પરિવારોને રૂ. ૭૦ હજાર, પુણા તાલુકામાં ૪૨૬ પરિવારોને રૂ. ૨૧.૩૦ લાખ, મજુરા તાલુકામાં ૯૨ પરિવારોને રૂ. ૪.૬૦ લાખ, અબ્રામા તાલુકામાં ૫૪ પરિવારોને રૂ.૨.૭૦ લાખ અને મુખ્ય અસરગ્રસ્ત એવા ઉધના તાલુકામાં ૬૪૫ પરિવારોને રૂ. ૩૨.૫૦ લાખની ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ સર્વેની કામગીરી શરૂ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગરના લાખાબાવળ ખાતે વેદ ગર્ભવિહારનું લોકાર્પણ કર્યું
……………………..
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર નજીક લાખાબાવળ ગામે વેદ ગર્ભવિહારનુ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલએ સંસ્થા ખાતે કાર્યરત થનારા ગૌશાળા તેમજ કન્સલ્ટેશન રૂમ, પંચકર્મ રૂમ, માઇનર ઓપરેશન થિયેટર, સંસ્કાર શાળા વગેરે સ્થળોની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓ અને સેવાઓની વિગતો મેળવી હતી.
રાજ્યપાલએ આ મુલાકાત દરમ્યાન સંસ્થાનો પરિચય મેળવ્યો હતો, અને સંચાલકો સાથે સંવાદ કરીને પ્રવર્તમાન સમયમાં સંસ્થાની ભૂમિકા વિશે અવગત થયા હતા. હાલના સંજોગોમાં સંસ્થાના સામાજિક ઉત્તરદાયિત્વ અંગે તેમણે ઉંડાણપૂર્વકની જાણકારી મેળવી હતી અને વિવિધ સ્તરે તેની ઉપયોગિતાથી વાકેફ થયા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં અંદાજે ૧.૨૫ કરોડ વૃક્ષોનું વાવેતર: AMCનાં રૂ.૪૦૫ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન
…………………..
-: કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઈ શાહ :-
•      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ‘એક પેડ માં કે નામ’ આહ્વાન બન્યું જન આંદોલન
•      ભાવિ પેઢીને છાંયડો આપવો હશે, તો આજે શતાયુ વૃક્ષોનું આવરણ બનાવવું પડશે
•      પૃથ્વીને જીવવાલાયક બનાવી રાખવા માટે દરેક ઘર પર સોલાર રૂફટોપ અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા કેન્દ્રીય ગૃહમંત્રીનું આહ્વાન
•      અત્યાર સુધીમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુલ રૂ. ૨૮,૪૯૨ કરોડનાં કામો પૂર્ણ, વર્ષ-૨૦૨૯ સુધીમાં ગ્રીનકવર ૨૦ ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્ય
…………………..
-: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ :-
•           વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ જાળવણી સાથેના વિકાસના વિઝનને ગુજરાત સાકાર કરી રહ્યું છે
•           ‘એક પેડ માં કે નામ 2.O’ અભિયાન અંતર્ગત ગ્રીન કવર વધારવા રાજ્યમાં ૧૦.૯૬ કરોડ વૃક્ષો અને ૮૨ જેટલાં ‘નમો વન’માં ૧૪ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું
…………………..
નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી મતી દર્શનાબહેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિ
…………………..
૧૦૧ ઓક્સિજન પાર્કનું ઈ-લોકાર્પણ અને ૧૫૫ નવી AC ઇલેક્ટ્રિક BRTS-AMTS બસોનું લોકાર્પણ કરાયું
…………………..
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત  અંદાજે ૧.૨૫ કરોડ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ તેમજ એએમસી, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના મળીને અંદાજિત રૂ. ૪૦૫ કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સાયન્સ સિટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ ૧૦૧ ઑક્સિજન પાર્ક તથા ૧૫૫ એસી ઈલેક્ટ્રિક BRTS-AMTS બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી  અમિત શાહે જણાવ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને અમદાવાદ શહેરમાં પર્યાવરણના સંરક્ષણ અને પૃથ્વીના સંવર્ધન માટે એક અભૂતપૂર્વ ‘જન અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે એક જ દિવસમાં ૧,૨૫,૯૩,૫૧૩ વૃક્ષો રોપવાનું ભગીરથ કાર્ય પૂર્ણ  કરીને એક નવો વિક્રમ સ્થાપવાની નેમ વ્યક્ત કરી હતી.
આ સાથે જ અમદાવાદના ત્રણેય લોકસભા વિસ્તારોમાં અલગથી ૫૦ લાખ વૃક્ષો વાવવાનું મહત્ત્વાકાંક્ષી અભિયાન પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે જેના માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની સરાહના કરી, માત્ર ત્રણ મહિનામાં અશક્ય લાગતી આ કામગીરી પૂર્ણ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘એક પેડ માં કે નામ’ આહ્વાનથી પ્રેરાઈને આ અભિયાન હવે એક જન આંદોલન બની ગયું છે. માત્ર ગાંધીનગર લોકસભાના ૧,૩૭,૮૧૨ નાગરિકોએ પોતાની સોસાયટીમાં પાંચ-પાંચ વૃક્ષ રોપવાનો સંકલ્પ લીધો છે. જ્યારે અમદાવાદ શહેરના અન્ય સંસદીય વિસ્તારોના પણ ૨૮,૫૪૪ નાગરિકોએ આ સંકલ્પ લીધો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનએ આપેલો ’વન સાથે જન અને પ્રકૃતિ સાથે પ્રગતિ’નો મંત્ર દોહરાવી તેમણે કહ્યું કે આ તમામ વૃક્ષોમાં ગોરસ આંબલી, સીસમ, વડ, પીપળો જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. જે પ્રત્યેક વૃક્ષ ઓછામાં ઓછું ૧૦૦ વર્ષ કરતાં વધુ આયુષ્ય ધરાવે છે. આમ, આજે રોપેલાં આ વૃક્ષો આવનારી અનેક પેઢીઓને છાંયડો આપશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
 શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ગ્રીનરીનું પ્રમાણ ૧૧.૨૩ ટકાથી વધારીને ૨૦ ટકા કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વાયુ પ્રદૂષણ ઘટાડવા અને કાર્બન ઉત્સર્જન રોકવા માટે નવી ૮૦ BRTSની અને ૭૫ AMTSની ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદ BRTS દેશની એકમાત્ર સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત બસ સેવા બની છે.
 શાહે નાગરિકો સમક્ષ વિકાસકામોનું સરવૈયું રજૂ કરતાં કહ્યું કે અત્યાર સુધીમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુલ રૂ. ૨૮,૪૯૨ કરોડનાં કામો પૂર્ણ થયાં છે.
 અમિતભાઈએ વધતાં જતાં કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ભાવિ પેઢી માટે પૃથ્વીને જીવવાલાયક રાખવા માટે વૃક્ષોનું આવરણ જરૂરી છે. આ માટે તેમણે દરેક નાગરિકને પોતાના ઘર પર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા અપીલ કરી હતી. જેથી વધતાં તાપમાન અને ઓઝોન સ્તરના નુકસાન સામે આવનારી પેઢીઓને રક્ષણ મળી શકે.
આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દેશને પર્યાવરણની જાળવણી સાથે વિકાસ કરવાનું નવું દિશાદર્શન આપ્યું છે. વડાપ્રધાનએ આપેલા ‘વન સાથે જન અને પ્રકૃતિ સાથે પ્રગતિ’ના અભિગમને આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહના નેતૃત્વમાં સાકાર કરવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રીએ લોકભાગીદારી થકી થઈ રહેલા વિક્રમી વૃક્ષારોપણને બિરદાવતા કહ્યું કે આજે વૃક્ષારોપણ એક સાર્વત્રિક જનઆંદોલન બની ચૂક્યું છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણની જાળવણી માટે ‘બેક ટુ બેઝિક’નો મંત્ર આપ્યો છે. આજે પાણી અને વીજળી સહિતના દરેક ક્ષેત્રમાં પર્યાવરણની જાળવણી એ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ, એવું તેમણે ઉમેર્યું હતું.
 પટેલે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશભરમાં સર્વપ્રથમ અલગ ‘ક્લાઈમેટ ચેન્જ વિભાગ’ શરૂ કરાવ્યો હતો. ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટેના વડાપ્રધાનના પ્રયાસોનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. વડાપ્રધાનના આહ્વાન પર દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરો બનાવવાનું ઐતિહાસિક કામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત, ‘એક પેડ માં કે નામ 2.O’ અભિયાન અંતર્ગત રાજ્યમાં ૧૦.૯૬ કરોડ વૃક્ષો, શહેરોમાં ઓક્સિજન પાર્કના નિર્માણ અને ૮૨ જેટલા ‘નમો વન’માં ૧૪ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને શહેરોમાં ગ્રીન કવર વધારામાં આવ્યું છે.
ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ વિસ્તારને દેશનો સૌથી વધુ વિકસિત ક્ષેત્ર બનાવવાનો ધ્યેય છે. લોકસભા મતવિસ્તારમાં થઈ રહેલાં વિવિધ લોકઉપયોગી વિકાસ કાર્યોના લોકાર્પણને કારણે નાગરિકોની ‘ઇઝ ઓફ લિવિંગ’માં મોટો વધારો થયો છે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવા માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ અને અમદાવાદ મહાનગરને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું મહાનગર બનાવવા પ્રયાસ કરવા જોઈએ.
આ પ્રસંગે અમ્યુકોના મેયર હિતેશભાઈ બારોટે સ્વાગત પ્રવચન કરી, આજના સામૂહિક વૃક્ષારોપણની આંકડાકીય માહિતી આપી હતી.
આ પ્રસંગે પર્યાવરણની જાળવણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ ૧૦૧ ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેમાં સમાવિષ્ટ ૬૧ નવા ઓક્સિજન પાર્ક સાથે ગાંધીનગર મતક્ષેત્રમાં હવે કુલ ૭૩ ઓક્સિજન પાર્ક થયા છે. આ સાથે જ નાગરિકો આ તમામ પાર્કની વિગતો, વૃક્ષોની સંખ્યા અને લોકેશન જાણી શકે તે માટે એક વિશેષ ‘ઈ-બુક’નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સિવાય, કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને ‘હરિયાળી લોકસભા’ બનાવવાના ઉદ્દેશથી ITC India Ltd., વિશ્વનાથ રીઅલ્ટર્સ, એસોસિએશન ઑફ ઓટોમોબાઈલ ડીલર્સ અને શિતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇફકો, GUDA સાથે શહેરમાં વૃક્ષારોપણ અને સતત ત્રણ વર્ષ સુધી તેના જતન માટેના એમઓયુ કરવામાં આવ્યા હતા.
આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ગોતા ગોધાવી કેનાલ, ભાડજ; સવન્નાહ પાર્ટી પ્લોટ, સરખેજ, એન.ડી.ડી.બી પ્લોટ, વાડજ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય  જગદીશભાઈ વિશ્વકર્મા, શહેરી વિકાસ રાજ્યમંત્રી મતી દર્શનાબહેન વાઘેલા, સંસદસભ્યઓ  હસમુખભાઈ પટેલ,  દિનેશભાઈ મકવાણા, સર્વે ધારાસભ્યઓ  અમિતભાઈ શાહ,  અમુલભાઈ ભટ્ટ,  જીતુભાઈ પટેલ,  કૌશિકભાઇ જૈન,  અમિતભાઈ ઠાકર,  દિનેશસિંહ કુશવાહ, મતી કંચનબહેન રાદડિયા, સુ પાયલબહેન કુકરાણી,  બાબુસિંહ જાદવ,  કનુભાઈ પટેલ,  બાબુભાઈ જ. પટેલ, મતી રીટાબેન પટેલ, ઇફકોના ચેરમેન  દિલીપભાઈ સંઘાણી, રાજ્યના મુખ્ય સચિવ  એમ.કે. દાસ, મ્યુનિસિપલ કમિશનર  બંછાનિધિ પાની, શહેર પ્રમુખ  પ્રેરકભાઇ શાહ, ડેપ્યુટી મેયર મતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  કમલેશભાઈ પટેલ સહિતના કોર્પોરેશન પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટેઓ, આગેવાનો અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે જિલ્લા કલેકટરનો મોટો નિર્ણય
………………….
પૂર રાહત સહાય માટે તાત્કાલિક સર્વેની કામગીરી તેજ બની: વધુ ૬૫ ટીમો મેદાનમાં ઉતારાઈ
………………….
રાજ્ય વેરા વિભાગના ૧૩ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ૬૫ નવી ટીમોની રચના, કુલ ૩૩૮ અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી સર્વેની જવાબદારી સોંપાઈ
………………….
સુરત શહેરમાં થયેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં માનવ મૃત્યુ, ઇજા તેમજ રહેણાંક મકાનો અને ઘરવખરી સહિતની સ્થાવર-જંગમ મિલકતોને થયેલા નુકસાનનો ઝડપથી સર્વે પૂર્ણ કરી પાત્ર લાભાર્થીઓને કેશડોલ્સ, ઘરવખરી સહિતની રાહત સહાય સમયસર મળી રહે તે માટે જિલ્લા કલેકટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેની કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે.
  આ હેતુસર રાજ્ય વેરા વિભાગના ૧૩ અધિકારીઓ તથા તેમના સ્ટાફને જોડીને કુલ ૬૫ નવી ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમોમાં સમાવિષ્ટ ૩૩૮ અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફીલ્ડમાં જઈ અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
આ તમામ ટીમો સૌથી વધુ અસરગ્રસ્ત એવા શહેરના ઉધના અને મજુરા વિસ્તારના સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. જરૂરિયાત મુજબ આગામી દિવસોમાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ફાળવણી પણ કરવામાં આવશે.
  ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટરના અગાઉના આદેશ મુજબ ૫૦થી વધુ ટીમોના આશરે ૨૫૦ અધિકારી-કર્મચારીઓ પહેલેથી જ મેદાનમાં રહી પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પુરજોશમાં કરી રહ્યા છે. હવે નવી ટીમોના ઉમેરાથી રાહત સહાયની પ્રક્રિયામાં વધુ ઝડપ આવશે અને અસરગ્રસ્ત નાગરિકોને સમયસર સહાય પહોંચાડવાનું કામ વધુ અસરકારક બનશે.
સુરત પૂરના નુકસાન સામે વરાછા બેંકની મોટી રાહત:
માત્ર ૯ % વ્યાજે રૂ. ૫ લાખ સુધીની ‘ફ્લડ લોન’ યોજના જાહેર
—–
પૂર અને પાણી ભરાવા સામે રક્ષણ આપતી વિશેષ વીમા યોજના અને ‘ફ્લડ લોન’
યોજનાનું લોન્ચિંગ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
—-
સુરતમાં પુર બાદ યુદ્ધના ધોરણે રાહત અને સર્વેની કામગીરી શરૂ: રાજય સરકાર દ્વારા
ટુંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવશે
વરાછા બેંકની ‘ફ્લડ લોન’ પ્રશંસનીય પગલું: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
—–
માહિતી બ્યુરો-સુરત, શનિવાર: સુરતમાં ભારે વરસાદ અને પુરના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અણધારી આવી પડેલી આફતના સમયે અનેક ઔદ્યોગિક તેમજ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ઉદ્યોગો, વેપારી સ્થળો અને રોજગારને નુકસાન પહોંચ્યું છે તેવા સમયે સુરતની ધી વરાછા કો-ઓપ.બેક લિ. દ્વારા માત્ર ૯% વ્યાજે રૂ. ૫ લાખ સુધીની ‘ફ્લડ લોન’ યોજના અને પૂર અને પાણી ભરાવા સામે સુરક્ષા આપતી નવી વીમા યોજનાઓનું લોન્ચિંગ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યુ હતું.
      સુરત શહેરમાં તાજેતરમાં ભારે વરસાદના કારણે ઊભી થયેલી સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રીએ સુરતના નાગરિકોની જિંદાદિલી અને સંકટ સમયે એકબીજાને મદદ કરવાની ભાવનાને વંદન કર્યા હતા.
      વરાછા બેંકની મુખ્ય કચેરી ખાતે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પૂરના કારણે થયેલા નુકસાનનું સાચું આકલન કરવા માટે સરકાર દ્વારા ૭૨ કલાકમાં સર્વે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાંથી ૮૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નાની-મોટી ઇન્ડસ્ટ્રીઝો, દુકાનો અને કોમર્શિયલ એકમોને થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે. જેના આધારે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.
       નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સુરતની માટીમાં મુશ્કેલીઓ સામે લડવાની અને પોઝિટિવિટી સાથે બેઠા થવાની તાકાત છે. સરકાર અને સ્થાનિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને ટૂંક સમયમાં જ સુરતને ફરી બેઠું કરવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
       આફત સમયે વરાછા બેંક તમારી સાથેની ઉક્તિને વરાછા બેંકે સાચા અર્થમાં સાકારિક કરી છે. સંકટ સમયે વરાછા બેંકની આ ઉમદા પહેલને બિરદાવી હતી. મુશ્કેલીના આ સમયમાં વરાછા કો-ઓપરેટિવ બેંકે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા પૂરગ્રસ્તો માટે માત્ર ૯ ટકા ના વ્યાજદરે રૂ. ૫ લાખ સુધીની ‘ફ્લડ લોન’ આપવાની જાહેરાત કરી છે જે બદલ અભિનંદન પાઠવ્યા હતા.
    આ અવસરે આરોગ્ય રાજયમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ પણ વરાછા બેંક પ્રશંસા કરીને આ ઉમદા નિર્ણયથી નાના વેપારીઓને મહત્તમ ફાયદો થશે તેમ જણાવ્યું હતું.
     આ અવસરે ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોધારી તથા બેંકના ચેરમેન નરેન્દ્રભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ ધાનાણીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ અવસરે ધારાસભ્ય કાંતિ બલર, અગ્રણી જયંતિભાઈ એકલેરા, મનહરભાઈ સાચપરા તથા મુકેશભાઈ પટેલ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યોજનાનો ઝડપી લાભ લઈ શકે તે માટે બેંકે આકર્ષક શરતો જાહેર કરી છે:—
આપત્તિના સમયે સુરક્ષિત કાલ માટે રૂ. ૫ લાખ સુધીની લોન સહાય. ગ્રાહકો પર આર્થિક બોજ ન પડે તે માટે વ્યાજ દર માત્ર ૯ ટકા રાખવામાં આવ્યો છે. લોનની ભરપાઈ કરવા માટે ૬૦ મહિનાનો લાંબો સમયગાળો આપવામાં આવશે. આ લોન મેળવવામાં કોઈ તકલીફ ન પડે તે માટે વરાછા બેંકની મુખ્ય કચેરી ખાતે એક ખાસ ડેડિકેટેડ સ્પેસ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાંથી અરજદારોને ત્વરિત માર્ગદર્શન અને લોનની મંજૂરી મળી રહેશે.
*પૂર અને પાણી ભરાવા સામે સુરક્ષા આપતી નવી વીમા યોજના*
           ભવિષ્યમાં આવી કુદરતી આફતો સામે આર્થિક સુરક્ષા મળી રહે તે હેતુથી વરાછા બેંક દ્વારા એક વિશેષ જનરલ ઇન્સ્યોરન્સ (વીમા) યોજના પણ શરૂ કરાઈ છે. આ યોજના હેઠળ રૂ. એક હજારના વાર્ષિક પ્રિમિયમ ઉપર રૂ.૧૦ લાખના માલ સ્ટોક્સ માટે વીમા યોજના લાભ લઈ શકાશે.  પૂર અથવા વિસ્તારોમાં પાણી ભરાવા જેવી સ્થિતિમાં વેપારીઓના સ્ટોક, ગોડાઉન કે મિલકતને થતા નુકસાન સામે વીમા ધારકને પૂરેપૂરું આર્થિક રક્ષણ પૂરું પાડવામાં આવશે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનો ‘બેક ટુ સ્કૂલ મિશન’ અંતર્ગત બનાસકાંઠાના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ
_______________
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની ભાવના છે કે રાજ્ય અને દેશનો કોઈપણ બાળક
શિક્ષણથી વંચિત ન રહે:- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
_____________
સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત બનવું અત્યંત જરૂરી છે:- મુખ્યમંત્રી
_____________
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને આપ્યો આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યનો મંત્ર
______________
મુખ્યમંત્રી સાથેની વાતચીતથી ઉત્સાહ વધ્યો, હવે નિયમિત ભણીને
મારા સપના સાકાર કરીશ: લાભાર્થી દીકરી સુહાની
________________
શિક્ષણના મુખ્ય પ્રવાહથી વંચિત બાળકો માટે આશીર્વાદરૂપ બનતું રાજ્ય સરકારનું ‘બેક ટુ સ્કૂલ મિશન’
________________
રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામા 29 હજાર થી વધુ બાળકો નો પુનઃ શાળા પ્રવેશ
__________
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સાર્વત્રિકીકરણ અને શાળા ડ્રોપ-આઉટ દર ઘટાડવાના મક્કમ સંકલ્પ સાથે રાજ્યભરમાં ‘બેક ટુ સ્કૂલ મિશન’ ચલાવવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર  પટેલે બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ખાતે શાળામાં પુનઃપ્રવેશ પામેલા બાળકો સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો.
 મુખ્યમંત્રીએ  શાળામાં પુનઃપ્રવેશ પામેલા ૧૨ જેટલા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા મેન્ટર્સ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે સહજતાથી હળીમળીને વાતચીત કરી હતી તેમજ બાળકોના શાળા છોડવાના કારણો, પુનઃપ્રવેશ બાદના શૈક્ષણિક અનુભવો અને ભવિષ્ય અંગેની તેમની આશાઓ વિશે રસપૂર્વક પૂછપરછ કરી હતી.
તેમણે વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળાએ જવા, ખંતપૂર્વક અભ્યાસ કરવા, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને જીવનમાં ઊંચા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણી દીકરીઓ ઘરકામની જવાબદારી નિભાવવાની સાથે શિક્ષણમાં પણ શ્રેષ્ઠ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.
તેમણે દીકરીઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂકતાં જણાવ્યું કે, સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત બનવું અત્યંત જરૂરી છે. વાલીઓને સંબોધતાં  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દરેક માતા-પિતાની ફરજ છે કે તેઓ પોતાના બાળકોને નિયમિત શિક્ષણ અપાવે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને પ્રોત્સાહિત કરે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની ભાવના છે કે રાજ્ય અને દેશનો કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.
આ જ દૃષ્ટિ સાથે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવી લોકભાગીદારી આધારિત પહેલો શરૂ કરી હતી, જેના પરિણામે આજે શિક્ષણ પ્રત્યે સમાજમાં વ્યાપક જાગૃતિ સર્જાઈ છે. તેમણે જણાવ્યું કે, આજે શિક્ષકો માત્ર બાળકોને ભણાવવાની જ નહીં, પરંતુ શાળા છોડનારા દરેક બાળકને શોધી ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ વ્યક્તિ, પરિવાર અને સમાજના સર્વાંગી વિકાસનું સૌથી અસરકારક સાધન છે. જો ગરીબ અને સામાન્ય પરિવારો પોતાની નવી પેઢીને શિક્ષણ આપશે તો તેઓ હાલની આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાંથી બહાર આવી શકશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા ગરીબો માટે રાશન, આરોગ્ય અને અન્ય અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
આ તમામ યોજનાઓનો સાચો લાભ ત્યારે જ મળશે જ્યારે બાળકો શિક્ષિત બનશે અને પોતાના જીવનમાં આગળ વધશે. શિક્ષણ દ્વારા જ નવી પેઢીનું નવસર્જન થશે અને સમગ્ર પરિવાર તેમજ સમાજના વિકાસનો માર્ગ પ્રશસ્ત બનશે.
આ પ્રસંગે દીકરીઓના વાલી મણીબેને જણાવ્યું કે, તેમની પરિસ્થિતિ યોગ્ય ના હોવાથી પોતાની બંને દીકરીઓને અધવચ્ચેથી અભ્યાસ છોડાવવો પડ્યો હતો. ગામના શાળાના શિક્ષકો દ્વારા સમજાવતા અને સરકારની યોજના અંતર્ગત હવે ફરીથી બંને દીકરીઓનો અભ્યાસ શરૂ કરાવ્યો છે.
આ પ્રસંગે લાભાર્થી દીકરી સુહાનીએ જણાવ્યું કે, તે ધોરણ ૧૦માં ભણતી હતી, પછી બોર્ડની પરીક્ષા છે, તો મેં ભણવાનું છોડી દીધું હતું. આ પછી અમારા શિક્ષકો મારા ઘરે આવ્યા હતા અને મારા વાલીને સમજાવ્યા હતા. તેના પછી મારા વાલી સમજ્યા અને મેં બોર્ડની પરીક્ષા ફરીથી આપી હતી. હું બોર્ડની પરીક્ષામાં પાસ થઈ. પછી મેં ધોરણ ૧૧માં પ્રવેશ કર્યો છે.
મુખ્યમંત્રી  એ અત્યારે વાત કરી, મને સારું લાગ્યું અને હું હવેથી રેગ્યુલર ભણવા જઈશ.
વર્ષ ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન વિવિધ કારણોસર શાળાનું શિક્ષણ અધવચ્ચે છોડી દેનારા બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે રાજ્ય સરકાર દ્વારા આ વિશેષ અભિયાન હાથ ધરવામાં
આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના નેતૃત્વમાં સમગ્ર શિક્ષા અભિયાન, શિક્ષકો તથા તાલુકા સ્તરની ટીમોના સતત પ્રયાસોથી આ મિશન અંતર્ગત રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી નોંધાવવામાં આવી છે.
જિલ્લામાં હાથ ધરાયેલા વ્યાપક સર્વેક્ષણ દરમિયાન કુલ ૩૭,૪૧૫ ડ્રોપઆઉટ બાળકોની ઓળખ કરવામાં આવી હતી. જેમાંથી ૨૯,૪૫૧ બાળકોનું સફળતાપૂર્વક પુનઃપ્રવેશ (રી-એનરોલમેન્ટ) કરાવવામાં આવ્યું છે. પુનઃપ્રવેશ પામેલા વિદ્યાર્થીઓમાં ૧૪,૮૭૫ કુમારો અને ૧૪,૫૭૬ કન્યાઓનો સમાવેશ થાય છે.
આ પૈકી ૨૩,૦૩૨ વિદ્યાર્થીઓને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) સાથે જોડવામાં આવ્યા છે, જ્યારે ૬,૩૬૮ વિદ્યાર્થીઓને નિયમિત શાળાઓમાં ફરી પ્રવેશ અપાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું ‘બેક ટુ સ્કૂલ મિશન’ રાજ્યના એક પણ બાળકને શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તેની દિશામાં મહત્વપૂર્ણ અને આશીર્વાદરૂપ પહેલ સાબિત થઈ રહ્યું છે.
ઉજ્જ્ડ જમીનો બનશે નવસાધ્ય:  અમિત શાહનાં
ગાંધીનગર ‘હરિયાળી લોકસભા’ પ્રોજેક્ટ હેઠળ મોટાપાયે સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષો વવાશે
*
વિવિધ પ્રજાતિનાં પશુ, પક્ષીઓ, પતંગિયા અને જંતુઓને આકર્ષતા સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષો વાવવાથી
 ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં એક ધબકતું નિવસનતંત્ર ઉભું થશે*
*
કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ દ્વારા તેમના ગાંધીનગર હરિયાળી લોકસભા મતવિસ્તારમાં ચાલુ વર્ષે સવા કરોડ વૃક્ષો વાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને દેશમાં ગાંધીનગર લોકસભા વિસ્તારને મોડલ  ‘હરિયાળી’ લોકસભા મતવિસ્તાર બનાવવાનો સંકલ્પ કર્યો છે
*
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હાથ ધરાયું છે અને લોકભાગીદારી થકી દેશને હરિયાળો બનાવવાનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે
*
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલું આ અભિયાન
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં વિસ્તરી રહ્યું છે
*
*ગાંધીનગર, 11 જુલાઈ, 2026* : થોડા દિવસો પહેલા જો તમે બગોદરાથી નળસરોવર તરફ જતા રસ્તા પર આવતા કણોતર ગામનાં 23 હેક્ટર ગૌચર જમીનની બાજુમાંથી પસાર થયા હોત, તો બહુ ઓછા લોકોને ત્યાં ઉભા રહેવાનું મન થયું હોત. કેમ કે ખૂબ જ ક્ષારવાળી અને ગાંડા બાવળોથી ઘેરાયેલી આ જમીન ઉજ્જડ જેવી હતી. જો કે, આજે આ સ્થળેથી પસાર થતા કોઇ રોકાયા વગર રહી શકતું નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહનાં મહત્વાકાંક્ષી ‘ગાંધીનગર હરિયાળી લોકસભા’ અભિયાનનાં ભાગરૂપે, ગુજરાત વન વિભાગે આ 23 હેક્ટર જમીનની કાયાપલટ કરી નાખી છે. ગાંડો બાવળ દૂર કરી, પથ્થર જેવી કડક માટીને ઉંડી ખેડી નાખી છે અને ત્યારબાદ ખારાપાટ જેવી જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમાં જિપ્સમ, છાણિયું ખાતર, જરૂરી પોષકતત્વો અને ખાતર નાખી જમીન સુધારણાનું કામ હાથ ધર્યુ છે. અને હવે, નવસાધ્ય થયેલી જમીનમાં 2.30 લાખ વૃક્ષો વાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વૃક્ષોમાં મુખ્યત્વે સ્થાનિક પ્રજાતિનું વાવેતર કરવામાં આવશે.
ગૌચરની આ 23 હેક્ટર જમીનને ચારે તરફથી ફેન્સિંગ કરી તેને સુરક્ષિત કરવામાં આવી છે. વૃક્ષોને પાણી પૂરું પાડવા માટે પાણીનો એક બોર બનાવ્યો છે. આ બોર સોલર પાવરથી ચાલશે.
આ દ્રશ્ય માત્ર કાણોતર ગામ પૂરતું નથી, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહના ગાંધીનગર લોકસભા મત વિસ્તાર હેઠળ આવતા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાનાં 82 સ્થળોએ આ પ્રકારની કામગીરી યુદ્ધનાં ધોરણે ચાલી રહી છે. સાવ ઉજ્જડ અને ખારાપાટ જેવી જમીનને નવસાધ્ય કરી સ્થાનિક પ્રજાતિઓનાં વૃક્ષોનું વાવેતર કરી નવી ઇકોસિસ્ટમ ઉભી કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહના ‘ગાંધીનગર હરિયાળી લોકસભા પ્રોજેક્ટ’ હેઠળ ચાલુ વર્ષે સવા કરોડ (1.25 કરોડ) રોપા વાવવાનો  લક્ષ્યાંક છે. આ સવા કરોડનાં લક્ષ્યાંકમાં વન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 82 સ્થળોએ 540.92 હેક્ટર વિસ્તારમાં 60 લાખ રોપા વવાશે.
કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહે એક વિશાળ વૃક્ષારોપણ ઝુંબેશ દ્વારા તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તારને દેશનો સૌથી હરિયાળો મતવિસ્તાર બનાવવાનો સંકલ્પ કર્યો છે. જળવાયુ પરિવર્તન સામે લડવાનાં અભિયાનના ભાગરૂપે, આ વર્ષે સમગ્ર ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સવા કરોડ રોપા વવાશે.
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હાથ ધરાયું છે અને લોકભાગીદારી થકી દેશને હરિયાળો બનાવવાનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલું આ અભિયાન મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં વિસ્તરી રહ્યું છે.
*આ અભિયાનમાં સ્થાનિક પ્રજાતિઓની વનસ્પતિ પર વધુ ભાર*
ગાંધીનગર હરિયાળી લોકસભા પ્રોજેક્ટમાં સ્થાનિક અને લુપ્ત થતી વનસ્પતિઓ પર ભાર મુકવામાં આવ્યો છે. ગુજરાતનાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, “આ અભિયાન હેઠળ ઝડપથી ઉગતા વૃક્ષોની જગ્યાએ  અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્થિતિને અનુરૂપ વૃક્ષોની પસંદગી કરી છે. વન વિભાગ દ્વારા કુલ 121 વનસ્પતિની પ્રજાતિઓ વાવવામાં આવશે તેમાં 80 જટેલી પ્રજાતિઓ સ્થાનિક હશે. એટલુ જ નહીં, 6.05 લાખથી વધુ રોપાઓમાં 24 પ્રકારની પ્રજાતિઓ દુર્લભ, વિલુપ્ત અને ભયગ્રસ્ત થતી પ્રજાતિની છે.”
સ્થાનિક પ્રજાતિનાં વનસ્પતિઓમાં કુમકુમ(Mallotus sp.), શીમળો, કંપીલો, કીલાઇ, ચમુલી, જંગલી સરગવો, સફેદ સિરીશ,  જંગલી જામફળ, કાંચનાર, પીળો કેસૂડો, અરીઠા, સફેદ સાગ, અને સફેદ ગંભાર વગેરેનો સમાવેશ થાય છે.
“સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષો વાવવાથી પંખીઓ, પતંગિયા, આ પ્રજાતિનાં વૃક્ષો પર નિર્ભર જીવજંતુઓ આવશે અને એક ધબકતુ નિવસનસંત્ર ઉભુ થશે. દેશી વૃક્ષો સ્થાનિક પક્ષીઓ, સરીસૃપો, પતંગિયાઓ, મધમાખીઓ અને અન્ય પોલીનેટરોને ખોરાક, આશરો અને પ્રજનન માટેની જગ્યા પૂરી પાડે છે,” વન અને પર્યાવરણનાં અગ્ર સચિવ વિનોદ રાવે વધુમાં જણાવ્યું હતું.
“સ્થાનિક વનસ્પતિનાં ફૂલો, ફળો અને પાંદડા આખા વર્ષ દરમિયાન પક્ષીઓ અને અન્ય જીવજંતુઓને પોષણ આપે છે, જ્યારે ગાઢ વનસ્પતિ નાના પ્રાણીઓ માટે સુરક્ષિત રસ્તાઓ બનાવે છે. નવસાધ્ય જમીન, ભેજ જાળવી રાખવાની ક્ષમતા અને જૈવવિવિધતા આ રહેઠાણોને વધુ મજબૂત બનાવે છે, જેથી તેઓ આબોહવા પરિવર્તન સામે વધુ ટકી શકે.” વિનોદ રાવે વધુમાં ઉમેર્યુ હતું.
જેમ-જેમ આ વૃક્ષો મોટા થશે, તેમ-તેમ તેઓ સ્થાનિક કક્ષાએ સંતુલન પુનર્જીવિત કરશે, પરાગનયન વધારશે અને એક સમૃદ્ધ તેમજ સ્વનિર્ભર ઇકોસિસ્ટમ બનાવશે.
તાપી જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી વિઝનનો સકારાત્મક પ્રભાવ
કોમ્પ્યુટર એન્જિનિયરનું ફિલ્ડ છોડી સીડલેસ લીંબુની ખેતી કરીને
મુંબઈ-પુણેના બજારમાં જમાવી ધાક, એક એકરથી આઠ લાખની આવક
વ્યારાના બેડકુવાદુરના  પ્રતિક ચૌધરીએ કહ્યુ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વાતો સો ટકા સાચી, પ્રાકૃતિક ખેતીથી જમીન પોચી અને પોષણક્ષમ બની છે
ધોધમાર વરસાદ છતાં ખેતરમાં પાણી શોષાયું, અળસિયાં બન્યા આશીર્વાદ
પિતાના સમયમાં વધુ વરસાદ દરમિયાન અમારું ખેતર તળાવ દેખાતું,
આજે બાજુના રાસાયણિક ખેતરમાં એ જ દૃશ્ય
કોઈ પણ ખેડૂત નથી ઇચ્છતો કે તેના ખેતરમાં વરસાદનું પાણી ભરાઈ રહે કે તેની જમીન કઠણ બની જાય… પરંતુ બદલાતી આબોહવા અને રાસાયણિક ખાતરોના અતિરેકથી જમીનની કુદરતી ક્ષમતા સમાપ્ત થઈ રહી છે. ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી ખેડૂતોને આ જ ગંભીર ચિંતાથી મુક્ત કરવા અને ધરતી માતાને બચાવવા સમગ્ર રાજ્યમાં ‘પ્રાકૃતિક ખેતી’ના મહા-અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે.
સાદી ભાષામાં કહીએ તો, વરસાદમાં જે જમીન પાણી શોષી લે તે શ્રેષ્ઠ, અને જે ખેતર પાણીને શોષવાને કરવાને બદલે તળાવનું સ્વરૂપ ધારણ કરી લે, તે પાકના વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધિમાં અડચણ બને છે. રાજ્યપાલ અવારનવાર વૈજ્ઞાનિક પુરાવા સાથે ખેડૂતોને સમજાવે છે કે આ સમસ્યાનો એકમાત્ર કાયમી ઉકેલ પ્રાકૃતિક ખેતી છે.
સારી અને નફાકારક ખેતી માટે જરૂરી છે કે ખેતીની જમીનમાં વરસાદનું પાણી શોષાય, જેથી પાકના મૂળને પૂરતો ઓક્સિજન મળે અને લાંબા સમય સુધી જમીનમાં ભેજ જળવાઈ રહે. અને આ બધું જ શક્ય બને છે પ્રાકૃતિક ખેતીમાં. જ્યારે જમીન પાણી શોષવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે તેની ફળદ્રુપતા વધે છે, સૂક્ષ્મજીવોનો વિકાસ થાય છે તેમજ ભૂમિનું સ્વાસ્થ્ય સુધરે છે.
આ બધા પરિવર્તનો ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને વધુ આવક તરફ દોરી જાય છે. રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ આવી સમૃદ્ધિનો માર્ગ પ્રાકૃતિક ખેતી દ્વારા પ્રશસ્ત થઈ રહ્યો છે અને આજે અનેક ખેડૂતો તેના જીવંત સાક્ષી બની રહ્યા છે. આવા જ એક જીવંત સાક્ષી અને પ્રગતિશીલ ખેડૂત અને એટલે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવાદુર ગામના પ્રતિકભાઈ ચૌધરી.
કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાની મનગમતી ફિલ્ડમાં તક છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવનાર પ્રતિકભાઈ ચૌધરીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હું પ્રાકૃતિક ખેતીને સફળતાપૂર્વક આગળ ધપાવી રહ્યો છું. અગાઉ મારા પિતા દ્વારા કરવામાં આવતી રાસાયણિક ખેતીના કારણે ખેતરની જમીન કઠણ થઈ ગઈ હતી, પરિણામે વરસાદનું પાણી જમીનમાં શોષાતું નહોતું અને પાકના મૂળ સડી જતાં ભારે નુકસાન વેઠવું પડતું હતું
તેમણે ઉમેર્યું કે, રાજ્યપાલ જે વાત કરે છે તેનો મને મારા પોતાના ખેતરમાં પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે. વ્યારામાં તાજેતરમાં થયેલા ધોધમાર વરસાદ છતાં મારા પ્રાકૃતિક ખેતીવાળા ખેતરમાં વરસાદી પાણી સંપૂર્ણપણે જમીનમાં શોષાઈ ગયું છે, જ્યારે બાજુના જ રાસાયણિક ખેતીવાળા ખેતરમાં હજુ પણ પાણી ભરાયેલું જોવા મળે છે. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ જીવામૃત, ઘનજીવામૃત અને અળસિયાંઓની મદદથી મારી જમીન ફરી ફળદ્રુપ, પોચી અને સ્પોન્જ જેવી બની
ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી હંમેશાં ભારપૂર્વક કહે છે કે રાસાયણિક ખાતરોનો સંપૂર્ણ ત્યાગ કરીને દેશી ગાયના છાણ-મૂત્રમાંથી બનેલા જીવામૃતનો આશ્રય લેવાય છે, ત્યારે અળસિયાંઓ પુનઃ જીવિત થઈ ઊઠે છે. આ અળસિયાંઓ દિવસ-રાત જમીનમાં ઉપર-નીચે અવરજવર કરીને લાખો કુદરતી છિદ્રો બનાવે છે.
આ અવિરત પ્રક્રિયાથી જમીન અંદરથી એકદમ પોચી અને ‘સ્પોન્જ’ જેવી બની જાય છે. એ જ કારણ છે કે ચોમાસામાં ગમે તેટલો ભારે વરસાદ પડે તો પણ આ કુદરતી છિદ્રો દ્વારા પાણી સીધું જમીનના પેટાળમાં ઉતરી જાય છે. જેનાથી કૂવા અને બોરના જળસ્તર પણ ઊંચા આવે છે.
પ્રતિકભાઈએ વર્ષ ૨૦૧૭થી ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં તેમણે સીડલેસ લીંબુનું વાવેતર કર્યું અને વર્ષ ૨૦૨૧થી તેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. આજે તેઓ પોતાના ખેતરમાં જ ઉત્તમ ગુણવત્તાના કેમિકલમુક્ત સીડલેસ લીંબુનું મબલખ ઉત્પાદન મેળવી મુંબઈ જેવા મોટા બજારોમાં વેચાણ કરી રહ્યા છે અને એક એકરમાં આઠ લાખની આવક મેળવી રહ્યા છે.
રાજ્યપાલના ભગીરથ પ્રયાસો અને વિઝનરી નેતૃત્વના કારણે આજે તાપી જિલ્લાના અનેક ખેડૂતો પ્રતિકભાઈની આ સફળતાથી પ્રેરિત થઈને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે અને પોતાની કિંમતી જમીનને બંજર થતી બચાવી રહ્યા છે.
રાજ્યની નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
નવી મહાનગરપાલિકાઓની હદમાં ઉમેરાયેલા વિસ્તાર અને ટ્રાન્ઝીશન ફેઈઝને ધ્યાનમાં લઇને નાગરિક સુખાકારીના 11 મહત્વના પ્રોજેક્ટ માટે પાંચ વર્ષ સુધી જમીન વિનામૂલ્યે ફાળવાશે
મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ અને સુરેન્દ્રનગર તથા પોરબંદર મહાનગરપાલિકાને મળશે લાભ
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓને મજબૂત બનાવીને નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓને આવા લાભ આપવાના  અગાઉ કરેલા નિર્ણયમાં હવે આ નવી 9 મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ નિર્ણય અનુસાર રાજ્યની વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર એમ નવી રચાયેલી કુલ 9 મહાનગરપાલિકાઓને આગામી પાંચ વર્ષ સુધી જાહેર હિતની વિવિધ 11 જેટલી આવશ્યક નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે.
આ મહાનગરપાલિકાઓ અગાઉની “અ”વર્ગની નગરપાલિકાઓમાંથી નવી મહાનગરપાલિકા બનેલી છે અને તેનો હાલ ટ્રાન્ઝિશન ફેઈઝ ચાલે છે. એટલું જ નહીં, નવી મહાનગરપાલિકાઓની હદમાં પણ મોટો વિસ્તાર ઉમેરાયો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ નવી મહાનગરપાલિકાઓમાં સર્વાંગી વિકાસ કામો ઝડપથી થઈ શકે તે હેતુસર જિલ્લા કક્ષાએ જમીન ફાળવણીની પ્રક્રિયા વધુ સરળ બનાવવાનો અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નવી મહાનગરપાલિકાઓને નાગરિક સુખાકારી માટે જે 11 મહત્વના જાહેર પ્રોજેક્ટ્સ માટે વિનામૂલ્યે જમીન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે તેમાં નગર સેવા સદન (કચેરી મકાન), ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), ભૂગર્ભ ગટર ડ્રેનેજ, પંપિંગ સ્ટેશન, વૉટર સપ્લાય પ્રોજેક્ટ (પાણી પુરવઠાના કામો), સૉલિડ/લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સ્ટોર્મ વૉટર ડ્રેનેજની કામગીરી (વરસાદી પાણીના નિકાલ માટે), બાલવાડી (આંગણવાડી) તેમજ ટાઉન હૉલ, કોમ્યુનિટી હૉલ અને કન્વેન્શન સેન્ટરનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીના આ દુરોગામી નિર્ણયને પરિણામે નવી મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં ફાયર સ્ટેશન, એસ.ટી.પી., સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને જાહેર બાગ બગીચા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝનું ત્વરાએ નિર્માણ થઈ શકશે તથા શહેરી વિકાસ કામોમાં પણ નવી ગતિ આવશ
મિયાવાકીથી એક ડગલું આગળ: ગુજરાતનું ‘વન કવચ’
મોડેલ  અમિત શાહના હરિયાળી લોકસભા વિઝનને આપશે વેગ
***
 અમિત શાહના હરિયાળી લોકસભા પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ નજીક આવેલા
ગોધાવી ગામ ખાતે ૧૦૦ હેક્ટર વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું ‘મહા વન કવચ’ બનશે
***
આ વર્ષે સમગ્ર રાજ્યમાં વન વિભાગ દ્વારા ‘વન કવચ’ મોડલ હેઠળ  ૧,૧૦૦ હેક્ટરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. કૂલ ૧૧૦૦ હેક્ટરમાંથી ૬૦૦ હેક્ટર વિસ્તારમાં બનનારા ‘વન કવચો’ માત્ર ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં જ વિકસાવવામાં આવી રહ્યાં છે
***
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સમગ્ર દેશમાં
‘એક પેડ મા કે નામ’ દ્વારા વૃક્ષારોપણ ક્ષેત્રે એક ક્રાંતિ થઇ રહી છે
***
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાતને વધુ હરિયાળું બનાવવા માટે વન મહોત્સવ જેવા વિશેષ અભિયાનો થકી એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે
***
કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહ એવી સ્વદેશી વનસ્પતિ પ્રજાતિઓને પ્રોત્સાહન આપી રહ્યા છે જે સ્થાનિક આબોહવાને અનુકૂળ હોય અને તમામ જીવોને લાંબા ગાળાના પર્યાવરણીય લાભો પૂરા પાડે
***
  જાણીતા ગુજરાતી કવિ ઝીણાભાઈ દેસાઈ (‘સ્નેહરશ્મિ’) એ જાપાની કાવ્ય પ્રકાર ‘હાઈકુ’ના મૂળ આત્મા અને ૧૭ અક્ષરના બંધારણને વફાદાર રહીને તેને ગુજરાતી સાહિત્યમાં રજૂ કર્યો તેના બરાબર છ દાયકા પછી, ગુજરાતે ફરી એકવાર અન્ય એક જાપાની— મિયાવાકી વન વૃક્ષારોપણ- મોડેલને જરા જુદા અને સ્થાનિક પરિસ્થિતિને અનૂરૂપ મૌલિક સ્વરૂપમાં ‘વન કવચ’નાં રૂપમાં અપનાવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહના મહત્વાકાંક્ષી ગાંધીનગર હરિયાળી લોકસભા અભિયાનના ભાગરૂપે, ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ૧.૨૫ કરોડ રોપાઓ વાવવામાં આવશે. આમાંથી અંદાજે ૬૦ લાખ રોપાઓ વન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ‘વન કવચ’ મોડેલનો ઉપયોગ કરીને વાવવામાં આવશે — જે જાપાનીઝ મિયાવાકી મોડેલનું ગુજરાતી કરેલું સંસ્કરણ છે. સ્થાનિક પર્યાવરણીય પરિસ્થિતિઓ માટે ખાસ ડિઝાઇન કરાયેલું આ મોડેલ, વૈજ્ઞાનિક જમીન સુધારણા અને જૈવવિવિધતા સંરક્ષણને જોડીને બગડેલી જમીનને સ્વનિર્ભર દેશી નિવસનતંત્ર (ઇકોસિસ્ટમ) માં બદલવાનો પ્રયાસ કરે છે.
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘એક પેડ મા કે નામ’ દ્વારા વૃક્ષારોપણ ક્ષેત્રે એક ક્રાંતિ થઇ
રહી છે.
રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાતને વધુ હરિયાળું બનાવવા માટે વન મહોત્સવ જેવા વિશેષ અભિયાનો થકી એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે.
*વન કવચની સફળતા બાદ તેનો વ્યાપ વધાર્યો*
ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગનાં અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, ” અમિત શાહનાં ગાંધીનગર હરિયાળી લોકસભા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ૬૦૦ હેક્ટર વિસ્તારને આવરી લેતા કુલ ૮૨ ‘વન કવચો’ વિકસાવવામાં આવશે. તેમાંથી, અમદાવાદ નજીક આવેલા ગોધાવી ગામ ખાતે ૧૦૦ હેક્ટર પર ગુજરાતનું સૌથી મોટું ‘મહા વન કવચ’ વિકસાવવામાં આવી રહ્યું છે.”
વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩માં ૧૦૦ હેક્ટર વિસ્તારમાં વન કવચની શરૂઆત થઈ. આ વન કવચ મોડેલને સફળતા મળતા વન વિભાગે વન કવચ હેઠળ ૨૦૨૪-૨૫ દરમિયાન આ વિસ્તાર વધીને ૨૦૦ હેક્ટર અને ૨૦૨૫-૨૬ દરમિયાન ૪૦૦ હેક્ટર કર્યો હતો. ૨૦૨૬ સુધીમાં આ મોડેલ હેઠળ વિકસાવવામાં આવેલો રાજ્યનો કુલ વિસ્તાર ૬૦૦ હેક્ટર સુધી પહોંચી ગયો છે.
*ગુજરાતમાં વન કવચ મોડેલનો વિસ્તાર*
વન વિભાગનાં અગ્ર સચિવ વિનોદ રાવે ઉમેર્યું કે, “વન કવચ મોડેલની સફળતાનાં આધારે, વન વિભાગ હવે ૨૦૨૬-૨૭ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ૫૦૦ નવી વન કવચ સાઇટો બનાવશે. આ વર્ષે, વન કવચ પહેલ હેઠળ સૂચિત ૧,૧૦૦ હેક્ટરના નવા વૃક્ષારોપણમાંથી અડધાથી વધુ — એટલે કે ૬૦૦ હેક્ટર — માત્ર ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં જ વિકસાવવામાં આવશે.”
*વન કવચ VS મિયાવાકી: ગુજરાત શા માટે ઝડપી ગ્રીન કવરને બદલે લાંબા ગાળાના પર્યાવરણને પસંદ કરી રહ્યું છે?*
મૂળ મિયાવાકી પદ્ધતિ જાપાનનાં શંકુદ્રુમ (કોનિફર) પ્રભુત્વ ધરાવતા જંગલો માટે વિકસાવવામાં આવી હતી, તેમાં પ્રતિ ચોરસ મીટર ત્રણથી પાંચ રોપાઓ વાવવામાં આવે છે. આ ગીચ વાવેતર સૂર્યપ્રકાશ, પાણી અને પોષક તત્ત્વો માટે તીવ્ર સ્પર્ધા પેદા કરે છે, જેનાથી માત્ર સૌથી મજબૂત વૃક્ષો જ બચી શકે છે અને ત્રણથી પાંચ વર્ષમાં ઝડપી જંગલનો વિકાસ થાય છે. સામાન્ય મિયાવાકી વાવેતરમાં શરૂઆતમાં પ્રતિ હેક્ટર આશરે ૫૦,૦૦૦ રોપાઓ હોઈ શકે છે, જે કુદરતી સ્પર્ધાને કારણે ધીમે-ધીમે ઘટે છે.
જો કે, વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, પર્યાવરણશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે જાપાની મોડેલનું સીધું અનુકરણ ભારતની દેશી વૃક્ષ પ્રજાતિઓ માટે યોગ્ય ન હોઈ શકે. આપણા ઘણા સ્વદેશી વૃક્ષો વિશાળ ઘેરાવ (કેનોપી) અને વ્યાપક મૂળ તંત્ર વિકસાવે છે જે ઊભી અને આડી બંને દિશામાં ફેલાય છે. અત્યંત ગીચ વાવેતરથી મૂળ વચ્ચે અતિશય સ્પર્ધા થઈ શકે છે, જે તેમના તંદુરસ્ત વિકાસને મર્યાદિત કરે છે અને વાવેતરની લાંબા ગાળાની સ્થિરતા ઘટાડે છે.
આ મર્યાદાઓને દૂર કરવા માટે, ગુજરાત વન વિભાગે ‘વન કવચ’ મોડેલ વિકસાવ્યું છે, જે કુદરતી જંગલના પુનર્જીવનના પર્યાવરણીય સિદ્ધાંતોને જાળવી રાખીને વૃક્ષો વચ્ચે વધુ અંતર રાખે છે. આ મોડેલમાં પ્રતિ ચોરસ મીટર આશરે એક વૃક્ષ વાવવામાં આવે છે, જે સુનિશ્ચિત કરે છે કે મોટા ઘેરાવવાળી પ્રજાતિઓ વચ્ચે ઓછામાં ઓછું બે મીટરનું અંતર રહે. આ વધારાની જગ્યા વૃક્ષોને પૂરતો સૂર્યપ્રકાશ, ભેજ અને પોષક તત્ત્વો મેળવવામાં મદદ કરે છે, જેનાથી તેઓ કુદરતી રીતે બહુસ્તરીય જંગલોમાં રૂપાંતરિત થઈ શકે છે.
*વન કવચ મિયાવાકી પદ્ધતિથી આ રીતે અલગ પડે છે*
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મોડેલ જમીનની તૈયારીમાં પણ નોંધપાત્ર રીતે અલગ છે. મિયાવાકી ટેક્નિકથી વિપરીત, જેમાં ઘણીવાર સમગ્ર સાઇટની જમીન બદલવાનો સમાવેશ થાય છે, વન કવચ માત્ર રોપણીના ખાડાઓને જ અસર કરે છે જ્યારે જમીનની કુદરતી સ્થિતિને જાળવી રાખે છે. પ્રતિ હેક્ટર આશરે ૧૦,૦૦૦ ખાડાઓ તૈયાર કરવામાં આવે છે, જેમાં વિવિધ દેશી પ્રજાતિઓનો સમાવેશ કરવા માટે નાના અને મોટા બંને પ્રકારના ખાડાઓ બનાવવામાં આવે છે. આનાથી વૃક્ષના મૂળ અસ્પર્શિત જમીનમાં ઊંડે સુધી પ્રવેશી શકે છે, જે તેમને મજબૂત પકડ પૂરી પાડે છે — ગુજરાતમાં આ એક મહત્ત્વનો ફાયદો છે, જ્યાં આબોહવા પરિવર્તનને કારણે વાવાઝોડાં અને ભારે પવનની ઘટનાઓ વધુ વારંવાર બની રહી છે.
વન કવચની અન્ય એક વિશિષ્ટ વિશેષતા એ છે કે, તે માત્ર વૃક્ષોની સંખ્યા વધારવાને બદલે કુદરતી જંગલનાં માળખાને ફરીથી બનાવવાની બાબત પર ભાર મૂકે છે. આ વાવેતર ઉપલા સ્તર (અપર-કેનોપી), મધ્યમ સ્તર અને નીચલા સ્તરની પ્રજાતિઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે કુદરતી જંગલોની રચના સાથે ખૂબ જ મળતું આવે છે. આ સ્તરીય વનસ્પતિ વન્યજીવોના આશ્રયસ્થાનની વિવિધતામાં સુધારો કરે છે અને પક્ષીઓ, પતંગિયાં, પરાગનયન કરતા કીટકો, સરિસૃપો, સસ્તન પ્રાણીઓ અને અસંખ્ય જમીનના સૂક્ષ્મજીવો માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે.
*વન કવચ મોડેલ સ્વદેશી જૈવવિવિધતા પર ભાર મૂકે છે*
આ પહેલ સ્વદેશી જૈવવિવિધતા પર વિશેષ ભાર મૂકે છે. ઝડપથી વિકસતી મર્યાદિત વનસ્પતિ પ્રજાતિઓ પર આધાર રાખવાને બદલે, વન વિભાગ એવા સ્થાનિક વૃક્ષો વાવી રહ્યો છે જે હજારો વર્ષોથી ગુજરાતના વન્યજીવો સાથે વિકસ્યા છે. આ પ્રજાતિઓ કુદરતી રીતે સ્થાનિક આબોહવાની પરિસ્થિતિઓને અનુકૂળ છે, તેમને બહારથી ઓછા ખાતર કે માવજતની જરૂર પડે છે અને સમય જતાં તેઓ સ્વનિર્ભર જંગલ નિવસનતંત્ર તરીકે વિકસિત થાય તેવી અપેક્ષા છે.
વન અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વન્યજીવોના આશ્રયસ્થાનમાં સુધારો કરવાનો, બગડેલી જમીનને પુનઃસ્થાપિત કરવાનો, કાર્બન શોષણ વધારવાનો, જમીનનું સ્વાસ્થ્ય સુધારવાનો, ભેજ સંરક્ષણ કરવાનો અને સમગ્ર પ્રદેશમાં આબોહવા સામે લડવાની ક્ષમતા (ક્લાઇમેટ રેઝિલિયન્સ)ને મજબૂત કરવાનો છે.
કપાસ પકવતા ખેડૂતો માટે ખુશખબર
દેશમાં કપાસનું ઉત્પાદન વધારવા ભારત સરકારે અમલમાં મૂક્યું
‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’; ગુજરાતના ખેડૂતોને પણ મળશે લાભ: કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી
*********
:: કૃષિ મંત્રી ::
કપાસનું વાવેતર કરતા ખેડૂતોને આ મિશન હેઠળ મળશે હેક્ટર દીઠ રૂ. ૧૪,૦૦૦ સુધીની ઈનપુટ સહાય
રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા ૨૧ જિલ્લાના એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક
સહાય મેળવવા માટે ખેડૂતો આજથી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
*********
દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧ના સમયગાળા માટે મહત્વાકાંક્ષી “મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી” (કપાસ ક્રાંતિ મિશન) અમલમાં મૂકવામાં આવ્યું છે. આ મિશન હેઠળ આગામી પાંચ વર્ષ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવવા માટે ઈનપુટ સહાય આપવામાં આવશે, તેમ કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે.
કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર, દેશના કુલ કપાસ ઉત્પાદનમાં મહત્તમ ફાળા સાથે ગુજરાત હંમેશા અગ્રીમ હરોળમાં રહ્યું છે. જેથી, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આધુનિક ખેત પદ્ધતિઓના સહારે ગુજરાતમાં કપાસના વાવેતરને હજુ પણ વધારવા માટે ચાલુ વર્ષે ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ હેઠળ ગુજરાતને રૂ. ૧૩૪.८૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા ૨૧ જિલ્લાના એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
*ખેડૂતોને કઈ પદ્ધતિ પર કેટલી સહાય મળશે?*
મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અંતર્ગત કપાસના વાવેતરની પદ્ધતિના આધારે બે પ્રકારે સહાયની જોગવાઈ કરવામાં આવી છે.
• નિદર્શન ઘટક હેઠળ *‘ક્લોઝર સ્પેસિંગ ટેક્નોલોજી’* એટલે કે, ઓછા અંતરે વાવેતરની પદ્ધતિ અપનાવીને રાજ્યના જે ખેડૂત મિત્રોએ ચાલુ વર્ષે કપાસનું વાવેતર ૯૦ સેમી x ૩૦ સેમીના અંતરે કરેલું હોય, તેમને પ્રતિ હેક્ટર રૂ. ૧૪,૦૦૦/-ની ઈનપુટ સહાય મળશે.
• *‘ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ’* એટલે કે, સંકલિત પાક વ્યવસ્થાપનની વાવેતર પદ્ધતિ અપનાવીને જે ખેડૂતોએ ૯૦ સેમી x ૬૦ સેમીના અંતરે કપાસ વાવ્યો છે, તેમને પ્રતિ હેક્ટર રૂ. ૭,૫૦૦/-ની ઈનપુટ સહાય આપવામાં આવશે.
• આ યોજનાનો લાભ એક ખેડૂતને એક વર્ષમાં વધુમાં વધુ ૨ હેક્ટરની મર્યાદામાં જ મળી શકશે.
• આ મિશન હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતોએ સરકાર માન્ય કે પ્રમાણિત કરેલી કપાસની જાતો અથવા મંજૂર થયેલા બીટી કપાસ બિયારણનું વાવેતર કરેલું હોવું જોઈએ તેમજ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી પણ કરાવેલી હોવી જરૂરી છે.
• કપાસના વાવેતરમાં નવી પદ્ધતિ અપનાવીને રાજ્યના ખેડૂતો સારું ઉત્પાદન મેળવી શકે તે માટે વર્ષ દરમિયાન ખાસ તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
આ મિશન હેઠળ સહાય મેળવવા ઈચ્છુક અને પાત્ર ખેડૂત મિત્રો માટે આજ તા. ૧૦ જુલાઈ, ૨૦૨૬થી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ચાલુ સિઝનમાં રાજ્યના જે ખેડૂતોએ ૯૦ x ૩૦ સેમી. અથવા ૯૦ x ૬૦ સેમી.ના અંતરે કપાસનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂત મિત્રો તેમજ જે ખેડૂતોને હજુ વાવેતર કરવાનું બાકી છે અને ૯૦ x ૩૦ સેમી. અથવા ૯૦ x ૬૦ સેમી.ના અંતરે કપાસનું વાવેતર કરવા માંગે છે, તેવા ખેડૂત મિત્રોને સહાય મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
બાગાયત ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ગુજરાતને મળ્યું બહુમાન
…………………..
નવી દિલ્હી ખાતે આયોજિત ૧૭મા એગ્રીકલ્ચર લીડરશીપ
 કોન્ક્લેવમાં ગુજરાતને પ્રતિષ્ઠિત ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-૨૦૨૬’ એનાયત
…………………..
કેન્દ્રીય રક્ષા મંત્રી  રાજનાથ સિંહના હસ્તે એવોર્ડ એનાયત;
 ગુજરાત સરકાર વતી કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ સન્માન સ્વીકાર્યું
…………………..
:: કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી ::
Ø  ગુજરાતને અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના કૃષિક્ષેત્રે કરેલી નવતર પહેલોના પરિણામે વર્ષ ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૮માં “શ્રેષ્ઠ કૃષિ રાજ્ય” તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
Ø  વર્ષ ૨૦૦૮માં મહાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. સ્વામીનાથનના પરામર્શથી શરૂ થયો હતો પ્રતિષ્ઠિત “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ”
Ø  રાષ્ટ્રીય સન્માન રાજ્યના પરિશ્રમી ખેડૂતો અને કૃષિ વિભાગના કર્મયોગીઓને સમર્પિત
***************
તાજેતરમાં જ ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. નવી દિલ્હી ખાતે આયોજિત ‘૧૭મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવ-૨૦૨૬’ અંતર્ગત યોજાયેલ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહમાં ગુજરાતને બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય સ્તરના “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-૨૦૨૬”થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કેન્દ્રીય રક્ષા મંત્રી  રાજનાથ સિંહ તથા રાજસ્થાનના રાજ્યપાલ  હરિભાઉ કિસનરાવ બગડેના વરદહસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ ગુજરાત વતી આ બહુમાન કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ સ્વીકાર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતના કૃષિ ક્ષેત્રમાં નીતિ નિર્માતાઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો વચ્ચે સંવાદ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી વર્ષ ૧૯૯૮માં શરૂ થયેલું ‘એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ’ આજે દેશના કૃષિ અર્થતંત્રના એક પ્રભાવશાળી પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વર્ષ ૨૦૦૮માં મહાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. સ્વામીનાથનના પરામર્શથી આ ગ્રુપ દ્વારા “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ”ની પહેલ કરવામાં આવી હતી, જેની ૧૭મી કડી તાજેતરમાં જ દિલ્હી ખાતે યોજાઈ છે. આ પુરસ્કાર મૂલ્યાંકન સમિતિના વડા ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ પી. સદાશિવમ છે, જે તેની પારદર્શિતા અને ગરિમા દર્શાવે છે.
પુરસ્કાર સ્વીકાર્યા બાદ કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં બાગાયત ક્ષેત્રે થયેલી ઉત્કૃષ્ટ અને દિશાદર્શક કામગીરી તથા નવાચારનાં પરિણામે ગુજરાતને આ સન્માન પ્રાપ્ત થયું છે. મંત્રી  વાઘાણીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ સન્માન માત્ર સરકારનું નથી, પરંતુ ગુજરાતના લાખો પરિશ્રમી ખેડૂતો અને કૃષિ વિભાગની ટીમનું છે. તેમણે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ગુજરાતના અન્નદાતાઓના ચરણોમાં સમર્પિત કરીને રાજ્યના તમામ ખેડૂતો, બાગાયત ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓ અને કૃષિ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અગાઉ વર્ષ ૨૦૦૯ અને વર્ષ ૨૦૧૪માં ગુજરાતને ‘શ્રેષ્ઠ કૃષિ રાજ્ય’ તરીકેનો એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ એનાયત થયો હતો. તે સમયે મુખ્યમંત્રી તરીકે  નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં કૃષિ મહોત્સવ, સોઇલ હેલ્થ કાર્ડ અને ટપક સિંચાઈ પદ્ધતિ જેવી નવતર પહેલોના માધ્યમથી ૧૦મી પંચવર્ષીય યોજનામાં દેશમાં સૌથી વધુ ૯.૯%નો ઐતિહાસિક કૃષિ વૃદ્ધિ દર હાંસલ કર્યો હતો.
ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં પણ ગુજરાતને ‘શ્રેષ્ઠ કૃષિ રાજ્ય’ તરીકે તથા વર્ષ ૨૦૧૯માં પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ એનાયાત થયો હતો. આજે સાત વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતને બાગાયત ક્ષેત્ર માટે આ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ રાજ્ય માટે માત્ર ગર્વનો વિષય નથી, પરંતુ કૃષિ ક્ષેત્રે નવી સિદ્ધિઓ સર કરવા માટે પ્રેરણા આપતો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ ગૌરવપૂર્ણ સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય રક્ષા મંત્રી  રાજનાથ સિંહ, રાજસ્થાનના રાજ્યપાલ  હરિભાઉ કિસનરાવ બગડે, ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી  સૂર્યપ્રતાપ સાહી તથા ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને જ્યુરી અધ્યક્ષ જસ્ટિસ પી. સદાશિવમ સહિતના વરિષ્ઠ મહાનુભાવોએ ગુજરાતની મોડેલ કૃષિ નીતિઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને આ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગુજરાત સરકાર અને રાજ્યના ખેડૂતોને વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી.
10 જૂલાઈ, 2026
કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી  નીતિન ગડકરી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટલે રાજ્યના નેશનલ હાઈવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા
માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
——–
 પાલનપુર-સામખિયાળી માર્ગ વિસ્તરણ કામોમાં ઝડપ લાવવા મુખ્યમંત્રીનો અનુરોધ
 અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરાશે.
 સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી રાજ્યના નેશનલ હાઈવેના કામો માટે ફંડ મેળવવા દરખાસ્ત મોકલવાનો રાજ્ય
સરકારને કેન્દ્રીય મંત્રીનો અનુરોધ
 DPR તૈયાર કરવાની કામગીરી પ્રગતિમાં હોય તેવા તબક્કે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનની સરળતા
માટે બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરવાનું ગુજરાત મોડલ દેશ માટે ઉદાહરણરૂપ
 રોડ વિસ્તરણ અલાઈનમેન્ટમાં આવતા વૃક્ષોનું તે જ રોડ પર અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરીને રોડ વિસ્તરણ થાય તે સુનિશ્ચિત
કરીએ.
——–
ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી  નીતિન ગડકરીએ ગુજરાતના નેશનલ હાઈવેના કામોની સર્વગ્રાહી
સમીક્ષા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
હતી.
તેમણે નવેમ્બર-2025માં રાજ્ય સરકાર સાથે યોજેલી બેઠકના સંદર્ભે થયેલી જે કામગીરી પ્રગતિ થઈ છે તેની વિગતો આ બેઠકમાં
મુખ્ય સચિવ  એમ. કે. દાસ અને મુખ્યમંત્રીના સલાહકાર  એસ. એસ. રાઠૌરે આપી હતી, તે અંગે કેન્દ્રીય મંત્રીએ
સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકારએ કરેલા પ્રેઝન્ટેશનમાં મુખ્યત્વે વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48ના
સિક્સ લેન, મોરબી-સામખિયાળી માર્ગ પરના સામખિયાળી-માળિયા સેક્શન પરના કામો, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ,
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ તેમજ જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-
સામખિયાળી કોરિડોર અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ્સની વિગતો આપી હતી.
રાજ્યમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગતના જે પ્રોજેક્ટ્સની કામગીરી ચાલી રહી છે, તેની વિસ્તૃત સમીક્ષા મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ સાથે કરતા કેન્દ્રીય મંત્રી  નીતિન ગડકરીએ જણાવ્યું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ને ભાવનગર સુધી
લંબાવવાનું કામ આગામી ત્રણ મહિનામાં શરૂ કરાશે.
એટલું  જ નહિ, સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી રાજ્યના નેશનલ હાઈવેના કામો માટે ફંડ મેળવવા અંગેની દરખાસ્તો ત્વરાએ
કેન્દ્રીય મંત્રાલયને મોકલી આપવા તેમણે અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી  ગડકરીજીએ માર્ગોના DPR તૈયાર કરવાની કામગીરી પ્રગતિમાં હોય તેવા તબક્કે રોડ અલાઈનમેન્ટમાં આવતી
જમીનના સંપાદનની સરળતા માટે બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરવાનું જે મોડલ ગુજરાતે
અપનાવ્યું છે તે માટે મુખ્યમંત્રીને અભિનંદન આપતા જણાવ્યું કે, ગુજરાતનું મોડલ સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ બની શકે તેમ
છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચેના સુચારું સંકલનના પરિણામે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીન સંપાદન સહિતના કામોમાં
ગતિ આવી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પાલનપુર-સામખિયાળી કોરિડોરના કામોમાં ઝડપ લાવવા માટે કેન્દ્રીય મંત્રીને અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ અપનાવેલો પર્યાવરણપ્રિય વિકાસનો અભિગમ આગળ ધપાવતા  ગડકરીજીએ વિવિધ
માર્ગોના રોડ વિસ્તરણ અલાઈનમેન્ટમાં આવતા વૃક્ષોનું તે જ રોડ પર અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરીને રોડ વિસ્તરણ થાય તે સુનિશ્ચિત
કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મતિ ડૉ. જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ
મતિ ડૉ. અંજુ શર્મા, NHAIના ટેકનિકલ મેમ્બર  આલોક દીપાંકર, રાજમાર્ગ મંત્રાલયના ચીફ એન્જિનીયર  મનોજ
કુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ  સંજીવ કુમાર, વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ  ડૉ. વિનોદ રાવ અને
મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે તેમજ માર્ગ-મકાન સચિવ  પ્રભાત પટેલિયા, ખાસ સચિવ ગાંધી
તથા NHAIના અને રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી  નીતિન ગડકરી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટલે રાજ્યના
 નેશનલ હાઈવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
——–
Ø  પાલનપુર-સામખિયાળી માર્ગ વિસ્તરણ કામોમાં ઝડપ લાવવા મુખ્યમંત્રીનો અનુરોધ
Ø  અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરાશે.
Ø  સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી રાજ્યના નેશનલ હાઈવેના કામો માટે ફંડ મેળવવા દરખાસ્ત મોકલવાનો રાજ્ય સરકારને કેન્દ્રીય મંત્રીનો અનુરોધ
Ø  DPR તૈયાર કરવાની કામગીરી પ્રગતિમાં હોય તેવા તબક્કે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનની સરળતા માટે બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરવાનું ગુજરાત મોડલ દેશ માટે ઉદાહરણરૂપ
Ø  રોડ વિસ્તરણ અલાઈનમેન્ટમાં આવતા વૃક્ષોનું તે જ રોડ પર અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરીને રોડ વિસ્તરણ થાય તે સુનિશ્ચિત કરીએ.
——–
ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી  નીતિન ગડકરીએ ગુજરાતના નેશનલ હાઈવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
તેમણે નવેમ્બર-2025માં રાજ્ય સરકાર સાથે યોજેલી બેઠકના સંદર્ભે થયેલી જે કામગીરી પ્રગતિ થઈ છે તેની વિગતો આ બેઠકમાં મુખ્ય સચિવ  એમ. કે. દાસ અને મુખ્યમંત્રીના સલાહકાર  એસ. એસ. રાઠૌરે આપી હતી, તે અંગે કેન્દ્રીય મંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીના સલાહકારએ કરેલા પ્રેઝન્ટેશનમાં મુખ્યત્વે વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48ના સિક્સ લેન, મોરબી-સામખિયાળી માર્ગ પરના સામખિયાળી-માળિયા સેક્શન પરના કામો, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ તેમજ જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-સામખિયાળી કોરિડોર અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ્સની વિગતો આપી હતી.
રાજ્યમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગતના જે પ્રોજેક્ટ્સની કામગીરી ચાલી રહી છે, તેની વિસ્તૃત સમીક્ષા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથે કરતા કેન્દ્રીય મંત્રી  નીતિન ગડકરીએ જણાવ્યું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ને ભાવનગર સુધી લંબાવવાનું કામ આગામી ત્રણ મહિનામાં શરૂ કરાશે.
એટલું  જ નહિ, સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી રાજ્યના નેશનલ હાઈવેના કામો માટે ફંડ મેળવવા અંગેની દરખાસ્તો ત્વરાએ કેન્દ્રીય મંત્રાલયને મોકલી આપવા તેમણે અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી  ગડકરીજીએ માર્ગોના DPR તૈયાર કરવાની કામગીરી પ્રગતિમાં હોય તેવા તબક્કે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનની સરળતા માટે બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરવાનું જે મોડલ ગુજરાતે અપનાવ્યું છે તે માટે મુખ્યમંત્રીને અભિનંદન આપતા જણાવ્યું કે, ગુજરાતનું મોડલ સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ બની શકે તેમ છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચેના સુચારું સંકલનના પરિણામે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીન સંપાદન સહિતના કામોમાં ગતિ આવી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પાલનપુર-સામખિયાળી કોરિડોરના કામોમાં ઝડપ લાવવા માટે કેન્દ્રીય મંત્રીને અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ અપનાવેલો પર્યાવરણપ્રિય વિકાસનો અભિગમ આગળ ધપાવતા  ગડકરીજીએ વિવિધ માર્ગોના રોડ વિસ્તરણ અલાઈનમેન્ટમાં આવતા વૃક્ષોનું તે જ રોડ પર અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરીને રોડ વિસ્તરણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મતિ ડૉ. જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ મતિ ડૉ. અંજુ શર્મા, NHAIના ટેકનિકલ મેમ્બર  આલોક દીપાંકર, રાજમાર્ગ મંત્રાલયના ચીફ એન્જિનીયર  મનોજ કુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ  સંજીવ કુમાર, વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ  ડૉ. વિનોદ રાવ અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે તેમજ માર્ગ-મકાન સચિવ  પ્રભાત પટેલિયા, ખાસ સચિવ ગાંધી તથા NHAIના અને રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાકૃતિક ખેતી : સ્વસ્થ જમીનથી ટકાઉ ભવિષ્યનો માર્ગ
—————-
પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ થયું બમણું : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
—————-
ખેડૂતોની સમૃદ્ધિ, સ્વસ્થ જમીન, પર્યાવરણ સંરક્ષણ માટે
પ્રાકૃતિક ખેતી જ અસરકારક અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત ઉપાય
—————-
પ્રાકૃતિક ખેતી માત્ર પરંપરાગત કૃષિ પદ્ધતિ નથી, પરંતુ ટકાઉ કૃષિ અને આબોહવા પરિવર્તન સામે લડવાનો વૈજ્ઞાનિક માર્ગ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનોએ આ વાતને વૈજ્ઞાનિક પુરાવા સાથે સાબિત કરી છે. સંશોધન મુજબ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી માત્ર પાંચ વર્ષમાં જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ 0.45 ટકાથી વધીને 0.93 ટકા થયું છે. વરસાદી/સિંચાઈનું પાણી જમીનમાં ઉતરવાનો દર 6.50 સે.મી./કલાકથી વધીને 14.50 સે.મી./કલાક થયો છે, જ્યારે ભેજ સંગ્રહ ક્ષમતા 12.75 ટકાથી વધીને 19.84 ટકા નોંધાઈ છે. આ સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા દર વર્ષે પ્રતિ હેક્ટર 4થી 8 ટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ (tCO₂e) જેટલો આબોહવા સંબંધિત લાભ મળી શકે છે. આ સંશોધનના તારણોને લોકભવન ખાતે રાજ્ય સ્તરીય પ્રાકૃતિક ખેતી સમીક્ષા બેઠકમાં રજૂ કરાયા હતા, જેને માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જમીનના નમૂનાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીને ઓર્ગેનિક કાર્બનની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. અભ્યાસમાં સૌરાષ્ટ્રની જમીનમાં સરેરાશ 0.57 ટકા ઓર્ગેનિક કાર્બન નોંધાયો હતો. જેમાં જિલ્લાઓ પ્રમાણે પોરબંદરમાં (0.82%), ગીર સોમનાથમાં (0.75%) અને જૂનાગઢમાં (0.72%) પ્રમાણ જોવા મળ્યું હતું, જ્યારે સુરેન્દ્રનગરમાં (0.44%), ભાવનગરમાં (0.45%) અને જામનગરમાં (0.46%) તે પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું નોંધાયું હતું. સંશોધન દર્શાવે છે કે જે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધુ છે ત્યાં જમીનની ફળદ્રુપતા, ભેજ સંરક્ષણ અને કૃષિ ઉત્પાદકતા પણ વધુ સારી છે.
વિવિધ ખેડૂતોના ખેતરોમાં કરાયેલા અભ્યાસમાં પ્રાકૃતિક ખેતીના નોંધપાત્ર પરિણામો સામે આવ્યા છે. પાંચ વર્ષ સુધી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતના ખેતરોમાં જમીનની છિદ્રાળુતા 34.63 ટકાથી વધીને 41.08 ટકા થઈ હતી, જ્યારે જમીનની ઘનતા 1.42થી ઘટીને 1.36 Mg/m³ થઈ હતી. આ ફેરફારોના કારણે જમીનમાં હવા અને પાણીનો પ્રવાહ સુધરે છે, મૂળનો વિકાસ સારો થાય છે અને પાકની ઉત્પાદન ક્ષમતા લાંબા ગાળે જળવાઈ રહે છે.
સંશોધનનું વધુ એક મહત્વપૂર્ણ પાસું આબોહવા પરિવર્તન સાથે જોડાયેલું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગમાં ઘટાડો, પાક અવશેષોનું પુનઃચક્રિયકરણ, જીવામૃત જેવા પ્રાકૃતિક ઇનપુટ્સનો ઉપયોગ તથા ઓછી ખેડ જેવી પદ્ધતિઓ જમીનમાં કાર્બન સંગ્રહ વધારવામાં મદદરૂપ બને છે. પરિણામે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો થાય છે અને પ્રાકૃતિક ખેતી એક અસરકારક ક્લાઇમેટ-સ્માર્ટ એગ્રીકલ્ચર તરીકે ઉભરી રહી છે.
આજે જ્યારે જમીનના સ્વાસ્થ્યમાં ઘટાડો અને આબોહવા પરિવર્તન જેવા પડકારો સમગ્ર વિશ્વ સામે ઊભા છે, ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું આ સંશોધન સ્પષ્ટ સંદેશ આપે છે કે પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિ, સ્વસ્થ જમીન અને પર્યાવરણના સંરક્ષણ માટે અસરકારક તથા વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત માર્ગ છે. ભારતના વર્ષ ૨૦૭૦ના નેટ ઝીરો લક્ષ્યને હાંસલ કરવામાં પણ પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
ઉનાવા- ઊંઝામાં
વરિયાળીમાં ભેળસેળ કરનારાઓ સામે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી
***************
કેમિકલ કલરની ભેળસેળવાળો રૂ. ૧૯.૬ લાખનો ૨૬ ટન
વરિયાળીનો જથ્થો જપ્ત: આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
****************
રાજ્યના નાગરિકોના જાહેર આરોગ્યની સુખાકારી માટે ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ભેળસેળિયા તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તંત્રએ મહેસાણા જિલ્લાના ઊંઝા પાસે આવેલા ઉનાવા ખાતેથી કેમિકલ કલરની ભેળસેળવાળો રૂ. ૧૯.૬ લાખની કિંમતનો ૨૬ ટનથી વધુ વરિયાળીનો મોટો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરી અંગે વધુ વિગતો આપતા આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઈંગ સ્કોડે ઉનાવા ખાતે બે જગ્યાએ અચાનક દરોડા પાડ્યા હતા. જેમાં (૧) મે. ભાર્ગવકુમાર પ્રવીણભાઈ પટેલનું ગોડાઉન અને (૨) મે. પટેલ રાકેશકુમાર તલસીભાઈની પેઢી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વરિયાળીને વધુ પડતી લીલી અને આકર્ષક બતાવવા માટે તેમાં કેમિકલયુક્ત અખાદ્ય કલરની ભેળસેળ કરવામાં આવતી હતી. આ સિવાય, આ બંને આસામીઓ પાસે ખાણી-પીણીની વસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી એવું ફૂડ સેફ્ટી લાઈસન્સ પણ નહોતું.
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઉમેર્યું હતું કે, તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અખાદ્ય કલરની પ્રબળ શંકાના આધારે વરિયાળીના ત્રણ કાયદેસરના નમૂના  લઈને લેબોરેટરીમાં વિશ્લેષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે જ તંત્રએ સ્થળ પરથી રૂ. ૧૯.૬ લાખથી વધુની અંદાજિત કિંમતનો ૨૬ ટન જેટલો વરિયાળીનો તમામ લુઝ જથ્થો સીઝ કરી લીધો છે અને જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.
લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત એલર્ટ હોવાનું જણાવતા મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, આગામી દિવસોમાં પણ ગેરકાયદે કામ કરનારા અને મિલાવટખોરો સામે આ ચેકિંગ ઝુંબેશ વધુ તેજ અને કડક બનાવવામાં આવશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત એલર્ટ છે. આગામી દિવસોમાં પણ ગેરકાયદે કામ કરનારા અને ભેળસેળિયાઓ સામે આ ચેકિંગ ઝુંબેશ વધુ તેજ અને કડક બનાવવામાં આવશે.
કચ્છના નલિયામાં ‘જમ્પ સ્ટાર્ટ’ પ્રોજેક્ટ અંતર્ગત જન્મેલું ઘોરાડ (GIB)નું બચ્ચું જીવિત રહેવાના
મહત્વપૂર્ણ તબક્કાને પાર કરી ગયું: વન મંત્રી  અર્જુન મોઢવાડીયા
———
કચ્છના નલિયામાં ૨૧ મે ૨૦૨૬ના રોજ જન્મેલા ઘોરાડ -Great Indian Bustardના બચ્ચાએ
જીવનના સફળતાપૂર્વક ૪૦ દિવસ પૂર્ણ કર્યા:  વન મંત્રી  મોઢવાડીયા
——–
મંત્રી  મોઢવાડિયાએ લુપ્ત થતી પ્રજાતિના સંવર્ધન માટે
વન વિભાગ અને વૈજ્ઞાનિકોના સંયુક્ત પ્રયાસોને મળેલી મોટી સફળતાને બિરદાવી
——–
ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. કચ્છના નલિયા ખાતે હાથ ધરવામાં આવેલા બીજા ‘જમ્પ સ્ટાર્ટ’ (Jump Start) પ્રોજેક્ટ અંતર્ગત ગત ૨૧ મે ૨૦૨૬ના રોજ જન્મેલું મહાકાય અને અત્યંત દુર્લભ પક્ષી ઘોરાડ (Great Indian Bustard – GIB) નું બચ્ચું તેના અતિ નાજુક અને મહત્વપૂર્ણ એવા પ્રથમ ૪૦ દિવસ સફળતાપૂર્વક પાર કરી ગયું છે. વિશ્વની સૌથી વધુ ભયગ્રસ્ત પ્રજાતિઓમાં સામેલ એવા આ પક્ષીના અસ્તિત્વને બચાવવાની દિશામાં આ એક આશાસ્પદ અને ગૌરવપૂર્ણ સિદ્ધિ છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ઐતિહાસિક સફળતા બદલ ખુશી વ્યક્ત કરતા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાત માટે આ અત્યંત આનંદ અને ગૌરવના સમાચાર છે. ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે હાથ ધરાયેલી આ વિશેષ ઝુંબેશની સફળતા એ આપણા વૈજ્ઞાનિકો, વન્યજીવ પ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓની અવિરત મહેનત અને સમર્પણનું પરિણામ છે. બચ્ચાના જીવનના શરૂઆતના ૪૦ દિવસ ખૂબ જ નાજુક હોય છે, અને આ મહત્વપૂર્ણ માઈલસ્ટોન પાર થવો એ પક્ષીના ઉજ્જવળ ભવિષ્યની નવી આશા જગાવે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “માનવજાત અને પ્રકૃતિ વચ્ચેના સંતુલનને જાળવી રાખવા માટે આવી લુપ્તપ્રાય પ્રજાતિઓનું રક્ષણ અનિવાર્ય છે. ભારતની જૈવ-વિવિધતા (Biodiversity) ના સંવર્ધનની સફરમાં આ સિદ્ધિ એક નવો સીમાચિહ્ન સાબિત થશે. વન્યજીવોના જતન અને ભાવી પેઢી માટે કુદરતી વારસાને સુરક્ષિત રાખવા માટેની ગુજરાત સરકારની કટિબદ્ધતાને આ સફળતા વધુ મજબૂત કરે છે.”
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી  ભુપેન્દ્ર યાદવએ પણ આ સંદર્ભે X પર  વીડિયો અને ફોટા સાથેની વિગતો શેર કરીને ખુશીના સમાચાર આપ્યા હતા.
અત્રે નોંધનીય છે કે,કુદરતી રહેઠાણમાં ઈંડાની સુરક્ષા અને કૃત્રિમ કેન્દ્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી તેના ઉછેર (Foster-mothering)ની આ અત્યંત જટિલ પ્રક્રિયા છે. નલિયા ખાતે વન વિભાગ અને તજજ્ઞોની ટીમ દ્વારા આ બચ્ચાની ૨૪ કલાક કડક દેખરેખ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળ સંભાળ રાખવામાં આવી રહી છે.
——–
ભારે વરસાદના કારણે સુરત શહેર-જિલ્લામાં સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા માટે
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સુરતમાં: ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્થિતીનો તાગ મેળવ્યો
——
ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય:
રાજ્ય સરકાર ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવશે
——–
પૂર દરમિયાન સામે આવેલી વહીવટી ક્ષતિઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે
તાત્કાલિક એક્શન પ્લાન બનાવીને અમલમાં મૂકવા મુખ્યમંત્રીની તંત્રવાહકોને તાકીદ કરી
———
: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ :
જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે મળીને કુદરતી આફતોનો સામનો કરવામાં સેતુરૂપ બને
સુરતમાં ખાડીપૂરની આવી સ્થિતિ વારંવાર ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણલક્ષી પગલા લેવાય
———
નવસારીમાં અધિકારી-પદાધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતીની સમીક્ષા કરી
——
ભારે વરસાદના કારણે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા હતા. તેમણે અલથાણ સ્થિત ICCC- ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં પદાધિકારી-અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજીને ભારે વરસાદથી પૂરની સ્થિતિ, પાણી ઓસર્યા બાદ સાફસફાઈ, રોગ નિયંત્રણ પગલા તેમજ નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં આર્થિક સહાય ચૂકવવાની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
   મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિમંત્રી  સી.આર.પાટીલ, નાણા અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સુરત શહેર અને જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, બચાવ કામગીરીની પ્રગતિ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતવાર જાણકારી મેળવી હતી અને જનજીવનની સ્થિતિ પૂર્વવત કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે તમામ વરસાદી અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી કરવાના દિશાનિર્દેશો પણ તંત્રવાહકોને આપ્યા હતા.
     તેમણે સુરતમાં ખાડીપૂરની સ્થિતિ વારંવાર ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણલક્ષી આયોજનની આવશ્યકતા હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. એટલું જ નહિં, ભારે વરસાદની વિકટ સ્થિતિ અને પૂર દરમિયાન સામે આવેલી વહીવટી ક્ષતિઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક એક્શન પ્લાન બનાવીને અમલમાં મૂકવા તાકીદ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સુરતમાં ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડી ડેવલપમેન્ટ માટે રૂ.૫૦૦ કરોડની ફાળવણી રાજ્ય સરકાર કરશે.
    ભારે વરસાદ, પૂર કે અન્ય કુદરતી આપત્તિની પરિસ્થિતિઓમાં જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ કુદરતી આફતોનો સામનો કરવામાં સેતુરૂપ બને તે જરૂરી છે એમ જણાવીને ખ્યમંત્રીએ તમામ વિભાગો પરસ્પર સંકલન સાધીને પોતાની કામગીરી સુનિશ્ચિત કરે અને ભવિષ્યના આયોજન માટે ખાડી પૂર અટકાવવાનું નક્કર આયોજન કરે તેવી કડક સૂચના આપી હતી.
      રાજ્ય સરકાર સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદ બાદની પરિસ્થિતિ સંદર્ભે સ્થાનિક તંત્ર સાથે સતત સંકલન અને સંપર્કમાં છે અને ચોમાસા દરમિયાન કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્રની સાથે છે તેમજ નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે એમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
      ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. સુરતમાં ખાડી પૂરના કારણે સર્જાતી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૫૦૦ કરોડની માતબર રકમ ખાડી ડેવલપમેન્ટ અને સુધારણા કાર્યો માટે મંજૂર કરવામાં આવી છે. જેથી ભવિષ્યમાં ખાડીપૂરની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.
     નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, મહાનગરપાલિકા, જિલ્લા પ્રશાસન કે અન્ય સરકારી વિભાગો દ્વારા કરવામાં આવતી રોડ રસ્તા કે અન્ય કોઈ પણ નવી કામગીરી તેમજ પૂરની સ્થિતિ સર્જાવા સંદર્ભે કામોમાં જો કોઈ નબળી ગુણવત્તા કે છૂપી ક્ષતિઓ બહાર આવશે, તો તેની સંપૂર્ણ તપાસ કરાશે. આ પ્રકારની બેદરકારી આચરનારા કે તેમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાનૂની રાહે પગલાં ભરવાની સૂચના તમામ ઉચ્ચ અધિકારીઓને આપી દેવામાં આવી છે.
      પૂરની આપત્તિનો સામનો કરવા માટે સુરત મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, જિલ્લા પ્રશાસન, NDRF-SDRF અને ફાયર બ્રિગેડની ટીમોએ ખભેખભા મિલાવીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ સરકારી તંત્રોની સાથે સુરત શહેરના અંદાજે ૫,૦૦૦ થી વધુ સેવાભાવી નાગરિકો અને સ્વયંસેવકોએ પણ ઉત્સાહભેર સહયોગ આપ્યો છે. સુરતના નાગરિકોએ મુશ્કેલીના સમયે અદ્દભૂત સંયમ અને સમૂહ શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
     મ્યુ.કમિશનર એમ.નાગરાજને જણાવ્યું હતું કે, આ સપ્તાહમાં જ સિઝનનો ૩૦ ટકા વરસાદ શહેરમાં નોંધાયો છે. ૩૬૦૦ લોકોનું રેસ્ક્યુ, ૪૧૦૦ અસરગ્રસ્ત લોકોને રિલીફ સેન્ટરમાં ખસેડ્યા છે. NDRFની ૨ અને SDRF ની ૫ ટીમો
કાર્યરત છે.
          જિલ્લા કલેકટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, પલસાણા અને કામરેજમાં સૌથી વધુ વરસાદ થયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો ઝડપભેર સર્વે થઈ રહ્યો છે અને ગઈ કાલથી જ કેશડોલ્સ અને ઘરવખરી સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. શહેર-જિલ્લામાં ૪૦ જેટલા કાચા-પાકા મકાનોને થયેલા નુકસાન અંગે વિગતો આપી હતી.
           બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવ શાલિની અગ્રવાલ, ધારાસભ્ય સર્વ મુકેશભાઈ પટેલ, મનુભાઈ પટેલ, સંદિપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, સંગીતાબેન પાટીલ, કિશોરભાઈ કાનાણી, કાંતિભાઈ બલર, પ્રવિણભાઈ ઘોઘારી, જિ.પં.પ્રમુખ સમીર મોદી, મેયર મતી માયાબેન માવાણી, પો.કમિશનર વાબાંગ જમીર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, જિ.વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, પદાધિકારી-અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ત્યારબાદ નવસારી પહોચ્યા હતા અને નવસારી શહેર – જિલ્લામાં તાજેતરના ભારે વરસાદને કારણે જે સ્થિતી ઉભી થઈ છે તેમાં વહીવટી તંત્રની બચાવ-રાહત-સહાય કામગીરીની સમીક્ષા કરી હતી.
તેમણે નવસારી-વલસાડના જિલ્લા કલેક્ટરો, પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ અને ધારાસભ્યો પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી અને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા.
ગુજરાતને ભારતના હાઇપરસ્કેલ AI હબ તરીકે સ્થાપિત કરશે નવી ડેટા સેન્ટર પોલિસી
***
પોલિસીમાં સમાવિષ્ટ પ્રોત્સાહનો
• _કેપિટલ સબસીડી (ધોલેરા વિસ્તાર): માન્ય ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર 2.5% સબસીડી, 10 વર્ષની અંદર દાવો કરી શકાય છે_
• _વ્યાજ સબસીડી: 10 વર્ષની ટર્મ લોન પર 4% સુધીની સબસીડી, વાર્ષિક ₹25 કરોડ સુધી મર્યાદિત_
• _પાવર ટેરિફ સબસીડી: 20 વર્ષ માટે પ્રતિ યુનિટ ₹1 સબસીડી, જેના થકી લાંબાગાળાની કાર્યકારી બચત સુનિશ્ચિત થશે_
• _સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ: જમીનની લીઝ / ખરીદીના વ્યવહારો પર 100% મુક્તિ_
• _ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીનું રિઇન્બર્સમેન્ટ (વળતર): 20 વર્ષ માટે 100% રિઇમ્બર્સમેન્ટ_
• _SGSTનું રિઇમ્બર્સમેન્ટ: 20 વર્ષ સુધી પ્લાન્ટ અને મશીનરી, બિલ્ડીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને માન્ય સેવાઓ પર સંપૂર્ણ રિઇમ્બર્સમેન્ટ_
• _વિશિષ્ટિ બિલ્ડીંગો માટેના ધોરણો: હાઇપરસ્કેલ-રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ બનાવવા માટે FSI, પાર્કિંગ, ગ્રાઉન્ડ કવરેજ અને તકનીકી જોગવાઈઓમાં છૂટછાટો_
• _કેપ્ટિવ ડિસેલિનેશન પ્લાન્ટ સપોર્ટ: 20% કેપિટલ સપોર્ટ અથવા ₹2 કરોડ/MLD, પાણી સંબંધિત ટકાઉ ઉકેલોને પ્રોત્સાહન આપશે_
• _નોન-ફિસ્કલ પાવર સપ્લાયના લાભો: ડ્યુઅલ ફીડર, ઓપન એક્સેસ પરવાનગીઓ અને વિતરણ લાઇસન્સ માટે સુવિધા._
• _સિંગલ વિન્ડો ક્લિયરન્સ: ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ / DST ઇન્સેન્ટિવ મેનેજમેન્ટ પોર્ટલ દ્વારા મંજૂરીઓને સ્ટ્રીમલાઇન કરવી_
***
*ગાંધીનગર, 9 જુલાઈ, 2026:* ગુજરાત સરકાર દ્વારા આજે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી જાહેર કરવામાં આવી છે. આ ઐતિહાસિક નીતિનો મુખ્ય હેતુ ગુજરાતને ભારતના અગ્રણી હાઇપરસ્કેલ AI ડેટા સેન્ટર ડેસ્ટિનેશન તરીકે વિકસિત કરવાનો છે. આ નીતિ રાજ્યમાં સ્કેલેબલ, સુરક્ષિત અને ટકાઉ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમના વિકાસ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા પૂરી પાડે છે, જે દેશની ડિજિટલ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે અને સાથે જ વૈશ્વિક ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સને ગુજરાતમાં આકર્ષિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
ગુજરાત ડેટા સેન્ટર પોલિસીનો ઉદ્દેશ ગુજરાતને હાઇપરસ્કેલ અને કોલોકેશન ડેટા સેન્ટર્સ માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક હબ તરીકે સ્થાપિત કરવાનો છે. આ પોલિસી હેઠળ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે તેમજ ચોવીસ કલાક વીજ પુરવઠાની ઉપલબ્ધતામાં ગુજરાતના નેતૃત્વનો લાભ લઈને ટકાઉ અને ઊર્જા-કાર્યક્ષમ ડેટા સેન્ટર સુવિધાઓના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. આ પોલિસી સ્પર્ધાત્મક પ્રોત્સાહનો, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને હાઇપરસ્કેલ-રેડી ગવર્નન્સ દ્વારા હાઇપરસ્કેલર્સ અને ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સને ગુજરાતમાં આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે, અને સાથે જ ડેટા સુરક્ષા, ડિજિટલ સ્થિતિસ્થાપકતા અને ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવે છે.
આ પોલિસીનો ઉદ્દેશ ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી પ્રદાતાઓ વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપીને ક્લાઉડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ અને ડિજિટલ સેવાઓમાં ઇનોવેશન્સને વેગ આપવાનો છે. આ ઉપરાંત, ક્લાઉડ એન્જિનિયરિંગ, સાયબર સુરક્ષા અને અન્ય ઉભરતી ટેક્નોલોજીના ક્ષેત્રોમાં અદ્યતન ડિજિટલ કાર્યબળ તૈયાર કરવા માટે આ પોલિસી ઉચ્ચ મૂલ્યવાળી રોજગારીની તકો અને કૌશલ્ય વિકાસ માટેના સ્પષ્ટ માર્ગો વિકસિત કરવા પર પણ ભાર મૂકે છે.
આ પોલિસી હેઠળ વૈશ્વિક અને સ્થાનિક ઓપરેટરોને આકર્ષિત કરીને ગુજરાતને હાઇપરસ્કેલ અને કોલોકેશન ડેટા સેન્ટર્સ માટે એક અગ્રણી સ્થળ તરીકે વિકસિત કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પોલિસીનો ઉદ્દેશ 7.5 GW ડેટા સેન્ટર ક્ષમતા હાંસલ કરવાનો છે, જેના થકી ગુજરાત, ભારતની નેશનલ ડેટા સેન્ટરના વિકાસની વ્યૂહરચનાનો મુખ્ય આધારસ્તંભ બનશે. આ વિઝનને સાકાર કરવા માટે, રાજ્ય સક્રિય નીતિ સહાય, રોકાણકારો માટે અનુકૂળ શાસન અને ઝડપી મંજૂરી પ્રક્રિયાઓ મારફતે એક હાઇપરસ્કેલ-રેડી ઇકોસિસ્ટમ તૈયાર કરશે, જે લાંબાગાળાના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ આપશે.
રોકાણોને પ્રોત્સાહન આપવા અને સ્પર્ધાત્મકતા વધારવા માટે, ગુજરાત ડેટા સેન્ટર પોલિસીમાં નાણાકીય તથા બિન-નાણાકીય પ્રોત્સાહનોનું વ્યાપક પેકેજ પ્રદાન કરવામાં આવ્યું છે. તેમાં, ધોલેરા વિસ્તારમાં માન્ય ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર 2.5%ની કેપિટલ સબસીડી કે જેના માટે 10 વર્ષની અંદર દાવો કરી શકાય છે, અને દસ વર્ષ માટે ટર્મ લોન પર 4% સુધીની વ્યાજ સબસીડી કે જેની મર્યાદા વાર્ષિક ₹25 કરોડ છે, તેનો સમાવેશ થાય છે.
વીસ વર્ષો સુધી ₹1 પ્રતિ યુનિટ પાવર ટેરિફ સબસીડી, જમીનના વ્યવહારો પર સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફીમાંથી 100% મુક્તિ, અને વીસ વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીના સંપૂર્ણ રિઇમ્બર્સમેન્ટ મારફતે લાંબા સમય સુધી ઓપરેશનલ સેવિંગ્સ એટલે કે કાર્યકારી બચત સુનિશ્ચિત કરવામાં આવી છે. વધુમાં, આ પોલિસી પ્લાન્ટ અને મશીનરી, બિલ્ડીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માન્ય સેવાઓ પર વીસ વર્ષ સુધી SGST રિઇમ્બર્સમેન્ટની સુવિધા પણ આપે છે, જે કરવેરાના બોજમાં ઘટાડો કરે છે અને પુનઃરોકાણને પ્રોત્સાહન આપે છે.
હાઇપરસ્કેલ-રેડી ઇન્ફાસ્ટ્રક્ચરના નિર્માણને સરળ બનાવવા માટે વિશિષ્ટિ બિલ્ડીંગો માટેના ધોરણો FSI, પાર્કિંગ, ગ્રાઉન્ડ કવરેજ અને તકનીકી જોગવાઈઓમાં છૂટછાટ આપે છે. ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેપ્ટિવ ડિસેલિનેશન પ્લાન્ટ માટે મૂડી સહાય આપવામાં આવશે, જ્યારે બિન-નાણાકીય લાભોમાં ડ્યુઅલ પાવર ફીડર્સ, ઓપન એક્સેસ પરવાનગીઓ અને વિતરણ લાઇસન્સ માટે સુવિધાનો સમાવેશ થાય છે.
વધુમાં, ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ અને DST ઇન્સેન્ટિવ મેનેજમેન્ટ પોર્ટલ મારફતે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ દ્વારા મંજૂરીઓને સ્ટ્રીમલાઇન કરવામાં આવે છે, જે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ અને પ્રોજેક્ટ્સનું ઝડપી અમલીકરણ સુનિશ્ચિત કરે છે.
પ્રોત્સાહનોનો લાભ મેળવી રહેલા તમામ પ્રોજેક્ટ્સે ઓછામાં ઓછી 51% વીજળી રિન્યુએબલ એનર્જીમાંથી મેળવવી આવશ્યક છે, જે ગુજરાતની હરિત વિકાસ (Green Growth) પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. પ્રોત્સાહનોની મર્યાદા ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 75% સુધીની નક્કી કરવામાં આવી છે, અને આ પ્રોત્સાહનો 20 વર્ષોમાં વિતરિત કરવામાં આવશે, જેથી સંતુલિત અને ટકાઉ સહાય સુનિશ્ચિત કરી શકાય.
આ પોલિસી હેઠળ કેપિટલ સબસીડી, વ્યાજ સબસીડી, પાવર ટેરિફ સબસીડી, SGST રિઇમ્બર્સમેન્ટ, ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીનું રિઇમ્બર્સમેન્ટ, ડિસેલિનેશન પ્લાન્ટ માટે સહાય તેમજ સ્ટેમ્પ ડ્યૂટીમાં મુક્તિ સહિતના વ્યાપક નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે. આ ઉપરાંત, પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ માટે ફાસ્ટ-ટ્રેક મંજૂરી, એડિશનલ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI), બાંધકામના ધોરણોમાં રાહત, વીજળી માટે ઓપન એક્સેસ, વીજ પુરવઠાની ખાતરી તથા પાણીની ઉપલબ્ધતા જેવા બિન-નાણાકીય પ્રોત્સાહનો પણ પૂરા પાડવામાં આવે છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોલિસીના અનાવરણ પ્રસંગે મુખ્ય સચિવ  એમ. કે. દાસે જણાવ્યું કે, “ગુજરાત આ પ્રકારની નીતિ અમલમાં મૂકનારું પ્રથમ રાજ્ય છે. અમને વિશ્વાસ છે કે, આ નીતિના પરિણામે ₹6 લાખ કરોડનું રોકાણ આકર્ષિત થશે, 7.5 ગીગાવોટની ડેટા સેન્ટર ક્ષમતા ઊભી થશે તેમજ મોટા પાયે રોજગારીનું સર્જન થશે.”
રાજ્ય મોટા પાયે રોકાણને ટેકો આપવા માટે જરૂરી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધુ મજબૂત બનાવી રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગના સચિવ સુ પી. ભારતીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં ગુજરાતમાં બે ઓપરેશનલ કેબલ લેન્ડિંગ સ્ટેશન કાર્યરત થશે અને વધુ એક પ્રોજેક્ટ પણ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. આનાથી રાજ્યની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થશે અને ગ્લોબલ ક્લાઉડ અને ડેટા સેન્ટર ઓપરેટર્સ માટે ગુજરાત વધુ આકર્ષક સ્થળ બનશે.
સુ પી ભારતીએ ઉમેર્યું કે, “વિશ્વભરમાં અંદાજે 12,000 ડેટા સેન્ટર્સ છે, જેમાંથી લગભગ 70 ટકા અમેરિકા અને ચીનમાં છે. વિશ્વના કુલ ડેટામાં ભારતનો હિસ્સો આશરે 20 ટકા હોવા છતાં વૈશ્વિક ડેટા સેન્ટર ક્ષમતામાં તેનો હિસ્સો માત્ર 3 ટકા છે. આ ભારત અને ખાસ કરીને ગુજરાત માટે એક મોટી તક છે.”
વન વિભાગની નર્સરીઓમાંથી રોપા જોઈએ છે? માત્ર એક કૉલ કરી લીંક દ્વારા નર્સરીની તમામ વિગતો મળી જશે
……………………………
*તમે છોડ વાવવા માંગો છો પરંતુ નજીકની ગુજરાત વન વિભાગની નર્સરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે? તો હવે તેનો એક સરળ ઉપાય છે. બસ 8320002000  મોબાઇલ નંબર પર ડાયલ કરો. આ કૉલ આપમેળે ડિસ્કનેક્ટ થઈ જશે અને તમારા મોબાઈલ ફોન પર એક લિંક સાથેનો SMS આવશે. આ લિંક ખોલવાથી વન વિભાગની તમામ નર્સરીઓની વિગતો મળી જશે.*
*”મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ, સમગ્ર ગુજરાતમાં લોકો વૃક્ષોવાવી રાજ્યને હરિત બનાવવા વન વિભાગ મક્કમ છે. નાગરિકોને તેમની આસપાસની વન વિભાગની નર્સરીઓમાંથી સરળતાથી રોપાઓ મળી રહે તે માટેની સરળ વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિભાગની સામાજિક વનીકરણ વિંગ દ્વારા ૧૧.૮૦ કરોડ રોપાઓ નાગરિકોને આપવા માટે ઉછેરવામાં આવ્યા છે ,” વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું.*
*ગાંધીનગર* : તમે છોડ વાવવા માંગો છો પરંતુ નજીકની ગુજરાત વન વિભાગની નર્સરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે? તો હવે તેનો એક સરળ ઉપાય છે. બસ 8320002000  મોબાઇલ નંબર પર ડાયલ કરો. આ કૉલ આપમેળે ડિસ્કનેક્ટ થઈ જશે અને તમારા મોબાઈલ ફોન પર એક લિંક સાથેનો SMS આવશે. આ લિંક ખોલવાથી તમારા વિસ્તારની વન વિભાગની સામાજિક વનીકરણ વિભાગની નર્સરીની સંપર્ક વિગતો, ગૂગલ મેપ્સ (Google Maps) પર તેનું લોકેશન અને સંબંધિત વન અધિકારીઓનાં મોબાઇલ નંબર સહિતની માહિતી મળી જશે. આ વ્યવસ્થા વ્યવસ્થાને કારણે લોકોને વન વિભાગની નર્સરીઓમાંથી રોપાઓ મેળવવામાં સરળતા રહેશે.
આ ઉપરાંત, જો તમે 8320002000 પર “Hi” લખીને SMS અથવા WhatsApp મેસેજ મોકલશો, તો પણ તમને એક વેબ લિંક ધરાવતો SMS મળશે. આ લિંક પર ક્લિક કરવાથી એક મેનૂ ખુલશે જેમાં ગુજરાત વન વિભાગની તમામ નર્સરીઓ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ (RFOs), ઇકો-ટૂરિઝમ સાઇટ્સ અને વનને લગતી અન્ય સેવાઓની સંપર્ક વિગતો સહિતના અનેક વિકલ્પો મળશે.
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ જનભાગીદારી દ્વારા દેશના ગ્રીન કવરનો વ્યાપ વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કર્યું છે અને ગુજરાતે તેમની આ હાકલની ઉપાડી લીધી છે.
“મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ, સમગ્ર ગુજરાતને વધુ હરિત બનાવવાનાં અભિયાનમાં હજ્જારો લોકો જોડાય અને વૃક્ષારોપણ માટે નાગરિકોને તેમની આપસાપની વન વિભાગની નર્સરીઓમાંથી રોપાઓ સરળતાથી મળી રહે તેની સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ વર્ષે, વન વિભાગની સામાજિક વનીકરણ વિંગ દ્વારા ૧૧.૮૦ કરોડ રોપાઓ નાગરિકોમાં વિતરણ કરવા માટે ઉછેરવામાં આવ્યા છે ,” વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતુ.
“વન વિભાગની આ નાગરિક-કેન્દ્રી પહેલ અંતર્ગત, ગુજરાત વન વિભાગે એક ઇન-હાઉસ ડિજિટલ હેલ્પલાઇન સિસ્ટમ શરૂ કરી છે. જે રાજ્યભરના લોકોને સહાય અને ફરિયાદોના નિવારણ માટે યોગ્ય વન અધિકારીઓ સાથે જોડાવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે,” વન અને પર્યાવરણનાં રાજ્ય મંત્રી  પ્રવિણ માળીએ જણાવ્યું હતું.
વન વિભાગ દ્વારા આ ડિજિટલ સેવાને જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને વિભાગને દરરોજ અંદાજે ૩૦ થી ૪૦ કૉલ મળી રહ્યા છે. “આ પહેલની મુખ્ય વિશેષતા તેનું ડાયનેમિક ડિજિટલ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મને જરૂરિયાતો મુજબ ઝડપથી બદલીને અપડેટ કરી શકાય છે,” એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) એસ. કે. વાસ્તવે જણાવ્યું હતું.
*ફોરેસ્ટ નર્સરીમાંથી રોપાઓ કેવી રીતે મેળવવી?*
“નાગરિકો કોઈપણ વન વિભાગની નર્સરીમાંથી છોડના કદના આધારે ₹૫ થી ₹૧૫ સુધીની નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ ખરીદી શકે છે. સમગ્ર રાજ્યમાં વન વિભાગની કુલ ૪૫૩ નર્સરીઓ આવેલી છે. ૧૫ × ૨૫ સેન્ટિમીટર અથવા ૧૦ × ૨૦ સેન્ટિમીટરના કદની પોલીબેગમાં ઉછેરવામાં આવેલા રોપાઓ મફત વિતરણ કરવામાં આવે છે. જે નાગરિકો વિનામૂલ્યે અથવા રાહત દરે રોપાઓ મેળવવા માંગતા હોય તેઓને તેમના જિલ્લાના સંબંધિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) અથવા ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (DCF) નો સંપર્ક કરી શકે છે,’’ આર,કે. સુગૂર, પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (સોશિયલ ફોરેસ્ટ્રી), જણાવ્યું હતું.
*વન્યજીવોના રેસ્ક્યૂની વિનંતી માટે ૧૯૨૬ હેલ્પલાઇન ડાયલ કરો*
“વન વિભાગ સંદર્ભે કોઇ ફરિયાદો હોય અથવા વધુ મદદની જરૂર હોય તેવા કિસ્સાઓમાં નાગરિકો વન વિભાગની ટોલ-ફ્રી હેલ્પલાઇન 1926 પર સંપર્ક કરી શકે છે. આ હેલ્પલાઇન પર પણ દરરોજ અંદાજે ૩૦ થી ૪૦ કૉલ આવે છે.
આ સમગ્ર સિસ્ટમ વન વિભાગ દ્વારા ઇન-હાઉસ (પોતાની રીતે જ) વિકસાવવામાં આવી છે અને તેનું સંચાલન પણ તે જ કરી રહ્યું છે. જે કોઈ પણ વધારાના ખર્ચ વિના જાહેર સેવા વિતરણમાં સુધારો કરવા માટે ટેક્નોલોજીના ઉપયોગ પર વિભાગના ભારને દર્શાવે છે. આ પહેલથી વન વિભાગ પાસે સહાય માંગતા નાગરિકો માટે આશિર્વાદરૂપ છે.
₹૧૧૧ કરોડનો વિક્રમી ગ્રોસ પ્રોફિટ અને ઝીરો NPA બૅંકની સધ્ધરતા અને
ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે: ખેતી બૅંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા
******
રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અમદાવાદના પં. દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે ‘ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ બૅંક’ (ખેતી બૅંક)ના ૭૫મા સ્થાપના દિવસની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે ગુજરાતના ખેડૂતોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ખેતી બૅંકની ગૌરવશાળી યાત્રાને રાજ્યપાલએ બિરદાવી હતી. તેમણે સ્વામી દયાનંદ સરસ્વતીના પુસ્તકનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ખેડૂત તો ‘રાજાનો પણ રાજા’ છે, કારણ કે તે રાજા અને રંક બધાને અનાજ પૂરું પાડે છે. જ્યારે ખેતરમાંથી પણ તમામ જીવજંતુઓ અને પશુ-પંખીઓને ભોજન મળી રહે છે. આ જ કારણ છે કે વેદોમાં પણ ખેતીને ઉત્તમ ગણાવાઈ છે.
તેમણે કહ્યું કે ખેડૂતનું ધન એ સૌથી પવિત્ર ધન હોય છે. કારણ કે, તેમાં તેની મહેનત અને પરસેવો ભળેલા હોય છે. ત્યારે ખેતી બૅંકની આજની આ મજબૂત સ્થિતિ દર્શાવે છે કે બૅંકના સ્થાપક ઉદયભાણ સિંહજીએ સેવેલું ખેડૂત કલ્યાણનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.
 દેવવ્રતજીએ રાજ્યની સહકારી પરંપરા વિશે વાત કરતાં કહ્યું કે તેના કારણે ખેડૂતોને વ્યાજના ચક્રમાંથી મુક્તિ મળી છે. તેમણે સરદાર પટેલ અને અમૂલના ઉદાહરણો ટાંકીને સહકારિતાનું મહત્ત્વ સમજાવ્યું હતું. રાજ્યપાલએ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા ‘સહકારથી સમૃદ્ધિ’નો મંત્ર અપનાવવા પર ભાર મૂક્યો હતો.
આ માટે તેમણે દેશના પ્રથમ સહકાર મંત્રી  અમિતભાઈ શાહ દ્વારા સહકારિતા ક્ષેત્રે લેવાયેલા મજબૂત પગલાંઓ અને FPOના નિર્માણની પ્રશંસા કરી હતી. જેના દ્વારા ખેડૂતોને તેમની ઉપજના પૂરતાં અને સક્ષમ ભાવ મળતાં થયા છે.
તેમણે રાજ્ય સરકાર દ્વારા સહકારી ક્ષેત્રે થઈ રહેલા પ્રયાસોની સરાહના કરી હતી. રાજ્ય સરકારની સેવાભાવના અને પ્રામાણિક પ્રયત્નો થકી આજે ગુજરાતનું સહકાર મોડલ સમગ્ર દેશમાં અગ્રીમ હોવાનું તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.
રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂક્યો હતો. રાસાયણિક ખેતીના અતિરેક વિશે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે રસાયણોના કારણે જમીન ઝેરી બની રહી છે અને કેન્સર, ડાયાબિટીસ તથા હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે. તેમણે વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, પરંતુ ખર્ચ ઓછો થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે.
ભાવિ પેઢીને સ્વસ્થ જીવન અને ફળદ્રુપ જમીન આપવા માટે રાજ્યપાલએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ખેતી બૅંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે રાજ્ય સરકારે નાના ખેડૂતો માટે વ્યાજ માફી યોજના મંજૂર કરી છે. જેમાં વ્યાજની નિયત રકમ માફ કરવામાં આવે છે. જેનાથી છેલ્લાં ત્રણ વર્ષમાં ખેડૂતોને કુલ ₹૧૨૫ કરોડની રાહત મળી છે. આ ખેડૂતલક્ષી નિર્ણય બદલ તેમણે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિમંત્રી  જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે બૅંકની આર્થિક સધ્ધરતા વિશે માહિતી આપતાં જણાવ્યું કે ગત વર્ષે ₹૧૧૧ કરોડના વિક્રમી ગ્રોસ પ્રોફિટ સાથે ‘ઝીરો NPA’ ધરાવતી દેશની અગ્રણી બૅંક છે. વ્યાજ માફી આપવા છતાં બૅંકે મેળવેલો આ નફો તેની મજબૂત આર્થિક સ્થિતિ અને ખેડૂતો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે રાજ્યપાલના હસ્તે ખેતી બૅંકમાં ૨૫ વર્ષથી વધુ સમયની સેવા આપનાર ૨૫ જેટલા પ્રતિનિધિઓ/સભાસદોનું સન્માન કરાયું હતું. તદુપરાંત, ૭૫મા સ્થાપના વર્ષ નિમિત્તે ‘ખેડૂતોના વિશ્વાસનું વટવૃક્ષ’ કૉફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર  હિતેશભાઈ બારોટ, ખેતી બૅંકના વાઇસ ચેરમેન જીવણભાઈ આહિર, સિનિયર ડાયરેક્ટર જશાભાઇ બારડ તથા બ્રિજરાજસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ, ખેડૂત આગેવાનો, પ્રતિનિધિઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’
ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ ૨૦૨૬-૨૯’ જાહેર કરતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી
સાયન્સ ટેક્નોલોજી મંત્રી અર્જૂન મોઢવાડિયાની ઉપસ્થિતિ
::મુખ્યમંત્રી::
‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’થી ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે
વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત દેશની ડિજિટલ વ્યવસ્થામાં મહત્વના પ્લેયર તરીકે ઉભરી રહ્યું છે.
રાજ્યમાં ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા માટે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ અમલમાં
મૂકી છે.
:: નાયબ મુખ્યમંત્રી::
Ø  ગુજરાતનું ધોલેરા વિશ્વનું સૌથી મોટું ‘ડેટા સેન્ટર સિટી’ બનશે
Ø  પોલિસીમાં 51% ગ્રીન એનર્જીનો ઉપયોગ અને ડીસેલીનેશન પ્લાન્ટ દ્વારા પાણી પુરવઠો સુનિશ્ચિત કરી સસ્ટેનેબિલિટી પર વિશેષ ભાર મૂક્યો છે
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’નું લોન્ચિંગ કરતા જણાવ્યુ કે, આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, ભારત વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં વિશ્વના સૌથી મોટા ડેટા યુઝર અને ડેટા ઉત્પાદક દેશોમાં સ્થાન મેળવી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડેટા સૌથી મહત્વપૂર્ણ અને પાયાની સંપત્તિ બની ગયો છે. ડેટા જ વિકસિત ભારતના આર્થિક વિકાસનો નવો આધાર બનીને ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી દિશા આપી રહ્યો છે.
રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે તૈયાર કરેલી આ વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29નો લોન્ચિગ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી  અર્જૂન મોઢવાડિયા, મુખ્ય સચિવ  એમ.કે.દાસ તેમજ ઉદ્યોગ-વેપાર જગતના  અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
મુખ્યમંત્રીએ આ સમારોહમાં જણાવ્યું કે ડિજિટલ ઈકોનોમી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન જેવા ઇમર્જિંગ સેક્ટર્સને નવી ગતિ મળી છે તેમજ વર્લ્ડ ક્લાસ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે વિશાળ તકો ઉભી થઈ છે.
વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષના કેન્દ્રીય બજેટમાં દેશને ક્લાઉડ અને એ.આઈ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગ્લોબલ હબ બનાવવા માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે. સાથે જ ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૈશ્વિક કામગીરી માટે પ્રદાતાઓને 20 વર્ષનો ટેક્સ હોલીડે આપવામાં આવ્યો છે, તે આ ક્ષેત્રના વિકાસ માટે પ્રેરકબળ બનશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત આજે દેશની ડિજિટલ વ્યવસ્થામાં મહત્વના પ્લેયર તરીકે ઉભરી રહ્યું છે. એ.આઈ. આધારિત ટેક્નોલોજીના ઝડપી વિકાસ સાથે સ્કેલેબલ ડેટા સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ સતત વધી રહી છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને તેમજ રાજ્યમાં ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે આ ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ અમલમાં મૂકી છે.
આ નવી પોલિસી દ્વારા રાજ્યમાં ક્લાઉડ સર્વિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ઈ-કોમર્સ પ્લેટફોર્મ, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સ અને ડિજિટલ ગવર્નન્સ જેવી સેવાઓને વધુ સક્ષમ અને ગતિશીલ બનાવી શકાશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છે, તે આ પોલિસીમાં સ્પષ્ટ જોવા મળે છે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર રાજ્યના જ નહીં, પરંતુ દેશના ન્યુ જનરેશન ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આગામી સમયમાં આવી નવી ટેક્નોલોજી અને ઇનોવેશન રાજ્યના અર્થતંત્રનું બેકબોન સાબિત થશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.
*નાયબ મુખ્યમંત્રી*
નાયબ મુખ્યમંત્રી મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત ભરોસાની વૈશ્વિક બ્રાન્ડ બન્યું છે.
 સંઘવીએ દેશમાં સેમિકન્ડક્ટર અને ડેટા ક્ષેત્રે ભૂતકાળમાં મળેલી નિષ્ફળતાઓનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, ૧૯૭૬થી ૨૦૦૯ સુધી દેશમાં અનેક વચનો અને જાહેરાતો થઈ પરંતુ પ્રોજેક્ટ્સ જમીન પર ન ઉતરી શક્યા. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૧માં સેમિકન્ડક્ટર મિશન શરૂ થયું. માત્ર ૪ મહિનાના ટૂંકા ગાળામાં ગુજરાતે ૩થી વધુ સેમિકન્ડક્ટર ઓસેટ (OSAT) પ્લાન્ટના લોકાર્પણ કરીને પોતાની ક્ષમતા સાબિત છે.
ધોલેરાની ક્ષમતા વિશે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, માત્ર ધોલેરામાં જ પોલિસીની ક્ષમતા કરતાં બમણી ડિમાન્ડ છે, જેના પરિણામે ધોલેરા વિશ્વનું સૌથી મોટું ‘ડેટા સેન્ટર સિટી’ બનશે. ડેટા સેન્ટર સ્થાપવાની સાથે સાથે આગામી સમયમાં ધોલેરાને ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર્સ (GCC)નું હેડક્વાર્ટર બનાવવાની દિશામાં પણ સરકાર સક્રિયપણે કામ કરી રહી છે. ધોલેરાની કનેક્ટિવિટી વધારવા ટૂંક સમયમાં જ નવું એરપોર્ટ કાર્યરત થશે અને અમદાવાદથી ધોલેરા વચ્ચે સેમી-હાઈસ્પીડ ટ્રેન પણ શરૂ થવા જઈ રહી છે.
ગુજરાત સરકારની વિશ્વસનીયતા એટલી મજબૂત છે કે પોલિસી આજે લોન્ચ થઈ છે, પરંતુ પોલિસીની ૭.૫ ગીગાવોટની ક્ષમતા સામે દેશ અને દુનિયાની લીડિંગ કંપનીઓએ તેના કરતાં બમણી ક્ષમતાની ડિમાન્ડ સાથેના રિક્વેસ્ટ લેટર્સ સરકારને મળી ચૂક્યા છે.
ડેટા સેન્ટરમાં વીજળી અને પાણીની જરૂરિયાત મહત્તમ હોય છે. આ પોલિસી હેઠળ ડેટા સેન્ટરોમાં વપરાતી કુલ ઉર્જામાંથી ૫૧ ટકા ઉર્જા ફરજિયાતપણે ગ્રીન એનર્જી જ વાપરવી પડશે. આ ઉપરાંત ખેડૂતો કે અન્ય ઉદ્યોગોના ભોગે નહીં, પરંતુ દરિયાના પાણીને મીઠું કરવા માટેના ડીસેલીનેશન પ્લાન્ટ પર ભાર મૂકીને પાણી પુરવઠો આપવામાં આવશે.
સરકારી પ્રક્રિયામાં વિલંબ નિવારવા માટે આગામી દિવસોમાં સ્ટેકહોલ્ડર્સ કન્સલ્ટેશન મીટિંગ યોજી રોકાણકારોને લેન્ડ પોકેટ્સ બતાવવામાં આવશે. ધોલેરામાં રોકાણ કરવા ઈચ્છતી કંપનીઓ માટે હેન્ડ-હોલ્ડિંગ કરવા અને ડે-ટુ-ડે પ્રક્રિયા સરળ બનાવવા સીનિયર નોડલ ઓફિસર્સની નિમણૂક પણ કરવામાં આવશે. અંતમાં  સંઘવીએ વૈશ્વિક હાઇપરસ્કેલ તથા AI ક્ષેત્રના તમામ રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રિત કરીને ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે રહેશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
*સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી*
સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, નવી “વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી”ના પરિણામે ગુજરાત AI અને ડેટા સેન્ટર ક્ષેત્રે ગ્લોબલ લીડર બનશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતને કુલ ૧૦ ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરના પ્રસ્તાવો મળ્યા છે. જેમાંથી ૮ ગીગાવોટ સુધીની ક્ષમતા વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ માત્ર ડેટા સ્ટોરેજ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આ સમગ્ર દેશ અને દુનિયા માટે એક સંપૂર્ણ AI ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો એક ભાગ છે.
મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, હવેનો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો છે, જે નવી વિકસતી અર્થવ્યવસ્થાનો મુખ્ય આધારસ્તંભ છે. ગુજરાતે આ નવી ક્રાંતિમાં ‘પ્રાઇમ મૂવર’ બનવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. વૈશ્વિક પરિદ્રશ્ય અને વર્તમાન સમયમાં વૈશ્વિક ડેટા સેન્ટરની ક્ષમતાની સરખામણીએ ભારતે હજુ એક લાંબી સફર કાપવાની બાકી છે‌. આજે અમેરિકામાં અંદાજે ૫,૫૦૦ અને યુનાઇટેડ કિંગડમમાં ૫૦૦થી વધુ ડેટા સેન્ટર્સ છે, તેની સામે ભારતમાં માત્ર ૨૦૦ જેટલા જ ડેટા સેન્ટર્સ છે. અમેરિકાની ૩૦ ગીગાવોટ ક્ષમતા સામે ભારતની વર્તમાન ક્ષમતા માત્ર ૨ થી ૩ ગીગાવોટ છે અને આગામી પ્રોજેક્ટ્સને ગણતરીમાં લઈએ તો પણ આપણે 0૫ ગીગાવોટને પાર કરી શકતા નથી.
તેમણે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક નીતિને આકાર આપવામાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં વહીવટી તંત્રએ અભૂતપૂર્વ ઈચ્છાશક્તિ દર્શાવી છે. જેના પરિણામે આગામી ૧૦ વર્ષમાં ગુજરાત AI ઇકોસિસ્ટમનું પણ કેન્દ્ર બનવા સજ્જ છે. આ ક્ષેત્રે મોટા પ્રમાણમાં રોકાણ કરવા મંત્રી  મોઢવાડીયાએ સૌ રોકાણકારોની અનુરોધ કર્યો હતો.
મુખ્ય સચિવ  મનોજકુમાર દાસે “વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી”ને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગેમ-ચેન્જર ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના યુગમાં મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને ડેટા સેન્ટર્સના મહત્વને ધ્યાને રાખીને આ નીતિ બનાવવામાં આવી છે.
મુખ્ય સચિવએ ઉમેર્યું કે, ડેટા સેન્ટર્સ માટે જરૂરી પુષ્કળ માત્રામાં પાણી અને વીજળીની જરૂરિયાત પૂરી કરવા ગુજરાત સજ્જ છે, કારણ કે રાજ્ય પાસે વિશાળ દરિયાકાંઠો અને સૌર-પવન ઉર્જા જેવા રિન્યુએબલ એનર્જીના વિપુલ સ્ત્રોત ઉપલબ્ધ છે. આ નવી પોલિસી દ્વારા ગુજરાતમાં અંદાજે રૂ. ૬ લાખ કરોડનું માતબર રોકાણ આવવાની અને મોટા પાયે રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે, જે વર્લ્ડ બેંકની વ્યાખ્યા મુજબ ગુજરાતને ‘હાઈ-મિડલ ઇકોનોમી’ તરીકે વધુ મજબૂત બનાવશે.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ ડૉ. પી. ભારતીએ આ પોલિસીની વિશેષતાઓ વર્ણવી હતી.
આ કાર્યક્રમમાં નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ  ટી. નટરાજન, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ  મમતા વર્મા, ઇન્ડસ્ટ્રી લીડર્સ, રોકાણકારો, વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
 ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે: ભારતની કુલ નવીનીકરણીય
 ઊર્જા ક્ષમતામાં ગુજરાતનો ફાળો 17.82%, સ્થાપિત ક્ષમતા 50.386 ગીગાવોટ સુધી પહોંચી
***
રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય;
કુલ સ્થાપિત ક્ષમતામાં 15,850.56 મેગાવોટ પવન ઊર્જા અને 32,302.7 મેગાવોટ સૌર ઊર્જાનો સમાવેશ
***
Ø  રૂફટોપ સોલારમાં પણ રાજ્યનો દબદબો; 13.45 લાખથી વધુ ઇન્સેટોલેશન દ્વારા 7,408.10 મેગાવોટ વીજ ઉત્પાદન થાય છે
Ø  પવન ઊર્જા સ્થાપિત ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ, જ્યારે સૌર સ્થાપિત ક્ષમતામાં બીજા ક્રમે
Ø  રાજ્યમાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રના વિકાસથી અંદાજે 2.37 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન
***
દર વર્ષે 10 જુલાઈએ ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે ‘વૈશ્વિક ઊર્જા સ્વાવલંબન દિવસ’ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને સ્વચ્છ અને ટકાઉ ઊર્જા આધારિત ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. એટલું જ નહીં, પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા વર્ષ 2030 સુધીમાં દેશની 50 ટકા વીજળી નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવવાનો સંકલ્પ પણ કર્યો છે. આ રાષ્ટ્રીય લક્ષ્યને અનુસરીને ગુજરાત પવન, સૌર અને રૂફટોપ સોલાર ઊર્જા ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતા 50.386 ગીગાવોટ સુધી પહોંચી છે, જે દેશની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં સૌથી વધુ 17.82 ટકા ફાળો ધરાવે છે.  કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતા તેમજ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા (15,850.56 મેગાવોટ)માં પણ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત, સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા (32,302.7 મેગાવોટ)માં રાજ્ય બીજા ક્રમે છે, જ્યારે 13.45 લાખથી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન અને 7,408.10 મેગાવોટ ક્ષમતા સાથે રૂફટોપ સોલાર ક્ષેત્રે પણ દેશમાં પ્રથમ ક્રમે છે.
32,302.7 મેગાવોટ ક્ષમતા સાથે સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રણી રાજ્ય
સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. મે 2026 સુધીમાં રાજ્યની કુલ સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા 32,302.7 મેગાવોટ સુધી પહોંચી છે. તેમાં 23,259.27 મેગાવોટ ગ્રાઉન્ડ-માઉન્ટેડ પ્રોજેક્ટ્સ, 7,408.10 મેગાવોટ રૂફટોપ સોલાર, 1,434.66 મેગાવોટ હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ તથા 200.48 મેગાવોટ ઓફ-ગ્રીડ સિસ્ટમ્સ (પીએમ-કુસુમ યોજના સહિત)નો સમાવેશ થાય છે.
રાજ્યના મુખ્ય સોલાર પાર્કમાં ચારણકા (749 મેગાવોટ), રાધાનેસડા (700 મેગાવોટ) અને ધોલેરા (300 મેગાવોટ)નો સમાવેશ થાય છે. તો કચ્છનો ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક 37.35 ગીગાવોટની આયોજિત ક્ષમતા સાથે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ છે, જ્યાં મે 2026 સુધીમાં અહીં 15.54 ગીગાવોટ ક્ષમતા નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016થી ગુજરાત સરકારે રહેણાંક રૂફટોપ સોલારને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. પીએમ સૂર્ય ઘર યોજના શરૂ થયા બાદ પણ આ પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવ્યા છે. પરિણામે, રહેણાંક, વ્યાવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં રાજ્યમાં 13 લાખથી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલ થયા છે અને દેશના કુલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનમાં ગુજરાતનો ફાળો 21 ટકાથી વધુ નોંધાયો છે. ખેતી ક્ષેત્રે પણ પીએમ-કુસુમ યોજનાના કોમ્પોનેન્ટ-બી હેઠળ મે 2026 સુધીમાં 22,792 સ્વતંત્ર ઓફ-ગ્રીડ સોલાર વોટર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેની કુલ ક્ષમતા 162.62 મેગાવોટ છે.
15,850.56 મેગાવોટ ક્ષમતા સાથે પવન ઊર્જામાં ગુજરાત પ્રથમ ક્રમે
દેશની પ્રથમ વિંડ પાવર પોલિસી જાહેર કરનાર ગુજરાત પવન ઊર્જા ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે. મે 2026 સુધીમાં રાજ્યની સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા 15,850.56 મેગાવોટ સુધી પહોંચી છે, જેમાં કચ્છનો ફાળો સૌથી વધુ 8,191.42 મેગાવોટ છે. આ ઉપરાંત, જામનગર (1,986.15 મેગાવોટ), દેવભૂમિ દ્વારકા (1,343.24 મેગાવોટ), અમરેલી (992.90 મેગાવોટ), રાજકોટ (869.60 મેગાવોટ), ભાવનગર (626.20 મેગાવોટ), મોરબી (612.10 મેગાવોટ), સુરેન્દ્રનગર (500.60 મેગાવોટ) અને પાટણ (208.20 મેગાવોટ) જિલ્લાઓનો પણ નોંધપાત્ર ફાળો છે.
રાજ્યએ 2018 હાઇબ્રિડ પોલિસી અને ગુજરાત આરઈ પોલિસી-2023 હેઠળ 2,838.07 મેગાવોટના વિંડ-સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ પણ શરૂ કર્યા છે. પવન ઊર્જા પ્રોજેક્ટ્સ માટે 80 ટકાથી વધુ ટર્બાઇન સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર સ્થાપિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ‘અક્ષય ઊર્જા સેતુ’ ઓનલાઈન પોર્ટલ દ્વારા ગ્રીડ કનેક્ટિવિટી માટે એક પારદર્શક અને સરળ વ્યવસ્થા ઊભી કરી છે, જેના કારણે પ્રોજેક્ટના અમલીકરણને વેગ મળ્યો છે. નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રના વિકાસથી રાજ્યમાં અંદાજે 2.37 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે.
સુદ્રઢ નીતિઓથી ગુજરાતમાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રના વિકાસને ગતિ મળી
ગુજરાત આજે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે અગ્રણી રાજ્ય બન્યું છે તેમાં રાજ્ય સરકારની સુદ્રઢ નીતિઓનો નોંધપાત્ર ફાળો છે. વર્ષ 1993માં દેશની પ્રથમ વિંડ પાવર પોલિસી જાહેર કર્યા બાદ ગુજરાતે 2009, 2015 અને 2021ની સૌર ઊર્જા નીતિ, વર્ષ 2016ની વેસ્ટ-ટુ-એનર્જી અને સ્મોલ હાઇડલ નીતિ તથા વર્ષ 2018ની વિંડ-સોલાર હાઇબ્રિડ પોલિસી સહિત અનેક મહત્વપૂર્ણ નીતિઓ અમલમાં મૂકી છે.
વર્ષ 2022ની સુધારાયેલી વેસ્ટ-ટુ-એનર્જી નીતિ અને 24 ડિસેમ્બર, 2025થી 31 ડિસેમ્બર, 2030 સુધી અમલમાં રહેનારી ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025 દ્વારા સૌર, પવન, હાઇબ્રિડ, વિકેન્દ્રિત પ્રોજેક્ટ્સ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) માટે એકીકૃત નીતિગત માળખું ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. વર્ષ 2023ની નીતિ દ્વારા ક્ષમતાની મર્યાદા દૂર કરી તમામ પ્રકારના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત, 2025ની નીતિ હેઠળ વિકેન્દ્રિત નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સને વેગ આપવા, ગ્રીડ કનેક્ટિવિટી સરળ બનાવવા, જૂના પવન ઊર્જા પ્રોજેક્ટ્સના રીપાવરિંગ, બેટરી સ્ટોરેજના એકીકરણ, ખાનગી ક્ષેત્રની ભાગીદારી, નવીનીકરણીય ઊર્જાના ઉત્પાદન અને રિસાયક્લિંગ, ગ્રુપ તથા વર્ચ્યુઅલ નેટ મીટરિંગ, કૃષિ અને રૂફટોપ સોલાર તેમજ ગ્રીન જોબ્સ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
નવીનીકરણીય ઊર્જાના ભવિષ્ય તરફ ગુજરાતની આગેકૂચ
ગુજરાત નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે સતત નવા સીમાચિહ્નો સર કરી રહ્યું છે. મે 2026 સુધીમાં રાજ્યમાં કુલ 1,531 નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે. તેમાં 1,320 સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ (3.377 ગીગાવોટ), 115 પવન ઊર્જા પ્રોજેક્ટ્સ (3.913 ગીગાવોટ) અને 96 હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ (4.869 ગીગાવોટ)નો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં આયોજિત RE-INVEST 2024 દરમિયાન ગુજરાતે વર્ષ 2030 સુધીમાં 105 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યો છે, જે ભારતના 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાના રાષ્ટ્રીય લક્ષ્યમાં આશરે 20 ટકા ફાળો આપશે.
નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદની નવનિર્મિત આરટીઓ કચેરીનું લોકાર્પણ
*****
આધુનિક આરટીઓ સેવાઓથી નાગરિકોને પારદર્શક અને ઝડપી સુવિધાઓ મળશે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
*****
નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને ટેકનોલોજી આધારિત, પારદર્શક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. નવી આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની વિવિધ સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.
તેમણે જણાવ્યું કે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી લાયસન્સ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આવશે અને માત્ર યોગ્યતા ધરાવતા અરજદારોને જ ડ્રાઇવિંગ લાયસન્સ મળશે. સરકારની તમામ સુવિધાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે જનપ્રતિનિધિઓ અને તંત્રે સંકલનથી કાર્ય કરવું જરૂરી છે.
નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને નવી આરટીઓ કચેરીને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા અપીલ કરતાં જણાવ્યું કે જાહેર સંપત્તિનું જતન કરવું એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.
ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નિર્માણ પામેલી આ આધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની (RTO) કચેરી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.
વાહનના નોન-ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ સંબંધિત કામો, નવા વાહનની નોંધણી, પરમિટ, ફિટનેસ, બ્લેકલિસ્ટ, લાયસન્સ, ડી.એલ./ચલણ શાખા, આર.એમ.એ., AMC ટેક્સ તથા કેશ શાખા સહિતની વિવિધ સેવાઓ માટે અલગ-અલગ ટેબલો દ્વારા નાગરિકોને સરળ, ઝડપી અને સુવ્યવસ્થિત સેવાઓ મળી રહે તેવી સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેનાથી વિવિધ સેવાઓ એક જ સ્થળે વધુ સરળ, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી મતી દર્શનાબેન વાઘેલા, મેયર  હિતેશભાઇ બારોટ, સાંસદ  દિનેશભાઇ મકવાણા, શહેર પ્રમુખ  પ્રેરકભાઈ શાહ, ધારાસભ્યો સર્વ  જીતેન્દ્રભાઈ પટેલ (ભગત), અમિતભાઇ ઠાકર, કૌશિકભાઈ જૈન, હર્ષદભાઈ પટેલ, ડૉ. હસમુખભાઈ પટેલ, બાબુભાઇ પટેલ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ  હારીત શુક્લ, વાહન વ્યવહાર કમિશનર ડૉ. રાજેન્દ્રકુમાર સહિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
 કૃષિ વિભાગે કરી ‘વિભાગીય ડેટા સમિતિ’ની રચના
—–
Ø  કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અને ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક અંતર્ગત DDCની રચના
Ø  ખેડૂતોની ગુપ્ત માહિતી રહેશે સલામત, વચેટિયાઓ અને છેતરપિંડી પર લાગશે નિયંત્રણ
Ø  લાભાર્થી ખેડૂતો સુધી રાજ્ય સરકારની સહાય વધુ ઝડપથી પહોંચશે
—–
ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને વેગ આપતાં મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. કૃષિ, ખેડૂત કલ્યાણ તેમજ સહકાર વિભાગે ખેડૂતોની માહિતીની સુરક્ષા માટે ‘વિભાગીય ડેટા સમિતિ’ (DDC)ની રચના કરી છે.
કેન્દ્ર સરકારના ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ અધિનિયમ, 2023 (DPDP Act)ની વિભાવના અનુસાર રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોનો વ્યક્તિગત, નાણાકીય અને કૃષિ સંબંધિત ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહે, તેનો ઉપયોગ નિયમો મુજબ અને ખેડૂતોની સંમતિથી જ કરવામાં આવે. વિભાગીય ડેટા સમિતિ કૃષિ વિભાગ અને તેનાથી સંકળાયેલા બોર્ડ-નિગમો તેમજ કૃષિ યુનિવર્સિટીઓના ડેટાનું વૈજ્ઞાનિક, સુરક્ષિત અને પારદર્શક સંચાલન સુનિશ્ચિત કરશે.
ખેડૂત-હિતને પ્રાથમિકતા
ડિજિટલ યુગમાં ખેડૂતોનો ડેટા જમીન અને પાક જેટલો જ મહત્વપૂર્ણ છે. જો તે સુરક્ષિત રહેશે, તો યોજનાઓનો લાભ પણ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચશે અને છેતરપિંડીની શક્યતા ઘટશે.
ઉચ્ચ કક્ષાની સમિતિ દેખરેખ રાખશે
આ સમિતિનું નેતૃત્વ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અથવા સચિવ કરશે. સમિતિમાં વિભાગીય ડેટા અધિકારી, સભ્ય સચિવ, મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી (CISO), નાયબ નિયામક (આઈટી), આઈસીટી અધિકારી, કાયદાકીય અધિકારી, આઈટી નિષ્ણાત તેમજ વિભાગના તમામ બોર્ડ-નિગમો, યુનિવર્સિટીઓ અને તાબા હેઠળની કચેરીઓના વડાઓને સામેલ કરવામાં આવ્યા છે.
ડેટાનું વૈજ્ઞાનિક વર્ગીકરણ કરાશે
કૃષિ વિભાગના તમામ ડેટાસેટનું ઓપન, શૅરેબલ, પ્રતિબંધિત, સંવેદનશીલ અને નેગેટિવ લિસ્ટ; એમ પાંચ શ્રેણીઓમાં વર્ગીકરણ કરવામાં આવશે. તેનાથી હવામાન, કૃષિ ટેકનિક, બજાર ભાવ જેવી જાહેર ઉપયોગની માહિતી ખેડૂતો સુધી સરળતાથી પહોંચાડાઈ શકાશે; જ્યારે ખેડૂતોની વ્યક્તિગત, બૅંકિંગ અને અન્ય ખાનગી માહિતીને સંવેદનશીલ શ્રેણીમાં રાખીને સંપૂર્ણપણે સુરક્ષિત કરવામાં આવશે.
કેન્દ્ર સરકારના DPDP કાયદાનું કડક પાલન કરવામાં આવશે
સમિતિ સુનિશ્ચિત કરશે કે ખેડૂતોના ડેટાનું સંગ્રહ, ઉપયોગ અને પ્રક્રિયા સંપૂર્ણપણે DPDP Act તેમજ અન્ય સરકારી નિયમો અનુસાર કરવામાં આવે. આ વ્યવસ્થા દ્વારા ખેડૂતોની વ્યક્તિગત માહિતીનો અનધિકૃત ઉપયોગ અટકાવી શકાશે તેમજ ડેટા સુરક્ષાને કાનૂની સંરક્ષણ મળશે.
ખેડૂતોની સંમતિ વિના ડેટાનો ઉપયોગ નહીં થાય
આ વ્યવસ્થામાં નાગરિક સંમતિ (Consent Management)ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ખેડૂતોના ડેટાના ઉપયોગ માટે તેમની સંમતિનો સંપૂર્ણ રેકોર્ડ સુરક્ષિત, ઑડિટેબલ અને ટ્રૅકેબલ રહેશે.
જો કોઈપણ કક્ષાએ સંમતિ સંબંધિત નિયમોનો ભંગ થાય, તો તેની તાત્કાલિક જાણ રાજ્ય ડેટા સત્તામંડળ (State Data Authority-SDA)ને કરવામાં આવશે.
ડેટા બ્રીચ પર તાત્કાલિક કાર્યવાહી
સમિતિ ખેડૂતોના ડેટા સાથે સંબંધિત કોઈ પણ સુરક્ષા બનાવ અથવા ડેટા બ્રીચ પર સતત નજર રાખશે. જો કોઈ પણ પ્રકારનું ડેટા ઉલ્લંઘન થશે, તો તેની તાત્કાલિક જાણ રાજ્યના મુખ્ય ડેટા અધિકારી તથા અન્ય સક્ષમ અધિકારીઓને કરવામાં આવશે, જેથી ઝડપી કાર્યવાહી થઈ શકે. આ વ્યવસ્થા ખેડૂતોની ડિજિટલ સુરક્ષાને ચોવીસે કલાક મજબૂત સુરક્ષા કવચ આપશે.
ખેડૂતો માટે વધુ અસરકારક યોજનાઓ બનશે
સુરક્ષિત,પ્રમાણભૂત ડેટા ઉપલબ્ધ થવાથી કૃષિ ક્ષેત્રમાં સંશોધન, ઇનોવેશન અને પુરાવા આધારિત નિર્ણય પ્રક્રિયાને વેગ મળશે.પરિણામે ખેડૂત કલ્યાણ યોજનાઓ વધુ અસરકારક, ચોક્કસ અને વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ બનશે.
નવી વ્યવસ્થાથી ખેડૂતોને શું લાભ થશે ?
Ø  ખેડૂતોની વ્યક્તિગત, બૅંકિંગ અને અન્ય સંવેદનશીલ માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.
Ø  ડેટાના દુરુપયોગ, અનધિકૃત પ્રવેશ અને સાયબર જોખમો પર અસરકારક દેખરેખ રાખવામાં આવશે.
Ø  ભવિષ્યની કૃષિ નીતિઓ, યોજનાઓ વાસ્તવિક આંકડા તથા વૈજ્ઞાનિક વિશ્લેષણના આધારે તૈયાર થશે
Ø  કૃષિ સબસિડી, પાક વીમો, કુદરતી આપત્તિ રાહત તેમજ અન્ય સરકારી સહાયનું વિતરણ વધુ ઝડપી, પારદર્શક અને ચોક્કસ બનશે.
Ø  પાત્રતા ધરાવતા ખેડૂતો સુધી સીધો લાભ પહોંચશે.
વરસાદી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી
**********
સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી આવતીકાલે
સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે: પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણી
**********
તમામ વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં સ્થાનિક અને પ્રભારી મંત્રીઓને
સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવા મુખ્યમંત્રીનો આદેશ
**********
પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવા ગુજરાતમાં
સુદ્રઢ ‘EV ચાર્જિંગ સ્ટેશન પોલિસી’ તૈયાર કરવા મુખ્યમંત્રીની સૂચના
**********
મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતી આપતાં પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન સમગ્ર રાજ્યમાં પ્રવર્તી રહેલી વરસાદી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
પ્રવક્તા મંત્રી  વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત-બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે.
આ ઉપરાંત, મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે-તે જિલ્લાના સ્થાનિક મંત્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવા આદેશ કર્યો છે. વહીવટી તંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વ્યક્તિગત સ્તરે સમીક્ષા કરવા માટે પણ મંત્રીઓને ખાસ સૂચના આપવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ વધુ એક મહત્વના વિષય અંગે માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીએ ગુજરાત માટે એક સુદ્રઢ અને સર્વગ્રાહી ‘EV ચાર્જિંગ સ્ટેશન’ અંગેની પોલિસી તૈયાર કરવા માટે સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી છે. આ પોલિસી આવનારા સમયમાં રાજ્યમાં ગ્રીન એનર્જી અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સના વપરાશને વધુ સરળ અને વ્યાપક બનાવશે.
રાજ્યમાં સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે દીવાલ કે વૃક્ષ ધરાશાયી થવા તથા વીજળી પડવા જેવા વિવિધ કારણોસર અકાળે મૃત્યુ પામેલા ૧૧ નાગરિકોને મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ દ્વારા ભાવપૂર્ણ શોકાંજલિ અર્પણ કરી હતી. મંત્રીમંડળે આ દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.
માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં કરાયો મહત્વપૂર્ણ સુધારો
………………….
બોટની ૨૦ મીટરની લંબાઈની મર્યાદા સંપૂર્ણપણે નાબૂદ:
હવે તમામ યાંત્રિક બોટોને મળશે યોજનાનો લાભ: પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણી
………………….
Ø  વેટ રાહત મેળવવા બોટની “રિયલ ક્રાફ્ટ પોર્ટલ” પર નોંધણી અને ફિશિંગ લાયસન્સ અનિવાર્ય
Ø  રાજ્યની ૧૮,૦૦૦થી વધુ યાંત્રિક ફિશિંગ બોટોને મળશે આર્થિક લાભ
Ø  પાત્રતા ધરાવતી બોટોને પ્રતિ લિટર મહત્તમ રૂ. ૧૫/- સુધીની વેટ રાહત મળશે
**********
મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમાર ભાઈઓના આર્થિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યું હતું કે, અગાઉના નિયમ મુજબ આ યોજનાનો લાભ માત્ર ૨૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક બોટોને જ મળતો હતો. હવે માછીમાર સમુદાયના વ્યાપક હિતમાં આ ૨૦ મીટરની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. આ સુધારાના પરિણામે હવે રાજ્યની ડીપ-સી બોટો સહિત તમામ યાંત્રિક ફિશિંગ બોટો આ યોજનાનો લાભ મેળવી શકશે.
આ લાભ મેળવવા માટે જે-તે ફિશિંગ બોટની નોંધણી ‘રિયલ ક્રાફ્ટ પોર્ટલ’ પર થયેલી હોવી જોઈએ તેમજ બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ હોવું અનિવાર્ય છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યની નોંધાયેલી ૧૮,૦૦૦થી વધુ યાંત્રિક ફિશિંગ બોટો હવે ડીઝલ વેટ રાહત મેળવવા માટે પાત્ર બની છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
વધુ વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી તમામ યાંત્રિક બોટોને સરકાર દ્વારા ‘ડીઝલ કાર્ડ’ આપવામાં આવશે. આ કાર્ડ ધારક બોટોને પ્રતિ લિટર મહત્તમ રૂ. ૧૫/- લેખે ડીઝલ વેટ રાહત મળશે. જો વેટની રકમ રૂ. ૧૫ કરતાં ઓછી હશે, તો તે મુજબ સબસિડી મળવાપાત્ર રહેશે.
નાના, મધ્યમ અને મોટા—તમામ વર્ગના માછીમારોને આ સમાન લાભ મળવાને કારણે તેમના ડીઝલના દૈનિક ખર્ચમાં મોટો ઘટાડો થશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકમાં નોંધપાત્ર વધારો થશે. હજુ પણ જે માછીમાર બંધુઓને રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી અથવા ફિશિંગ લાયસન્સ મેળવવાનું બાકી હોય તો તે સત્વરે પૂર્ણ કરવા મંત્રીએ અનુરોધ કર્યો છે.
બીજા તબક્કામાં માધવરાયજી મંદિરના પુનરુદ્ધાર સહિત અનેક વિકાસકાર્યોનો સમાવેશ
Ø  ભવ્ય બીચ ફ્રન્ટ, આધુનિક ફૂડ કોર્ટ, વિશાળ આઉટર પ્લાઝા અને પાર્કિંગ બનશે
Ø  શ્રદ્ધાળુઓની સુગમતા માટે રસ્તાઓ થશે પહોળા, મંદિર સુધી બનશે એપ્રોચ રોડ
Ø  અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિકલ, પ્લંબિંગ-સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમથી સજ્જ બનશે સમગ્ર પરિસર
***
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કરતા, આજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનું ધાર્મિક પ્રવાસન એક સ્વર્ણિમ યુગ તરફ આગળ વધી રહ્યું છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’નું  જીવંત ઉદાહરણ બની રહ્યું છે પોરબંદર જિલ્લામાં માધવપુર ખાતે આવેલું ‘ કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ’, જ્યાં ભગવાન  કૃષ્ણ અને માતા રુક્મિણીના લગ્ન થયા હતા. આ પ્રાગૈતિહાસિક અને આધ્યાત્મિક સ્થળને હવે વૈશ્વિક ફલક પર ઝગમગતું બનાવવા માટે ગુજરાત સરકાર તથા તેના સાહસ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાનિંગ પર કાર્ય ચાલી રહ્યં  છે.
સંપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત માધવપુર ગામમાં એક-એક કિલોમીટરના વ્યાસમાં આવેલા તમામ પૌરાણિક સ્થળોને એક સુંદર સૂત્રમાં ગૂંથવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં ₹47.99 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ મજબૂત પાયા પર આગળ વધતા બીજા તબક્કાની કામગીરી હાથ ધરવાની તૈયારીઓ કરાઈ રહી છે. પ્રથમ તબક્કામાં  રુક્મિણી માતાજી મંદિર, લગ્નવેદીની સાક્ષી ‘ચોરી માયરા’, પવિત્ર બ્રહ્મકુંડ અને ભવ્ય મુખ્ય પ્રવેશદ્વારનું સફળ લોકાર્પણ સ્વયં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી ચૂક્યું છે. હવે બીજા તબક્કાનું કામ સંપૂર્ણ ગતિ સાથે શરૂ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા ₹43.72 કરોડના ખર્ચે બીજા તબક્કાના વિકાસ કાર્યોને ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવી રહ્યા છે. બીજો તબક્કો બે વર્ષની અંદર પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
ભવ્ય કાયાકલ્પ : ₹20.25 કરોડથી સજ્જ થશે ઐતિહાસિક માધવરાયજી મંદિરનું સ્વરૂપ
બીજા તબક્કાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ભગવાન માધવરાયજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો છે. ₹20.25 કરોડના ખર્ચે આ ઐતિહાસિક મંદિરને નવું સ્વરૂપ આપવામાં આવશે. આ કાર્ય પૂર્ણ થતાં અહીં આધ્યાત્મ, ઇતિહાસ અને પ્રાચીન સ્થાપત્યકળાનો અદ્વિતીય સંગમ જોવા મળશે.
દરિયા કિનારે પ્રવાસનનો નવો રોમાંચ: 200 મીટર લાંબો ભવ્ય બીચ ફ્રન્ટ અને આધુનિક ફૂડ કોર્ટ તૈયાર થશે
માધવરાયજી મંદિર પાસે આવેલા દરિયાકિનારાને નવા પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. અહીં કુલ 200 મીટર લાંબા વિસ્તારમાં બીચ ડેવલપમેન્ટ કરવામાં આવશે. પર્યટકોની મૂળભૂત સુવિધાઓને ધ્યાનમાં રાખીને આધુનિક ફૂડ કિઓસ્ક, હાઈટેક ટોયલેટ્સ અને બેઠકોની અત્યંત સુંદર વ્યવસ્થા (ફૂડ કોર્ટ સિટિંગ) તૈયાર કરવામાં આવી રહી છે.
શ્રદ્ધાળુઓને ટ્રાફિક જામથી મુક્તિ: ₹5.31 કરોડના ખર્ચે બનશે વિશાળ આઉટર પ્લાઝા અને પાર્કિંગ
માધવપુર મેળા અને તહેવારો દરમિયાન ઉમટતી ભારે ભીડના સુગમ સંચાલન માટે મંદિર પરિસરના બાહ્ય ભાગનો સુવ્યવસ્થિત વિકાસ કરવામાં આવી રહ્યો છે. ₹5.31 કરોડના ખર્ચે બનનારો આ વિશાળ આઉટર પ્લાઝા અને વ્યવસ્થિત પાર્કિંગ સ્પેસ શ્રદ્ધાળુઓના અવરજવરને અત્યંત સરળ અને સુરક્ષિત બનાવશે.
પહોળા રસ્તાઓથી સરળ બનશે માર્ગ: કાચબા ઉછેર કેન્દ્રથી મંદિર સુધી બનશે 9 મીટર પહોળો એપ્રોચ રોડ
કનેક્ટિવિટીને નવું વિસ્તરણ આપવા માટે માર્ગ અને મકાન વિભાગના નેતૃત્વમાં મહત્વપૂર્ણ પાયાના કામો શરૂ થયા છે. તેના અંતર્ગત સ્થાનિક કાચબા ઉછેર કેન્દ્રથી સીધા માધવરાયજી મંદિર સુધી પહોંચતા માર્ગને 9 મીટર સુધી પહોળો કરવામાં આવી રહ્યો છે, જેથી સાંકડા રસ્તાઓની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.
સેલ્ફી પોઇન્ટ્સ અને કલાત્મક મૂર્તિઓ: ₹3.45 કરોડથી ‘ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડલી’ બનશે રુક્મિણી-કૃષ્ણ ધામ
યુવા પેઢી અને આધુનિક પર્યટકોને આકર્ષવા માટે આ ધાર્મિક પરિસરને નવો લુક આપવામાં આવી રહ્યો છે. ₹3.45 કરોડના બજેટથી સમગ્ર વિસ્તારમાં ભવ્ય લેન્ડસ્કેપ, રંગબેરંગી ફાઉન્ટેન, સનાતન સંસ્કૃતિ દર્શાવતી વિવિધ કલાત્મક મૂર્તિઓ (સ્કલ્પચર્સ), સ્પષ્ટ સાઇનબોર્ડ્સ અને આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે.
અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર : અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિકલ, પ્લંબિંગ અને સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમથી સજ્જ બનશે સમગ્ર પરિસર
પરિસરની સુંદરતામાં કોઈ અવરોધ ન આવે તે માટે તમામ મૂળભૂત લાઇનોને અંડરગ્રાઉન્ડ કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રોજેક્ટ વિસ્તારમાં એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ, પ્લંબિંગ અને વૃક્ષો-છોડ તથા લેન્ડસ્કેપની હરિયાળી સદાબહાર રહે તે માટે આધુનિક ઇરિગેશન (સિંચાઈ) સિસ્ટમનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરતું માધવપુરનું આ નવું અને ભવ્ય સ્વરૂપ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાને નવું બળ આપશે, અને સાથે-સાથે સ્થાનિક સ્તરે રોજગાર અને આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર પણ ખોલશે.
૫૫૦ વર્ષ જૂની હવેલી સંગીત પરંપરાને પ્રાપ્ત થયું રાષ્ટ્રીય સ્તરે સન્માન
***
ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર-૨૦૨૫ માટે હવેલી
 સંગીતના વિદ્વાન આચાર્ય  રણછોડલાલજી ગોસ્વામીની પસંદગી
***
ભારતીય શાસ્ત્રીય સંગીતની પ્રાચીન અને સમૃદ્ધ પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવતા પુષ્ટિમાર્ગીય હવેલી સંગીતને  રાષ્ટ્રીય સ્તરે  સન્માન મળ્યું છે. કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે જાહેર કરાયેલા ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર-૨૦૨૫  માટે અમદાવાદના કાલુપુર સ્થિત ગોસ્વામી હવેલીના ૧૬ મી પેઢીના આચાર્ય અને હવેલી સંગીતના વિદ્વાન આચાર્ય  રણછોડલાલજી ગોસ્વામીની પસંદગી કરવામાં આવી છે.
આચાર્ય રણછોડલાલજી ગોસ્વામી આ સન્માનને પોતાની વ્યક્તિગત સિદ્ધિ કરતાં વધુ સમગ્ર હવેલી સંગીત પરંપરાનું ગૌરવ ગણાવે છે. તેઓ કહે છે, “આ પુરસ્કાર ભારતની ભક્તિ, સંગીત અને સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાને મળેલું સન્માન છે. હવેલી સંગીતમાં ભારતની આત્મા વસે છે.”
પુષ્ટિમાર્ગની સ્થાપના મહાપ્રભુ  વલ્લભાચાર્યજીએ આશરે ૫૫૦  વર્ષ પહેલાં કરી હતી. આ પરંપરામાં કીર્તન અને સંગીતને ભક્તિનું સર્વોચ્ચ સાધન માનવામાં આવે છે. આજે પણ હવેલીઓમાં દિવસના અલગ-અલગ પ્રહરો અને ઋતુઓને અનુરૂપ વિશિષ્ટ રાગોમાં સેવા-કીર્તન કરવામાં આવે છે. વસંત, ગ્રીષ્મ, શ્રાવણ કે શરદ—દરેક ઋતુ માટે અલગ સંગીત પરંપરા વિકસાવવામાં આવી છે, જે હવેલી સંગીતને અનોખી ઓળખ આપે છે.
અમદાવાદના ૪૫૦  વર્ષ જૂના દોષીવાડાની પોળમાં આવેલી ગોસ્વામી હવેલીના આચાર્ય તરીકે સ્થાપિત રણછોડલાલજી ગોસ્વામીએ ગુરુ-શિષ્ય પરંપરામાં સંગીતની તાલીમ મેળવી છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીની ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી સંગીત વિષયમાં અનુસ્નાતક અને એમ.ફિલ. પૂર્ણ કરીને હાલમાં પીએચ.ડી. સંશોધન કરી રહ્યા છે.
માત્ર ૩૨ વર્ષની વયે તેઓએ ૨૨ હજારથી વધુ ભક્તિપદોની રચના કરી છે અને આઠ પુસ્તકોનું સર્જન કર્યું છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીના હવેલી સંગીત અભ્યાસક્રમમાં તજજ્ઞ તરીકે પણ સેવા આપે છે. વ્રજભાષા, ગુજરાતી, સંસ્કૃત ઉપરાંત ચારણી, મેવાડી અને મારવાડી જેવી ભાષાઓમાં તેમની રચનાઓ જોવા મળે છે.
આચાર્યના જણાવ્યા મુજબ હવેલી સંગીત ભારતીય શાસ્ત્રીય સંગીતનું મૂળ સ્વરૂપ છે. પ્રબંધ, ધ્રુપદ અને ધમાર જેવી પ્રાચીન ગાયન પરંપરાઓમાંથી જ આગળ જઈને ખ્યાલ ગાયકીનો વિકાસ થયો છે. હવેલી સંગીતમાં આજે પણ આ મૂળ પરંપરાઓ જીવંત છે.
તેઓ જણાવે છે કે મહાપ્રભુ  વલ્લભાચાર્યજી અને  વિઠ્ઠલનાથજીના સમયથી સૂરદાસ, પરમાનંદદાસ સહિત અષ્ટછાપના કવિઓની રચનાઓ હવેલી સંગીત દ્વારા ગવાતી આવી છે. આ સંગીત માત્ર કલાનું સ્વરૂપ નથી, પરંતુ ભક્તિ અને ઉપાસનાનું જીવંત માધ્યમ છે.
આચાર્યનું માનવું છે કે આ પુરસ્કાર સમગ્ર વૈષ્ણવ સમાજ અને શાસ્ત્રીય સંગીતપ્રેમીઓ માટે ગૌરવની ક્ષણ છે. ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા પંજાબમાં પણ આ પરંપરા આજે જીવંત છે. સ્વતંત્રતા પછી હવેલી સંગીતને આટલા ઊંચા રાષ્ટ્રીય સ્તરે  સન્માન મળ્યાની આ કદાચ પ્રથમ ઘટના છે.
હવેલી સંગીતના સંરક્ષણ અંગે તેઓ સૂચવે છે કે યુનિવર્સિટી સ્તરે પૂર્ણ સમયના અભ્યાસક્રમો શરૂ થવા જોઈએ. અધિકૃત ગ્રંથોનું સર્જન, સંશોધન, દસ્તાવેજીકરણ અને તુલનાત્મક અભ્યાસને પ્રોત્સાહન મળવું જોઈએ. સાથે જ યુવા પેઢીમાં આ પરંપરા પ્રત્યે રસ જાગે તે માટે સેમિનાર, વર્કશોપ અને વ્યાખ્યાનમાળાઓનું આયોજન પણ સમયની જરૂરિયાત છે.
પાંચ સદીથી વધુ સમયથી મંદિરોની દિવાલોમાં ગુંજતો હવેલી સંગીતનો સ્વર હવે રાષ્ટ્રીય મંચ સુધી પહોંચ્યો છે. આ સન્માન માત્ર એક કલાકારનું નહીં, પરંતુ ભારતની અમૂલ્ય સંગીત વિરાસતનું ગૌરવ વધારનારું સીમાચિહ્ન બની રહ્યું છે.
પાંચ લાખથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ
****
અંદાજે એકતાળીસ હજારથી વધુ વસ્તુઓનું સમારકામ
****
 “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત સાત દિવસમાં રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં કુલ ૫,૭૨,૫૬૩  બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી, અને ૫,૧૪,૪૫૬ થી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો. જેના પરિણામે કુલ ૧,૮૦૬ જેટલા ઓરડાઓ ખાલી થયા. આ ઉપરાંત અંદાજે ૪૧,૬૮૧ જેટલી વસ્તુઓ જેવી કે લાકડા/લોખંડનું  ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક રીપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું..
અભિયાનના સાતમા દિવસે પણ સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૨૨,૬૬૭ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે અને ૧૫,૫૩૦ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે, જેના પરિણામે ૧૨૯ જેટલા ઓરડાઓ ખાલી થયા. જે આગામી સમયમાં દર્દીઓની સુવિધા માટે  ઉપયોગમાં લેવાશે..
આ અભિયાન હેઠળ હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ,ભંગાર,જંક અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય નિકાલ, બિલ્ડીંગ તથા કેમ્પસની સઘન સાફ-સફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પાઈપલાઈનનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું. આ ઉપરાંત દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી, ફર્નિચરનું સમારકામ, માઈનર સીવીલ વર્કસ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે,મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્યમંત્રી  પ્રફુલ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS, ઓડિટોરિયમ ખાતેથી “નમો સ્વચ્છતા અભિયાન”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સફાઇ મહાઅભિયાન તા.૧થી ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં સઘન રીતે વેગવંતુ રહ્યું છે. જે આગામી દિવસોમાં પણ સ્વચ્છતા ઝુંબેશના  ભાગરૂપે કાર્યરત રહેશે.
રાજ્યપાલની અધ્યક્ષતામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઈ
———–
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી યોજનાઓની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્વરોજગાર અને કૃષિ ક્ષેત્રે થઈ રહેલા વ્યાપક સુધારાઓ તેમજ આદિજાતિ માટેની વિવિધ યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, તેમજ તેઓના સર્વાંગી વિકાસ માટેની વ્યૂહ રચના માટે સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આદિજાતિ વિસ્તારના બાળકોને  શિક્ષણ મળે તે બાબતને પ્રાથમિકતા આપવા ભાર મુક્યો હતો. આદિજાતિ વિસ્તારોમાં ખેતી કરતા લોકોને પ્રાકૃતિક ખેતીની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે તેમજ કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે બજાર-હાટની વ્યવસ્થા કરવા પણ અનુરોધ કર્યો હતો. આદિજાતિ વિસ્તારના લોકો પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે, આથી તેઓને સ્વસ્થ પશુધન આપવામાં આવે તો તેઓ દૂધનો વ્યવસાય પણ કરી શકશે તે માટે સંબંધિત અધિકારીઓને રાજ્યપાલએ સૂચન કર્યુ હતું.
આ ઉપરાંત રાજ્યપાલએ આદિજાતિ વિસ્તારમાં રહેતા યુવાનોમાં વ્યસનમુક્તિ અંગે જાગરૂકતા, કલા કૌશલ્યનો વિકાસ,  ખેલ તેમજ યોગમાં આગળ વધારવા માટે  યોગ્ય તાલીમ સહિતની વ્યવસ્થા કરવા નિર્દેશો કર્યા હતા.
આ તકે રાજ્યપાલએ આદિજાતિ વિભાગ દ્વારા આદિજાતિઓના ઉત્કર્ષ માટે કરવામાં આવેલ કાર્યોની પ્રશંસા કરી હતી. રાજ્યપાલએ ‘નર સેવા જ નારાયણ સેવા છે’ તેમ જણાવી આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવા, વિકાસ કામોના નિરીક્ષણ માટે ટીમની રચના કરવા તેમજ સંબંધિત અધિકારીઓને આદિજાતિ વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ તેઓના પ્રશ્નોના  નિરાકરણ માટે તત્પરતા દાખવવા સહિતની જરૂરી સૂચનાઓ આપી હતી.
આ પ્રસંગે આદિજાતિ વિભાગના નિયામક  આશિષ કુમારે આદિજાતિ વિસ્તારોમાં ચાલતી દૂધ સંજીવની યોજના, પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય યોજના, આશ્રમ શાળા, બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના, ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન, પ્રી મેટ્રિક તેમજ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના, પ્રધાનમંત્રી જનજાતિય ન્યાય અભિયાન, મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના, નિઃશુલ્ક ચિકિત્સા સહાય, જનજાતિય કલ્યાણ યોજના સહિતની યોજનાઓની વિગતોની જાણકારી આપીને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ વિશે પણ ચર્ચા કરી હતી.
નોંધનીય છે કે, ગુજરાતમાં આદિજાતિ જનસંખ્યા 89.17 લાખ છે, જે રાજ્યની કુલ વસ્તીના 14.8% જેટલી છે. દેશની કુલ આદિજાતિ વસ્તીના 8.1% લોકો ગુજરાતના 14 જિલ્લાના 5,884 ગામોમાં વસવાટ કરે છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી  નરેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી  પી.સી. બરંડા, લોકભવનના અગ્ર સચિવ  અશોક શર્મા, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ  એ.કે.પાંડે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા તમામ આદિજાતિ જિલ્લાઓના પ્રાયોજના વહીવટીદારો ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.
વેધર વોચ ગ્રૂપ’ની મહત્વની બેઠક યોજાઈ
—–
રાજ્યભરમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગો સજ્જ
—–
રાજ્યમાં ચોમાસાની પ્રગતિ અને આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આજે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ખાતે રાહત નિયામક  સુભાષ સાવલિયાના અધ્યક્ષસ્થાને ‘વેધર વોચ ગ્રૂપ’ની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓ સામે ઝીરો કેઝ્યુઅલ્ટીના અભિગમ સાથે વહીવટી તંત્રની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
રાહત નિયામક  સુભાષ સાવલિયા દ્વારા તમામ વિભાગોને પરસ્પર સંકલન થકી કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં કંટ્રોલ રૂમને તુરંત જાણ કરવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્ય સરકાર આગામી દિવસોમાં વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખીને જરૂરી કાર્યવાહી કરી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તેની સેટેલાઈટ ઈમેજરી અને પૂર્વાનુમાન રજૂ કર્યા હતા. જળસંપત્તિ અને સિંચાઈ વિભાગ દ્વારા રાજ્યના જળાશયો, ડેમની વર્તમાન સપાટી અને ઓવરફ્લો થવાની સ્થિતિમાં પાણી છોડવા અંગેના આગોતરા આયોજન અને એલર્ટ સિસ્ટમની માહિતી આપી હતી. NDRF અને SDRF આપત્તિના સમયે તાત્કાલિક બચાવ કામગીરી માટે ટીમોના લોકેશન અને બચાવ સાધનોની સજ્જતા અંગે બ્રીફિંગ આપ્યું હતું. વરસાદને કારણે રસ્તાઓ બંધ થવાની સ્થિતિમાં વૈકલ્પિક વ્યવસ્થા અને વીજ પુરવઠો ખોરવાય તો તેને ગણતરીના કલાકોમાં પુનઃસ્થાપિત કરવા માટેના એકશન પ્લાનની માર્ગ-મકાન અને ઊર્જા વિભાગે વિગતો આપી કરી હતી.
આ બેઠકમાં હવામાન વિભાગ, NDRF, SDRF, માર્ગ-મકાન, જળસંપત્તિ, સિંચાઈ, આરોગ્ય, વન, ઊર્જા તેમજ કૃષિ વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૨૦૦૮ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ચુકાદો
 આતંકવાદ સામેની લડાઈમાં ઐતિહાસિક જીત: નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી
***************
ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી
 પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી:- નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી
***************
::નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી::
Ø  આતંકવાદ સામે દેશની આ બહુ મોટી કાયદાકીય જીત: ૩૮ આતંકીઓને ફાંસી અને ૧૧ને આજીવન કેદની સજા નામદાર હાઈકોર્ટે રાખી યથાવત
Ø  ગુજરાતમાં અને ભારતમાં આતંકવાદ માટે કોઈ જ જગ્યા નથી, આ મજબૂત ચુકાદો દેશના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે
Ø  મૃતકોના પરિવારને રૂ.૧૦ લાખ અને ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ.૫ લાખની આર્થિક સહાય મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની સરકાર તાત્કાલિક ચૂકવશે
*************
આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ ‘વર્ષ-૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ’માં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને આવકાર્યો હતો. તેમણે આજના દિવસને દેશના ઇતિહાસનો એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ચુકાદો માત્ર અમદાવાદ કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને દુનિયાના તમામ શાંતિપ્રિય દેશો માટે આતંકવાદ સામેની લડાઈમાં એક બહુ મોટો અને મજબૂત સંદેશ છે.
નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે તે તમામ નિર્દોષ આત્માઓને, તેમના પરિવારોને અને નાગરિકોને સાચો ન્યાય મળ્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખીને ૩૮ આતંકવાદીઓને ફાંસીની સજા અને ૧૧ આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે, જે ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો છે.
 સંઘવીએ ગુજરાતના તમામ નાગરિકો વતી નામદાર હાઈકોર્ટ, નીચલી અદાલત અને સમગ્ર ઇન્વેસ્ટિગેશન ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ મજબૂત ન્યાય અપાવવા પાછળ તપાસ ટીમે વર્ષો સુધી કોઈ પણ પ્રકારની કાયદાકીય ક્ષતિ કે બાંધછોડ વિના રાત-દિવસ એક કરીને જે પ્રશંસનીય કામગીરી કરી છે, તે ખરેખર બિરદાવવા લાયક છે. આ ચુકાદો સ્પષ્ટપણે સાબિત કરે છે કે, ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ચુકાદાના ભાગરૂપે આ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા નિર્દોષ  મૃતકોના પરિવારોને રૂ.૧૦ લાખની સહાય અને જેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને રૂ.૫ લાખની આર્થિક મદદ પહોંચાડવાનો જે હાઈકોર્ટ દ્વારા આદેશ થયો છે, તેને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા સંવેદનશીલતાપૂર્વક તાત્કાલિક અસરથી અમલમાં લાવીને ચૂકવવામાં આવશે. આ સરકાર પીડિત પરિવારોની સાથે સદાય પડખે ઊભી છે તેમ નાયબ મુખ્યમંત્રી  સંઘવીએ વધુમાં જણાવ્યું હતું.
વારંવાર ડુપ્લીકેટ ખાતર-બિયારણ વેચનારાઓ સામે PBM એક્ટ હેઠળ કાર્યવાહી;
 ૪ શખ્સોને ડિટેઇન કરી જેલ હવાલે કરાયા: કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી
**************
‘ખેડૂતો સાથે છેતરપિંડી જરાય સાંખી લેવાશે નહીં’: કૃષિ મંત્રીની કાળાબજારી કરનારાઓને સખત ચેતવણી
**************
ગુજરાતના ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતા અને છેતરપિંડી કરતા તત્વો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીના સીધા આદેશ હેઠળ, રાજ્યમાં ખાતર અને બિયારણના વેચાણમાં ગેરરીતિ, કાળાબજારી અને ડુપ્લીકેટ બનાવટો વેચતા વિક્રેતાઓ સામે “ધ પ્રિવેન્શન ઑફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાઇ ઓફ એસેન્શિયલ કોમોડિટી (PBM) એક્ટ- ૧૯૮૦” હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવી છે.
આ કાર્યવાહી અંગે કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ડુપ્લીકેટ ખાતરના વેચાણ અંગે થયેલી તપાસના અંતે જવાબદારો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જેમાં, ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તેમાં સંડોવાયેલા કુલ ૪ ઇસમો વિરુદ્ધ ‘PBM એક્ટ’ હેઠળ ગુનો નોંધી, તેમને ડિટેઇન કરી જેલ હવાલે કરી દેવામાં
આવ્યા છે.
મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ખાતર અને બિયારણના ડુપ્લીકેટ વેચાણના કેસમાં વારંવાર ગેરરીતિ કરનાર સામે આ પ્રકારની સખત કાયદાકીય જોગવાઈનો અમલ કરવામાં આવશે.
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, અમે અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે જગતના તાત સાથે છેતરપિંડી કરનારાઓને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર જરા પણ સાંખી નહીં લે. ગેરકાયદેસર, પ્રતિબંધિત કે ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારાઓ સામે હવે માત્ર લાયસન્સ રદ કરવાની જ નહીં, પણ વારંવાર ગેરરીતિ આચરતા ઇસમો સામે PBM એક્ટ હેઠળ જેલ ભેગા કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
ખાતર અને બિયારણ એ ખેડૂત માટે પાયાની જરૂરિયાત છે અને તેમાં ડુપ્લીકેટ માલ વેચી ખેડૂતોનો પાક અને મહેનત બરબાદ કરનારાઓ સામે આ માત્ર શરૂઆત છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ જ્યાં આવી ફરિયાદો હશે ત્યાં તપાસ કરીને આગામી સમયમાં આ જ પ્રકારના કડક ગુનાઓ દાખલ કરવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જે કોઈ પણ વિક્રેતા કાળાબજારી કે નકલી ચીજવસ્તુઓના વેચાણમાં સંડોવાયેલા જણાશે, તેમની સામે સરકાર જરા પણ દયા રાખશે નહીં અને PBM એક્ટ જેવા સખત કાયદા હેઠળ જેલની સજા કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગેરરીતિ કરનાર ૬૮ ખાતર વિક્રેતા, ૧૭ બિયારણ વિક્રેતા અને ૧૩ જંતુનાશક દવાઓના વિક્રેતા મળી કુલ ૯૮ વિક્રેતાઓના લાયસન્સ સ્થગિત કે રદ કરવામાં આવ્યા છે.
કૃષિ મંત્રીએ રાજ્યના તમામ ખેડૂતોને ખાતરી આપી છે કે, સરકાર રાત-દિવસ તેમના હિત માટે કાર્યરત છે. ડુપ્લીકેટ માલ વેચી ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડનારા તત્વો સામે સરકારની લડાઈ જારી રહેશે, જેથી ખેડૂતોને માત્ર શ્રેષ્ઠ અને શુદ્ધ કૃષિ ઉત્પાદનો જ પ્રાપ્ત થાય.
પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ભારતીય જન સંઘના સ્થાપક
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા
———
ગુજરાત વિધાનસભા પોડિયમમાં શ્યામાપ્રસાદ મુખર્જીના તૈલચિત્ર સમક્ષ આદરાંજલિ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી
———
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રખર રાષ્ટ્રવાદી વિચારક તથા ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિએ ભાવવંદના કરી હતી.
ગુજરાત વિધાનસભા પોડિયમમાં રાખવામાં આવેલા સ્વ. શ્યામાપ્રસાદજીના તૈલચિત્ર સમક્ષ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ભાવપુષ્પ અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીએ ડૉ. મુખર્જી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં એક ટ્વિટમાં જણાવ્યું કે, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીરના સંપૂર્ણ વિલીનીકરણ અને સામાન્ય નાગરિક અધિકારો માટે છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કર્યો હતો.
એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાનની નીતિ દૂર કરવાનું તેમનું વિઝન આજે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાકાર થયું છે. ડૉ. મુખર્જીના વિચારો અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સૌના હ્રદયમાં માતૃભૂમિ પ્રત્યે સમર્પણની જ્યોત સદાય પ્રજવલિત રાખશે એવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા પોડીયમમાં સ્વ. શ્યામાપ્રસાદ મુખર્જીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી તે અવસરે વિધાનસભા ઉપાધ્યક્ષ  પૂર્ણેશભાઈ મોદી, દંડક  બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્યો મતી રીટાબહેન પટેલ,  અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગરના મેયર મતી મીરાબહેન પટેલ, શહેર ભાજપા અધ્યક્ષ  ડૉ. આશિષ દવે તેમજ ઉપ મેયર અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા વિધાનસભા સચિવ  પંડ્યા સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.
વધતા રોગો સામેના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી જ સચોટ ઉપાય: રાજ્યપાલ
………
અમદાવાદના સ્થિત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે અગ્રણી વૈચારિક અને બૌદ્ધિક મંચ ‘પ્રબુદ્ધસભા’ અંતર્ગત 24 માં મણકાનું રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ પ્રબુદ્ધ સભામાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ “જીવન પાસેથી હું શું શીખ્યો?” વિષય ઉપર સંબોધન કર્યું હતું. તેમણે પોતાના જીવનના સંઘર્ષો, ગુરુકુળ પરંપરા અને સામાજિક ઉત્થાનના કાર્યો વિશે હૃદયસ્પર્શી વાતો રજૂ કરી હતી. તેમણે આ સભાની પ્રશંસા કરતા જણાવ્યું કે, દેશમાં વૃદ્ધોના કાર્યક્રમો તો ઘણા થતા હોય છે, પરંતુ સમાજ માટે પોતાનું જીવન ખપાવી દેનારા અને આવનારી પેઢીઓ માટે આદર્શરૂપ બનેલા પ્રબુદ્ધ લોકોના જીવનના અનુભવોનું સંકલન કરવું એ રાષ્ટ્ર માટે બહુ મોટી પ્રેરણા સાબિત થશે. ગીતાના શ્લોકનો ઉલ્લેખ કરી તેમણે સમજાવ્યું કે સાચો જન્મ એ જ સાર્થક છે, જેના થકી વંશ, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ થાય.
પોતાના પ્રારંભિક જીવનના કપરા સંઘર્ષોની ગાથા રજૂ કરતા રાજ્યપાલએ જણાવ્યું કે તેઓ હરિયાણાના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. પિતાની પ્રેરણાથી ગુરુકુળમાં અભ્યાસ પૂરો કર્યા બાદ, માત્ર 21 વર્ષની નાની ઉંમરે તેઓ કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુળના પ્રધાન આચાર્ય બન્યા હતા. એક સમયે કોઈ જ આર્થિક સાધન કે સરકારી અનુદાન ન હોવા છતાં, તેમણે રાત-દિવસ એક કરીને અને ગામોમાં ફરીને ભિક્ષાવૃત્તિ દ્વારા અનાજ અને દાન એકત્રિત કરી ગરીબ બાળકોના શિક્ષણ અને ભોજનની વ્યવસ્થા કરી હતી. આ કઠિન પરિશ્રમ દરમિયાન 1998માં અતિશય ગરમી અને લૂ લાગવાને કારણે તેઓ અલ્સરેટિવ કોલાઇટિસ જેવી ગંભીર બીમારીનો ભોગ બન્યા, જેમાં તેમનું વજન 84 કિલોથી ઘટીને 53 કિલો થઈ ગયું હતું અને તેઓ મૃત્યુની નજીક પહોંચી ગયા હતા.
વધુમાં રાજ્યપાલએ જણાવ્યું કે, બીમારીના એ અંતિમ ચરણમાં સ્વામી જગદીશ્વરાનંદજીના માર્ગદર્શન હેઠળ 21 દિવસના કઠિન જલ ઉપવાસ અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ દ્વારા તેમના સ્વાથ્યમાં ચમત્કારિક સુધારો થયો હતો. આ અનુભવ બાદ તેમણે ગુરુકુળમાં જ 100 બેડની ભવ્ય પ્રાકૃતિક ચિકિત્સા હોસ્પિટલનું નિર્માણ કર્યું, જ્યાં આજે દેશ-વિદેશના હજારો લોકો લાભ લઈ રહ્યા છે. આ સાથે જ તેમણે 180 એકર જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી શરૂ કરાવી અને એક આધુનિક ગૌશાળાનું નિર્માણ પણ કર્યું. આજે તે ગુરુકુળમાં 19 રાજ્યોના આશરે 1500 જેટલા બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે અને સંસ્થાએ દેશને અસંખ્ય NDA, IIT, NEET પાસ આઉટ ઉમેદવારો અને અનેક આંતરરાષ્ટ્રીય સ્તરના રમતવીરો આપ્યા છે.
પોતાના સંબોધનના અંતમાં રાજ્યપાલએ વર્તમાન સમયમાં વધતા જતા કેન્સર, હાર્ટ એટેક અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો સામે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના કારણે આજની પેઢી રોગોનો ભોગ બની રહી છે, જેનું એકમાત્ર અને સચોટ સમાધાન પ્રાકૃતિક ખેતી અને શુદ્ધ જીવનશૈલી જ છે. કોઈપણ પ્રકારની લાલચ રાખ્યા વિના કેવળ રાષ્ટ્ર સેવાને જ પરમ ધર્મ માનનારા આચાર્ય દેવવ્રતજીએ અણધારી રીતે તેમની ગવર્નર તરીકે નિમણૂક કરાઈ તે ક્ષણોને પણ યાદ કરી આશ્ચર્ય અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના મુખ્ય ચરણમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પોતાના બહુમૂલ્ય જીવનના અનુભવો, શિક્ષણ અને આધ્યાત્મિક યાત્રામાંથી મેળવેલા ભાથાને શ્રોતાઓ સમક્ષ અત્યંત સરળ અને હૃદયસ્પર્શી શૈલીમાં પ્રસ્તુત કર્યું હતું.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સાહિત્યકાર ડૉ. ભાગ્યેશ ઝાએ પોતાના પ્રેરક ઉદબોધનમાં ઋગ્વેદ અને ભૂમિસૂક્તના મંત્રોનો સંદર્ભ આપતાં કહ્યું કે, રાજ્યપાલએ માત્ર વાતો કરવાને બદલે પ્રકૃતિ અને ભૂમિ સંરક્ષણ માટે સાચું લોકશિક્ષણ આપ્યું છે. સમાજમાં વ્યાપક બનતા કેન્સર જેવા ગંભીર રોગો સામે ચિંતા વ્યક્ત કરી તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યપાલના ભગીરથ પ્રયાસો અને પીઠબળને કારણે જ આજે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ગુજરાત દેશભરમાં એક મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે.
આ પ્રસંગે ન્યુરોલોજિસ્ટ ડૉ. સુધીર શાહ, કવિ અને લેખક  માધવ રામાનુજ, પૂર્વ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ  રાકેશ જોશી, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ  રાજીવ ગાંધી, પ્રબુદ્ધ સભાના સેક્રેટરી  ધર્મેન્દ્ર પંડ્યા, આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ  આર. એસ. પટેલ,  અજય ઉમટ અને અમદાવાદના પ્રખર બૌદ્ધિકો, શિક્ષણવિદો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, નગરજનો અને આમંત્રિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૧૪ હજાર જેટલી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ
—–
૫૮ હજાર કરતાં વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ
—–
પાંચ દિવસમાં કુલ ૫.૧૧ લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ : કુલ ૪૬ હજારથી વધુ વસ્તુઓનો સ્થળ પર નિકાલ
—–
પાંચ દિવસમાં અંદાજે ૧૦,૧૬૫ જેટલા માલસામાન, ઉપકરણોની મરામત
—–
‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત પાંચમા દિવસે રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૫૮,૫૯૪ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. આ પૈકી ૧૪,૩૯૦ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે, જેના પરિણામે હોસ્પિટલ પરિસરોના વધુ ૧૬ ઓરડાઓ ખાલી થયા છે, જેનો આગામી સમયમાં દર્દીઓની સુવિધા માટે ઉપયોગ કરી શકાશે. જ્યારે બાકી રહેલી બિનઉપયોગી વસ્તુઓનો નિયમાનુસાર નિકાલ કરવાની કામગીરી પ્રગતિમાં છે. તદુપરાંત, આજે એક જ દિવસમાં અંદાજે ૬૮૪ જેટલી વિવિધ વસ્તુઓ જેવી કે લાકડા/લોખંડનું ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક રીપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલ ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત આજે પાંચમા દિવસે પણ રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને સલામત આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉમદા આશય સાથે શરૂ કરાયેલા આ અભિયાનના પરિણામે સરકારી હોસ્પિટલોનો કાયાકલ્પ થઈ રહ્યો છે.
આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, રાજ્યભરની આરોગ્ય સંસ્થાઓમાંથી પાંચ દિવસમાં કુલ ૫,૧૧,૨૨૧ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. જે પૈકી કુલ ૪૬,૫૫૫ થી વધુ વસ્તુઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે. જેના પરિણામે ૧,૫૧૨ જેટલા ઓરડાઓ હવે ઉપયોગ કરવા યોગ્ય બન્યા છે. આ ઉપરાંત અંદાજે ૧૦,૧૬૫ જેટલું લાકડા/લોખંડનું ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી ઉપકરણોનું રીપેરિંગ કરવામાં આવ્યું છે.
આ સઘન અભિયાન હેઠળ મુખ્યત્વે હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ, ભંગાર, જંક અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય નિકાલ, બિલ્ડીંગ તથા કેમ્પસની સઘન સાફ-સફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પાઈપલાઈનનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, હોસ્પિટલોમાં દર્દીઓની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપીને ફાયર અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી, ફર્નિચરનું સમારકામ, માઈનર સીવીલ વર્કસ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (ચેપ નિયંત્રણ) જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS ઓડિટોરિયમ ખાતેથી આ “નમો સ્વચ્છતા અભિયાન”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ  સફાઈ મહાઅભિયાન  ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી ચાલશે.
ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની’: ‘એન્ટી-સ્નેક વેનમ’ બનાવવા માટે કંપનીને સોંપાયું ઝેર
****
વલસાડનાં ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર (SRI) દ્વારા ગયા અઠવાડિયે લાઇસન્સ ધરાવતી એન્ટી સ્નેક વેનમ ઉત્પાદક કંપનીને ગુજરાતનાં ઝેરી સાપોમાંથી કાઢવામાં આવેલુ ઝેર- લાયોફિલાઇઝ્ડ (ફ્રીઝ-ડ્રાઇડ)- એન્ટી સ્નેક વેનમ બનાવવા માટે આપવામાં આવ્યું.
*****
રાજ્યમાં સર્પદંશને કારણે થતા માનવ મૃત્યુને ઘટાડવા માટે ગુજરાતને પોતાનું પ્રદેશ-વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ (રિજિયન સ્પેસિફિક એન્ટી-સ્નેક વેનમ) બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે અને ટૂંક સમયમાં તે ઉપલબ્ધ થશે,’’  અર્જુન મોઢવાડિયા, વન અને પર્યાવરણ મંત્રી, ગુજરાત.
*****
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦2૪માં ભારત સરકાર દ્વારા ‘નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેકબાઈટ એન્વેનોમિંગ’ (NAP-SE) લોન્ચ કરવામાં આવ્યો છે.
*****
ગાંધીનગર, 5 જુલાઈ :
ગુજરાતમાં સર્પદંશની સારવાર માટે રાજ્યનાં ઝેરી સાપોનાં ઝેરમાંથી બનાવેલુ (રિજિયન સ્પેસિફિક એન્ટી-સ્નેક વેનમ) ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે અને સર્પદંશની સારવારમાં ‘સંજીવની’ બનશે.
રાજ્યની ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્રએ ગુજરાતમાં જોવા મળતી સાપની ચાર મુખ્ય ઝેરી પ્રજાતિઓનું લાયોફિલાઇઝ્ડ (ફ્રીઝ-ડ્રાઇડ એટલે કે પાવડર સ્વરૂપનું) ઝેર તેલંગાણા સ્થિત એક લાઇસન્સ પ્રાપ્ત એન્ટી- સ્નેક વેનમ ઉત્પાદક કંપનીને સોંપ્યું છે.  ગુજરાતને જ્યારે આ એન્ટી સ્નેક વેનમ ઉપલબ્ધ થશે ત્યારે સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડી શકાશે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં મોટું યોગદાન મળશે.
ગુજરાતનાં વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે,”રાજ્યમાં સર્પદંશને કારણે થતા મૃત્યુ ઘટાડવા માટે રાજ્ય પોતાનું પ્રદેશ-વિશિષ્ટ (Region-specific anti-venom) એન્ટી-સ્નેક વેનમ વિકસાવી રહ્યું છે. ધરમપુર સ્થિત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) સાપની જાળવણી અને સાપોમાંથી ઝેર કાઢવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની (WHO) માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે છે, જેથી એન્ટી-સ્નેક વેનમ બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળું ઝેર મળી રહે.”
ગયા અઠવાડિયે, ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (GFRF) હેઠળ કાર્યરત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે એન્ટી-સ્નેક વેનમ બનાવતી તેલંગાણા સ્થિત કંપની મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડ (M/s Vins Bioproducts Limited) ને આ ઝેર સોંપ્યુ હતુ.
આ કંપની સર્પદંશ અને વીંછી કરડ્યા હોય તેમની સારવાર  કરડવા માટેની જીવનરક્ષક રસી (Antisera) તેમજ ધનુર (Tetanus), ડિપ્થેરિયા અને ગેંગરીન વિરોધી રસી બનાવવાનું કામ કરે છે.
ગુજરાત વન વિભાગ દ્વારા આ કંપનીને સોંપવામાં આવેલા ઝેરનાં જથ્થામાં ૩૩.૩૭ ગ્રામ ભારતીય નાગ (Indian Cobra), ૨.૬૭ ગ્રામ કાળોતરો (Common Krait), ૩૦.૮૨ ગ્રામ ખડચિતળો (Russell’s Viper) અને ૧.૭૧ ગ્રામ ફુરસા (Saw-scaled Viper)નો સમાવેશ થાય છે.
હવે આ કંપની ગુજરાતના પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ બનાવવાની પ્રક્રિયા શરૂ કરશે. આ રસીનો પ્રથમ જથ્થો ટૂંક સમયમાં ગુજરાતને મળશે તેવી સંભાવના છે.
મહત્વની વાત એ છે કે, થોડા દિવસો અગાઉ, સર્પ સંશોધન કેન્દ્રને તેના સાપના ઝેરની પ્રથમ ઈ-હરાજી દરમિયાન અપેક્ષા કરતાં વધુ કિંમત મળી હતી. સાપનાં ઝેર માટે ઉંચી કિંમત મળવા પાછળ આ કેન્દ્ર દ્વારા જે કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી છે તે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ધોરણોને અનુસરે છે તેની સાબિતી આપે છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ વિકસાવવું તે જાહેર આરોગ્ય માટે અત્યંત મહત્વું છે, કારણ કે ભારતમાં માનવ-વન્યજીવ સંઘર્ષથી થતા મૃત્યુમાં સર્પદંશનો આંકડો સૌથી મોટો છે. સૌથી અગત્યની બાબત એ છે કે, જો સમયસર અસરકારક એન્ટી-સ્નેક વેનમ મળી રહે તો આમાંના મોટાભાગના મૃત્યુ નિવારી શકાય તેમ છે.
ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશનના ડાયરેક્ટર એસ. કે. વાસ્તવે જણાવ્યું કે,”વર્ષ ૨૦૨૨માં દેશભરમાં વન્યજીવોના હુમલામાં ૫૫૦ લોકોના મોત થયા હતા, જ્યારે આ જ સમયગાળા દરમિયાન સર્પદંશથી અંદાજે ૬૫,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મોટો તફાવત જ પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમની તાતી જરૂરિયાત દર્શાવે છે. આ રસી ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જોવા મળતા સાપોના ઝેરમાંથી જ બનાવવામાં આવતી હોવાથી, તે વધુ અસરકારક સાબિત થશે, તેનાથી સારવાર દરમિયાન ઓછો ડોઝ આપવો પડશે અને સર્પદંશથી માણસોમાં થતા ઓર્ગન ફેઇલ્યોર જેવી ગંભીર સમસ્યાનું જોખમ ઘટાડી શકાશે અને દર્દીઓ ઝડપથી સાજા થશે.”
ગુજરાતનાં પોતાના ઝેરી સાપમાંથી બનેલા એન્ટી સ્નેક વેનમનું મહત્વ
નિષ્ણાતોના મતે, સાપનું ઝેર ભૌગોલિક વિસ્તાર પ્રમાણે બદલાય છે — ભલે સાપ એક જ પ્રજાતિનો કેમ ન હોય. દેશના અન્ય ભાગોમાંથી પકડાયેલા સાપોના ઝેરમાંથી બનાવેલી એન્ટી-સ્નેક વેનમ રસી, ગુજરાતના સ્થાનિક સાપોના કરડવા સામે હંમેશા પૂરેપૂરી અસરકારક સાબિત થતી નથી.
આ વૈજ્ઞાનિક પડકારને પારખીને, ગુજરાત સરકારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં સર્પ સંશોધન કેન્દ્રની સ્થાપના કરી છે. સમગ્ર ગુજરાતમાંથી ઝેરી સાપો અહીં લાવી તેમાંથી ઝેર એકત્ર કરવામાં આવે છે. આ ઝેરને પછીથી એન્ટી-સ્નેક વેનમ બનાવતી કંપનીએ હરાજી દ્વારા આપવામાં આવે છે.
સર્પ સંશોધન કેન્દ્રનાં વાઇસ-ચેરમેન અને સર્પદંશની સારવારમાં ખ્યાતિપ્રાપ્ત ડૉ. ડી. સી. પટેલે જણાવ્યું હતું કે, સર્પદંશની સારવારમાં મુખ્ય પડકારોમાંનો એક એ છે કે દરેક વિસ્તારનાં સાપનું ઝેર જુદુ જુદુ હોય છે. દૂરના વિસ્તારોના ઝેરમાંથી તૈયાર કરાયેલ એન્ટી-સ્નેક વેનમ ઘણીવાર સર્પદંશની સારવારમાં ઓછું અસરકારક સાબિત થાય છે. આ સંસ્થા સમગ્ર ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી ઝેર એકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી પ્રદેશ-વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ વિકસાવી શકાય. ડો. ડી.સી પટેલે સર્જન છે અને તેમણે સર્પંદંશની સારવાર થકી લાખો લોકોનાં જીવ બચાવ્યા છે.
અત્યાધુનિક સ્નેક વેનમ રિસર્ચ સેન્ટર
સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાતમાં જોવા મળતી મહત્વની એવી મુખ્ય પ્રજાતિઓના આશરે ૪૭૧ ઝેરી સાપો રાખવામાં આવ્યા છે. આ સાપોમાંથી ઝેર મેળવવાની પ્રક્રિયા વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ થાય છે. ત્યારબાદ તેનું વૈજ્ઞાનિક રીતે પ્રોસેસિંગ કરીને તેને લાયોફિલાઇઝ્ડ (સુકા પાવડર) સ્વરૂપમાં ફેરવવામાં આવે છે અને પછી લાયસન્સ ધરાવતા ઉત્પાદકોને હરાજી થકી સપ્લાય કરવામાં આવે છે.
આ સંસ્થા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા ‘ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન’ (GFRF) હેઠળ કામ કરે છે.
જીએફઆરએફ (GFRF)નાં ડાયરેક્ટર એસ. કે. વાસ્તવે જણાવ્યું કે,”સર્પ સંશોધન કેન્દ્ર તેની વૈજ્ઞાનિક માળખાગત સુવિધાઓ, સર્પગૃહ (Serpentarium) અને ઝેર પ્રોસેસિંગની સુવિધાઓ સાથે, આ સંસ્થા સર્પદંશ વ્યવસ્થાપન, ઝેર પર સંશોધન અને જનજાગૃતિ માટે ભારતની અગ્રણી સંસ્થાઓમાંની એક તરીકે ઉભરી આવી છે. તમિલનાડુમાં ‘ઇરુલા સ્નેક કેચર્સ ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટી’ પછી એન્ટી-વેનમ ઉત્પાદન માટે ઝેર મેળવતી આ દેશની બીજી સંસ્થા છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “આ સંસ્થાના વિસ્તરણ માટે ગુજરાત સરકારે વલસાડ જિલ્લામાં વર્લ્ડ ક્લાસ કાયમી કેમ્પસ સ્થાપવા માટે ૨.૨૫ હેક્ટર જમીન ફાળવી છે. આ સાથે અદ્યતન સંશોધન અને તાલીમ માળખું વિકસાવવા માટે ₹૧૧.૬૮ કરોડની દરખાસ્ત પણ સબમિટ કરવામાં આવી છે.”
ભારતના રાષ્ટ્રીય સર્પદંશ મિશનને ટેકો
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦2૪માં ભારત સરકાર દ્વારા ‘નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેકબાઈટ એન્વેનોમિંગ’ (NAP-SE) લોન્ચ કરવામાં આવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની વૈશ્વિક વ્યૂહરચનાને અનુરૂપ, વર્ષ ૨૦૩૦ સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુ અને અપંગતામાં ૫૦ ટકાનો ઘટાડો કરવાના ઉદ્દેશ્ય સાથે આવો વ્યાપક રાષ્ટ્રીય એક્શન પ્લાન અપનાવનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ગુજરાત દ્વારા વિકસાવવામાં આવી રહેલુ પ્રદેશ-વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ, રાષ્ટ્રીય લક્ષ્યાંકને હાંસલ કરવામાં મહત્વનું યોગદાન આપશે.
 અમદાવાદ-ગાંધીનગર કોરીડોરના સર્વાંગી વિકાસમાં નવી ગતિ
—————
➢ ગાંધીનગર-એરપોર્ટ રોડ પરના મહત્વપૂર્ણ નવીન કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ
———–
➢ કોબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલના બ્રિજનું ટ્વેલ્વ લેનમાં રૂપાંતરણનું ખાતમૂર્હત
———–
રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજનું માર્ગ-મકાન વિભાગ અને ઔડાની સહભાગીતાથી નિર્માણ
———-
રૂ.175 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1.48 કિ.મી. લંબાઈના નવ નિર્મિત કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજથીભાટ સર્કલ પરના અવાર-નવારના ટ્રાફિક જામમાંથી લોકોને રાહત મળશે
——–
રિંગ રોડનો ટ્રાફિક ફ્લાય ઓવર નીચેથી અને ગાંધીનગર-અમદાવાદ શહેર તરફનો ટ્રાફિક બ્રિજ ઉપરથી પસાર થશે
———
રિંગરોડ-વડોદરા-સુરત તરફ જતા ટ્રાફિક માટે 6 લેન અલાયદા સર્વિસ રોડ
———–
કોબા સર્કલ નજીક નર્મદા મુખ્ય કેનાલ પર 6 લેન બ્રિજની બન્ને તરફ નવા ત્રણ-ત્રણ લેનના બ્રિજના નિર્માણ માટે રૂ. 48 કરોડનો પ્રોજેક્ટ
———–
પાટનગર ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા પરનો નવિન કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રવિવાર તા.05/07/2026થી વાહન વ્યવહાર માટે ખૂલ્લો મૂક્યો છે.
 રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા મદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા પચાસ-પચાસ ટકાની ભાગીદારીથી આ નવિન ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
રૂ.175 કરોડના અંદાજીત ખર્ચે નિર્માણ થયેલો 1.48 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો સૌ પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ છે.
મુખ્યમંત્રીએ આ બ્રિજના લોકાર્પણ સાથે ગાંધીનગર-અમદાવાદ કોરિડોર પર કોબા સર્કલથી ભાટે સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલના હાલના 6 લેન બ્રિજનું ટ્વેલ્વ લેનમાં રૂપાંતર કરવાની કામગીરીનું પણ ખાતમૂર્હત કર્યુ હતું.
ટ્રાફિક જામના કારણે બોટલનેકની સર્જાતી સ્થિતિના નિવારણ માટે કોબા સર્કલથી ભાટ સર્કલ વચ્ચેના હાલના બ્રિજની બંન્ને બાજુ ત્રણ-ત્રણ લેનના નવા બ્રિજના નિર્માણ માટે રૂ. 48 કરોડનો પ્રોજેક્ટ રાજ્ય સરકારે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આના પરિણામે સમગ્ર કોરિડોરમાં સતત છ લેનની ક્ષમતા જળવાઈ રહેશે અને ભવિષ્યના વધતા વાહન વ્યવહારને પણ સરળતાથી સંભાળી શકાશે.
ગાંધીનર-કોબા-એરપોર્ટ રોડ અને એસ.પી. રિંગરોડ પર મળીને દરરોજ અંદાજે કુલ આશરે 1.93 લાખથી વધુ વાહનોની અવર-જવર રહે છે.
ગાંધીનગર-એરપોર્ટ રોડ પર આવેલું ભાટ સર્કલ મુખ્ય જંકશન હોવાના કારણે ત્યાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે અને વાહન ચાલકોના સમય, ઈંધણ અને નાણાંનો વ્યય થાય છે.
હવે, આ નવા કેબલ સ્ટેડ બ્રિજ કાર્યરત થવાથી એસ.પી. રિંગ રોડનો ટ્રાફિક બ્રિજની નીચેથી તેમજ અમદાવાદ-ગાંધીનગર તરફનો ટ્રાફિક બ્રિજ ઉપરથી એમ બે અલગ-અલગ સ્તરે સરળતાથી અવર-જવર કરી શકશે અને લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મૂક્તિ મળશે.
એટલું જ નહિ, એસ.પી. રિંગરોડ, બરોડા અને સુરત તરફ જતા વાહન ટ્રાફિકની સુગમતા માટે ત્રણ-ત્રણ એમ કુલ 6 લેન અલાયદા સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ નવનિર્મિત કેબલ રોડ બ્રિજનું લોકાર્પણ કર્યુ તે અવસરે સાંસદ  હસમુખભાઈ પટેલ, ગાંધીનગરના ધારાસભ્યો મતી રિટાબહેન પટેલ અને અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગરના મેયર મતી મીરાં બહેન પટેલ, શહેર ભાજપા પ્રમુખ  આશિષ દવે અને સંગઠન પદાધિકારીઓ તથા માર્ગમકાન સચિવ  પ્રભાત પટેલિયા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હવે ભારતની દીકરીઓ માત્ર ચૂલો નહિ સળગાવે, ચીપ્સ પણ બનાવશે: વડાપ્રધાનએ જેમનો ઉલ્લેખ કર્યો તે દીકરીઓની સાફલ્યગાથા
****
ઝારખંડ, મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારની દીકરીઓ ITIમાં અભ્યાસ કરીને સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે
****
04 જુલાઈ 2026ના રોજ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં CG સેમિની OSAT સુવિધા અંતર્ગત ચીપ્સના વ્યવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. આ પ્રસંગે ભારતના સેમિકન્ડક્ટર મિશનની સફળતામાં દેશની દીકરીઓના યોગદાન અંગે વડાપ્રધાનએ કહ્યું હતું કે, “અહીં કામ કરતી બહેનો-દીકરીઓ, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના ટ્રાઈબલ બેલ્ટમાંથી અહીં આવી છે. આ દીકરીઓએ જ્યારે મને ફેક્ટરી બતાવી, ત્યારે ખૂબ જ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે દરેક પ્રક્રિયા વિશે વિગતવાર સમજાવ્યું. સામાન્ય પરિવારોમાં ઉછરેલી, સામાન્ય શાળાઓમાં ભણેલી અને ITIમાંથી શિક્ષણ મેળવેલી આ દીકરીઓ આજે અદભૂત કામ કરી રહી છે.”
વડાપ્રધાનએ જણાવ્યું કે, “એક સમય એવો હતો કે આપણા અહીં કોઈ ITIમાં ભણતું હોય તો માતા-પિતાને તેનો ઉલ્લેખ કરવામાં પણ શરમ આવતી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. ભલે તેમનું શિક્ષણ ITIમાં થયું હોય, પરંતુ તેમના સપનાઓ અસાધારણ છે. આ દીકરીઓમાંથી ઘણી એવી છે કે જેમના પરિવારમાં કોઈએ ક્યારેય પાસપોર્ટ પણ નહોતો બનાવ્યો, પાસપોર્ટ જોયો પણ ન હતો. વિદેશ જવાની વાત તો દૂર, ઘણી દીકરીઓએ તો દિલ્હી કે મુંબઈ પણ જોયાં નહોતાં.પરંતુ આજે એ જ દીકરીઓ તાલીમ માટે મલેશિયા ગઈ, વિશ્વની અત્યાધુનિક સેમિકન્ડક્ટર ટેક્નોલોજી શીખી, અને આજે તેઓ સૌ ‘મેડ ઇન ઇન્ડિયા’ સેમિકન્ડક્ટર ચીપ્સના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે દીકરીઓની વાત કરી તેમાંથી અમુક દીકરીઓએ તેમની કહાણી રજૂ કરી છે. તેમાં ઝારખંડના ગિરિડીહ જિલ્લાની રહેવાસી પુનમ કુમારી, ઝારખંડના પશ્વિમ સિંહભૂમ જિલ્લાની રહેવાસી પ્રિયંકા ધનવાર અને મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાની રહેવાસી શિવાની ઉઇકેઈએ તેમના અનુભવ જણાવ્યા હતા. આ ત્રણેય દીકરીઓ સીજી સેમિ પ્લાન્ટમાં ઓપરેટર તરીકે મશીન પર કામગીરી કરે છે.
પુનમ કુમારીના પિતા હયાત નથી અને તેઓ તેમના માતા સાથે રહે છે. પુનમ કુમારીના જણાવ્યા પ્રમાણે, “હું ક્યારેય ઝારખંડની પણ બહાર નથી ગઈ. અમને મલેશિયા તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા. અમને તાલીમમાં કોઈ ચીજ ન સમજાય તો હિન્દીમાં પણ સમજાવે છે અને પ્રેક્ટિકલી પણ સમજાવવામાં આવે છે. ”
પ્રિયંકા ધનવારે કહ્યું કે તેમની આ સફળતાના લીધે તેમના માતા-પિતાએ ગર્વની અનુભૂતિ કરી છે. તેમના ઘરેથી તેઓ પહેલી વ્યક્તિ છે જેમણે વિદેશયાત્રા કરી છે. મધ્યપ્રદેશની શિવાનીએ કહ્યું કે, “અમારી સફળતા જોઈને માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. સીજી સેમિ સાથે અમે ઈતિહાસ રચવા જઈ રહ્યા છીએ. ”
ખેડૂતોના હિતમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયનો માત્ર ૨૪ કલાકમાં જ પરિપત્ર જાહેર
******
વડાપ્રધાનની મુલાકાત અને અન્ય વ્યસ્તતા વચ્ચે પણ સરકારે માત્ર એક જ દિવસમાં પરિપત્ર જાહેર કરીને ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવી: પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણી
******
 મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લેવાયેલા ખેડૂત હિતલક્ષી નિર્ણયનો આજે સાંજે વિગતવાર પરિપત્ર જાહેર કરાયો
******
 *વિવિધ વિભાગો, મંત્રીઓ અને સચિવઓના અભૂતપૂર્વ સંકલનથી ટૂંક જ સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરાઈ
******
  *ખેડૂતોની માંગણીઓને માન આપીને જંત્રીના બદલે પ્રવર્તમાન બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવાનો ઉદાર નિર્ણય
***********
ગુજરાતના ખેડૂતોના આર્થિક હિતોને સર્વોપરી રાખીને રાજ્ય સરકાર દ્વારા વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો કરવાનો એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગઈકાલે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના વ્યાપક હિતમાં બમણું વળતર આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. સરકારની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા અને જવાબદારીના પરિણામે, ટૂંક જ સમયમાં માત્ર ૨૪ કલાક જેટલા સમયમાં જ આ નિર્ણયનો વિગતવાર પરિપત્ર સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે.
મંત્રીએ સરકારની ત્વરિત અને સુદ્રઢ કાર્યશૈલીની સરાહના કરતા ઉમેર્યું હતું કે, આટલા મોટા અને વ્યાપક નિર્ણયમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિવિધ વિભાગોના મંત્રીઓ, સચિવઓ સહિતના તમામ હિતધારકો સાથે ખૂબ જ ઝડપથી સંકલન સાધવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાતને કારણે વહીવટી તંત્ર અત્યંત વ્યસ્ત હોવા છતાં, ખેડૂતોના કામમાં સહેજ પણ વિલંબ ન થાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણયનો પરિપત્ર આજે સાંજે જારી કરી દેવાયો છે, જે રાજ્ય સરકારની કાર્યક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ફરી એકવાર સાબિત કર્યું છે કે, તે જગતના તાતની પડખે ઊભી રહેનારી અને આપેલા વચનોને ઝડપથી પૂરા કરનારી મક્કમ તથા સંવેદનશીલ સરકાર છે. આ  નિર્ણયથી રાજ્યના અનેક ખેડૂતોને પોષણક્ષમ વળતર અને આર્થિક રાહત મળશે.
સાણંદની સેમિકન્ડક્ટર ક્ષેત્રે હેટ્રિક : વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ₹૭,૬૦૦ કરોડના અત્યાધુનિક સીજી સેમિકોનના કમર્શિયલ ઉત્પાદનના OSAT પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો
…………………………
ભારતની સેમિકન્ડક્ટર યાત્રા માટે આ એક ઐતિહાસિક દિવસ છે; સાણંદમાં CG SEMI OSAT સુવિધા ચિપ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત કરશે, તકનીકી આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપશે અને વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં ભારતનું સ્થાન મજબૂત કરશે: વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી
…………………………
સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ ઝડપી ગતિ પકડી રહ્યો છે; સ્ટેપ બાય સ્ટેપ, બ્રિક બાય બ્રિક, ચિપ બાય ચિપ: વડાપ્રધાન
…………………………
ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગનો વિસ્તાર રાતોરાત થયો નથી; આ ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગામી પગલું છે જે છેલ્લા એક દાયકામાં ભારતમાં થઈ છે: વડાપ્રધાન
…………………………
પહેલા પ્રોડક્ટ્સ, પછી કમ્પોનન્ટ્સ અને હવે સેમિકન્ડક્ટર્સ; ભારત સમગ્ર ઇલેક્ટ્રોનિક્સ વેલ્યુ ચેઇનનું નિર્માણ કરી રહ્યું છે, આ વિકસિત ભારતનો રોડમેપ છે, આ મેક ઇન ઇન્ડિયાનો આગામી તબક્કો છે: વડાપ્રધાન
…………………………
અમારો ધ્યેય ચિપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધી ભારતમાં સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવાનો છે: વડાપ્રધાન
…………………………
ભારતના યુવાનો મેડ ઇન ઇન્ડિયા ચિપ્સ સાથે AI, રોબોટિક્સ અને નેક્સ્ટ-જનન ટેક ક્રાંતિને ઊર્જા આપશે: વડાપ્રધાન
…………………………
વૈશ્વિક સેમિકન્ડક્ટર મેપ પર ચમકશે ગુજરાત: દૈનિક ૧.૫ કરોડ ચિપ્સની ક્ષમતા સાથે આગામી ૫ વર્ષમાં ૫,૦૦૦થી વધુ રોજગારીની તકોનું સર્જન થશે
…………………………
વડાપ્રધાનના હસ્તે પ્રથમ ચિપ શીપમેન્ટ ગ્લોબલ જાયન્ટ રેનેસાસને સુપ્રત કરાયું
…………………………
વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં આ દાયકો ભારત માટે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર્સનો ‘ટેકએડ’ :  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ
…………………………
આપણી સેમિકન્ડક્ટર ચિપ્સ માત્ર ભારતમાં જ નહીં વપરાય, પરંતુ જાપાન, અમેરિકા અને યુરોપમાં પણ તેની નિકાસ થશે :  અશ્વિની વૈષ્ણવ
…………………………
 પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગના મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ આ લોન્ચિંગને દેશના તેના લક્ષ્યો પ્રત્યેના અતૂટ સંકલ્પના પુરાવા તરીકે ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ કોઈપણ ખચકાટ વિના તેના મજબૂત સંકલ્પોને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરે છે.  મોદીએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, “આજનો આ કાર્યક્રમ પુરાવો છે કે ભારત જે પણ કરવાનો સંકલ્પ કરે છે, તેને દ્રઢતાપૂર્વક પૂર્ણ કરે છે.”
અડધા દાયકા પહેલા શરૂ કરાયેલા વ્યૂહાત્મક વિઝનને યાદ કરતા પ્રધાનમંત્રીએ દેશને અદ્યતન ટેક્નોલોજી માટે વૈશ્વિક હબમાં પરિવર્તિત કરવાના મુખ્ય ઉદ્દેશ્યનો ઉલ્લેખ કર્યો હતો. સ્થાનિક ડિઝાઇન અને સ્થાનિક ઉત્પાદનની વ્યાપક વ્યૂહરચનાઓ પ્રેરિત, તેમણે આ ત્રીજી મોટી ફેસિલિટીમાં વ્યાપારી ચિપ પેકેજિંગની સત્તાવાર શરૂઆતની ઉજવણી કરી હતી.  મોદીએ જણાવ્યું હતું કે, “અમે ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ ના પાયાના મંત્ર સાથે સફળતાપૂર્વક આગળ વધ્યા છીએ.”
આ પ્રોજેક્ટના ઝડપી વિકાસના સમયરેખા પર વિચાર કરતા પ્રધાનમંત્રીએ વર્ષ 2024 માં શિલાન્યાસ કરવાની બાબતને યાદ કરી હતી અને ઓગસ્ટ 2025 સુધીમાં ચિપ ટેસ્ટિંગની ઝડપી શરૂઆતની પ્રશંસા કરી હતી. તેમણે આયોજનથી લઈને સંપૂર્ણ પાયાના ઉત્પાદન સુધીની આ અતિ ઝડપી સફરનો શ્રેય અસંખ્ય પ્રોજેક્ટ સહયોગીઓના અવિરત સમર્પણ અને ધ્યાન પર આપ્યો હતો.  મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “શિલાન્યાસથી લઈને ઉત્પાદન સુધીની આ અસાધારણ સફર ચોક્કસપણે ઘણા સાથીદારોની સખત મહેનતનું પરિણામ છે.”
જનમેદનીને સંબોધતા પહેલા પોતાની વ્યક્તિગત મુલાકાતોને યાદ કરતા પ્રધાનમંત્રીએ ફેસિલિટી ખાતે તૈનાત સમર્પિત કર્મચારીઓ સાથે વાતચીતના પોતાના અનુભવો શેર કર્યા હતા. પ્રદર્શનની મુલાકાત દરમિયાન અસંખ્ય યુવા વ્યાવસાયિકો સાથે સીધો સંવાદ સાધ્યા પછી, તેમણે તેમની અદભુત ઊર્જા, આશાવાદ અને સકારાત્મક દ્રષ્ટિકોણની પ્રશંસા કરી હતી.  મોદીએ ટિપ્પણી કરી હતી કે, “આજે મેં જે પણ યુવા સાથીઓ સાથે વાતચીત કરી, તે દરેક આત્મવિશ્વાસથી સંપૂર્ણપણે સભર છે.”
નવનિર્મિત ફેસિલિટીને આંતરરાષ્ટ્રીય સહયોગના પ્રતીક તરીકે ગણાવતા પ્રધાનમંત્રીએ સ્થાનિક, જાપાનીઝ અને થાઈ ઉદ્યોગ ભાગીદારોના સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે આ સાહસને માત્ર એક સાધારણ વ્યાપારી સાહસ કરતાં ઘણું વધારે ગણાવ્યું હતું અને તેને તકનીકી વિશ્વાસ અને સરહદ પારની ભાગીદારીના મજબૂત મોડેલ તરીકે રેખાંકિત કર્યું હતું.  મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ સંકલિત ભાગીદારી ભારતની સેમિકન્ડક્ટર યાત્રાને સંપૂર્ણપણે નવી ગતિ આપવા જઈ રહી છે.”
છેલ્લા સવા બે વર્ષમાં હાંસલ કરાયેલા પ્રચંડ સ્કેલની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ વાર્ષિક 20 કરોડ યુનિટ સપ્લાય કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય વ્યાપારી ઉત્પાદનમાં પ્રવેશવાની પ્રશંસા કરી હતી. વાર્ષિક 500 કરોડ યુનિટ સુધી પહોંચવાના ટીમના મહત્વાકાંક્ષી લક્ષ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે આ ઝડપી પ્રગતિનો શ્રેય દેશવ્યાપી ટેક્નોલોજી પ્રોગ્રામની વેગ પકડતી ગતિને આપ્યો હતો.  મોદીએ જણાવ્યું હતું કે, “હું આખી ટીમને, રાજ્ય સરકારને અને સમગ્ર દેશને આ વ્યવસ્થા સ્ટેપ બાય સ્ટેપ, બ્રિક બાય બ્રિક અને ચિપ બાય ચિપ બનાવવા બદલ અભિનંદન આપું છું.”
ઉપસ્થિત ઉદ્યોગ નિષ્ણાતો અને યુવાનોને સંબોધતા પ્રધાનમંત્રીએ વૈશ્વિક ઔદ્યોગિક ઇતિહાસમાંથી મહત્વના પાઠ ટાંક્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સાચી ઉત્પાદન શક્તિ માત્ર અલગ-અલગ ફેક્ટરીઓ સ્થાપવાથી આવતી નથી. સિલિકોન વેલી, હસિંચુ સાયન્સ પાર્ક અને સુકુબા સાયન્સ સિટી જેવા સુપ્રસિદ્ધ ટેક હબનો ઉલ્લેખ કરીને તેમણે વ્યાપક, સંકલિત ઇકોસિસ્ટમ વિકસાવવાની અત્યંત આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.  મોદીએ અવલોકન કર્યું હતું કે, “આજે સાણંદ આવા શક્તિશાળી ક્લસ્ટરો સ્થાપવા માટે તે જ દિશામાં દ્રઢતાપૂર્વક પોતાના કદમ આગળ વધારી રહ્યું છે.”
સ્થાનિક સ્તરે મજબૂત ઇકોસિસ્ટમના ઝડપી ઉદભવની વિગતો આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેવી રીતે માઇક્રોન, કેઇન્સ અને સીજી સેમી જેવી અગ્રણી કંપનીઓએ માત્ર થોડા મહિનામાં આ પ્રદેશમાં એકસાથે ઉત્પાદન શરૂ કર્યું છે. આગામી સમયમાં વિશિષ્ટ કેમિકલ ઉત્પાદકો, ટેસ્ટિંગ લેબ્સ, ડિઝાઇન સેન્ટર્સ અને ગતિશીલ નવા સ્ટાર્ટઅપ્સના આગમનની કલ્પના કરતા તેમણે વિગતવાર સમજાવ્યું કે કેવી રીતે સ્થાનિક ઉદ્યોગો વ્યાપક આર્થિક અને રોજગારીની તકોમાં અનેકગણો વધારો કરે છે.  મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ ક્લસ્ટરની સાચી શક્તિ છે, જ્યાં એક ઉદ્યોગ અન્ય દસ ઉદ્યોગોને જન્મ આપે છે અને આખરે સમગ્ર પ્રદેશની અર્થવ્યવસ્થાને બદલી નાખે છે.”
આ ક્ષેત્રમાં આવેલા ઉછાળા અંગે દેશવ્યાપી અને વૈશ્વિક સ્તરે જોવા મળતા ભારે ઉત્સાહને સંબોધતા પ્રધાનમંત્રીએ એ ગેરસમજને સુધારી હતી કે આ ઝડપી વૃદ્ધિ કોઈ અલગ ઘટના છે. તેમણે સમજાવ્યું હતું કે વર્તમાન વિસ્તરણ વાસ્તવમાં પાછલા 10 વર્ષોમાં ઘડવામાં આવેલી લાંબાગાળાની તકનીકી નીતિઓમાંથી ઉદ્ભવેલી એક સુઆયોજિત પ્રગતિ છે.  મોદીએ નોંધ્યું હતું કે, “આ પાછલા એક દાયકામાં ભારતમાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું સ્વાભાવિક આગામી પગલું છે.”
સ્થાનિક ઉત્પાદનની આ સફળતાના મૂળ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ ભૂતકાળમાં આયાતી સ્માર્ટફોન પરની નિર્ભરતાની સરખામણી વર્તમાન ઉત્પાદન ઉછાળા સાથે કરી હતી. આઉટપુટમાં આશ્ચર્યજનક 33 ગણો વધારો નોંધતા તેમણે ગર્વભેર મોબાઈલ ક્ષેત્રે વિશ્વના બીજા સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર તરીકે દેશના નવા દરજ્જાને સ્વીકાર્યો હતો.  મોદીએ જણાવ્યું હતું કે, “અમે આખરે આ અદ્ભુત સીમાચિહ્નો હાંસલ કરવા માટે જાણીજોઈને મોબાઈલ ફોન ઉત્પાદનથી અમારી સફર શરૂ કરી હતી.”
તાજેતરના વર્ષોમાં સ્થાનિક ઇકોસિસ્ટમની વ્યાપક સફળતાનો અંદાજ આપતા પ્રધાનમંત્રીએ સમગ્ર ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિના આંકડા શેર કર્યા હતા. તેમણે ખુલાસો કર્યો હતો કે કુલ ઉત્પાદન વર્ષ 2014 ના સ્તરની સરખામણીમાં લગભગ 7 ગણું વધ્યું છે, સાથે જ એકંદર નિકાસમાં 11 ગણો પ્રચંડ ઉછાળો આવ્યો છે.  મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમે સમગ્ર ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઇકોસિસ્ટમને સફળતાપૂર્વક અને વ્યાપકપણે મજબૂત બનાવી છે.”
સરકારના વ્યૂહાત્મક રોડમેપ વિશે વધુ જણાવતા પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે અંતિમ ધ્યેય માત્ર અંતિમ ગ્રાહક ઉત્પાદનોમાં આત્મનિર્ભરતા મેળવવાથી ઘણો આગળ છે અને તેમાં તેના પાયાના ઘટકો (કમ્પોનન્ટ્સ)નો પણ સમાવેશ થાય છે. વૈશ્વિક ટેક્નોલોજીને શક્તિ આપતી ચિપ્સનું ઉત્પાદન કરવાની પ્રતિબદ્ધતા સાથે તેમણે સંપૂર્ણ, એન્ડ-ટુ-એન્ડ સ્થાનિક વેલ્યુ ચેઇનની રૂપરેખા આપી હતી.  મોદીએ જણાવ્યું હતું કે, “પહેલા પ્રોડક્ટ, પછી કમ્પોનન્ટ્સ અને હવે સેમિકન્ડક્ટર; આ મેક ઇન ઇન્ડિયાનો નિર્ણાયક આગામી તબક્કો છે.”
ઇકોસિસ્ટમના ભવિષ્યના તબક્કાઓનો નકશો રજૂ કરતા પ્રધાનમંત્રીએ સમગ્ર સપ્લાય ચેઇનને સુરક્ષિત રાખવા માટે હાઇ-ટેક મટિરિયલ્સ અને ક્રિટિકલ મિનરલ્સમાં આત્મનિર્ભરતાની અત્યંત જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ડિઝાઇનથી લઈને પેકેજિંગ સુધી વિસ્તરેલા સ્થાનિક નેટવર્કની કલ્પના કરતા તેમણે એઆઈ અને રોબોટિક્સમાં અદ્યતન ક્રાંતિ માટે આ સ્થાનિક ચિપ્સનો ઉપયોગ કરવા માટે યુવા પેઢી પર અપાર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણા યુવાનો માત્ર મેડ ઇન ઇન્ડિયા ચિપ્સનો ઉપયોગ કરીને આગામી પેઢીની ટેક ક્રાંતિને સક્રિયપણે વેગ આપશે.”
યુવા વર્ગને પોતાનો સંદેશ આપતા પ્રધાનમંત્રીએ ઐતિહાસિક ઉદાહરણો પર પ્રકાશ પાડ્યો હતો જે દર્શાવે છે કે કેવી રીતે મોટા ઔદ્યોગિક પરિવર્તનો હંમેશા રોજગારીની અભૂતપૂર્વ તકો ઉભી કરે છે. અગાઉના આઇટી (IT) અને સ્માર્ટફોન ઉત્પાદનના ઉછાળા દ્વારા ખૂલેલી વિશાળ તકો સાથે સમાનતા દર્શાવતા તેમણે વર્તમાન તકનીકી લહેરથી સમાન વિશાળ ક્ષિતિજો ઉભરી આવવાની આગાહી કરી હતી.  મોદીએ જણાવ્યું હતું કે, “સેમિકન્ડક્ટર અને એઆઈ ક્રાંતિનો આ યુગ સંશોધન અને ડિઝાઇનથી લઈને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સુધીની અસંખ્ય તકો લાવી રહ્યો છે.”
ભવિષ્યના વર્કફોર્સને સતત અનુકૂલન સાધવા માટે પડકારતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આધુનિક સમયમાં પ્રાસંગિક રહેવું એ નવી કુશળતા પ્રાપ્ત કરવા અને નવીન વિચારો વિકસાવવા પર નિર્ભર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ખોલવામાં આવેલા વિશાળ નવા પરિમાણો તરફ ઈશારો કરીને તેમણે યુવા પેઢીને આ ઉભરતી તકોને અત્યંત ઉત્સાહ સાથે ઝડપી લેવા વિનંતી કરી હતી.  મોદીએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, “ભારતના યુવાનોએ કંઈક નવું શીખવાની અને અમલમાં મૂકવાની આ અદ્ભુત તક બિલકુલ ગુમાવવી જોઈએ નહીં.”
આ તકનીકી પ્રગતિની સર્વસમાવેશી સામાજિક અસરો દર્શાવતા પ્રધાનમંત્રીએ આ નવી ફેસિલિટીમાં સક્રિયપણે કામ કરી રહેલી આદિવાસી સમુદાયની યુવતીઓની પ્રેરણાદાયી વાતો શેર કરી હતી. સામાન્ય પૃષ્ઠભૂમિ અને આઈટીઆઈ (ITI) ના અભ્યાસથી લઈને મલેશિયામાં અદ્યતન તકનીકી તાલીમ મેળવવા સુધીની તેમની સફરથી ઊંડા પ્રભાવિત થઈને તેમણે પ્રશંસા કરી હતી કે આ દીકરીઓએ અગાઉ ક્યારેય પોતાના ગૃહ પ્રદેશની બહાર પ્રવાસ કર્યો ન હોવા છતાં વિશ્વની સૌથી આધુનિક ઉત્પાદન પ્રક્રિયાઓ ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.  મોદીએ જણાવ્યું હતું કે, “સાચે જ અસાધારણ સપના જોનારી આ દીકરીઓ આજે ‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપ ઉત્પાદન પ્રક્રિયાનો એક અભિન્ન હિસ્સો છે.”
દેશ સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો હોવાનો પુનરોચ્ચાર કરીને પોતાના સંબોધનનું સમાપન કરતા પ્રધાનમંત્રીએ માત્ર થોડા મહિના પહેલા વચન આપેલા અનેક ઉત્પાદન પ્લાન્ટ્સ સમયસર સાકાર થવાની ઉજવણી કરી હતી. વૈશ્વિક રોકાણકારોને સંપૂર્ણ નીતિગત સ્થિરતા, સ્પષ્ટ નિર્ણય લેવાની ક્ષમતા અને અપ્રતિમ અમલીકરણ ગતિની ખાતરી આપતાં તેમણે પ્રણાલીગત આર્થિક સુધારાઓની વધુ ઝડપી ગતિનું વચન આપ્યું હતું.  મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ઇઝ ઓફ ડુઇંગ પ્રત્યેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે, 140 કરોડ ભારતીયો વર્ષ 2047 સુધીમાં દેશને ચોક્કસપણે વિકસિત બનાવશે.”
આ ક્ષેત્રીય તેજીને લઈને સમગ્ર દેશ અને વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલા ભારે ઉત્સાહને સંબોધતા, વડાપ્રધાને એ ગેરસમજને સુધારી હતી કે આ ઝડપી વૃદ્ધિ કોઈ એકલદોકલ ઘટના છે. તેમણે સમજાવ્યું કે વર્તમાન વિસ્તરણ વાસ્તવમાં છેલ્લા દસ વર્ષમાં નિર્ધારિત લાંબા ગાળાની તકનીકી નીતિઓમાંથી ઉદ્ભવેલી એક સુઆયોજિત પ્રગતિ છે.  મોદીએ નોંધ્યું હતું કે, “છેલ્લા દાયકામાં ભારતમાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આ કુદરતી આગામી પગલું છે.”
આ સ્થાનિક ઉત્પાદનની સફળતાના મૂળ શોધતા, વડાપ્રધાને ભૂતકાળમાં આયાતી સ્માર્ટફોન પરની નિર્ભરતાની સરખામણી વર્તમાન ઉત્પાદનમાં આવેલી તેજી સાથે કરી હતી. ઉત્પાદનમાં આશ્ચર્યજનક ૩૩ ગણો વધારો નોંધતા, તેમણે મોબાઇલ ક્ષેત્રે વિશ્વના બીજા સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર તરીકે દેશના નવા દરજ્જાને ગર્વભેર સ્વીકાર્યો હતો.  મોદીએ અવલોકન કર્યું કે, “અમે આખરે આ અવિશ્વસનીય સીમાચિહ્નો હાંસલ કરવા માટે જાણીજોઈને અમારી સફર મોબાઇલ ફોન ઉત્પાદનથી શરૂ કરી હતી.”
તાજેતરના વર્ષોમાં સ્થાનિક ઇકોસિસ્ટમની વ્યાપક સફળતાના આંકડા આપતા, વડાપ્રધાને સમગ્ર ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિના આંકડા શેર કર્યા હતા. તેમણે ખુલાસો કર્યો હતો કે ૨૦૧૪ના સ્તરની સરખામણીમાં કુલ ઉત્પાદનમાં લગભગ સાત ગણો વધારો થયો છે, સાથે જ એકંદર નિકાસમાં પણ પ્રભાવશાળી ૧૧ ગણો વિસ્ફોટક વધારો થયો છે.  મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણે સમગ્ર ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઇકોસિસ્ટમને સફળતાપૂર્વક અને વ્યાપકપણે મજબૂત બનાવી છે.”
સરકારના વ્યૂહાત્મક રોડમેપ વિશે વધુ વિગતો આપતા વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે અંતિમ ધ્યેય અંતિમ ગ્રાહક ઉત્પાદનોમાં આત્મનિર્ભરતાથી ઘણું આગળ વધીને તેના પાયાના ઘટકો (કમ્પોનન્ટ્સ) સુધી વિસ્તરેલો છે. વૈશ્વિક ટેક્નોલોજીને પાવર આપતી ચિપ્સનું ઉત્પાદન કરવા માટે પ્રતિબદ્ધ થઈને, તેમણે સંપૂર્ણ, એન્ડ-ટુ-એન્ડ સ્થાનિક વેલ્યુ ચેઇનની રૂપરેખા આપી હતી.  મોદીએ દાવો કર્યો હતો કે, “પહેલા પ્રોડક્ટ, પછી કમ્પોનન્ટ્સ અને હવે સેમિકન્ડક્ટર; આ મેક ઇન ઇન્ડિયાનો નિર્ણાયક આગામી તબક્કો છે.”
ઇકોસિસ્ટમના ભવિષ્યના તબક્કાઓનો નકશો રજૂ કરતા, વડાપ્રધાને સમગ્ર સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવા માટે હાઇ-ટેક મટિરિયલ્સ અને ક્રિટિકલ મિનરલ્સમાં આત્મનિર્ભરતાની નિર્ણાયક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ડિઝાઇનથી લઈને પેકેજિંગ સુધી વિસ્તરેલા સ્થાનિક નેટવર્કની કલ્પના કરતા, તેમણે AI અને રોબોટિક્સમાં અદ્યતન ક્રાંતિ માટે આ સ્થાનિક ચિપ્સનો ઉપયોગ કરવા માટે યુવા પેઢીમાં અપાર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણા યુવાનો સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા ચિપ્સનો ઉપયોગ કરીને આગામી પેઢીની ટેક ક્રાંતિને સક્રિયપણે વેગ આપશે.”
પોતાનો સંદેશ યુવા વર્ગ તરફ નિર્દેશિત કરતા, વડાપ્રધાને ઐતિહાસિક ઉદાહરણો પર પ્રકાશ પાડ્યો હતો જે દર્શાવે છે કે કેવી રીતે મોટા ઔદ્યોગિક ફેરફારો સતત અભૂતપૂર્વ રોજગારીની સંભાવનાઓ પેદા કરે છે. અગાઉના આઇટી અને સ્માર્ટફોન ઉત્પાદનની તેજી દ્વારા અનલોક કરાયેલી પ્રચંડ તકો સાથે સામ્યતા દર્શાવતા, તેમણે વર્તમાન તકનીકી લહેરથી ઉદ્ભવતી આવી જ વિશાળ ક્ષિતિજોની આગાહી કરી હતી.  મોદીએ ટિપ્પણી કરી હતી કે, “સેમિકન્ડક્ટર અને AI ક્રાંતિનો યુગ સંશોધન અને ડિઝાઇનથી લઈને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સુધીની અસંખ્ય તકો લાવી રહ્યો છે.”
ભવિષ્યના કાર્યબળને સતત અનુકૂલન સાધવા માટે પડકારતા, વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે આધુનિક સમયમાં પ્રાસંગિક રહેવું એ સંપૂર્ણપણે નવી કુશળતા પ્રાપ્ત કરવા અને નવીન વિચારો કેળવવા પર નિર્ભર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા અનલોક કરાયેલા વિશાળ નવા પરિમાણો તરફ ઈશારો કરતા, તેમણે યુવા પેઢીને આ ઉભરતી સંભાવનાઓને અપાર ઉત્સાહ સાથે ઝડપી લેવા વિનંતી કરી હતી.  મોદીએ દાવો કર્યો હતો કે, “ભારતના યુવાનોએ કંઈક નવું શીખવાની અને તેને અમલમાં મૂકવાની આ અદ્ભુત તક બિલકુલ ગુમાવવી જોઈએ નહીં.”
આ તકનીકી પ્રગતિની સમાવેશી સામાજિક અસરો દર્શાવતા, વડાપ્રધાને નવી સુવિધામાં સક્રિયપણે કામ કરી રહેલી આદિવાસી સમુદાયની યુવતીઓની પ્રેરણાદાયી વાર્તાઓ શેર કરી હતી. સામાન્ય પૃષ્ઠભૂમિ અને આઈટીઆઈ (ITI) અભ્યાસથી લઈને મલેશિયામાં અદ્યતન તકનીકી તાલીમ મેળવવા સુધીની તેમની સફરથી ઊંડાણપૂર્વક પ્રભાવિત થઈને, તેમણે અગાઉ ક્યારેય પોતાના વતન બહાર પ્રવાસ ન કર્યો હોવા છતાં, વિશ્વની સૌથી આધુનિક ઉત્પાદન પ્રક્રિયાઓ ચલાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી.  મોદીએ નોંધ્યું હતું કે, “ખરેખર અસાધારણ સપનાઓ ધરાવતી આ દીકરીઓ આજે મેડ ઇન ઇન્ડિયા ચિપ ઉત્પાદન પ્રક્રિયાનો એક અભિન્ન હિસ્સો છે.”
દેશને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફની ઝડપી ગતિની પુનરોચ્ચાર કરીને પોતાના સંબોધનનું સમાપન કરતા, વડાપ્રધાને માત્ર થોડા મહિના પહેલા વચન આપેલા બહુવિધ ઉત્પાદન પ્લાન્ટ્સ સમયસર સાકાર થવાની ઉજવણી કરી હતી. વૈશ્વિક રોકાણકારોને સંપૂર્ણ નીતિગત સ્થિરતા, સ્પષ્ટ નિર્ણય લેવાની પ્રક્રિયા અને અપ્રતિમ અમલીકરણ ગતિની ખાતરી આપતા, તેમણે પ્રણાલીગત આર્થિક સુધારાઓની વધુ ઝડપી ગતિનું વચન આપ્યું હતું.  મોદીએ દ્રઢપણે જણાવ્યું હતું કે, “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (સરળ વ્યાપાર) પ્રત્યેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે, ૧૪૦ કરોડ ભારતીયો ૨૦૪૭ સુધીમાં ચોક્કસપણે દેશને વિકસિત બનાવશે.”
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સી.જી. સેમિકોનના કમર્શિયલ પ્રોડક્શન પ્રારંભના અવસરને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારત માટેની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ ગણાવ્યો હતો.
તેમણે આ પ્લાન્ટ ભારતને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં મહત્વપૂર્ણ ભાગીદાર બનાવશે તથા દેશની સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમને વધુ વેગ આપશે તેવી આશા વ્યક્ત કરતાં એમ પણ કહ્યું કે, સી.જી. સેમિકોનના આ પ્લાંટ દ્વારા 5 હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સતત 12 વર્ષના સુશાસન કાર્યકાળ દરમિયાન ભારતે ફ્રેઝાઈલ ફાઈવ ઈકોનોમીમાંથી નિકળીને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈકોનોમીની વિશિષ્ટ ઓળખ મેળવી છે અને આર્થિક વિકાસની આ યાત્રામાં મેન્યુફેક્ચરીંગ, સોફ્ટ પાવર અને ટેક્નોલોજી લેન્ડસ્કેપમાં અનેક નવા ક્ષેત્રોના દ્વાર ખુલ્યા છે તેનું ગૌરવ કર્યુ હતું.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર્સમાં વડાપ્રધાનના વિઝનથી ભારતનો પ્રભાવ વધ્યો છે. કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર ગ્લોબલ ચેઈન સંકટમાં હતી ત્યારે વડાપ્રધાનએ ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગ્લોબલ હબ બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો તે આજે જે કહેવું તે કરવુંના મંત્રથી સાકાર કર્યો છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના વિઝનથી દેશના પ્રથમ સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ સિટી ધોલેરામાં વર્લ્ડ ક્લાસ સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ વિકસિત થઈ રહી છે. એટલુ જ નહિ, સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતને ફ્યુચર રેડી બનાવવાના ઉદેશ્યથી 2022માં દેશમાં સૌથી પહેલી સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરવાનું ગૌરવ પણ ગુજરાતે મેળવ્યું છે.
મુખ્યમંત્રીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા આત્મનિર્ભરતાને મુખ્ય આધાર ગણાવતા કહ્યું કે,  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભરતા હવે ગ્લોબલ ચેલેન્જીસનું સોલ્યુશન બની ગઈ છે. તેમણે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં સહયોગ કરવા સૌને આહવાન પણ કર્યુ હતું.
કેન્દ્રીય ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રી  અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રી  અશ્વિની વૈષ્ણવે ભારતના સેમિકોન મિશનની ટેકનિકલ સફર અને માળખાગત સુવિધાઓ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી આજે ભારતમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી વાસ્તવિક સિદ્ધિ બની છે. ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમની અદ્ભુત કાર્યક્ષમતાના કારણે માર્ચ ૨૦૨૪માં ભૂમિ પૂજન થયા બાદ, માત્ર ૨૭ મહિનાના રેકોર્ડ સમયમાં સાણંદના આ ત્રીજા પ્લાન્ટમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પ્લાન્ટમાં બનાવવામાં આવતી ચિપ્સ માત્ર ભારતના કાર અને સ્કૂટર્સમાં જ નહીં વપરાય, પરંતુ અહીંથી તેને જાપાન, અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે, જેના દ્વારા વૈશ્વિક સ્તરે ભારતની ટેકનોલોજીનો ડંકો વગાડવામાં આવશે. દેશમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને આજે ૧૩ લાખ કરોડ રૂપિયાની ઇન્ડસ્ટ્રી બનાવી દેવામાં આવી છે, જેના દ્વારા ૨૫ લાખ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.
 અશ્વિની વૈષ્ણવે વિશેષ ગર્વ લેતાં જણાવ્યું હતું કે દેશના ખૂણે-ખૂણેથી આવેલા યુવાનો જેમાં ઝારખંડ, છત્તીસગઢ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોની અને ખાસ કરીને ગામડાઓમાંથી પહેલીવાર મલેશિયા ટ્રેનિંગ લેવા મોકલાયેલી દીકરીઓ દ્વારા આજે અહીં રિયલ ચિપ્સ બનાવવામાં આવી રહી છે. સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે ૩૧૫ યુનિવર્સિટીઓમાં ખાસ કોર્સ શરૂ કરી દેવાયા છે અને હજારો નવયુવાનોને ડિઝાઇનની ટ્રેનિંગ આપવામાં આવી છે. ભારત દ્વારા ખૂબ જ ઝડપથી પ્રગતિ કરવામાં આવી રહી છે; આવનારા મહિનાઓમાં વધુ ૦૨ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે, એટલે કે ૨૦૨૬ પૂરું થતાં સુધીમાં ભારતમાં કુલ ૦૫ સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સમાં પ્રોડક્શન શરૂ કરાશે, જે આત્મનિર્ભર ભારતની દિશામાં ભરાયેલું એક ઐતિહાસિક પગલું છે.
સીજી પાવરના ચેરમેન  વેલ્લાયન સુબ્બૈયાએ સ્વાગત પ્રવચનમાં આ ઐતિહાસિક સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક મજબૂત વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. સાણંદ ફેસિલિટી ખાતેથી આપણો પ્રથમ કોમર્શિયલ કન્સાઇનમેન્ટ જાપાનની રેનેસાસ કંપનીના વૈશ્વિક ગ્રાહકો માટે રવાના કરવામાં આવ્યું છે, જે વૈશ્વિક સ્તરે આપણી ગુણવત્તા અને ક્ષમતાને સાબિત કરે છે. ‘કામ બોલે છે’ અને ‘એકતામાં જ શક્તિ છે’ ના મંત્રને સાર્થક કરતા, આ પ્રોજેક્ટ માત્ર એક ફેક્ટરીનું નિર્માણ નથી, પરંતુ વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતને સ્થાપિત કરવા અને દેશના એડવાન્સ મેન્યુફેક્ચરિંગ કૌશલ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે, કારણ કે ભારતની ઉડાનમાં જ આપણી ઉડાન છે, એવું તેમણે ઉમેર્યું હતું. સુબ્બૈયાએ ગુજરાતી કહેવતો ટાંકીને સૌને અચરજ પમાડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ₹૭,૬૦૦ કરોડના રોકાણ સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ દેશ અને દુનિયાના સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાનો નવો અધ્યાય લખશે. ભારત સરકારના મહત્વાકાંક્ષી ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ અંતર્ગત ગુજરાતના ઔદ્યોગિક હબ સાણંદ ખાતે ઉદ્ઘાટન પામેલો આ પ્લાન્ટ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ સાબિત થશે.
વડાપ્રધાનએ આ પ્રસંગે સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટના ક્લીન રૂમ તથા એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી તથા એન્જિનિયર્સ  સાથે સંવાદ સાધ્યો હતો. વડાપ્રધાનના હસ્તે પ્રથમ ચિપ શિપમેન્ટ ગ્લોબલ જાયન્ટ રેનેસાસને સુપ્રત કરવામાં આવ્યું હતું.
આ સમારંભમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી, સાયન્સ -ટેક્નોલોજી મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયા તથા રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ, પ્રદેશ પ્રમુખ  જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ  દિનેશભાઈ મકવાણા, સ્થાનિક ધારાસભ્યઓ, રાજ્યના મુખ્ય સચિવ  એમ.કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ  જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ,  રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સના પ્રેસિડેન્ટ  માલિની નારાયણમૂર્તિ, કલેકટર  ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી  વિદેહ ખરે,  સીજી સેમિકોનના અધિકારીઓ સહિત સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અધિકારીઓ –કર્મચારીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
…………………………
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને આંકડાકીય વિગતો:
સાણંદનો આ નવો પ્લાન્ટ સેમિકન્ડક્ટરના વૈશ્વિક બજારમાં ભારતની સ્થિતિ મજબૂત બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. પ્રોજેક્ટની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
 કુલ રોકાણ:₹૭,૬૦૦ કરોડ (કેન્દ્રીય કેબિનેટ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૪માં મંજૂરી).
 ઉત્પાદન ક્ષમતા: બંને પ્લાન્ટ્સ મળીને પૂર્ણ ક્ષમતા પર પહોંચ્યા બાદ વાર્ષિક ૫ અબજ (૫ બિલિયન) અને દૈનિક ૧.૫ કરોડ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે.
 વ્યૂહાત્મક ભાગીદારી:  આ પ્રોજેક્ટમાં સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી સીજી સેમી, જાપાનની રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઈલેક્ટ્રોનિક્સ વચ્ચે સંયુક્ત ભાગીદારી છે.
 રોજગારી સર્જન: પ્લાન્ટમાં હાલમાં ૩૦૦ થી વધુ કર્મચારીઓ કાર્યરત છે, જ્યારે આગામી ૫ વર્ષમાં ૫,૦૦૦ સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે.
 ચિપ્સના પ્રકારો અને ઉપયોગ: પ્લાન્ટમાં QFN અને QFP જેવી લિગેસી ચિપ્સ તેમજ અત્યાધુનિક FC-BGA અને FC-CSP ચિપ્સનું નિર્માણ થશે, જે ઓટોમોટિવ, ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ડસ્ટ્રીયલ સાધનો, 5G કમ્યુનિકેશન અને પાવર એપ્લિકેશન ક્ષેત્રની જરૂરિયાતોને પૂર્ણ કરશે. ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૧.૩૦ લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ: જેમાંથી ૬ હજારથી વધુ વસ્તુઓનો નિકાલ
—–
અંદાજે ૧,૨૮૮ જેટલી વિવિધ વસ્તુઓ જેવી કે, ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહન અને તબીબી ઉપકરણોનું સમારકામ કરવામાં આવ્યું
—–
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલ “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત આજે રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ચોથા દિવસે રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૧,૩૧,૨૯૯ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. આ વસ્તુઓ પૈકી ૬ હજારથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે, જેના પરિણામે ૮૨૨ જેટલા ઓરડાઓ ખાલી થયા છે, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે. જ્યારે બાકી રહેલી બિનઉપયોગી વસ્તુઓની નિયમાનુસાર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અભિયાનના ચોથા દિવસે અંદાજે ૧,૨૮૮ જેટલી વસ્તુઓ જેવી કે લાકડા/લોખંડના ફર્નિચર – ખુરશી, ટેબલ, બારી, બારણા, કબાટ, લોકર, પલંગ વગેરે, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક રીપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
વધુમાં, ચાર દિવસમાં અત્યાર સુધી રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં કુલ ૪,૫૨,૬૨૭ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. આ વસ્તુઓ પૈકી ૩૨,૧૬૫ થી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે, જેના પરિણામે ૧૪૯૬ જેટલા ઓરડાઓ ખાલી થયા છે, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે. આ અભિયાનના ચાર દિવસમાં અંદાજે ૯,૪૮૧ જેટલી વસ્તુઓ જેવી કે લાકડા/લોખંડના ફર્નિચર – ખુરશી, ટેબલ, બારી, બારણા, કબાટ, લોકર, પલંગ વગેરે, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક રીપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ મુખ્યત્વે હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ/ભંગાર/જંક અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય નિકાલ, બિલ્ડીંગ તથા કેમ્પસની સઘન સાફ-સફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પાઈપલાઈનનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી, ફર્નિચરનું સમારકામ, માઈનર સીવીલ વર્કસ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીઓ હાથ ધરાઈ છે, તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને સલામત આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS, ઓડિટોરિયમ ખાતેથી “નમો સ્વચ્છતા અભિયાન”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાન તા. ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવશે.
ગુજરાતમાં લગભગ ₹1.24 લાખ કરોડનું રોકાણ ધરાવતા 6 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ થકી
આશરે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે
***
સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વ્યાપક રાજ્ય સહાય પૂરી પાડતી
 સમર્પિત સેમિકન્ડક્ટર પોલિસી શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
***
ગુજરાતમાં વિવિધ સહાયક અને આધારભૂત ઉદ્યોગોની
સ્થાપના દ્વારા વ્યાપક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનો થઈ રહ્યો છે ઝડપી વિકાસ
***
સ્માર્ટફોનથી લઇને ઇલેક્ટ્રિક વાહનો તેમજ ડિફેન્સ સંબંધિત ઉપકરણો માટે સેમિકન્ડક્ટર ચિપ્સ ખૂબ જ જરૂરી છે. વૈશ્વિક ટેક્નોલોજીના ક્ષેત્રમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ હંમેશાં ‘મેક ઇન ઇન્ડિયા’ થકી આત્મનિર્ભર ભારતના નિર્માણ પર ભાર મૂક્યો છે. સેમિકન્ડક્ટર્સના વ્યૂહાત્મક મહત્વને સમજીને આ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારતમાં ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)’ ની શરૂઆત કરવામાં આવી હતી. આ મિશનનો મુખ્ય હેતુ દેશમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન (ચિપ ઉત્પાદન) અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવવાનો તેમજ આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટેના વડાપ્રધાનના વિઝનને ધ્યાનમાં રાખીને આજે ગુજરાત ભારતનું અગ્રણી સેમિકન્ડક્ટર હબ બન્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં આ ક્ષેત્ર માટે સમર્પિત સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરવામાં આવી છે, અને આવી પોલિસી શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગુજરાતમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ છ મોટા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ છ પ્રોજેક્ટ્સમાં મળીને અંદાજે ₹1.24 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે, અને તેમના થકી ગુજરાતમાં આશરે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીઓનું સર્જન થવાની અપેક્ષા છે. તેનાથી ભારતની સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતા વધુ મજબૂત થશે.
ગુજરાતમાં માઇક્રોન ટેક્નોલોજી અને કેઇન્સ સેમિકોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત, બાકીના ટુંક સમયમાં થશે શરૂ
ગુજરાતમાં મંજૂર થયેલા છ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઇક્રોન ટેક્નોલોજી, CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ, કેઇન્સ સેમિકોન, સુચી સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સનો સમાવેશ થાય છે. આમાંથી કેટલાક પ્રોજેક્ટ્સ કાર્યરત થઈ ચૂક્યા છે. માઇક્રોન ટેક્નોલોજી અને કેઇન્સ સેમિકોને સાણંદ GIDC ખાતે તેમની OSAT (આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ) સુવિધાઓ સ્થાપિત કરી છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષના ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અનુક્રમે માઇક્રોન ટેક્નોલોજી અને કેઇન્સ સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને બંને પ્લાન્ટ્સ હાલમાં કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે, CG Semi આવતીકાલથી એટલે કે 4 જુલાઈથી તેની OSAT ફેસિલિટી ખાતે કમર્શિયલ પ્રોડક્શન શરૂ કરવા જઇ રહી છે, જે ગુજરાતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગની યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.
સુચી સેમિકોનનો OSAT પાયલટ પ્લાન્ટ સુરતમાં પહેલેથી જ કાર્યરત છે, જે ભારતની સેમિકન્ડક્ટર પેકેજિંગ અને ટેસ્ટિંગ ક્ષમતાના વિકાસમાં યોગદાન આપી રહ્યો છે. સુચી સેમિકોનની OSAT ફેસિલિટીને તાજેતરમાં ISM દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
ધોલેરા ખાતે ટાટા ઇલેક્ટ્રોનિક્સની સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન (Fab) સુવિધાનું નિર્માણ તેના એડવાન્સ્ડ સ્ટેજમાં છે અને આ સુવિધા ભારતની પ્રથમ વ્યાવસાયિક સેમિકન્ડક્ટર ફાઉન્ડ્રી બનશે. ઉપરાંત, ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન હેઠળ ક્રિસ્ટલ મેટ્રિક્સને પણ મંજૂરી આપવામાં આવી છે, જે ભારતનું પ્રથમ વ્યાવસાયિક મિની અને માઇક્રો-LED ડિસ્પ્લે ફેબ તથા પેકેજિંગ યુનિટ સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય ટુંક સમયમાં ધોલેરા SIR ખાતે શરૂ થવાની અપેક્ષા છે.
આ તમામ પ્રોજેક્ટ્સ સાથે મળીને, ફેબ્રિકેશન, એસેમ્બલી, પેકેજિંગ, ટેસ્ટિંગ અને અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને આવરી લેતી સ્થિતિસ્થાપક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનનું નિર્માણ કરવાના ભારતના પ્રયાસોમાં ગુજરાતને અગ્રેસર બનાવે છે.
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ઇકોસિસ્ટમનો વિકાસ
મંજૂર થયેલા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ ઉપરાંત, ગુજરાતમાં વિવિધ સહાયક અને આધારભૂત ઉદ્યોગોની સ્થાપના દ્વારા વ્યાપક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘણી વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ રાજ્યમાં કાર્યરત થઈ ચૂકી છે અથવા તો રાજ્યમાં સ્થાપિત થવાની જાહેરાત કરી ચૂકી છે, જેમાં લિન્ડે, તાઇવાનની TSMT, જાપાન ની TNSI , ફુજીફિલ્મ અને નિપ્પોન  એક્સપ્રેસ, જર્મની ની ઇન્ફિનિયોન ટેક્નોલોજીસ, મલેશિયાની  હોતાયી, તેમજ અન્ય  ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આવા ભાગીદારોની હાજરી એક સંકલિત સેમિકન્ડક્ટર ક્લસ્ટર બનાવી રહી છે, જે મોટાપાયે ફેબ્રિકેશન અને પેકેજિંગ કામગીરીને ટેકો આપી શકે છે.
આ ઉપરાંત, ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી કે જે ભારત સરકારની SPECS (સ્કીમ ફોર પ્રમોશિન ઑફ ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સ એન્ડ સેમિકન્ડક્ટર્સ) યોજના સાથે સુસંગત છે, તે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન પ્રવૃત્તિઓના સમગ્ર ક્ષેત્રને સમર્થન આપે છે, જેમાં કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, પેકેજિંગ અને ટેસ્ટિંગ સુવિધાઓ, મટિરિયલ સપ્લાયર્સ, ઇક્વિપમેન્ટ પ્રોવાઇડર્સ, અલ્ટ્રા-હાઇ પ્યોરિટી ગેસના ઉત્પાદકો અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વિશેષ કેમિકલ્સનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણાં મંત્રાલયે તાજેતરમાં ISM 2.0 માટે ₹1.25 લાખ કરોડના ખર્ચને મંજૂરી આપી છે, જેને ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે ,જે ભારતની સેમિકન્ડક્ટર ક્ષમતાને વધુ ઊંડી બનાવશે.
નાણાકીય પ્રોત્સાહનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ, ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ પહેલો, ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપતી પહેલો તેમજ પારદર્શક શાસન દ્વારા ગુજરાતનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સેમિકન્ડક્ટર હબ બનાવવાનો છે, જે રાષ્ટ્રીય સેમિકન્ડક્ટર મિશનના ઉદ્દેશ્યોને પૂરા કરવામાં મદદરૂપ બને.
વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો
********
જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે
********
ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં ચારેય બાજુ વધારાના એક મીટરનો ઉમેરો કરાયો, ૭૬૫ કે.વી. લાઇનમાં ૬૨૫ ચોમી ના બદલે ૭૨૯ ચોમી નુ વળતર ચુકવાશે
********
જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા ‘માર્કેટ રેટ કમિટી’ (MRC)ની રચના થશે: ખેડૂત પ્રતિનિધિઓને મળશે સ્થાન
********
અગાઉ ત્રણ તબક્કામાં ચુકવણા ના બદલે એકી સાથે શરૂઆતમાં જ ૧૦૦ % ચુકવણું
********
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં કૃષિ મંત્રી  જીતુભાઇ વાઘાણી, ઉર્જા મંત્રી  ઋષિકેશભાઇ પટેલ અને ઉર્જા રાજ્ય મંત્રી  કૌશિક ભાઇ વેકરીયાએ ખેડૂતો સાથે ચર્ચા, વિચાર વિમર્શ અને પરામર્શ કરીને તેમજ ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ અને ઉદાર નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર મળશે.
ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર (૨૦૦%) લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. તે પરત્વે વિવિધ ખેડુત સંગઠનો તરફથી મળતી રજુઆતો અન્વયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મોટો સુધારો કરીને, જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવ (Market Rate)ના બમણા ભાવ ચૂકવવાનો ખેડૂત હીત લક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં નંખાતા વીજ ટાવરના બેઝ (પાયા) વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતું હતું. હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે; ૭૬૫ કે.વી. લાઇનમાં અગાઉ ૬૨૫ ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, જેમાં હવેથી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરી તે મુજબ વધારીને ૭૨૯ ચોરસ મીટર લેખે ચૂકવવામાં આવશે.
અગાઉ જમીનમાલિકોને વળતર અંગે, ફાઉન્ડેશન તબક્કે ૪૦%, ઇરેક્શન વખતે ૪૦% તથા વાયર લગાડ્યા બાદ ૨૦% રકમ મુજબની ચુકવણી થતી હતી, તેના બદલે જમીનમાલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનું નિર્ધારિત થયેલ છે.
ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા એમ.આર.સી. (Market Rate Committee)ની રચના કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડુતોના ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિમાં કલેક્ટર, જમીનમાલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમીશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ પણ હશે.
બીજી તરફ, વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે એમ.આર.સી દ્વારા નિર્ધારીત થયેલ બજાર કિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના ૩૦%, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના ૪૫% અને મહાનગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના ૬૦% મુજબ વળતર આપવામાં આવશે.
રાજ્ય સરકારે આ નિર્ણયમાં ઉદારતા દાખવતા સ્પષ્ટ કર્યું છે કે, જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય, પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં (ચાલુ) હોય, તેવા તમામ ખેડૂતોને આ નીતિ નો લાભ મળવાપાત્ર રહેશે.
ત્રણ દિવસમાં ૨૫ હજારથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવાથી કુલ ૬૭૪ જેટલા ઓરડાઓ ખાલી થયા: જેને આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે
——–
અભિયાન’ના ત્રીજા દિવસે રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૧.૨૦ લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ: જેમાંથી ૮ હજારથી વધુ વસ્તુઓનો નિકાલ
—–
અંદાજે ૧,૭૨૩ જેટલી વિવિધ વસ્તુઓ જેવી કે, ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહન અને તબીબી ઉપકરણોનું સમારકામ કરવામાં આવ્યું
—-
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલ “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત આજે રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ત્રીજા દિવસે રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૧,૨૪,૪૪૫ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. આ વસ્તુઓ પૈકી ૮ હજારથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે,જેના પરિણામે ૬૦૭ જેટલા ઓરડાઓ ખાલી થયા છે, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે.જ્યારે બાકી રહેલી બિનઉપયોગી વસ્તુઓની નિયમાનુસાર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અભિયાનના ત્રીજા દિવસે અંદાજે ૧,૭૨૩ જેટલી વસ્તુઓ જેવી કે લાકડા/લોખંડના ફર્નિચર – ખુરશી, ટેબલ, બારી, બારણા, કબાટ, લોકર, પલંગ વગેરે, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક રીપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
વધુમાં,ત્રણ દિવસમાં અત્યાર સુધી રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં કુલ ૩,૨૧,૩૨૮ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. આ વસ્તુઓ પૈકી ૨૫,૬૦૦ થી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે, જેના પરિણામે કુલ ૬૭૪ જેટલા ઓરડાઓ ખાલી થયા છે, જેને આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે. આ અભિયાનના ત્રણ દિવસમાં અંદાજે ૮,૧૯૩ જેટલી વસ્તુઓ જેવી કે લાકડા/લોખંડના ફર્નિચર – ખુરશી, ટેબલ, બારી, બારણા, કબાટ, લોકર, પલંગ વગેરે, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક રીપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ મુખ્યત્વે હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ/ભંગાર/જંક અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય નિકાલ, બિલ્ડીંગ તથા કેમ્પસની સઘન સાફ-સફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પાઈપલાઈનનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી, ફર્નિચરનું સમારકામ, માઈનર સીવીલ વર્કસ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીઓ હાથ ધરાઈ છે, તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને સલામત આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS, ઓડિટોરિયમ ખાતેથી “નમો સ્વચ્છતા અભિયાન”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાન તા.૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવશે.
 4 જુલાઈ 2026ના રોજ સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટમાં ચીપના વ્યવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે
**
ભારતની CG સેમિ દ્વારા OSAT સુવિધાનું નિર્માણ, વડાપ્રધાન દ્વારા વ્યવસાયિક ઉત્પાદનના લૉન્ચ બાદ સાણંદથી આ ચિપ્સ દેશ-વિદેશમાં પહોંચશે
**
₹7600 કરોડનું રોકાણ, 300 કર્મચારીઓ કાર્યરત, આગામી પાંચ વર્ષમાં 5 હજાર લોકોને રોજગારી મળશે
**
સાણંદ આજે ગ્લૉબલ મેપ પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યું છે, આ દાયકો ભારતના ટેક-ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે: વડાપ્રધાન  નરેન્દ્ર મોદી
**
ગાંધીનગર, 3 જુલાઈ, 2026:
  04 જુલાઈ 2026ના રોજ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી સાણંદમાં CG સેમિની OSAT સુવિધા અંતર્ગત ચીપ્સના વ્યવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે. વડાપ્રધાનના હસ્તે લૉન્ચ થયા બાદ આ કંપની દેશ વિદેશમાં તેમના ગ્રાહકોને સેમિકન્ડક્ટર ચીપ્સ મોકલશે. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા ફેબ્રુઆરી 2024માં મંજૂરી આપવામાં આવી હતી. CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની CG સેમિ પ્રા. લિમિટેડ દ્વારા ₹7600 કરોડના ખર્ચે સાણંદમાં OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે. CG સેમી સાથે જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ સંયુક્ત ભાગીદારીમાં છે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી આ દાયકો ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે.
માઇક્રોન પ્લાન્ટના શુભારંભ બાદ કેન્સ સેમિકોન અને હવે CG સેમિ દ્વારા OSAT સુવિધા શરૂ થવાથી સ્થાનિક આર્થિક વિકાસને વધુ વેગ મળશે. OSAT એટલે કે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટમાં ચીપનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરીને તેને માર્કેટમાં પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. CG સેમિ દ્વારા બીજા એક પ્લાન્ટના નિર્માણનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે. આ બન્ને OSAT સુવિધાઓ સાથે મળીને દિવસની કુલ 1.5 કરોડ ચિપ્સનું નિર્માણ કરશે.
વડાપ્રધાન 4 જુલાઈના રોજ CG સેમિની OSAT સુવિધામાં વિવિધ સેમિકન્ડક્ટર પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરશે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી  અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી  અર્જુન મોઢવાડીયા ઉપસ્થિત રહેશે. OSAT સુવિધાના શુભારંભ બાદ વડાપ્રધાન એક સભાને સંબોધિત કરશે.
આ OSAT સુવિધામાં QFN, QFP જેવી લિગેસી ચીપ્સ અને આધુનિક FC-BGA અને FC-CSP ચિપ્સનું નિર્માણ કરવામાં આવશે જે ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રીઅલ સાધનો, 5G સાધનો અને પાવર એપ્લિકેશન ક્ષેત્રની જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ કંપનીમાં અત્યારે 300થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. આ પ્લાન્ટ શરૂ થવાથી આગામી પાંચ વર્ષમાં 5000 સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે.
અમારું લક્ષ્ય માત્ર ફેક્ટરી સ્થાપિત કરવા સુધી મર્યાદિત નથી: વડાપ્રધાન  નરેન્દ્ર મોદી
વડાપ્રધાનએ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે, “અમારું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી સ્થાપવા પૂરતું સીમિત નથી, પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું છે. ભારત હવે સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેઇન પર ફોકસ કરી રહ્યું છે, જેમાં ડિઝાઇન એન્જિનિયરથી લઈને મશીન નિર્માતા અને લોજિસ્ટિક્સ સુધીનાં તમામ સ્તરો સામેલ છે. ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ ની જાહેરાત આ જ દિશામાં લેવાયેલું મોટું પગલું છે. જેમ-જેમ ઉત્પાદન વધશે તેમ ભારતની અંદર જ મટિરિયલ અને કોમ્પોનન્ટ્સની માંગ વધશે, જે સ્થાનિક ઉદ્યોગો માટે સૌથી મોટી તક બની રહેશે.”
સેમિકોન ઇન્ડિયા હેઠળ ગુજરાતમાં 6 પ્રોજેક્ટ્સને મંજૂરી
ભારતના સેમિકન્ડક્ટર મિશનને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રણી ભૂમિકામાં છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રને જરૂરી સહયોગ આપવા માટે ગુજરાતે સૌથી પહેલા સમર્પિત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી હતી. સેમિકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાતમાં અત્યારે 6 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઈક્રોન ટેક્નોલોજી, CG સેમિ, કેન્સ સેમિકોન, સુચિ સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સ સામેલ છે. આ 6 પ્રોજેક્ટ્સ દ્વારા કુલ 14.7 બિલિયન ડૉલરનું રોકાણ આ ક્ષેત્રમાં થઈ રહ્યું છે.
ફેબ્રુઆરી 2026માં માઈક્રોન ટેક્નોલોજીની ATMP સુવિધા અને માર્ચ 2026માં કેન્સ સેમિકોનની OSAT સુવિધા ખાતે કામગીરીની શરૂઆત એ ભારતના સેમિકોન્ડક્ટર ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું હતું. તાજેતરમાં, સુચી સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સને પણ નવા સેમિકોન્ડક્ટર એકમો સ્થાપવા માટે મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ્સ ભારતમાં સેમિકોન્ડક્ટર ઉત્પાદનને વેગ આપશે અને મુખ્ય સેમિકોન્ડક્ટર હબ તરીકે ગુજરાતની સ્થિતિને મજબૂત બનાવશે.
સાણંદ: ઓટો હબથી સેમિકન્ડક્ટર હબ સુધી
ખૂબ જ ટૂંકા  સમયગાળામાં, સાણંદના ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. માઇક્રોન ટેકનોલોજી, કેન્સ સેમિકોન બાદ હવે CG સેમિ દ્વારા પણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. એક સમયે ઓટોમોબાઇલ હબ તરીકે જાણીતું સાણંદ હવે ભારતના પ્રથમ ચિપ પેકેજિંગ ક્લસ્ટર અને વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. તાઇવાનમાં સિંશું શહેર અને દક્ષિણ કોરિયાના ગ્યોંગી શહેરની જેમ ભારતમાં સેમિકન્ડક્ટર હબ તરીકે સાણંદનો વિકાસ થઇ રહ્યો છે.
માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાતની ઓળખ હવે માત્ર રોકાણના સ્થળ તરીકેની જ નથી રહી. હવે ગુજરાત તેનાથી આગળ વધીને ઉત્પાદન, ડિઝાઇન, પેકેજિંગ, સપ્લાય ચેઇન, કૌશલ્ય વિકાસ, સંશોધન, લોજિસ્ટિક્સ અને નવીનતાનો સમાવેશ કરતી એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમ બની ગયું છે. ગુજરાત સરકારે મજબૂત નીતિઓ, આધુનિક માળખાગત સુવિધાઓ, ઝડપી મંજૂરીઓ અને વ્યવસાયો માટે અનુકૂળ ગવર્નન્સ દ્વારા સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસને સતત ટેકો આપ્યો છે. પ્રોજેક્ટના આયોજનથી લઈને ઉત્પાદન શરૂ કરવા સુધી, રાજ્ય દ્વારા રોકાણને પ્રોત્સાહન આપતું અને વૈશ્વિક વિશ્વાસનું નિર્માણ કરતું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.
પ્રાકૃતિક ઉત્પાદનોને યોગ્ય બજાર અને પૂરતા ભાવો મળી રહે તે માટે સુદ્રઢ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ વ્યવસ્થા અનિવાર્ય છે : રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી
————
કાર્બન ક્રેડિટ ખેડૂતોની આર્થિક ઉન્નતિનો નવો સ્રોત બનશે: કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી
————
રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા અર્થે લોકભવન ખાતે બેઠક યોજાઈ
————
પ્રાકૃતિક ઉત્પાદનોના બ્રાન્ડિંગ-માર્કેટિંગ, કાયમી વેચાણ કેન્દ્રો, બીજ સંશોધન અને પ્રભા બ્રાન્ડ અંગે વ્યાપક વિચાર-વિમર્શ
————
લોકભવન, ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને તે અન્વયે થઈ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં કૃષિ મંત્રી  જીતુભાઇ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોને યોગ્ય બજાર અને પૂરતા ભાવો મળી રહે તે માટે સુદ્રઢ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ વ્યવસ્થા અનિવાર્ય છે. આ અંતર્ગત રાજ્યભરમાં શરૂ કરવામાં આવી રહેલા પ્રાકૃતિક કૃષિ પેદાશોના કાયમી વેચાણ કેન્દ્રો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
​કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને વધારાની આવક મળી રહે તે માટે કાર્બન ક્રેડિટ એક ઉત્તમ વિકલ્પ છે. કાર્બન ક્રેડિટના માધ્યમથી આર્થિક પ્રોત્સાહન મળવાથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ તરફ વધુ ઝડપથી આકર્ષિત થશે, જે રાજ્યમાં રાસાયણિક મુક્ત ખેતીના અભિયાનને નવી ગતિ આપશે.
રાજ્યના કૃષિ વિશ્વવિદ્યાલયો દ્વારા પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા વૈજ્ઞાનિક સંશોધનો અને ખાસ કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બીજ સંશોધન અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ, પ્રાકૃતિક ઉત્પાદનો માટે વિકસાવવામાં આવેલી પ્રભા બ્રાન્ડ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યપાલના સાપ્તાહિક ગ્રામીણ સંપર્ક અભિયાન એટલે કે ગ્રામ કલ્યાણ કાર્યક્રમના સફળ આયોજન બાદ, સંબંધિત વિસ્તારોમાં ખેડૂતો માટે ખાસ પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિરોનું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી તમામ ખેડૂત સુધી આ વૈજ્ઞાનિક પદ્ધતિ પહોંચાડી શકાય.
બેઠક દરમિયાન કૃષિ વિભાગ તેમજ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા છેલ્લા એક મહિના દરમિયાન કરવામાં આવેલી કામગીરી, નવી પહેલો અને ફિલ્ડ વિઝિટના અહેવાલો રાજ્યપાલ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ અને કૃષિ મંત્રીએ કામગીરીની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કરી આગામી સમય માટે જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અગ્ર સચિવ  આર.સી. મીણા, લોકભવનના અગ્ર સચિવ  અશોક શર્મા, રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા પ્રોજેક્ટ, પશુપાલન વિભાગ તેમજ કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સેમિકન્ડક્ટર ક્ષેત્રે આધુનિક સંશોધન અને તાલીમ માટે ટૂંક સમયમાં IIT ગાંધીનગરમાં શરૂ થશે ‘સમર્થ’
****
ગુજરાતના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ તેમજ
 ઔદ્યોગિક પ્રોફેશનલ્સ માટે સંશોધન અને તાલીમની વ્યવસ્થા
****
IIT ગાંધીનગર ગુજરતાની કૉલજો સાથે MoU કરશે,
5 વર્ષમાં 10 હજાર વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું આયોજન
****
“અમારું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી સ્થાપવા પૂરતું સીમિત નથી,
પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું છે”: વડાપ્રધાન  નરેન્દ્ર મોદી
****
ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે ખૂબ ઝડપથી કામગીરી થઇ રહી છે. ગુજરાતને સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ બનાવવા માટે, ઔદ્યોગિક રોકાણ સાથે આ ક્ષેત્રમાં કામ કરવા માંગતા વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને એન્જિનિયરિંગ પ્રોફેસર્સને આધુનિક તાલીમ અને અનુભવ મળે તે દિશામાં પણ કામ કરવું મહત્વપૂર્ણ છે. આ ઉદ્દેશને સાકાર કરવા માટે, ટૂંક સમયમાં IIT ગાંધીનગર ખાતે સિલિકોન એન્ડ એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ હબ (SAMARTH) શરૂ થશે.
સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આ તાલીમ અને સંશોધન કેન્દ્રની સ્થાપના થવા જઈ રહી છે. તેના માટે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલય, ગુજરાત સરકાર તરફથી વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અને IIT ગાંધીનગર દ્વારા કુલ ₹190 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. IIT ગાંધીનગર દ્વારા આ કેન્દ્રના સંચાલન માટે જરૂરી સાધનોની ખરીદી અને બાંધકામ માટે કન્સલ્ટન્ટ્સની નિમણૂક કરવા માટેની જરૂરી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આ કેન્દ્ર શરૂ થશે અને વિદ્યાર્થીઓ અહીં સેમિકન્ડક્ટર ક્ષેત્રની આધુનિક અને ઉદ્યોગોની માંગ અનુસારની તાલીમ મેળવી શકશે.
સમર્થનો ઉદ્દેશ: એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને બનાવશે ફેબ-રેડી
નવીનતા, ઉદ્યોગો સાથે ભાગીદારી અને વ્યાપક વર્કફોર્સના નિર્માણ દ્વારા ભારતમાં વિશ્વસ્તરીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટના નિર્માણ માટે સમર્થની રચના થવા જઈ રહી છે. સમર્થ મુખ્યત્વે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે સંસોધન વિકાસ અને તાલીમ આપવા પર કેન્દ્રિત રહેશે. અહીં એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગોમાં કામ કરતા તજજ્ઞો તેમના કૌશલ્યને અપગ્રેડ કરવા માટે આવી શકશે. આ કેન્દ્રમાં એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ ફેબ-રેડી બનશે, એટલે કે તેઓ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં કામ કરવા માટે તૈયાર હશે. વિદ્યાર્થીઓમાં આ ક્ષેત્ર અંગે શરૂઆતથી જાગરૂકતા આવે તેના માટે ખાસ કાર્યક્રમો ચલાવવામાં આવશે. સ્થાનિક અને ગ્લૉબલ ભાગીદારી દ્વારા તાલીમ, સંશોધન અને કૌશલ્ય વિકાસ માટે સમર્થ એક સંકલિત પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.
ગુજરાતની કૉલેજો સાથે MoU કરવામાં આવશે
આ પ્રોજેક્ટને આગળ લઈ જવા માટે અત્યારે IIT ગાંધીનગર દ્વારા ગુજરાતની અલગ અલગ એન્જિનિયરિંગ કૉલેજો સાથે MoU કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ કેન્દ્રમા રાજ્યના વિદ્યાર્થીઓ નજીવા દરે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં ખાસ સ્પેશ્યલાઈઝ્ડ શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ પણ ચલાવવામાં આવશે અને સમર સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને શાળાઓ અને કોલેજોમાં આ ક્ષેત્રના વિવિધ કોર્સ અંગે અગાઉથી જ માહિતગાર કરવામાં આવશે.
5 વર્ષમાં 10 હજાર વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું આયોજન
સમર્થ દ્વારા ક્ષમતા નિર્માણ માટે આગામી પાંચ વર્ષમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડીનો અભ્યાસ કરતા કુલ 5600 વિદ્યાર્થીઓને આ કેન્દ્રમાં આવરી લેવામાં આવશે. તે સિવાય વોકેશનલ અને ટેક્નિકલ અભ્યાસક્રમમાં 1500 ટેક્નિશિયન અને સર્ટિફિકેટ કોર્સમાં 1000 લોકોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોફેશનલ અને અપસ્કિલિંગમાં 230 ફેકલ્ટી અને 230 ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા પ્રોફેશનલ્સને તાલીમ મળી શકશે. તે સિવાય સમર સ્કૂલ અને વન-ડે એક્સપોઝર પ્રોગ્રામ દ્વારા 2700થી વધુ વિદ્યાર્થીઓને માહિતગાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે 10 હજારથી વધુ વર્કફોર્સને આધુનિક તાલીમ આપવામાં આવશે.
સમર્થમાં કેવી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે?
આ કેન્દ્ર આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. તેમાં નેનો ફેબ્રિકેશન અને CMOS પ્રક્રિયાની તાલીમ માટે સુવિધાનું નિર્માણ કરવામાં આવશે. તે સિવાય ડિવાઈસ પ્રોસેસ કેરેક્ટરાઈઝેશન સુવિધા હશે, જેમાં ઇલેક્ટ્રોનિક સાધનો અને ચિપ બનાવવાની પ્રક્રિયાની તપાસ, ટેસ્ટિંગ અને ગુણવત્તાને ચેક કરી શકાય છે. સાથે સેમિકન્ડક્ટર પ્રોસેસ અને ડિવાઈસ ડિઝાઈન અને ડિવાઈસ મોડેલિંગ લેબ તેમજ IC ડિઝાઈન અને પ્રોટોટાઈપ લેબનું નિર્માણ કરવામાં આવશે.
અમારું લક્ષ્ય માત્ર ફેક્ટરી સ્થાપિત કરવા સુધી મર્યાદિત નથી: વડાપ્રધાન  નરેન્દ્ર મોદી
વડાપ્રધાનએ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે, _“અમારું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી સ્થાપવા પૂરતું સીમિત નથી, પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું છે. ભારત હવે સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેઇન પર ફોકસ કરી રહ્યું છે, જેમાં ડિઝાઇન એન્જિનિયરથી લઈને મશીન નિર્માતા અને લોજિસ્ટિક્સ સુધીનાં તમામ સ્તરો સામેલ છે. ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ ની જાહેરાત આ જ દિશામાં લેવાયેલું મોટું પગલું છે. જેમ-જેમ ઉત્પાદન વધશે તેમ ભારતની અંદર જ મટિરિયલ અને કોમ્પોનન્ટ્સની માંગ વધશે, જે સ્થાનિક ઉદ્યોગો માટે સૌથી મોટી તક બની રહેશે.”_
નવજાત શિશુ અને બાળ મૃત્યુદર ઘટાડવા ગુજરાત સરકારનું ‘અમૃતપાન અભિયાન’
*****
અરવલ્લીમાં પાયલટ પ્રોજેક્ટના સફળ અમલ બાદ ‘અમૃતપાન અભિયાન’ સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર લાગુ થશે :- આરોગ્ય રાજ્યમંત્રી   પ્રફુલ પાનશેરીયા
******
ગુજરાતના નવજાત શિશુઓના જીવનને સુરક્ષિત કરવા, તેમના સ્વાસ્થ્યને વધુ સુદ્રઢ બનાવવા અને બાળ મૃત્યુદરમાં ગુણાત્મક ઘટાડો લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે અમૃતપાન અભિયાનનો શુભારંભ કર્યો છે. અરવલ્લી જિલ્લાના સફળ પાયલટ પ્રોજેક્ટ બાદ હવે ‘અમૃતપાન અભિયાન’ સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર લાગુ કરવામાં આવશે. આ આરોગ્યલક્ષી અભિયાનના અમલ માટે રાજ્ય સરકારે રૂ. ૨.૫૫ કરોડ મંજૂર કર્યા છે.
 મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શનમાં  આરંભાયેલા અભિયાનની વિગતો આપતા આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને GMERS સોલા મેડિકલ કોલેજના ટેકનિકલ સહયોગથી શરૂ થયેલા ‘અમૃતપાન અભિયાન’ના પાયલટ પ્રોજેક્ટને હકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે.
આ સફળ પ્રયોગના પરિણામે જિલ્લામાં સ્તનપાનના દરમાં નોંધપાત્ર વધારો થયો છે, તેમજ કુપોષણ અને શિશુ મૃત્યુદરમાં મોટો ઘટાડો નોંધાયો છે. પાયલોટ પ્રોજેક્ટની આ સફળતાને ધ્યાને રાખીને જ, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ હવે આ યોજનાને સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર રીતે વ્યાપક સ્તરે લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમલીકરણ અને ડિજિટલ મોનિટરિંગ માટેની મુખ્ય વ્યૂહરચના
આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આ અભિયાનને પ્રભાવી બનાવવા માટે સુનિયોજિત માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ વ્યૂહરચના અંતર્ગત સંલગ્ન મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા સમગ્ર અભિયાનનું મોનિટરિંગ અને મેન્ટરિંગ કરવામાં આવશે. ફિલ્ડ લેવલ પર કાર્યરત ફીમેલ હેલ્થ વર્કર -FHW અને ફીમેલ કમ્યુનિટી હેલ્થ ઓફિસર -CHOના ક્ષમતાવર્ધન માટે SIHFW- State Institute of Health and Family Welfare,Vadodara અને જિલ્લા તાલીમ ટીમ મારફતે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત, આરોગ્ય કાર્યકરો દ્વારા Home-Based New-born Care (HBNC) અને Home-Based Care for Young Child (HBYC) ની નિર્ધારિત અનુસૂચિ મુજબ નવજાત શિશુઓ અને બાળકોના ઘરની મુલાકાત લેવામાં આવશે, જ્યાં Social and Behaviour Change Communication (SBCC ) આધારિત વ્યક્તિગત પરામર્શ પૂરો પાડવામાં આવશે. આ સમગ્ર અભિયાનના પારદર્શી અમલીકરણ અને સચોટ ટ્રેકિંગ માટે TeCHO+ સોફ્ટવેરનો ઉપયોગ કરાશે, જેના દ્વારા દરેક બાળકનું રીયલ-ટાઈમ ડિજિટલ મોનિટરિંગ સુનિશ્ચિત થશે.
અમૃતપાન અભિયાનના મુખ્ય પાંચ સંકલ્પ
૧. પ્રથમ કલાકમાં સ્તનપાન: જન્મના પ્રથમ ૧ કલાકની અંદર જ સ્તનપાન સુનિશ્ચિત કરવું, જેથી નવજાત બાળકને ‘હાયપોથર્મિયા’  એટલે કે ‘શરીર ઠંડુ પડી જવું’ થી બચાવી શકાય.
૨. માત્ર સ્તનપાન – Exclusive Breastfeeding : જન્મથી ૬ મહિના સુધી બાળકને પાણી આપ્યા વિના માત્ર માતાનું દૂધ જ આપવું, જેથી ઝાડા અને ન્યુમોનિયા જેવા જીવલેણ રોગોમાં ૩૫% થી ૫૦% સુધીનો ઘટાડો લાવી શકાય.
૩. પૂરક આહાર (IYCF): ૬ થી ૨૪ મહિના સુધી સ્તનપાનની સાથે-સાથે યોગ્ય અને સંતુલિત આહાર આપવો, જેથી બાળકોમાં ઠીંગણાપણું – Stunting અને ક્ષીણતા -Wasting અટકાવી શકાય.
૪. ૧૦૦% રસીકરણ: વય મુજબ સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવું અને જોખમી ચિન્હો ઓળખી સમયસર રેફરલ સેવાઓ પૂરી પાડવી.
૫. બાળકો વચ્ચે અંતર: બે બાળકો વચ્ચે ઓછામાં ઓછું ૩ વર્ષનું અંતર જાળવી રાખવા માટે માતાઓને યોગ્ય પરામર્શ અને માર્ગદર્શન આપવું.
અભિયાનની સમીક્ષા માટે ત્રિ-સ્તરીય માળખું
•રાજ્ય કક્ષાએ: પરિવાર કલ્યાણ પ્રભાગ દ્વારા ‘સ્ટેટ ન્યુટ્રિશન ટાસ્ક ફોર્સ’ મારફત દર ત્રણ મહિને સમીક્ષા.
•જિલ્લા કક્ષાએ: જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા ન્યુટ્રિશન ટાસ્ક ફોર્સ’ દ્વારા ત્રિમાસિક સમીક્ષા.
•વહીવટી કક્ષાએ: જિલ્લા વિકાસ અધિકારી DDOના અધ્યક્ષ સ્થાને દર મહિને પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.
બીજા દિવસે રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૬૦ હજારથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ: જેમાંથી ૧૭ હજારથી વધુ વસ્તુઓનો નિકાલ
—–
અંદાજે ૧,૭૯૬ જેટલી વિવિધ વસ્તુઓ જેવી કે, ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહન અને તબીબી ઉપકરણોનું સમારકામ કરવામાં આવ્યું
—–
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલ “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત આજે રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં બીજા દિવસે રાજ્યભરની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં ૬૦,૮૮૩ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. આ વસ્તુઓ પૈકી ૧૭ હજારથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે, જેના પરિણામે ૬૭ જેટલા ઓરડાઓ ખાલી થયા છે, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે. જ્યારે બાકી રહેલી બિનઉપયોગી વસ્તુઓની નિયમાનુસાર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અભિયાનના બીજા દિવસે અંદાજે ૧,૭૯૬ જેટલી વસ્તુઓ જેવી કે લાકડા/લોખંડના ફર્નિચર – ખુરશી, ટેબલ, બારી, બારણા, કબાટ, લોકર, પલંગ વગેરે, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક રીપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ મુખ્યત્વે હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ/ભંગાર/જંક અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય નિકાલ, બિલ્ડીંગ તથા કેમ્પસની સઘન સાફ-સફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પાઈપલાઈનનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી, ફર્નિચરનું સમારકામ, માઈનર સીવીલ વર્કસ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીઓ હાથ ધરાઈ છે, તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને સલામત આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS, ઓડિટોરિયમ ખાતેથી “નમો સ્વચ્છતા અભિયાન”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાન તા. ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં વેગવંતું ચલાવવામાં આવશે.
ગુનેગારોને જેલમાં ધકેલવા માટે આધુનિક હથિયાર:
બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી મોબાઈલ ફોરેન્સિક વેન
**
ગુજરાતમાં 47 ફોરેન્સિક વેન કાર્યરત, ક્રાઇમ સીન પર ઓન ધ સ્પોટ પ્રાથમિક ટેસ્ટ કરવા માટે સજ્જ
**
પુરાવાને નષ્ટ થવાથી બચાવવા, પ્રક્રિયા ઝડપી કરવા
 અને તપાસને ગતિ આપવા માટેની મિનિ ફોરન્સિક લેબોરેટરી
**
પોલીસ જ્યારે કોઈ પણ ગુનાની તપાસ કરે ત્યારે સમયસર પુરાવા મળે તે જરૂરી છે, અને સાથોસાથ એ પણ જરૂરી છે કે તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે અશુદ્ધિકરણ (Contamination) ન થાય. આ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે ગુજરામાં 47 ફોરેન્સિક વેન (MFVs) પોલીસ તપાસમાં સહયોગ માટે કાર્યરત છે, જે સુનિશ્વિત કરે છે કે ગુનાના સ્થળે પુરાવાનું ઝડપી સંરક્ષણ થાય, સમયસર તેનું પ્રાથમિક સ્ક્રિનિંગ થાય અને પ્રાથમિક અભિપ્રાય મળે જેથી પોલીસ તપાસમાં ઝડપી સહયોગ મળી શકે.
રાજ્યમાં ફોરેન્સિક વિજ્ઞાનનો વ્યાપ વધે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ દીર્ઘ દ્રષ્ટિપૂર્વક ગુજરાત ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટી (GSFU)ની સ્થાપના કરી હતી, જેને હવે કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. પોલીસ કામગીરી અને લૉ એન્ડ ઓર્ડરમાં ફોરેન્સિક વિજ્ઞાનનો વ્યાપક રીતે ઉપયોગ થાય, તે ઉદ્દેશ સાથે તેમના વિઝનરી માર્ગદર્શનમાં આ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.
વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમયાનુકૂળ નવા ફોજદારી કાયદાઓ અમલમાં આવ્યાં છે. નવા ફોજદારી કાયદાઓમાં કન્વીક્શન રેટ વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુનાઓની તપાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ કાયદાઓના અમલમાં 7 વર્ષથી વધુ સજાપાત્ર ગુનામાં ફોરેન્સિક તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે ત્યારે ફોરેન્સિક વિજ્ઞાનની ભૂમિકા વધી છે. વડાપ્રધાનના વિઝનને રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ વધારી રહ્યા છે.
37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી મોબાઈલ ફોરેન્સિક વેન
વર્ષ 2024માં 47 પૈકી 28 મોબાલઈલ ફોરેન્સિક વેનને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર અપગ્રેડ કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં MFVs 37,269 ક્રાઈમ સીન/સ્પોટ પર પહોંચી ચૂકી છે. MFVs દ્વારા મર્ડર, પૉક્સો, લૂંટ, ચોરી, આગ, અને નાર્કોટિક્સ સહિત અન્ય મહત્વપૂર્ણ ગુનાઓ અંતર્ગત ઘટનાસ્થળ પર સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે.  વિવિધ સ્પોટ મુલાકાતમાં ગુનાવાર આંકડા આ પ્રમાણે છે: મર્ડર (1529), બળાત્કાર/પૉસ્કો/બાળ અત્યાચાર (3746), હત્યાનો પ્રયાસ (1583), લૂંટ (728), ઘરફોડ/ચોરી (2758), ફાયરિંગ (154), વિસ્ફોટ (43), આગ (2893), નાર્કોટિક્સ (1968) અને ફેટલ-જીવલેણ કિસ્સાઓ (9022).  તે સિવાય 10,457 અન્ય સ્પોટ મુલાકાતોમાં આકસ્મિક મૃત્યુ, કસ્ટોડીયલ ડેથ, અપ્રાકૃતિક મૃત્યુ, શંકાસ્પદ ઘટનાઓ અને અન્ય કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફોરેન્સિક તપાસ સામેલ છે.
હરતી-ફરતી ફોરેન્સિક લેબોરેટરી, અલગ અલગ ગુના માટે અલગ કિટ
આ મોબાઇલ ફોરેન્સિક વેન્સમાં 12 વિશેષ વૈજ્ઞાનિક કિટ્સ ઉપલબ્ધ છે. જેમાં ડીએનએ અને સેક્સ્યુઅલ અસોલ્ટ એવિડન્સ કિટ, નાર્કોટિક્સ સ્ક્રીનિંગ કિટ, એક્સપ્લોઝિવ સ્ક્રીનિંગ કિટ, ગન શૉટ રેસિડ્યુ કિટ, આગની તપાસ માટેની કિટ, ફૂટપ્રિન્ટ અને ટાયર પ્રિન્ટ કાસ્ટિંગ કિટ સહિતની અદ્યતન સુવિધાઓનો સમાવેશ થાય છે.
આ વેન્સમાં સ્ટિરિયો માઇક્રોસ્કોપ, DSLR કેમેરા, GPS બોડી-વોર્ન કેમેરા સિસ્ટમ, લેપટોપ અને પ્રિન્ટર, મિની રેફ્રિજરેટર, LED સ્ક્રીન, હાઈ ઇન્ટેન્સિટી ફોરેન્સિક લાઇટ સોર્સ, જનરેટર સેટ અને અન્ય જરૂરી આધુનિક સાધનો પણ ઉપલબ્ધ છે. આ સાધનોની મદદથી વિવિધ પુરાવાઓ જેવાકે  લોહીના ડાઘ અને અન્ય જૈવિક નમૂનાઓ, ફિંગરપ્રિન્ટ્સ, પગલાં અને ટાયરના નિશાન, ગન શૉટ રેસિડ્યુ, નાર્કોટિક્સ પદાર્થો, વિસ્ફોટક અવશેષો, બળેલી સામગ્રી, વાળ, ફાઇબર, માટીના નમૂનાઓ, કાચના ટુકડાઓ અને અન્ય સૂક્ષ્મ પુરાવાઓની પ્રાથમિક તપાસ ઘટનાસ્થળે જ કરી શકાય છે.
ઝડપી તપાસ અને મજબૂત પુરાવા
મોબાઇલ ફોરેન્સિક વેનોનો મુખ્ય હેતુ ગુનાના સ્થળે તાત્કાલિક વૈજ્ઞાનિક સહાય પૂરી પાડવાનો, પુરાવાઓનું યોગ્ય સંરક્ષણ કરવાનો, પુરાવા દૂષિત થવાની શક્યતા ઘટાડવાનો છે અને ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્ટશનનો છે. ખાસ કરીને બળાત્કાર અને પૉક્સોના કેસોમાં જૈવિક પુરાવાઓની  સમયસર ઓળખ થાય તથા પુરાવા સંગ્રહિત થઈ શકે તે મહત્વપૂર્ણ છે. આવા કિસ્સાઓમાં આ વેન્સની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે. બોડી કેમેરા, DSLR ફોટોગ્રાફી અને CCTV આધારિત દસ્તાવેજીકરણના કારણે ક્રાઈમ સીનનું વૈજ્ઞાનિક રીતે અવલોકન પણ વધુ અસરકારક બન્યું છે.
ગુનાહિત તપાસ વૈજ્ઞાનિક પુરાવાઓ પર વધુને વધુ આધાર રાખતી હોવાથી, ગુજરાતમાં  MFVs ગુનાઓની તપાસ કરવાની રીતમાં પરિવર્તન લાવી રહી છે.  આ રીતે ફોરેન્સિક વિજ્ઞાન સીધું ઘટનાસ્થળે પહોંચે છે, મહત્વપૂર્ણ પુરાવાઓનું સંરક્ષણ કરે છે અને ફર્સ્ટ રિસ્પૉન્સથી અંતિમ ચુકાદા સુધી મજબૂત કેસ બનાવવામાં મદદ કરે છે.
પ્રાકૃતિક કૃષિ ક્લબનો શુભારંભ
*****
કેન્દ્રીય રાજ્ય મંત્રી મતી નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિ
*****
કિચન ગાર્ડન દ્વારા વિદ્યાર્થીઓમાં બાળપણથી ખેતી અંગે જાગરૂકતા આવશે
*****
નવી પેઢીમાં કૃષિ સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રત્યે સજાગતા કેળવવાના ઉમદા હેતુ સાથે આજે ભાવનગર જિલ્લામાં એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મતી નિમુબેન બાંભણીયાના વરદહસ્તે ભાવનગર જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ બાળપણથી જ ખેતીના મહત્વને સમજે તથા પ્રાકૃતિક કૃષિ અંગે જાગરૂકતા આવે તે માટે ભાવનગર તાલુકાની  સરતાનપર પ્રાથમિક શાળા ખાતે આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગરના સૌજન્યથી આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.
આ પ્રસંગે માનનીય રાજ્યપાલએ જણાવ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને જો તેઓ બાળપણથી જ ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીના મહત્વને સમજશે, તો ભવિષ્યનું ભારત વધુ તંદુરસ્ત બનશે. શાળા પરિસરમાં વિકસાવવામાં આવી રહેલા કિચન ગાર્ડનના માધ્યમથી વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે ગાય આધારિત ખેતી પદ્ધતિ, જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાની વિધિ વિશે પ્રાયોગિક જ્ઞાન મેળવશે અને પ્રાકૃતિક કૃષિ માટે સજાગ બનશે.
વિદ્યાર્થીઓમાં શ્રમનો મહિમા વધે અને તેઓ કિચન ગાર્ડનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મતી નિમુબેન બાંભણીયા દ્વારા શાળાના બાળકોને ખેતીના વિવિધ ઓઝારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાધનો મેળવીને વિદ્યાર્થીઓના ચહેરા પર અનોખો આનંદ જોવા મળ્યો હતો.
મહિલાઓ અને બાળકો માટે ભયમુક્ત ડિજિટલ ઇકોસિસ્ટમ
 બનાવવા ગુજરાત પોલીસે શરૂ કર્યું ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’
…………….
૨૮ દિવસીય રાજ્યવ્યાપી અભિયાન હેઠળ મહિલાઓ અને
 બાળકોની સુરક્ષા માટે સાયબર સેફ્ટી, જાગૃતિ અને ટેક્નોલોજી આધારિત પોલીસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે
…………….
રાજ્યમાં મહિલાઓ અને બાળકો ન માત્ર રસ્તાઓ પર સુરક્ષા અનુભવે પણ ઓનલાઇન અને સાયબરસ્પેશ પર પણ સુરક્ષાનો અનુભવ કરે તે માટે ગુજરાત પોલીસે રાજ્યભરમાં ૨૮ દિવસીય અભિયાન ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય સમગ્ર રાજ્યમાં સુરક્ષિત ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવાનો છે.
૧ જુલાઈથી ૨૮ જુલાઈ, ૨૦૨૬ સુધી ચાલનારા આ અભિયાનનો હેતુ સામુદાયિક જોડાણ, ટેક્નોલોજી આધારિત દેખરેખ, પીડિતો સુધી પહોંચ, સાયબર જાગૃતિ અને ઝડપી કાનૂની કાર્યવાહી દ્વારા મહિલાઓ અને બાળકોને સાયબર ક્રાઇમથી બચાવવાનો છે. ‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’ એ સાયબર ગુનાઓને રોકવા, ડિજિટલ પ્લેટફોર્મ પર લોકોનું રક્ષણ કરવા અને જનતાનો વિશ્વાસ વધારવા માટે રચાયેલ એક કેન્દ્રિત અને ઇન્ટેલિજન્સ-આધારિત પહેલ છે.
“આ ઓપરેશનનો ઉદ્દેશ્ય ડિજિટલ ઇકોસિસ્ટમમાં જાહેર સુરક્ષાને મજબૂત કરવાનો છે, ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે, જેઓ ઓનલાઇન શોષણ, સાયબરસ્ટોકિંગ, નાણાકીય છેતરપિંડી, આઇડેન્ટિટી થેફ્ટ અને અન્ય સાયબર-સંબંધિત ગુનાઓનો વધુને વધુ ભોગ બની રહ્યા છે. સીઆઈડી (ક્રાઈમ અને રેલવે)ના ડીજીપી  ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલા આ અભિયાનનો હેતુ સંભવિત પીડિતોની અગાઉથી ઓળખ કરવાનો, નાણાકીય નુકસાન અટકાવવાનો, સાયબર જાગૃતિ સુધારવાનો અને દરેક સ્તરે સંકલિત કાર્યવાહી દ્વારા પોલીસનો તાત્કાલિક હસ્તક્ષેપ સુનિશ્ચિત કરવાનો છે, તેમ CID ક્રાઈમ (મહિલા સેલ)નાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ  અજય ચૌધરીએ જણાવ્યું હતું.
આ અભિયાન ફિલ્ડ-લેવલ વેરિફિકેશન, પીડિતો સુધી પહોંચ, ડિજિટલ જાગૃતિ કાર્યક્રમો અને સાયબર ઇન્ટેલિજન્સ તથા એનાલિટિકલ સાધનોના અસરકારક ઉપયોગ દ્વારા મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત ઓનલાઇન વાતાવરણ બનાવવા પર વિશેષ ભાર મૂકે છે.
પોલીસ કર્મચારીઓને સંભવિત ભોગ બની શકે તેવા વ્યક્તિઓની ઓળખ કરવા, સાયબર ક્રાઇમ એલર્ટની ચકાસણી કરવા, સંભવિત પીડિતોનું કાઉન્સેલિંગ કરવા, નેશનલ સાયબર હેલ્પલાઇન દ્વારા તાત્કાલિક રિપોર્ટિંગની સુવિધા આપવા અને ગુનાઓની સમયસર નોંધણી અને તપાસ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જાગૃતિ ફેલાવવા અને નિવારક પગલાંને મજબૂત કરવા માટે આ અભિયાન બેંકો, ટેલિકોમ સેવા પ્રદાતાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન્સ (RWA), એનજીઓ (NGO) અને સામુદાયિક અગ્રણીઓ સાથેના સંકલનને પણ મજબૂત કરશે.
આ ઓપરેશનનું એક મુખ્ય લક્ષણ છે કે તેમાં ફિલ્ડ ઓફિસરો માટે સ્પષ્ટપણે જવાબદારીઓ, દેખરેખ પદ્ધતિઓ અને કામગીરીના સૂચકાંકો નક્કી કરાયા છે. નિવારણ, પ્રારંભિક હસ્તક્ષેપ અને ઝડપી પ્રતિસાદને પ્રાથમિકતા આપીને, આ પહેલ સાયબર ક્રાઇમ નાણાકીય, ભાવનાત્મક અથવા માનસિક નુકસાન પહોંચાડે તે પહેલાં જ તેને રોકવાનો પ્રયાસ કરે છે.
સ્થાનિક ‘શી ટીમ’ (SHE Teams) અને સમર્પિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો જાગૃતિ કાર્યક્રમો, સામુદાયિક પહોંચ અને લક્ષિત હસ્તક્ષેપ દ્વારા જમીની સ્તરે અમલીકરણનું નેતૃત્વ કરશે, જેથી મહિલાઓ, બાળકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ઓનલાઇન જોખમોને ઓળખવા અને તેનો સામનો કરવા માટે સજ્જ બને.
‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’ એ એક સુરક્ષિત, સર્વસમાવેશક અને વિશ્વસનીય ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવાની ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જ્યાં મહિલાઓ અને બાળકો સુરક્ષિત અને આત્મવિશ્વાસ સાથે ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે. ઇન્ટેલિજન્સ, ટેક્નોલોજી, જનભાગીદારી અને સક્રિય પોલીસિંગને જોડીને, આ પહેલનો ઉદ્દેશ્ય જવાબદાર ડિજિટલ વર્તનને પ્રોત્સાહન આપવા અને કાયદાના અમલીકરણમાં જનતાનો વિશ્વાસ મજબૂત કરવાની સાથે સાયબરસ્પેસને વધુ સુરક્ષિત બનાવવાનો છે.
‘ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ’
આ અભિયાનનું મુખ્ય સુત્ર છે, “જાગૃતિ દ્વારા સુરક્ષા, ટેક્નોલોજી દ્વારા તપાસ, કાયદા દ્વારા કાર્યવાહી અને જનસહયોગથી સુરક્ષિત ગુજરાત.”
અભિયાન અંતર્ગત રાજ્યવ્યાપી મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે:
• ૨૫ લાખ નાગરિકોને સાયબર સુરક્ષા અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે શિક્ષિત કરવા.
• ૨૦ લાખ વિદ્યાર્થીઓને ‘સાયબર સેફ્ટી પ્લેજ’ (સાયબર સુરક્ષાના શપથ) લેવા માટે પ્રોત્સાહિત કરવા.
• ૧૦,૦૦૦ શાળાઓ અને ૧,૫૦૦ કોલેજોમાં સાયબર જાગૃતિ કાર્યક્રમો યોજવા.
• ૧ લાખ કિશોરીઓને સાયબરસ્ટોકિંગ, ઓનલાઇન સતામણી, ડિજિટલ પ્રાઇવસી અને સુરક્ષિત ઇન્ટરનેટ વપરાશ અંગે જાગૃત કરવી.
• પરિવારો પોતાના બાળકોને ઓનલાઇન જોખમોથી બચાવી શકે તે માટે ૫,૦૦૦ વાલી જાગૃતિ સત્રો (પેરેન્ટલ અવેરનેસ સેશન્સ)નું આયોજન કરવું.
• મહિલાઓ અને બાળકોને સંલગ્ન પ્રત્યેક સાયબર ફરિયાદ પર ૨૪ કલાકની અંદર પ્રાથમિક પોલીસ કાર્યવાહી સુનિશ્ચિત કરવી.
સુજલામ સુફલામ જળ અભિયાન થકી ગુજરાતની જળ સંગ્રહશક્તિમાં ચાલુ વર્ષે
૨૦,૭૮૯ લાખ ઘન ફૂટનો વધારો થયો: પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણી
છેલ્લા ૮ વર્ષમાં રાજ્યના જળ સંગ્રહશક્તિમાં ૧,૩૮,૦૩૯ લાખ ઘન ફૂટનો વધારો
છેલ્લા આઠ વર્ષમાં કુલ ૧,૨૩,૬૩૫ જેટલા જળ સંચયના કામો
 થકી ૨૦૬.૭૩ લાખ માનવ દિન રોજગારી ઉત્પન્ન થઈ
************************
રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તરને ઊંચા લાવવા અને જળ સંચયનો વ્યાપ વધારવાના સંકલ્પ સાથે કાર્યરત સુજલામ સુફલામ જળ અભિયાન કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, ચાલુ વર્ષે સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલી કામગીરીના પરિણામે રાજ્યની જળ સંગ્રહશક્તિની ક્ષમતામાં ૨૦,૭૮૯ લાખ ઘન ફૂટનો વધારો થયો છે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા ૮ વર્ષના સુઆયોજિત આયોજનને કારણે ગુજરાતની કુલ જળ સંગ્રહશક્તિમાં ૧,૩૮,૦૩૯ લાખ ઘન ફૂટ જેટલો વધારો નોંધાયો છે. આ દરમિયાન કુલ ૧,૨૩,૬૩૫ જેટલા જળ સંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ ૨૦૬.૭૩ લાખ માનવ દિન રોજગારી ઉત્પન્ન થઈ છે.
જેમાં મુખ્યત્વે તળાવો ઊંડા કરવાના તેમજ નવા તળાવોના નિર્માણના ૩૯,૭૭૦ કામો, ચેકડેમ ડિસિલ્ટીંગના ૨૬,૮૭૩ કામો તથા ચેકડેમ રીપેરીંગના ૭,૮૧૦ કામોનો સમાવેશ થાય છે. પાણીના સુચારુ વિતરણ અને વહન માટે કુલ ૮૦,૭૯૩ કિલોમીટર લંબાઈ ધરાવતી નહેરો અને કાંસની સાફસફાઈના કામો પણ હાથ ધરાયા હતા તેમ તેમણે ઉમેર્યું હતું.
ચાલુ વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલા મુખ્ય પ્રકલ્પોની વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ ચાલુ વર્ષે ૨,૪૫૦ તળાવોને ઊંડા કરી જળાશયોની ક્ષમતા વધારવા, ૩,૬૬૧ ચેકડેમ ડિસિલ્ટીંગ એટલે કે તેમાંથી માટી-કાંપ દૂર કરવાના કામો અને ૧,૧૬૦ ચેકડેમ રીપેરીંગના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. પાણીના વહનને સુગમ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા ૬૨૬ કિલોમીટર લંબાઈની નહેરો અને ૧,૨૭૭ કિલોમીટર લંબાઈના કાંસોની સંપૂર્ણ સાફસફાઈ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે આ જળ અભિયાન માત્ર જળ સંચય પૂરતું મર્યાદિત ન રહેતા ગ્રામીણ અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. ચાલુ વર્ષના વિવિધ નહેરો, તળાવો અને ચેકડેમના કામો દ્વારા સ્થાનિક શ્રમિકો માટે અંદાજે ૨.૩૦ લાખ માનવદિનની રોજગારી ઊભી કરવામાં આવી છે.
પ્રથમ દિવસે રાજ્યભરની ૧૨ હજારથી વધુ
આરોગ્ય સંસ્થાઓમાં ૧.૩૬ લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ
—–
અંદાજે ૪,૬૭૪ જેટલી વિવિધ વસ્તુઓ જેવી કે, ફર્નિચર, એમ્બ્યુલન્સ,
સરકારી વાહન અને તબીબી ઉપકરણોનું સમારકામ કરવામાં આવ્યું
—–
રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને સલામત આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી આજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS, ઓડિટોરિયમ ખાતેથી “નમો સ્વચ્છતા અભિયાન”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાન તા. ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં વેગવંતું ચલાવવામાં આવશે.
આ મહાઅભિયાન અંતર્ગત આજે રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ ૧૨,૦૦૦ થી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ અભિયાનના પ્રથમ દિવસે જ અંદાજે ૪,૬૭૪ જેટલી વસ્તુઓ જેવી કે લાકડા/લોખંડના ફર્નિચર – ખુરશી, ટેબલ, બારી, બારણા, કબાટ, લોકર, પલંગ વગેરે, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક રીપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યભરની આરોગ્ય સંસ્થાઓમાંથી કુલ ૧,૩૬,૦૦૦ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ છે. જેમાં મુખ્યત્વે ભંગાર ફર્નિચર, જૂની એમ્બ્યુલન્સ/વાહનો, આઈ.ટી. અને તબીબી ઉપકરણો તેમજ તમામ લીનન વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓનો નિયમોનુસાર અને સમયબદ્ધ રીતે નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં
આવી છે.
આ અભિયાન હેઠળ મુખ્યત્વે હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ/ભંગાર/જંક અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય નિકાલ, બિલ્ડીંગ તથા કેમ્પસની સઘન સાફ-સફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પાઈપલાઈનનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી, ફર્નિચરનું સમારકામ, માઈનર સીવીલ વર્કસ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીઓ હાથ ધરાઈ છે, તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે.
પ્રથમ દિવસે રાજ્યભરની ૧૨ હજારથી વધુ
આરોગ્ય સંસ્થાઓમાં ૧.૩૬ લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ
—–
અંદાજે ૪,૬૭૪ જેટલી વિવિધ વસ્તુઓ જેવી કે, ફર્નિચર, એમ્બ્યુલન્સ,
સરકારી વાહન અને તબીબી ઉપકરણોનું સમારકામ કરવામાં આવ્યું
—–
રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને સલામત આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી આજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS, ઓડિટોરિયમ ખાતેથી “નમો સ્વચ્છતા અભિયાન”નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાન તા. ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં વેગવંતું ચલાવવામાં આવશે.
આ મહાઅભિયાન અંતર્ગત આજે રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ ૧૨,૦૦૦ થી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ અભિયાનના પ્રથમ દિવસે જ અંદાજે ૪,૬૭૪ જેટલી વસ્તુઓ જેવી કે લાકડા/લોખંડના ફર્નિચર – ખુરશી, ટેબલ, બારી, બારણા, કબાટ, લોકર, પલંગ વગેરે, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી ઉપકરણોનું સફળતાપૂર્વક રીપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યભરની આરોગ્ય સંસ્થાઓમાંથી કુલ ૧,૩૬,૦૦૦ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ છે. જેમાં મુખ્યત્વે ભંગાર ફર્નિચર, જૂની એમ્બ્યુલન્સ/વાહનો, આઈ.ટી. અને તબીબી ઉપકરણો તેમજ તમામ લીનન વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓનો નિયમોનુસાર અને સમયબદ્ધ રીતે નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં
આવી છે.
આ અભિયાન હેઠળ મુખ્યત્વે હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ/ભંગાર/જંક અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય નિકાલ, બિલ્ડીંગ તથા કેમ્પસની સઘન સાફ-સફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પાઈપલાઈનનું જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર અને ઈલેક્ટ્રિકલ સેફ્ટી, ફર્નિચરનું સમારકામ, માઈનર સીવીલ વર્કસ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીઓ હાથ ધરાઈ છે, તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે.
પ્રાકૃતિક ખેતીના શિક્ષણ અંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
બી.એસસી. (ઓનર્સ) નેચરલ ફાર્મિંગ ડિગ્રીને હવે મળશે બી.એસસી.
 (ઓનર્સ) એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા: પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણી
***********
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ હવે રાજ્યની
કૃષિ યુનિવર્સિટીઓના ડિગ્રી અભ્યાસક્રમ સમકક્ષ ગણાશે
***********
મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સમાન તકો ઉપલબ્ધ કરાવવા માટે આજે કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા “બી.એસસી (ઓનર્સ) નેચરલ ફાર્મિંગ” અભ્યાસક્રમને રાજ્યની અન્ય કૃષિ યુનિવર્સિટીઓમાં ચાલતા “બી.એસસી. (ઓનર્સ) એગ્રીકલ્ચર” અભ્યાસક્રમ સમકક્ષ માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય સ્તરે જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતે પણ પ્રાકૃતિક ખેતીના અમલીકરણમાં સમગ્ર દેશમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે પ્રાકૃતિક ખેતીના શિક્ષણને પણ સમાન મહત્વ અને માન્યતા આપવાનો રાજ્ય સરકારનો આ નિર્ણય ખેડૂતો અને યુવાનો બંને માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.
આ સમકક્ષતા અંગે વિસ્તૃત માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા નિયત કરાયેલા ધોરણો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ તેમજ છઠ્ઠી ડીન કમિટીની ભલામણોના આધારે બંને અભ્યાસક્રમોના માળખા, ક્રેડિટ સિસ્ટમ, અભ્યાસક્રમ, પ્રાયોગિક તાલીમ અને શૈક્ષણિક લાયકાતનું વિગતવાર અને ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
પ્રાકૃતિક ખેતીનો આ અભ્યાસક્રમ સંપૂર્ણપણે ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને “બેક ટુ બેઝિક્સ”ના અભિગમ પર આધારિત છે, જેમાં પ્રકૃતિ આધારિત ખેતી, દેશી જ્ઞાન પરંપરા, દેશી બિયારણ, ગાય આધારિત કૃષિ પદ્ધતિ, સ્થાનિક સંસાધનોના મહત્તમ ઉપયોગ અને ટકાઉ કૃષિને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
આ નિર્ણયથી પ્રાકૃતિક ખેતીમાં ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એક નવી આશા, ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થશે.
પ્રાકૃતિક ખેતી એ માત્ર એક ખેતી પદ્ધતિ નથી, પરંતુ જમીન, પાણી, પર્યાવરણ અને માનવ આરોગ્યના સંરક્ષણ સાથે ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી આત્મનિર્ભર કૃષિ તરફ દોરી જતો સંપૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ છે. ટીબી મુક્ત ભારત અભિયાન: કેન્દ્ર સરકારના અહેવાલમાં
ગુજરાત દેશભરમાં અગ્રેસર : પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણી
********
વર્ષ ૨૦૧૫ની સરખામણીએ વર્ષ ૨૦૨૩માં ટીબીના નવા દર્દીઓમાં ૩૪% અને મૃત્યુદરમાં ૩૭%નો નોંધપાત્ર ઘટાડો
********
ગુજરાત વર્ષ ૨૦૨૫માં “સ્ટેટ્સ વીથ મોસ્ટ ઈમ્પ્રુવમેન્ટ” શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ
**********
ગુજરાતે દેશમાં સૌથી ઓછું ટીબીનું ભારણ ધરાવતા રાજ્યોમાં છઠ્ઠો તથા મોટા રાજ્યોમાં ચોથો ક્રમ હાંસલ કર્યો
**********
નિ-ક્ષય પોષણ યોજના હેઠળ વર્ષ ૨૦૨૫ દરમિયાન ૧,૦૫,૨૩૮ ટીબી દર્દીઓને રૂ. ૫૭.૬૦ કરોડની આર્થિક સહાય
**********
વર્ષ ૨૦૨૫માં રાજ્યની ૩,૯૭૧ ગ્રામ પંચાયતોએ ‘ટીબી મુક્ત પંચાયત’નો દરજ્જો પ્રાપ્ત થયો
**********
કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૫ની સરખામણીએ વર્ષ ૨૦૨૩માં ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓના દરમાં ૩૪% અને ટીબીના કારણે થતા મૃત્યુદરમાં ૩૭%નો ઘટાડો નોંધાયો છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતે વર્ષ ૨૦૨૫માં “સ્ટેટ્સ વીથ મોસ્ટ ઈમ્પ્રુવમેન્ટ” શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના મહત્વાકાંક્ષી ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પ્રવક્તા મંત્રીએ આ અંગે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત સરકારના અદ્યતન અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૪ દરમિયાન ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓનો અંદાજિત દર પ્રતિ એક લાખ વસ્તીએ ૧૮૬ નોંધાયો છે. જેના આધારે ગુજરાતે દેશના સૌથી ઓછું ટીબીનું ભારણ ધરાવતા રાજ્યોમાં છઠ્ઠો ક્રમ તથા મોટા રાજ્યોમાં ચોથો ક્રમ હાંસલ કર્યો છે.
ચાલુ વર્ષની કામગીરીની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે, જાન્યુઆરીથી મે–૨૦૨૬ દરમિયાન ભારત સરકાર દ્વારા પ્રો-રેટા મુજબ નિર્ધારિત *૫૮,૩૩૩ના લક્ષ્યાંક સામે રાજ્યમાં ૫૭,૩૩૪  એટલે કે ૯૮.૩૦% ટીબીના દર્દીઓને શોધી* સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. જેમાંથી, *૫૦,૯૨૮ એટલે કે, ૯૧% દર્દીઓ ટૂંકા ગાળામાં જ રોગમુક્ત થયા* છે.
આ ઉપરાંત ભારત સરકાર દ્વારા તા. ૨૪ માર્ચ, ૨૦૨૬થી શરૂ કરાયેલ ‘ટીબી મુક્ત ભારત અભિયાન – ૧૦૦ દિવસ ઝુંબેશ’ અંતર્ગત *રાજ્યના ૫,૦૧૨ ઉચ્ચ જોખમ ધરાવતા ગામોમાં ઘરે-ઘરે જઈ ટીબી સર્વેલન્સ* હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન દરમિયાન *૨૩.૩૮ લાખ વ્યક્તિઓનું ટીબી સ્ક્રીનિંગ, ૧૫.૦૪ લાખ વ્યક્તિઓની એક્સ-રે તપાસ, ૫.૦૫ લાખ વ્યક્તિઓની સચોટ NAAT તપાસ તથા ૩૨,૩૭૭ નવા ટીબી દર્દીઓનું નિદાન કરી સારવાર શરૂ* કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, નિ-ક્ષય પોષણ યોજના હેઠળ વર્ષ ૨૦૨૫ દરમિયાન ૧,૦૫,૨૩૮ ટીબી દર્દીઓને રૂ. ૫૭.૬૦ કરોડની આર્થિક સહાય કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ જનપ્રતિનિધિઓ, પંચાયતી રાજ સંસ્થાઓ, કોર્પોરેટ ક્ષેત્ર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ નિક્ષય મિત્ર તરીકે જોડાયા છે. *રાજ્યમાં અત્યાર સુધી ૩૦,૯૯૨ નિ-ક્ષય મિત્રો નોંધાયેલા* છે, જેમણે *દર્દીઓને ૫,૫૦,૧૮૪ પોષણ કિટોનું વિતરણ* કર્યું છે.
વર્ષ ૨૦૨૫ દરમિયાન *રાજ્યની ૩,૯૭૧ ગ્રામ પંચાયતોએ ‘ટીબી મુક્ત પંચાયત’નો દરજ્જો પ્રાપ્ત કર્યો* છે, જે રાજ્યની કુલ ગ્રામ પંચાયતોના ૨૭% જેટલો હિસ્સો થાય છે.
રાજ્યમાં 18 વર્ષ સુધીના દરેક બાળકનો બનશે ‘હેલ્થ પાસપોર્ટ’
***
Ø  992 મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા દર વર્ષે 1.89 કરોડ બાળકો (0-18)નું ચેકઅપ કરીને તૈયાર કરવામાં આવશે ‘હેલ્થ પાસપોર્ટ’
Ø  જન્મથી 18 વર્ષ સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી, બીમારીઓ (4D)નું ટ્રેકિંગ અને પોષણનું સ્તર હવે એક જ ડોક્યુમેન્ટમાં
Ø  5 વર્ષ સુધીના અને શાળાએ ન જતા બાળકોનું કાર્ડ PHC મેડિકલ ઑફિસર, જ્યારે વિદ્યાર્થીઓનું કાર્ડ શાળાના પ્રિન્સિપાલ દ્વારા રિન્યૂ કરવામાં આવશે
***
  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, ‘સ્વસ્થ ભારત’ના નિર્માણ માટે ‘સ્વસ્થ બાળપણ’ સૌથી મહત્વપૂર્ણ આધાર છે. ગુજરાત વડાપ્રધાનના આ વિઝનને સાકાર કરવાની દિશામાં મજબૂત કામગીરી કરી રહ્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે બાળકો તથા કિશોર-કિશોરીઓ માટેની હેલ્થકેર સુવિધાઓને વધુ સ્માર્ટ, સસ્ટેનેબલ અને ફેમિલી તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવવા માટે ‘હેલ્થ પાસપોર્ટ’ની પહેલ હાથ ધરી છે.
સ્કૂલ હેલ્થ – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) હેઠળ હવે ગુજરાતમાં જન્મથી 18 વર્ષ સુધીના દરેક બાળકનો પોતાનો એક હેલ્થ પાસપોર્ટ હશે. આ કોઈ સામાન્ય હેલ્થ કાર્ડ નહીં હોય, પરંતુ બાળકના જન્મથી લઈને કિશોરાવસ્થા સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી દર્શાવતું એક પ્રમાણભૂત દસ્તાવેજ હશે. ઉલ્લેખનીય છે કે, આ રાજ્યવ્યાપી કાર્યક્રમની શરૂઆત 27 જૂન, 2026ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
*1.89 કરોડ બાળકો પાસે હશે પોતાનો ‘હેલ્થ પાસપોર્ટ’, 992 મોબાઇલ ટીમો કરશે તૈયાર*
ગુજરાતમાં SH-RBSK હેઠળ દર વર્ષે લગભગ 1.89 કરોડ બાળકોનું હેલ્થ ચેકઅપ 992 મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા કરવામાં આવે છે. હાલમાં આ ચેકઅપ્સનો રેકોર્ડ ડિજિટલ પોર્ટલ પર તો ઉપલબ્ધ છે, પરંતુ માતા-પિતા અથવા બાળકો પાસે એવું કોઈ સુવિધાજનક ડોક્યુમેન્ટ ઉપલબ્ધ નથી, જેનો ઉપયોગ તેઓ નિયમિત રૂટિન ચેકઅપ, સારવાર અથવા ફોલો-અપ માટે સરળતાથી કરી શકે. પ્રસ્તાવિત ‘હેલ્થ પાસપોર્ટ’ બાળકોના મેડિકલ રેકોર્ડ્સને એક સિસ્ટમેટિક અને સરળ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે.
*હેલ્થ પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા સરળ હશે, સ્ક્રીનિંગ સ્થળ પર જ મળશે પાસપોર્ટ, વધારાના દસ્તાવેજોની જરૂર નહીં પડે*
વાલીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને હેલ્થ પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. બાળકોનો ‘હેલ્થ પાસપોર્ટ’ બનાવવા માટે માતા-પિતાએ કોઈ વધારાના દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં. SH-RBSKની મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા આંગણવાડી, શાળા, મદરેસા, ગુરુકુલ અને સ્પેશિયલ સ્કૂલોમાં બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે. સ્ક્રીનિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ પર ડેટા એન્ટ્રી બાદ બાળકોને આ હેલ્થ પાસપોર્ટ સ્થળ પર જ આપવામાં આવશે. એટલું જ નહીં, તે સરળતાથી રિન્યૂ પણ થઈ જશે. 5 વર્ષ સુધીના બાળકો અથવા શાળાએ ન જતા બાળકોના હેલ્થ પાસપોર્ટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના મેડિકલ ઓફિસર (MO) દ્વારા દર વર્ષે રિન્યૂ કરવામાં આવશે. જ્યારે, વિદ્યાર્થીઓના કાર્ડ શાળાના પ્રિન્સિપાલ દ્વારા રિન્યૂ કરવામાં આવશે.
*જન્મથી 18 વર્ષ સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી, બીમારીઓ (4D)નું ટ્રેકિંગ અને પોષણનું સ્તર હવે એક જ ડોક્યુમેન્ટમાં*
આ હેલ્થ પાસપોર્ટ દરેક બાળકની પર્સનલ મેડિકલ હિસ્ટ્રી રજૂ કરતું એક માસ્ટર ડોક્યુમેન્ટ હશે. તેમાં બાળકની મૂળભૂત વિગતો સાથે જન્મથી 18 વર્ષની ઉંમર સુધીના હેલ્થ ચેકઅપનો સંપૂર્ણ રેકોર્ડ નોંધવામાં આવશે. આ ઉપરાંત, સ્કૂલ હેલ્થ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) હેઠળની ચાર મુખ્ય કેટેગરી (4D) એટલે કે જન્મજાત ખામીઓ, બીમારીઓ, પોષણની ઉણપ અને વિકાસમાં વિલંબ અથવા વિકલાંગતા સંબંધિત સંપૂર્ણ અપડેટ પણ તેમાં હશે. એટલું જ નહીં, બાળકની શારીરિક-માનસિક વૃદ્ધિ અને વિકાસ, પોષણનું સ્તર, રેફરલ સર્વિસીસ, પોષણ અને સ્વાસ્થ્ય સંબંધિત ટિપ્સ, જીવનશૈલી અંગેની સલાહ તેમજ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ આ પાસપોર્ટમાં હશે. સરળ શબ્દોમાં કહીએ તો, પરિવારને બાળકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક નાની-મોટી માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ થશે.
આ પહેલની સૌથી મુખ્ય વિશેષતા તેનું ડિજિટલ ઇન્ટિગ્રેશન છે. હેલ્થ પાસપોર્ટની ફિઝિકલ કૉપી માતા-પિતા પાસે જ સુરક્ષિત રહેશે, પરંતુ તેને SH-RBSK ડિજિટલ પોર્ટલ સાથે સંપૂર્ણ રીતે સંકલિત કરવામાં આવશે, જેથી ડેટા મેનેજમેન્ટ સરળ અને સુવ્યવસ્થિત રહે. જો કોઈ કારણોસર ફિઝિકલ હેલ્થ પાસપોર્ટ ખોવાઈ જાય અથવા ખરાબ થઈ જાય, તો નવો હેલ્થ પાસપોર્ટ મોબાઇલ હેલ્થ ટીમની મદદથી મેળવી શકાશે. ગુજરાત સરકાર દ્વારા બાળકો માટે પ્રસ્તાવિત આ ‘હેલ્થ પાસપોર્ટ’નો હેતુ માત્ર મેડિકલ ફાઇલો તૈયાર કરવાનો નથી, પરંતુ માતા-પિતાને બાળકોના હેલ્થ મેનેજમેન્ટમાં એક સક્રિય ભાગીદાર બનાવવાનો છે. આનાથી બાળકો, માતા-પિતા અને હેલ્થકેર સિસ્ટમ વચ્ચે વધુ મજબૂત જોડાણ બનશે.
ગુજરાત પોલીસે માત્ર ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધ્યા
***************************
ઓપરેશન મિલાપની સફળતા બાદ વધુ ૧૦ દિવસ વિશેષ ઝુંબેશ ચલાવાઈ
***************************
વડોદરાના એક પરિવાર માટે પાંચ મહિનાનો સમય કપરો રહ્યો. 14 વર્ષની દીકરી ગુમ થઈ ગઈ. પરિવાર વ્યાકુળ હતો. ત્યારે ગુજરાત પોલીસ તેની મદદે આવી. ગુજરાત પોલીસે 1,200 કિલોમીટર દૂર કર્ણાટકમાં જઈ સગીર બાળકીને હેમખેમ ઘરે પરત લાવી પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું.
નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના લોકોને શોધીને તેમના પરિવારો સાથે મિલન કરાવવા માટેની ઓપરેશન મિલાપ નામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરુ કરી હતી. આ ઝુંબેશને વધુ 10 દિવસ લંબાવવામાં આવી. ત્યારે આ તબક્કામાં ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા બાળકો અને પુખ્તવયનાં વ્યક્તિઓને શોધવામાં સફળતા મળી.
બાળકી ૧૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ વડોદરાના છાણી વિસ્તારમાંથી ગુમ થઈ હતી. સ્થાનિક પોલીસે મહિનાઓ સુધી તપાસ કરી. સફળતા ન મળતાં આ કેસ વડોદરા એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપાયો.
ટેકનિકલ સર્વેલન્સ અને ઈન્ટેલિજન્સ ઈનપુટ્સનો ઉપયોગ કરીને, તપાસકર્તાઓએ આરોપી સુનિલકુમાર કેસરીસિંહ બારીયાને કર્ણાટકના શિવમોગાથી શોધી કાઢ્યો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સગીર બાળકીને ફોસલાવીને લઈ ગયો હતો. આરોપીએ જયપુરમાં પૂજારીનો કોર્સ પૂરો કરી નવું નામ ધારણ કરી લીધું. અને શિવમોગાના એક જૈન મંદિરમાં પૂજારી તરીકેની નોકરી શરુ કરી.ત્યાં તેણે બાળકીને પોતાની પત્ની હોવાની ખોટી ઓળખ આપી ગોંધી રાખી હતી.
તપાસ માટે એક મહિલા પોલીસ અધિકારી સહિત વડોદરા AHTUની પાંચ સભ્યોની ટીમ કર્ણાટક પહોંચી હતી અને સ્થાનિક પોલીસના સહયોગથી, ભારે વરસાદ વચ્ચે પણ બે દિવસ સુધી મંદિર પર ચાંપતી નજર રાખી. ત્રીજા દિવસે સવારે આશરે ૪ વાગ્યે જ્યારે આરોપી મંદિરે આવ્યો ત્યારે તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે બાળકી ક્યાં છે તેનો ખુલાસો કર્યો. માહિતીનાં આધારે પોલીસે બાળકીને સુરક્ષિત રીતે બચાવીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું..
ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (વુમન સેલ, સીઆઈડી ક્રાઈમ),  અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, “એક મહિનાના ઓપરેશન મિલાપની સફળતા બાદ, અમે આ ઝુંબેશને વધુ ૧૦ દિવસ માટે લંબાવી હતી અને ૫૦૦ ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના લોકોને સફળતાપૂર્વક શોધીને તેમના પરિવારો સાથે મેળવ્યા છે. આ લંબાવવામાં આવેલું અભિયાન ૧૨ જૂનથી ૨૧ જૂન દરમિયાન ચલાવવામાં આવ્યું હતું.”
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ, ૭ મે થી ૫ જૂન દરમિયાન, ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન મિલાપ દરમિયાન ૮૫૭ મહિલાઓ અને ૨૩૪ સગીર બાળકીઓ સહિત ૧,૪૭૮ ગુમ થયેલા નાગરીકોને શોધી કાઢ્યા હતા.
માત્ર ૧૦ દિવસની આ લંબાવેલી ઝુંબેશ દરમિયાન, ગુજરાત પોલીસે વધુ ૫૦૦ ગુમ થયેલા નાગરીકોને શોધીને તેમના પરિવારો સાથે મિલન કરાવ્યું હતું, જેમાં ૨૮૮ મહિલાઓ, ૮૮ બાળકીઓ, ૨૧ છોકરાઓ અને ૧૦૩ પુરુષોનો સમાવેશ થાય છે. જેનાથી ૫૦૦ પરિવારોના જીવનમાં અંધકાર દુર થયો, નવી રોશની આવી.