[:gj]ઘાસ દૂર કરવાની દવા છાંટી તો પાક બળી ગયો, તપાસ શરૂં [:]

[:gj]પોરબંદરના માંડવા ગામે જમીન પર ઘાસ ન ઉગે તે માટે દવા છાંટવામાં આવતાં આપસાસનો 200 એકજ ખેતરમાં પાક બળી જઈને સુકાઈ ગયો છે. સામાન્ય રીતે મજૂરની અછત હોય તો ફ્લુક્લોરાલીન અથવા પેન્ડીમીથાલીન જમીન પર ઘાસ ન ઊગે તે માટે છાંટવામાં આવે છે. પાક ઊગે ત્યારે 20 દિવસ પછી ક્વીઝાલોફોપ અથવા ઈમીઝેથાપાયર દવા નિંદામણ દૂર કરવા છાંટવામાં આવે છે. જેની જલદ અસર થતી નથી. પણ કુતિયાણા તાલુકાના માંડવા ગામે ગ્રામપંચાયતના સભ્ય દ્વારા ગૈાચરની જમીનમાં હાઈટેક દવાનો છંટકાવ કરતા આસપાસની 200 એકર ખેતીની જમીનમાં પથરાયેલા કપાસનો પાક બળીને ખાખ થઈ ગયો છે. આથી ગ્રામપંચાયતના ૩ સભ્યોની સામે રૂ.10 લાખના નુકસાનની પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે કૃષિ વિભાગે તપાસ શરૂ કરી છે કે જે વનસ્પતિ નાશક કેમિકલ વાપરવામાં આવ્યું છે તે પ્રતિબંધિત છે કે કેમ. કારણ કે ઘાસ ન થાય તે માટે આવી જલદ દવા બનાવીને વાપરવાની મંજૂરી કોઈ કંપનીને આપી નથી.

ગ્રામપંચાયતની માલિકીની ગૌચરની જમીનનો છેલ્લા બે વર્ષથી વિવાદ ચાલે છે. કારણ કે ગ્રામપંચાયતના સભ્ય વરજાંગ ભીમા વરૂએ પેશકદમી કરી છે. છેલ્લા વર્ષથી આ જમીનમાં ઘાસને બાળવા માટે જલદ  દવાનો છંટકાવ કરવામાં આવે છે. આ દવા એટલી બધી ભયાનક છે કે, આ દવાની અસર ૩ કિલો મીટર સુધી જોવા મળે છે. દવાની અસર એક મહિના સુધી રહે છે. ગત વર્ષો દવા છાટવાને કારણે 100 એકરમાં ખેડુતોને નુકશાન થયું હતું અને પાક નિષ્ફળ ગયો હતો.  આ શખ્સ ગ્રામપંચાયતના સભ્ય હોવાને કારણે આ વર્ષો પણ એ દવા લીધી હતી. પરંતુ આસપાસના ખેડુતોએ વિરોધ કર્યો હતો. ખેડુતોએ લેખીતમાં ખેતીવાડી અધિકારીને આવી દવા પર પ્રતિબંધ લગાડવાની માંગણી કરી હતી. ઉપરાંત માથાભારે સભ્યનું ગ્રામપંચાયતનું સભ્યપદ રદ કરવાની માંગ કરી હતી.

ખેડૂતો કહે છે કે, રાજ્યમાં ગૌચરની જમીન ઘટવા લાગી છે ત્યારે અહીં દબાણ કરીને આસપાસના ખેડૂતોનો પાક સાફ કરી નાંખવામાં આવી રહ્યો છે. 20 માર્ચ 2018ના દિવસે સરકારે વિધાનસભામાં જાહેર કર્યું હતું કે, બે વર્ષમાં 129 ગામડામાં ગૌચર ગાયબ થયા છે. આમ રાજ્યમાં 31 જિલ્લામાં 2754 ગામડાં ગૌચર વગરનાં છે. 2015માં ગૌરચ વગરના 2625 ગામડાં હતા જે બે વર્ષમાં વઘીને 2754 થયાં છે . સૌથી વધારે છોટાઉદેપુર જિલ્લામાં 318 ગામડાં ગૌચર વગરના છે. તેના જેવી હાલત પોરબંદર જિલ્લાની થઈ રહી છે.[:]