વડોદરા સેન્ટ્રલ જેલમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. કેદીઓ પાસેથી ઝડપાતા મોબાઈલ ફોનની તપાસ રાવપુરા પોલીસ પાસેથી આંચકી લઈને ક્રાઈમ બ્રાન્ચને સોંપાતાની સાથે જ આ કોલ સેન્ટર પકડાયું છે.
વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડમાં સજા પામેલો 45 વર્ષની ઉંમરનો કેદી સલીમ જર્દા સેન્ટ્રલ જેલમાં એક કે બે નહીં પરંતુ ૨૧ મોબાઈલ ફોન રાખતો હતો. આ ફોનથી તે જેલમાં બેસીને જ ‘કોલ સેન્ટર’ ચલાવતો હતો. કેદીઓ તેની પાસે બહાર ફોન કરવા માટે આવતાં હતા. જેમાં ગુનાખોરી કે દેશ વિરોધ ફોન પણ થયા હોઈ શકે છે.
મોબાઇલ ગોધરાથી આવેલા સોએબ અબ્દુલ રજાક સમોલ (રહે.મુસ્લિમ સોસાયટી, વેજલપુર, ગોધરા)એ પહોંચાડયા હોવાની વિગતો ખૂલતાં ગોધરામાં તપાસ કરી સોએબની ધરપકડ કરી છે.
એસ.ટી.ડી. પી.સી.ઓ. ચલાવતો હતો. થોડા સમય પહેલાં જ પોલીસે જેલમાંથી કાર્યરત ૨૪ સીમકાર્ડ રદ કરવા માટે જિઓ કંપનીને જાણ કરી હતી.
ગુજરાતની જેલો સલામત નથી ત્યાં ગુજરાત કઈ રીતે સલામત હોઈ શકે એવો સવાલ વિજય રૂપાણીની સામે થઈ રહ્યો છે.
એક મિનિટનો 100 રૂપિયા ચાર્જ
જેલમાંથી ફોન પર એક મિનિટ વાત કરવાનો ચાર્જ 100 રૂપિયા લેતો હતો. સલીમ જર્દાના 21 મોબાઈલ ફોન 24 કલાક કેદીઓની વચ્ચે ફરતા હતા અને એક અઠવાડિયાનું ફોન વાપરવાનું ભાડું રૂપિયા 200 વસૂલતો હતો. ત્યારે આરોપી સલીમ જર્દાની બીજા 4 ગુનામાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે.
 ગુજરાતી
 ગુજરાતી English
 English