ગાંધીનગરમાં આવેલી ટીચર યુનિવર્સીટી (ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન) છેલ્લા અઠવાડીયાથી કેટલાક દિશાવિહીન યુવાનોના લીધે અજંપા ભરી પરીસ્થિતિ ઉભી થયેલ છે. 500 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પર આવ્યા હતા અને વિદ્યાર્થીનઓને ગાળો આપી અને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. બાનમાં લીધા હોય તેવો એક માહોલ ઊભો થયો હતો.
આ ઘટના બાદ 25 જાન્યુઆરી 2018માં સવારથી સાંજ સુધી યુનિવર્સીટીના કુલપતિ અને ભાજપના આગેવાન શશીરંજન યાદવની આગેવાનીમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસના ઉપવાસ યુનિવર્સીટીના કેમ્પસ ખાતે કરશે.
જવાબ આપવા ઈન્કાર
કેટલાંક વિદ્યાર્થીઓએ આરટીઆઈ કરી હતી જેનો જવાબ આપવામાં આવતો ન હોવાથી અને યુનિવર્સિટીના કુલપતિ ભાજપના નેતા હોવાથી યુનિવર્સિટી રાજકીય અખાડો બની હોવાના આરોપો શસીરંજન યાદવ પર લગાવવામાં આવ્યા છે. તેથી વિદ્યાર્થીઓ અને કુલપતિ સામ સામે આવી ગયા છે.
શિક્ષક યુનિવર્સિટીએ શું કર્યું
ગુજરાતની પ્રજા આજ સુધી જાણી શકી નથી કે ગાંધીનગરમાં આવેલી ટીચર યુનિવર્સિટી શું કામ કરી રહી છે. તેમની કામગીરી અંગે ક્યારેય ચિંતા કરવામાં આવી નથી. ખરેખર તો કુલપતિએ સારા શિક્ષકો કેમ તૈયાર થાય તે માટે ઉપવાસ પર ઉતરવાની જરૂર હતી. પણ થોડા વિદ્યાર્થી જવાબ માંગે અને ન આપે ત્યારે ધમાલ કરે છે. ગુજરાત યુનિવર્સિટીમાં ભાજપના જ નેતાઓ ધમાલ કરવા માટે જાણીતા હતા. તેઓ આજે સરકારમાં બેઠા છે. હવે જ્યારે વિદ્યાર્થીઓ જવાબ માંગી રહ્યાં છે. કોન્ટ્રાક્ટ ન આવતાં કેટલીક આરટીઆઈ કરી હતી. 200 છોકરાઓ શિક્ષક તરીકે કામ કરે છે. 200 છોકરાઓ માટે જ આ યુનિવર્સિટી ચાલી રહી છે.
રાજકીય અખાડો બની
ગુજરાત રાજ્યની ભાજપ સરકારે શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ તેમની પેઢી સમજીને વર્તવાનું શરુ કરી દીધું હતું. તેનું આ પરિણામ માનવામાં આવે છે. માત્ર ટીચર યુનિવર્સિટી જ નહીં પણ અન્ય યુનિવર્સિટીઓમાં ભાજપના નેતાઓને કુલપતિ બનાવી દેવામાં આવ્યા હતા.
ભાજપ આઇટી સેલ અને મિડિયા સેલના ડૉ.શશિરંજન યાદવને પહેલાં કચ્છ યુનિવર્સટીના કુલપતિ બનાવાયા બાદ હાલ ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન’ના કુલપતિ છે.
‘મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી’ ના કુલપતિ પદે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના ભાઈ ગિરીશ વાઘાણીની વરણી રાજ્ય સરકારે કરી હતી.
ગુજરાતની યુનિવર્સિટીઓ રાજકારણના અડ્ડા બની ચુકી છે અને ‘ભાઈ-ભત્રિજા વાદ’ કે ‘પારિવારિક રાજકારણ’ સામે જંગના દંભી નારા પોકારતી ભાજપાએ તેમના મળતિયાઓને જ કુલપતિના પદો લ્હાણીની જેમ વહેંચી દીધા છે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યા ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાના સગા હોવાના નાતે પદ પર પહોંચ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના ઉપ કુલપતિ પદે ભાજપના નેતા અને અમદાવાદના પૂર્વ મેયર ડૉ. મુકુલ શાહને બેસાડાયા હતા. હવે મુકુલ શાહને ‘ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઇબલ યુનિવર્સિટી’ (અમરકંટક, મધ્યપ્રદેશ)ના વાઇસ-ચાન્સલર બનાવી દેવાયા છે.
‘વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી’ના કુલપતિ તરીકે શિવેન્દ્ર ગુપ્તા અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. શિરીષ કુલકર્ણીને લાયકાત ધરાવતા ન હોવા છતાં કુલપતિ બનાવી દેવાયા હતા.
ભારતની પ્રથમ કેશલેશ યુનિવર્સિટી
નાણાંકિય વ્યવહારોની કામગીરીને ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન રાજ્યની પ્રથમ કેશલેશ યુનિવર્સિટી બની હતી. પણ યુનિવર્સિટીનું કામ શિક્ષકો તૈયાર કરવાનું છે. પણ ગુજરાતમાં શિક્ષકો તૈયાર કરતી 13 બીએડ કોલેજો બંધ કરી દેવી પડી છે. 29 બીએડ કોલેજને બંધ કરી દેવા માટે નોટિસ આપવામાં આવી હતી. તે અંગે ચિંતા કરવામાં આવી નથી.