જાફરાબાદનાં ટીંબી ખાતે ડ્રગ્ઝ અધિકારીનાં આગમનથી તમામ મેડિકલ સ્ટોર ધડાધડ બંધ થઈ ગયા હતા.
મેડિકલ સ્ટોરમાં ગેરરીતિ ચાલે છે. ટીંબી ખાતે અમરેલી આરોગ્યનાં ડ્રગ્ઝઈન્સ્પેકટરે મેડીકલ સ્ટોરનાં ચેકીંગ માટે આવતા જ ટીંબી ગામનાં તમામ મેડીકલ સ્ટોર બંધ કરીને ઘરભેગા થઈ જતાં આમ જનતામાં લોકો વિમાસણમાં પડી ગયા છે. જયારે અમરેલીથી આવેલા ડ્રગ્ઝ ઈન્સ્પેકટરે બંધ કરીને જતા રહેલા મેડીકલ સ્ટોરનાં ફોટા પાડીને સાથે લઈ ગયાનાં સમાચાર મળી રહૃાા છે. જયારે ચર્ચાઓ એવી થઈ રહી છે કે ચેકીંગ આવે તો મેડીકલ સ્ટોર બંધ કેમ થઈ જાય ? કારણ દરેક મેડીકલ ભાડાનાં લાઈસન્સથી ચાલી રહૃાા છે. એકપણ મેડીકલમાં ફાર્માસીસ્ટ નથી. સરકારનાં નિયમ મુજબ મેડીકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટની હાજરીમાં જ દવા આપી શકાય. પરંતુ આ બધુ વરસોથી ડ્રગ્ઝ ઈન્સ્પેકટરને હપ્તા આપી અધિકારીની મીઠી નજરમાં જ થાય છે. હવે બંધ મેડીકલ સ્ટોરનું શું શિક્ષા કરે છે એ જોવું રહૃાું.