[:gj]તીડ બલૂચિસ્તાનની તરફ ફંટાય તેવી પુરી સંભાવના[:]

[:gj]પવનની દિશાને પગલે તીડ બલૂચિસ્તાન તરફ જાય તેવી શક્યતા સરકારે વ્યકત કરી છે. રાજ્ય સરકારની આ કામગીરીને પરિણામે અને પવનની દિશાના આધારે તીડની દિશા હવે પાકિસ્તાનના બલૂચિસ્તાન તરફ રવાના થાય તેવી સંભાવના છે.

તીડો પૈકી એક ટોળું ફંટાઇને રાજસ્થાન તરફ ગયું છે. અને અડધું ટોળું વાઘાસણ, મિયાલ, આજુબાજુના ગામોના અંદાજે ત્રણ હજાર હેક્ટર વિસ્તારમાં જોવા મળ્યું હતું. ત્રણ દિવસમાં બનાસકાંઠામાંથી તીડનો ખાત્મો થઇ જવાની આશા પણ સરકાર દ્વારા વ્યકત કરવામાં આવી હતી.

 [:]