[:gj]ધોરણ 9 અને 11માં નાપાસ થયેલાની પુનઃ પરિક્ષા લેવાશે [:]

[:gj]ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓમાં ધોરણ-૯ અને ધોરણ-૧૧ના વર્ગ બઢતીના નિયમોમાં આ ધોરણોમાં ભણતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હોય તે વિદ્યાર્થીઓને વધુ એક તક આપી રી-ટેસ્‍ટ લેવાની સૂચના માધ્યમિક અને ઉચ્‍ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે.

ધોરણ-૯ અને ધોરણ-૧૧ની એપ્રિલ ર૦૧૯માં લેવાયેલ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રી- ટેસ્‍ટ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. ધોરણ-૯ અને ધોરણ-૧૧ની એપ્રિલ ર૦૧૯માં લેવાયેલી પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રી-ટેસ્‍ટ આગામી ૧૦મી જૂન સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
શાળામાં ધોરણ-૯ અને ધોરણ-૧૧માં નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીને આ અંગેની જાણ કરવાની રહેશે. રી-ટેસ્‍ટનું પરિણામ ૧પ-જૂન સુધીમાં વિદ્યાર્થીઓને મળે તે રીતે જાહેર કરવાનું રહેશે.[:]