[:gj]પશુને જખમમાં તુરંત સારવાર આપો [:]

[:gj]ઝખમ (ઘા)

પેશીઓનું સાતત્ય ન જળવાઈ રહે ત્યારે ઝખમ થાય છે. ઝખમ કોઈપણ ઈજાથી જાય છે. પ્રકારો અને કારણો

જયારે ચામડીનું સાતત્ય ન જળવાઈ રહયું હોય ત્યારે તેને બાહય ઝખમ કહે છે. જયારે ચામડીની નીચેની પેશીઓનું સાતત્ય ન જળવાઈ રહયું હોય ત્યારે તેને અધ : ચર્મ જખમ કહેવામાં આવે છે. જખમ અનેક પ્રકારની ઈજાથી થાય છે. તિક્ષણ અણીદાર ઓજારો, ધારદાર ઓજારો તથા ધાર વગરના ઘન સાધનોના ઉપયોગથી ઈજા થઈ શકે છે. આ ઉપરાંત ગરમ વસ્તુઓ, ક્ષ-કિરણો, રસાયણો, ઝેર વગેરેથી પણ પેશીઓને ઈજા પહોંચી શકે છે. જખમ શેનાથી થાય છે તેના પર જખમના પ્રકારનો આધાર છે. જખમના પ્રકાર નીચે મુજબ છે. ચરવા જતી વખતે જખમ થઈ શકે છે. વળી પશુઓ એક બીજાને શિંગડા મારે ત્યારે ઈજા થઈ શકે છે.

ઉજરડો : ચામડીના ઉપરના સ્તરનો નાશ થાય છે.

છેદિય જખમ : ધારવાળા ઓજારથી આ પ્રકારનો જખમ થાય છે.

ફાટેલો જખમ : પેશીઓ ચીરાય જાય છે. અગર ફાટી જાય છે અને તેથી છુટો પડી જાય છે.

ભોંકાયેલો જખમ : તિક્ષણ અણીદાર ઓજાર ભોંકવાથી આ પ્રકારનો જખમ થાય છે.

ચોટ : ધાર વગરના ઘન પદાર્થ વડે ઈજા જવાથી આ પ્રકારનો જખમ થાય છે.

લક્ષણો

અ. પ્રાથમિક સ્થાનિક લક્ષણો :

પ્રાથમિક સ્થાનિક લક્ષણો નીચે મુજબ છે.

રકતવાહીનીઓને ઈજા થવાથી રકતરત્રાવ થાય છે.

જે વિસ્તારમાં ચેતાતંતુઓનું પ્રમાણ વધુ હોય તે વિસ્તારની ચેતાઓને ઈજા પહોંચતા ત્યાં વેદના થાય છે.

જખમ ચામડીને સમાન તરફ હોય ત્યારે કિનારીનું અંતર ઓછું અને ત્રાસો હોય ત્યારે કિનારીનું અંતર વધુ હોય છે.

દૂરવર્તી લક્ષણો :

દૂરવર્તી લક્ષણો નીચે મુજબ છે.

જીવાણુંઓનો સંચાર થવાથી લસિકાગ્રંથીઓમાં સોજો આવે છે.

રકતરત્રાવ સંયોજક પેશીઓમાં પ્રસરતા દૂર સુધી ચાઠા જોવામાં આવે છે.

ચેતા પર વધુ ઈજા થતાં દર્દ ઘણું જ વધી જાય છે અને કયારેક લકવાની અસર જણાય છે.

ગૌણ સ્થાનિક લક્ષણો :

ગૌણ સ્થાનિક લક્ષણો નીચે મુજબ છે.

જખમ થયા બાદ કોપિત સ્ત્રાવનો ભરાવો થતા સોજો આવે છે.

જીવાણુંઓનું સંચારણ થતાં પર ઉત્પન થાય છે.

વ્યાપક લક્ષણો : જખમમા અનેક પ્રકારના જીવાણુંઓનું સંચારણ થતા લોહીમાંના જુદા જુદા પ્રતિકારક દૂલ્યો ધ્વારા શરીર જીવાણુંઓનો સામનો કરે છે. આવા સમયે સાધારણ તાવ રહે છે અને તાવના બધા જ લક્ષણો જોવામાં આવે છે.

સારવાર : જખમની સારવાર નીચે મુજબ જણાવેલ મુદાઓ ઉપર ધ્યાન રાખવું જરુરી છે.

રકતરત્રાવ હોય તો તે બંધ કરવો.

જખમની કિનારી શકય હોય તેટલી નજીક લાવવી.

જખમને જીવાણુઓના ચેપ લાગ્યો હોય અગર તો તેનો સંભવ હોય ત્યારે જીવાણુંઓનો નાશ કરવાની દવા વાપરવી જોઈએ.

જખમને જીવાણુંઓનો ચેપ ન લાગે તે માટે યોગ્ય ઉપચાર કરવો.

પેશીઓનો નાશ થાય તેવી ઓષધીઓ વાપરવી નહી. દા.ત. એસીડીક અને આલ્કલી

જખમને રુઝ માટે ઉત્પન્ન થતી અંકુરીત પેશીઓ પ્રમાણસર હોવી જોઈએ અને તેનો પ્રગુણન (વધારો) વધુ પ્રમાણમાં ન હોય તે જોવું.

રુજાતા જખમને ફરી ઈજા ન પહોંચે તે વ્યવસ્થા કરવી.

જખમની આજુબાજુના વિસ્તારની ચામડીને જંતુદન દવાથી સાફ કરવી. જખમની આસપાસના વાળ કાપી નાખવા તે સલાહભર્યું છે. રકતરિત્રાવ થોડા પ્રમાણમાં હોય તો જંતુદન દવા દા.ત. ગલીસરીન, ટીંચર આયોડીન કે અન્ય ઓષધીયયુકત રૂ નું પોતું દબાવી રાખવું. ટીંચર બેન્જોઈન જેવી ઓષધીનું પોતું મુકવાથી રકતરત્રાવ બંધ થાય છે.[:]