[:gj]બાળકો વેચીં નાખતાં ભાજપના કાર્યકર સામે ફરિયાદ [:]

[:gj]છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશના અલીરાજપુરમાં નાના બાળકો વેચવા મામલે ચાર લોકોની અટકાયત કરી તેમને રિમાન્ડ પર મોકલાયા છે. આ કેસમાં છોટાઉદેપુરના એક ભાજપ કાર્યકરની પૂછપરછ અર્થે પોલીસ લઈ જતાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ભાજપના કાર્યકરની સંડોવણીથી ઘટનાએ રાજકીય રંગ લીધો

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં નાના બાળકો વેચવાનો ધંધો ચાલતો હોવાની વાતને લઈ એક દંપતી બાળક લેવાના બહાના હેઠળ શૈલેન્દ્ર રાઠોર પાસે પહોંચ્યું હતું અને રૂા. 1.40 લાખમાં 18 માસના બાળકનો સોદો થયો હતો. જે સંદર્ભે રૂા. 10 હજાર આરોપી શૈલુ રાઠોર લીધા હતા. આ ભેદ ઉકેલવા માટે અલીરાજપુર પોલીસ અધિક્ષક દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પીએસઆઈ ચંચલા સોનીને દંપતી બનાવી આરોપી શૈલુ રાઠોરના નિવાસસ્થાને મોકલવામાં આવ્યા હતા. જેમાં 18 માસના બાળકનો સોદો રૂા. 1.40 લાખમાં થયો અને રૂા. 10 હજાર આરોપીએ લીધા હતા.

થોડા સમય પછી પોલીસે રેઇડ કરતા આરોપી શૈલુ રાઠોરને રંગેહાથે ઝડપી લીધો હતો અને 18 માસનું બાળક પણ મળી આવ્યું હતું. પોલીસે આ ગેંગ સાથેના બાઇસિંહ ઉંવ.33 દેસિંહ ઉંવ.35 દિનેશ ભીડે ઉંવ. 28ને આરોપીના ઘરેથી ઝડપી લીધા હતા અને પોલીસે ઇપીકો કલમ 389/18 370,363 અને 81 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આવાઝ સંસ્થાના સંચાલક પ્રશાંત ડૂબેએ અલીરાજપુરમાં છોકરા વેચાય છે. એની માહિતી આપી હતી. આ ધંધો છેલ્લા ત્રણ વર્ષથી શૈલુ રાઠોર કરતા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હોવાનું પોલીસ અધિક્ષકે અલીરાજપુર પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. હાલમાં પોલીસ બાળકો ક્યાંથી લાવે છે અને અત્યાર સુધી કેટલા બાળકો વેચાણ કર્યા તેની તપાસ ચાલી રહી[:]