ભાજપે JNUને દેશદ્રોહી ગણી, તેમાં ભણેલા જયશંકર ગુજરાતના સાંસદ બનશે, મુખ્ય પ્રધાનને મળ્યા

કેન્દ્રીય વિદેશ પ્રધાન અને ગુજરાતમાંથી ગુજરાત બહારના ભાજપાના રાજ્યસભાના ઉમેદવાર ડો.એસ જયશંકર  મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમણે એવી અપીલ ન કરી હતી કે તેમને ગુજરાત વિધાનસભામાંથી રાજ્યસભામાં ચૂંટીને મોકલવામાં આવે. જોકે, જયશંકરને ઉમેદવારી કરવા માટે ગુજરાતના બે ટોચના નેતા અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે. રાજ્યસભાના ઉમેદવાર  જુગલ ઠાકોર મુખ્ય પ્રધાનને મળ્યા હતા.

જેમાં તેમની સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ  જીતુભાઈ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા,પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ તથા કેબિનેટમંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ તથા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

કનૈયા કુમારને લઈને ભાજપ અને સંઘે સમગ્ર દેશમાં જેને દેશ વિરોધી પ્રવૃત્તિ કરતી હોવાનું JNU – જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીને દેશદ્રોહી હોવાના આરોપો મૂક્યા હતા. તે યુનિવર્સિટીમાં ભણેલા જયશંકર હવે ભાજપના વિદેશ પ્રધાન છે. અને તેઓ ગુજરાતના સાંસદ બનવાના છે. તેથી તેઓ આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળ્યા હતા.

એસ. જયશંકર 24 જૂનના રોજ ભાજપમાં જોડાયા હતા. કલાકોમાં જ તેમનું નામ ભાજપે ગુજરાતના રાજનેતા તરીકે જાહેર કરી દીધું છે. તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા ન હતા. એટલે તેમને ગુજરાતના ભોગે રાજ્યસભાની ટિકિટ આપીને સંસદમાં લાવવામાં આવી રહ્યાં છે. જયશંકર ચૂંટણાયેલા વ્યક્તિ ન હોવાથી તેમણે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ વાત દિલ્હીમાં પહેલેથી જ નક્કી હતી. પણ તે અંગે ગુજરાતની જનતાને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. દિલ્હીથી જ્યારે તેમનું નામ જાહેર કરાયું ત્યારે ગુજરાતના લોકો ચોંકી ઉઠ્યા હતા કે, ગુજરાતમાં કોઈ એસ. જયશંકર નથી. થોડા કલાકોમાં તો એસ. જયશંકરનું અમદાવાદ હવાઈ મથક પર ભાજપના નેતાઓએ સ્વાગત પણ કર્યું હતું.

કોણ છે જયશંકર ?

30 મે 2019 ના રોજ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. અગાઉની ભાજપ સરકારમાં 2015માં વિદેશ સચિવ બનવામાં આવ્યા હતા.

જેએનયુના વિદ્યાર્થી

જન્મ દિલ્હીમાં 9 જાન્યુઆરી 1955માં થયો હતો. પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. ડો એસ જયશંકરે JNU માં PhD કર્યું છે. જયશંકરે દિલ્હીની સૅન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી રાજનીતિ વિજ્ઞાનમાં એમ.ફીલકર્યું છે.

IFS અધિકારી

વિદેશસેવાના 1977ની બેચમાં IFS અધિકારી તરીકે શરૂઆત કરી હતી. 1985 થી 1988 ભારતીય એલચી કચેરીમાં સેક્રેટરી તરીકે વોશિંગટનમાં કામ કર્યું હતું. 1988-1990 માં શ્રીલંકામાં ભારતીય શાંતિ સેનાના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું હતું. 1990-1993માં બુડાપેસ્ટ માં કામ કર્યું હતું.  1996-2000માં જાપાનની ટોક્યો ખાતેની ભારતીય એલચી કચેરીમાં હતા. 2007-2009માં સિંગાપોરમાં ભારતના હાઈકમિશ્નર તરીકે સેવા આપી

પરમાણુ કૂટનીતિમાં વિશેષજ્ઞ છે. ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ કરાર માટે કામ કર્યું હતું.

વિદેશ મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી રહ્યા હતા. અમેરિકામાં ભારતના સચિવ હતા. શ્રીલંકામાં ભારતીય સેનાના રાજનીતિજ્ઞ સલાહકાર હતા.

રાજદૂત

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જયશંકર રાજદૂતના રૂપમાં રહ્યા છે. કોંગ્રેસની સરકારે તેમની પહેલી નિમણૂક રશિયા ખાતે ભારતીય દૂતાવાસમાં કરી હતી. ચીન, ટોક્યો અને ચેક રિપબ્લિકમાં ભારતના રાજદૂત હતા. ચીને ડોકલામ પર કબજો જમાવ્યો છે, તેમાં હલ કરવામાં ભૂમિકા હતી.

વિદેશ પ્રધાન

વર્તમાન ભાજપ સરકારમાં એસ. જયશંકરને વિદેશ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એસ. મોદી સરકારની પ્રથમ ટર્મમાં વિદેશ નીતિને આકાર આપવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.

તેઓ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માના સમાચાર સચિવ પણ રહી ચૂક્યા છે.