મંદીમાં ધંધો બંધ અને વ્યાજ ચઢી જતાં અત્મહત્યા

અમદાવાદ: વ્યાજના ચક્કરમાં ફસાયેલા વધુ એક યુવાને ધંધો નહી કરી શકતાં વ્યાજખોરોનાં દબાણમા આવીને ઉધઈ મારવાની દવા પી લેતાં તેનું કરુણ મોત નીપજ્યુ છે આ અંગે મૃતક યુવાનનાં પિતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મૃતક છેલ્લા દોઢ વર્ષથી રજની નામની મહીલા સાથે કુબેરનગર નજીક રહેતો હતો ડ્રાઈવીગનો વ્યવસાય કરતા શુભમે નવી ગાડી લેવા માટે આશાબેન નામની મહીલા પાસેથી રૂપિયા એક લાખ રૂપિયા એક લાખ તથા શાહીદભાઈ પાસેથી રૂપિયા બે લાખ લીધા હતા.

જેનુ પાંચ ટકા વ્યાજ તે ભરતો હતો પરતુ ધંધામાં મંદી આવતાં શુભમ બંનેને રકમ આપી શકયો નહોત જેના પગલે શાહીદે તેની ગાડી પ જમા લઈ લેતા ધંધો કરવા માટે કોઈ સાધન ન રહેતા શુભમ ભાગી પડ્યો હતો બીજી તરફ આશાબેન તથા શાહીદ સતત પોતાના રૂપિયાની ઉધરાણી કરતા શુભમ ટેન્શનમાં આવી ગયો હતો.

કેટલાક દિવસ અગાઉ તેણે ઘરે જ ઊધઈ મારવાની દવા પી લીધી હતી જેની જાણ થતા રજનીબહેન તેને લઈ હોસ્પીટલ પહોચ્યા હતા પરતુ તબિયત વધુ લથડતા તબીબો તેને બચાવી શકયા નહતા. જાણ થતાં જ શુભમનો પરીવાર પણ ત્યા આવી પહોચ્યો હતો અને સમગ્ર હકીકત જાણાવ્યા બાદ શુભમના પિતા નરોત્રમભાઈ નાઈએ બંને વ્યાજખોર વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી સરદારનગર પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.