[:gj]મકાઈ અને બાયોમાસનું બાયો ઈંધણ બનાવવા રિફાઈનરી [:]

[:gj]ગાંધીનગરમાં બાયોકેમ USA અને રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગ વચ્ચે દહેજ પી.સી.પી.આઇ.આર.માં બાયો રીફાઇનરી નિર્માણ માટેના MOU કરાયા હતા.
અંદાજે રૂ. ૩૦૦૦ કરોડના રોકાણથી આ પ્લાન્ટ આકાર પામવાનો છે અને ર૦૦૦ કર્મચારી હશે. દહેજ પી.સી.પી.આઇ.આર.માં વાર્ષિક ૧૦ લાખ ટન કોર્ન અને ૩ લાખ ટન બાયો માસ ઉત્પાદનનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેમાં પ્રોટિન ફીડ ફોર એનીમલ્સ, બાયોફયુઅલ ઇથાનોલ, ઇડેબલ કોર્ન ઓઇલ અથવા બાયોડિઝલ ઉત્પાદન થવાનું છે.
પ્લાન્ટ ઝિરો લીકવીડ ડિસ્ચાર્જ પ્લાન્ટ હોવાને કારણે પર્યાવરણ જાળવણી થશે. બાયોફયુલ પ્રોજેકટ ર૪ થી ૩૦ મહિનામાં કાર્યરત થશે.[:]