[:gj]મહુડાનું ઉત્પાદન વધ્યા અને ભાવ સદીની ટોચે પહોંચ્યો [:]

[:gj]છોટાઉદેપુર જિલ્લામાં 25 હજાર મહુડાના વૃક્ષો છે. ચાલુ વર્ષે વિક્રમજનક ઉત્પાદન મહુડાનું મળે તેમ છે. છેલ્લાં 100 વર્ષમાં જેટલાં ભાવ મળ્યા નથી તેથી વધું ભાવ મળ્યા છે. એક કિલોના રૂ.45 ભાવ મળી રહ્યો છે. અઢી લાખ ટન મહુડાનું ઉત્પાદન થયું છે. જ્યાં દારુબંધી નથી ત્યાં મહુડાની માંગ વધું છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાન તરફ ટ્રકો ભરીને માલ જઈ રહ્યો છે. વન વિકાસ નિગમ અત્યાર સુધી ખરીદી કરતું હોવાથી ઓછા ભાવો મળતાં હતા. મહડાના વૃક્ષ પરથી બે વખત મહુડાના ફુલ અને ડોળિયા આવે છે. મહુડાની ઋતુ પુરી થતાં ભાવ રૂ.75 સુધી જઈ શકે છે એવું સ્થાનિક વેપારીઓ માની રહ્યાં છે.

ગયા વર્ષે મહુડાના ભાવ એકાએક ગગડી ગયા હતા. મહુડાના ભાવ ગુજરાત સરકારના વન વિભાગે એક કિલોના રૂ.17 આપી રહ્યું હતું. આ ઋતુમાં શરૂઆતમાં રૂ.40 આપવામાં આવે છે. આમ સરકારે આદિવાસી પ્રજાનું શોષણ શરૂ કર્યું છે. સરકારે ભાવ ઓછો કરતાં વેપારીઓ પણ આદિવાસીઓને ઓછા ભાવ આપવાનું શરૂ કર્યું છે. વેપારીઓ રૂ.35ની ખરીદી કરીને મધ્યપ્રદેશમાં વેંચી દે છે. વેપારીઓ રૂ.35નું મીશન લે છે. સરકારી નિગમ મહુડા લઈને તેના બદલામાં મકાઈ, ખાંડ, ચોખા આપવામાં આવે છે. રોકડા આપવામાં આવતાં નથી.

ફુલને મહુડા અને ફળને ડોળી કહેવામાં આવે છે. 10 હજાર ક્વિન્ટલ ઉત્પાદન ગયા વર્ષે 15 હજાર ક્વિન્ટલ ઉત્પાદન થયું હતું. નિગમે 60 ગાડી મહુડાની ખરીદી કરી હતી. તેથી મધ્ય પ્રદેશ મહુડા વેચવા પડ્યા હતા. આ વખતે પણ આવું થઈ રહ્યું છે. આદિવાસીઓને એક કિલોના રૂ.50 ભાવ મળે તો જ પોશાય તેમ છે. ડોળીના તેલની માંગ છે. પેશા એક્ટમાં મહુડા ડોળી નિયંત્રણમાં નથી, તેથી જ્યાં વેચવી હોય ત્યાં વેચી શકે છે. પરંતુ એમાં આદિવાસીઓને ભારે નુક્સાન થઈ રહ્યું છે. સરકારે મહુડા અને ડોળી ખરીદી વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ ગુમાવી દીધું છે.

છેલ્લાં ત્રણ વર્ષથી ભાવ નીચે લઈ જવામાં આવ્યા છે અને ઉત્પાદન ઓછું થયું છે. રાજ્યની ફાર્મર્સીસ કંપનીઓ ખરીદ કરવા આવે છે. પણ, નોટબંધી પછી અને જીએસટી પછી જંગલ પેદાશની વસ્તુઓ આવે છે ખરી પરંતુ વેચાણ થતી નથી. વન વિકાસ નિગમ પણ મહુડા ડોળી પૂરતો રસ લે છે.ભિલોડાતાલુકાના ગંભીરપુરા, ચુનાસણ સહિત આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ મહુડાના વૃક્ષો છે. પ્રતિ વૃક્ષ એના આયુષ્ય અનુસાર વાર્ષિક 20થી 200 કિલો વચ્ચે બીજનું ઉત્પાદન કરી શકતું હોય છે.મહુડાના ફુલનો વેપારમહૂડાના ફુલની ખેતી કરનારા ખેડૂતો માટે આ વર્ષ એકંદરે સારૂં રહ્યું.  મધ્યપ્રદેશની તુલનામાં સારા હતા. પંચમહાલ જિલ્લાનાં 5 હજાર જેટલાં વૃક્ષો છે. વિકાસ નિગમ મહુડા ડોળીની ખરીદી અર્થે એજન્ટો નીમે છે. છત્તીશ ગઢમાં સરકારે મહુડામાંથી પીણું બનાવવા માટે રૂ.600 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. પણ ગુજરાત સરકારે આવું કર્યું નથી. ફુલ અને બીમાંથી દારુ, આઈસ્ક્રીમ, તેલ, દવા, પીણું બને છે.[:]