[:gj]મોરારી બાપુના સમર્થનમાં ગુજરાત સાધુ સમાજ [:]

[:gj]

કથાકાર મોરારી બાપુ એ નીલકંઠ વિષે કરેલા નિવેદન થી ભારે ચકચાર મચી છે ત્યારે હાલ મોરારી બાપુ વિષે જ્ઞાન સ્વામી સાધુ એ મીડિયા માં સ્ટેટ મેન્ટ કરતા . મોરારી બાપુ ના સમર્થન માં ગુજરાત સાધુ સમાજ ના સંતો એ તેમને સમર્થન આપ્યું હતું સાવરકુંડલા ખાતે ગુજરાત સાધુ સમાજ ના પ્રમુખ અને ચેરમેન સહીત અનેક સાધુ સમાજ ના સંતો ભેગા થયા હતા અને મોરારી બાપુ ના નીલકંઠ અંગે ના નિવેદન ને સમર્થન આપી જ્યાં સુધી સ્વામી નારાયણ સમાજ ના જ્ઞાન સ્વામી માફી નહી માંગે ત્યાં સુધી વિરોધ દર્શાવ્યો હતો અને સુત્રો ચાર કર્યા હતા અને ચીમકી ઉચારી કે હવે અખિલ સાધુ સમાજ ના ભારત ભર ના લોકો હોદેદારો ઉપસ્થિત રહી આનો વિરોધ કરશે અને મોરારી બાપુ નું સમર્થન કરશે

કથાકાર મોરારી બાપુ ના નીલકંઠ ના નિવેદન અંગે હાલ ભારે હોબાળો મચ્યો છે અને સ્વામીનારાયણ ના સંતો મોરારી બાપુ માફી માંગે ની વાત કરી રહ્યા છે જેથી ગુજરાત સાધુ સમાજ ના પ્રમુખ અને ચેરમેન સાવરકુંડલા માં ભેગા થયા હતા અને મોરારી બાપુ ના નિવેદન ને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે જ્ઞાન સ્વામી દ્વારા જો માફી નહી મંગાય તો સમગ્ર સાધુ સમાજ અંદોલન ના માર્ગે જશે અને જરૂર પડ્યા અમો ભારત વર્ષ ના સાધુ સમાજ એકઠો થશું અને જ્ઞાન સ્વામી ના નિવેદન નો વિરોધ કરીશું અને મોરારી બાપુ ના નીલકંઠ વિષે ના નિવેદન નું સમર્થન કરીએ છીએ ત્યારે હાલ ગુજરાત ભર માંથી અહી સાધુ સમાજ ની કમિટી ના સદસ્યો અને પ્રમુખ ચેરમેન ભેગા થયા હતા અને મોરારી બાપુ ના નિવેદન ને સમર્થન આપ્યું હતું જેમાં

 વેય્કુંઠગીરી લાલગીરી ગોસ્વામી અખિલ ગુજરાત પ્રમુખ  સાધુ સમાજ

 અમરદાસ બાપુ ચેરમેન ગુજરાત સાધુ સમાજ  તથા સાધુ સંતો માં અનુ બાપુ ચીખલી  થી . તુલસી બાપુ અખેગઢ થી. કેશુ બાપુ વીજપડી થી. ગુણુંબાપુ સાવરકુંડલા થી બંસી બાપુ ઘનશામ બાપુ, નાનું બાપુ . ગૌતમ ભારથી બાપુ. સહીત બાબરિયા ધાર થી અરવિંદ ભારથી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોરારી બાપુ ના નિવેદન ને સમર્થન આપ્યું હતું

[:]