રાજકોટ,તા:૧૩ રાજકોટના અનેક વ્યવસાયીઓ પોતાના કામઅર્થે મુંબઈ સતત આવતા-જતા રહે છે, જેઓ બસ અથવા ટ્રેનમાં મુંબઈ જાય છે પણ મહામૂલા સમયનો ખૂબ વ્યય થાય છે. આવા વેપારીઓ માટે રાહત આવતા સમાચાર છે. એર ઈન્ડિયા હવે રાજકોટથી રોજ સાંજે મુંબઈની ફ્લાઈટ શરૂ થઈ રહી છે, જેનાથી આવા વેપારીઓને ખૂબ રાહત રહેશે. આ મુદ્દે વ્યવસાયીકો દ્વારા ફ્લાઈટ વધારવાની માગણી કરવામાં આવી હતી
જુલાઈ મહિનામાં લોકોના ધસારાને પહોંચી વળવા એર ઈન્ડિયા દ્વારા રાજકોટ સહિતની ડોમેસ્ટિક ફ્લાઈટ પર કાપ મૂકવામાં આવ્યો હતો. અત્યાર સુધી અઠવાડિયામાં ત્રણ દિવસ માટે મુંબઈની ઊડતી ફ્લાઈટ હવે રોજ સાંજે મુંબઈ માટે ઉડાન ભરશે, જે 16 સપ્ટેમ્બરથી શરૂ થશે.
ઓક્ટોબર મહિનાથી રાજકોટ માટે એર ઈન્ડિયા પોતાની સેવામાં વધારો કરશે, એટલે કે 15 ઓક્ટોબરથી રાજકોટથી મુંબઈની વધુ એક ફ્લાઈટ પર ઉડાન ભરશે, જે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મુસાફરો માટે સારી સુવિધા પૂરી પાડશે. એટલે કે મુંબઈની માટેની એક ફ્લાઈટ સવારે અને એક ફ્લાઈટ સાંજે ઉડાન ભરશે.