વાવ : સતાવાર રીતે ચોમાસાએ વિદાય લીધી છે. તેમ છતાં આ વખતમાં આવેલા અતિ ભારે ૧૦ ઈંચ વરસાદથી ચૂવા ગામે પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ થઈ ગયો હતો. જેને આજે ૩ માસ પૂર્ણ થવા છતાં ચૂવા ગામે હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. જેથી કરીને ગામ લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. જે સંદર્ભ ચૂવા ગામના સરપંચે તાલુકા કક્ષાએ ચૂવા ગામે સદાય માટે ચોમાસુ પાણીનો નિકાલ કરવા અંગે રજૂઆતો કરી હતી, ત્યારે વાવ તા.પં. પ્રમુખ કાનજીભાઈ રાજપૂતે મનરેગા યોજના હેઠળ ૮૦-ર૦ના રેસીયા અંતર્ગત ચૂવા ગામે પાણીનો નિકાલ કરવા માટે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે, છેલ્લા ૩ માસથી ચૂવા ગામમાં અને ખેતરોમાં પાણીનો પ્રવાહ ચાલુ હોઈ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.