વિશ્વને ગાંધી-સરદારને કોમનવેલ્થ પીસપ્રાઇઝ ઓન મહાત્મા ગાંધી, કોમનવેલ્થ ફંડ ફોર ગુડ ગવર્નન્સ જાહેર કર્યા

ભારત દેશને અહિંસક સત્યાગ્રહથી સ્વતંત્રતા અપાવવામાં ગુજરાતના બે સપૂત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભ પટેલનું વિશ્વ ગૌરવ કોમનવેલ્થ રાષ્ટ્રોએ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
બેરોનિસે ગુજરાતના આ પનોતાપુત્રએ વિશ્વને જે શાંતિ-સદભાવનો પથ બતાવ્યો છે તે જ માર્ગ આજની વૈશ્વિક સમસ્યાઓના શાંતિપૂર્ણ સમાધાનનો માર્ગ છે તેમ પણ આ પ્રાઇઝ જાહેર કરતા ઉમેર્યુ હતું.
કોમનવેલ્થ સેક્રેટરી જનરલે બેરોનીસ પેટ્રિકા લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા અખંડિતતા સાથે સુશાસન ગુડ ગવર્નન્સ ક્ષેત્રે આપેલા ઉત્કૃષ્ટ યોગદાનને વિશ્વસ્તરે ઊજાગર કરવા કોમનવેલ્થ ફંડ ફોર ગુડ ગવર્નન્સ જાહેર કરવાની પણ ગૌરવ ઘોષણા કરી હતી.
ગુજરાતની ભૂમિના આ બે સપૂતોએ ભારત અને ગુજરાતને વિશ્વમાં જે સન્માન પોતાના અદકેરા પ્રદાનથી અપાવ્યા છે તેને સદાકાળ જીવંત રાખવાનો કોમનવેલ્થ રાષ્ટ્રનો આ એક સ્તુત્ય પ્રયાસ છે.