વૃધ્ધાશ્રમમાં રહેવા ગયેલા વૃધ્ધાને ડીવાયએસપી મંજીતાએ દતક લીધા

મહેસાણા, તા.20

પુત્રોના અસહય મારથી ડરી ગયેલા 80 વર્ષના સીતાબા ઘરે નહી પરંતુ વૃદ્ધાશ્રમમાં જવાની જીદ સાથે રડી પડતા ડીવાયએસપી મંજીતા વણઝારાએ હુંફ આપી તેમને પોતાની ગાડીમાં વૃદ્ધાશ્રમ લઇ ગયા હતા. વૃદ્ધાશ્રમમાં રહીનેપુત્રો સામે કાયદાકીય લડત આપવાનો નિર્ધાર કરનાર સીતાબાને ડીવાયએસપીએ દત્તક લઇ વૃદ્ધાશ્રમનો તમામ ખર્ચ ઉપડવાનો નિર્ણય લીધો હતો.

વિજાપુરના દેવડાગામના 80 વર્ષના સીતાબા બારોટ પતિના મૃત્યુ બાદ એકલવાયુ જીવન જીવી રહ્યા છે ત્યારે ગામમાઆવેલી તેમની 6 વીઘા જમીન પર નજર જમાવીને બેઠેલા પુત્રો દ્વારા અસહય માર મરાતો હોવાના આક્ષેપ સાથેતેઓ ડીવાયએસપી મંજીતા વણઝારાને મળ્યા હતા. ઘરે જશે તો પુત્રો મારમારશે તેવા ડરથી વૃદ્ધાએ વૃદ્ધાશ્રમમા જવા જીદ કરી હતી પરંતુ પૈસા ન હોઈ વિસામણમાં મુકાયા હતા. આ સમયે મંજીતા વણઝારાએ વૃદ્ધાની વૃદ્ધાશ્રમમા રહેવાની તમામ જવાબદારી ઉઠાવી વૃદ્ધાશ્રમ છોડવા ગયા હતા.