વ્યાપારીએ પત્ની સાથે હમીરસર તળાવમાં ઝંપલાવી ને આત્મહત્યા કરી

ભુજ, તા. ૩૦: ભુજના હમીરસર તળાવમાં આજે સવારે બે વ્યકિતઓની લાશ જોવા મળતા લોકોએ પોલીસને જાણ કરી હતી. આ દ્યટનાને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ હમીરસર તળાવે પહોંચી  ગઈ હતી. દરમ્યાન તરવૈયાઓની મદદ લઈને પોલીસે બન્ને લાશોને બહાર કાઢી હતી. આ લાશ ભુજના વ્યાપારી પતિ પત્ની ની હોવાનું ખુલ્યું છે. પોલીસના જણાવ્યા  પ્રમાણે આ લાશ ૫૦ વર્ષીય શ્યામભાઈ પરમાનન્દ ખત્રી અને તેમના ૪૫ વર્ષીય પત્ની કલ્પનાબેન શ્યામભાઈ ખત્રીની છે. આ સિંધી વ્યાપારી પરિવાર  ભુજના ભગતવાડી, શિવનગર વિસ્તારમાં રહે છે. તેમની દુકાન ભુજના જુના એસટી સ્ટેન્ડ પાસે આવેલી છે. આપદ્યાતનું કારણ જાણવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે