કચ્છના રણના ગામની 1975ના સમયના સમયની કથા કહેતી ‘હેલ્લારો’ ફિલ્મનું શુટીંગ માટે 25 ભૂંગા – ઘર બનાવીને આખું નવું ગામબનાવાયુ હતું. કચ્છની પાકિસ્તાન તરફની સરહદ તરફ કુરણ નામનું છેલ્લું ગામ છે, ત્યાં આ ગામ બનાવાયું હતું.
એક ઢોલી અને મહિલાઓની આઝાદીની વાત ગુજરાતી ફિલ્મમાં છે. પણ વરવી વાસ્તવિક હકીકત એ છે, કચ્છના 47 ગામો 10 વર્ષમાંમાં એક પણ વ્યક્તિ રહેતી નથી. કચ્છના 924માંથી 877 ગામમાં વસતી છે. 47 ગામ ઉજ્જડ છે. 150 ગામોમાં તો માંડ 200 લોકો રહે છે.
2021 માટેની નવી વસતી ગણતરી શરૂ થઈ છે. ત્યારે ગુજરાતના ગ્રામ્ય જીવન કેવું છે અને ગામડાઓ કેમ ભાંગી રહ્યાં છે તેની ખરી વિગતો બહાર આવશે. ગામડાંઓની હાલત શું છે તેની અહીં વિગતો આપવામાં આવી છે જ્યાં વિકાસ નહીં પણ વિનાશ થઈ રહ્યો છે.
કૃષિ પ્રધાન 2000 ગામો નેસ્તનાબૂદ
કૃષિ અર્થતંત્ર માટે આંચકો આપે એવી ઘટના છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતમાં બની છે. ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ, અને ગામડાં વિરોધી નીતિના કારણે આખા ગામો નેસ્ત નાબૂદ થઈ ગયા છે. 2001થી 2011 વર્ષના ભાજપના શાસનમાં 2000 સુધીની વસતી ધરાવતાં 1009 ગામ તૂટીને ભૂત બની ગયા છે. આ રફતાર હજુ ચાલુ છે. તેથી 2021 સુધી ભાજપનું શાસન રહેવાનું છે ત્યાં સુધીમાં બીજા 1000 ગામ તૂટી જશે. આમ 20 વર્ષના શાસનમાં 2000 ગામ નેસ્તનાબૂદ થઈ ગયા છે. 2001માં 12942 ગામો હતા જે 2011માં 1009 ગામ ઘટીને 11933 ગામ થઈ ગયા હતા. 2021માં ભાજપની રૂપાણી સરકારનું શાસન પૂરું થશે ત્યાં સુધીમાં બીજા એટલા જ ગામને તાળું વાગી જતાં ગુજરાતમાં ઓછી વસતી ધરાવતાં 10900 ગામ થઈ જશે.
દબાણ અને દાદાગીરી મુખ્ય કારણ
પાણી પીવા અને ખેતી માટે તળાવો, ડેમ અને કુવાઓ મુખ્ય આધાર હતો. ૧૦ વર્ષમાં જમીનોના ભાવો આસમાને પહોંચતા ગામ નજીકની મોટાભાગની ગૌચર જમીનો ખલાસ થઈ જતા હવે ગામની નજીકના તળાવોને દબાણકારો નીશાન બનાવી રહ્યા છે. શિક્ષણમાં અવ્યવસ્થા, કાથળેલી આરોગ્ય સેવા, અપુરતી માળખાકીય સુવિધા, શહેરીકરણ તરફની આંધળી દોટ, ખેતીમાં ઘટી રહેલી ઊપજ, અનિયમીત વરસાદાથી ખેતીને નુકસાન, આવકના મર્યાદિત સ્ત્રોત, ગામડા ભાંગે છે તેમાં ગુજરાતની સંસ્કૃતિ ભાંગે છે.
તળાવો અને ગૌચર ગાયબ
કચ્છ જિલ્લામાં ૪૦૦થી વધુ તળાવો પર દબાણો થઈ જતા આખેઆખા તળાવો લુપ્ત થઈ ગયા છે. ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલું નાના સરાડા ગામ પાણીની અછતથી દુષ્કાળના કારણે હિજરત કરી ગયું છે.
આમ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના બદલે ગામડાંઓ ભાંગી જાય એવી નીતિ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાનોએ છેલ્લા 20 વર્ષમાં અપનાવી છે એવું આ આંકડાઓ પરથી પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ગામડામાં ખેતી કે પશુપાલન કરતા લોકોનું જીવન-ધોરણ આજે પણ અઢારમી સદી જેવું જ રહ્યું છે. જેના કારણે નવી પેઢી હવે ગામડાઓમાં રહેવા તૈયાર નાથી. ઔદ્યોગિકરણ અને આધુનિકરણ તરફની આંધળી દોટમાં કચ્છનો ગ્રામ્ય વિસ્તાર તેની ઓળખ ગુમાવી રહ્યો છે.
200 ગામ ભૂતીયા બની ગયા
જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી આખા ગામ ખાલી થઈ ગયા હોય અને ત્યાં માણસો રહેતા ન હોય એવા 200 ગામ છે. 200 માણસોથી નીચે રહેતાં હોય એવા 568 ગામડાઓ છે. ભાજપ સરકાર આવી ત્યાં સુધી ગામડાઓની સંખ્યા વધી રહી હતી. હવે ઘટી છે. અસલામતી, ગામોમાં ગુંડાગારી, ખેતીની આવક ઘટવી, સિંચાઈની સુવિધા ન હોવાથી લોકો હિજરત કરીને ગામ ખાલી કરીને જતાં રહ્યાં છે. આ અત્યંત ગંભીર બાબત માનવામાં આવે છે.
નાના ગામની ખેતી ખતમ
200થી ઓછી વસતી ધરાવતાં, વાંઢ, નેસ, ગામ એવા 25 ટકા નાના ગામ તૂટી ગયા છે. ગુજરાત બન્યું ત્યારે 200 માણસોથી ઓછી વસતી ધરાવતાં હોય એવા 2000 ગામ હતા. જે સાબિત કરે છે કે, ગામડામાં વિકાસ થયો નથી.
ગ્રામ્ય વિસ્તારમાં સરકાર સુરક્ષા, સવલત અને ખેતીને સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે. એક સમય હતો કે નાના ગામ વધું હતા. ઈ.સ. 2001માં 200 લોકોની રહેતાં હોય એવા 768 ગામ હતા. 2011માં 576 ગામ થઈ ગયા હતા. આમ 10 વર્ષમાં 192 ગામ ખાલી કરીને લોકો હિજરત કરી ગયા હતા.
ગુજરાતમાં 10 વર્ષમાં 25 ટકા ગામો તૂટી ગયા છે. 2021 સુધીમાં 200 લોકોની વસતી ધરાવતાં હોય એવા ગામની સંખ્યા 100ની અંદર જતી રહેશે.
500 લોકો રહેતા હોય એવા ગામો નાના થયા
500ની વસતી ધરાવતાં ગામડાંઓમાં 200થી 500 લોકોની વસતી હોય એવા ગામ 2001માં 2297 હતા જે 2011માં ઘટીને 1900 થઈ ગયા છે. 397 ગામડાં તૂટી ગયા છે. જે 17.28 ટકા ઘટાડો બતાવે છે. આ હિસાબે વર્ષ 2021 સુધીમાં બીજા 350 ગામોના લોકોએ હિજરત કરી હશે. ગુજરાત અલગ થયું ત્યારે 500 લોકોની વસતીના 4352 ગામ હતા હવે તે 2021 સુધીમાં 1500 થઈ જશે.
એક હજાર લોકોના ગામો ઘટ્યા
આમ તમામ રાજકીય પક્ષો નાના ગામડાંનું ધ્યાન રાખવામાં સદંતર નિષ્ફળ ગયા છે. એક હજાર વસતી ધરાવતાં ગામોની ખરાબ હાલત 500થી એક હજાર લોકોની વસતી ધરાવતાં હોય એવા 2001માં 4262 ગામ હતા. જે ઘટીને 2011માં 3891 થઈ ગયા છે. 371 ગામ ઓછા થયા છે. 2021માં તે ઘટીને 3500ની આસપાસ રહેશે. આમ ભાજપ સરકારમાં 760ની આસપાસ ગામો તૂટી પડ્યા છે. જો ત્યાં વિકાસ થયો હોત તો આવું ન થયું હોત.
2000 માણસોની વસતીના ગામોની ખરાબ હાલત
એક હજારથી બે હજાર લોકોની વસતી હોય એવા ગામ ઘટ્યા છે. 1991માં 5432 ગામ હતા જેમાં વધારો થઈને 2001 સુધીમાં 5615 ગામ થયા હતા. જે 10 વર્ષમાં 185 ગામ વધ્યા હતા. પણ ભાજપની સરકાર આવતાં જ તે 134 ઘટીને 5566 થઈ ગયા હતા. 2021 સુધીમાં 5400 ગામ રહે એવી સંભાવના છે.
આમ અહીં ક્યાંય વિકાસ દેખાતો નથી. કોઈ માણસને સ્થાનિક રોજગારી અને સલામતી મળી રહેતી હોય તો તે પોતાનું વતન છોડે નહીં. તે પ્રગતિ શોધવા નજીકના મોટા ગામ કે શહેર તરફ હિજરત કરે છે. આવું જ સમગ્ર ગુજરાતમાં થયું છે.