ગુજરાતની સરહદ પર એકી સાથે ચરસનો મોટો જથ્થો પકડાયો હોય તેવી ઘટના શામળાજી ચેક પોસ્ટ પર બની છે. તે અંગે ભેદ-ભરમ ઊભા થયા છે. શામળાજી ચેક પોસ્ટ પાસે પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીરથી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમાં સંતાડીને લવાતો 24 પેટેકનો ૨૪.૧૯૦ કી.ગ્રામનો ૧.૨૦ કરોડ રૂપિયાનો કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપી પાડી ૨ કેરિયર શખ્શોની ધરપકડ કરી હતી. પછી પોલીસ મૌમ બની ગઈ છે. ત્યારે તેમની સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે. હરિયાણાના અંબાલા ગુલશન રાધેશ્યામ ચમાર અને હિમાચલ પ્રદેશના કુલ્લુ ગોપાલચંદ્ર સુરતરામ કોલીની ધરપકડ કરી હતી. કાશ્મીરી ચરસ ભરી આપનાર ગુલામનબી ગુલામરસુલ, અને ગુલામરસુલ (બંને રહે,અનંતનાગ, જમ્મુ) વિરુદ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એક્ટ મુજબ ગુન્હો નોંધેલો છે.
ઊભા થતાં સવાલ
- 20 કરોડનો જથ્થો પકડાયો હોવા છતાં તે અંગે પોલીસે પત્રકાર પરિષદ બોલાવી નથી ?
- પોલીસ ગુપ્તતા રાખી રહી છે ?
- 20 વર્ષથી શામળાજી નાકું આ માટે બદનામ છે. તો વધું બદનામ થાય એવું પોલીસ કેમ કરી રહી છે ?
- બ્રાઉન સુગર હતું તો માલ કેમ જાહેર કરાયો નથી ?
- બ્રાઉનસુગર પકડાયું તો તે શું ચરસમાં માલ બદલાઈ ગયો એવો આરોપ છે તો તેનો જવાબ પોલીસ કેમ આપતી નથી ?
- બે વ્યક્તિઓને જવાદેવાઈ અને મુંબઈ સુધી તેની કારને કોણે રક્ષણ આપ્યું તેવા આરોપો હતો.
- માલ કાશ્મીરનો હતો તો તે અંગે તપાસ શું થઈ તે અંગે જાહેર કર્યું નથી ?
- મુંબઈથી આરોપી ભાગી ગયો અને વિલા મોઢે પોલીસ પરત ફરી એવી થિયરી કેમ ?
શું છે શામળાજીનું ચરસી નાકુ
કાશ્મીર કે પંજાબથી જે ચરસ, ગાંજો, બ્રાઈન સુગર જેવા નાર્કો ડ્રગ્સ ગુજરાત મુંબઈ, દક્ષિણ ભારત સુધી માલ પહોંચાડવા માટે ગુજરાતના આ શામળાજી નાકાનો ઉપયોગ થઈ રહ્યો છે. વર્ષોથી મુંબઈ ખેતવાડીમાં હેરોઈન ગાંજો ચરસ ચલણ છે. યુપી બિહાર બાંગલાદેશ સેસ્ક વર્કરો, એસ ટી ડ્રાઈવરો આદી છે. બીજા પણ છે.
હેરોઈન પાકથી પંજાબ, જમ્મુ કાશ્મીર રોડ દ્વારા મુંબઈ સુધી પહોંચે છે. ગુજરાત એક માત્ર રસ્તો છે. ગુજરાતમાં ઓછું વેચાવા આવતું નથી. ગુજરાતમાં રનીંગનો માલ આવે છે. કટીંગ થતું નથી. રૂટનો ઉપયોગ કરવામાં ગુજરાત પોલીસ તેના હપ્તા લેવામાં આવે છે.
શીવાજી મુરલી નામનો શખ્સ રાજસ્થાનનો બ્રાઉન સુગર માફિયા છે. જે પોતે આબુ રોડમાં રહે છે. આ ગેંગનો માલ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન થઈને મુંબઈ પહોંચે છે. તેના હાથ નીચે 40 હિન્દી છોકરાઓ મુંબઈમાં રેકેટ ચલાવે છે. તેનો સંપૂર્ણ માલ શામળાજી મુંબઈ રૂટ પરથી જાય છે. મુરલી જમ્મુથી 60 કિ.મી. દૂર માલ ઉઠાવે છે. જે મોટું બજાર મુંબઈ છે. જે સમગ્ર સાઉથ ભારતમાં સપ્લાય થાય છે.
બ્રાઉન સુગર 2200 રૂપિયામાં 5 ML વેચાય છે. તેની પડીકી આપે છે. જેનો ઉપયોગ પોતાની બોડીને ટકાવી રાખવા માટે બોડીબિલ્ડરો અને સેક્સ વર્કરો કરે છે
દમ મારો દમ દેશ કે નામ
શામળાજી બ્રાઉન સુગર અને ચરસ માટે પણ બદનામ થઈ ગયું છે. હવે આ નાકું ચરસી નાકુ બની ગયું છે. અહીંથી દર વર્ષે હજારો કિલો ચરસ આવે છે, પકડાય છે બહુ ઓછું. રૂ.25 લાખનું એક કિલો ચરસનો ભાવ છે.
કાશ્મીરથી અમદાવાદ વાયા શામળાજી ચેક પોસ્ટથી 12 વર્ષથી ચરસ લાવતો અમદાવાદના શાહઆલમનો અશરફખાન શેરખાન પઠાણ 2016માં પકડાયો હતો. તેનું પગેરું કાશ્મીરથી મળે છે.
400 કિલો ચરસ પકડાયું
શામળાજીથી પસાર થયેલું હોય એવું 2013થી 2018 સુધીમાં 400 કિલો જેવું ચરસ પકડાયું છે. જેની હાલની કિંમત રૂ.100 કરોડની છે. જે પકડાઈ છે તે માત્ર 1 ટકો હોય છે. તે અંદાજ પ્રમાણે 5 વર્ષમાં ગુજરાતમાં રૂ.10,000 કરોડનું ચરસ વપરાયું હોવાનું અનુમાન લગાવી શકાય તેમ છે. તે બધું જ કાશ્મીરથી આવ્યું છે.
2019 | Ø જમ્મુ કાશ્મીરના ઉરીના રહેવાસી મુસ્તાક અને જાહિદ પાસેથી રૂ.3 કરોડનું 12 કિલોગ્રામ ચરસ 3 માર્ચ 2019માં મળી આવ્યું હતું. કારની પાછળની લાઈટ નજીક જગ્યા બનાવીને ચરસનો જથ્થો છુપાવ્યો હતો. |
2018 | Ø શામળાજી નજીક આવેલા વાટાડા ટોલપ્લાઝી પાસેથી કાર જીજે-1-એચએન-3476માં ચોરખાનું બનાવી રાજસ્થાનના રસ્તે થઈ અમદાવાદ લઇ જવાતો રૂ.2 કરોડની કિંમતનો 13 કિલો ચરસનો જથ્થો 2 ઓગસ્ટ 2018માં ઝડપી પાડવામાં આવ્યો હતો. કાશ્મીરીના ઇકબાલ ઇબ્રાહિમ શેખની ધરપકડ કરી હતી. ઇકબાલ શેખને આગાઉ 2001 દરમિયાન ચરસના ગુનામાં સજા થઈ હતી.
Ø 2018 સપ્ટેમ્બરમાં અમદાવાદ માંથી 21 કિલો 935 ગ્રામ ચરસનો જથ્થો કાશ્મીરના મહમદ અશરફ રસી પાસેથી ઝડપી પાડયો હતો. |
2017 | Ø શામળાજી નજીક ખાનગી લક્ઝરી બસમાંથી બે ડ્રગ્સ એજન્ટ કરીમ હયાત અને અજય પાંડુરંગની ધરપકડ કરી હતી. બંને પાસેથી રૂ.1.5 કરોડની કિંમતનો 14.884 કિલો કાશ્મીરી ચરસનો જથ્થો 20 મે 2017માં મળ્યો હતો.
Ø દિલ્હીથી ભરૂચ લઈ જવાતો રૂ.30 લાખનું 6 કિલો ચરસ શામળાજી પાસે પકડાતા ઉત્તર પ્રદેશના સકીલ અહેમદ, અમલમ સફી અને વડોદરાનો સલીમ શકિર મળી 3ની ધરપકડ 14 ફેબ્રુઆરી 2017માં કરવામાં આવી હતી. પીકઅપ ડાલાના ડ્રાયવરની સીટની સામેની બાજુમાં ખાસ બોક્સ બનાવી તેમાં ચરસ રખાયુ હતું. |
2011 | Ø શામળાજી પાસે રતનપુર ચેકપોસ્ટ પરથી રૂ.29 લાખનું ચરસ મુંબઈ પાર્સિંગની કારમાંથી 28.975 કિલો 7 એપ્રિલ 2011માં ઝડપાયું હતું. સીટ નીચે સંતાડેલા |
2009 | Ø અરવલ્લી જિલ્લામાં વર્ષ 2009માં શામળાજી ચેકપોસ્ટ પાસેથી જમ્મુ-કાશ્મીરના અબ્દુલ રસીદખાન અકબરખાન પાસેથી 89 કિલો ચરસનો જથ્થો ટ્રકમાંથી પકડાયો હતો. જેમાં 10 વર્ષની સજા મોડાસા અદાલતે કરી હતી. |
2011 | Ø અમદાવાદના અસલાલી વિસ્તારમાંથી શાહપુરના જુનેદ શેખ, કાશ્મીરના પુંચ જિલ્લાના મહોમંદ કુરેશી અને ઈશ્તીયાક અઝીઝને 110 કિલો ચરસ સાથે પકડી પાડયા હતા. કાશ્મીરના મહોમંદ કુરેશી અને ઈશ્તીયાકને પંદર વર્ષની સજા કરી હતી. |
ગુજરાતમાં 400 કિલો ચરસ ક્યારે પકડાયું ?
તારીખ | ચરસ (કિલોમાં) |
13-2-13 | 16 |
01-5-13 | 3.120 |
06-7-13 | 20.660 |
05-10-13 | 46.740 |
27-11-13 | 13.320 |
22-2-14 | 25.31 |
26-3-14 | 5.530 |
10-4-14 | 0.550 |
28-6-14 | 17.650 |
19-7-14 | 15.090 |
2, 3-10-14 | 3 |
11-10-14 | 7 |
17, 18-11-14 | 10 |
10-5-15 | 3.004 |
06-10-15 | 6.185 |
13-1-16 | 3.955 |
13-6-16 | 2 |
25-6-16 | 14.941 |
09-12-16 | 3 |
22-1-17 | 0.560 |
13-2-17 | 6.050 |
19, 20-5-17 | 14.854 |
7-11-17 | 5.390 |
10-11-17 | 10 |
12-12-1 | 4.462 |
14-2-18 | 9.363 |
16-3-18 | 14.168 |
4, 5-5-18 | 8.879 |
25-5-18 | 10.043 |
શું છે ચરસ
કેનાબીસ ઈ(ન્ડકાના માદા છોડના ફૂલમાંથી ગાંજો બનાવવામાં આવે છે. એમાં 15થી 25 ટકા નશીલું દ્રવ્ય હોય છે. મરીજુઆના તરીકે પણ ઓળખાતો આ પદાર્થ (ગાંજો) ધૂમ્રપાન વાટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે છોડની ડાળી અને પાનમાંથી ‘રેઝિન્સ બનાવવામાં આવે ત્યારે ચરસ અથવા હશીશ બને છે. જેમાં 35 થી 40 ટકા નશીલાં દ્રવ્ય હોય છે. આનો ઉપયોગ પણ ધૂમ્રપાન વાટે થાય છે. હુકકા કે પાઈપમાં આ ચરસ નાખીને એનો ધુમાડો શ્વાસમાં ભરી લેવામાં આવે છે. મોં વાટે ભાંગ કે મજુન લીધા પછી અડધા કલાકમાં એની અસર શરૂ થાય અને બે-ત્રણ કલાક સુધી રહે છે. શ્વાસમાં ગાંજો કે ચરસ લીધા પછી તરત એની અસર શરૂ થઈ જાય છે અને અડધા-એક કલાક સુધી રહે છે. થોડા પ્રમાણમાં આ નશીલાં દ્રવ્યો લેવાથી આંનદ અને સુખ-શાંતિનો અનુભવ થાય છે. વ્યક્તિ વધુ વાતચીત કરવા લાગે છે. વધુ પડતું બેહદ હસવાનું જોવા મળે છે.
ખતરો શું
ચરસ-ગાંજો કે ભાંગ લેવાથી આંખ લાલ થઇ જાય છે, અને હ્રદયના ધબકારા વધી જાય છે. હ્રદયરોગના દર્દીમાં એન્જાઇનાનો કે હ્રદયરોગનો હુમલો લાવવા માટે ચરસ-ગાંજો જવાબદાર બની શકે છે. ફેફસાંને નુકસાન કરવામાં આ પદાર્થો ફાળો આપે છે. ઊંઘ આવી ગયા પછી સામાન્ય રીતે નશો ઉતરી જાય છે. કયારેક નશાને કારણે આનંદનો અનુભવ થવાને બદલે દુ:ખ અને શત્રુતાનો અનુભવ થાય એવું પણ બને છે. લાંબો સમય સુધી નિયમિત ચરસ-ગાંજાનું સેવન કર્યા પછી અચાનક એ લેવાનું બંધ કરી નાંખવામાં આવે તો, ધ્રુજારી, પરસેવો, ઊબકા, ઊલટી, ઝાડા, બેચેની, ચીડિયાપણું, ભૂખ મરી જવી, ઊંઘ ન આવવી વગેરે જોવા મળે છે. આ બધી તકલીફ દારૂ કે અફીણ છોડનારાને થતી તકલીફ કરતાં ઘણી ઓછી છે અને આ વ્યસન છોડવા માટે કોઇ દવા કે સારવારની મોટે ભાગે
કેમેરા બંધ ભ્રષ્ટાચાર ચાલુ
ફોલ્ડર, એજન્ટ અને અધિકારીઓ દ્વારા CCTV કેમેરા બંધ કરીને ટ્રકો બારોબાર પસાર કરવામાં આવતી હતી. કોરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીં થયા છે. જેથી ચેકપોસ્ટની આવકમાં ઘટાડો થયો હોવાનું બહાર આવતાં RTO કમિશનરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેથી એજન્ટો દ્વારા બારોબાર ટ્રકો પસારનું મુશ્કેલ બની ગયું હોવાથી શરૂઆતના દિવસથી અસામાજિક તત્ત્વો દ્વારા ઓનલાઇન સિસ્ટમનો વિરોધ કરવામાં આવતો હતો. જેને અધિકારીઓ તેને તમામ મદદ કરતા હતા. AVMS RTO ચેકપોસ્ટ શરૂ થતાં વાહન ચાલકોને થનાર ફાયદાની રૂપરેખા તત્કાલીન વાહન વ્યવહાર અગ્રસચિવ વિપુલ મિત્રાએ આપી હતી. તત્કાલીન વાહન વ્યવહાર કમિશ્નર અને અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ આર.એમ.જાદવે મહેમાનોને સ્વાગત આવકાર આપ્યો હતો. હવે કેમેરા બંધ કરી દેવામાં આવી રહ્યાં છે ત્યારે તેમની પણ જવાબદારી આ મામલે ઊભી થાય છે. એમ પ્રામાણિક અધિકારીઓ કહી રહ્યાં છે.
રાજકારણીઓ મૌન કેમ
શામળાજી ચેક પોસ્ટના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના થોક બંધ નેતાઓ હાજર હતા અને પ્રજાના પૈસે પ્રસિદ્ધિ લીધી હતી. હવે તેઓ બધા જ મૌન બની ગયા છે. ચૂપકીદી સાધી લીધી છે. હાજર હતા તેમાં ભાજપના સાસંદ દિપસિંહ રાઠોડ, આદિજાતિ વિકાસ નિગમના ચેરમેન રમીલાબેન બારા, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, ધારાસભ્ય વી.ડી.ઝાલા, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર, ભાજપના પ્રદેશ મંત્રી કે.સી.પટેલ, અરવલ્લી જિલ્લા ભાજપના નેતા હર્ષદ ગોસ્વામી, રણવીરસિંહ ડાભી, જે.ડી.પટેલ, તખતસિંહ હડિયોલ, અશોક જોષી હાજર હતા. ઉપકરાંત અધિકારીઓમાં અલરલ્લી જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી વિશાલગુપ્તા, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એન.ડામોર, નિવાસી અધિક કલેકટર પી.સી.ઠાકુર સહિત હાજર હતા. હવે તેમની જવાબદારી બને છે કે ઉદઘાટનમાં તેઓ હાજર રહીને પ્રજાને સારી વાતો કહેતાં હતા હવે તંત્ર ફરી ભ્રષ્ટ બની ગયું છે ત્યારે આ તમામની જવાબાદારી છે કે ભ્રષ્ટાચાર અટકાવે અને કરોડોનો પ્રોજેક્ટ સફળ બનાવે.