અમદાવાદ,તા:૨૫ સસ્પેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી, ત્યાં હાઈકોર્ટ દ્વારા તેમને ફરી એક આંચકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે જામનગરના 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સંજીવ ભટ્ટની સજા સસ્પેન્ડ કરવાની માગણીને ફગાવી દીધી છે.
1990માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા દરમિયાન અપાયેલા બંધના એલાન દરમિયાન એક વ્યક્તિનું કસ્ટોડિયલ ડેથ થયું હતું, જે સંદર્ભે હાઈકોર્ટે વર્ષો બાદ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી હતી. સંજીવ ભટ્ટના વકીલ દ્વારા હાઈકોર્ટમાં આજીવન કેદની સજા સસ્પેન્ડ કરવાની માગણી કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે.