[:gj]બ્લુ ઇકોનોમી પર સંયુકત કાર્યદળની રચના થશે[:]

[:gj]

  • ભારત અને નોર્વે દરિયાઈ પ્લાસ્ટિક કચરા અને માઇક્રોપ્લાસ્ટિકને લઘુતમ કરવા સંયુક્તપણે કામ કરશે બંને, દેશોએ રજુ કર્યું સંયુકત નિવેદન

ગાંધીનગરમાં 17-22 ફેબ્રુઆરી, 2020 સુધી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી)નાં નેજા હેઠળ વિચરતી પ્રજાતિઓનાં સંરક્ષણ (સીએમએસ)ની પર્યાવરણલક્ષી સંધિ પર 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી)નું આયોજન કરીને જૈવવિવિધતાનાં શ્રેષ્ઠ વર્ષની ઉજવણી શરૂ થઇ ગઇ છે.

વર્ષ 2020 પર્યાવરણ માટેનું સુપર યર (શ્રેષ્ઠ વર્ષ) છે તથા આ વર્ષ આગામી દાયકા માટેની કામગીરી નિર્ધારિત કરશે. દરિયાઈ પ્લાસ્ટિક કચરો, પ્લાસ્ટિકનું પ્રદૂષણ અને માઇક્રોપ્લાસ્ટિક સહિત આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય મુદ્દાઓ સમસ્યાઓનું સમાધાન કોઈ પણ દેશ એકલા હાથે ન કરી શકે.

નોર્વેનાં આબોહવા અને પર્યાવરણ મંત્રી સ્વેઇનુંગ રોતેવાનનાં નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળને મળ્યાં હતાં. ભારત અને નોર્વે આજે દરિયાઓ, પર્યાવરણ અને આબોહવા સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન સંયુક્તપણે હાથ ધરવા સંમત થયા હતા.

આ સંયુક્ત નિવેદન અંતર્ગત આબો હવા અને પર્યાવરણ ઉપર ઝડપી કામગીરી થશે, હાઇડ્રોફલોરો કાર્બન (HFC)નો ઉપયોગ તબક્કાવાર ઘટાડાશે, મોન્ટ્રીયલ સમજુતી સાથે સંબંધિત કિંગાલી સશોધનની સાર્વત્રિક સમજુતીને અમલી બનાવાશે, બ્લુ ઇકોનોમી પર સંયુકત કાર્યદળની રચના થશે, મંત્રીઓએ જૂન, 2020માં લિસ્બનમાં આયોજિત યુએન ઓશન કોન્ફરન્સમાં દરિયાઈ સ્વાસ્થ્ય અને સંપત્તિ માટે નક્કર, સ્કેલેબલ સોલ્યુશન , વધુમાં રસાયણો અને કચરા વ્યવસ્થાપન માટે સંમત થયા હતા.

ભારત યજમાન દેશ તરીકે પછીની બેઠકો દરમિયાન આંતરસત્રીય ગાળા દરમિયાન પ્રમુખ તરીકે નિયુક્ત થશે. સીઓપીનાં પ્રમુખ દેશની કામગીરી સકારાત્મક પરિણામો માટે રાજકીય નેતૃત્વ અને સુવિધા પૂરી પાડવાની હોય છે, જેથી સમારંભનાં ઉદ્દેશો વધુ હાંસલ થાય, જેમાં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝધ (સીઓપી)એ સ્વીકારેલા સંકલ્પો અને નિર્ણયોનો અમલ કરવા માટેનાં પ્રયાસોને વેગ મળે છે.

આબોહવા અને પર્યાવરણ પર ભારત-નોર્વેનું સંયુક્ત નિવેદન

  1. પર્યાવરણ માટે‘2020 સુપર યર’ની શરૂઆત પર બેઠકમાં મંત્રીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ 2020નાં દાયકાને આબોહવા અને પર્યાવરણ પર ઝડપી કામગીરીનું દાયકો બનાવશે એવી સુનિશ્ચિતતા કરવા પોતાની કામગીરી કરશે.
  2. બંને પક્ષોએ બંને દેશો વચ્ચે દરિયાઈ બાબતો સહિત પર્યાવરણ અને આબોહવા પર પારસ્પરિક લાભદાયક સાથસહકારને જાળવવા અને વધારે ગાઢ બનાવવા માટેનો અભિગમ વ્યક્ત કર્યો.
  3. આબોહવા અને હવાનાં પ્રદૂષણમાં લક્ષિત ફેરફારની કામગીરીઓ બંને માટે એકસાથે લાભદાયક સ્થિતિ ધરાવે છે. બંને પક્ષોએ સ્વીકાર્યું હતું કે, આ પ્રકારની કામગીરીઓ વધારવી પડશે અને બંને પક્ષો આ કામગીરી સંયુક્તપણે વધારવા સંમત થયા.
  4. મંત્રીઓએ સ્વીકાર્યું હતું કે, હાઇડ્રોફ્લોરોકાર્બન (એચએફસી)નો ઉપયોગ તબક્કાવાર રીતે ઘટાડવા માટે મોન્ટ્રીયલ સમજૂતીમાં કિગાલી સુધારાથી સદીનાં અંત સુધીમાં વોર્મિંગમાં 0.40 સે સુધીનો વધારો ટાળી શકાશે. ઉપરાંત બંને મંત્રીઓએ ધ્યાનમાં લીધું હતું કે, મોન્ટ્રીયલ સમજૂતી સાથે સંબંધિત કિગાલી સંશોધનની સાર્વત્રિક મંજૂરી એના ખરા ઉદ્દેશને પાર પાડવામાં મદદરૂપ થશે.
  5. મંત્રીઓએ એચએફસીના ઉપયોગને તબક્કાવાર રીતે ઘટાડવા સાથે સંબંધિત સમસ્યાઓ/પાસાંઓ પર નોર્વેના સાથસહકારથી ચાલતા વિવિધ પ્રોજેક્ટનાં પરિણામોની જાણકારી મેળવી હતી. આ પ્રકારનાં પ્રોજેક્ટ ચાલુ રાખવા સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી, જેથી એચએફસીનાં તબક્કાવાર ઘટાડા દરમિયાન ઊર્જાદક્ષ સમાધાનો તરફ સરળતાપૂર્વક આગળ વધવામાં અને ટેકનોલોજીનો સ્વીકારવા વધારવામાં મદદ મળશે.
  6. જો ઉચિત રીતે વ્યવસ્થાપન કરવામાં આવે, તો સ્થાયી વિકાસ લક્ષ્યાંકોમાંથી ઘણા હાંસલ કરવા દરિયો મહત્ત્વપૂર્ણ છે. ઇન્ટિગ્રેટેડ ઓશન મેનેજમેન્ટ ટકાઉ દરિયાઈ અર્થતંત્રને હાંસલ કરવાનું હાર્દ છે. વર્ષ 2019માં પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી સોલ્બર્ગે ઇન્ડિયા-નોર્વે ઓશન ડાયલોગ પર સમજૂતી કરારને આવકાર આપ્યો હતો તથા સ્થાયી વિકાસ માટે બ્લૂ ઇકોનોમી પર સંયુક્ત કાર્યદળની સ્થાપનાને આવકાર આપ્યો હતો. બંને મંત્રીઓએ આ સમજૂતીકરાર હેઠળ થયેલી પ્રગતિ પર આનંદ વ્યક્ત કર્યો હતો, જેમાં દરિયાઈ પ્રદૂષણની પહેલની સ્થાપના સામેલ છે. તેમાં ખાસ કરીને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, નોર્વે અને ભારત ઇન્ટિગ્રેટેડ ઓશન મેનેજમેન્ટ પર ઇરાદાપત્ર પર હસ્તાક્ષર કરશે, જેમાં ટકાઉ દરિયાઈ અર્થતંત્રની પહેલો સામેલ છે.
  7. મંત્રીઓએ જૂન, 2020માં લિસ્બનમાં આયોજિત યુએન ઓશન કોન્ફરન્સમાં દરિયાઈ સ્વાસ્થ્ય અને સંપત્તિ માટે નક્કર, સ્કેલેબલ સોલ્યુશન પ્રદાન કરવાનું મહત્ત્વ પણ વ્યક્ત કર્યું હતું.
  8. મંત્રીઓએ વધુમાં રસાયણો અને કચરાનાં ટકાઉ વ્યવસ્થાપનનું મહત્ત્વ નોંધ્યું હતું તેમજ સતત કાર્બનિક પ્રદૂષકો અને દરિયાઈ કચરાનાં પ્રવાહને લઘુતમ કરવા પર સ્ટોકહોમ કન્વેન્શનના અમલીકરણ પર ભારત અને નોર્વે વચ્ચે સાથસહકારને આવકાર આપ્યો હતો.
  9. બંને મંત્રીઓએ દરિયાઈ પ્લાસ્ટિક કચરો અને માઇક્રોપ્લાસ્ટિકની આંતરરાષ્ટ્રીય અને તાત્કાલિક પ્રકૃતિની સમજણ વહેંચવા પર ધ્યાન દોર્યું હતું તથા એ મહત્ત્વ પર ભાર મૂક્યો હતો કે, આ સમસ્યાનું સમાધાન કોઈ પણ દેશ એકલા હાથે ન લાવી શકે. તેઓ પ્લાસ્ટિકનાં પ્રદૂષણની સમસ્યાનાં આંતરરાષ્ટ્રીય સમાધાનને ટેકો આપવા અને પ્લાસ્ટિક પ્રદૂષણ પર નવી આંતરરાષ્ટ્રીય સમજૂતી સ્થાપિત કરવાની વ્યવહારિકતા ચકાસવા આંતરરાષ્ટ્રીય કામગીરીને ટેકો આપવા કટિબદ્ધ છે.
  10. મંત્રીઓએ જૈવવિવિધતાના નુકસાન માટે જવાબદાર પ્રત્યક્ષ અને પરોક્ષ પરિબળોને નિયંત્રણમાં લેવા આંતરરાષ્ટ્રીય અને અસરકારક પ્રતિભાવને ઝડપી બનાવવા અન્ય રાજકીય નેતાઓ સાથે સંયુક્તપણે કામ કરવા અને એકબીજાને સાથસહકાર આપવા સંમતિ વ્યક્ત કરી હતી. તેઓ વર્ષ 2020માં ચીનનાં કુન્મિંગમાં આયોજિત સીબીડીની સીઓપી15 પર મહત્ત્વાકાંક્ષી, મજબૂત, વ્યવહારિક અને અસરકારક વૈશ્વિક જૈવવિવિધતાનું માળખું વિકસાવવા સંયુક્તપણે કામ કરવા સંમત થયા હતા.
  11. બંને મંત્રીઓએ યાયાવર પ્રજાતિનાં સંરક્ષણ પર ચર્ચા કરી હતી. મંત્રીઓએ 2020 ગ્લોબલ બાયોડાઇવર્સિટી ફ્રેમવર્ક પછી પારિસ્થિતિક જોડાણનાં સંકલનનાં મહત્ત્વને સ્વીકાર્યું હતું.
  12. મંત્રીઓએ ભાર મૂક્યો હતો કે, વનનો નાશ કરતી અને કુદરતમાં વિનાશ વેરતી પ્રવૃત્તિઓ માટેઆંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન અને ફાઇનાન્સને બંધ કરવું જોઈએ તથા પર્યાવરણને અનુકૂળ રીતે ઓછી સંખ્યામાં પણ લોકોની આજીવિકા અને ઉપભોગને વધારતા પ્રોજેક્ટ્સને રોકાણ કરવું જોઈએ. તેઓ જંગલો અને વનનો વિનાશ ન કરતી સપ્લાય ચેઇન પર ચર્ચા કરવાનું જાળવી રાખવા સંમત થયા હતા.
  13. બંને મંત્રીઓએ ભાર મૂક્યો હતો કે, સંયુક્ત રાષ્ટ્રનાં પર્યાવરણીય કાર્યક્રમની પાંચમી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણલક્ષી સંસદ પર્યાવરણ સાથે સંબંધિત કેટલાંક મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સ્તરે વધારે કામગીરીની અપીલ કરવા સારી તક પૂરી પાડે છે, ખાસ કરીને સ્થાયી વિકાસલક્ષી લક્ષ્યાંકો હાંસલ કરવા પર્યાવરણ માટે કામગીરીને મજબૂત કરવા.
  14. આ મુલાકાત દરમિયાન મંત્રી રોટેવાને તેમનો અને તેમના પ્રતિનિધિમંડળનો સારો આતિથ્ય સત્કાર કરવા બદલ મંત્રી જાવડેકરનો આભાર માન્યો હતો. તેમણે મંત્રી જાવડેકરને નોર્વે અને આર્કટિકની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું, જેથી ભારત અને નોર્વે આબોહવા અને પર્યાવરણ પર જોડાણને વધારે ગાઢ બનાવી શકે.
  15. નોર્વે અને ભારત વન્યકરણમાં સાથસહકારનાં વિવિધ ક્ષેત્રોમાં સંશોધન કરશે તથા આબોહવામાં પરિવર્તન સાથે એનું જોડાણ કરશે.

 

શ્રી સ્વેઇનુંગ રોતેવાન

આબોહવા અને પર્યાવરણ મંત્રી

નોર્વે સરકાર

શ્રી પ્રકાશ જાવડેકર

પર્યાવરણ, જંગલ અને આબોહવામાં પરિવર્તન મંત્રી

ભારત સરકાર

[:]