[:gj]સત્યાગ્રહ કરવાની ભાજપ સરકારમાં મનાઈ[:]

[:gj]ગુજરાતમાં સરકારી કચેરીઓમાં આઉટસોર્સીંગ હેઠળ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું ખાનગી કોન્ટ્રાકટ ધરાવતી એજન્સીઓ શોષણ કરી રહી છે. અરવલ્લી જીલ્લાના પશુ દવાખાનાઓમાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા ૧૦૦ થી વધુ કર્મચારીઓને છેલ્લા ૪ મહિનાથી છુટ્ટા કરી દેવામાં આવેલા છે.

સફાઈ કામદારોએ ગાંધી ચિંધ્યા માર્ગે કલેકટર કચેરી આગળ ૨૦ જાન્યુઆરીને સોમવારથી કલેક્ટર કચેરી આગળ ભૂખ હડતાલ પર ઉતારવાની મંજૂરી જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી અને મોડાસા મામલતદાર પાસે માંગતા વહીવટી તંત્રએ મંજુરીનો નનૈયો ભણતા સોમવારે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ભૂખ હડતાલ માટે પહોંચે તે પહેલા જ મોડાસા ટાઉન પોલીસે ડિટેઇન કરી લીધા હતા અને ધરણાં પણ કરવા દેવામાં આવ્યા ન હતા.

ગુજરાત વાલ્મીકિ સંગઠનના પ્રમુખ લાલજી ભગતના જણાવ્યા મુજબ સફાઈ કામદારોએ નોકરીમાં પરત લેવામાં આવેની ન્યાયની માંગ સાથે અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર ઉતરવાની માંગણી પણ સ્વીકારવામાં નથી. ડિટેઇન કરી લઈ તેમના હક્ક માટેની લડાઈ પર ભાજપની રૂપાણી સરકારે તરાપ મારી છે.[:]