સરકારના કારણે લોકોએ નળ સરોવર જવાનું બંધ કર્યું, કુદરત પણ રૂઠી ને તળાવ સુકાયું

જ્યાં સૌથી વધું પક્ષીઓ જોવા મળે છે તે અમદાવાદથી 62 કિલોમીટર નજીકના નળ સરોવરમાં વન વિભાગની લુચ્ચાઈના કારણે વિદેશી પક્ષી નિરીક્ષકએ આવવાનું બંધ કરી દીધું છે. ગુજરાતના લોકો પણ હવે નળ સરોવરમાં ઊંચી ફી અને ઊંચા હોડી ભાડાની લૂંટથી ત્રાસીને જવાનું ઓછું કરી નાખ્યું છે. ફી દ્વારા સરકારે લૂંટ શરૂ કરી તે પહેલાં 1998-99માં 92 હજાર લોકોએ નળ સરોવનની મુલાકાત લીધી હતી. 20 વર્ષ પછી તે સંખ્યા ખરેખર તો ચાર ગણી 4 લાખ સુધી થઈ જવી જોઈતી હતી. પણ હવે 2016-17માં 35 હજાર લોકો માંડ આવ્યા હતા. આ વર્ષે તે 60 હજારથી વધું થયા નથી. આમ ખરેખર જ્યાં 4 લાખ લોકો આવવા જોઈએ ત્યાં 60 હજાર લોકો આવે છે. આમ સરકારે નક્કી કરેલી ઊંચી ફીના કારણે ગુજરાતના લોકો અહીં આવવાનું ટાળે છે. ગરીબ નાગરિકો અહીં આવી શકતાં નથી. સરકારે નક્કી કરેલી ઊંચી ફીના કારણે ગુજરાતની 50 ટકા ગરીબ પ્રજા અહીં આવી  શકતી નથી.

ગુજરાતના સામાન્ય નાગરિકો જ નહીં પણ હવે વિદેશી પક્ષી પ્રેમીઓએ અહીં આવવાનું છેલ્લા 4 વર્ષથી સાવ બંધ કરી દીધું છે. 2012-13માં અહીં 251 વિદેશી નાગરિકો આવ્યા હતા. પણ છેલ્લા 4 વર્ષથી એક પણ વિદેશી અહીં આવ્યા નથી. જેની પાછળનું કારણ પણ વન વિભાગ દ્વારા લેવાતી ઊંચી ફી અને હોડી દ્વારા ઉઘાડી લૂંટ વન વિભાગ દ્વારા કરવામાં આવે છે તે છે.

અહીં 3 લાખથી વધું વિદેશી પક્ષીઓ આવે છે પણ વિદેશી નાગરિકોએ આવવાનું બંધ કરી દીધું છે. આ વર્ષે તો નળ સરોવર ઓછા વરસાદના કારણે સુકાઈ ગયું છે. સરોવરની મહત્તમ ઊંડાઇ 2.70 મીટર છે. પણ 60 ટકા સરોવર 1થી 1.25 મીટર સુધી ઊંડાઈ ઘરાવે છે. જળાશય 12,000 હેકટર (120 ચોરસ કિ.મી.) છે. સરોવરમાં 350 જેટલા ટાપુ છે.

નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી અહીં ફ્લેમિંગો અને બીજા પક્ષીઓ જોવા મળે છે. પણ આ વખતે સરોવર સુકાઈ ગયું હોવાથી કોઈ પક્ષી આવ્યા જ નથી.