ગાંધીનગર, તા.04
સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામેની ખાતાકીય તપાસની કાર્યવાહીમાં સ્વબચાવની તક આપવા માગતી સરકાર આવી તપાસના કેસ માટે લોકઅદાલત જેવું તંત્ર ઊભું કરવા જઈ રહી છે. આવા કેસમાં વિલંબ થતો હોઈ સમય, શક્તિ અને નાણાંનો વ્યય થતો હોય છે, જેના કારણે કર્મચારીઓને હતાશા અને માનસિક વ્યથા ભોગવવી પડે છે.
આ પરિસ્થિતિમાં સરકારી અધિકારી કે કર્મચારી સામે ચાલતા ખાતાકીય તપાસના કેસના ઝડપી નિકાલ માટે લોકઅદાલત યોજાશે. સામાન્ય વહીવટ વિભાગે જારી કરેલા આદેશ પ્રમાણે ખાતાકીય તપાસના કેસમાં બંને પક્ષને સ્વીકાર્ય બને તેવી લોકઅદાલત જેવી પદ્ધતિનો અમલ શરૂ કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય સેવા નિયમો પ્રમાણે નાની અથવા મોટી શિક્ષા કરવા માટે તહોમતદાર અધિકારી કે કર્મચારીને આરોપનામું બજાવવામાં આવે છે, જેની સામે તેમણે બચાવનામું રજૂ કરવાનું હોય છે. તહોમતદાર બચાવનામું રજૂ કરે તે તબક્કે લોકઅદાલત જેવી પદ્ધતિ હેઠળ ઉચ્ચકક્ષાની સમિતિ સમક્ષ જવા ઇચ્છતા હોય તો નિયત નમૂનામાં અરજી કરી શકશે.
શિસ્ત અધિકારી તે પરત્વે કાળજીપૂર્વકની વિચારણાના અંતે વિગતવાર નિર્ણય નોંધીને એક માસમાં સમિતિ સમક્ષ કેસ રજૂ કરશે. દરેક વિભાગ કે ખાતાના વડા સરકારે રચેલી ઉચ્ચકક્ષાની સમિતિને કેસ સોંપી શકશે. વધુમાં ફક્ત દસ્તાવેજી પુરાવા પર આધારિત અને કોઈ સાક્ષીની જુબાની લેવાની ન હોય તેવા કેસ ખાતાકીય તપાસના ખાસ અધિકારી કે તપાસ અધિકારીની પેનલ પરના નિવૃત્ત અધિકારી પાસે પડતર હોય જેમાં આખરી બ્રીફ રજૂ કરી ન હોય તો સમિતિ તેવા કેસ આ યોજના હેઠળ વિચારણામાં લઈ શકશે.
જો કે જે કેસમાં સાક્ષીની જુબાની લેવાની હોય તેવા કેસ સાક્ષીની જુબાની શરૂ થતા પહેલાં સમિતિ વિચારણામાં લઈ શકશે, ત્યાર પછી નહીં લઈ શકે. ખાતાકીય તપાસના ખાસ અધિકારી કે તપાસ અધિકારીની પેનલ પરના નિવૃત્ત અધિકારીને સોંપવામાં આવેલા કેસ વિભાગના સચિવ કે ખાતાના વડા ઉચ્ચકક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવા પરત મેળવી શકશે, પરંતુ ખાતાકીય તપાસના ખાસ અધિકારી પેનલ પરના નિવૃત્ત અધિકારીએ જે દિવસે કેસની સુનાવણી રાખી હોય તેના બે દિવસ પહેલાં કેસના કાગળો સંબંધિત વિભાગે કે ખાતાના વડાએ તપાસ અધિકારીને અચૂક પરત કરવાના રહેશે.
મહત્ત્વની બાબત એ છે કે સમિતિએ સૂચવેલી શિક્ષા અધિકારી કે કર્મચારીને સ્વીકાર્ય હોય તો તે મતલબની લેખિત સંમતિ તેમની પાસેથી મેળવીને સમિતિ નાની શિક્ષા કરવાના આદેશ આપશે. તપાસના રેકોર્ડ અને અધિકારી કે કર્મચારીની રજૂઆતો વિચારણામાં લીધા પછી સમિતિને એવો અભિપ્રાય થાય કે સંબંધિત અધિકારી કે કર્મચારીને શિક્ષા કરવાની જરૂર નથી, ત્યારે સમિતિ તેમને દોષમુક્ત કરી શકે છે. સમિતિને આરોપ પડતા મૂકવા યોગ્ય જણાય કે તહોમતદારને ચેતવણી આપી પ્રકરણ આખરી કરવા યોગ્ય જણાય તો સમિતિ તે પ્રકારનો નિર્ણય લઈ શકશે.
મોટી શિક્ષા અથવા નાની શિક્ષાની કાર્યવાહી માટે આરોપનામું આપવામાં આવ્યું હોય અને સમિતિએ તેમાં કાર્યવાહી હાથ ધરી હોય, પરંતુ બંને પક્ષો શિક્ષાના પ્રમાણ માટે સંમત ન હોય અથવા સૂચવેલી શિક્ષા અધિકારી કે કર્મચારીને સ્વીકાર્ય ન હોય તો તેવા કેસ તે મુજબની નોંધ સાથે સમિતિ ખાતાકીય તપાસની કાર્યવાહી પૂર્ણ કરવા શિસ્ત અધિકારીને પાછા મોકલશે.
વિભાગે કરેલા આદેશમાં જણાવાયું છે કે, વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ સામેના ખાતાકીય તપાસના કેસ માટે ખાતાના વડાની સમિતિ રચવાની કાર્યવાહી વહીવટી વિભાગે
ગુજરાતી
English



