અંગદાન માટે સોટો બનતાં સુરતને સૌથી મોટો ફાયદો

ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના દર્દીઓ માટે ‘સોટો’ (સ્ટેટ ઓર્ગન અને ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના કરવા માટે સરકારે 26 જાન્યુઆરી 2019માં મંજૂરી આપી છે. તેથી હવે દર્દીને સરળતાથી ઓર્ગન ડોનર મળી શકશે. દર્દીઓને અંગદાન અને પ્રત્યારોપણની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા જ દર્દી અને ઓર્ગન ડોનરને મેળવવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. કેમ કે અત્યાર સુધી આવી કોઈ સંસ્થા ગુજરાતમાં નહોતી. ‘સોટો’ની રચનાથી રાજ્યમાં કોઈ પણ જગ્યાએ રહેલા ડોનર દ્વારા દર્દીનો સંપર્ક કરી શકાશે. ગુજરાતના ‘ઓર્ગન ડોનર સિટી’ તરીકે સુરત ઊભરી રહ્યું છે. ગુજરાતમાં 2017માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન 180 લોકોએ અંગદાન કર્યું હતું. જેમાંથી અડધા એટલે કે 91 ઓર્ગન ડોનેશન સુરતમાં થયા હતા. અમદાવાદમાંથી 28 લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હોવાનું  ‘ડોનેટ લાઈફ’ દ્વારા જાહેર કરાયું હતું. ભાવનગરમાંથી 26 લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હતું. 2017માં 106  કેડેવર કિડની ડોનેશનમાંથી 52 સુરતમાંથી થઈ હતી. 17 કિડની ડોનેશન સાથે ભાવનગર બીજા અને અમદાવાદ 15 સાથે ત્રીજા સ્થાને છે. 2017માં 62 લીવર ડોનેશનમાંથી 28 સુરતમાં થયા હતા. ગુજરાતમાંથી કુલ 10 લોકોએ હાર્ટ ડોનેટ કર્યું હતું અને તેમાંથી 9 સુરતના હતા.

ભારતદેશમાં 20 લાખથી વધુ કિડની ફેલ્યોરના દર્દીઓ છે અને દર વર્ષે તેમાં બેથી અઢી લાખ નવા દર્દીઓનો વધારો થતો જાય છે. આવી જ પરિસ્થિતિ લીવર, હૃદય, પેન્ક્રિયાસ અને નેત્ર સંબંધિત રોગોની પણ છે. દેશમાં દર વર્ષે પાંચ લાખ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાના કારણે મૃત્યુ પામે છે ત્યારે આ રીતે અંગો નિષ્ફળ ગયાં હોય એવા દર્દીઓની સહાયતા કરવા તથા તેઓમાં આશાનું કિરણ પ્રગટાવવા તેમ જ નવજીવન આપવાના હેતુથી ગુજરાતમાં ઓર્ગન ડોનેશન અંગે જનજાગૃતિનું કાર્ય કરતી સંસ્થા ડોનેટ લાઇફ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નીલેશ માંડલેવાલા સન 2005થી પોતાનું જીવન આ ઉમદા કાર્ય માટે સમર્પિત કરી રહ્યા છે.
તાજેતરમાં ગુજરાતમાં ઓર્ગન ડોનેશન અંગે જન-જાગૃતિનું કાર્ય કરતી સંસ્થા ડોનેટ લાઇફના આણંદ ચેપ્ટરનો આરંભ કરવામાં આવ્યો હતો, જેમાં ડોનેટ લાઇફના સ્થાપક અને પ્રમુખ નીલેશ માંડલેવાલા તેમ જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થાની સૌપ્રથમ શરૂઆત આજથી 12 વર્ષ અગાઉ સન 2005માં સુરતમાં કરવામાં આવી હતી.
હવે આણંદમાં ડોનેટ લાઇફના ચેપ્ટરનો શુભારંભ થવાથી આજુબાજુના વિસ્તારના લોકોને પણ ઓર્ગન ડોનેશન અંગેની જાણકારી મળી રહેશે અને તેને કારણે જ્યારે કોઈ વ્યક્તિ બ્રેનડેડ થાય ત્યારે તેમના પરિવારજનો ઓર્ગન ડોનેશન કરાવશે તો કિડની, લીવર અને હૃદયની નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળી શકશે.

ગુજરાતમાં જે ઓર્ગનનાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે તેમાંથી પચાસ ટકાથી વધુ ઓર્ગન ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા ડોનેશન કરાવવામાં આવ્યાં છે. ડોનેટ લાઇફ દ્વારા અત્યાર સુધીમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 245 કિડની, 99 લિવર, 6 પેન્ક્રિયાસ, 17 હૃદય અને 208 ચક્ષુઓનું દાન મેળવીને દેશનાં વિવિધ રાજ્યો તથા વિદેશની 572 વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે, જેમાંથી આણંદના એક યુવકને હૃદય તેમ જ ઓડ અને બોરસદની વ્યક્તિને લીવર દ્વારા નવું જીવન મળ્યું છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામે ગેસ સંચાલિત અત્યંત આધુનિક અગ્નિસંસ્કાર કેન્દ્રનું ઉદ્ઘાટન ભગવતચરણસ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં ઓર્ગન ડોનેશન અંગે જન-જાગૃતિનું કાર્ય કરતી સંસ્થા ડોનેટ લાઇફના સ્થાપક અને પ્રમુખ નીલેશ માંડલેવાલાને જનસેવા અભિયાન ઓડના કર્તાહર્તા પ્રકાશભાઈ પટેલે આમંત્રણ પાઠવ્યું હતું.
આધુનિક અગ્નિસંસ્કાર કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત લોકોને ડોનેશનનું મહત્ત્વ સમજાવી ઓર્ગન ડોનેશન અંગેની જાણકારી નીલેશભાઈએ પૂરી પાડી હતી અને જનસેવા અભિયાન ઓડના પ્રકાશભાઈ પટેલને ડોનેટ લાઇફના આણંદ ચેપ્ટરની સ્થાપના કરવા જણાવ્યું હતું અને પ્રકાશ પટેલ અને તેમની ટીમે તેનો સહર્ષ સ્વીકાર કરી ડોનેટ લાઇફ આણંદ ચેપ્ટર ખોલી આજુબાજુના વિસ્તારમાં તેનો પ્રચાર પ્રસાર કરાશે તેમ જણાવ્યું હતું.

પ્રકાશભાઈ પટેલ મુંબઈના ઉદ્યોગપતિ છે અને આણંદમાં ફાઉન્ડર પ્રેસિડન્ટ છે. પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે આણંદમાં ઓર્ગન ડોનેશન બાબતમાં જનજાગૃતિ લાવવાની જરૂરિયાત છે, આથી અમે આણંદમાં ડોનેટ લાઇફના ચેપ્ટરની શરૂઆત કરી છેે.
ડોનેટ લાઇફના ફાઉન્ડર અને પ્રેસિડન્ટ નીલેશ માંડલેવાલા કહે છે કે ડોનેટ લાઇફનો હેતુ એ છે કે હાલમાં કિડની ફેલ્યોર અને લીવરના અંતિમ તબક્કાના રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે ત્યારે અમારી ઝુંબેશ એ છે કે લોકોને આ રોગ વિશે જાગૃત કરવા, શિક્ષિત કરવા અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તેની સમજ આપવી. કેડેવર ઓર્ગન ડોનેશન દ્વારા તેમને નવું જીવન આપવાનો પ્રયાસ કરવો, ઓર્ગન ફેલ્યોર દર્દીઓને તમામ શક્ય મદદ પૂરી પાડવાનો પણ અમારો હેતુ છે. અમે નાગરિકોને ઓર્ગન ડોનર્સ તરીકે તેઓને તૈયાર કરવા માટે પણ પ્રોત્સાહિત કરીએ છીએ.

ઓર્ગન ડોનેશન માટે કામ કરતી સુરતની ડોનેટ લાઈફ સંસ્થાએ આણંદ શહેરમાં અંગદાનના હેતુઓને સિદ્ઘ કરવા આણંદમાં પોતાની બ્રાન્ચનો પ્રારંભ કર્યો છે.  સંસ્થા દ્વારા બ્રેનડેડ વ્યક્તિના શરીરના કિડની, હૃદય, લીવર, પેન્ક્રીયાસ, નેત્ર જેવા અવયવોનું બ્રેનડેડ વ્યક્તિના પરિવારજનો સાથે કાઉન્સેલીંગ કરીને દાનમાં મેળવાશે અને અંગોની ખામીને લઈ અસહાય જીવન જીવતા લોકોમાં તે અંગો ટ્રાન્સપ્લાન્ટ કરાશે. જાતિ, ધર્મ, ગરીબ, અમીરના ભેદ ભૂલીને માનવ સેવા અર્થ આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.જેમાં ઓર્ગન ડોનેટ લેતા દર્દીએ માત્ર શસ્ત્રક્રિયાનો ખર્ચ માત્ર ઉઠાવવો પડે છે ે.
વર્ષ ૨૦૦૫માં સુરત ખાતે શરૂ થયેલ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અંગદાનમાં દિક્ષણ ગુજરાતમાંથી બ્રેનડેડ વ્યક્તિના પરીવારજનો સાથે સમજણ કેળવી આજદિન સુધી ૨૪૫ કિડની, ૯૯ લીવર અને ૬ પેન્ક્રીયાસ, ૧૭ હૃદય અને ૨૦૮ જેટલું ચક્ષુદાન મેળવી રાજ્ય અને દેશમાં તેમજ વિદેશમાં કુલ ૫૭૨ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. જેમાં આણંદ,બોરસદ, ઓડના એક, એક વ્યક્તિને આ સંસ્થાના માધ્યમ થકી નવજીવન મળ્યું છે. આ પ્રસંગે ડોનેટ લાઈફ સંસ્થાનાં સ્થાપક નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, મૃત્યુ બાદ દરેક શરીર ધાર્મિક વિધિ મુજબ નષ્ટ થાય છે. આત્મા અજર છે. એટલે અંગદાન દ્વારા અન્ય વ્યક્તિને જીવન મળે તે માટે આપણે સૌએ વિચારવું જોઈએ. આજે દેશમાં દોઢ લાખ ઉપરાંત લોકો અકસ્માતમાં બ્રેનડેડ થાય છે. ત્યારે આવા સંજોગોમાં બ્રેનડેડ વ્યક્તિના અવયવો કિડની, લીવર, હૃદય, આંખો જેવા અવયવના દાનથી અન્ય એવા મૃત્યુના દ્વારે ઊભેલા વ્યક્તિના જીવનને બચાવી શકે છે. એક વ્યક્તિના દાનથી અનેકોના જીવ બચે છે. વધુમાં આજે વર્ષે દહાડે પાંચ લાખ લોકો અંગદાન ન મળવાથી મરે છે.
બ્રેનડેડ વ્યક્તિની ઓળખ આપતા તેઓએ જણાવ્યું હતું કે, ડોક્ટર દ્વારા જે વ્યક્તિનો ઓપનીયા ટેસ્ટ પોઝીટીવ આવે અને આ પ્રકારેં બેથી ત્રણ વખત ટેસ્ટ કરાયા બાદ આ પ્રક્રિયા હાથ ધરીને અંગદાન થઈ શકે. જેમાં બાળકોનાં ઓર્ગન બહુ ઓછા કરાય છે, ઉંમરલાયક વ્યક્તિના ઓર્ગન જલદીથી કામ લાગી શકે છે.આણંદ શહેર ખાતે ડોનેટ લાઈફ સંસ્થાની બ્રાન્ચને કાર્યરત કરવાના ભાગરૂપે વિદ્યાનગર એલિકોન હોલ ખાતે જન જાગૃતિ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે સંત વલ્લભ સ્વામી (વડતાલ સ્વામિનારાયણ મંદિર), દિલીપભાઈ દેસાઈ (અનુપમ મિશન) તેમજ આણંદ બ્રાંચના સહયોગી રાજુભાઈ પટેલ (ડોલ્ફીન વોચ, આણંદ) તથા પ્રકાશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, શૈલેષભાઈ, રાજેન્દ્રભાઈ, મિતેશભાઈ, મયુરભાઈ પટેલ સહિતના અગ્રણ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા આગામી દિવસોમાં આણંદ શહેર ખાતે ડોનેટ લાઈફ સંસ્થાને કાર્યવંતી કરવા અને જનજાગૃતતા હેઠળ અન્યના જીવનને નવજીવન આપવાની કામગીરી હાથ ધરવાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ં જુદા જુદા ડોનરના ઈન્ટરવ્યુ, ઓર્ગનની વ્યવસ્થા અને ટીમની કામગીરી,સંસ્થાએ સફળ કરેલા ઓર્ગન-ટ્રાન્સપ્લાન્ટ આંકડા અને વાર્ષિક માહિતી તથા માર્ગદર્શનની જીવંત ઉપયોગી માહિતી ચલચિત્ર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.
બ્રેનડેડ વ્યક્તિ કોને કહેવાય ?
બ્રેનડેડ વ્યક્તિ અંગે સમજ આપતા નિલેષ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, અકસ્માત કે અન્ય રીતે ઘવાયેલા દર્દીના શરીરમાં ધબકતા હૃદયને શ્વાસની સાથે કૃત્રિમ રીતે જીવંત રાખી શકાય,મગજ દ્વારા નિર્દેશીત ચેતના અને શ્વાસ લેવાની ક્ષમતા સાથેના બધા કામો બંધ થઈ જાય તેવી વ્યક્તિને ચિકિત્સાકીય પરિભાષામાં બ્રેનડેડ જાહેર કરાય છે. પરિવારના સભ્યોની ઈચ્છાનુસાર બ્રેનડેડ વ્યક્તિના અંગો અન્ય જરૂરિયાત ધરાવતા વ્યક્તિ માટે જીવનની રોશની બને છે અને અંગ આપનાર અન્યના શરીરમાં લાંબો સમય જીવીત રહે છે.

એક અંદાજ મુજબ દેશમાં ૨૦ લાખ લોકો કિડની નિષ્ફળતાની બીમારીથી પીડિત છે. દર વર્ષે તેમાં અંદાજે ૨ લાખ લોકોનો ઉમેરો થાય છે. આવી જ સ્થિતિ લિવર, પેન્ક્રિયા, હૃદય અને નેત્ર સંબંધી બીમારીથી પીડાતા લોકોની પણ છે. એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે ૪ લાખથી વધુ વ્યક્તિ ઓર્ગન ન મળવાને લીધે મૃત્યુ પામે છે. લોકોમાં ઓર્ગન ડોનેશન અંગે અજ્ઞાાનતા અને ર્ધાિમક માન્યતાઓને લીધે કેડેવર ઓર્ગન ડોનેશન માટે આગળ આવતા નથી.

વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વનો બીજા ક્રમાંકનો દેશ છે, જ્યારે ઓર્ગન ડેનોશન રેશિયો જેવામાં આવે તો તેમાં ભારતમાં ૧૦ લાખ લોકોએ માત્ર ૦.૨ ટકા લોકો ઓર્ગન ડોનેટ કરે છે. જે કદાચ વૈશ્વિક લેવલે સૌથી ઓછું છે. તેમ આઇઆઇટી ગાંધીનગર ખાતે આવેલા ઓર્ગન ડોનેશન ડ્રાઇવ ચલાવતા અનિલ શ્રીવાસ્તવે કહ્યું હતું. આઇઆઇટી ખાતે વધુમાં તેમણે ઉમેર્યું કે, ઓર્ગને ડોનેટ કરવા માગતા લોકોએ એનજીઓ કે કોઇ સંસ્થાને જાણકારી આપવાના બદલામાં તેમના ફેમેલી મેમ્બરને આપવી જોઇએ. કારણ કે, મૃત્યુ બાદ બોડી પર પ્રથન હક ફેમેલી મેમ્બરનો હોય છે. તેથી ઘણી વખત ઓર્ગન ડોનેટ કરવા માગતી વ્યક્તિ પણ ડોનર બની શકતી નથી. ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા સામાન્ય છે, માત્ર લોકોએ તેને સમજવાની જરૃર છે. ઓર્ગન ડોનેટ કરવા માટે વ્યક્તિએ નોન-ઓબ્લિગેશન સર્ટીફિકેટની જરૃર રહે છે, જે સરાકરી સંસ્થામાંથી મળે છે.

NOC મેળવવાની સરકારી પ્રક્રિયા જટિલ છે

ઓર્ગન ડોનેશન રેશિયો ખૂબ ઓછો હોવાના મુખ્ય બે કારણોે છે. લોકોમાં ઓર્ગન ડોનેશન વિશે જાણકારીનો અભાવ અને ઓર્ગન ડોનેશન માટે મેળવવા પાત્ર ઓનઓસી જવાબદાર છે. ઘણી વખત ઓર્ગન ડોનેશન કરવા માટે સામાન્ય લોકોને એનઓસી સર્ટીફિકેટ સરકારી અધિકારીઓ પાસેથી ઝડપી મળતા નથી, એનઓસીની સરકારી પ્રક્રિયા જટીલ છે.