અંબાજી પાસે કારનો અકસ્માત, તળાવમાં ખાબકી

અંબાજી પંથક માં આજે સાંજ ના સુમારે વરસાદ નું ભારે ઝાપટું પડતા દાંતા તરફ થી અંબાજી આવી રહેલી એક એશન્ટ કાર ને અકસ્માત સર્જાયો હતો. જોકે આ એશન્ટ કાર માં 7 મુસાફરો સવાર હતા ને આ કાર નંબર જી.જે.02 બીડી 5003 જે અંબાજી થી માત્ર એક કિલો મીટર દુર જ વરસાદ નો ભારે ઝાપટું પડ્યું હોવાથી કાર ચાલકે સ્ટેરિંગ પર નું કાબુ ગુમાવતા કાર રોડ સાઈડે આવેલા એક ઊંડા તળાવ માં ખાબકી હતી.

જોકે આ ઘટના ને તે માર્ગ પર સ્થાનિક માર્બલ ના વેપારીઓ ને મજૂરો એ પ્રયતક્ષ ઘટના ને જોતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ તળાવ માં ખાબકેલી કાર માંથી 7 એ મુસાફરો ને બહાર કાઢ્યા હતા ને કાર સંપુર્ણ પણે પાણી માં ગરકાવ થઈ ગઈ હતી જેમાં થી  5 વ્યક્તિઓ ને વધુ ઈજાઓ થતા તેમને 108 એમ્યુલન્સ  મારફતે અંબાજી ની જનરલ હોસ્પિટલ માં ખસેડાયા હતા અને  2  વ્યક્તિઓ નો પણ આબાદ બચાવ થયો હતો આ કાર માં મુસાફરો પાટણ જિલ્લા ના ચાણસ્મા તાલુકા ના જિતોડા ગામ ના હતા જેમાં વધુ ઇજાગ્રસ્ત બનેલા રૂપસંગ જી જવાનજી ઠાકોર તથા ટીનાજી ભોપાજી ઠાકોર ને પાલનપુર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.