[:gj]અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રંગ લાવીઃ ગીર સોમનાથના છારા ગામે સેનેટરી નેપકીનનું વિતરણ [:]

[:gj]

બોલિવૂડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અભિનિત હિન્દી ફિલ્મ પેડમેને સમગ્ર દેશમાં મહિલાઓને સેનેટરી નેપકીનનાં ઉપયોગ માટે જાગૃતિ લાવવાનું કામ કર્યું છે. સમગ્ર દેશમાં મહિલાઓને માસિક સ્ત્રાવ દરમિયાન તેનાંથી બચવા માટે સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાનો સંદેશો આ ફિલ્મમાં આપવામાં આવ્યો હતો. અને તેનાં કારણે લગભગ દરેક સ્ત્રી જાગૃત બની છે અને તેનાં ઉપયોગ માટે પગલાં ભરી રહી છે, તો મહિલાઓનાં ઉત્થાન માટે કામ કરતી સંસ્થાઓ પણ આ ફિલ્મની પ્રેરણા લઈને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને જાગૃત કરવાની એક મૂહિમ ચલાવી રહ્યાં છે. આવો જ એક નવતર પ્રયોગ ગાંધી જયંતિ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાનાં છારા ગામે સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથનાં છારા ગામે આજે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્ત્રી સ્વાભિમાન સેનેટરી નેપકીન વિતરણ અને 150મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 100 થી વધુ મહિલાઓ એ ભાગ લીધો હતો.સમગ્ર છારા ગામને સ્વચ્છ કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથનાં કોડીનાર તાલુકાના  છારા ગામે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલય તેમજ કોમન સર્વિસ સેન્ટર સ્કીમ દ્વારા સંચાલિત સ્ત્રી સ્વાભિમાન સેનેટરી નેપકીન યુનિટ દ્વારા મહિલાઓને વિનામૂલ્યે સેનેટરી નેપકીન વિતરિત કરવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર છારા ગામને પણ સફાઈ કરી સ્વચ્છ કરવામાં આવ્યું હતું.
ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે  ગાંધીજીના વિચારોને મૂર્તિમંત કરવા છારા ગામે સ્વચ્છતા અભિયાન તેમજ સ્ત્રી સ્વાભિમાન પ્રોજેકટ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સ્ત્રી સ્વાભિમાન પ્રોજેક્ટનો હેતુ છે ગ્રામીણ સ્ત્રીઓને રોજગારીની સાથે સ્વચ્છતા અંગે માર્ગદર્શન અને મદદ મળે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. જેનો સમગ્ર ગીર સોમનાથ ની ગ્રામીણ મહિલાઓને સારો લાભ મળે છે.
ગીર સોમનાથનાં છારા ગામે યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. સ્ત્રી સ્વાભિમાન પ્રોજેક્ટ અંતર્ગત 100થી વધુ મહિલાઓને હાઇજેનિક સેનેટરી નેપકીનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ત્રી સ્વાભિમાન એટલે શું..? ખુબ જ ઓછી કિંમતે સેનેટરી નેપકીન ગ્રામીણ મહિલાઓને મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ખુબજ મહત્વની આ યોજના ગણાવાય રહી છે. આ સેનેટરી નેપકીનનું ઉત્પાદન પણ ગ્રામીણ મહિલાઓ જ કરે છે. આ મહિલાઓને રોજગારીની સાથોસાથ સ્વચ્છતા દ્વારા સ્વસ્થતા મળે છે. તેવો સંદેશ પણ પાસ કરવામાં આવે છે.

[:]