ભાજપ લોકસભા ચૂંટણીમાં 75 વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકિટ લેતા અટકાવશે નહીં. ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણીને ટિકિટ મળે એવા શક્યતા છે. વરિષ્ઠ નેતાઓને લઈને બીજેપીની રણનીતિ પાછળ એવો તર્ક આપવામાં આવે છે કે પાર્ટી ઉમેદવારોની ઉમરની જગ્યાએ એમની જીતવાની સંભાવનાઓ ધ્યાનમાં લઇ રહી છે. કર્ણાટક વિધાનસભા ચુંટણીઓમાં પણ બીએસ યેદીયુરપ્પાને ઉમ્ર રેખામાંથી છુટ્ટી આપવામાં આવી હતી.
જો કે, તેઓ હવે ગાંધીનગરની બેઠક પર ક્યારેય દેખાતા નથી કે કોઈ રસ લેતા નથી. તેમ છતાં તેમને ગુજરાતમાંથી લોકસભાની ટિકિટ આપવામાં આવે એવી શક્યાતા હવે ફરી એક વખત ઊભી થઈ છે. ઉપરાંત મુરલી મનોહર જોશી, શાંતાકુમાર અને એવા અન્ય વયોવૃદ્ધ નેતાઓ માટે ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. આમ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ આ નેતાઓને બાજુ પર મૂકી દીધા બાદ તેમના પર ઉપકાર કર્યો છે. ભાજપ સંસદીય સમિતિની બેઠકમાં વયનું કોઇ માપદંડ નક્કી કર્યા વિના ચૂંટણી જીતી શકનારા નેતાઓને ટિકિટ આપવાનો નિર્ણય લેવાયો હતો. પક્ષે તેની કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ સૂત્રોએ તેની પુષ્ટિ કરી છે. જોકે વરિષ્ઠ નેતાઓ પર જ ચૂંટણી લડવી કે નહીં તે અંગેનો નિર્ણય છોડી દેવાયો છે. પરંતુ પક્ષ અને સરકારમાં કોઇ પદ માટે 75ની વયમર્યાદા ચાલુ રહેશે. બેઠકમાં એ પણ નક્કી કરાયું કે મોદી વારાણસીથી જ ચૂંટણી લડશે. તેઓ વડોદરાથી ચૂંટણી લડેલા આ વખતે સૌરાષ્ટ્રમાં કોઈ બેઠક પરથી તે ચૂંટણી લડે એવી શક્યતા પણ છે.
બીજેપી પોતાના સાંસદો-ધારાસભ્યો માટે નક્કી કરવામાં આવેલી ઉમ્ર રેખાને તોડતા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને 2019ની લોકસભા ચુંટણીમાં ઉભા રાખી શકે છે. નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે અડવાણી લોકસભા ચુંટણી લડે. હમણા જ પીએમ મોદીએ 90 વર્ષીય અડવાણી સાથે દિલ્હી સ્થિત તેમના નિવાસ પર મુલાકાત કરી હતી અને અમિત શાહ પણ પ્રસ્તાવ લઈને એમને મળવા ગયા હતા.
2014માં ગુજરાતના ગાંધીનગર-અમદાવાદથી વિજેતા થયા હતા. ત્યારબાદ તેઓને મોદી અને શાહે પાર્ટીમાં હાશિયામાં ધકેલી દીધા હતા. અડવાણી અને જોશીને પાર્ટીના માર્ગદર્શક મંડળમાં મોકલી દેવામાં આવ્યા હતા.
હવે મોદી અને શાહને અડવાણીની જરૂર છે. એનડીએના અમુક સાથી પક્ષો બીજેપીથી નારાજ છે. ચંદ્રબાબુ નાયડુની ટીડીપી બીજેપીથી અલગ થઇ ગઈ છે. શિવસેના અને જેડીયુ પણ અવાજ બુલંદ કરી રહ્યા છે. જયારે કોશિશ કરી રહ્યું છે.