અતનુ ચક્રવર્તિ અને મોદીના સમયનું GSFCનું કેનેડામાં રૂ.262 કરોડનું કૌભાંડ

ગુજરાત સરકારની જાહેર ક્ષેત્રની મોટી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ- જીએસએફસીમાં રૂ.62 કરોડનું કૌભાંડ થયું છે. ગુજરાત સરકારની માલિકીની જાહેર કંપનીનું રૂ.262 કરોડથી વધુ રકમનું રોકાણ ડૂબી ગયું છે. કેનેડાની કંપનીમાં આ રોકણ કર્યું હતું હવે તે કંપની નાદાર જાહેર થઈ રહી છે.

7 વર્ષ પહેલાં 2013માં કેનેડામાં જીએસએફસીએ ભાગીદારીમાં કોસ્ટિક પોટાશ કે જે કેનેડાની એક પ્રકારની માટી છે. તેની સાથે માઇનિંગ કરવા કાર્નાલાઈટ રિસોર્સીસ કંપનીના 54.90 લાખ શેર્સ કેનેડિયન ડોલર 8.15 પ્રતિ શેરના ભાવે કુલ 44.7 મિલિયન કેનેડિયન ડોલર યાને રૂ.250 કરોડમાં ખરીદ્યા હતા.

આ મસમોટા રોકાણ દ્વારા જીએસએફસીએ કેનેડિયન કંપનીમાં 19.98 ટકા હિસ્સો મેળવ્યો હતો. જીએસએફસીએ અને તેના આ બોગસ કેનેડિયન પાર્ટનર કંપનીએ જાહેર કર્યું હતું કે, તેઓ કેનેડામાં વાઈનાડ કાર્નાલાઇટ માઈનિંગ પ્રોજેક્ટ ઊભો કરશે. કર્મિશયલ પ્રોડક્શન શરૂ થયા બાદ જીએસએફસી 20 વર્ષ સુધી, પ્રથમ તબક્કે ર્વાષિક 3.50 લાખ ટન અને બીજા તબક્કે ર્વાષિક 6 લાખ ટન પોટાશ ખરીદશે.

જીએસએફસીની રો-મટિરિયલ તરીકે કોસ્ટિક પોટાશની જરૂરિયાત બહુ ઓછી માત્રામાં છે તથા આ ખનિજ ગુજરાતમાં અને ભારતમાં બહુ આસાનીથી ઉપલબ્ધ હતો. બીજા શબ્દોમાં આ ખનિજની સહેજેય અછત નથી, છતાં છેક દૂર કેનેડામાં જઈને જીએસએફસી દ્વારા જંગી રોકાણ કરવાનો ઈરાદો જ શંકાપ્રેરક છે.

ગેમ પ્લાન પ્રમાણે 2018ના વર્ષમાં માઇનિંગ પ્રોજેક્ટ શક્ય ના હોવાનું જણાવી કેનેડિયન કંપનીએ હાથ ઊંચા કરી દીધા હતા. છતાં પ્રમાણિકતાની બોગસ વાતો કરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે તેમની કંપની  જીએસએફસી ગુજરાતની પ્રજાના રૂ.262 કરોડ લૂંટાયા છતાં કોઈ જાહેર સ્પષ્ટતા કરી નથી. કે હિસાબ જાહેર કર્યો નથી. આ કૌભાંડ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને દેશની ચૂંટણી લડવા માટે ભાજપના નાણાની જરૂર હતી એ સમયે થયું હતું. હવે 7 વર્ષ પછી બહાર આવ્યું છે. નરેન્દ્ર મોદીના સમયમાં આ નાણાં રોકાયા અને હવે ડૂબી જવાની તૈયારીમાં છે.

બોગસ કંપનીના વધુ 1.03 કરોડ શેર્સ અમેરિકી ડોલર 0.17 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા, જે વધુ રૂ.12.49 કરોડનું રોકાણ હતું. આમ કરીને જીએસએફસીએ કેનેડિયન કંપનીમાં પોતાના ડૂબેલાં રોકાણનો હિસ્સો 20 ટકાથી વધારીને 40 ટકા પહોંચાડી કંપની હસ્તગત કરી લીધી હતી. હવે આ બધું રૂ. 262.49 કરોડ ડૂબી ગયું છે અને કુલ 157.90 શેર્સના કાગળિયાં રદ્દી બની ગયા છે.

૨૦૧૩માં ગુજરાત કેડરના આઈએએસ અતનુ ચક્રવર્તી જ્યારે મેનેજિંગ ડિરેક્ટરપદ પર હતા ત્યારે સર્જાયું હતું. હવે નરેન્દ્ર મોદીએ તેમને દિલ્હીમાં અત્યંત મહત્વનું સ્થાન આપ્યું છે. અતનુચક્રવતિ હવે કેન્દ્રમાં નાણામંત્રાલયમાં સચિવ તરીકે છે. તેઓ ‘અત્યારે પોતે કશું જાણતા નથી’ એમ કહી હાથ ખંખેરી રહ્યાં છે. તેમની સમયમાં ગુજરાતની પ્રજાના આટલા મોટા પ્રમાણમાં નાણાં ડૂબી ગયા છતાં તેઓ કહે છે કે તેઓ કંઈ જાણતા નથી.

૨૦૦૭થી લઈને ૨૦૧૩ સુધી પ્રોજેક્ટમાં કશું જ કર્યું ન હતું, છતાં આ બોગસ કંપનીમાં જીએસએફસીએ માતબર રકમ રોકી કૌભાંડ આચર્યું હતું.

ગુજરાત કેડરના ૧૯૮૫ બેચ આઈએએસ અતનુ ચક્રવર્તી જેઓ અત્યારે કેન્દ્ર સરકારમાં મહત્ત્વના સ્થાને નાણામંત્રાલયમાં આર્થિક બાબતોના સચિવપદે છે, તેઓ ૨૦૧૩માં જીએસએફસીના મેનેજિંગ ડિરેક્ટર પદે હતા.

ગુજરાત કેડરના વધુ બે આઇએએસ ઓફિસરને દિલ્હીમાં ગુરુપ્રસાદ મહાપાત્ર બન્યા ઇન્ડસ્ટ્રીઝ સેક્રેટરી અને અતનુ ચક્રવર્તીને ઇકોનોમી અફેર્સ સેક્રેટરીનો હવાલો સોંપ્યો હતો. આર્થિક બાબતોના સચિવ અતનુ ચક્રવર્તીને આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડમાં નોમિનેટ કરાયા છે.

ચક્રવર્તિને ગુજરાતના મુખ્ય સચિવ પનાવવાના હતા. પણ પછી મોદી તેમને બચાવી લેવા માટે દિલ્હી લઈ ગયા છે.

ગુજરાત કેડરના આઇએએસ અધિકારી અતનુ ચક્રવર્તીની બુધવારે ઓઇલ મંત્રાલયના એક્સ્પ્લોરેશન અને ઉત્પાદન માટેના ટેક્‌નિકલ એડ્‌વાઇઝરી એકમ ડાયરેક્ટરેટ જનરલ ઓફ હાઈડ્રોકાર્બન્સ (ડીજીએચ)ના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરાઈ છે. ૫૫ વર્ષના ચક્રવર્તીની ડીજીએચના વડા તરીકે એડિશનલ સેક્રેટરીની રેન્કમાં ચાર વર્ષ માટે નિમણૂક કરાઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જારી કરાયેલા ઓર્ડરમાં જણાવાયું હતું. ૧૯૮૫ની બેચના અધિકારી હાલમાં સરકારી સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ (જીએસપીએલ)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. ચક્રવર્તી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે અને તેમણે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં સ્પેશિયલાઇઝેશન કરેલું છે તથા બિઝનેસ ફાઇનાન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા તેમજ યુકેમાં બિઝનેસ એડ્‌મિનિસ્ટ્રેશનમાં એમબીએ કર્યું છે. વિવિધ રાજ્યોમાં કામ કરવાના વ્યાપક અનુભવની સાથે કેન્દ્ર સરકારના વિભાગો અને જાહેર સાહસોમાં પણ તેમને કામ કરવાનો અનુભવ છે. ચક્રવર્તીએ વડોદરા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લામાં કલેક્ટર તરીકે કામ કર્યું છે. ગાંધીનગરમાં તેમણે નાણા, ગૃહ, આદિવાસી વિકાસ અને શ્રમ વિભાગમાં કામ કર્યું છે. તેમણે ગુજરાતમાં નાણા વિભાગમાં આર્થિક બાબતોના મુખ્ય સચિવ તરીકે પણ કામ કર્યું છે.

એ. કે. લુક દ્વારા, આઈએએસ (નિવૃત્ત) શું કહે છે ?

૨૦૧૨ માં અમદાવાદમાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (ઓઆઈએલ)ની બોર્ડ મીટીંગથી પાછા ફરતા સમયે, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જીએસએફસી)ના બે અધિકારીઓ, નાણાવટી અને પટેલે મને એરપોર્ટ પર જોયા. તેઓએ જણાવ્યું હતું કે જીએસએફસીએ ત્યાંની એક કંપની ખરીદી તેના  પ્રોજેક્ટના સંદર્ભમાં તેઓ કેનેડા જઇ રહ્યા છે.

પ્રોજેક્ટ સાથે કામ કરતા અધિકારી સંજીવ વર્માએ બાદમાં મને ફોન પર કહ્યું કે 250 કરોડ રૂપિયાનું આખું જીએસએફસીએ તમામ નાણાં કેનેડામાં પ્રોજેક્ટમાં ટ્રાન્સફર કરી દીધા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પોટાશ સહેલાઇથી ઉપલબ્ધ થતો હતો ત્યારે પણ જીએસએફસી ખાણકામના પ્રોજેક્ટ માટે જઇ રહ્યી હતી. મારા સમયમાં જીએસએફસીમાં પોટાશની કોઈ અછતનો સામનો કરવો પડ્યો ન હતો. જી.એસ.એફ.સી.એ કાચા માલના આવા પછાત સંકલન માટે ક્યારેય જોડાણ કર્યું ન હતું, મારા સમય (2003-06) માં અમે 25 કરોડ રૂપિયાની નાની ઇક્વિટી લીધી, જો ગ્રુપ ચિમિક ટ્યુનિશિયન (જીસીટી) ની સાથે ફોસ્ફોરિક એસિડ માટે હતું. તેનું ઉત્પાદન મુખ્યત્વે મોરોક્કો અને ટ્યુનિશિયા સુધી મર્યાદિત હતું, અને સ્થિતિ ઘણી વખત ચુસ્ત હોવાથી, અમે તેને મોટી માત્રામાં આયાત કર્યું હતું.

આપણી પોટાશની જરૂરિયાત એટલી મોટી નથી. મેં નેટ ઉપર ટૂંકા સમય માટે પ્રોજેક્ટને ટ્રેકીંગ કરવાનું ચાલુ રાખ્યું, કારણ કે કર્નાલિટ સંભવત કેનેડિયન કાયદા અનુસાર તેની સ્થિતિ વિશે અહેવાલ આપતો હતો. જીએસએફસી તેની સાઇટ્સ પર મૌન હતી. પછી મેં રસ લેવાનું બંધ કરી દીધું હતું.

કર્નાલીટ સાઇટ પરથી એવું લાગે છે કે આ પ્રોજેક્ટ પોતે સામેથી આવી શક્યો નથી. આશ્ચર્યજનક રીતે, જીએસએફસીના ત્રણ અધિકારીઓને કર્નાલિટીના ડિરેક્ટર તરીકે બતાવવામાં આવ્યા છે. એવું પણ દેખાય છે કે જીએસએફસી આ પ્રોજેક્ટને 700 મિલિયન ડોલરમાં વધુ બેકઅપ ફાઇનાન્સ આપવાની યોજના બનાવી રહી છે. વધું રોકાણ થવાનું હતું.

જીએસએફસી દ્વારા રૂ. 250 કરોડનું રોકાણ કરાયેલું પ્રોજેક્ટ આગળ આવ્યું હોવાનું જણાતું નથી.

વિગતો માટે પૂછતી જીએસએફસીને મારા બે તાજેતરના ઇ-મેલ્સનો હજી જવાબ નથી.

  • એ. કે. લુક (કંટ્રીવ્યૂ)