અદાણીએ 25 હજહાર કરોડ રોક્યા નથી ત્યાં બીજું 55 હજાર કરોડના એમઓયુ

ગૌતમ અદાણીએ વાઈબ્રન્ટ સમિટ- 2015માં જાહેર કરેલા 25 હજાર કરોડનું રોકાણ હજુ કાગળ પર જ છે ત્યાં ફરી એકવાર 55 હજાર કરોડ રોકવાની જાહેરાત કરી છે. મોદી PM બન્યા બાદની પ્રથમ વાઈબ્રન્ટ- 2015માં 25 હજાર કરોડના ખર્ચે વિશ્વનો સૌથી મોટો સોલર પ્લાન્ટ કચ્છ-મુદ્રામાં સ્થાપવાની જાહેરાત કરી હતી. સૌથી મોટો સવાલ એ છે કે હજુ જુનું રોકાણ કર્યું નથી ત્યાં નવું રોકાણ ક્યારે કરશે. આ ઉપરાંત ગુજરાતને બાજુમાં મુકી અદાણીએ ગત સપ્તાહમાં 70 હજાર કરોડનું આંધપ્રદેશમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે.

અદાણીના કરોડોના રોકાણની જાહેરાત પણ કામ ક્યારે શરૂ થશે

મોદી PM બન્યા બાદની પ્રથમ વાઈબ્રન્ટ-2015માં અદાણીએ 2015માં જાહેરાત કરી હતી કે 25 હજાર કરોડના ખર્ચે સન એડિશન સાથે સોલાર પ્લાન્ટ બનાવી મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને પ્રમોટ કરશે. આ સાથે 20 હજાર નવી નોકરીઓ ઉભી થવાની વાત હતી. જે પ્લાન્ટ હજુ કાગળ ઉપર જ છે. 2015માં કરેલી જાહેરાત મુજબ સરકાર અને અદાણી વચ્ચે કોઈ પણ પ્રકાર રોજગારી ઉભી કરવાની વાત થઈ નથી.

ગૌતમ અદાણીએ મોદી PM બન્યા બાદની છેલ્લી વાઈબ્રન્ટ-2019માં 55 હજાર કરોડનું રોકાણ કરશે. આ સાથે તેઓ વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ સોલાર પ્લાન્ટ, લખપતમાં સિમેન્ટ પ્લાન્ટ અને કચ્છમાં 1 ગીગાવોટનું ડેટા સેન્ટર પણ ઉભું કરશે. હજુ 2015માં જાહેરાત કરેલો પ્લાન્ટ બન્યો નથી ત્યાં 2019માં નવો પ્લાન્ટ કેવી રીતે બનાવશે?

આંધપ્રદેશમાં 70 હજાર કરોડનું રોકાણ ને ગુજરાતમાં 55 હજાર કરોડ

અદાણીએ હજુ ગત સપ્તાહમાં જ આંધ્રપ્રદેશ સરકાર સાથે 70 હજાર કરોડનું રોકાણ કરવાના કરાર કર્યા છે. જ્યારે ગુજરાતમાં 55 હજાર કરોડનું જ રોકાણ. વિશ્વનું પેહલું સોલાર ઉર્જા પર ચાલતું ડેટા સેન્ટર આંધ્રમાં સ્થાપશે. જો અદાણી વિશ્વનું પહેલું ડેટા સેન્ટર આંધ્રમાં સ્થાપશે તો ગુજરાતમાં વિશ્વનું પ્રથમ ડેાટ સેન્ટર કેવી રીતે બનાવશે. શું અદાણી ગુજરાતથી નારાજ નથી ને ?