[:gj]રૂપાણીના નિર્ણયથી ફરી ભ્રષ્ટાચાર થશે, જે ખરીદી 90 દિવસમાં ન થઈ તે 5 દિવસમાં કઈ રીતે થશે ? [:]

[:gj]ગાંધીનગર, 30 એપ્રિલ 2020

પાંચમી વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં રૂપાણી દ્વારા નિર્ણયો લેવાયા હતા. જેમાં તુવેરની ખરીદીના વિચાર્યાવગરના નિર્ણયો લીધા હોવાનું ખેડૂતો માની રહ્યાં છે. આ નિર્ણયથી ફરી એક વખત તૂવેરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થશે જ એવું ખેડૂતો દ્રઢ પણે માનતા થયા છે.

સરકારની અણઆવડત બહાર આવી છે. 90 દિવસમાં 103 ગોડાઉન પર 3881 ખેડૂતોની ખરીદી માંડ કરી શકાઈ હતી. તેની સામે હવે ફરી એક ફટવો બહાર પાડીને વિજય રૂપાણીએ આદેશ આપ્યો છે કે 5 દિવસમાં જ  બાકી રહેતાં 12,417 ખે઼ડૂતોની તુવેર ખરીદી લેવી. 90 દિવસમાં જો 4 હજાર ખેડૂતોની ખરીદી થતી હોય અને માત્ર 5 દિવસમાં જ 12 હજાર ખેડૂતોની ભીડ ભેગી કરીને ખરીદી કરવામાં આવેશે.

એરંડા-ચણા

તુવેર તથા એરંડા-ચણા પકવતા આગામી શુક્રવાર તા. ૧ મે થી તા. ૫ મી મે-ર૦ર૦ સુધી તુવેરની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ૧૦૩ ગોડાઉન ખાતે કરવાનો નિર્ણય  કર્યો છે.

તુવેર

અગાઉ સરકારે તા. ૧-૧ર-ર૦૧૯થી તા. ૧૫-૧-ર૦ર૦ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન તેમજ તા. ૧-૧-૨૦૨૦થી તા. ૩૦-૩-ર૦ર૦ સુધી ૯૦ દિવસ ખરીદીનો સમય નિર્ધારીત કરેલો હતો. જેમાં ૧૬,૩૪૫ હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશન થવા પામ્યું હતું. તે પૈકીના ૩૮૮૧ ખેડૂતોએ ૬પ૧૪ મે.ટન તુવેર દાળનું વેચાણ કરેલું છે.  ૧ મે શુક્રવારથી તા. ૫ મે-ર૦ર૦ સુધી આ ખરીદી પૂન: શરૂ કરવાના લીધેલા નિર્ણયને કારણે જે ખેડૂતોએ અગાઉ તા. ર૩.૩.ર૦ર૦ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લીધેલું છે તેવા ખેડૂતો પૈકીના તુવેર વેચાણ માટે બાકી રહેલા ૧૨૪૧૭ ખેડૂતોના તુવેરના જથ્થાની ખરીદી તા. ૧ મે-ર૦ર૦થી તા. પ-પ-૨૦૨૦ સુધી કરાશે. ખરીદી અને પ્રાપ્તિની શરૂઆત કરવામાં આવશે.  ખેડૂતોને SMS કરીને ટાઇમ સ્લોટ અને તારીખ જણાવવામાં આવે તે મુજબ તેઓએ તુવેર વેચાણ માટે આવવાનું રહેશે.

ગુજકોમાસોલ દ્વારા તા. ૧લી મે થી ચણા અને રાયડાની ખરીદી શરૂ થવાની છે.

જિલ્લાઓમાં મનરેગાના કામો ઝડપથી ચાલુ કરવા સાથોસાથ સુજલામ સુફલામ જળ અભિયાનના કામો પણ શરૂ કરવા અને ખોદવામાં આવતા તળાવ-ચેકડેમની માટી ખેડૂતોને તેમના ખેતરમાં વિનામૂલ્યે લઇ જવા આપી દેવાય તેની પણ કલેકટરોને તાકીદ કરી હતી.

બધાને કઈ રીતે ચકાસી શકાશે 

વધુ પ્રમાણમાં લોકો આવતા-જતા હોય તેવા APMC, માર્કેટયાર્ડ, જાહેર સ્થળો, બજારો વગેરે સ્થળે જિલ્લાતંત્ર દ્વારા થર્મલગન, સેનીટાઇઝર વગેરેના ઉપયોગ માટે જિલ્લા કલેકટરોને સુચનાઓ કરી હતી.

પાણી

ઊનાળાની ઋતુમાં રાજ્યમાં પીવાના પાણીની કોઇ મુશ્કેલી ઊભી ન થાય. એ માટે જિલ્લા કલેકટરે સ્વયં દેખરેખ રાખે.
પીવાના પાણીનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે ત્યારે વિતરણ વ્યવસ્થાની કોઇ ખામી ન સર્જાય તે કલેકટરો સુનિશ્ચિત કરે. જિલ્લાઓના ગ્રામીણ ક્ષેત્રોમાં કે અન્યત્ર જ્યાં હેન્ડપંપ બગડી ગયા હોય કે પાણી ઊંડું ગયું હોય ત્યાં રિપેરીંગ ગેંગ મોકલીને સત્વરે ચાલુ કરાવી દેવા પણ સૂચનાઓ આપી છે.[:]