અધિકારીઓ મુંબઈમાં નોકરી કરવા માંગે છે જે પણ કારણભૂત

મુંબઈ ખાતે પશ્ચિમ રેલવે અને સેન્ટ્રલ રેલવેના વડા મથક આવેલા છે. રેલવેના મોટાભાગના અધિકારીઓ મુંબઈમાં પોતાની નોકરી પૂરી કરી નાખે છે. આવા અધિકારીઓ મુંબઈથી પશ્ચિમ રેલવેના વડા મથકને અમદાવાદ ખસેડવામાં તે ઇચ્છતા નથી. 300 કરોડના બંગલામાં અધિકારીઓ રહે છે તેમને તે બંગલા છોડવા નથી. અખિલ ભારતીય રેલ ઉપભોક્તા સંઘના અધ્યક્ષ યોગેશ મિશ્રાએ જણાવ્યુ હતું કે, પશ્ચિમ રેલવેનો સૌથી વધુ વિસ્તાર ગુજરાતમાં હોવાથી અમદાવાદને વડું મથક બનાવવામાં આવવું જોઈએ. પશ્ચિમ રેલવેના વડા મથકને મુંબઈથી અમદાવાદ ફેરવવા માટે જો દબાણ પૂર્વક રજૂઆત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે તેને સ્વીકારવી જોઈએ.