ઉદ્યોગોને રૂ.1,29,962 કરોડનો આર્થિક ફાયદો કરાવવામાં આવ્યો છે. આ રાહતો સામે રૂ.1,07,316 કરોડના જ ઉદ્યોગો શરૂ થયા છે. તેનો મતલબ કે સરકારે અબજો રૂપિયાના ગોટાળા કર્યા છે.
માનીતા કરોડપતિ ઉદ્યોગ પતિઓને વર્ષ 2006થી 2010 સુધીમાં 492 કરોડ ચોરસ મીટર જમીન આપવામાં આવી એટલે કે એક વર્ષમાં શરેરાશ 98.4 કરોડ ચોસર મીટર જમીન આપવામાં આવી છે.
વળી, 2001ના વર્ષથી 18 વર્ષમાં 1771.2 કરોડ ચોરસ મીટર જમીન ઉદ્યોગે આપી પણ ગરીબ લોકોને ઘર બનાવવા કે ખેતી માટે જમીન આપી નહીં. એક ચોરસ મીટરનો રૂ.25 ભાવ ગણવામાં આવે તો પણ રૂ.44,280 કરોડની જમીન સરકારે મફતમાં આપી છે.
અમદાવાદના સાણંદમાં ગાયો માટે અનામત રાખવામાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટીની કિંમતી જમીન સાથે ટાટા નેનોને સરકારે રૂ.585 કરોડની લોન આપી છે. રાજય સરકારના આંકડા મુજબ એમઓયુ કરેલ તે પૈકી 42,341 ઉદ્યોગો ઉત્પાદનમાં ગયા છે આ એક એકમને રૂ. ૧ કરોડની લોન આપી ગણીએ તો 42,341 કરોડ થાય છે.
છેલ્લાં ચાર વાયબ્રન્ટમાં રૂ.242.52 કરોડનો ખર્ચ કરવામાં આવેલો છે. તે મુજબ આઠ વાયબ્રન્ટમાં રૂ.500 કરોડની છાપાઓ અને ટીવી તથા હોર્ડીંગમાં 3 મુખ્ય પ્રધાનના ફોટો લગાવવાનો પ્રજાની તેજુરીમાંથી ખર્ચ અને જાહેરાતો અને અન્ય ખર્ચાઓ રૂ.1,000 કરોડ થાય છે.
એમઓયુ કરેલા ઉદ્યોગો પૈકી 42,341 પ્રોજેકટોને એક કરોડની અન્ય રાહતો જેવી કે રસ્તા, વીજળી, પાણી, ગટર તથા અન્ય સુવીધાઓ ગણીએ તો રૂ.42,341 કરોડનું ખર્ચ થાય છે.
રૂ.1,07,316 કરોડના મુડી રોકાણ સામે ઉદ્યોગોને આપવામાં આવેલ કુલ રાહતો રૂ.1,29,962 થાય છે. જેની સામે ભાજપને અબજો રૂપિયાનું ચૂંટણી ફંડ પણ મળેલું છે. જો આટલા નાણાં ગરીબ પ્રજાને કે નાના ઉદ્યોગકારોને આપ્યા હોત તો ગુજરાતની પ્રજાનું કલ્યાણ થયું હોત. કારણ કે મોટા ઉદ્યોગો બહારના લોકોને જ રોજગારી આપે છે. ગુજરાતના બેકાર યુવાનોને આપતાં નથી.