શહેરના માણેકચોકના રિડેવલપમેન્ટ માટેનો પ્લાન વર્ષ 2014માં મંજૂર કરવામાં આવ્યો હતો. આજે પાંચ વર્ષ બાદ એમાં એક તસુ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જે આયોજન હતુ તેની મુખ્ય બાબતો આ મુજબ છે.
– સાંકડી શેરીથી માણેકચોક સુધીના રસ્તાને દબાણમુકત કરીને ત્યાં રાહદારીઓ ચાલી શકે એ પ્રમાણેની ફૂટપાથ બનાવવી.
– અહીં આવતા મુલાકાતીઓ તેમના વાહનો સરળતાથી પાર્ક કરી શકે એ માટે પાર્કિંગ બનાવવું.
– જે ફેરીયાઓ ઊભા રહે છે તેમને ચોકકસ સમય આપવો.
– દરેકની ઓળખ નક્કી કરી તેમને ફોટો-આઈડેન્ટીટી આપવી.
– અહીં ભરાતા રાત્રિ ખાણી બજાર માટે હેલ્થના નિયમોનું ચૂસ્ત પાલન કરાવવું.
– દરેકને એપ્રન અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા ફરજિયાત કરવા.
– રાત્રિ બજાર પુરૂં થાય કે તરત જ મ્યુનિ.ના સોલિડ વેસ્ટ દ્વારા ઘન કચરાનો નિકાલ કરવો.
– દરેક ડસ્ટબિન રાખે એવી જોગવાઈ ફરજિયાત કરાવવી.