અમદાવાદના હેરિટેજ સિટીનાં દરજ્જા છાનવી લેવાશે ?

સેપ્ટનો ચોંકાવનારો સર્વે

સેપ્ટના એક સર્વે મુજબ શાહપુર, કાલુપુર, દરિયાપુર, ખાડિયા, જમાલપુર અને રાયખડ વોર્ડના ગ્રેડ-બે ‘અ’ શ્રેણીનાં કુલ 95 મકાન, ગ્રેડ-બે ‘બ’ શ્રેણીનાં કુલ 547 મકાન અને ગ્રેડ-ત્રણ શ્રેણીનાં કુલ 1594 મકાન મળી કુલ 2236 મકાનને હેરિટેજ મકાન જાહેર કરાયાં હતાં. ઉપરાંત 449 સ્થાપત્યને પણ ગ્રેડેશન મુજબ હેરિટેજ સ્થાપત્ય તરીકે અલગ તારવવામાં આવ્યાં હતાં. તંત્રના સેપ્ટ આધારિત સર્વે હેઠળનાં 2236 હેરિટેજ મકાનના મામલે તાજેતરમાં જ ચોંકાવનારી વિગત બહાર આવી હતી. સેપ્ટ દ્વારા કરાયેલાં સર્વેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી, કોટ વિસ્તારની હેરિટેજની અસ્મિતા જોખમમાં

600થી વધું હેરીટેજ ઈમારતો સામે જોખમ

ગયા ચોમાસામાં હાથ ધરાયેલાં સર્વે મુજબ કોટ વિસ્તારનાં વર્ષો જૂનાં 600થી વધુ મકાનો મરામતના અભાવે જોખમી બની ગયા છે. કેટલીક પોળોમાં તો વેપારીઓના માલસામાન મૂકવામાં આવે છે. કોટ વિસ્તારમાં અગાઉ ટી-ગર્ડર નીતિનો અનેક મકાનના રિપેરિંગમાં ખુલ્લેઆમ દુરૂપયોગ થવાથી તેના પર લાંબા સમયથી પ્રતિબંધ મુકાયો હોવા છતાં બિલ્ડર માફિયાઓના વર્ચસ્વના કારણે વધુ ને વધુ રહેણાંકનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે.

કોટ વિસ્તારનાં હેરિટેજની અસ્મિતા જોખમમાં

સાથે સાથે કોટ વિસ્તારની હેરિટેજ અસ્મિતા જોખમમાં મૂકાઈ છે. પ્રાથમિક અંદાજમાં કોટ વિસ્તારનાં 50થી 100 હેરિટેજ મકાન ઘટ્યાં છે. ગ્રેડેશન મુજબ લાગનારી હેરિટેજ પ્લેટ લગાવાની કામગીરીમાં વિલંબ થયો છે.

ગેરકાયદે બાંધકામો

હેરિટેજ સિટીના દરજ્જા સામે સંકટનાં વાદળો ઘેરાયેલાં જોવા મળી રહ્યાં છે. હેરિટેજ સિટીનું સ્થાન જ નહિ, પણ ઐતિહાસિક સ્મારક અને મકાનોનો વારસો પણ ખતરામાં જોવા મળી રહ્યો છે. ગેરકાયદેસર બાંધકામોનાં કારણે ઐતિહાસીક ઈમારતોની સંખ્યા ઘટી રહી છે.