અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખુલ્લી મૂકાઈ

મેટ્રો ટ્રેનનું ઉદઘાટન એ દેશમાં પરિવહન ક્ષેત્રે સીમાચિન્હરૂપ પગલું સાબિત થવાનું છે.  ૨૦૧૪ સુધીમાં ૨૫૦ કી.મી. નું મેટ્રો નેટવર્ક હતું. આજે  ૬૫૦ કિ.મી.નું મેટ્રોનું કામ ઓપરેશનલ છે. બીજા ૮૦૦ કી.મી. લંબાઇનું કાર્ય પ્રગતિમાં છે. મેટ્રો દ્વારા અમદાવાદીઓનું સરળ પરિવહનનું સ્વપ્ન સાકાર થયું છે. આગામી સમયમાં બુલેટ ટ્રેન દ્વારા વધુ સારી પરિવહન સેવાઓ ઉપલબ્ધ બનવાની છે. બહુચરાજી થી સાણંદ સુધી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી મોટા પાયે ધમધમી રહી છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું.

રૂપેકાર્ડની ફેસેલીટીનો ઉપયોગ કરી એક જ કાર્ડ દ્વારા શોપીંગ કરી શકાય, ટીકીટ ખરીદી શકાય, તેવા ‘વન નેશન-વન કાર્ડ’નું સ્વપ્ન આજે સાકાર બન્યું છે. કોમન મોબીલીટી કાર્ડ જેવી સુવિધા અગાઉ વિદેશી ટેકનોલોજી વગર શક્ય ન હતી. તે આજે મેઇડ ઇન ઇન્ડિયા ટેકનોલોજીથી શક્ય બની છે.

મેડીસીટી સિવિલ હોસ્પિટલમાં દસ હજાર ડોકટર તથા પેરા મેડીકલ સ્ટાફ દ્વારા દરરોજ દસ હજાર દર્દીઓની સેવા સુશ્રુષા એક જ સ્થળે થાશે. દેશના લોકોના સ્વાસ્થ્યની કાળજી એ અમારી પ્રાથમિકતા છે. છેલ્લા ૧૫
મહિનામાં દેશમાં ૧૫ એઇમ્સની સ્થાપના તથા વ્યાપક આરોગ્ય સુવિધાઓ દ્વારા દેશના નાનામાં નાના
ગામ અને કસબા સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડી છે.
તેમણે કહ્યું કે,વડાપ્રધાનશ્રી જન આરોગ્ય યોજનાના લોન્ચીંગના માત્ર પાંચ મહિનામાં દેશના ૧૪ લાખથી વધુ નાગિરકોએ આ સુવિધાનો લાભ લીધો છે

એક દશક પહેલા સિવિલ હોસ્પિટલમાં બોમ્બ વિસ્ફોટથી થયેલા રક્તરંજિત દુર્ઘટનાનો ઉલ્લેખ કરી કહ્યું કે, છેલ્લા ૪૦ વર્ષથી મા-ભારતીની ગોદને છલ્લી કરનાર આતંકવાદીઓને હું છોડીશ નહીં, જે આગ દેશના લોકોમાં છે તે આગ મારા દિલમાં પણ છે. આતંકવાદીઓને ઘરમાંથી શોધી-શોધીને બદલો લઇશું. હવે વધુ રાહ જોવી નથી તેમ તેમણે ઉમેર્યુ હતુ.
મને દેશની સત્તા કે ખુરશીની તમા નથી. દેશની એકતા-અખંડિતતા અને સાર્વભૌમકતાની રક્ષાની મને ચિંતા છે. દેશની રાજનીતિમાં બુનિયાદી બદલાવ દ્વારા અમારે જે કરવું છે તે ડંકાની ચોટ પર કર્યું છે.

એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં આરોગ્યની આધુનિક પધ્ધતિની સેવાઓ મળી રહી છે. મેડિકલ ક્ષેત્રે ૪૫૦૦થી વધુ બેઠકો ઉપલબ્ધ બની છે. રાજ્યને નડિયાદ મેડીકલ કોલેજની મંજૂરી મળી ચૂકી છે તેની તેમણે ગૌરવભેર જાહેરાત કરી હતી.