ગાંધીનગર,તા.૧૩
કેન્દ્રની યુપીએ સરકારે વર્ષ-૨૦૧૪માં પસાર કરેલા નવા ફૂડ સેફટી એકટ-૨૦૦૬નો અમદાવાદ શહેરમાં પાંચ ઓગસ્ટ-૨૦૧૧થી અમલ કરાઈ રહ્યો છે. આઠ વર્ષમાં અમદાવાદ શહેરમાંથી હેલ્થ વિભાગ દ્વારા સપ્ટેમ્બર અંત સુધીમાં કુલ મળીને ૧૯,૭૩૩ જેટલા ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા છે.જે પૈકી માત્ર ૩૭ સેમ્પલ અનસેફ જાહેર થવા પામ્યા છે.હેલ્થ વિભાગની આ કાર્યવાહી બતાવે છે કે,અમદાવાદ શહેરમાં મળતી મોટાભાગની ખાદ્યચીજા શુધ્ધ અને પરીશુધ્ધ લોકો સુધી પહોંચી રહી છે.
કેન્દ્રમાં યુપીએ શાસન-બે સમયે દેશભરમાં અમલી બનાવાયેલા ફૂડ સેફટી એકટ-૨૦૦૬નો અમદાવાદ શહેરમાં આઠ વર્ષ પહેલા અમલ શરૂ કરાયો હતો. આઠ વર્ષ દરમિયાન થયેલી કામગીરીનો જે અહેવાલ સામે આવ્યો છે એ ખુબ ચોંકાવનારો છે.અમપા હેલ્થ વિભાગ દિવાળીના તહેવાર સમયે કે પછી શ્રાવણ મહીનાના તહેવારો સમયે ખુબ સક્રીય બનેલા જાવા મળતા હોય છે.વંદા સહીતની જીવાતો મળવાના કીસ્સાઓમાં ઉહાપોહ થયા બાદ સીલ માર્યા બાદ વહીવટી ચાર્જ લઈ સીલ ફરી ખોલી આપનારા હેલ્થ વિભાગની આઠ વર્ષની કામગીરીના આંકડા જ પુરવાર કરે છે કે,અમદાવાદ શહેરના લોકોના જાહેર આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યા હોવા છતાં પરીણામ તો ભેળસેળ કરવાવાળાની તરફેણમાં જ આવતા હોય છે.
હેલ્થ વિભાગની કામગીરી પર એક નજર
વર્ષ કુલ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ મિસબ્રાન્ડ મિસબ્રાન્ડ-સબસ્ટાન્ડર્ડ અનસેફ
૨૦૧૧ ૧૧૧૫ ૫૮ ૧૯ ૦૪ 5
૨૦૧૨ ૩૨૮૩ ૨૫૧ ૩૮ ૦૨ નીલ
૨૦૧૩ ૩૩૦૦ ૧૭૨ ૫૮ ૦૫ ૦૨
૨૦૧૪ ૨૩૨૭ ૧૪૭ ૮૦ ૦૪ ૧૦
૨૦૧૫ ૨૦૨૬ ૮૪ ૮૭ ૦૩ ૦૨
૨૦૧૬ ૨૨૬૦ ૧૦૮ ૯૪ ૦૭ 11
૨૦૧૭ ૧૭૪૯ ૮૨ ૭૯ ૦૭ ૦૩
૨૦૧૮ ૨૧૦૨ ૮૪ ૧૦૯ ૦૭ ૦૧
૨૦૧૯ ૧૫૭૧ ૫૩ ૫૪ ૦૩ નીલ
કુલ ૧૯૭૩૩ ૧૦૩૯ ૬૧૮ ૪૨ ૩૭
૫૮ સામે કોર્ટ કાર્યવાહી
અમપા દ્વારા આઠ વર્ષમાં જે ૧૯ હજાર ઉપરાંત ફૂડ સેમ્પલો લેવામાં આવ્યા છે.એ પૈકી માત્ર ૫૮ સામે કોર્ટ કાર્યવાહી કરાઈ છે.જયારે સપ્ટેમ્બર-૨૦૧૯ અંત સુધીમાં કુલ ૧૬૯૯ કેસ એજયુકેટીંગ ઓફીસર સમક્ષ સબમીટ કરાયા છે.
કાર્યવાહીની મુખ્ય બાબતો કઈ-કઈ
૧.૧૦ કેસ અનસેફ ઉપરાંત મિસબ્રાન્ડ જાવા મળ્યા.
૨.સાત કેસ અનસેફ ઉપરાંત સબસ્ટાન્ડર્ડ જાવા મળ્યા.
૩.ચાર કેસ અનસેફ,સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડ જાવા મળ્યા.
૪.આઠ વર્ષમાં કુલ ૨૨૪ કેસ ડીસ્પોઝ કરાયા.
૫.કુલ ૧૨૬૫ કેસ પેન્ડીંગ છે.
૬.આઠ વર્ષમાં કુલ રૂપિયા ૬૬૬૦૧૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો.
મિસબ્રાન્ડ શું છે
મિસબ્રાન્ડની વ્યાખ્યામાં કોઈપણ ચીજ બન્યા તારીખ,તેના ઉપયોગ અંગેની તારીખ દર્શાવ્યાની સાથે વેચાણમાં ન મુકાઈ હોય તો તેને મિસબ્રાન્ડમાં ગણવામા આવે છે.
સબસ્ટાન્ડર્ડ શું છે
દુધમાં ફેટ ઓછા હોય,પનીર કે માવામા ફેટ ઓછા હોય,ઘીમાં હળદર નાંખવામા આવી હોય આ પ્રકારના કેસમાં ચીજ સબસ્ટાન્ડર્ડ ગણવામા આવે છે.
અનસેફ શું છે
ખાદ્યચીજમાં જીવાત પડી હોય,મરચામાં ડાઈકલર નાંખવામાં આવ્યો હોય આ પ્રકારના કેસમાં અનસેફ જાહેર કરવામાં આવે છે.
મહત્તમ સજાની શું જાગવાઈ છે..
ફૂડ સેફટી એકટ-૨૦૦૬ ની જાગવાઈઓ અનુસાર,ભેળસેળ પુરવાર થાય તો ઓછામા ઓછી ત્રણ માસની કેદ અને રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જાગવાઈ કાયદામા રહેલી છે.
ભાવિન જાશી સંપર્ક વિહોણા બન્યા
અમદાવાદ શહેરમાં આઠ વર્ષમાં કુલ ૧૯ હજાર ઉપરાંત ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હોવા છતાં પણ માત્ર ૩૭ કેસ જ કયા કારણોસર અનસેફ જાહેર થયા આ મામલે હેલ્થ ઓફીસર ભાવિન જાશીનો સંપર્ક કરવા પ્રયાસ કરતા તેઓએ તેમની નિષ્ફળતાને ઢાંકવા ફોન ઉપાડવાનુ પણ ટાળ્યુ હતુ.