અમદાવાદમાં ચૂંટણી કંટ્રોલરૂમમાં 1300 ફરિયાદો આવી

લોકસભાની અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ એમ બે બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન સાથે અંદાજિત 61.32 ટકા મતદાન થયું છે, તેમ જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું છે. જિલ્લા કલેકટર કચેરી ખાતેના ફરિયાદ સંબંધિત કન્ટ્રોલ રૂમમાં 1300થી વધુ કોલ મતદાર યાદી સંબંધી બાબતોની જાણકારી માટે તેમજ 34 ફરિયાદો મતદાન સંબંધિત બાબતોની આવતા તમામનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. સાથોસાથ મુખ્ય ચુંટણી અધિકારી દ્વારા અમદાવાદ લોકસભા ચુંટણી સંબંધિત 26 ફરિયાદો અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રને મળતાં તમામ ફરિયાદોનો સમયસર નિકાલ કરવામાં આવ્યો છે. મતદાન સમય દરમ્યાન બંને બેઠક વિસ્તારમાં 79 બેલેટ યુનિટ, 41 કન્ટ્રોલ યુનિટ, તેમજ 100 વી.વી.પેટ યુનીટ ખોરવાતા બદલવામાં આવ્યા હતા.