[:gj]નર્મદાનું પાણી પુરું પાડવા માટે વૈષણવદેવીથી શાંતીપુરા સર્કલ સુધી 130.91 કરોડના ખર્ચે 23 કી.મી. લંબાઇની ટ્રંક મેઇન્સ નાંખવામાં આવી[:]

[:gj]અમદાવાદ,

વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર શાંતીપુરા સર્કલ સરખેજ સુધી 130.91 કરોડના જુદા જુદા વ્યાસની એમ. એસ. ટ્રંક મેઇન્સ પાણીની લાઇન નાંખવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ઝોનના સરદાર પટેલ રીંગરોડ સમાંતર આવેલ ઓગણજ, ભાડજ , હેબતપુ૨, શીલજ વગેરે વિસ્તારોમાં હાલમાં બોર વેલ દ્વારા પાણી પુરું પાડવામાં આવે છે. જયારે દક્ષિણ પશ્ચિમઝોનનાં જોધપુર, સરખેજ અને મકતમપુરા વોર્ડમાં આવેલ છેવાડાના વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં ઓછું પાણી મળવાની ફરીયાદો આવતી હતી.

જેથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર આવેલ ઓગણજ , ભાડજ, હેબતપુર, શીલજ વગેરે વિસ્તારોમાં તથા જોધપુર, સરખેજ અને મકતમપુરા વોર્ડના વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નર્મદાનું શુદ્ધ પાણી પુરું પાડવા માટે વૈષણવદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર શાંતીપુરા સર્કલ શુધી રૂા. 130.91 કરોડના ખર્ચે જુદા જુદા વ્યાસની 23 કી.મી. લંબાઇની એમ.એસ. ટ્રંક મેઇન્સ નાંખવામાં આવેલ છે.

સદર ટ્રંક મેઇન્સમાંથી તાજેતરમાં નવા સમાવિષ્ટ બોપલ – ઘુમા નગરપાલીકા વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવેલ છે જેથી બોપલ-ઘુમા નગરપાલીકા વિસ્તારની વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પણ નર્મદાનું શુદ્ધ પાણી પુરું પાડી શકાશે. સદર લાઇનની પાણી વહનની ક્ષમતા 250 એમ એલ ડી છે જેનાથી 14 લાખ જેટલી વસ્તીને નર્મદાના શુધ્ધ પાણી પુરું પાડી શકાશે.[:]