અમદાવાદમાં ચોમાસાના દિવસો દરમિયાન અને ખાસ કરીને 4થી જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં આવતા શહેરના મકાનો પર પણ મહાનગર પાલિકાની નજર છે. જામલપુર, ખાડિયાૃ ,શાહપુર, દરિયાપુરના વિસ્તારોમાં 276 મકાનોને અલગ-તારવીને જર્જરિત અને રીપેર થવા યોગ્ય મકાનોનો સર્વે કરી યોગ્ય કરવા તાકીદ કરવામાં આવી છે. મહાપાલિકાએ નોટિસ પણ ઇસ્યુ કરી દીધી છે.
આ બધા વચ્ચે પણ મહાનગર પાલિકા,નાગરિકોની મૂળભૂત સુવિધાઓને ઉપલબ્ધ કરાવવામાં ચોમાસા દરમિયાન દર વર્ષે નિષ્ફળ રહે છે. 2017ના વરસાદમાં અમદાવાદ શહેરના રોડ-રસ્તા ધોવાઈ ગયા, ત્યારે, કોર્પોરેશને રોડ-રસ્તાના બાંધકામના કોન્ટ્રેક્ટરો પર તવાઈ લાદી.2018માં ત્રણથી પાંચ જેટલા કોન્ટ્રેક્ટરોને બ્લેક લિસ્ટ પણ કર્યા એ પણ સ-શર્ત. ગુજરાત હાઇકોર્ટે સતત બે વર્ષ સુધી મહાનગર પાલિકાનો રોડ-રસ્તા મામલે ઉધડો સુદ્ધા લીધો હતો. મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પ્રવિણ પટેલે અમદાવાદમાં પડતા ભૂવા અને રોડ રસ્ત્તા માટે ટેલિફોનિક વાતમાં,હાસ્યાસ્પદ રીતે એવું જણાવ્યું કે ‘તપાસ કરીને કહું છું’ .શ્રી પટેલના કાર્યકાળમાં જ ભૂવા પ્રકરણ ગાજ્યું અને રોડ-રસ્તા મામલે ફટકાર સાંભળવી પડી છે. છતાંય ‘ ઉતર્યો અમલદાર કોડીનો ‘ અને એ પછી એમના જવાબ પણ એવા જ હોવાનાની પ્રતીતિ થાય છે.