10 વર્ષથી તમાકુ નિયંત્રણનો કાયદો બન્યો પણ તે અમદાવાદ શહેરમાં હાંસીનું પાત્ર બની ગયો છે. રૂપિયા બસો જેવો મામુલી દંડ લઈને જાહેરમાં ધુમ્રપાન કરનારને છોડી દેવામાં આવે છે. પોશ વિસ્તારોમાં અલગ અલગ ફલેવરના તમાકુનું સેવન પણ કરવામાં આવી રહ્યુ છે. 2008થી 2019 સુધીમાં રૂ.10 લાખનો દંડ વસુલાયો છે.
અમદાવાદ મહાનગર પાલિકા – અમપામાં વર્ષના પાંચ મહિનામાં મે-૨૦૧૯ સુધીમાં કલમ-ચાર, મુજબ, શહેરમાં જાહેરમાં ધુમ્રપાન કરવુ કે તમાકુનુ સેવન અથવા ગુટખાનુ સેવન કરવા સામે ૧૯૪ કેસ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 60 લાખની વસતી છે. જેમાં 25 લાખથી વધું લોકો ધુમ્રપાન કરતાં હોવાનું અનુમાન છે. જેની સામે રૂ.૨૨,૮૦૦ની રકમ દંડ પેટે વસુલવામાં આવી છે. કલમ-પાંચના ભંગ બદલ શહેરમાં ઉપરોકત સમયગાળા સુધીમાં માત્ર ૧૧૦ કેસો કરવામાં આવ્યા છે. જે સામે માત્ર રૂપિયા ૧૬,૮૧૦ જેટલી રકમ દંડ પેટે વસુલવામાં આવી છે.
કલમ-છ મુજબ, શહેરમાં ૧૮ વર્ષથી નીચેનાઓને તમાકુ સેવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત આ વયના લોકોને તમાકુ, ગુટખા, બીડી કે સિગારેટ આપી શકાશે નહીં.
કુલ ૨૧૭ કેસ કરવામાં આવ્યા છે. જેની સામે માત્ર રૂપિયા ૨૮,૦૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
ઉપરાંત અમદાવાદમાં ૩૦ રૂમ ધરાવતી હોટલ અથવા રેસ્ટોરામાં જાહેરમાં ધુમ્રપાન કરી શકાશે નહીં. એરપોર્ટ પર ખાસ જગ્યામાં જ ધુમ્રપાન કરી શકાશે.
કલમ-પાંચ મુજબ, શહેરમાં તમાકુ કે તમાકુની કોઈ પણ પ્રોડકટની જાહેરાત કરી શકાશે નહીં.
૧-૧૦-૨૦૦૮ થી ૩૧-૫-૨૦૧૯ સુધીની તમાકુ નિયંત્રણ ધારા હેઠળ અમદાવાદમાં થયેલી કાર્યવાહી
ઝોન નોટીસ વ્યકિતગત દંડ કુલ દંડ
મધ્ય ૪૧૧ ૦૨ ૩૯૫૫૦
ઉત્તર ૨૨૪૭ ૧૦ ૧૨૮૧૦૨
દક્ષિણ ૮૯૯ ૦૦ ૧૦૮૪૯૦
પૂર્વ ૬૩૧ ૦૦ ૬૪૩૧૦
પશ્ચિમ ૧૯૧૧ ૧૦ ૨૪૯૩૦૦
ઉ.પ. ૪૪૧ ૦૦ ૨૯૯૬૦
દ.પ. ૬૭ ૦૦ ૭૩૫૦
ફલાઈંગ ૧૩૮૮ ૫૭૬ ૨૦૯૭૨૫
કુલ ૭૯૯૪ ૫૯૮ ૧૦૮૭૮૮૭
ગુજરાતી
English




