નવા વાડજમાં રૂા. ૪૦ કરોડની ૪૦૦૦ ચો.મી. જમીન તેમજ ઇસનપુરમાં ૪૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાઇ
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારોમાં બિનઅધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા વાડજ વિસ્તારમાં સર્વે નંબર ૩૬૨/એ, ટી.પી.૨૮, એફ.પી.૨૪૫, ૨૪૬ની કે જે બ્રહમક્ષત્રિય સોસાયટી ખાતે મોકાની જગ્યાએ આવેલી ૪૦૦૦ ચો.મી. જમીન પરના બિનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ સરકારી જમીનની બજાર કિંમત અંદાજીત રૂા. ૪૦ કરોડ થવા જાય છે.
આવી જ કાર્યવાહી પૂર્વ વિસ્તારમાં ઇસનપુર ખાતે કરવામાં આવી હતી. સર્વે નં. ૫૪૯માં અંદાજે ૪૦૦૦ ચો.મી જમીન પરના બિનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં ૧૦ પાકા મકાનો તથા ૪૦ કાચા ઝૂંપડાઓને દૂર કરવામાં આવ્યા છે. આ સરકારી જમીનની બજારકિંમત અંદાજે ૫ કરોડ થવા જાય હતી.
સમગ્ર રાજ્યમાં બિનઅધિકૃત તથા દબાણવાળી જગ્યાઓ ખુલ્લી કરવાની જે કામગીરી ચાલી રહી છે તેના ભાગરૂપ અમદાવાદ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરે સરકારી જમીન પરનાં બિનઅધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી આરંભી હતી. ડૉ. વિક્રાંત પાંડેના માર્ગદર્શનમાં સાબરમતી મામતલદાર તથા સીટી ડેપ્યુટી કલેક્ટર (પશ્ચિમ તથા પૂર્વ)ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.